SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ આગ્રામાં • ૧૪૯ કર્મગ્રન્થોની પ્રસ્તાવનાનું લેખન મારું ધ્યેય અને મારા મુખ્ય રસનો વિષય તો બૌદ્ધિક પ્રવૃત્તિ જ હતી. બીજાં ધૂળ અને બાહ્ય તંત્રમાં ગમે તે ફેરફાર કે ઘટાડો – વધારો કરવો પડે તેની મને કાંઈ પડી ન હતી, પણ જો સ્વીકારેલ બૌદ્ધિક પ્રવૃત્તિમાં કાંઈ કચાશ કે ઊણપ રહે તો તેને નભાવી લેવા મારું મન તૈયાર ન હતું. તેથી સૂઝ પ્રમાણે બૌદ્ધિક પ્રવૃત્તિ પૂરા વેગથી ચાલતી. આ વખતે મારી એ પ્રવૃત્તિના મુખ્ય ત્રણ ભાગ હતા. ૧. લખેલું છપાવવું, ૨. નવું લખવું અને ૩. તે અર્થે પુષ્કળ વાંચન-ચિંતન કરવું. રમણીકલાલ આવ્યા એટલે કાશીમાં અનુવાદ કરી છાપવા આગ્રામાં મોકલેલા ત્રણ કર્મગ્રન્થો છપાવવાનું કામ શરૂ કર્યું. હવે પ્રસ્તાવના લખવાનો પ્રશ્ન સામે આવ્યો. ગીતારહસ્યનો નમૂનો સામે હતો જ. તેથી કર્મતત્ત્વ અને કર્મશાસ્ત્ર વિષે અનેક મુદ્દાઓને સ્પર્શતી તેના જેવી વિસ્તૃત ભૂમિકા લખવી એવો વિચાર મને ઉભવ્યો હતો. તે પ્રમાણે મેં શ્વેતાંબર-દિગંબર પરંપરાનાં છપાયેલ બધાં જ કર્મવિષયક પુસ્તકો તત્ત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ વાંચી કાઢ્યાં. નોંધ પણ ઢગલાબંધ કરી, પરંતુ ક્યારેય આટલી મોટી સ્વતંત્ર પ્રસ્તાવના નહિ લખેલી એટલે મૂંઝવણ ઊભી થઈ કે, આ નોંધોના ઢગલામાંથી શું લેવું અને શું છોડવું ? ક્યા ક્યા મુદ્દા ઉપર લખવું અને કેવી રીતે લખવું? યમુનાના કિનારે આવેલ ભરતપુર મહારાજની કોઠીના તેમ જ તાજમહેલના બગીચાના શીતલ એકાન્ત ને વસન્ત સમીર ધીરે ધીરે મદદે આવ્યા ને મૂંઝવણમાંથી માર્ગ સૂઝતો ગયો. સેંકડો પાનની ગીતારહસ્ય જેવી લાંબી પ્રસ્તાવના લખવાનો તરંગ છોડી સાવ મધ્યમ માર્ગે વળ્યો; ને પહેલા કર્મગ્રન્થની પ્રસ્તાવના લખી કાઢી. જોકે પ્રસ્તાવના વાસ્તે લખી રાખેલ ઘણાં પ્રકરણો અને ચંચણો કેટલોક વખત સાચવી ફેંકી દીધાં, પણ એ લખાણો અને ટાંચણોએ સ્વતંત્ર લખવાનો અને આગળ ઉપર આ દિશામાં કામ કરવાનો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો. અનુવાદો તો કાશીમાં કર્યા જ હતા, પણ અમુક વિષયના સાહિત્યનું દોહન કરી જ્યારે સારગર્ભિત પ્રસ્તાવના લખી ત્યારે મને એટલી પ્રતીતિ થઈ કે સન્મિત્રે મારા વિષે જે અભિપ્રાય બાંધ્યો હતો તે આ પ્રયત્નને લીધે ખોટો ઠર્યો છે. ને એમને મારા વિષે અભિપ્રાય બદલવો પડે તે માટે કરેલો મારો પ્રયત્ન અમુક અંશે સફળ પણ થયો છે. પહેલા કર્મગ્રન્થની એ વખતે જે પ્રસ્તાવના લખાઈ તેનું મૂલ્યાંકન તો તેના અભ્યાસીઓએ કર્યું જ હશે, પણ આગળ જતાં જ્યારે મેં જોયું કે ગુજરાતમાં કેટલાક સુયોગ્ય સંપાદકો ને અનુવાદકોએ મને પૂછીને કે પૂછ્યા વગર તેમ જ મારા નામનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા સિવાય મારી પ્રસ્તાવનાનો સારભાગ લઈ લીધો છે ત્યારે એટલું તો સમજાયું કે એની પાછળ કરેલો શ્રમ વ્યર્થ નથી ગયો. પહેલાં કર્મગ્રન્થની પ્રસ્તાવનાએ બીજા અને ત્રીજા કર્મગ્રન્થની પ્રસ્તાવનાનો માર્ગ બહુ સરળ કરી નાંખ્યો હતો. તેથી તે કામ પતાવવામાં બહુ વાર ન લાગી. આ ત્રણ કર્મગ્રન્થોને લગતાં જે પરિશિષ્ટો કરવાં પડ્યાં તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy