SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ • મારું જીવનવૃત્ત આજીવિકા ઉપાર તરાપ પડવાનો કાંઈક ડર તો હતો જ. આ રીતે આગ્રામાં તેઓ થોડાક દિવસ રહ્યા. ૫. વંશીધરનો પરિચય દરમિયાન વંશીધર પંડિત, જે હમણાં પણ સોલાપુરમાં છે તે અચાનક આવી ચડ્યા. એમને જોઈ પેલા નેમચંદ તો ડરી જ ગયા. તેમને એમ થયું કે વંશીધરજી મારે વિષે શું કહેશે ને શું લખશે? શ્વેતાંબર મનાતા એક પંડિત પાસે નેમચંદ આગ્રામાં શીખતા હતા એવી જાહેરાત વંશીધર કરે તો તેમચંદની આસ્તિકતા ને ઇજ્જત ધૂળમાં મળે. તેથી વંશીધરને જોતાંવેંત જ નેમચંદે પેંતરો બદલ્યો ને કહ્યું કે અમે તો યાત્રા કરવા આવ્યા છીએ. અહીં સગવડ જોઈ રહ્યા છીએ, ઈત્યાદિ. પંડિત વંશીઘર મારા . પરિચિત હતા. એટલે તેઓ મને આદરથી મળે એ દેખીતું જ હતું. બીજી બાજુ નેમચંદને બહાર લઈ જઈ તેમણે બીજી જગ્યાએ સગવડપૂર્વક રહેવાની ગોઠવણ કર્યાનું પણ કહ્યું હશે. જેમ જેમ આ સાંપ્રદાયિકતાનું નાટક હું જોતો હતો તેમ તેમ મને વધારે સમજાતું હતું કે સત્યની શોધમાંથી ઉત્પન્ન થયેલ ને તેની પુષ્ટિને અર્થે ચાલુ થયેલ સંપ્રદાયો પોતે જ કેવી રીતે સત્યની આડે આવી રહ્યા છે ! આ સમજણથી એકંદર મારી હિંમત અને નિર્ભયતા તો વધ્યે જ જતાં હતાં, જેણે મને સાંપ્રદાયાતીત થવામાં બહુ મદદ કરી છે. ને તે જ દૃષ્ટિએ આ પ્રસંગ હું નોંધી રહ્યો છું, પણ આ નાટક બીજી રીતે દુઃખાન્ત નીવડ્યું. વૃદ્ધ પંડિતને શરદી થઈ. મેં નેમચંદ અને તેમની પત્નીને કહ્યું કે જ્યાં લગી શરદી ન મટે ત્યાં લગી એમને કોઈ પણ જાતનું અન્ન ન આપશો કેમ કે આ પ્રદેશમાં શરદી અને તાવમાં લંઘન જ હિતાવહ નીવડે છે, પણ હું ન જાણું તેવી રીતે એ પંડિતનો અતિ આગ્રહ જોઈ નેમચંદની પત્નીએ તેમને કઢી વગેરે કાંઈ ખાવા આપ્યું. સૌ રાતે નિરાંતે સૂઈ ગયા, પણ પેલા પંડિત તો એટલી બધી નિરાંતે સૂતા કે પછી ઊઠવાપણું જ ન રહ્યું. સવારે જોતાં જ સૌને અચંબો લાગ્યો, દુઃખ થયું ને ત્યાંથી જ નેમચંદનું ભીરુ મનથી ભણવાનું નાટક પણ પૂરું થયું. શ્રી સુમતિબહેનની યાદ એ વખતે નેમચંદની જે છોકરી સાવ નાની હતી તે હમણાં મને મુંબઈમાં મળી ગઈ. મેં જાણ્યું કે સોલાપુર શ્રાવિકાશ્રમની અધિષ્ઠાત્રી કુમારી સુમતિ એ તો આગ્રામાં સાથે હતી તે નેમચંદની બાલિકા છે ત્યારે ભારતીય વિદ્યાભવનમાં બેઠાં બેઠાં ૨૮ વર્ષ પહેલાંનું એ દુઃખાત્ત નાટક તાદશ ખડું થયું. સુમતિ બ્રહ્મચારિણી છે ને શાસ્ત્રાભ્યાસ તેમ જ આશ્રમ સંચાલનમાં શાંત જીવન વ્યતીત કરે છે, પણ મેં જોયું કે એના ત્યાગી અને શાસ્ત્રાભ્યાસી જીવનને કુળપરંપરાગત સંકુચિતતાના ને ભિરુતાના સંસ્કારે આવરેલ છે ત્યારે સાંપ્રદાયિકતાનાં ઘાતક તત્ત્વો વિષેની મારી પ્રથમની માન્યતા વધારે દઢ થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy