SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કેશરિયાજીની યાત્રાએ • ૧૧૫ લઈ ગયા. તેઓ કહે – કાશીમાં મોતીલાલ બ્રહ્મચારી તમને મળતા તે યાદ છે? હું બધું સમજી ગયો. ભટ્ટારક ગળગળા થઈ મને કહેવા લાગ્યા કે, હું આજે સખત કેદ ભોગવી રહ્યો છું. તમે મને કાશીમાં કહેલું કે, ભટ્ટારકની ગાદીના વારસદાર થવું સારું નથી, એ ભારે પડશે. તમારું આ કથન આજે સાચું પડયું છે. ત્યાં હું પાકું અધોર અનાજ સહેજે ખાતો, અખાડામાં વ્યાયામ કરતો ને છૂટથી ફરતો. અહીં તો મારી સ્થિતિ હવે એ થઈ છે કે આખા દિવસમાં ભાગ્યે જ અધશેર દૂધ પચાવી શકું છું. એમ કહી તેમણે પોતાના અતિકૃશ હાથ મને બતાવ્યા. વળી તેઓ કહે કે અખાડા અને કસરતની વાત તો એક કોર રહી, પણ હું પગે ચાલીને એકલો કયાંય ફરવા જાઉં તેમાંય શ્રાવકોને ધર્મની હીણપત લાગે છે. ચોપદાર અને નેકીદાર સાથે પાલખીમાં બેસીને જ્યાં ત્યાં જવું એમાં જ શ્રાવકોને ધર્મનો પ્રભાવ દેખાય છે. ઘેરઘેર પધરામણી થાય અને ગીનીની ભેટ મળે એ આજે મારી ધર્મોપાસના બની છે, ઈત્યાદિ. મેં તેમને કહ્યું – ઈડરના શ્રાવકો તમારી પેઠે ઉદયલાલને પણ કાશી બોલાવવા આવેલા, પણ તેણે હિંમત અને ડિહાપણપૂર્વક ભટ્ટારકપદ લેવાની ઘસીને ના પાડી હતી, જ્યારે તમે લોભાયા, પણ હજી શું બગડ્યું છે ? બધું ફેંકી અહીંથી નીકળી જાઓ. પરાણે કોઈ બાંધી રાખતું નથી. તમારી મોહવૃત્તિ જ તમને બાંધે છે, ઈત્યાદિ. અમે છૂટા પડ્યા. મારા મનમાં જૈનપરંપરાના શ્રીપૂજ્યો અને ભટ્ટારકો વિષે તેમજ અન્ય પરંપરાઓના આચાર્યો અને મહંતો વિષે અનેક જાતના વિચારો ઊઠ્યા. ત્યાગ અને ધર્મને નામે ભોગવિલાસ, અકર્મણ્યતા તેમ જ મિથ્યાચાર કેવાં પોષાઈ રહ્યાં છે તેનું તાદશ ચિત્ર આજે પણ મનમાં ખડું થાય છે. ગોવર્ધન લહિયાની સજજનતા - મેં રસોઇયા તરીકે જેને સાથે લીધેલ હતો તે વસ્તુતઃ રસોઇયો ન હતો. તે હતો તો શ્રીમાળી બ્રાહ્મણ, પણ કામ કરતો પ્રતિલેખનનું. જૂનામાં જૂની પ્રતિઓના ગમે તેવા અક્ષરોને વાંચી લેવાની એની કુશળતાએ એને સુલેખક તરીકેનાં પ્રમાણપત્રો પણ અપાવેલાં. એને એ કાર્યમાં તાલીમ આપી તૈયાર કરનાર તો પ્રવર્તકજી અને તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજી હતા. તેથી તે તેમની પાસે જ લેખક તરીકે કામ કરતો. એનું નામ ગોવર્ધન. એને કેશરિયાજીની યાત્રાનો આનંદ લેવાનું મન થયું, પણ એ બ્રાહ્મણ હોઈ કયે નિમિત્તે સંઘમાં જોડાઈ શકે? તેથી તેણે મને કહ્યું કે તમે મને સાથે લઈ ચાલો ને હું તમારા રસોઈયા તરીકે રહીશ. ગોવર્ધન રસોઇયા તરીકે સાથે આવેલો પણ એ પ્રકૃતિથી એટલો બધો સ્વતંત્ર હતો કે તે પ્રવર્તકજીના મુનિમંડળ ને મારા સિવાય કોઈની પરવા કરે તેવો નહિ. ને પોતાના અંગત પુરુષના સાથ વિનાની બે બહેનો સાસુવહુ મારી ગાડીમાં સામાન મૂકે ને બીજો પડાવમાં સુવાની સગવડ ન હોય ત્યારે મારી રજાથી મારા તંબુમાં પણ સૂએ. પટણી લોકોની પ્રકૃતિ અજબ. કેટલાક જુવાન પટણીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy