SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ બીમારીને કારણે યાત્રાઓ • ૧૮૭ સ્વાથ્ય માટે લીમલીયાત્રા અત્યાર લગી મેં મારા હરસ, નબળાઈ કે બીમારી વિષે મારા કુટુંબમાં કશી જ ખબર આપી ન હતી. મેં પરદેશમાં ગયો ત્યારથી જ એક ગાંઠ વાળેલી કે તબિયત ગમે તેટલી લથડે કે બગડે તોય તે વિષે કુટુંબીઓને ન સૂચવવું. આની પાછળ મારી દષ્ટિ એટલી જ હતી કે, દૂર હોઈએ ત્યારે તબિયત બગડ્યાના સમાચારથી ઘરવાળાઓ વધારે પડતી ચિંતામાં પડે છે ને આવવા-જવાની નકામી ધમાલ ઊભી થાય છે. તેથી જ્યાં રહેતા હોઈએ ત્યાં જ પ્રાપ્ત થયેલ સ્થિતિ વૈર્યપૂર્વક સહી લેવી ને બનતા ઇલાજો કરવા. મારી આ નીતિ લગભગ ૧૬ વર્ષ થયાં એકસરખી ચાલુ હતી. છતાં આ વખતે મને એમ લાગ્યું કે હવે કુટુંબીઓને બીમારીના સમાચાર તો ન આપવા, પણ ઘરે જ ચાલ્યા જવું. કદાચ જન્મસ્થાનનાં હવા-પાણી વહારે આવે ને ઠીક થઈ જાય. આ આશાથી હું લીમલી ભણી જવા નીકળ્યો. વઢવાણ કેમ્પમાં ઊતર્યો તે દિવસે મારી સ્થિતિ કેવી હતી તે સમજવા એક બનાવ ટૂંકું. દેરાસરની લાઇનમાં ઉપાશ્રય નીચેની મારા કાકાની દુકાન ઉપર હું ધોતિયું બાંધવા ઊભો થયો ને અશક્તિથી બેભાન થઈ પડી ગયો. કાકાઓ, ભાઈઓ, ને બનેવી જે ત્યાં હતા તે બધા આથી વિસ્મય પામ્યા. એમને એમ થયું કે આટલી હદ સુધી શરીર કથળી ગયા છતાં પણ અમને કોઈને કશી જાણ કેમ નહિ કરી. મેં સભાન થયા પછી મારી નીતિ વિષેની સમજૂતી આપી, પણ તેમનું સમાધાન થયેલું મેં ન જોયું. હું જન્મસ્થાન લીમલીમાં પહોંચ્યો. - આસો માસ ચાલતો હતો. દિવાળી નજીક હતી. મોસમ બહુ મધ્યમસર અને સુંદર હતી. લોહી પડવું ચાલુ જ હતું. ઘરગથ્થુ ઇલાજો કર્યો જતો. ચાલવાની શક્તિ રહી જ ન હતી. ખોરાક નામમાત્ર લઈ શકતો તે પણ લોહી પડશે એવા ડરથી લેતાં સંકોચતો, પણ એક વિચાર સતત આવ્યા કરતો કે જળાશય, લીલાંછમ ખેતરો ને ઝાડની ઘટાઓના સનિધાનમાં પડ્યો રહું તો સારું. ઘરથી તળાવ દૂર નહિ. તે ભર્યું હોય ત્યારે પણ તેનો એક એક ખૂણો દેખતો ત્યારથી જ જાણીતો હતો. પાળ ઉપરનો ખખડધજ વડ ને બીજાં પીપળનાં ઝાડો એ પણ નજર સામે તરતાં. એની નીચે બહુ રમેલો ને એ ઝાડો ઉપર ઊંચે સુધી ચડવા અનેક વાર નિષ્ફળ પ્રયત્ન પણ કરી ચૂકેલો. સામે નજીકમાં જ કપાસ ને બાજરાનાં લીલાંછમ ખેતરો માઈલો લગી પથરાયેલાં પડ્યાં હતાં, જેમાં દેખતો ત્યારે જ એકલો ને મિત્રો સાથે સેંકડોવાર પગે ખૂંદી વળેલો. આ બધાં દૃષ્ટિકાળનાં દૃશ્યો જેમ સ્મૃતિપટ ઉપર તાજાં થયાં તેમ એ દશ્યો બહુ દૂર પણ ન હતાં તેથી કેમે કરી તળાવની પાળે પહોંચવું, વડ નીચે બેસવું ને એ ખેતરો ને તળાવની તરફ વારાફરતી મોઢું ફેરવી વાયુસેવન કરવું એ ઝંખના પ્રગટી. અશક્તિ છતાં ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy