SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ • મારું જીવનવૃત્ત સ્પર્યાનો આનંદ અને અનુભવ પણ ન થાત. એ જ પ્રવાસે આગળ જતાં બુદ્ધ-મહાવીરના સમયનો તેમજ ત્યાર બાદ તેમના સંઘોનો ઇતિહાસ સમજવામાં મૌર્યકાલીન અને પુષ્યમિત્રકાલીન ઇતિહાસ સમજવામાં તેમજ નાલંદા અને ઉદન્તપુરીનાં વિદ્યાપીઠોનો ઈતિહાસ સમજવામાં જે સહાયતા કરી છે તે પણ ભૂલી શકાતી નથી. પગપાળા પ્રવાસનો આનંદ - ચન્દ્રાવતીના જૈન મંદિર પાસે વહેતી ગંગાના વિશાળ પટમાં પહેલવહેલા ઊતરવા અને તરવાનો યૌવનસુલભ આનંદ, ગંગા-ગોમતીના સંગમથી આહલાદક બનતા સ્થળમાં ઘાસની કુટીમાં એકાકી રહેતા સંન્યાસીનું ઇતિહાસપ્રસિદ્ધ પરિવ્રાજકપંથના અવશેષસમું દશ્ય અનુભવવાનો આનંદ; ગાજીપુર પાસે વહેતી ગંગાના વિહારનો તેમજ ત્યાંના કલેક્ટર રમાશંકરને ત્યાં સુમધુર આહાર કર્યાનો આનંદ, ભવ્ય દિગંબર મંદિરોથી સુશોભિત આરા શહેરમાં વિદ્યાપ્રિય બાબુ દેવકુમારજીનો ભાવભીની મહેમાનગતિ ચાખ્યાનો આનંદ, સોહનદના અતિ વિસ્તૃત વાલુકાપટમાં ખોડાયેલ તંબુમાં અજવાળી રાત વિતાવ્યાનો આનંદ, માઈલના માઈલ લગી લંબાયેલ પટણાના એક છેડેથી બીજા છેડા સુધી પગે ચાલી વિચારવાનો, તેમજ સ્થૂલિભદ્ર અને કોશા વેશ્યાના વાસસ્થાન તરીકે જાણીતા અને તીર્થરૂપ બનેલા સ્થાનને ભેટ્યાનો આનંદ, બુદ્ધ અને મહાવીરની જીવનપ્રવૃત્તિ સાથે ગૂંથાયેલ રાજગૃહી તેમજ પાવાપુરીનાં પ્રાચીન સ્થાનોમાં જવાનો, તેમજ વૈભારગિરિ પહાડ ઉપર પગે ચાલી ચડવાનો, અને ઊના પાણીના કુંડોમાં મનસ્વીપણે નહાવાને આનંદ, નાલંદા અને ઉદન્તપુરીના ઇતિહાસપ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠોવાળી જગ્યામાં જૂનાં સ્મરણો સાથે રખડવાનો આનંદ છેવટે પવિત્ર તીર્થ સમેતશિખરમાં વસવાટ કર્યાનો અને પગે ચાલી પહાડની ઉપર આવલી પાદુકાઓની યાત્રા કર્યાનો આનંદ. આ બધી આનંદપરંપરા જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે કાશીમાં બોલાવી ભણવાની ઈષ્ટ તક પૂરી પાડનાર તેમજ પગપાળા પ્રવાસમાં પરાણે સમિલિત કરી એનો આનંદ અનુભવાવનાર મહારાજજી પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતાથી માથું નમી જાય છે. વળી પાછા કાશી પાઠશાળામાં પોષ માસની સખત ઠંડીના થોડાક દિવસો પહાડની તળેટીમાં વીત્યા. સૌએ યાત્રાનંદ તો લૂંટ્યો, પણ હવે આગળના કાર્યક્રમની મંડળમાં ચર્ચા શરૂ થઈ. કલકત્તા જવાની વિચારણા થઈ રહી હતી. તેટલામાં કાશીથી મિત્ર વ્રજલાલજી આવી ચડ્યા. મેં તેમની સાથે મંત્રણા કરી સમેતશિખરથી જ કાશી પાછા જવાનું નક્કી કર્યું. જોકે આ વાત મહારાજજીએ રુચતી ન હતી, પણ મારું સખત વલણ જોઈ તેમણે કચવાતે મને રજા આપી અને કહ્યું કે ભલે હમણાં જાઓ પછી કલકત્તા આવજો. ત્યાં આપણે ઉત્તમ પંડિત રાખીશું. કલકત્તા જોવાશે અને ભણવાનું પણ ચાલશે, ઈત્યાદિ. હું તો Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy