SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન સ્વ. પંડિત સુખલાલજી પરિચય ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિનો પ્રારંભ અમે એમની પ્રેરણાથી જ કરેલો. ગુજરાતીમાં આ જાતનું વિદ્યાનું કામ થાય એવી એમની ઊંડી ઇચ્છા હતી. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એ ઇચ્છાના ફળરૂપે જ શરૂ થઈ અને પછીથી એ પ્રકાશન-પ્રવૃત્તિ માટે ટ્રસ્ટ સ્થાપ્યું ત્યારે પંડિતજીએ એનું પ્રમુખપદ સ્વીકારવાની સંમતિ આપી ટ્રસ્ટને ઘણું મોટું ગૌરવ આપ્યું. આવો ગાઢ સંબંધ જોતાં પંડિતજીની આત્મકથાનું પ્રકાશન તેમના સ્મારકસમું પરિચય ટ્રસ્ટ ન કરે તો કોણ કરે ? આ જીવનવૃત્ત લખાયું છે એવી અમને માહિતી મળી કે તરત જ પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળે એ પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો. આજે એ ઠરાવનો અમલ થાય છે એથી અમે હર્ષ પામીએ છીએ. વસવસો એટલો જ રહે છે કે પંડિતજી આ આત્મવૃત્તને ૧૯૨૧ કરતાં વધુ આગળ લઈ જઈ શક્યા નહીં, પણ ત્યાં સુધીની આ કથા પણ એક અસાધારણ પુરુષાર્થની કથા છે. ગુજરાતી ભાષાને એમાં એક જુદી જ જાતની કૃતિ પ્રાપ્ત થશે એનો અમને આનંદ છે. પંડિતજીના વિદ્વાન શિષ્ય શ્રી દલસુખભાઈ માલવણિયાએ આ પુસ્તકનું સંપાદન કર્યું તે માટે પરિચય ટ્રસ્ટ તેમનો અંત:કરણપૂર્વક આભાર માને છે. મુંબઈ: વાડીલાલ ડગલી નવેમ્બર ૨૮, ૧૯૮૦ મેનેજિંગ ટ્રસ્ટી પરિચય ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy