SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ૦ મારું જીવનવૃત્ત કહ્યું – તું માણસ છે એ તો અમે બધા નજરે જ જોઈ રહ્યા છીએ. અમે તો તારી જાત ને નાત પૂછીએ છીએ. મેં હાસ્યને પૂરેપૂરું કબજામાં રાખી વળી ધીરેથી કહ્યું કે, મારી જાત વિષે તો મેં તમને કહ્યું જ છે કે મારી જાત માણસની છે. એક તુંડમિજાજી પેસેન્જર ખૂબ ગુસ્સે થઈ બોલી ઊઠ્યો કે તમે બધા શા માટે પૂછો છો ! એ માણસ નાતજાત વિષે જવાબ નથી દેતો તો તે કાં તો ઢેડ હશે કાં ભંગી. મારી ધીરજ અને શાંતિ કુતૂહલ જોવાની દૃષ્ટિએ પણ વધ્યે જ જતાં હતાં. છેવટે આગલું સ્ટેશન આવવાની તૈયારી હતી ત્યાં એ જ કટુકભાખી પેસેન્જર નરમાશથી અને મીઠાશથી કહ્યું કે તું સીટ ઉપર બેસી જા. અમે જગ્યા કરી આપીએ છીએ. ભલે તારી નાતજાત ગમે તે હોય. મેં કહ્યું કે મને તો ઊભા રહેવામાં જ મજા સ્ટેશન આવ્યું ને કેટલાક પેસેન્જરો ઊતર્યા તેમ જ ઊતરતી વખતે કાંઈક બબડતા પણ ગયા. અમે બંને સીટ ઉપર તો બેઠાં. પેલા નાગર ગૃહસ્થ જોકે ડબ્બામાં ચડતી વખતે ભારે વિરોધ કરેલો અને અંતરાય પણ નાંખેલો છતાં બીજા પેસેન્જરો સાથે મારું જે વિનોદી નાટક ભજવાઈ રહ્યું હતું તેમાં તે મૌન જ હતા. એમને કાંઈક એવો ભાસ થયો હશે કે આ માણસ આટલી વિલક્ષણતાથી વાતચીત કરે છે ને ચિડાતો નથી તો એ કોઈ સજ્જન જ હોવો જોઈએ. હવે મારી વાત એ નાગર ગૃહસ્થ સાથે શરૂ થઈ. મારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કલકત્તા જાઉં છું ને વચ્ચે આગ્રા ઊતરવું છે. મેં કહ્યું કે તો પછી તમે મારે ત્યાં જ આગ્રા આવજો. તમને બધાં દશ્યસ્થાનો જોવાની સારી સગવડ મળી જશે. એમ કહી મેં મારું ઠેકાણું આપ્યું. મારા આ વ્યવહારથી એ બહુ પ્રસન્ન તો થયા, પણ તે વધારેમાં વધારે શરમાઈ ગયા હોય તેમ એમના સ્વર ઉપરથી લાગ્યું. જેને ચડવા દેવામાં ભારે અંતરાય નાંખ્યો હતો, જેને છતી જગ્યા પણ આપવામાં આનાકાની કરવામાં આવી હતી કે જેને નાતજાત વિશેના પ્રશ્નોનાં કટુ બાણોથી વીંધવામાં આવ્યો હતો તે માણસ આટલી ભલમનસાઈ બતાવે છે ને તેનું પણ આગ્રા જેવા દૂર દેશમાં કાંઈક વિશિષ્ટ સ્થાન છે એ ભાને કદાચ તે નાગર ગૃહસ્થને શરમાવ્યા હોય ! ગમે તેમ હોય, પણ મેં તો તેમની સાથે સભાવથી જ વાતો કરી. અમારા બંનેની વાતો ચાલતી તે સાંભળી બાકીનો પેસેન્જરવર્ગ પણ નવાઈમાં પડ્યો. સૌને પોતાના પૂર્વકૃત્ય વિષે પૂરો પશ્ચાત્તાપ થતો હોય તેમ મને લાગ્યું. કોઈ કહે, તમે આટલી સાંકડી ગ્યામાં સંકોચાઈને શા માટે બેસો છો ! લ્યો. અમે તમને પૂરી જગ્યા કરી આપીએ છીએ. કોઈ કહે – આ બાળકને તો સારી રીતે બેસાડો. એને ખોળામાં શા માટે રાખો છો ? કોઈ કહે, ગાંધીજી શું કરવા ધારે છે ? કોઈ કહે કે ગાંધીજી ઢેડ ભંગીઓને બધા સાથે એક કરે છે તો એમને સારા લોકો મદદ આપવી બંધ નહિ કરે ? આમ પહેલાંનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy