SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ • મારું જીવનવૃત્ત ને તે દ્વારા ગ્રન્થકારના હૃદયમાં પ્રવેશ કરવાનો મારે માટે આ પ્રથમ જ અવસર હતો. જે આગળ જતાં મને મોટાં કામ કરવામાં બહુ ઉપયોગી સિદ્ધ થયો. પાટણમાં મુખ્યપણે કાવ્યાનુશાસન ને તિલકમંજરી – બે જ ગ્રન્થો ચાલ્યા. એ બંનેને શુદ્ધ પણ કર્યાં, પરંતુ આ સિવાયનો બીજો બધો સમય ઉપયોગી પ્રવૃત્તિમાં જ વીત્યો. એ ચોમાસામાં આનંદસાગરજી પુષ્કળ સાધુસમાજ સાથે પાટણમાં આવી રહેલા ને આગમનું વાચન તેમ જ મુદ્રણ બંને તેમણે સાથે શરૂ કરેલાં. હું લગભગ રોજ તેમને મળતો. તેઓ મને ખૂબ ચાહતા. તેમના કહેવાથી હું તેમના એક શિષ્ય માણેકસાગરને ન્યાયશાસ્ત્ર ભણાવતો પણ ખરો, પરંતુ એ જ અરસામાં પ્રસિદ્ધ થયેલ તિલકનું મરાઠી ‘ગીતારહસ્ય’ પાટણમાં રહીં જોવા લાગ્યો. મરાઠી ભાષા જાણતો નહિ, પણ વિષયપિરચયને લીધે આગળ ચલાવ્યે જ રાખ્યું. વચ્ચે કેટલીક વાર શ્રીમાન જિનવિજયજીની મદદ પણ જરૂર લેતો. છેલ્લી વાર તિલક જેલમાં ગયા ત્યારથી જ તેમના પ્રત્યે આકર્ષણ વધેલું. જેલમાં લખાયેલ ગીતારહસ્ય ગ્રન્થ પ્રસિદ્ધ થઈ હાથમાં આવ્યો એટલે હવે તેના ગુજરાતી ભાષાંતરની રાહ જોવા જેટલી ધી૨જ રહી નહિ ને એ સારું જ થયું. પાટણમાં એ પણ લાભ થયો કે ઘણો ઐતિહાસિક પરિચય વધ્યો, જૈન સમાજના ઊંડા હાર્દ સુધી પહોંચવાનો અવસર મળ્યો ને સાધુગણમાં ભજવાતાં ક્ષુદ્રતાનાં નાટકો જોવાની પણ તક મળી. આનંદસાગરજી મહારાજ જેટલા પરિશ્રમી અને વિદ્વાન, તેટલા જ હઠી. એમના સગા ભાઈ મુનિશ્રી મણિવિજયજી સાથે નજીવી બાબત માટે વાંધો પડતાં બંને વચ્ચે રસાકસી જામી ને એનું પર્યવસાન સંવત્સરી જેવા ધર્મપર્વને દિવસે મણિવિજયજીના શિષ્ય ઉપર હાથ ચલાવવામાં આવ્યું. એ બધું ગમે તેમ ચાલતું, પણ પ્રવર્તકજીનું આખું મંડળ તેથી સાવ તટસ્થ અને અલિપ્ત હતું. એમને આગમવાચના તેમજ તે નિમિત્તે એકત્ર થયેલ સાધુસમાજ સાથે સંબંધ ન હતો. એ બધું મને ભાવતું જ થયું. સંગીતનો રસ પાટણમાં ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ પંડ્યા હતા. તે ગાયકવાડ સરકાર તરફથી વિદેશમાં જઈ આવેલા ને બહુ નમ્ર હતા. એ વર્ષે પાટણમાં દુષ્કાળ હતો એટલે દુષ્કાળમાં ભૂખે મરતાં પશુઓને બચાવવાનો એક પ્રયત્ન શરૂ થયેલો. તે નિમિત્તે પ્રિન્સિપાલ પંડ્યા સાથે મારો સંપર્ક વધ્યો ને તે ઉત્તરોત્તર મધુર બનતો ગયો. તેમની પાસેથી જે વિદેશની કેળવણી સંબંધી થોડી માહિતી મળી તેણે મારી જિજ્ઞાસાવૃત્તિ સતેજ બનાવી. મહારાષ્ટ્રીય હરિકીર્તનોએ, આર્યસમાજની ભજનમંડળીઓએને મિત્ર વ્રજલાલજીના સતારના અભ્યાસે સંગીત શીખવાની ઇચ્છાનાં બીજ તો મારા મનમાં પહેલેથી જ રોપ્યાં હતાં. પણ એને પોષવાની તક પાટણમાં લાધી. એક સંગીતશિક્ષક શોધ્યો. તે બ્રાહ્મણ હોઈ સંસ્કૃત ભણવા ઇચ્છતો એટલે ‘ઝથવા વિદ્યાયા વિદ્યા (મનુસ્મૃતિ)' – એ ક્રમ પ્રમાણે તેને સંસ્કૃત શીખવતો અને તેની પાસે હાર્મોનિયમ શીખતો. હાથે વગાડવાનું હાર્મોનિયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy