SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ • મારું જીવનવૃત્ત કરી કે તેનો ઉત્તર મૈથિલ પંડિતો આપે જ. લગભગ પંદરસો વર્ષના વાડ્મયમાં એવો ભાગ્યે જ કોઈ ગ્રન્થ હશે કે જેનો પ્રતિવાદ મૈથિલ વિદ્વાનોએ તરત જ ન કર્યો હોય. ખરી રીતે આ કાળના સાહિત્યમાં એક બાજુ બૌદ્ધ અને બીજી બાજુ મૈથિલ દાર્શનિકો એમ સામે સામે ઊભા છે. ને બંને પક્ષો એકમેક ઉપર સરસાઈ ભોગવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન કાળથી આજલગી જનક વિદેહની મિથિલામાં જેટલું સાહિત્ય ઉદ્ભવ્યું છે ને હયાત છે તેને છોડી દેવામાં આવે તો ભારતીય દર્શનોમાં પ્રાણ જ ન રહે. અતિ ગરીબીમાં પણ તેના બ્રાહ્મણો આ વિદ્યા-પરંપરા સાચવી રહ્યા છે અને માત્ર વિદ્યાને બળે તેઓ ગુજરાતી-મારવાડી વ્યાપારીઓની પેઠે સર્વત્ર ફેલાયેલા છે. મૈથિલ બ્રાહ્મણોના મત્સ્ય-માંસભોજનમાં ગાબડું પડ્યું હોય તો તે વૈષ્ણવ ધર્મને આભારી છે. છતાં ધર્મશાસ્ત્રનો આધાર લઈ એનું સમર્થન કરવાનો ઉત્સાહ તેઓમાં હજી ઓછો થયો નથી. મૈથિલ બ્રાહ્મણોની લગ્નપ્રથા ત્યાંના બ્રાહ્મણોમાં લગ્નપ્રથા અજબ છે. પીલખવાડમાં જેને ત્યાં હું જમતો તેને અગિયાર સ્ત્રીઓ હતી. મને કૌતુક થયું કે આ નાના કૂબામાં ને આટલી બધી ગરીબીમાં તેમનો સમાવેશ અને પોષણ કેવી રીતે થતાં હશે ? પણ મુશ્કેલી જ માર્ગ મોકળો કરાવે છે એ ન્યાયે બ્રાહ્મણોએ રસ્તો પણ શોધી કાઢ્યો છે. એક કે બે ઊંચ ખાનદાન કુટુંબની કહેવાતી હોય તેવી સ્ત્રીઓ સિવાયની બીજી બધી વિવાહિતાઓ પોતપોતાના પિતાને ત્યાં રહે. જમાઈરાજ ભ્રમણની મોસમમાં ભ્રમરાજ બની થોડા થોડા દિવસ બધાં શ્વશુરગૃહોમાં વારાફરતી જાય ને દક્ષિણા દ્વારા ઠીકઠીક કમાણી પણ કરે. ઘણી સ્ત્રીઓ એટલે કમાણી પણ ઘણી. કોઈ મેળો કે ઉત્સવ હોય ત્યારે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો મળે ને વ૨-કન્યાના સોદા થાય. ત્યાં ધર્મશાસ્ત્ર એટલું બધું અનુલ્લંઘનીય મનાય છે કે તે કન્યાને લગ્ન પહેલાં ભાગ્યે જ નવ વર્ષથી મોટી થવા દે. આ ધર્મશાસ્ત્ર આજકાલના સરકારી કાયદામાંથી છટકવાની બારી પણ તેમને દર્શાવી આપી છે. તેથી તેઓ નેપાલની સરહદમાં જઈ ધર્માં લગ્ન કરી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy