SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ’નો આરંભ અને આપત્તિઓ – ૧૮૧ રહી જીવનસાધના કરું ને તમે અહીં વિદ્યાસાધના કરો. પછી એકબીજા મળીશું ને પરસ્પરના અનુભવોનો લાભ આપીશું ને લઈશું. ગાંધીજીનું રાષ્ટ્રિય આંદોલન અને રમણીકભાઈની વિદાય આ સમય દરમ્યાન આખા દેશમાં રાષ્ટ્રિયતાનું આંદોલન આંધીની પેઠે ગાંધીજીને કા૨ણે ફેલાઈ રહ્યું હતું. મારું પણ તે તરફ ત્યારે આકર્ષણ હતું. એક તો હું પરતંત્ર એટલે સીધી રીતે તેવાં આંદોલનોમાં કામ ન કરી શકું. ને બીજું શરૂ કરેલી વિદ્યા તેમ જ સાહિત્યની બધી પ્રવૃત્તિઓની મુખ્ય જવાબદારી મારી હોઈ તેને અધવચ મૂકી બીજું કાંઈ પણ કામ કરવાની મારા સ્વભાવે જ મને ના પાડી. તેથી મેં રમણીકલાલને આશ્રમમાં જોડાવાની સહર્ષ સમ્મતિ આપી ને એમ માની લીધું કે ૨મણીકલાલ અનુભવ ક૨શે તે મને પણ વહેલોમોડો ઉપયોગી નીવડશે. વળી બધાએ એક જ કામમાં શા માટે રોકાવું ? જોકે મેં રમણીકલાલને સમ્મતિ આપી હતી, પણ મેં માથે લીધેલ કાર્યોની જવાબદારી જોતાં તે વખતે મારી મુશ્કેલીની સીમા ન હતી. હું યોજના કરું, વાંચું-વિચારું, બહુ તો લખાવું, પણ છેવટે આ બધાં કામને મુદ્રણનું મૂર્ત રૂપ આપવું હોય ત્યારે તો સુયોગ્ય દ્રષ્ટા સાથી જોઈએ જ. એવા કોઈ સાથીની ભાળ કે પ્રાપ્તિ થયા પહેલાં જ હું એકલો પડી ગયો ને કામ પૂરું કરવાની ચિંતા હોય એટલે મૂંઝવણ વધે એ સ્વાભાવિક હતું. બધાય સંબંધીની વિદાયનું દુઃખ આટલુંય અધૂરું હોય તેમ એક નવી આફત મારી પરીક્ષા લેવા ધારતી હોય તેમ આગળ આવી. મારો પાંચછ વર્ષનો ભત્રીજો જ્યસિંહ ટાઇફોઈડમાં સપડાયો ને મુંબઈથી આવી ચડેલ મારા નિકટના મિત્ર પંડિત વ્રજલાલજી પણ પટકાયા. વ્રજલાલજી બે અઠવાડિયાં પછી સાજા થઈ માળવામાં ચાલ્યા ગયા, પણ જયસિંહનો ટાઇફોઈડ તો ૩૫ દિવસ ચાલ્યો. એ ભાગ્યે જ સાંભળે ને ભાગ્યે જ બોલે. છેવટે ટાઇફોઈડ ગયો એટલે મેં ધાર્યું કે હવે હું એકલો છું તો આ બધાં બાળક-બાલિકાઓની જવાબદારી આ દૂર દેશમાં વહેવી ને સાહિત્યપ્રવૃત્તિ ચલાવવી એ મારે માટે બંધબેસતું નથી. મારા મોટાભાઈ ખુશાલચંદ્રને વતનમાંથી બોલાવી તેમની સાથે બધાં જ બાળક-બાલિકાઓને ઘે૨ મોકલાવી હું વગડામાં એકલો બાવળનો ઠૂંઠો ઊભો હોય તેમ એકલો જ રહી ગયો. નહિ એને ડાળો, નહિ એને પાંદડાં, નહિ છાયા ને નહિ પંખીઓનો મધુર કલરવ. એકલો રહી ગયો એટલે એક રીતે ભાર ઓછો થયો, પણ બીજી રીતે અધૂરાં કામોને યોગ્ય રીતે સંપન્ન કરવાની ચિંતાનો ભાર ખૂબ હતો. એક બાજુ ગીતા પ્રેસમાં મંડળના પૈસાથી જ ટાઇપો ખરીદી આપેલા. કલકત્તાથી કાગળો મંગાવી સોંપેલા. પ્રતિક્રમણનું મેટર કંપોઝ કરવા આપેલું. ને બીજી બાજુ આ કામને યોગ્ય રીતે જુએ ને સંતોષ થાય તેવું કામ કરે એવો કોઈ નહિ. તેથી મારી સ્થિતિ નદીવ્યાઘ્રન્યાય જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy