SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. પંચપ્રતિક્રમણ અને કૈલાસધામ સિકંદરાનો નિવાસ પંચપ્રતિક્રમણનો અનુવાદ કલકત્તાવાળા બાબુ બહાદુરસિંહજી સિંધીના પિતા બાબુ ડાલચંદજી જેટલા ધર્મપ્રેમી હતા તેટલા જ વિદ્યાપ્રેમી પણ હતા. તેમની ઇચ્છા એવી હતી કે પંચપ્રતિક્રમણ હિન્દી અર્થ સાથે નવી દષ્ટિએ તૈયાર કરાવી મફત વહેંચવું. શ્રીયુત દયાલચંદજી ઝવેરીએ તેમની એ ઈચ્છા વિષે મને કલકત્તાથી લખ્યું. હાથ ઉપરનાં કામોમાં એક નવા કામનો ઉમેરો અમે સ્વેચ્છાથી વધાવી લીધો. મને એમ થયું કે આ નિમિત્તે સમગ્ર જૈન સમાજમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર આવશ્યક પ્રતિક્રમણ સૂત્રોના ઐતિહાસિક ચિંતનની તક મળે છે તેમ જ એના તાત્ત્વિક ચિંતનનો પણ પ્રસંગ સાંપડે છે તો તેને જતો ન કરવો. કઈ રીતે ને કઈ દષ્ટિએ હિન્દી અર્થ લખવા તેમ જ સૂત્રોનો ને વિધિભાગનો ક્રમ ગોઠવવો, વળી કઈ રીતે પ્રધાનભૂત પ્રચલિત બધાં જ ગચ્છોની વિધિ પરિપાટીને આવરી શકાય એ બધું અમે વિચારી લીધું ને કામ શરૂ કર્યું. બાબુ ડાલચંદજી સિંધીની ખાસ ઇચ્છા એ હતી કે જૈનપરંપરામાં પંચપરમેષ્ઠી યા નમોકાર મંત્રનું અસાધારણ મહત્ત્વ છે તો એના વિષે જેટલું સારું અને ગંભીર લખી શકાય તેટલું જરૂરી છે. મને પણ એ વાત ગમી. પહેલાં તો મેં ઉત્સાહ અને ભાવનાવશ પંચપરમેષ્ઠી ઉપર ખૂબ લાંબુ કાંઈક આલંકારિક છટાથી લખી નાંખ્યું, પણ તરત જ આગ્રામાં સિંધીજીનું અચાનક આવવાનું બન્યું ને તેમણે મારું એ લખાણ સાંભળી પસંદ તો કર્યું, પણ કહ્યું કે કાંઈક ટૂંકામાં ને સાધારણ લોકોને ગમ્ય થાય એવું લખાય તો બહુ સારું. મેં લખેલ એ બધું ફાડી દિીધું ને નવી જ રીતે લખવાની ઊંડી ચિંતામાં પડ્યો. ચિંતાએ કાંઈક નવો રસ્તો સુઝાડ્યો. ને પરિણામે પંચપરમેષ્ઠી સ્વરૂપ ટૂંકમાં, પણ તાત્ત્વિક અને સંતોષપ્રદ રીતે લખાયું એમ આજે પણ મને લાગે છે. પ્રસ્તાવના લખવા માટેની તૈયારી કરતાં કરતાં બીજા બધા ધર્મસંપ્રદાયોનાં આવશ્યક કર્મ અર્થાતુ સંધ્યા-ધ્યાન-પ્રાર્થનાના વ્યવહાર વિષેની પ્રબળ જિજ્ઞાસા પ્રગટી. અને એ રીતે એ જિજ્ઞાસાએ મને સનાતની આર્યસમાજીઓની સંધ્યા, મુસલમાનોની નમાજ, બૌદ્ધોના નિત્યપાઠ તેમ જ પારસીઓના ખોરદેહ અવસ્વાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy