SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનાના અનુભવો • ૧૪૧ જ રહી જવા કહેતા. બીજા સાધારણ વિદ્યાર્થી કે અધ્યાપકોના પરિચયની વાત છોડી દઉં તોય બે વ્યક્તિઓ એવી છે કે જેમનો ઉલ્લેખ આવશ્યક છે. નવયુગની વિદ્યામૂર્તિ ડૉ. રામકૃષ્ણ ભાંડારકરનું નામ લાંબા વખતથી સાંભળેલું. તેથી તેમના મકાને દર્શનાર્થે ગયો ને પંડિત બેચરદાસનું પુસ્તક ભગવતીસૂત્ર ભા – ૧ ભેટ તરીકે આપવા લઈ ગયો. તેમના સૌજન્યની મારા ઉપર બહુ ઊંડી છાપ પડી, પણ તેમની જ નજીકમાં રહેતા પ્રો. ધર્માનંદ કૌસંધીજીને તો વધારે નિકટતાથી મળ્યો. કૌસંબીજી તે વખતે ફરગ્યુસન કૉલેજમાં પાલિના પ્રોફેસર હતા. તેમને મળતાંવેંત જ મારું મન પાલિ બૌદ્ધ વાડ્મય શીખવાની ઉત્કટ વૃત્તિ સંતોષાતી હતી. અમે ત્યાં સાથે જ રહેતા. હું તેમની પાસે પાલિ વાડ્મય વાંચતો. મારું આ વાચન ઘણા વખત લગી ચાલ્યું. જ્યારે તેઓ વિદ્યાપીઠ છોડી રશિયા ગયા ત્યારે તે બંધ પડ્યું, પણ દૈવયોગે ફરી અમે ઈ. સ. ૧૯૩૪૩૫માં હિન્દુ યુનિવર્સિટીમાં મળ્યા. આ વખતે તેમના છયે મહિનાઓના નિવાસનો ઉપયોગ કરનાર એકમાત્ર હું જ હતો. રોજ તેઓ બે કલાક આવે. હું તત્ત્વાર્થને કેન્દ્રમાં રાખી તેના બધા જ વિષયો વિષે બૌધ વામય શું કહે છે અથવા કેવી ચર્ચા કરે છે તે બધું તેમને પૂછું ને તેઓ બૌદ્ધપિટકોના આધારે એ વિષે જે કહે તે ગ્રન્થને સ્થળવાર લખાવી લઉં જેથી ક્યારેક જૈન ને બૌદ્ધ આચાર-વિચાર વિષે તુલનાત્મક નિબંધ લખી શકાય તેમ જ તત્ત્વાર્થની બૌદ્ધ વાડ્મય સાથે અવતરણો સહિત તુલના કરી શકાય. મારું આ ધ્યેય હજી માત્ર કલ્પનામાં જ છે. જોકે તે વિષેનાં ટાંચણો પડ્યાં છે. કૌસબીજી કાંઈ પણ લખે તો મને વંચાવે જ. છેલ્લે છેલ્લે અહીં કાશીમાં તેમણે પોતાનાં બે પુસ્તકો પાર્શ્વનાથનો ચાતર્યામ ને બોધિસત્ત્વ સંભળાવ્યાં. શ્રી કુપાલાણીનો પરિચય પૂના ગયો ન હોત તો આવાં મધુર ફળો ભાગ્યે જ લાધત. કૌસંધીજીને ઘેર ગયો ત્યાં અણધારી રીતે જ કૃપાલાણી મળ્યા. તે વખતે તેઓ ગાંધીજી સાથે પૂના આવેલા. મળતાંવેંત જૈન સમજી અહિંસાની ચર્ચા શરૂ કરી ને પરિચય વધ્યો. એ પરિચય તેઓ વિદ્યાપીઠમાં આવ્યા ત્યાર બાદ બહુ જ ગાઢ થયો ને એટલે સુધી મધુર થતો ગયો છે કે જ્યાં હું હોઉં અને તેઓ આવી ચડે તો અવશ્ય મળે જ. તેમનાં ધર્મપત્ની સુચેતાબહેન જ્યારે કાશીમાં અધ્યાપિકા હતાં ને લગ્ન કર્યા ન હતા ત્યારે કૃપાલાણી જ તેમને મારી પાસે લાવેલા ને સંસ્કૃત શીખવવા ભલામણ કરેલી. આ કારણે સુચેતાબહેન પણ અંગત જેવાં જ બની ગયા છે. જ્યારે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે આ મધુર ફળની પરંપરા પૂનાના એ ટૂંકા વાસનું જ પરિણામ છે. વરસાદ એકસાથે ઢગલાબંધ ન પડે ને થોડો થોડો વરસતો પણ ન અટકે એવી પૂનાની ઝરમિરયા મોસમ રહ્યો ત્યાં લગી ત્રણેય મહિનાના અનુભવી. એ વાતાવરણ પ્રોત્સાહન આપતું. ને દૂધ-ઘી જેવાં પોષક દ્રવ્યોને અભાવે શરીરમાંથી ખૂટતી તાકાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy