Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust
Catalog link: https://jainqq.org/explore/032477/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મા ચાલો મંઝિલ ખામો e) મુનિ દેવરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી સુપાર્શ્વનાથાય નમઃ | જો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | TI શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | માર્ગે ચાલો.. મંજિલ પામો આલેખન : સંકલન જૈન શાસનના જવાહીર, સાહિત્યસર્જક અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આગમાભ્યાસી પૂ. ગણિશ્રી મહોદયસાગરજી મ.ના શિષ્ય મુનિ દેવરત્નસાગર ૯O શ્રુતજ્ઞાન પ્રસારણ નિધિ ટ્રસ્ટ તલક ગાલા, ૩૦ હાજી હબિબ, એ વિંગ, નાયગામ ક્રોસ રોડ, દાદર, મુંબઇ-૪૦૦ ૦૧૪. ફોન : ૯૮૬૭૦૬ ૩૦૯૯, Page #3 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય પુનઃ મુદ્રણ યોજના પ્રવચન પ્રભાવકે મુનિશ્રી દેવરત્નસાગરજી મ.ની નિશ્રામાં કોઇમ્બતુરનગરે યોજાયેલ પાંચ રવિવારીય જીવન શણગાર શિબિરમાં વિશાળ જન સમૂહમાં - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ * શ્રી કોઇમ્બતુર જૈન શ્વે. મૂ. સંઘ શ્રી ક.દ.ઓ. જ્ઞાતિ મહાજન જ શ્રી તીરપુર જૈન સંઘ * શ્રી કોચીન જૈન સંઘના આરાધકોના સહયોગ સર્જાયેલ સુકૃતનિધિમાંથી આ પ્રકાશન પ્રકાશિત કરાયું છે. સર્વ દાતા પરિવારોની અનુમોદના. Page #4 -------------------------------------------------------------------------- ________________ એ ઉપકારી! ઉપકાર આપનો, કદિ ન વિસરાય... જેમનું સ્મરણ એ મારૂં પ્રથમ માંગલિક છે... જેમની દિવ્યકૃપા એ જ મારૂં આશ્વાસન છે... જેમનું પીઠબળ એ જ મારી શક્તિ છે... જેમનું નામ એ જ મારી ઓળખ છે... એવા સ્વનામ ધન્ય અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા ! જેમના આજ્ઞા કવચથી સંયમ જીવન સુરક્ષિત રહ્યું છે વિશાળ અને વિરાટ અનુષ્ઠાનોનો ઇતિહાસ રચાયો છે, સળંગ ૪૫-૪૫ વર્ષથી વરસીતપની આરાધના કરનારા તપસ્વીસમ્રાટ અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા! જેમણે સદા સમય અને સમજનું દાન કર્યું છે.... હિંમત-હૂંફ અને હામ વધારવામાં સદા પ્રોત્સાહક રહ્યા છે એવા સૂરિમંત્રારાધક, સંઘવત્સલ પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા ! સદા મહાવ્રતોની રક્ષા કાજે પ્રેરણાનું બળ આપ્યું છે. પ્રજ્ઞાબળ અને પરિણતિના બળમાં વધારો કરાવ્યો છે. દૂર હોવા છતાં યોગક્ષેમની કાળજી કરી છે એવા ગુરૂદેવ આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજ! સદા આપે છે સાથ... રહે છે સંગાથ દિલથી કરી રહ્યા છે ભક્તિનો પ્રયાસ એવા વિનિત શિષ્યો મુનિશ્રી તીર્થરત્નસાગરજી મ., મુનિશ્રી દેવરક્ષિતસાગરજી મ. મુનિશ્રી તત્વરક્ષિતસાગરજી મ., મુનિશ્રી મેઘરક્ષિતસાગરજી મ. મુનિશ્રી ચૈત્યરક્ષિતસાગરજી મ. આપ સહુના અમાપ ઉપકારમાંથી યત્કિંચિંત ૠણ મુક્ત બનવાનો પ્રામાણિક પુરૂષાર્થ થતો રહે.... – મુનિ દેવરત્નસાગર Page #5 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી વચનો ચાણક્યના નીતિશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે ‘પાપ અને અત્યાચારો દ્વારા કમાવાયેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી જ મનુષ્ય પાસે રહે છે. - જીવનના દરેક ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધામાં સફળતા મેળવવા ન્યાય, નીતિ, સદાચાર અને માનવતાનો જે ભોગ ધરી દેવામાં આવે છે. આજે જ્ઞાતિજાતિના બંધનો શિથિલ બન્યા છે, તેને કારણે સમાજમાં દારૂ, માંસાહાર, દુરાચાર, જુગાર વગેરે દૂષણો માઝા મૂકી રહ્યા છે. નીડરતા બહુ સારો ગુણ છે, પણ સમાજમાં જેને નિંદનીય કૃત્યો ગણવામાં આવે છે, તે બાબતમાં ડરપોક રહેવું એ સદ્ગુણ છે. જેઓ અનીતિથી નાણા ઉપાર્જન કરીને તેનો ઉપયોગ પરમાર્થના કામો માટે કરે છે તેમની ઉદારતાની પ્રશંસા કરી શકાય નહીં. આંતરજ્ઞાતિય અને આંતરજાતિય વિવાહમાં ધર્મ, રીતરિવાજો , સંસ્કાર, રહેણીકરણી અને સ્વભાવની અસમાનતા હોવાથી તે નિષ્ફળ જાય છે. આજે કોઇ વ્યક્તિ પોતાના જીવનની મૂળભૂત જરૂરીયાતો પૂરી કરવા માટે દેવું નથી કરતી પણ જેને લક્ઝરી કહેવામાં આવે છે. તેની ખરીદી કરવા માટે જ દેવું કરે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સુગૃહીત ગુરૂ પરંપરાની મુશળધાર વરસતી કૃપાદ્રષ્ટિ. મારા જેવા સાવ પામર જીવને સતત છેલ્લી ક્ષણ સુધી પોતાની પાસે રાખી પોતાની પવિત્ર દૃષ્ટિથી સીંચતા રહ્યા.. પ્રવચન પીઠની જીવંતતા બતાવતા રહ્યા તે ભવોદધિ તારક કચ્છી સમાજના હૃદયસમ્રાટુ અચલગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા.. ૭૦ વર્ષની જૈફ વયે પણ વિહારની વણથંભી યશોગાથા સર્જતા, સળંગ ૩૪ વર્ષથી વરસીતપની અપ્રમત્ત આરાધના કરતા, તપસ્વી સમ્રાટ, અચલગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મહારાજા... લઘુવયમાં સૂરિપદને પામી તીર્થોદ્ધાર, જીવદયા સંમેલનો, સ્વજીવનમાં તપ-જપની ધારા વહાવનારા, સંઘવત્સલ ૫.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. ઉદયપુરમાં વિશાલનાથ સ્વામિ જિનાલયનો જિણોદ્ધાર અને ભવ્ય અચલગચ્છ ભવનની પ્રેરણા દેનારા આગમાભ્યાસી, વર્ધમાન શક્રસ્તવ આરાધક પ.પૂ. ગુરુદેવશ્રી ગણિવર્ય મહોદયસાગરજી મસા. આ સુવિહિત ગુરૂપરંપરાની સતત વરસી રહેલી કુપાને શી રીતે ભૂલી શકાય ? સદેવ મને અનેક રીતે સહાયક બનનારા મુનિશ્રી ધર્મરત્નસાગરજી નો હૃદયથી ઋણ રવીકાર....તેમજ મુફ શુદ્ધિ માટે સહાયક બનનાર સાધ્વી શ્રી ભાવગુણાશ્રીજી તેમજ શ્રી ડુંગરસીભાઇ ધન્યવાદાઈ છે. મુનિ દેવરનસાગર Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રર્માણાઠા ...... ૧ .... ૮૪ છે. ને જે છે $ + $ $ $ $ $ $ •. ૯૭. ... ૧૭૧ ........ ૧૭૭ ૧૯૨ ૧૩. ' ૧૪. ૧૫. વિષય - પાના નં. ન્યાય-સમ્પન્ન વૈભવ શિષ્ટાચારોની પ્રશંસા .............. ..... ૨૯ ઉચિત-વિવાહ ...... પાપભીરુતા.................................. • ૬૪ પ્રસિદ્ધ દેશાચાર-પાલન ................. નિન્દા-ત્યાગ.................... ઉચિત-ઘર ........................... .. ૧૧૫ સત્સંગ ....... માતા-પિતાની પૂજા ..... ......... ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ ................... નિર્ધ-પ્રવૃત્તિઓનો ત્યાગ .............................. ઉચિત-વ્યય.. ........... ઉચિત-વેશ ........................................................................ બુદ્ધિના આઠ ગુણો .................................... નિત્ય ધર્મ-શ્રવણ, ૧૬-૧૭. અજીર્ણ ભોજન-ત્યાગ અને કાળે માફક ભોજન ........... ર૬૦ અબાધિતપણે ત્રિવર્ગની સાધના .... ર૮૬ અતિથિ-સત્કાર .......... ............ ૩૧૦ અભિનિવેશનો ત્યાગ ....................... ૩૩૦ ગુણપક્ષપાત ..... ........... ૩૪૩ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ.............. ............. ૩૫૬ બળાબળની વિચારણા................... ૩૬૪ જ્ઞાનવૃધ્ધ અને ચારિત્રપાત્રની સેવા ................ ..... ૩૭૩ પોષ્યવર્ગનું પોષણ ........... ૩૭૪ દીર્ધદષ્ટિ .......... ૩૭૫ ઉતરતા ••••••••••••••••••••••••••••• ........... લોકપ્રિયતા .................... ................ ૩૭૭ લ જ્જા ......................................................................... ••••••• ૩૭૯ વિશેષજ્ઞતા .... ............... - ૩૮૦ દયા ધર્મકા મૂલ છે................. ૩૮૧ સૌમ્યતા .............................. ............ ૩૮૨ પરોપકારી બનીએ.... ..... ૩૮૩ ૩૪. આંતર શત્રુ વિજય .... .... ૩૮૪ ૩૫. ઇન્દ્રિયની ગુલામીનો ત્યાગ......... ..... ૩૮૬ ........ ...... ૩૭૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ Gી (૧ લો ગુણ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ન્યાય-નીતિ નવિ ઇડીએ રે... न्यायसम्पन्नविभवः (ન્યાય-સમ્પન્ન વૈભવ) આરાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. તે ન મળે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સંસારમાં સંયમી બનીને જીવાય તે સર્વોત્તમ છે. એક પણ પૈસા વગર સમગ્ર જિંદગી વિતાવી શકાય છે, આ સત્યનો સાક્ષાત્કાર છે જેન શ્રમણનું જીવન. * પણ જે આત્માઓ આવું સર્વોત્તમ સંયમ-જીવન જીવી શકે તેમ નથી, તેવા સંસારી આત્માઓને સંસારમાં જીવવા માટે સંપત્તિ એ અનિવાર્ય સાધન છે. . તો આ સાધન શી રીતે મેળવવું ? સંસારી માટે વૈભવ જરુરી છે તો તે વૈભવ પણ કેવો હોવો જોઇએ ? સાધન રૂપ સંપત્તિ સાધન મટીને જો સાધ્ય બની જાય તો કેવો અનર્થ મચી | જાય ? [ આ બધા સવાલોનું સમાધાન તમને મળશે...આ ગુણના | વાચન-મનનથી.. માર્ગાનુસારી આત્માનો પહેલો ગુણ છે. ન્યાસ સમ્પન્ન વૈભવ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના પાંત્રીશ ગુણોમાં સૌથી પહેલો ગુણ છે. ન્યાય સમ્પન્ન વૈભવ.” આર્યાવર્તની સંસ્કૃતિ ચાર પ્રકારના પુરુષાર્થને વરેલી છે. (૧) ધર્મ પુરુષાર્થ, (૨) અર્થ પુરુષાર્થ, (૩) કામ પુરુષાર્થ અને (૪) મોક્ષ પુરુષાર્થ. આ ચાર પુરુષાર્થમાં મોક્ષ, પ્રધાન (મુખ્ય) પુરુષાર્થ છે. અને ધર્મ તેનેમોક્ષને-મેળવવામાં અનન્ય સહાયક પુરૂષાર્થ છે. આમ, ખરા અર્થમાં પૂછો તો ધર્મ અને મોક્ષ બે જ પુરુષાર્થ છે. મોક્ષ સાધ્યરુ૫ પુરુષાર્થ છે. ધર્મ સાધનરૂપ પુરુષાર્થ છે. આર્ય દેશમાં જન્મેલા પ્રત્યેક માનવનું અંતિમ લક્ષ્ય મોક્ષને જ પામવાનું હોય | જોઇએ. માનવ-અવતારની સંપૂર્ણ સફળતા ત્યારે જ છે જ્યારે આ અવતારમાં મોક્ષ પ્રાપ્તિને માટેની જ સાધના મુખ્યત્વે કરવામાં આવતી હોય. આ સાધનાને જ ધર્મસાધના અથવા ધર્મપુરુષાર્થ કહેવાય છે. જેના હેયે મોક્ષનું જ લક્ષ હોય. તેના હેયે ધર્મનો જ પક્ષ હોય. મોક્ષ સુખનો કામી ધર્મનો જ પક્ષપાતી હોય અને ધર્મનો જ આરાધક હોય. પરંતુ સંસારમાં રહેલા તમામ જીવો માત્ર ધર્મના જ આરાધક હોય એવું બનતું નથી. દરેક જીવની કક્ષા તેની યોગ્યતા પ્રમાણે અલગ અલગ હોય છે. આ કક્ષાઓના આપણે આ રીતે વિભાગ કરી શકીએ. (૧) સર્વવિરતિધર આત્માઓ : જેને માત્ર મોક્ષનું જ લક્ષ છે, મોક્ષ મેળવવાની જ જેમને તીવ્ર ઝંખના છે. મોક્ષ સિવાય જેમને બીજું કશું જ ખપતું નથી, એવા માત્ર મોક્ષલક્ષી અને એ મોક્ષને મેળવવા માટે સમગ્ર જીવનને સંપૂર્ણ અને સુંદર રીતે ધર્મમય જીવતા પુણ્યશાળીઓ. શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને સદા શિરસાવંદ્ય કરીને આરાધતા અને સઘળાં સાંસારિક પાપોથી પૂર્ણવિરામ કરી ચૂકેલા તે પુણ્યશાળી આત્માઓ એટલે જ સર્વવિરતિધર સાધુ અને સાધ્વીજી મહારાજો. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સાધુ ભગવંતો : મોક્ષ પુરુષાર્થને જ ધ્યેય (લક્ષ) રુપે માને છે. અને આ એને મેળવવા ધર્મ પુરુષાર્થને જ જેઓ આરાધે છે. અને આ સિવાયના બે પુરુષાર્થો અર્થ અને કામ પુરુષાર્થ (જેને સરળ ભાષામાં “પૈસો મેળવવાનો પુરુષાર્થ અને ભોગ સુખોને ભોગવવાનો પુરુષાર્થ” કહી શકાય). ને તેઓ સંપૂર્ણ રીતે હેય (તજવા જેવા) માને છે એટલું જ નહિ, અર્થ અને કામ પુરુષાર્થના તેઓ પૂર્ણ રીતે ત્યાગી પણ હોય છે. (૨) દેશવિરતિધર આત્માઓ : " બીજા નંબરના આત્માઓનું પણ લક્ષ તો મોક્ષનું જ હોય છે. અને તે માટે તેઓ ધર્મપુરુષાર્થના આરાધક પણ હોય છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે અને સંપૂર્ણ જીવન પર્યત જિનાજ્ઞાઓના પરિપૂર્ણ પાલનને આચરી શકતા નથી. તેઓ સંસારી છે. સાધુ નથી. આથી જ તેમને અર્થ (પૈસો) અને કામ (ભોગો)ની જરુર ચોક્કસ પડે છે. આમ છતાં તેઓ અર્થ (પૈસા) અને કામ (ભોગ) ને સંપૂર્ણપણે હેય માનવા છતાં તેને મેળવવા માટે સમ્યગુ પુરુષાર્થ કરતા જરૂર હોય છે. પણ તેમાંય પોતાનાથી શક્ય એટલાં તમામ પાપોના તેઓ ત્યાગી હોય છે. મોક્ષ પુરુષાર્થને જ પ્રધાન લક્ષરૂપે માનનારા અને તેને મેળવવા માટે ધર્મ પુરુષાર્થને પણ યથાશક્તિ આરાધનારા પણ સંસારી હોવાથી અર્થ અને કામને સંપૂર્ણ રીતે હેય માનવા છતાં તેના પૂરેપૂરા ત્યાગી નહિ છતાં અર્થ અને કામને મેળવવામાં આચરવા પડતાં અનેક પાપોના ત્યાગી આ આત્માઓને શાસ્ત્રીય ભાષામાં દેશવિરતિધર શ્રાવકો' કહેવાય છે. (૩) સમ્યગ્દષ્ટિ આત્માઓ : ત્રીજા નંબરના આત્માઓનું લક્ષ પણ મોક્ષનું જ હોય છે. અને તેમનો પક્ષ પણ ધર્મનો જ હોય છે. અને તેથી જ ધર્મના વિરોધી એવા અર્થ અને કામને તેઓ સંપૂર્ણપણે હેય (તજવા જેવા) ચોક્કસ માનતા હોય છે. આમ છતાં તેઓ તેના ત્યાગી હોતા નથી. આ આત્માઓ પણ દેશવિરતિધર આત્માની જેમ સંસારી જ છે. અને તેથી જ તેમને પણ સંસાર ચલાવવા માટે અર્થ અને કામની જરૂર તો પડે જ છે. આમ Page #11 -------------------------------------------------------------------------- ________________ છતાં અર્થ અને કામને તેઓ સારા-ઉપાદેય અર્થાત્ મેળવવા જેવા તો ક્યારેય માનતા નથી. છતાં પણ તેઓ દેશવિરત શ્રાવકની જેમ અમુક અંશમાં પણ અર્થ અને કામનાં પાપોના ત્યાગી બની શકતા નથી. અર્થ અને કામનાં પાપોને છોડવા જેવા માનવા છતાં તેઓ છોડી શકતા નથી. પોતાની આવી આત્મદશા ઉપર આ આત્માઓને ભારે ખેદ હોય છે. સંતાપ હોય છે. માનસિક પીડા હોય છે. જેલમાં પૂરાયેલા કેદીને જેલ જરાય સારી લાગતી નથી. છતાં તે બંધનમાં બંધાયેલો કેદી જેલમાંથી છૂટી શકતો નથી. તેનું મન તો હંમેશ જેલથી મુક્તિના રંગબેરંગી સ્વપ્નોમાં જ રાચતું રહે છે. બરાબર આવી જ આ આત્માઓની મનોદશા હોય છે. સંસારના અર્થ અને કામને અત્યંત હેય માનવા છતાં કર્મોના કોઇ અકાટય બંધનોમાં તેઓ એવા ફસાયેલા હોય છે કે તેઓ અર્થ અને કામને છોડી શકતા નથી. આમ છતાં એમનું મન હંમેશાં મોક્ષ મેળવવાની ઝંખનામાં તત્પર હોય છે. “ક્યારે હું મોક્ષને પામીશ ? અને ક્યારે એ મોક્ષના અનન્ય કારણરુપ મુનિજીવનને મેળવીશ ?'' આવી મંગલ મનોદશામાં તેમનો આત્મા ઝૂમતો હોય છે. આવા આત્માઓને શાસ્ત્રીય ભાષામાં સમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય છે. (૪)માર્ગાનુસારી આત્માઓ : ચોથા નંબરના જીવોની દશા, ત્રીજા નંબરના જીવોની પૂર્વભૂમિકારુપ છે. આથી જ આ આત્માને મોક્ષ પ્રત્યે અભિરુચિ પેદા થઇ હોય છે. તેને મોક્ષ ગમે છે અને એ મોક્ષને મેળવી આપનારો ધર્મ પણ ગમવા લાગે છે. પરંતુ આ જીવ એમ પણ માને છે કે સંસારમાં છીએ તો અર્થ અને કામ પણ જોઇએ તો ખરા જ. હા...એ અર્થ અને કામ ધર્મનો નાશ કરનારા ન હોવા જોઇએ. ધર્મને વાંધો ન આવે તે રીતે અર્થ અને કામને મેળવવામાં કશો વાંધો નહિ. આમ, આ જીવો માત્ર મોક્ષના જ લક્ષી અને માત્ર ધર્મના પક્ષપાતી નથી હોતા પણ તે બે ની સાથોસાથ અર્થ અને કામનો પક્ષ પણ લેનાર હોય છે. જો કે અર્થ અને કામને ઉપાદેય માનીને મેળવવામાં ઘણાં ભયસ્થાનો ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ રહેલાં છે. આવા આત્માઓ ક્યારે, કઈ પળે ભયંકર પાપોની ઊંડી ખાઇમાં ધકેલાઈ જાય તેનો કોઈ ભરોસો નહિ. છતાં આ આત્માઓ અર્થ અને કામને ઉપાદેય માને છે તેમ મોક્ષ અને ધર્મને પણ ઉપાદેય (મેળવવા યોગ્ય) માને છે. મોક્ષ અને ધર્મ પ્રત્યે તેમની અભિરુચિ હોય છે. આથી જ તેઓને આ અપેક્ષાએ “સારા” જરુર કહી શકાય અને આ દૃષ્ટિએ જ આત્માઓને માર્ગ (મોક્ષ) ને અનુસરનારા અર્થાત્ “માર્ગાનુસારી કહેવાય છે. ' “અર્થ અને કામને તો મેળવવા જ જોઇએ.” આ એમની વિચારધારાનો પ્રથમ ભાગ અનુચિત છે. અધર્મરૂપ છે. છતાં “એ અર્થ અને કામ ધર્મને બાધા પહોંચાડનારા ન હોવા જોઇએ.” આ એમની વિચારધારાનો બીજો ભાગ ઉચિત હોવાથી, ધર્મરુપ હોવાથી જ તેમને “માર્ગને અનુસરનારા” ગણવામાં આવે છે. માર્ગાનુસારી આત્માઓ ધીરે ધીરે આગળ વધતાં, વિશેષ પ્રકારે સદગુરુ ભગવંતોનો યોગ વિગેરે મળી જતાં સમ્યગ્દર્શન પણ પામી જાય છે. અને એથીયે આગળ વધતાં દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મોને પણ સ્પર્શી જાય છે. (૫) મિથ્યાદષ્ટિ આત્માઓ : પાંચમા નંબરના આત્માઓ આધ્યાત્મિક દૃષ્ટિએ એકદમ હીન કક્ષાના છે. હા...ભૌતિક દૃષ્ટિએ તેઓ ખૂબ આગળ વધેલા પણ હોઇ શકે છે. • કદાચ અબજોપતિ કે કરોડપતિ પણ હોઇ શકે. • કદાચ અતિ રુપવંતી રમણીના તે સ્વામી પણ હોઇ શકે. • કદાચ તે કોઈ રાજ્યની વિશિષ્ટ સત્તાના માલિક પણ હોઇ શકે. કદાચ રુપસમ્પન્ન અને બુદ્ધિમાન સંતાનોના તે પિતા પણ હોઇ શકે. કદાચ સમાજમાં કે દેશમાં તે ખૂબ મોભાનું સ્થાન ધરાવનાર આગેવાન પણ હોઇ શકે. • કદાચ વિશિષ્ટ પ્રકારની વક્નત્વશક્તિનો તે માલિક હોય અને હજારો માણસોની મેદની જમા કરવામાં તે કુશળ પણ હોઇ શકે. ભોતિક સમૃદ્ધિની ટોચે પહોંચેલા તેવા આત્માઓનાં અનેકવિધરૂપ હોઇ Page #13 -------------------------------------------------------------------------- ________________ શકે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં તેઓ સાવ ‘હીન' હોય છે. કેમકે...તેઓને મોક્ષ જરાયે ગમતો હોતો નથી. મોક્ષના લક્ષની વાત તો દુર રહી પરંતુ મોક્ષનું નામ સાંભળતાં જ જેને હજારો કીડીઓ ચટકા ભરતી હોય તેવી વ્યથા થાય છે. એટલું જ નહિ, મોક્ષનું વર્ણન કરનારા સાધુ ભગવંતો ઉપર પણ જેમને દાઝ ચડતી હોય છે. મોક્ષ ન ગમે તેને ભલા...ધર્મ ગમે જ શા માટે ? ઉપલક દૃષ્ટિએ કદાચ તે ધર્મ કરતો હોય તે તો પણ તેનો બાહ્ય આડંબર માત્ર હોય છે. અથવા તે ધર્મ ગતાનુગતિક, એક કરે છે માટે બીજો કરે એવા ગાડરિયા પ્રવાહ જેવો-હોય છે. એવા એના ધર્મમાં કશો ભલીવાર હોતો નથી. આથી જ તેને ખરા અર્થમાં ધર્મ પુરુષાર્થનો સાધક' ન કહી શકાય. કેમકે ‘ધર્મ પુરુષાર્થ' તો તે જ છે કે જે મોક્ષના લક્ષપૂર્વક કરવામાં આવતો હોય. આ આત્માને તો મોક્ષ (મનોમન) તો ગમતો જ નથી. પછી તેના ધર્મને-મોક્ષલક્ષી ન હોવાથી ધર્મપુરુષાર્થ શી રીતે કહેવાય ? હા...એ ‘અર્થ અને કામને મેળવવા જેવા' એમ જરુર માને છે. અર્થ અને કામ પ્રત્યે તેની હેયતા બુદ્ધિ (તજવા જેવા પણાની બુદ્ધિ) હોતી નથી. અને આથી જ તે અર્થ અને કામને મેળવી લેવા માટે સદા તત્પર હોય છે. જ્યાં જ્યાંથી અને જે જે રીતે અર્થ અને કામ મળતા હોય તે મેળવવા માટે તે હંમેશાં દોડાદોડી કરતો હોય છે. કારણ કે અર્થ અને કામ વધુ ને વધુ મેળવી લેવાથી આ લોકમાં જરુર સુખી થવાય છે એવી એની માન્યતા હોય છે. અર્થ અને કામ મેળવવા જતાં જો અન્યાય અને અનીતિ કરવાં પડતાં હોય, ચોરી-વિશ્વાસઘાત કે બદમાશી પણ સીફત પૂર્વક થઇ શકતી હોય તો તે કરી લેવામાં તેને કશો વાંધો જણાતો નથી, કારણ કે આ બધાં પાપકૃત્યો કરતાં, પરલોકમાં મારું શું થશે ? એવો કોઇ વિચાર એની પાસે હોતો નથી. કેમકે એનું તો મુખ્ય સૂત્ર હોય છે : ‘આ ભવ મીઠાં, તો પરભવ કોણે દીઠાં ?’’ મોક્ષના કટ્ટર દ્વેષી: અને એથી જ ધર્મના પણ અનારાધક (આરાધક નહિ) વળી, અર્થ અને કામને ગમે તે ભોગે મેળવી લેવામાં સદા તત્પર આવા આત્માઓને શાસ્ત્રકારો ‘મિથ્યાદૃષ્ટિ' અગર તો મહા-મિથ્યાદ્દષ્ટિ' (અથવા ‘મિથ્યાત્વી’ કે ‘મહામિથ્યાત્વી') કહે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના આત્માઓની આપણે વાત કરી. (૧) સર્વવિરતિધર (સાધુ કે સાધ્વી) (૨) દેશવિરતિધર (૩) સમ્યગ્દષ્ટિ (૪) માર્થાનુસારી અને (૫) મિથ્યાષ્ટિ. આ પાંચમાંથી ચોથા નંબરના “માર્ગાનુસારી આત્માના જીવનમાં કેવા કેવા ગુણો હોય તેની આપણે અહીં વિચારણા કરવી છે. ધનથી સુખનાં સાધનો મળેઃ શાંતિ નહિ ? આપણે એ જોઇ ગયાં છીએ કે માર્ગાનુસારી આત્માઓ મોક્ષ અને ધર્મ પ્રત્યે અભિરુચિ ધરાવતા હોવા છતાં અર્થ અને કામ પ્રત્યે પણ તેમની અભિરુચિ હોય છે. એટલું જ નહિ અર્થ અને કામને તે મેળવવા યોગ્ય (ઉપાદેય) પણ માને છે. પણ આમ છતાં તે અર્થ અને કામ મેળવવામાં ધર્મનો નાશ ન થવો જોઇએ. આ તેમની વિચારધારાનો શુભ અંશ છે. સંસારી જીવને ભોગસુખો મેળવવાં પડે એ સમજી શકાય એમ છે. ભોગસુખો એટલે જ કામ. આ કારમાં કામ-પુરુષાર્થથી આપણે કામભોગો એવો અર્થ લઇએ છીએ. અને કામભોગો કહો કે ભોગસુખો બંને એક છે. અને આ કામભોગો (કે ભોગસુખો) ને મેળવવા માટે અર્થ અર્થાત્ ધનની જરૂરિયાત અનિવાર્ય છે. સંસારી માણસોને ભોગસુખોને મેળવવા માટે ભોગનાં સાધનોની જરૂરિયાત પડે છે. એને ભોગનાં સાધનો અર્થ (ધન) વગર જગતમાં મળતાં જ નથી એ હકીકત છે. પણ આપણે એમ ન માની લઇએ કે ધનથી મળેલાં ભોગસુખનાં સાધનો જીવને નિશ્ચિત સુખ આપી શકે છે. ધનથી તો ભોગસુખના સાધનો જ મળે. પરંતુ એનાથી સુખ અને શાન્તિ અવશ્ય મળે જ છે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આ જગતમાં એવા લાખો માનવો છે જેઓ અઢળક સમૃદ્ધિ હોવા છતાં અંતરથી સુખી નથી. શ્રીમંત સ્ત્રીનું કરુણ રુદન : મુંબઇના વાલકેશ્વરના ત્રીસ લાખના ફલેટમાં રહેનારી એક શ્રીમંત ઘરની સ્ત્રી મુનિરાજ પાસે આવીને ધ્રુસકે રડે છે. મુનિરાજ પૂછે છે : “બેન ! તમે ! અને Page #15 -------------------------------------------------------------------------- ________________ રુદન ? શા માટે ? કાંઈ સમજાતું નથી ?' ત્યારે પેલી સ્ત્રી કહે છે “સાહેબજી ! મારા જેવી દુ:ખિયારી સ્ત્રી જગતમાં બીજી કોઈ નહિ હોય !” મુનિરાજ કહે છે “બેન ! તમારે ત્યાં શેની ખોટ છે ? કરોડો રૂપિયા પાસે છે. છતાં તમે આમ રડો છો કેમ ?” ત્યારે તે સ્ત્રી કહે છે “મુનિરાજ ! મારું દુઃખ પૈસા અંગેનું નથી. પૈસો તો અમારી પાસે બેસુમાર છે. સુંદર મજાનો ફ્લેટ, ફર્સ્ટક્લાસ મર્સીડીઝ કાર તેય ત્રણ ત્રણ છે, નોકર-ચાકર સંતાનો...બધું જ છે. છતાં હું મહાદુઃખી છું. “પૈસા જ મારા દુઃખનું મૂળ છે. મારા પતિ પાસે બેફામ પૈસો હોવાથી જ તેઓ રાત્રે કલબોમાં જાય છે. પર-સ્ત્રીઓ સાથે નાચે છે અને પુષ્કળ દારૂ ઢીંચીને રાત્રે ૧ાા-૨ વાગે ઘરે આવે છે. ગમે તેમ લવારા કરે છે. ક્યારેક નશામાં આવી જઇને તે મને પણ બેફામપણે મારે છે. મારા દીકરાઓ આ દશ્યો જોતા હોય તોય તેઓ કાબૂ રાખી શકતા નથી. મહારાજજી ! તમે જ કહો આ બધાની મારાં કુમળાં બાળકો ઉપર કેવી વિપરીત અસર પડતી હશે !! એમના ભાવિનો વિચાર કરતાં હું ધ્રૂજી ઊઠું છું. “હું દિવસ દરમ્યાન જે કાંઇ સંસ્કારોનું સીંચન કરવાની મહેનત કરું છું એ તમામ ઉપર મારા પતિના રાત્રિના વર્તનથી પાણી ફરી જાય છે. મહારાજજી ! આ ધનસંપત્તિએ તો અમારા ઘરનું સત્યાનાશ કાઢી નાંખ્યું છે. અમને ગમે તે રીતે બચાવોઃ ગુરુદેવ !” જે ધનથી શાંતિ ન મળે તેની શી કિંમત ? - અઢળક ધનસંપત્તિ ભેગી મળીને પણ આ શ્રીમંત-સ્ત્રીના રુદનને શાંત કરી શકતી નથી. તો કહો ધનસંપત્તિએ શું આપ્યું ? માત્ર ભોગોનો એટલે વૈભવોનો ખડકલો કરી દીધો. પરંતુ આટલા બધા ભોગ-વૈભવો ભેગા થઇને પણ તે શ્રીમંતોને સુખ ન આપી શક્યા. શાંતિ ન આપી શક્યા. સદગુણોની સુવાસથી જીવનને સમૃદ્ધ ન કરી શક્યા. તો ધનથી મળતાં ભોગસુખમાં તે સાધનોની શી કિંમત ? જે જીવનમાં સુખ ન આપે ! શાંતિ ન આપે ! સદગુણો ન આપે ! પ્રસન્નતા ન પ્રસરાવે ! Page #16 -------------------------------------------------------------------------- ________________ શાંતિ મેળવવા ‘નીતિ’ની અનિવાર્યતા : ભોગ વૈભવો મળવા છતાં સુખ અને શાંતિ મેળવવા, ચિત્તની પ્રસન્નતા અને સદ્ગુણો મેળવવા શું ક૨વું જોઇએ ? એનો જવાબ છે કે : ધનને નીતિથી મેળવો-કમાવો. જે માણસો ધનોપાર્જનમાં નીતિમત્તાના અત્યંત આગ્રહી અને આરાધક હશે તે જે ધન મેળવશે એ ધનથી તેમને ભોગો (વૈભવો) તો મળશે જ-અને સાથે નીતિનો ધર્મ આચર્યો છે માટે શાંતિ-સ્વસ્થતા અને પ્રસન્નતાયે મળશે. નીતિપૂર્વક મેળવેલા ધનમાં ધનોપાર્જન કરનારને તો સુખશાંતિ અને સ્વસ્થતા આપવાની તાકાત છે પરંતુ બીજાઓને પણ-જે નીતિમાનનું ધન લે છે તેને પણસ્વસ્થતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ક્યારેક નીતિમાનનું ધન બીજાનું પણ જીવન પરિવર્તન કરી નાંખનારું બની જાય છે. એ જ રીતે અનીતિમાનનું ધન તેનાં તો સુખ-શાંતિ હરી લે છે પરંતુ તે ધન જે સ્વીકારે છે તેનાંય સુખ-શાંતિ હરાઇ જાય છે અને કદાચ જીવનને ઊંધા રવાડે પણ ચડાવી દે છે. નીતિના ધનનો અજબ પ્રભાવ : મોહનપુર નગરના રાજા મોહનસિંગનો કિલ્લો કેમે કરીને ચણાતો ન હતો. થોડોક ચણાય ત્યાં તો પડી જાય. રાજાએ ખૂબ વિચાર કર્યો પરંતુ તેને કોઇ ઉપાય ન સૂઝયો. છેવટે તેણે મંત્રીશ્વરને આ અંગે કંઇ રસ્તો કાઢવા જણાવ્યું. મંત્રી ખૂબ જ હોશિયાર હતો. તેણે અનુમાન કર્યું કે, ‘આનું કારણ આ ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ અતૃપ્ત હોવો જોઇએ. એને તૃપ્ત કરવા માટે કોઇ નીતિમાન વેપારીનું ધન આ કિલ્લાની નીચે દાટવું જોઇએ.' અને તેણે નગરના એક અત્યંત નીતિમાનૢ વેપારીની દસ સોનામહોરો લાવીને કિલ્લાની નીચે દાટી દીધી... અને..ખરેખર કિલ્લો ચણાઇ ગયો. જ્યારે રાજાને આ વાતની જાણ મંત્રીએ કરી ત્યારે રાજાને વિશ્વાસ ન બેઠો કે નીતિના ધનનો આવો અદભુત પ્રભાવ હોઇ શકે !! મંત્રીએ રાજાને ખાતરી કરાવવાનો નિર્ણય કર્યો. તે બીજે દિવસે તે જ નીતિમાન વેપારીની બીજી દસ સોનામહોરો લઇ આવ્યો અને તે એક માછીમારને આપી. અને રાજાના ભંડારની દસ સોનામહોરો એક સંન્યાસીને આપી. 2 Page #17 -------------------------------------------------------------------------- ________________ જ્યારે માછીમારને પેલી દસ સોનામહોરો આપવામાં આવી ત્યારે તે માછલાં પકડીને પોતાના ઘરે જઇ રહ્યો હતો. નીતિની દસ સોનામહોરોના પ્રભાવે તેનું મન પલટાઇ ગયું. તેને પોતાના હિંસા ભરેલા પાપી જીવન પ્રત્યે ધિક્કાર છૂટી ગયો. અને તે સંન્યાસી બની ગયો. રાજાના ભંડારની દસ સોનામહોરો જે સંન્યાસીને આપવામાં આવી તે સંન્યાસીને મનમાં ઘોર પસ્તાવો થવા લાગ્યો: “અરરર ! આ મેં શું કર્યું ? જિંદગીનાં અમૂલ્ય વર્ષોમાં ભોગો ભોગવવાને બદલે મેં તે વર્ષોને ફોગટ ગુમાવ્યા, હજી પણ મોડું થયું નથી ! જેટલા ભોગવાય એટલા ભોગો આ જિંદગીમાં માણી લઉં !” આમ વિચારીને સંન્યાસીએ સંન્યાસીપણું છોડી દીધું. એ પેલા માછીમારની જ જાળ લઇને માછીમાર બની ગયો. નીતિપૂર્વક કમાયેલી દસ સોનામહોરે માછીમારને સાધુ બનાવ્યા. અનીતિની રાજાની દસ સોનામહોરે સંન્યાસીને માછીમાર બનાવી દીધો. - રાજાએ જ્યારે આ પ્રકારે બે જીવોના જીવન પરિવર્તનની વાત સાંભળી ત્યારે તેણે “નીતિનું ધન જીવન સુધારે અને અનીતિનું ધન જીવન બગાડે...” એ સત્યનો સ્વીકાર કર્યો : સદાના નીતિમાનું માણસના ઘરમાં પણ જાણે-અજાણેય જો અનીતિનું ધન ઘૂસી જાય છે તો તેના જીવનમાં શાંતિ અને સ્વસ્થતા હણાઈ જાય છે. પુણિયા શ્રાવકની નીતિમત્તા : ચોવીસમા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરદેવે જેમના સામાયિક ધર્મની પ્રશંસા ભરસભામાં કરી હતી તે પુણિયા શ્રાવકની આ વાત છે. - રાજગૃહી નગરીનો એ સૌથી શ્રેષ્ઠ શ્રાવક હતો. અત્યંત ગરીબીમાંયે સદા મસ્ત રહેતો. વગર પૈસાનો એ મનનો મહાન શ્રીમંત હતો. કરોડો સોનામહોરોના માલિકની પાસેય જેવી સામાયિકની સાધના ન હોય એવી સામાયિકની સાધના પુણિયાની હતી. Page #18 -------------------------------------------------------------------------- ________________ પુણિયાને નીતિથી જ જીવવાની પ્રતિજ્ઞા હતી. અનીતિની રાતી પાઈ પણ પોતાના ઘરમાં ન ઘૂસી જાય એની એ સતત કાળજી રાખતો. અને કદાચ...આથી જ એ ઘણો ગરીબ હતો. આવી ગરીબીમાંયે એ રોજ એક સાધર્મિકની ભક્તિ અવશ્ય કરતો.હા...એ માટે એ અને એની ધર્મપત્ની એકાંતરે ઉપવાસ કરતાં. એની ધર્મપત્ની પણ ધર્મની જીવંત-મૂર્તિ સમાન હતી. એક દિવસની વાત છે. પુણિયો સામાયિક કરવા બેઠો છે. પણ એનું ચિત્ત આજે સામાયિકમાં લાગતું નથી. ઘણી મહેનત કરવા છતાં આજે ચિત્તમાં એકાગ્રતા પેદા થતી ન હતી. પુણિયાએ સામાયિક પૂરું કર્યા પછી પોતાની પત્નીને પૂછયું “આજે આપણા ઘરમાં અનીતિનું કંઈ પણ આવી ગયું હતું ખરું કે ?” ત્યારે પત્નીએ સાફ ના પાડી. પુણિયાએ ફરીથી કહ્યું “તું બરાબર વિચાર કરીને જવાબ આપજે. કારણ કે કદી નહિ અને આજે મારું ચિત્ત કેમેય કરીને સામાયિકમાં લાગતું ન હતું. આથી નક્કી કાંઇક ગરબડ થઈ હોય એમ જણાય છે. આપણા ઘરમાં અનીતિનું “કાંઇક' પણ આવી ગયું હોવું જોઇએ. નહિ તો...મારા મનની પ્રસન્નતા કદી નંદવાય નહિ.” કેટલોક સમય પસાર થઈ ગયા બાદ ખૂબ વિચાર કરતાં ધર્મપત્નીને એકાએક કંઇક યાદ આવ્યું અને તેણે કહ્યું “સ્વામિનાથ ! બાજુવાળા પાડોશીનાં છાણાં ભેગાં આપણાં છાણાં પણ પડ્યાં હતાં. તેમાંથી આપણાં છાણાં લાવતાં એકાદ છાણું ભૂલથી તેમનું આપણા ઘરે આવી ગયું હોય તેમ લાગે છે. ઉતાવળના કારણે મારાથી આવી ભૂલ થયાનું સંભવિત છે.” તરત જ પુણિયાએ કહ્યું “હું...હવે બરોબર. સામાયિકમાં એકાગ્રતા કેમ નહોતી આવતી તેનું કારણ મને જડી ગયું.” જા....જલદી જા...અને બાજુવાળાનું તે છાણું એમને પાછું આપી આવ...” અને જ્યારે પત્ની બાજુવાળા પાડોશીને છાણું આપી આવી ત્યારે જ પુણિયાને શાંતિ થઈ. Page #19 -------------------------------------------------------------------------- ________________ પોતાના પતિની આવી અપૂર્વ સાવધાની જોઇને ધર્મપત્નીનું અંતર ‘પતિની પત્ની બન્યાનું' ગૌરવ અનુભવી રહ્યું. અનીતિનું એક છાણું જો પુણિયાની ચિત્તપ્રસન્નતાને ઝૂંટવી લે, તો જેના જીવનમાં અનીતિની-અન્યાયની જૂઠ-વિશ્વાસઘાત અને ભેળસેળની અઢળક કમાણી પ્રવેશી ચૂકી હોય તેવા આત્માઓનાં સુખ અને શાંતિ સમૂળગાં લૂંટાઇ જાય તોય તેમાં શી નવાઇ? તેવા આત્માઓ છતે ધને નિર્ધન જેવી મનોદશા અનુભવતા હોય...છતે ભોગસુખે પણ તેઓ ભિખારી જેવી આંતરદશાને ભોગવતા હોય...તેમાં કશુંયે આશ્ચર્ય પામવા જેવું નથી. શાસ્ત્રોનો ઉપદેશ નીતિ અંગેનો જ ઃ નીતિથી જ ધન કમાવવું જોઇએ.’’ આવા જૈન શાસ્ત્રકારોના ઉપદેશને ખૂબ માર્મિક બુદ્ધિથી સમજી લેવાની જરુર છે. નહિ તો ભારે અનર્થ થઇ જાય. સૌથી પહેલો ઉપદેશ તો શાસ્ત્રકારોનો આ જ છે કે ‘ધન કમાવવું તે જ પાપ છે.’ ધન વગર જીવન જીવી શકાય એવી ધન્ય સ્થિતિ જૈન મુનિઓની છે. એમનું જીવન આ જગતમાં એક આશ્ચર્યરુપ કહી શકાય તેવું છે. વગર ધને પણ તેઓ મસ્તાનિયતભરી જિંદગી જીવી શકે છે. વગર બાળ-બચ્ચાના પરિવારે પણ તેઓ સઘળા વિશ્વ સાથે કુટુમ્બીપણાની ભાવનાને ભાવીને વિશ્વમૈત્રીને આરાધતા રહે છે. tr આવું ધન્ય મુનિજીવન જેઓ જીવી શકતા નથી તેવા સંસારી માણસો માટે ધન કમાવવું અતિ અનિવાર્ય બાબત બની રહે છે. સંસારી માણસ જો ‘ધન કમાવવું તે પાપ છે' એમ સમજીને ભીખ માગવા માંડે તો તે અતિશય ખોટું છે. શ્રાવક ભીખ માગીને જીવન જીવે તે વધારે ખોટું છે. એના કરતાં નીતિપૂર્વક ધન કમાય તે ઓછું ખોટું છે. મોટા ખોટાને છોડવા માટે નાનું ખોટું આચરવું પડે તો તેમાં કશું જ અનુચિત નથી. હા...શ્રાવકનું લક્ષ હંમેશાં-જ્યાં ધન કમાવવાનું-પછી તે નીતિથી પણ નહીં-જરુરી જ નથી તેવા સાધુપણાને જ પામી જવાનું હોય છે. પરંતુ એ લક્ષ જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી તો તેને ધન કમાવવાની-નીતિપૂર્વકની-પ્રવૃત્તિ ચાલુ રાખવી જ પડે ને ? હવે જ્યારે ધન કમાયા વગર ચાલે એમ જ નથી તો શાસ્ત્રકારો તે ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્માઓને કહે છે કે, “જો તારે ધન કમાવવું જ પડતું હોય તો તે નીતિપૂર્વક જ કમાવજે. અનીતિથી કદી નહિ. ધન કમાવવું તે એક પાપ છે. અને તેમાં અનીતિ ક૨વી તે એથી વધુ પાપ છે. આવાં બબ્બે પાપો તો તું ન જ આચરતો.'' આમ શાસ્ત્રકારો ધનની કમાણીની સંસારી માણસની પ્રવૃત્તિને નીતિ નામના ધર્મથી યુક્ત બનાવી દેવાનું જણાવે છે. આથી એ સુસ્પષ્ટ થઇ જાય છે કે શાસ્ત્રકારોનું અનુમોદન-સંસારી માનવના ‘નીતિ' નામના ધર્મને છે, ધનની પ્રાપ્તિની પ્રવૃત્તિને જરાય નહિ. અર્થ પુરુષાર્થ ‘પુરુષાર્થ’ રુપ ત્યારે જ બને છે કે જ્યારે તેને ‘નીતિ’ નામના ધર્મ સાથે જોડી દેવામાં આવે. જે અર્થપ્રાપ્તિનો ઉદ્યમ નીતિપૂર્વકનો નથી, તેને શાસ્ત્રકારો ‘અર્થ પુરુષાર્થ' નથી કહેતા. તેને તો માત્ર ‘અર્થ (ધન) મેળવવાની મહેનત' જ કહી શકાય. આમ શાસ્ત્રકારો, ધનની કમાણી કરીને ‘વૈભવો' મેળવવાનો ઉપદેશ કદી નથી આપતા. પરંતુ જ્યારે સંસારી માણસ ‘વૈભવ' મેળવવાનો જ છે અને તે માટે ધન મેળવવાનો પુરુષાર્થ ક૨વાનો જ છે ત્યારે તે પુરુષાર્થને નીતિપૂર્વક આચરે એટલો જ એમનો ઉપદેશ છે. ‘ન્યાય સમ્પન્ન વૈભવ'નો આ રહસ્યાર્થ જો બરાબર સમજવામાં ન આવે તો ભારે અનર્થ થઇ જાય. બરાબર આ જ વાત કામપુરુષાર્થમાં પણ સમજી લેવા જેવી છે. ‘કામ’ નો અર્થ અહીં મુખ્યત્વે ‘કામવાસના’ કરીએ તો કામવાસના માટે સંસારી માણસ ‘લગ્ન' કર્યા વગર રહેવાનો જ નથી. તો તેણે ‘લગ્ન કેવી વ્યક્તિ સાથે કરવાં' વગેરે બાબતો શાસ્ત્રકારો સમજાવે છે. અહીં પણ એ બરાબર સમજવું જોઇએ કે શાસ્ત્રકારોનો ઉપદેશ ‘લગ્ન કરવાં' તેવા લગ્નવિષયક વિધાનને કરનારો નથી. પણ ‘સમાનગોત્રી સાથે લગ્ન ન કરવાં’ અર્થાત્ ‘લગ્ન કરવાં જ હોય તો સમાનગોત્રી સાથે ન કરવાં.' એ રીતે સમાનગોત્રી સાથેના લગ્નમાં નિષેધનું કથન ક૨ના૨ો છે. કામપુરુષાર્થને પણ જો સદાચારરુપી ધર્મથી યુક્ત બનાવવામાં ન આવે તો તે કામ-પુરુષાર્થ રહેતો નથી, એ તો માત્ર કામભોગોનો અખાડો જ કહેવાય. ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભોગસુખોની વિષ્ટાને ચૂંથવાનો જાનવરો જેવો પ્રયત્ન માત્ર કહેવાય. અને જ્યારે કામને સદાચાર-સુસંસ્કારો વગેરેથી નિયંત્રિત કરવો હોય તો ભિન્નગોત્રી સાથેનાં લગ્ન” ઇત્યાદિ સાંસ્કૃતિક વ્યવસ્થાને સ્વીકાર્ય ગણવામાં આવી છે. ધનની લાલસા સહુને દઝાડશે : - જ્યાં સુધી જે આત્માના હૃદયમાં ધન પ્રત્યેની કારમી મૂચ્છ (આસક્તિ) હશે.. જીવનનું ઉત્કૃષ્ટ સાધ્ય ધન જ હશે, તેવા આત્માઓ પ્રાયઃ તમામ પ્રકારનાં પાપો આચરવા તૈયાર થઇ જશે. તેમના કષાયો. તેમની વાસનાઓ. તેમની ધનભૂખની ભૂખાળવી વૃત્તિઓ...તેમને તો દઝાડશે પરંતુ તેમના આશ્રિત-ગણને અને તેમના સંપર્કમાં આવનારા તમામને તે દઝાડયા વગર નહીં જ રહે. - ધન પ્રત્યેની કારમી લાલસા તેને આ જીવનમાંય સુખ અને શાંતિ નહિ આપે. કારણ કે ધનનો તીવ્ર લાલચુ નીતિ કે અનીતિના નિયમોને તોડી-ફોડીને ફેંકી દેશે. તેથી તેનું આ જીવન વાસ્તવિક સુખભર્યું નહિ રહે. આ જીવનમાં સુખ નહિ મળતાં તે શાંત પણ નહિ હોય...પરલોકમાં એના માટે દુર્ગતિઓના દરવાજા ખુલ્લા થઇને રાહ જોતા હશે... કષાયો... સંકલેશ...અને સતત પોતાનું જ પેટ ભરી લેવાની વિકરાળ વૃત્તિઓ અને ક્યાંય ચેનથી જીવવા નહિ દે. કામપુરુષાર્થ કરતાં અર્થપુરુષાર્થ વધુ ભયંકર : “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં પૂ. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અર્થપુરુષાર્થને કામપુરુષાર્થ કરતાં વધારે ભયંકર જણાવ્યો પુરુષાર્થ છે. જો કામપુરુષાર્થ “અધમ છે તો “અર્થપુરુષાર્થ “અધમાધમ છે. કેમકે કામભોગોને ભોગવવાની પણ એક મર્યાદા હોય છે. માણસ ભોગો ભોગવી ભોગવીને કેટલા ભોગવશે ? કેટલી વાર સુધી ભોગવશે. તેની એક ચોક્કસ મર્યાદા છે. - કામભોગોને ભોગવીને માણસ થાકે છે. તેને વિરામની જરૂર પડે છે. આથી જ કામભોગ મર્યાદિત છે. જ્યારે અર્થપુરુષાર્થને કોઇ મર્યાદા નથી. અર્થની વાસના અમુક રકમ મળી ગયા પછી શમી જ જશે, તેવું નિશ્ચિત નથી. તમને કોઇ પૂછે “કેટલા રૂપિયા મળી ગયા પછી તમને શાંતિ થાય?” જ ::::::: ::::: Page #22 -------------------------------------------------------------------------- ________________ છે એનો કોઇ નિશ્ચિત જવાબ ? નહિ.દસ હજારવાળો લખપતિ થવાના, લખપતિ દસ લાખના માલિક થવાના, દસ લાખનો માલિક કરોડપતિ થવાના...કરોડપતિ અબજપતિ થવાના અને અબજપતિ અબજોપતિ થવાનાં સપનાં જોતો જ રહે છે. અર્થની વાસનાનો ક્યાંય અંત નથી. આથી જ એને “અધમાધમ” જણાવવામાં આવેલ છે. મળેલો ઉત્તમ માનવભવ આમ ને આમ ધનપ્રાપ્તિની લાહ્યમાં ને લાહ્યમાં જ બરબાદ થઇ જાય..અને એ ધનને મેળવવા કાજે તમામ પ્રકારનાં પાપો જીવનનો કબજો લઈ લે...એ અત્યંત અયોગ્ય જ છે. આવું ન બની જાય એ માટે ઉત્તમ જીવોના જીવનની બરબાદી ન થઇ જાય એ માટે...શાસ્ત્રકારોએ માર્ગાનુસારી ગુણોમાં સૌપ્રથમ “ન્યાય સંપન્ન વૈભવ ને જણાવ્યો. જો “વૈભવ' મેળવવો જ છે તો તે પણ ન્યાયનીતિપૂર્વક જ મેળવવો. અનીતિના માર્ગે તો હરગિજ નહિ. આટલો દઢ સંકલ્પ પણ જો કરી લેવામાં આવે તો ધન પ્રત્યેની કારમી લાલસાને ચોક્કસ એક ફટકો લાગી જાય. અને તો ઘણાં બધાં પાપોથી આપણે બચી જઇએ. બીજાને દુઃખ આપનારો સુખી ન થાય : શા માટે અનીતિનું ધન જીવનને શાંતિ આપનારું નથી ? એ સમજવા જેવું છે. - જ્યારે જ્યારે જે જે માણસો અનીતિ આચરે છે. અન્યાય, ભેળસેળ, જૂઠ કે વિશ્વાસઘાત કરે છે તેનાથી સામી વ્યક્તિને-જેની સાથે અનીતિ આદિ આચરાય છે તેને-ચોક્કસ આઘાત વગેરે લાગે જ છે. અનીતિ જેની સાથે કરવામાં આવી હોય તેને અમુક સમય પછી જ્યારે ખબર પડે છે ત્યારે તેને ભારે દુઃખ થાય છે અને પોતાની સાથે અનીતિ કરનાર પ્રત્યે તેને ભારે તિરસ્કાર પણ જાગે છે. હવે જો તમે બીજાને દુ:ખ આપ્યું તો તમે સુખ શી રીતે પામશો ? કુદરતનો આ એક નિયમ છે કે “જે બીજાને દુ:ખ આપે છે તે જાતે દુઃખ પામે છે. જે બીજાને સુખ આપે છે તે જાતે સુખ પામે છે. જે બીજાનું મોત કરે છે તે જાતે ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ મોતને પામે છે અને બીજાને જીવન આપનારો જાતે જીવન પામે છે.’’ અનીતિ આચરીને જો તમે બીજાને દુ:ખ આપનારા બન્યા છો તો તમે સુખી શી રીતે થવાના ? અને કદાચ તમારું પાપાનુબંધી પુણ્યકર્મ જોરદાર હશે તો તેવા પુણ્યના ઉદયથી તમે વૈભવશાળી બની શકશો. ધનવાન બની જશો. પરંતુ પેલા વાલકેશ્વરની શ્રીમંત સ્ત્રીની જેમ અંદરથી અત્યંત અશાંત બની ગયા હશો. તમને ક્યાંય સુખ અને ચેન નહિ મળે. “હાય ! મારા વીસ હજાર !'' ૨મેશ અને સુરેશ બે સગા ભાઇઓ હતા. રમેશ મોટો અને સુરેશ નાનો. બંને ધંધો સાથે જ કરે. મુંબઇમાં કરિયાણાની મોટી દુકાન. વારાફરતી બંને ભાઇ દુકાને બેસે. એક દિવસ સુરેશ દુકાને બેઠો હતો ત્યારે તેને વિચાર આવ્યો. ‘મારે મારી થોડી અંગત મૂડી પણ જમા ક૨વી જોઇએ. જમાનો ખરાબ છે. મોટાભાઇ સાથે કાલે વાંધો પડે તો મારી પાસે શું રહે ?'' અને એણે એ જ દિવસથી ગલ્લામાંથી થોડા થોડા રુપિયા ઉઠાવવા માંડ્યા. વેપાર મોટો હતો. એટલે રમેશને કશી ખબર ન પડી. એકઠા કરેલા રુપિયા સુરેશે તે જ દુકાનના અમુક ભાગમાં ખાડો કરીને દાટવા માંડ્યા. પૂરા વીસ હજાર રુપિયા તેણે ભેગા કરી લીધા હતા. એક વખત કોઇ કારણોસર સુરેશ વતનમાં ગયો. આ બાજુ અચાનક મુંબઇમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યું. રમેશ અને સુરેશની દુકાન મુસ્લિમ વિભાગમાં હતી. આથી રમેશે જોયું કે અહીં રહેવામાં જાનનું જોખમ છે. માટે એણે માલસામાન સહિત આખી દુકાન તાત્કાલિક વેચી નાંખી અને એય વતન ભેગો થઇ ગયો. આ બાજુ સુરેશને જ્યારે ખબર પડી કે રમેશે આખી દુકાન વેચી દીધી છે ત્યારે તેને જબરો આધાત લાગી ગયો. તે તદ્દન ગાંડો થઇ ગયો. તેના મુખમાંથી એક જ લવારો શરુ થઇ ગયો : “હાય ! મારા વીસ હજાર ! હાય મારા વીસ હજાર !'' આ રીતે મોટાભાઇ સાથે કરેલા વિશ્વાસઘાત પૂર્વકના ધનસંચયના પાપે સુરેશની જિંદગીને પાયમાલ કરી નાંખી. વિશ્વાસઘાતનું ધન જીવનના સુખ-શાંતિને સરિયામ સળગાવી દે છે, એ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ વાત સમજાવતી બીજી પણ એક સત્ય ઘટના મને યાદ આવે છે. અનીતિના પાપે ચુનીલાલના પુત્રનો જાન લીધો : - વર્ષો પહેલાં મુંબઇના ઝવેરી બજારમાં ચુનીલાલ અને ભાઇચંદભાઇ નામના બે ઝવેરી હતા. બંનેનો ધંધો ધીકતો ચાલતો હતો. એક દિવસે ચુનીભાઇએ ભાઇચંદ પાસેથી ચાર હીરાનાં નંગો ખરીદ્યાં. એ નંગ ભાઇચંદે એક ડબ્બીમાં મૂકીને આપ્યાં. એ જ ડબ્બીમાં પાતળા કાગળની નીચે બીજાં ચાર નંગો મૂકેલાં હતાં એ વાતનો ભાઇચંદને ખ્યાલ રહ્યો નહીં. ચુનીલાલ ઘરે ગયો અને તેણે પેલી ડબ્બી ખોલી. જોયું તો અંદર પોતે ખરીદેલાં ચાર નંગોની નીચે બીજા પણ ચાર નંગો હતાં. એ નંગો અતિ મૂલ્યવાન હતાં. આ જોઈને ચુનીલાલની દાનત બગડી. તેણે એ ચાર નંગો પચાવી પાડવાનો નિશ્ચય કર્યો. હકીકતમાં એ ચાર નંગો એક મુસ્લિમ ઝવેરીનાં હતાં. એ ભાઇચંદને ત્યાં મૂકી ગયો હતો. એક મહિના બાદ જ્યારે ભાઇચંદને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ તરત ચુનીલાલને ઘેર ગયા. ભાઇચંદને એમ કે ચુનીલાલ પ્રામાણિક વેપારી છે તેથી તે ચાર નંગો તુરત આપી દેશે. પરંતુ જ્યારે ભાઇચંદે ચુનીલાલ પાસે તે ચાર નંગો માગ્યા ત્યારે તે નંગો પોતાની પાસે હોવાનો ચુનીલાલે ધરાર ઇન્કાર કરી દીધો. ભાઇચંદ તો ચુનીલાલનો ઇન્કાર સાંભળીને સ્તબ્ધ બની ગયા. તેઓ સમજી ગયા કે ચુનીલાલ ખોટું બોલે છે. એની દાનત બગડી છે. પણ હવે શું થાય ? એ ચાર નંગના મૂળ માલિક મુસ્લિમભાઇઓ જ્યારે ભાઇચંદ પાસે આવ્યા ત્યારે ભાઇચંદે આખી પરિસ્થિતિ સમજાવી. અને એ નંગો પાછા આવવાની કોઇ શક્યતા ન હોવાથી તેની જે રકમ થતી હોય તે આપવાની તૈયારી બતાવી. ભાઇચંદની નીતિમત્તા ઉપર પેલા મુસ્લિમભાઇઓને પૂરો વિશ્વાસ હતો. છતાં તેમણે કહ્યું “ભાઈચંદભાઇ ! આજની તારીખમાં તો એ નંગોના ભાવ ઘણા ઊંચા આવે. પરંતુ સાચી વાત એ છે કે અમારાં તે નંગો શુકનનાં મળેલાં છે અને શુકનની ચીજ અમારાથી કેમ વેચાય ? અમારે તો એ જ નંગો પાછાં જોઇએ.” ૧૭. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાઇચંદભાઇએ ફરીથી કોશિશ કરવાનું જણાવીને મુસ્લિમભાઇઓને વિદાય કર્યા. તેઓ ફરીથી ચુનીભાઈના ઘરે આવ્યા. પરંતુ ચુનીલાલ કોઇ પણ હિસાબે એ નંગો પોતાની પાસે હોવાનો સ્વીકાર કરતા નથી. આથી કંટાળીને ભાઇચંદ ચુનીલાલના ઘરેથી સીધા પેલા મુસ્લિમભાઇઓના ઘરે આવે છે, અને કહે છે “ભાઇઓ ! ચુનીલાલ કોઇપણ હિસાબે માનવા તૈયાર જ નથી. હવે તમે જ કહો. હું શું કરું? તમે જે કિંમત નક્કી કરો તે હું આપી દેવા તૈયાર છું.” - ત્યારે પેલા મુસ્લિમભાઇઓ મૂળ નંગ જ પાછાં મેળવવાનો આગ્રહ કરે છે. આ બધી રકઝક પાછળના રૂમમાં બેઠેલા આ મુસ્લિમપુત્રોના પિતા અલીહુસેન સાંભળી રહ્યા હતા. તસબી ફેરવતાં ખુદાનું નામ લેતાં લેતાં તેઓ બહાર આવ્યા. તેમણે કહ્યું “જુઓ, મેં તમારા બંનેની વાત અંદર બેઠાં બેઠાં સાંભળી છે. મને ભાઇચંદ ઉપર-તેની નીતિમત્તા ઉપર પૂરો વિશ્વાસ છે.” ભાઇચંદ ! તમે એક કામ કરો. ચુનીલાલને અહીં લઈ આવો. હું તમારો લવાદ બનીશ. અને હું જે ફેંસલો આપું તે તમે સ્વીકાર.' ભાઇચંદભાઇને તો આ વાત માન્ય જ હતી. તેઓ બીજે દિવસે ચુનીલાલને લઇને અલીહુસેનના ઘરે આવ્યા. બધા બેઠા. અલીહુસેને પૂછ્યું “ચુનીલાલજી ! તમે ઘણા પ્રામાણિક ઝવેરી છો. સાચું કહો. તમને ભાઇચંદે આપેલી ડબ્બીમાં તમે ખરીદેલાં ચાર નંગો ઉપરાંત બીજાં ચાર નંગો હતાં ખરાં કે નહિ ?” ત્યારે એકદમ ચુનીલાલ બોલી ઉઠયા “નહિ...નહિ...ચાચા. મેં ખરીદેલાં નંગ સિવાય બીજો કોઇ નંગ તેમાં હતાં જ નહિ. આ વાત હું મારા દીકરાના સોગંદ ખાઇને કહું છું. ભાઇચંદની વાત સાવ જૂઠ્ઠી છે.” અલીહુસેન કહે: “અરર....ચુનીલાલ ! આ તમે શું કર્યું ! આટલી નાની વાતમાં તમે તમારા દીકરાના સોગંદ ખાઇ લીધા ? આ અલ્લાહ આ ખુદા !” પછી અલીહુસેને ફેંસલો આપ્યો કે ભાઇચંદે તે ચાર નંગોની જે મૂળ કિંમત હતી તેટલી પોતાના મુસ્લિમ-પુત્રોને આપી દેવી. ૪ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાઇચંદે અલીચાચાનો હુકમ માથે ચડાવ્યો. આ બાજુ ચાર નંગને ખાતર પોતાના ચોવીશ વર્ષના પોતાના જુવાનજોધ દીકરાના જૂઠા સોગંદ ખાનાર ચુનીલાલનો પુત્ર એ જ રાત્રે બીમાર પડ્યો, જેના હજી એક જ મહિના પહેલા લગ્ન થયાં હતાં. રાત્રે તાવ વધતો જ ચાલ્યો. અને સવારના પહોરમાં એ જુવાન દીકરાના રામ રમી ગયા. એકનો એક જુવાન પુત્ર, ચાર નંગોને મેળવવાની ખાતર ચુનીલાલે ગુમાવી દીધો. . ચુનીલાલને પુત્ર-મૃત્યુનો આઘાત અસહ્ય થઈ ગયો. તેને પોતાના પાપનું ફળ પ્રત્યક્ષ જોવા મળી ગયું. બીજે જ દિવસે સવારે પેલાં ચાર નંગો લઇને ભાઇચંદભાઇની પાસે તે આવી પહોંચ્યો. અને કહે: “ભાઈચંદભાઇ ! હું તમારો ભયંકર અપરાધી છું. મને મારાં પાપોની સજા મળી ગઈ છે. હવે વધારે સજા ભોગવવાની મારી તૈયારી નથી. લો, તમારા આ ચાર નંગો લઇ લો. અને મારા ઉપર મહેરબાની કરો.' . કેવી કરુણ ઘટના ! અનીતિ દ્વારા ધન મેળવી લેવાની પાપી મનોવૃત્તિનો કેવો ભયંકર અંજામ ! અદાલતના ત્રણ મુકદમાં : આ પરિસ્થિતિનું કારણ કોણ છે ? એક ભયંકર ભ્રમણા“જેટલા વધુ પૈસા હશે તેટલા વધુ સુખી થવાશે.” બસ...આ ભયંકર ભ્રમણાના વમળમાં લગભગ સારોય સમાજ...લગભગ સારીયે દુનિયાના માણસો...ફસાયા છે. એક અદાલતમાં ત્રણ કેસ હાથ ધરવામાં આવ્યા હતા. અને ફેંસલો પણ ન્યાયાધીશે તરત જ આપી દીધો હતો. પહેલો મુકદ્દમો: (૧) ફરિયાદી કહે “સાહેબ ! મારી પરણેતરને આ માણસ ભગાડી ગયો છે.” જજ કહે “તેની નુકસાની પેટે તું શું ઇચ્છે છે ?' ફરિયાદી કહે “સાહેબ પચાસ હજાર રૂપિયા.” ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ જજ કહે “જાઓ. નુકસાની પેટે આ રકમ મંજૂર કરવામાં આવે છે.” બીજો મુકદ્દમો : ફરિયાદી કહે “સાહેબ ! મિલના સંચાની ગરબડના કારણે મારો હાથ કપાઇ ગયો છે. મને નુકસાની પેટે રકમ મળવી જોઇએ.” જજ કહે “તું શું ઇચ્છે છે ?” ફરિયાદી કહે “સાહેબ ત્રીસ હજાર રૂપિયા.” જજ કહે “જાઓ, તે રકમ મંજૂર કરવામાં આવે છે.” ત્રીજો મુકદમો : ફરિયાદી કહે “સાહેબ ! આ માણસે ભર બજારમાં મને ખાસડું મારીને મારી ઇજ્જતને બગાડી છે. મને નુકસાની પેટે રકમ અપાવો.” જજ કહે “કેટલી રકમની તારી અપેક્ષા છે ?" ફરિયાદી કહે “સાહેબ ! વીસ હજાર રૂપિયા.” જજ કહે “જાઓ, પૂરી રકમ મંજૂર કરવામાં આવે છે.” જુઓ...આ દુનિયા ! જ્યાં પત્ની ! હાથ અને ઇજ્જત બધુંય પૈસાના ત્રાજવે ન તોલાય છે. પૈસા હશે તો સુખી થવાશે...સુરક્ષિત જીવાશે...સુખભરપૂર જિંદગી વિતાવશે... “સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્ત” “બધા જ ગુણો પૈસામાં આવીને આસરો લે છે.” આ ભયંકર ભ્રમણાના વમળમાંથી જ્યાં સુધી આપણે બહાર નહિ નીકળી શકીએ ત્યાં સુધી નીતિનો મહિમા આપણને સમજાવાનો નથી. ગમે તે કરો...પણ પૈસા લાવો. પછી તે પૈસા મેળવવા હલકામાં હલકા રસ્તાઓ છો અજમાવવા પડે !! આવી કલુષિત માન્યતાના રવાડે ચડીને આજનો માનવ બરબાદ થઈ રહ્યો છે. દુનિયા આખી જહન્નમમાં જાય પણ મારી તિજોરી ભરાવી જ જોઇએ !” આવા વિચારો આજે સમાજમાં વ્યાપક બનતા ચાલ્યા છે. RO Page #28 -------------------------------------------------------------------------- ________________ ધનની લાલસા ખાતર કેવાં કૂર પાપો !! અને માટે જ ધન મેળવવા માટે આજનો માણસ જે રસ્તાઓ આચરે છે તે સાંભળતાં આપણને કમકમાટી છૂટી જાય... • દેવનારના કતલખાને રોજના ૬/૬ હજાર ઢોરોને કાપી નાંખવામાં આવે છે. • પોતાની લાલસાઓને સંતોષવા માટે ઘેટાંઓનાં નાનકડાં બચ્ચાંઓને માત્ર ૪૮ કલાકમાં ચીરી નાંખીને તેની રુંવાટીમાંથી બૂટ' વગેરે બનાવાય છે. મુલાયમ પટ્ટાઓ અને પર્સ બનાવવાની ખાતર સાપને મારી નાંખીને કાંચળીઓ ઉતારી નાંખવામાં આવે છે. લાખો રૂપિયા મેળવવા ખાતર દર વર્ષે બેથી અઢી કરોડ સાપોને મૃત્યુને હવાલે કરતાં કોઇના હૈયે ધ્રુજારી પણ થતી નથી. • મુલાયમ ચીજો બનાવવા માટે હજારો નિર્દોષ સસલાંઓને ગરમાગરમ પાણીમાં ઉકળાવીને બાફી નાંખવામાં આવે છે. વાસનાભૂખ્યા વરુઓની વાસનાની આગને બુઝાવવા માટે કેટલાક શયતાનો ગામડાંઓની નિર્દોષ કન્યાઓને ફોસલાવી-પટાવીને વેશ્યાવાડે ધકેલી દેતાં અચકાતા નથી. માલ ખપાવવા ભેળસેળ અને વિષમય પદાર્થોનું મિશ્રણ કરતાંય કેટલાક વેપારીઓ અચકાતા નથી. કરોડો રૂપિયાના હૂંડિયામણની ખાતર લાખો વાંદરાંઓ, દેડકાંઓ અને માછલાંઓની “ગવર્મેન્ટ' દ્વારા નિકાસ કરાઈ રહી છે. ગર્ભપાતને કાયદેસર બનાવી દઇ ને, તેની રુપાળી જાહેરખબરો દ્વારા હજારો નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યા કરવામાં આવી રહી છે. આ બધું જ શાના માટે થઇ રહ્યું છે ? તેનો એક જ જવાબ છે ક્યાંય ને ક્યાંય ધન કમાઈ લેવાની, વધુ ને વધુ સુખી બની જવાની કારમી લાલસા માનવના મનનો કબજો લઈ બેઠી છે. પૈસાને જ જીવનનું અંતિમ લક્ષ માની લઈને આજની દુનિયા અતિ ભયંકર કક્ષાનાં પાપો આચરી રહી છે. પરંતુ કરુણ હકીકત એ છે કે અન્યાયથી, અનીતિથી ઘોર હિંસા અને Page #29 -------------------------------------------------------------------------- ________________ અત્યાચારોથી મેળવાયેલું ધન માનવીને કદી સુખી કરતું નથી. પૈસાની કારમી વાસના જીવને મોતનો કરુણ શિકાર પણ બનાવી નાખે છે. મોત પૈસાની લાલસામાં કરોડપતિનું કરુણ એક કરોડપતિ શેઠ હતા. તેમને ચાર પુત્રો હતા. પરંતુ ચારેયમાંથી એકેયને શેઠ પ્રત્યે આદર કે પ્રેમ ન હતા. કારણ કે શેઠે આખી જિંદગી પૈસા ભેગા કરવા સિવાય બીજું કશું જ કર્યું નહોતું. શેઠના મનમાં એક જ વાસના હંમેશ રમ્યા કરતી: “કેમ કરીને મારી તિજોરી છલોછલ ભરાઇ જાય.'' : સાઠ વર્ષ પસાર કરી ચૂકેલા શેઠ અવારનવાર તિજોરી પાસે જતા અને જોતા કે તિજોરી કેટલી ભરાઇ ? જાતે જ બારણાં બંધ કરીને નોટોનાં બંડલોને બરાબર ગણી લેતા. એક દિવસની વાત છે. શેઠ જમી પરવારીને તિજોરીમાંના રુપિયા ગણવા રુમમાં બેઠા. કોઇ અચાનક ઘૂસી ન આવે માટે તેમણે દ૨વાજાને ઓટોમેટિક તાળું કરાવેલું. પ્રવેશ કરતાં બારણું બંધ થઇ જાય. અંદ૨થી શેઠ જાતે જ ચાવીથી ખોલે તો બારણું ખૂલે. ચાવી વગર બારણું ન ખૂલે. શેઠ અંદર તો પહોંચી ગયા. અને નોટોનાં બંડલો ગણવા લાગ્યા. ઘણો સમય પસાર થઇ ગયો. શેઠને તરસ લાગી. એટલે શેઠ ચાવી ખોળવા લાગ્યા. કારણ કે શેઠને તાળું ખોલીને પાણી પીવા બહાર જવું હતું. પરંતુ આજે શેઠ ચાવી લાવવાનું જ ભૂલી ગયા હતા. હવે શું થાય ? શેઠ ચાવી ખોળી ખોળીને થાકી ગયા પણ ચાવી મળી જ નહિ. શેઠની તરસ વધતી જ ચાલી. પણ ચાવી વગર દરવાજો ખૂલે શી રીતે ? અને દરવાજો ખૂલ્યા વગર પાણી મળે શી રીતે ? પાણી ! પાણી ! પાણી ! શેઠ પાણી માટે ધમપછાડા કરવા લાગ્યા. પણ કોઇ જ ઉપાય ન મળ્યો...ત્યારે શેઠે એક ચિઠ્ઠી લખી: “જો કોઇ મને અત્યારે એક ગ્લાસ ભરીને પાણી આપે તો હું મારું તમામ ધન તેને અર્પણ કરી દેવા તૈયાર છું.’’ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ અંતે પાણીની પ્યાસમાં તરફડતા શેઠનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. કેવું કરુણ મોત ! કોણે આપ્યું ? કહો કે ધન પ્રત્યેની કારમી મમતાએ. આવો ધનનો મોહ શા કામનો, જે જાતનું જ મોત કરનારો બને ? માટે જ જ્ઞાની પુરુષો ધનને મેળવવા માટે “નીતિ' નામના ધર્મનો અચૂક અમલ કરવાનું જણાવે છે. જેનું ધન નીતિથી-ન્યાયથી મેળવેલું હશે તેની આવી કરુણ દશા કદી નહિ થાય. અનીતિના ધનનું ભોજન પણ ત્યાજ્ય : - જ્ઞાની પુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેમ અનીતિનું ધન તજવા યોગ્ય છે. તેમ અનીતિથી કમાયેલા ધનથી પ્રાપ્ત થયેલું ભોજન પણ તજવા યોગ્ય જ છે. અનીતિના ધનથી આણેલું ભોજન માનવીની બુદ્ધિને બગાડે છે. બુદ્ધિભ્રષ્ટ બનાવે છે જીવને. જે અનીતિપૂર્વકના ધનનો માલિક હોય તેના ઘરનું ભોજન બીજો માણસ કરે તો પણ તેની બુદ્ધિ બગડે છે. આથી જ આજેય ઘણા ધર્મચુસ્ત માણસો કોઇના ઘરનું પાણી સુધ્ધાં નથી પીતા. તેનું કારણ આ જ હોવાનું અનુમાન કરી શકાય. અજેન મહાભારતનો પ્રસંગ : અજૈન મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ભીષ્મપિતામહ શરશય્યા ઉપર પોઢેલા હતા. બાણના ઘાથી તેઓ કણસતા હતા. પાંડવો અને દ્રૌપદી એમની સેવામાં લાગેલાં હતાં. તેઓ જાણતાં હતાં કે ભીષ્મપિતામહ કેવા જબરા તાકાતવર અને સહનશીલ છે. આથી કણસતા ભીષ્મની ચીસો સાંભળીને તે સહુને આશ્ચર્ય થતું હતું. છે ત્યારે હિંમત કરીને દ્રૌપદીએ ભીષ્મને પૂછયું એ “પિતામહ ! આપ અત્યંત બળવાન અને સહનશીલ છો. તો પછી આટલી ચીસો પાડવાનું કારણ શું? ત્યારે પિતામહે કહ્યું “મારી આ વેદના મારાથી સહાતી નથી તેનું કારણ તું જ છે. કારણ જ્યારે ભરસભામાં તારાં વસ્ત્રોને પેલો પાપી દુ :શાસાન ખેંચી રહ્યો હતો, ત્યારે બન્ને પક્ષને સન્માનનીય વડીલ તરીકે હું તારું તે વસ્ત્રાહરણ નિવારી શક્યો હોત. પરંતુ હું મૌન રહ્યો. કંઈ જ ન બોલ્યો અને તારાં વસ્ત્રો Page #31 -------------------------------------------------------------------------- ________________ ખેંચાતાં રહ્યાં. કેવું ઘોર પાપ મેં કર્યું. !! એના કારણે આજે હું આ વેદનાનું દુ:ખ ભોગવી રહ્યો છું.” દ્રોપદીએ વિનયપૂર્વક પૂછ્યું “પિતામહ ! મારા મનમાં પણ ઘણા વખતથી આ વાત ઘોળાયા કરતી હતી. પરંતુ આજે આપે જ આ વાત છેડી છે તો હજી મારા મનમાં જે બાબત છે તે પૂછી લઉં કે શા માટે આપ ત્યારે કાંઇ ન બોલ્યા ? શું ધૃતરાષ્ટ્ર આપને મૌન રહેવાની ફરજ પાડેલી હતી ?” દ્રોપદી ! ના...ના...” એક વેદનાભરી ચીસ નાંખીને ભીષ્મ ફરી બોલવા લાગ્યા: “હે કૃષ્ણા ! તે દિવસે મેં દુષ્ટ એવા દુર્યોધનનું ભોજન લીધું હતું. તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અને માટે જ હું તે સમયે મૌન રહ્યો !” જોયો ને...અનીતિમાનના ધન દ્વારા પ્રાપ્ત ભોજન કરવાનો અંજામ ! ભીષ્મ જેવા મહાન ધર્માત્માની બુદ્ધિને પણ તેણે ભ્રષ્ટ કરી નાંખી. અનીતિ વગર કેમ ચાલે ? એનો જવાબઃ આજે ઘણા માણસો દલીલ કરતા હોય છે “ચોરી કર્યા વગર જીવાય જ કેમ ? ઇન્કમટેક્ષ વગેરેની ચોરી કરવારૂપ અનીતિ વિગેરે ન કરીએ તો અમારે ભૂખે મરવાનો સમય આવે.” આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં આપણે અનીતિના બે વિભાગ પાડી શકીએ. (૧) સામાન્ય જનસમાજ સાથે કરાતી છેતરપીંડી ! જૂઠ ! વિશ્વાસઘાત વગેરે રૂપ અનીતિ. (૨) સરકાર સાથે કરવામાં આવતી ઇન્કમટેક્ષની ચોરી રૂપ અનીતિ. હવે આમાં સૌથી પહેલી વાત તો એ જ છે કે જીવનની જરૂરિયાતને એકદમ ઘટાડી દેવામાં આવે તો વધારે ધન કમાવવાની જરૂર જ ઊભી નહિ થાય અને જો વધુ ધન કમાવવાની જરૂર ન પડે તો અનીતિ કરવાની પણ જરૂર ન પડે. આમ, અનીતિનું મૂળ વધુ પડતી જીવન-જરૂરિયાતો છે. ઓછામાં ઓછી જીવન-જરૂરિયાતોથી જે માણસ ચલાવી શકે એ આજે ચોક્કસ નીતિપૂર્વક જીવી શકે. પરંતુ જો બધા માટે આવી ત્યાગવૃત્તિ શક્ય ન હોય તો સૌપ્રથમ સામાન્ય : ક Page #32 -------------------------------------------------------------------------- ________________ લોકો સાથે જે છેતરપીંડી ! વિશ્વાસઘાત ! જૂઠ વગેરે આચરવારૂપ અનીતિ કરવામાં આવે છે તેનો તો સદંતર ત્યાગ કરવો જોઇએ. ખરેખર...આજની સરકારે પ્રજાને માટે એવા કાયદાઓ ઘડી નાખ્યા છે કે જેથી માણસને અનેક જાતનાં પાપો કરવાની ના છૂટકે ફરજ પાડી દીધી છે. આમ છતાં પાપ એ પાપ જ છે. ચોરી એટલે ચોરી. પછી તે કાયદેસર હોય કે ગેરકાયદેસર. તે પણ ન જ કરવી જોઇએ. છતાં બીજા નંબરની ઇન્કમટેક્ષની ચોરી રૂપ અનીતિ તમે ન જ છોડી શકતા હો તો પહેલા નંબરની અનીતિ તો છોડો. સામાન્ય જન સમાજ સાથે છેતરપીંડી વગેરે કરવા રુપ અનીતિના ત્યાગનો તમારો ધર્મ જીવનમાં એવું પુણ્ય પેદા કરશે કે જે કદાચ કાલે બીજા નંબરની અનીતિને છોડવાનું પણ બળ પેદા કરી આપશે. અનીતિનો ત્યાગ સદ્ધર્મનું પ્રથમ સોપાન : સંસારમાં રહ્યા છો એટલે ધનપ્રાપ્તિનો ઉદ્યમ તો કરવો જ પડે. આજીવિકાના નિર્વાહ માટે કાંઇ ઘેર ઘેર જઇને ભીખ ન મગાય. એમ કરો તો એનાથી તો શ્રાવક તરીકે તમારી અને તમારા ધર્મની-જૈનશાસનની નિંદા થાય. - પરંતુ ધનપ્રાપ્તિનો ઉદ્યમ એવો હોવો ન જ જોઇએ કે જેમાં આત્મકલ્યાણની દૃષ્ટિ જ બીડાઇ જાય. ગૃહસ્થ અવસ્થામાં રહેલા શ્રાવકનું લક્ષ તો સર્વસંગત્યાગનું જ હોવું ઘટે. જેમ દરદી આરોગ્ય પામવા માટે દવા પીએ છે, પણ દવા પીધે જ રાખવી એ તેનું લક્ષ નથી. તેનું લક્ષ તો આરોગ્ય પામવાનું છે અને જ્યારે આરોગ્ય પ્રાપ્ત થઈ જાય કે દવા આપો આપ છૂટી જાય. એમ શ્રાવકના મનમાં, જ્યારે ધનનો પૂર્ણ ત્યાગી (સાધુ) બનું!એવું લક્ષ હોય તો છેવટે-કમ સે કમ-તે ધનપ્રાપ્તિના ઉદ્યમમાં અનીતિનો ત્યાગી બને જ. અનીતિનો તમે ત્યાગ કરશો ત્યારે સમજી રાખજો કે તમે સદ્ધર્મનું પહેલું સોપાન ચઢચી. અનીતિને છોડવા શુભ ભાવનાઓ ભાવો : જ્યારે જ્યારે અનીતિથી-અન્યાયથી ધન મેળવવાના કોડ જાગે ત્યારે ત્યારે Page #33 -------------------------------------------------------------------------- ________________ નીચેની વિચારણા-ભાવનાઓને ભાવજો. ૧) અન્યાયથી ધન મળશે તો ખરું. પણ તેનાથી પાપકર્મો બંધાય છે અને તેના ઉદયકાળમાં અન્યાયથી પણ મને ધન નહિ મળે. ૨) ન્યાયના માર્ગે જ ધન મેળવીશ.’ એવા દ્રઢ નિશ્ચયવાળા જીવને ‘લાભાંતરાયનો ક્ષયોપશમ' થાય છે અને અલ્પ મહેનતે ઘણી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ૩) તમે જો ન્યાયમાર્ગને વળગી રહેશો તો બીજા અનેકોને ન્યાયનીતિનો માર્ગ અપનાવવાનું મન થશે. અને તેથી ગામમાં...સમાજમાં...જગતમાં ન્યાયી માણસો વધશે. અને તેમાં નિમિત્ત બનવારૂપે તમે અપૂર્વ પુણ્ય હાંસલ ક૨શો. ૪) સંપૂર્ણ ધનના ત્યાગી-સાધુ-થવા માટે સૌપ્રથમ અનીતિનો તો ત્યાગ કરવો જ પડે. શ્રાવક તરીકે મારું લક્ષ સાધુ થવાનું છે. તો પછી મારાથી અનીતિ થાય જ કેમ ? ૫) નીતિશાસ્ત્ર એમ કહે છે કે ‘અનીતિથી કમાયેલું ધન જો ઘરમાં ઘાલવામાં આવે તો તે દસ વર્ષથી વધુ ટકતું નથી, અને જો કદાચ ટકી જાય તો તે નીતિથી કમાયેલા ધનને પણ તાણી જાય છે અને એ ગૃહસ્થના સંસારને કોઇ વિચિત્ર અથવા અદૃશ્ય રીતે સળગાવી પણ નાખે છે.’' આથી તમારે સાંસારિક દૃષ્ટિએ પણ સુખી થવું હોય તો અનીતિ ન જ ક૨વી જોઇએ. આ રીતે અનેક પ્રકારની ભાવનાઓ ભાવીને અનીતિનો ત્યાગ કરવો જોઇએ અને નીતિના આગ્રહી અને પાલક બનવું જોઇએ. અનીતિને છોડવા અને નીતિમાન બનવા પૂર્વના કાળમાં થઇ ગયેલા ઉત્તમ નીતિમાન પુરુષોનાં દૃષ્ટાંતો પણ વારંવાર વિચારવા જોઇએ. મંત્રીશ્વર વિમળની નીતિમત્તા : આબુના પ્રસિદ્ધ પર્વત ઉપર મંત્રીશ્વર વિમળ જિનમંદિરનું નિર્માણ કરવાની ઇચ્છા ધરાવતા હતા. તે માટે તેમણે આબુ ઉપર મોકાની જમીન લેવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા. તેઓ ધારત તો પોતાની રાજ્યસત્તાનો ઉપયોગ કરીને ઇચ્છિત જમીનને મેળવી લેત. પણ તેવી આપખુદી કરવાનું તેમને જરાયે મંજૂર ન હતું. ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમણે કેટલાક બ્રાહ્મણોને ભેગા કરીને તેમની માલિકીની જમીનની માગણી કરી. ઘણી વિચારણાઓ કર્યા બાદ બ્રાહ્મણોએ જણાવ્યું કે, “મંત્રીશ્વર ! આપને જેટલી જમીન જોઇતી હોય તેટલી જમીન ઉપર સોનામહોરો પાથરીને તે આપવી.” મંત્રીશ્વરે આ દરખાસ્ત સ્વીકારી લીધી. સોનામહોરોના કોથળાઓ ભરાઇને આવી ગયા. જમીન ઉપર પાથરવાનું શરુ કરવામાં આવ્યું. ત્યાં જ મંત્રીશ્વરના મનમાં એક વિચાર ઝબૂક્યોઃ અરે ! આ તો હું અનીતિ કરી રહ્યો છું. સોનામહોરો ગોળાકારે છે. એટલે જમીન ઉપર પાથરતાં વચ્ચે વચ્ચેની થોડી જમીન પણ સોનામહોરો વગરની રહેશે. આટલી જગ્યા પણ મારાથી અનીતિથી કેમ લેવાય ? અને તરત જ મંત્રીશ્વરે એ બધી સોનામહોરો પાછી મોકલી. અને ખાસ નવી ચોરસ સોનામહોરો તૈયાર કરાવરાવી અને તેને પથરાવીને જરુરી જમીન મંત્રીશ્વરે ખરીદી લીધી. - એક મહોરના પચીસ રૂપિયા ગણવામાં આવે તો પણ ૪,૩૫,૬૦,૦૦૦ (ચાર કરોડ, ત્રેપન લાખ અને સાઇઠ હજાર) રુપિયા માત્ર જમીન ખરીદવામાં મંત્રીશ્વરે ખર્ચા. નીતિમત્તાનો આ કેવો ઉત્તમ આદર્શ ! આદર્શોની કિંમત ઘણી વધારે ? જીવનમાં આચરણ કરતાંય આદર્શની કિંમત વધારે છે. જેની પાસે જેટલા વધુ ઊંચા આદર્શો હશે તેટલું તેનું જીવન ઊંચું બનતું જશે. શ્રી જિનશાસનના ગગનમાં વસ્તુપાળ-તેજપાળ-પેથડમસ્ત્રી- કુમારપાળસુલસા-મયણા-સીતા-મદનરેખા વગેરે અસંખ્ય તારલાઓના આદર્શો ચમકી રહ્યા છે. આ મહાન આદર્શ તારલાઓ પ્રત્યે જે પુણ્યાત્મા થોડી પણ નજર કરશે તો તેના જીવન ઉપર તેનો પુનિત પ્રકાશ પડયા વગર નહિ જ રહે. ખૂબ સાવધાન બની જઇએ. જીવનનાં તમામ ક્ષેત્રોમાંથી અનીતિ, અન્યાય, દંભ, વિશ્વાસઘાત અને જૂઠનાં પાપોને તિલાંજલિ આપીએ. જાતની અનીતિનો બચાવ કરવા માટે, “બીજાઓ પણ આમ જ કરે છે. બધા અનીતિ કરે છે. હું : - Page #35 -------------------------------------------------------------------------- ________________ એકલો થોડો કરું છું ?” આવા પાંગળા જવાબો ન શોધીએ. આ વિચાર તો જીવનમાં બેસુમાર પાપોને પ્રવેશવા દેવા માટેનો પાપી દરવાજો બની જાય તેમ છે. સમાજમાં જેમ અન્યાયી ! અનીતિમાન ! પાપી માણસોનાં ઉદાહરણો છે તેમ ન્યાયી ? નીતિમાન અને પુણ્યશાળી માણસોનાં ઉદાહરણો પણ મોજૂદ છે. ભલે તેવાં ઉત્તમ ઉદાહરણો અલ્પ સંખ્યામાં હોય, પરંતુ જેને આદર્શ જ લેવો છે તેને માટે તો એક ઉદાહરણ પણ બસ છે. ચાલો..ધનોપાર્જનમાં ન્યાય સંપન્નતાને જોડીને જીવનને ઉજાળીએ. જીવનને ગુણોથી સભર અને ધર્મસાધનાથી મઘમઘતું બનાવવું એમાં જ મળેલા માનવ જીવનની સાર્થકતા અને સફળતા છે. સંસ્કૃતનું સુભાષિત છે. સામાન્તોમો પ્રવર્ધત !' જેમ જેમ લાભ થાય, તેમ તેમ લોભ વધે છે. ધરતીનો છેડો મલી શકે, આકાશનો અંત આવી શકે, દરિયાનો તાગ પામી શકાય પણ ઇચ્છાનો ધ એન્ડ નથી આવતો. ગામડિયો માણસ મુંબઇ જતો હતો. એના મિત્રએ કહ્યું: મુંબઇમાં કોઈ પણ વસ્તુ લે તો ભાવતાલ બરાબર કરજે. ત્યાં અજાણ્યાને લૂંટી લેતા હોય, છે. માટે જે ભાવ કહે તેનાથી અડધા જ આપણે કહેવા. ગાંઠ વાળીને ગામડિયો મુંબઈ આવ્યો. એક દિવસ છત્રી લેવા એક દુકાને ગયો. દુકાનદારે કહ્યુંઃ ૪૦ રૂપિયા. ગામડિયો કહે : લૂંટો નહિ, ૨૦ રૂ. માં આપો. નવો ઘરાક સમજી દુકાનદાર ૨૦ રૂ. માં આપવા તૈયાર થયો. તો ગામડિયો કહે ૧૦ રૂ. માં આપો. દુકાનદારને હસવું આવ્યું. એણે ૧૦ રૂ. માં આપવાની હા કહી. તો ગામડિયો કહે : ૫ રૂ. માં આપો. પાંચના અઢી થયા અને અઢીના સવા થયા. સવામાં આપવી એના કરતાં મફતમાં ન આપું...એમ સમજી દુકાનદારે કહ્યું: લે, મફતમાં લઈ જા. દુકાનદાર એક છત્રી મફતમાં આપવા તૈયાર થયો. તો ગામડિયો કહે કે બે છત્રી આપોને ! ઇચ્છાનો ધ એન્ડ ક્યારે ? .: : ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ | ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦) ( જો ગુણ) શિષ્ટ-જનોએ ત્યાખ્યું જેને, ત્યાગી એનો થાઉં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ शिष्टाचारा-प्रशंसकः । (શિષ્ટાચારોની પ્રશંસા) શિષ્ટ એટલે સજ્જન-પુરુષ. શિષ્ટ એટલે ખૂબ સારો માણસ. શિષ્ટ એટલે પોતાના પૂર્વજ શિષ્ટ-પુરુષોની પરં- Io પરાનો આદર અને સત્કાર કરનાર. * આવા શિષ્યોના આચારોની પ્રશંસા કરવી ઘટે... | તેનાથી જીવનમાં અનેક સદગુણો ખીલે છે...જીવન | ગુણોનો મઘમઘતો બાગ બને છે. ચોર પણ શિષ્ટ હોઇ શકે ? પિતા પણ શિષ્ટ ક્યારે ગણાય ? શિષ્ટો કોને કહેવા ? શિષ્ટોના વિશિષ્ટ ગુણો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ક્યા ? ૦ ૦ ૦ ૦ વગેરે સવાલોના સુંદર જવાબો તમને આ ગુણના વાચન-મનન દ્વારા અવશ્ય પ્રાપ્ત થશે. માનુસારી આત્માનો બીજો ગુણ છે: શિષ્ટાચારોની પ્રશંસા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ . Page #37 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં બીજો નંબર છે શિષ્ટાચાર-પ્રશંસા અર્થાત્ શિષ્ટ પુરુષોના આચરણની પ્રશંસા કરવી. થી સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે શિષ્ટ કોને કહેવો ? ખૂબ સીધો અર્થ છે એનો, શિષ્ટ પુરુષ એટલે ખૂબ સજ્જન માણસ. પણ...આજે તો બધાય સજ્જન દેખાય છે. ઊલટું બહારથી સજ્જન દેખાતા અંદરના એક નંબરના દુર્જન હોય છે અને ક્યારેક બહારથી સજજ્ઞ નહિ દેખાતા ખરેખરા અર્થમાં સજ્જન હોય છે. વર્તમાન કાળમાં તો ધનનું જોર સમાજમાં એટલું વ્યાપક બનતું ચાલ્યું છે કે બધાંય માપતોલ ધનના માધ્યમથી જ થતાં આવ્યાં છે અને આથી જ જે વધુ પૈસાદાર હોય તે વધુ શિષ્ટ (સજ્જન) મનાવા લાગ્યો છે. આવા નકલી શિષ્ટોના ખોટા કે સાચા આચારોની છડેચોક પ્રશંસા પણ થાય છે અને આથી જ આવા નકલી શિષ્ટના આચારોનું અનુકરણ કરવાની ફેશન થઇ પડી છે. બહુ ઊંડાણથી વિચાર કરીએ તો આનું કારણ એમ લાગે છે કે લોકોમાંથી પરલોક પ્રત્યેનો શ્રદ્ધાભાવ ખતમ થતો ચાલ્યો છે. આ લોક સિવાય પણ બીજી એક દુનિયા છે અને અહીંના સારાં-નરસાં ફળો ત્યાં જઇને જીવને ભોગવવાં પડે છે. આ સત્યનો સ્વીકાર એટલે જ પરલોક શ્રદ્ધા. આવી પરલોક શ્રદ્ધાનો આજે ઘણા અંશમાં વિલોપ થતો જોવા મળે છે. જ્યારે પરલોક પ્રત્યેની શ્રદ્ધા ખલાસ થઇ જાય પછી પાપોનો ડર શી રીતે રહે ? “આવા પાપો આચરું છું તો પરલોકમાં મારું શું થશે ?” આ વિચાર પાપોને રોકનારો છે. સમાજમાંથી પરલોક શ્રદ્ધાનો વિલય થતો જાય પછી પાપોથી ભય લાગે શી રીતે ? આર્ય પ્રજાની ખુમારીની ખુવારી કરી નાખનાર છે પરલોક શ્રદ્ધા અને પાપ-ભય આ બે ગુણોનો અભાવ અને આથી જ આ લોકના સુખ-સગવડોનાં સાધનો જેનાથી ખરીદી શકાય છે એ “ધન” ને જ સમાજે જીવનનું સર્વસ્વ માની લીધું. આથી જ જે વધુ ધનવાન, તે સમાજનો વધુ સન્માન્ય પુરુષ, શિષ્ટ પુરુષ, સૌથી મોટો સજ્જન. આવાં બધાં ગણિત મંડાયાં. આવા ગણિતના આધારે આવા કહેવાતા શિષ્ટોની પ્રશંસા થવા લાગી. તેમની આસપાસ તેમના ચમચાઓ ખુશામતખોરી Page #38 -------------------------------------------------------------------------- ________________ કરતા ફરતા દેખાવા લાગ્યા. આમાં સાચા શિષ્ટોની અવગણના થવા લાગી. છે ત્યારે સાચો શિષ્ટ કોણ ? શાસ્ત્રકારોની શિષ્ટ-પુરુષની વ્યાખ્યા જુદું જ જણાવે છે. સાચા અર્થમાં “શિષ્ટ' બનવું હોય તો બીજા શિષ્ટ-પુરુષોની સેવા કરવી પડે. શિખોની સેવા કર્યા વગર શિષ્ટ બની શકાતું નથી. - જેઓ જ્ઞાનવૃદ્ધ હોય અર્થાત્ વિશિષ્ટ પ્રકારના જ્ઞાની હોય, અને જેઓ ચારિત્રથી યુક્ત હોય અર્થાત્ વિશિષ્ટ પ્રકારના સદાચાર વગેરેથી યુક્ત હોય તેમને શિષ્ટ કહેવાય છે. આવા શિષ્ટ પુરુષોની વિશિષ્ટ સેવા કરીને જેમણે તેમની કૃપા પ્રાપ્ત કરી છે, તેઓ પણ શિષ્ટ કહેવાય છે. શિષ્ટોની સેવાના પ્રતાપે જે કૃપા મળે છે તેનાથી જ્ઞાનને મેલાં કરનારાં (જ્ઞાનાવરણીય) અને ચારિત્રને દૂષિત કરનારાં (મોહનીય) કર્મોનો નાશ થાય છે. આવા આત્માની બુદ્ધિ પણ હંમેશ સ્વચ્છ રહે છે અને એથી જીવન પણ પવિત્ર બન્યું રહે છે. આમ એક દીપથી બીજો દીપ જલે...એ રીતે એક શિષ્ટપુરુષમાંથી બીજો શિષ્ટ...અને તેનાથી ત્રીજો શિષ્ટ પેદા થતો જાય છે. આમ, શિષ્ટ પુરુષોની એક સુંદર પરંપરાનું સર્જન થાય છે. આવા શિષ્ટ પુરુષોના આચારની અને વિચારોની ખૂબ ખૂબ પ્રશંસા કરવી જોઇએ અને તેમાંથી જે કોઇ આચાર કે વિચારનો પોતાના જીવનમાં અમલ થઈ શકે તેમ હોય તેનો અમલ પણ જરુર કરવો જોઇએ. પ્રશ્ન : શું સઘળા શિષ્યોના આચાર અને વિચાર ઉત્તમ જ હોય ? તેમાં ભૂલ ન હોઈ શકે ? ઉત્તર : જેમણે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રસંપન્ન (સાધુ અગર ઊંચી કોટિના સંસારી) શિષ્ટ પુરુષોની સેવા કરીને શિષ્ટપણું મેળવેલું હોય તેવા શિષ્યોનાં જ્ઞાન અને આચાર ઊંચાં જ હોવાનાં. હા...જેઓ માત્ર પુસ્તકો વાંચીને પંડિત થયેલા હોય, આજના છાપાંઓ, ચોપાનિયાં અને મેગેઝિનો એ જ જેમને માટે આદરણીય શાસ્ત્રો બની ગયાં હોય, Page #39 -------------------------------------------------------------------------- ________________ અને લોકોનું મનોરંજન કેમ વધુ થાય એ જ એની જીવન દ્રષ્ટિ હોય એવા માણસો-બાહ્ય રીતે જ્ઞાની હોય કે ચારિત્રવાન હોય તેને ખરા અર્થમાં શિષ્ટ કહી શકાય નહિ. એને તો શિષ્ટાભારા (શિષ્ટ તરીકેનો આભાસ ઊભો કરનારા, વાસ્તવિક શિષ્ટ નહિ) કહેવાય. “શિષ્ટપણું મેળવવાનો સાચો ઉપાય પોતાના કરતાં વધુ જ્ઞાનવાન અને વધુ ચારિત્રપાત્ર પુરુષોની સેવા છે.” એમ જણાવવા દ્વારા શાસ્ત્રકારો “સપુરુષોની સેવા”ને કેટલું મહત્ત્વ આપે છે ? સેવાનું કેટલું અપરંપાર ગૌરવ છે ? તે પણ આ રીતે સમજાવી દે છે. પેલું સંસ્કૃત સુભાષિત યાદ આવે છે , 'સેવાધર્મ: પરદો ; ચાનામણા: ‘ “સેવાનો ધર્મ અત્યંત ગહન છે. સેવાનું ઉત્તમ ફળ શું છે ? તેનો મહિમા કેવો અપાર છે ? તે તો મોટા યોગીપુરુષોને જાણવો પણ અતિ કઠણ છે.” શિષ્ટ પુરુષોનાં આ છે કેટલાંક લક્ષણો : ૧) જે લોકના અપવાદથી ડરનારો હોય અર્થાતુ લોકોમાં જે નિન્દનીય આચારો હોય તેને નહિ આચરનારો. ૨) જે દીન-દુ:ખિતોનો ઉદ્ધાર કરવામાં રુચિવાળો હોય. ૩) જેણે તેના ઉપર ઉપકાર કર્યો હોય, તેને તે હંમેશા યાદ રાખનારો (કૃતજ્ઞ) હોય. ૪) જે ઉત્તમ કોટિના સદાચારને પાળનારો હોય. ૫) ન્યાય-નીતિ વગેરે સદગુણોને તે ધારણ કરનારો હોય. ૬) કોઇની પણ નિંદા કરનારો ન હોય. ૭) ગુણીજનોની પ્રશંસા કરનારો હોય. ૮) વડીલજનો પ્રત્યે નમ્રતા રાખનારો હોય. ૯) જે અભિમાન કરનારો ન હોય. ૧૦) દુ:ખના સમયમાં દીનતા કરનારો ન હોય. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૧) હિતકારી, માપસરની અને પ્રિય વાણીને બોલનારો હોય. ૧૨) જેવું બોલે તેવું આચરનારો હોય. ૧૩) આવક પ્રમાણે ખર્ચ કરનારો હોય. ૧૪) અતિ ઊંઘ, વિકથા અને આળસનો ત્યાગ કરનારો હોય. ૧૫) શિષ્ટ પુરુષોના આચારોનો આદર રાખનારો હોય. ૧૬) સારાં કામો પ્રત્યે આદર રાખનારો હોય. ૧૭) જ્યાં જ્યાં જે ઉચિત હોય ત્યાં ત્યાં તેને આચરનારો હોય. ૧૮) પ્રાણ જાય તો ભલે પણ નિંદનીય કાર્યને જે કદી ન આચરે. ૧૯) જે કાર્ય આરંભ્ય તેમાં સિદ્ધિ મેળવીને જ જંપનારો હોય. આર્યદેશની આ ધરતી ઉપર અનેક પ્રકારના શિષ્ટ પુરુષો થઇ ગયા. આવા શિષ્ટજનોની પ્રશંસા અવશ્ય કરવી જોઇએ. - અરે ! શાહુકારોની વાત જવા દઇએ. પણ આ આર્યદેશના ચોરોમાં પણ નિમકહલાલી જેવા શિષ્ટ ગુણોનો વાસ જોવા મળતો. ચોરમાં પણ નિમકહલાલીનો શિષ્ટ ગુણ : જૂના જમાનાની એક વાત છે. ' એક ચોર ચોરી કરવા નીકળ્યો. એક શ્રીમંત શેઠના ઘરે એ ચોરી કરવા ઘૂસ્યો. રાતના બાર વાગ્યાનો સમય હતો. અંધારૂં પુષ્કળ હતું. - ચોર આખા દિવસનો ભૂખ્યો હતો. કુદરતી રીતે જ એ જે બારીએથી ઘૂસ્યો તે બારી રસોડાની હતી. એથી તે સીધો રસોડામાં જ પહોંચ્યો. એણે ફાંફાંફોળા કરી જોયા, કાંઇ ખાવાનું મળે એ આશાથી અને એક ડબ્બામાં કાંઇ ચૂર્ણ જેવું એના હાથમાં આવ્યું. એણે ચાખી જોવાનું વિચાર્યું. ચાખ્યું તો એ નમક (મીઠું) નીકળ્યું. અરરર.. હવે શું થાય ? એણે વિચાર્યું જે ઘરનું મેં નમક ખાધું તેના ઘરમાં હવે ચોરી કેમ કરાય ? તો તો હું નિમકહરામ કહેવાઉં ! આર્યદેશની સંસ્કૃતિ મને આમ કરવાની ના પડે છે.” , ૩૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ અને ચોર ચોરી કર્યા વગર જ પાછો જવા લાગ્યો. પોતે ચોરી કરી નહોતી એથી હવે તેને ભય ન હતો. તેથી કાંઇક બેદરકારીપૂર્વક તે ચાલવા લાગ્યો. ચાલતાં કોઇક વાસણ તેના પગ સાથે અથડાયું. આથી ઘરનો માલિક જાગી ગયો. તેણે બૂમ મારીને પૂછ્યું “અલ્યા...એય ! કોણ છે ત્યાં ?” ચોર કહે: “હું ચોર છું.” માલિક તેની પાસે ગયા. લાઇટ કરીને જોયું તો સામે એક માણસ ઊભેલો જોયો. માલિકે પૂછ્યું “અરે ભાઈ ! તું ચોર છે ? ચોર કદી એવું કહેતો હશે કે હું ચોર છું ? તો સાચું બોલ, તું કોણ છે ?” ત્યારે ચોર કહેઃ “શેઠ ! ખરેખર હું ચોર જ છું અને આવ્યો હતો તમારા ઘરે ચોરી કરવા, પરંતુ તમારા રસોડામાં એક ડબ્બામાંથી કાંઇક ખાવાનું લેવા જતાં હાથમાં મીઠું આવી ગયું. એ મીઠું મારાથી ખવાઈ ગયું. શેઠ ! હવે મારાથી તમારે ત્યાં ચોરી કેમ થાય ? એક તો ચોરીનું પાપ કરવું અને એમાં વળી જેના ઘરનું નમક ખાધું એને ત્યાં ચોરી કરવી ? ના...શેઠ ! ના...એ મહાપાપ મારાથી ન થાય.” અને ચોર સડસડાટ બહાર નીકળી ગયો. શેઠ ચોરના અંતરમાં રહેલા આ સદગુણને અભિનંદી રહ્યા. આર્ય સંસ્કૃતિમાં ચોર જેવા ચોરમાં પણ શિષ્ટતાના આવા ગુણો જોવા મળે ! અને આજકાલ શાહુકાર ગણાતા ઘણા શ્રીમંતોમાં ભારેમાં ભારે દુર્જનતા જોવા મળે છે ! કેટલું શીર્ષાસન ! સંતાનની હિત-ચિંતાઃ શિષ્ટનો ગુણ : ચાણક્યના પિતા અત્યંત ધનવાન હતા. ચાણક્ય તેના પિતાનો ભારે લાડકવાયો પુત્ર હતો. - ચાણક્યનો જન્મ થયા પછીના કેટલાક સમયની આ વાત છે. અષ્ટાંગ નિમિત્તનો જાણકાર એક જ્યોતિષી ચાણક્યના પિતાના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. ચાણક્યના પિતા તરફથી તેની સુંદર આગતા-સ્વાગતા કરવામાં આવી. સરસ મજાનાં મિષ્ટાન્ન વગેરેનું ભોજન કરીને તે બેઠો હતો ત્યાં અચાનક એની Page #42 -------------------------------------------------------------------------- ________________ નજર નાના બાળ ચાણક્ય ઉપર પડી. અને બાળકના મોંમા રહેલા લાંબા અને સુંદર દાંતને જોઇને એ જ્યોતિષીના મુખમાંથી નીકળી ગયું “વા ! અતિ આશ્ચર્યભૂત છે આ લક્ષણ !” ચાણક્યના પિતાએ જ્યોતિષીનું તે વાક્ય સાંભળ્યું આથી તેમણે જોષી મહારાજને વિગતવાર વાત કરવા વિનંતી કરી. ત્યારે જોષી મહારાજે કહ્યું “તમારા પુત્રના મુખમાં રહેલો આ લાંબો દાંત ઘણું સુંદર લક્ષણ છે. એના ઉપરથી હું તમને ચોક્કસ કહી શકું કે તમારો પુત્ર મોટો થઇને ઘણી વિશાળ પૃથ્વીનો માલિક બનશે. અર્થાત્ મહાન રાજા થશે.” આ સાંભળીને ચાણક્યના પિતાના મુખમાંથી એક નિસાસો નીકળી ગયો. તેઓ બોલી ઊઠયાઃ “રાજેશ્વરી ! તે નરકેશ્વરી, રાજાને રાજ્યના યોગક્ષેમના કારણે ઘણાં પાપો કરવાં પડે. આથી રાજા તો મરીને પ્રાય: નરકમાં જ જાય. તો શું મારો દીકરો મરીને નરકે જશે ? ના...એ તો કેમ બનવા દેવાય ?' અને તેઓ તરત ઊભા થયા. ક્યાંકથી એક કાનસ લઇ આવ્યા. અને પોતાના પુત્ર ચાણક્યના મુખમાં રહેલા તે લાંબા દાંતને ખૂબ ઘસી નાંખ્યો પછી તેઓ પેલા જોષીને કહેઃ “બોલો, જોષી મહારાજ ! હવે મારો પુત્ર રાજા થશે ?” - ત્યારે જોષીએ કહ્યું “ના...હવે તમારો પુત્ર રાજા તો નહિ થાય, પરંતુ કોઇ મહાન રાજવીનો રાજગુરુ જરુર થશે.” અને..પુત્રના હિતની જ ઝંખના કરનારા તે પિતાના મુખ ઉપર, પુત્રના ભાવિ નરકનું નિવારણ થયાનો આનંદ તરવરી ઊઠ્યો. પુત્રના આ લોકના સુખની જ નહિ, પરંતુ એના જન્મજન્માંતરનાં સુખદુઃખનો વિચાર કરવો...અને સાચા અર્થમાં તેની હિતચિંતા કરવી...આવી ઉમદા વિચારધારા શિષ્ટ જન સિવાય કોને સૂઝે ? સત્યનિષ્ઠાઃ શિષ્ટ જનોનો ઉત્તમ ગુણ : નીતિ-નિયમ અને સત્યના આદર્શોને શિષ્ટજનો પોતાના જીવનમાં અવશ્ય સાચવતા. ચાહે સામે શત્રુ કેમ ન આવે...તો પણ તે પૂછે ત્યારે તેને શિષ્ટજનો સત્યનો જ માર્ગ બતાવતા. એથી ઊલટું પોતાનો જ સગો પુત્ર અધર્મના પંથે હોય તો તેને પણ ધર્મમાર્ગનો જ રાહ શિષ્ટજનો સમજાવતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાભારતનો આ પ્રસંગ છે. કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ગયાં હતાં. દુર્યોધન શસ્ત્રસજ્જ બનીને પોતાની માતા ગાંધારીના આશીર્વાદ લેવા જાય છે. દુર્યોધન દુષ્ટજન ગણાતો હતો. તેનું યુદ્ધ ખરેખર અધર્મરુપ હતું. છતાં તે પોતાની માતાના આશીર્વાદ લેવાના શિષ્ટાચારને ભૂલતો નથી. પૂર્વના કાળનો દુષ્ટ પણ માતાને પગે લાગીને આશીર્વાદ લેવાનો શિષ્ટાચાર કરે ! અને આજે કહેવાતા શિષ્ટજનો સારા કામે જતાંયે માતા-પિતાને પગે લાગતાં શરમાય છે ! કહો ! કોણ દુષ્ટ અને કોણ શિષ્ટ ? દુર્યોધન જ્યારે ગાંધારીના આશીર્વાદ લેવા જાય છે ત્યારે ગાંધારી શા આશીર્વાદ આપે છે ? તે કહે : ‘વત્સ ! યતો ધર્મસ્તતો જય: ।। જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે.'' અર્થાત્ જે પક્ષમાં ધર્મ હોય છે તે જ પક્ષનો વિજય થાય છે. ગાંધારી જાણતાં હતાં કે મારો પુત્ર અધર્મના પક્ષે છે અને અધર્મના પક્ષકારને ‘તું વિજયી થજે'' એવા આશીર્વાદ કેમ અપાય ? જો તેમ કરાય તો તેનો અર્થ અધર્મનો પોતે પણ પક્ષ લીધો ગણાય. શિષ્ટજનને આ કેમ પોષાય ? માતાએ કહ્યું ‘‘યતો ધર્મસ્તતો જયઃ-જ્યાં ધર્મ છે ત્યાં જય છે.’’ માતાનાં વચનોના મર્મને દુર્યોધન સમજી ગયો. એણે મનમાં વિચાર્યું ‘મા જે કહે છે એ તદ્દન સત્ય છે. હુંય સમજું છું કે ધર્મ (સત્ય) તો પાંડવોના પક્ષે જ છે. આથી મારા વિજયની આશા ઘણી ઓછી છે.’’ અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું તે યુદ્ધ ચાલતું રહ્યું. રોજ દુર્યોધન યુદ્ધમાં જતાં પહેલાં માતા ગાંધારીના આશીર્વાદ લેવા જતા. અને રોજ ગાંધારીએ દુર્યોધનને આ જ આશીર્વાદ આપ્યાઃ યતો ધર્મસ્તતો જય : '’ પોતાના સગા પુત્રને પણ આડકતરી રીતે ‘‘તું અધર્મના પંથે છે.’’ એવું જણાવી દેનારી ગાંધારીના જેવો સત્યનિષ્ઠારુપી શિષ્ટગુણ આ જગતમાં કેટલા માનવો પાસે હશે ? શિષ્ટાચારનો આ કેવો અનુપમ આદર્શ !! ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ પુરુષોને માન્ય અને શિષ્ટો દ્વારા આચરાયેલા ઉત્તમ આચારો અને વિચારોનું આપણા દ્વારા સન્માન થવું જોઇએ. એમના તે તે વિચારો અને આચારોની ખૂબ ખૂબ પ્રશંસા કરવી જોઇએ. આ રીતે શિષ્યોની પ્રશંસા ક૨ના૨ો માણસ ખરા અર્થમાં ‘સારો ગૃહસ્થ’ બની શકે છે. પ્રશંસા કરવાથી બે લાભ થાય છે. ૧) જેની તમે પ્રશંસા કરશો તે વસ્તુ તમારામાં ઊતરવા લાગશે. જો તમે સદ્ગુણોની અને સદ્ગુણીઓની પ્રશંસા ક૨શો તો તમારામાં ધીરે ધીરે સદ્ગુણો ઊતરવા લાગશે. તમે પણ એકવાર સદ્ગુણી બની જશો. એથી ઊલટું જો તમે દુષ્ટ માણસોની અને દુર્ગુણોની પ્રશંસા કરશો તો તમારામાં પણ ધીરે ધીરે દુર્ગુણો પ્રવેશતા જશે અને તમેય એકવાર દુષ્ટજન દુર્ગુણી બની જશો. ૨) જેની તમે પ્રશંસા કરશો તે ગુણો પ્રત્યે બીજા લોકો સન્મુખ બનતા જશે. ધાર્મિક ક્ષેત્રે આજે જૈનધર્મમાં ‘‘તપ’’ ની ખૂબ પ્રશંસા થાય છે, તપસ્વીઓનાં સન્માન અને વરઘોડાઓ નીકળે છે આથી તપ કરનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી જોવામાં આવે છે. હમણાં હમણાં મુંબઇમાં બ્રહ્મચર્યવ્રતધારીઓના બહુમાનના પ્રોગ્રામો થવા લાગ્યા છે તે ખૂબ પ્રશંસનીય છે. આ રીતે બ્રહ્મચારીઓની જાહે૨માં પ્રશંસા થવાથી બ્રહ્મચર્યની મહિમા જગતમાં ફેલાશે અને ધીરે ધીરે બ્રહ્મચર્યનો અમલ કરનાર જીવોની સંખ્યા પણ વધતી જશે. જો કે આ વ્રતનું પાલન અત્યંત કઠણ છે આથી એકદમ ઝડપી બ્રહ્મચર્યવ્રતધારીઓ વધતા જોવા નહિ મળે, પરંતુ લાંબા ગાળે તે વ્રતના આરાધકો અને પાલકો જરૂ૨ વધશે. કમ સે કમ બ્રહ્મચર્યનો આદર્શ તો લોકમાં પ્રસ્થાપિત થાય જ છે ને ? વર્તમાન કાળમાં જૈન સાધુ ભગવંતોમાં જે ઉત્તમ ચારિત્રના આરાધકો છે તેઓનો ભરપૂર પ્રમાણમાં પ્રશંસા થતી જોવાતી નથી. આ જ કારણથી ચારિત્રના પાલન પરત્વે મુનિઓમાં પણ ક્યાંક ક્યાંક ઉપેક્ષા થતી જોવામાં આવે છે. એથી ઊલટું મોટા ભાગના માણસો સાધુઓની કોરી વિદ્વત્તા અને 62 Page #45 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનશક્તિના પૂજારી થવા લાગ્યા છે. અનેક ગામોના સંઘો “અમારે તો વ્યાખ્યાનકાર જોરદાર હોય તેવા સાધુ જોઇએ.” આવો આગ્રહ રાખવા લાગ્યા છે. પરિણામે સાધુઓમાં પણ ચારિત્રના પાલન કરતાંય વિદ્વતા અને વ્યાખ્યાનશક્તિ મેળવી લેવાની મનોવૃત્તિ વધતી જતી જોવામાં આવે છે. જો સાધુઓને ઉત્તમ ચારિત્રના આરાધક બનાવવા હોય તો લોકોએ જે ઉત્તમ ચારિત્રપાલક મુનિઓ છે તેમની જોરદાર પ્રશંસા કરવી જોઇએ. શ્રીસંઘોએ પણ આવો આગ્રહ રાખવો જોઇએ કે “અમારે તો સુંદર ચારિત્રના પાલનહાર મુનિઓ જ ચાતુર્માસ માટે જોઇએ. પછી તે પ્રખર વ્યાખ્યાતા હોય અગર ન પણ હોય, તે ચાલશે.' જો આમ થશે તો જ આપણા શ્રમણસંઘમાં સુંદર ચારિત્રધરોની દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી જોવા મળશે. જેની તમે પ્રશંસા કરશો તે આ જગતમાં વધતું જશે. આજના કાળમાં વ્યાવહારિક ભણતરની પ્રશંસા ચોમેર થતી જોવાય છે તો તે ભણતર પ્રત્યે લોકોમાં આકર્ષણ વધતું જાય છે. ગામડિયા માણસો, ગરીબો અને સ્ત્રીઓ પણ તે ભણતરને મેળવવા પુષ્કળ ભોગ આપવા લાગ્યાં છે અને ધનાદિનો વ્યય પણ કરવા લાગ્યાં છે. - અંગ્રેજી જેને બોલતાં સારી રીતે આવડતું હોય તેવા માણસોની આજે બોલબાલા થતી જોવાય છે અને તેથી જ અંગ્રેજી જેવી પરદેશી ભાષા પ્રત્યે ભારતીયજનોનું આકર્ષણ પણ તીવ્ર બનતું ચાલ્યું છે. સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓની જનની ગણાય છે. એને “દેવોની ભાષા” (ગિર્વાણગિરા) કહીને આર્ય-સંસ્કૃતિમાં બિરદાવાઈ છે, છતાં આજે એના જાણકારો અને પંડિતોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ ચાલી છે કારણ કે વર્તમાન જગતમાં પાશ્ચાત્ય સંસ્કારોથી પ્રભાવિત થઈ ગયેલા લોકો અંગ્રેજીને જેટલું મહત્ત્વ આપે છે, એનાથી સોમા ભાગનું મહત્ત્વ પણ સંસ્કૃત ભાષાને આપતા નથી. આનું ભયંકર પરિણામ એ આવશે કે આજથી પચાસ વર્ષ બાદ સંસ્કૃત ભાષાનો પ્રખર વિદ્વાન ભારતમાંય શોધ્યો નહિ જડે.. આ બધી વાતનો સાર એ કે સાચા અને સારા સદગુણોની અને એ સગુણોના ધારક શિષ્ટ પુરુષોની પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા થવી જોઇએ. જો શિષ્ટ Page #46 -------------------------------------------------------------------------- ________________ પુરુષોના આચાર અને વિચારની જગતમાં ભરપૂર પ્રશંસા કરવામાં આવશે તો તેનો ફેલાવો સર્વત્ર થશે. હવે આપણે નિર્ણય કરવો જોઇએ કે સંસ્થાઓનાં ઉદઘાટનો, પુસ્તકોની પ્રકાશન વિધિઓ, વિશિષ્ટ પ્રકારનાં સ્થાનોનાં ઉદઘાટનો વગેરે ઉત્તમ પ્રકારના બ્રહ્મચારીઓના હાથે કરાવીશું, બાર વ્રતધારી શ્રાવકોના હાથે કરાવીશું, સુંદર સદાચારાદિને ધારણ કરતા શિષ્ટ પુરુષોને જ તે તે પ્રસંગોમાં મહત્ત્વ આપીશું. પરંતુ લુચ્ચા અને ખાઉધરા પ્રધાનોને નહિ, ઘોર અનીતિ અને વિશ્વાસઘાતો કરીને કરોડપતિ બનેલા શ્રીમંતોને નહિ. અને “અગ્લીંગ' કરીને બની બેઠેલા સમાજના આગેવાનો અને સફેદ ડગલા પહેરીને સમાજને ધૂતનારા ધૂતારાઓને કદી નહિ બોલાવીએ. તેમને મહત્ત્વ કદી નહિ આપીએ. - જો નીતિમા––પ્રમાણિક અને સદાચારી માણસોને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડો પદ્મશ્રી' વગેરે આપવામાં આવે તો લોકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વગેરેનો ફેલાવો સારા પ્રમાણમાં થવા પામશે. જો સરકાર આવા શિષ્ટાચારોને પ્રોત્સાહન આપે તો તેનું તો પૂછવું જ શું? સરકારી પ્રોત્સાહનથી શિષ્ટાચારોનો ફેલાવો અતિ ઝડપથી સમાજમાં ફેલાઇ શકે છે. આર્ય સંસ્કૃતિમાં બે નિયમો હતા : (૧) કુરુક્ય વડુ: (૨) સુનસ્થ સેવા: દુષ્ટ માણસોને તેમનાં દુષ્ટ કાર્યોની સખત શિક્ષા કરવી, તેમ કરવાથી સમાજમાં દુષ્ટ કાર્યો કરતાં લોકો ડરે અને તેનાથી દુષ્ટ કાર્યો ઘટતાં જાય. રાજાઓની આ પહેલી નીતિ હતી. અને સજ્જનોની તેમનાં સારાં કાર્યોના કારણે ખૂબ પ્રશંસા કરવી...તેમ કરવાથી સમાજમાં સારાં કાર્યો પ્રત્યે લોકોને પ્રેમ જાગે અને તેનાથી સારાં કામો વધતાં જાય...રાજાઓની આ બીજી નીતિ હતી. આજકાલ સરકાર દ્વારા દુષ્ટોને દંડ” દેવાની, ગુનેગારોને શિક્ષા કરવાની ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નીતિનો તો અમલ થાય છે, પરંતુ સજ્જનોના સત્કાર' ની બીજી નીતિનો અમલ થતો જોવામાં આવતો નથી. શીલવાન, સદાચારી, પ્રામાણિક વગેરે માણસોનો સત્કાર-સન્માન થાય તો તેનો પણ લોકોમાં વધારો થવા પામે. શિષ્ટાચાર-પ્રશંસાની વિપરીત બાજુ છે: અશિષ્ટોની પ્રશંસા, આજકાલ શિષ્ટપુરુષોના આચારોની પ્રશંસાને બદલે કેટલાક અશિષ્ટ માણસોના આચારોની ખૂબ પ્રશંસા થવા લાગી છે. પછી તે અશિષ્ટ ધનવાન હોય એટલે... અથવા તે અશિષ્ટ સત્તાધારી હોય એટલે... અથવા તે અશિષ્ટ પરદેશી હોય એટલે... આવા કોઇ ને કોઇ કારણોસર એ અશિષ્ટ માણસો આચારવિચારની, તેમની રહેણી-કરણી વગેરેની બેફામ પ્રશંસા કરાતી જોવા મળે છે. એક “મેનિયા વાયો છે, ભારતીય સંસ્કૃતિને વખોડવાનો...અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓને વધાવવાનો...ઘણા શ્રીમંતો, શિક્ષિતો અને કહેવાતા બુદ્ધિજીવીઓની એક “ફેશન” થઈ પડી છે આવું બોલવાનીઃ “ઇન્ડિયામાં કાંઈ નથી. ઇન્ડિયામાં શું છે ? લોકો કેવા ગંદા છે ? અપ્રામાણિક છે !! રસ્તાઓ ક્યાંક આગળ કેવાં સાંકડાં અને અસ્વચ્છ છે ! પરદેશમાં જુઓ. અમેરિકા કેટલું આગળ વધી ગયું છે ! રશિયા કેટલી જોરદાર પ્રગતિ કરી રહ્યું છે ! વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહોંચી ગયા...છતાં હજી ભારત ન સુધર્યું તે ન જ સુધર્યું !!” ઊંડી સમજણ વગરની આવી ફેંકોલોજી કરવાની ઘણા માણસોને આદત પડી ગઈ છે. આ રીતે અશિષ્ટ માણસોના આચારોની પ્રશંસા કરીને તેનો ફેલાવો આપણા જ દેશના કેટલાક મૂર્ખ લોકો કરી રહ્યા છે. જે ખૂબ દુ:ખદ છે. “તમારું સ્થાન અમારા પગે...” સ્વામી વિવેકાનંદ જેવા ખુમારીવંતા માણસો આ ભારતમાં ઘણા ઓછા જોવા મળે. પરદેશમાં ધર્મપ્રચારને માટે ઠેર ઠેર ફરીને ભાષણો આપતા સ્વામી વિવેકાનંદે એક વાર પોતાના ભાષણમાં અંગ્રેજીની જીવન પદ્ધતિની કડક સમીક્ષા કરી અને Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતની સંસ્કૃતિના ભરપેટ ગુણગાન કર્યાં. આ સાંભળીને કેટલાક અંગ્રેજોને ખોટું લાગ્યું. તેથી એ જ સભામાં ઊભા થઇ ને એક અંગ્રેજી યુવતીએ સ્વામી વિવેકાનંદને પૂછયું ‘‘સ્વામીજી ! જો તમે અમારી પાશ્ચાત્ય સંસ્કૃતિની ભારે ટીકા કરો છો...તો પછી હું આપને પૂછી શકું ખરી કે આપે આપનો ૫હે૨વેશ તો ભારતીય ઢબનો રાખ્યો છે પરંતુ આપે અમારી પાશ્ચાત્ય પદ્ધતિથી બનાવેલા બૂટ પગમાં કેમ પહેર્યા છે ? બોલવું કાંઇ અને વર્તવું કાંઇ, એ આપના જેવા માટે શોભતું નથી.' ,, હવે સ્વામીજી શો જવાબ આપે છે તે સાંભળવા માટે બધા અધીરા થઇ ગયા. કેમકે ખરેખર પેલી યુવતીએ મૂંઝવી દે તેવો સવાલ પૂછયો હતો. પરંતુ વિવેકાનંદે પોતાની સ્વસ્થતાને જરાય ગુમાવ્યા વગર જણાવ્યું કે, “અમારા ભારતદેશમાં તમારું-પશ્ચિમના લોકોનું-સ્થાન ક્યાં છે તે જણાવવા માટે જ મેં તમારા દેશમાં બનાવેલાં બૂટ પગમાં પહેર્યા છે.’’ આ જવાબ સાંભળીને અંગ્રેજો તો બિચારા ઠરી જ ગયા. ભારતીયજનો પ્રત્યેનો વિવેકાનંદનો આદર : આવો જવાબ આપવાની પાછળ સ્વામી વિવેકાનંદના મનમાં અંગ્રેજો પ્રત્યે કોઇ દ્વેષભાવ ન હતો. પરંતુ શિષ્ટાચારોથી સમ્પન્ન ભારતદેશ પ્રત્યે, એની સંસ્કૃતિ પ્રત્યે ભારોભાર અહોભાવ હતો. જ્યારે સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા ત્યારે કોઇ પત્રકારને એ આશા હતી કે હવે જ્યારે પરદેશમાં ઘણાં સ્થાનોમાં સ્વામીજી ફરી આવ્યા છે ત્યારે ત્યાંના અંગ્રેજોના જીવનવ્યવહાર વગેરેને જોઇને ચોક્કસ પ્રસન્ન થયા હશે અને ભારતના લોકોની અણઘડતા અને પછાતપણા પ્રત્યે સ્વામીજીને અણગમો પેદા થયો હશે. આ આશાથી પત્રકારે સ્વામીજીને પૂછ્યું ‘‘પરદેશમાં આટલું ફરી આવ્યા બાદ હવે આપને ભારતના લોકો કેવા લાગે છે ?’’ ત્યારે સ્વામીજીએ જવાબ આપતાં જણાવ્યું કે, “પરદેશમાં જતાં પહેલાં ભારતના લોકો મને પ્રેમ કરવા જેવા લાગતા હતા, પણ હવે તો તેઓ પૂજા ક૨વા જેવા લાગે છે.’’ શિષ્ટતાથી ભરેલા આ દેશ પ્રત્યે વિવેકાનંદના અંતરમાં કેટલો અદભુત ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ આદર હતો !! પાશ્ચાત્યોની અશિષ્ટતાભરી કથાઃ પાશ્ચાત્ય લોકોમાં કેટલેક ઠેકાણે કેવી ઘોર અશિષ્ટાતાઓ,વ્યાપી ચૂકી છે તેની એક નાનકડી ઘટના થોડા વખત પહેલાંના એક ગુજરાતી સાપ્તાહિકમાં વાંચવામાં આવી હતી, જે વાંચતાં શિષ્ટજનોના અંતરમાં વ્યથા ઉત્પન્ન થયા વગર રહેશે નહિ. લંડનમાં એક પુસ્તક પ્રગટ થયું છે. જેની લેખિકાનું નામ છે ડેબોરાહ મોગાચે. પુસ્તકનો વિષય છે: વીર્યદાન વડે પ્રજાને પેદા કરવાના અખતરાઓ કરવાથી કેવી ગરબડો પેદા થાય છે, તેના ઉપર આધારિત એક નવલકથા. આ નવલકથાનો વિષય લેખકે પોતાના જાતઅનુભવ ઉપર આધારિત લખ્યો છે. ડેબોરાહને બે બાળકો હતાં. તેની મોટી બહેનનાં લગ્ન થઈ ગયા બાદ તેને બાળકો જ ન થયાં. ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવીને થાકી ગયા છતાંય તેને બાળકો ન જ થયાં. આ પછી કૃત્રિમ વીર્યદાન દ્વારા તે બહેનને બાળક પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરાયા. જુદી જુદી ટ્રીટમેન્ટ અને વીર્યદાનના પ્રયોગોથી મોટી બહેન કંટાળી ગઇ કારણ કે વીર્યદાન દ્વારા બાળક-પ્રાપ્તિનો પ્રયોગ પણ સફળ થયો નહિ. - આખરે તેણે પોતાની નાની બેન ડેબોરાહ પાસે એક પ્રસ્તાવ મૂક્યો : “બેન ! મારા સુખને ખાતર તું તારો પતિ થોડા દિવસ માટે મને આપ.” શિષ્ટજનોને માટે સાંભળી પણ ન શકાય તેવા આ પ્રસ્તાવને પેલી નાની બેને સ્વીકારી પણ લીધો. તેણે પોતાનો પતિ પોતાની મોટી બહેનને થોડા દિવસ માટે ઉછીનો આપ્યો. અને ખૂબી તો એ વાતની છે કે પેલી મોટી બહેનના પતિએ પણ પુત્રની લાલસા ખાતર આવા અત્યંત અશિષ્ટ વ્યવહારને સંમતિ પણ આપી દીધી. મોટી બેનનો શારીરિક સંબંધ ડેબોરાહના પતિ સાથે થવા લાગ્યો. એના કારણે એને ગર્ભ પણ રહ્યો અને બાળક પણ અવતર્યું. Page #50 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પાછળથી ભારે તકલીફ ઊભી થઇ. જે કારણે ડેબોરાહના પતિ સાથે તેની મોટી બહેને સંબંધો બાંધ્યા હતાં તે કારણ પૂરું થઈ ગયા બાદ પણ તે સંબંધોનો અંત ન આવ્યો. અને આમ ડેબોરાહની દશા તો “હવેલી લેતાં ગુજરાત ખોવા” જેવી થઇ. આ આખી સત્ય ઘટનાને ખુદ ડેબોરાહે પોતે જ “ટુ હેવ એન્ડ ટુ હોલ્ડ” નામની પોતાની નવલકથામાં આલેખી છે. અશિષ્ટતાથી ભરેલા પાશ્ચાત્ય લોકોની આ કેવી ઘોર અશિષ્ટકથા છે !! આ કથા વાંચતા ક્યા શિષ્ટજનનું અંતર વ્યથાથી ઊભરાયા વગર રહ્યું હશે ! અને દુઃખની વાત તો એ છે કે આવા અશિષ્ટ દેશોની અને અશિષ્ટ માણસોની પ્રશંસા કરતાં આજના કેટલાક ભારતવાસીઓ થાકતા નથી. 'શિષ્ટાચારોને આદર અને આવકાર આપો : જો અશિષ્ટતાથી ભરેલા વિચારોને અને આચારોને જાકારો આપવો હશે તો શિષ્ટાચારોની ખૂબ પ્રશંસા થવી ઘટે. શિષ્ટ જનોએ આચરેલી સંસ્કૃતિને સર્વત્ર આદર અને આવકાર મળવો ઘટે. આ સંસ્કૃતિનો પ્રેમ ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં વ્યાપક બને તે માટેના તમામ પ્રયત્નો આપણે આચરવા જ પડશે. તે માટે ઘરના આંગણાથી શરુઆત કરવી જોઇશે. ભારતના વડાપ્રધાનથી માંડીને નાનકડી નિશાળનો પટાવાળો જ્યારે આજે સંસ્કૃતિના જાજરમાન મૂલ્યોને તિરસ્કારી રહ્યા છે, પાશ્ચાત્યોની પ્રશંસા કરીને શિષ્ટાચાર ભરેલી સંસ્કૃતિને અવગણી રહ્યા છે, અને ઇલેકટ્રોનિક ક્ષેત્રે ભારતને આગળ ધપાવીને ૨૧ મી સદીમાં ઝટ પહોંચી જવાની ઉતાવળ કરી રહ્યા છે, પછી છોને યત્રવાદના ખપ્પરમાં ભારતની પ્રજાનાં સુખ અને શાન્તિ હોમાઇ જાય...આર્થિક રીતે એની ખુવારી થાય...યત્રવાદનો વ્યાપક પ્રચાર થતાં ભારતીય પ્રજાની રોટીરોજી ઝૂંટવાઇ જાય...ત્યારે આવા વિકટ સમયમાં આપણા ઘરથી આપણી સંસ્કૃતિનો આપણે આદર શરુ કરવો પડશે અને જ્યાં જ્યાં સુંદર શિષ્ટાચારો દેખાય ત્યાં ત્યાં તેની પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા કરીને તેને આવકાર આપવો જોઇશે. આમ કરવાથી તે તે શિષ્ટાચારો પ્રજાજીવનમાં વ્યાપક પ્રમાણમાં ફેલાતા જશે. આ ઉપરાંત જે કોઇ અશિષ્ટ આચારો જ્યાં ક્યાંય પણ દેખાય ત્યાં તેનો R ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ સચોટપણે-પણ ઉચિત રીતિએ-પ્રતિકાર કરવો જોઇએ. કારણ કે શિષ્ટાચારપ્રશંસાની બીજી બાજુ છે અશિષ્ટાચારોની અવગણનાં...એક બાજુ શિષ્ટાચારોની પ્રશંસા કરવામાં આવે પરંતુ જો બીજી બાજુ અશિષ્ટાચારોનો તિરસ્કાર, અવગણના ન કરાય તો તેનો ઝાઝો અર્થ જ રહેતો નથી. હિટલર અને ઔરંગઝેબ જેવા દુષ્ટ શાસકોએ પણ અમુક શિષ્ટાચારોને ઉચિત રીતે આવકાર્યા છે ત્યારે આજના બુદ્ધિજીવી અને પાશ્ચાત્યપ્રેમી કેટલાક ભારતીયજનો એ જ શિષ્ટાચારોને અવગણી રહ્યા છે ત્યારે મનમાં ભારે ખેદ થાય છે. નારીઓને નોકરી છોડાવતો હિટલર : હિટલરે સત્તા ઉપર આવતાંની સાથે જ હુકમ કર્યો હતો કે તમામ સ્ત્રીઓએ નોકરી કરવાનું બંધ કરીને પોતાના ઘરકામમાં, પતિની સેવામાં અને પોતાનાં બાળકોના ઉછેરમાં લાગી જવું. કારણ કે હિટલર માનતો હતો કે નોકરી ક૨તી નારી માટે શીલની સુરક્ષાનો પ્રશ્ન અત્યન્ત જટિલ બની રહે છે અને દેશની અંદર નારીઓ કુશીલવતી બનશે તો દેશની પ્રજા સદાચારી અને સત્ત્વશીલ શી રીતે બની શકશે ? આથી જ નારીએ શીલની રક્ષા ખાતર નોકરી વગેરે દ્વારા થતા લાભોને તિલાંજલિ આપવી જોઇએ. હિટલર જેવો સરમુખત્યાર પણ જ્યારે ‘નારીને માટે ઘ૨ અને પતિ તથા બાળકોની કાળજીને'' જ ઉચિત ગણતો હોય...ત્યારે ભારતના કેટલાક ડીગ્રીધારી લોકો નારીને ઘરના બંધિયાર વાતાવરણમાંથી મુક્ત કરીને બહારના ક્ષેત્રમાં લાવવાની વાતો'' કરી રહ્યા છે...અને એ રીતે ભારતીય નારીઓના શીલના પ્રશ્નો જટિલ બનાવી રહ્યા છે તે કેટલું દુ:ખદ ગણાય. ઔરંગઝેબનો શિષ્ટાચાર-પ્રેમ : જ એવો જ બીજો એક પ્રસંગ છે ઔરંગઝેબની નારી-સન્માનની ભાવનાને પ્રગટ કરતો. ઔરંગઝેબની દીકરી ઝેબુન્નીસા એકવાર ઢાકાની અત્યંત ઝીણી મલમલની સાડી પહેરીને તેની પાસે આવી હતી. તેમાંથી તેનાં અંગોપાંગો સ્પષ્ટપણે જોઇ શકાતાં હતાં. આ જોઇને ઔરંગઝેબ ત્રાસી ઊઠ્યો અને તેણે હુકમ કર્યો: ‘‘આ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ નફફટ નારીને અહીંથી લઈ જાઓ. એ મારી દીકરી હોઇ જ ના શકે અને હમણાં જ તેને જલાવી દો.” અલબત્ત, અહીં ઔરંગઝેબનો તે નારીને જલાવી દેવાનો કરેલો હુકમ જરાયે સારો ન હતો, પરંતુ પોતાની દીકરી પણ અશિષ્ટતાથી ભરેલો ઉદભટ વેશ પહેરે તે તેને જરાયે માન્ય ન હતું. આ દષ્ટિએ ઔરંગઝેબની શિષ્ટાચાર પ્રિયતાને તે અંશમાં પ્રશંસવી જોઇએ. દુકાળોથી પીડિત માનવોનો પણ ઉત્તમ શિષ્ટ-ગુણ : આઠ આઠ વર્ષથી જ્યાં પાણીનું ટીપુ નહોતું પડ્યું, રાજસ્થાનના જેસલમેર જેવા સૂકા-ભટ પ્રદેશમાં લોકોને ખાવા ધાન ન હતું. આઠ આઠ કારમાં દુકાળોએ લોકોની કમર ભાંગી નાંખી હતી, પણ તેઓ હિંમત હાર્યા ન હતા. “જેવાં આપણાં કર્મ !' આમ બોલીને તેઓ ભૂખના દુઃખને સહન કરી રહ્યા હતાં. | દીન-દુઃખિયાના સહારા જેવા બે ઉદાર પુરુષો એક દિવસ એ પ્રદેશમાં આવી ઊભા, સાથે એક મોટો ખટારો હતો, જેમાં ખીચોખીચ બાજરો ભરેલો હતો. એ પ્રદેશના લોકોને બોલાવીને એ ઉદર પુરુષોએ કહ્યું “અમારે ઘણા પ્રદેશોમાં હજી ફરવું છે. આ બાજરો અમે અહીં ખડકી દઇએ છીએ. બાજરાના આ ઢગલામાંથી સહુ પોત-પોતાની જરૂરિયાત પ્રમાણે લઇ જ્જો. અમે સાત દિવસ બાદ અહીં પાછા આવીશું ત્યારે આપણે બીજી વાતો કરીશું.” સાત દિવસ પસાર થઈ ગયા. પેલા ઉદાર પુરુષો પાછા ફર્યા ત્યારે તેમણે જ્યાં એ આશ્ચર્ય જોયું તે માનવા ઘડીભર તેમનું મન તૈયાર ન થયું. બાજરાનો આખો ઢગલો જેમનો તેમ પડ્યો હતો. તેમના અંચબાનો કોઇ પાર ન રહ્યો. તેમણે જ્યારે ત્યાંના લોકોને આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે લોકોએ જણાવ્યું એ “અમે ગરીબ જરુર છીએ. અમારે અનાજની સખત જરુરત પણ છે, પણ અમે મફતિયું લેવા નથી માગતા. તમે અમને કામ આપો. મજૂરી આપો. અમે મજૂરી કરીશું અને તેના બદલામાં તમે અમને બાજરી આપજો. બાકી સાવ મફતમાં લેવા અમે જરાયે તૈયાર નથી.” પેલા બે ઉદાર પુરુષો, ધનથી ગરીબ પણ મનથી મહાન અમીર એવા એ લોકોની હિંમત અને અજબની ટેકને જોઇને ખરેખર નમી પડ્યા. Page #53 -------------------------------------------------------------------------- ________________ મફતનું લેવાની વૃત્તિ જ્યારે આજે માનવસમાજમાં અત્યંત ફેલાતી જાય છે ત્યારે, આઠ આઠ દુકાળોમાં ખાવા ધાન વગર તરફડતા છતાં મફતનું નહિ જ લેવાની દ્રઢ ઇચ્છાશક્તિને ધારણ કરતા આ શિષ્ટજનોના ચરણે કોનું મસ્તક નહિ ઝૂકી જાય ? “મફતનું મળેલું બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. મફતિયા મળેલું ધન અને ધાન્ય મનને વિકૃત કરે છે. એનાથી આપણી હિંમત ચાલી જાય છે. આપણું મનોબળ અને વાભિમાનતાનેય આપણે ગુમાવી દેનારા બની જઇએ છીએ.” શિષ્ટ પુરુષોની આવી આવી સુંદર વિચારધારાઓને જગતમાં વ્યાપક કરવાની ખૂબ જરૂર છે અને એ માટેનો સૌથી મોટો ઉપાય છે. જ્યાં જ્યાં જેની જેની પણ શિષ્ટજનોને શોભે એવી પ્રવૃત્તિ દેખાય ત્યાં ત્યાં તેની તેની તે તે પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરવી. શિષ્ટાચારની પ્રશંસા કરવી તે માર્ગાનુસારીપણાનો બીજો ગુણ છે. • ભગવાન આપણને પૂછે છે. તું મારા માર્ગમાં છો કે સંસારના? • શાસ્ત્રયોગ અને સામધ્યયોગ માટેની તાકાત નથી તો ઇચ્છાયોગની શક્યતામાં પ્રગતી કરો. - : :::::::::: : - ::::::::::: Page #54 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ (8 જો ગુણ) ૦ ૦ ૦ ૦ લગ્ન પણ કોની સાથે ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ 37-શીન : સામૈદ્ધ, તોડાદોડચીત્રઃ II. | (ઉચિત-વિવાહ) | સૌથી શ્રેષ્ઠ તો છે બ્રહ્મચર્યનું પાલન અને આવું પાલન | જે સાધુઓ અને કેટલાક સંસારી-જનો (જે કોઇ) યથાર્થ-રુપે | કરે છે...નિર્દન્મભાવે કરે છે. તે સહુ આત્મા વન્દનના અધિકારી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - બ્રહ્મચર્યની આવી જ્વલંત સાધના જે આત્માઓ જીવનભર નથી કરી શકતા, તેવા સંસારી-માણસો માટે “લગ્ન, કરવું તે એક અનિવાર્ય બની રહે છે. આવા આત્માઓ લગ્ન પણ શા માટે કરે ? લગ્ન એ | ભોગ માટે છે કે બ્રહ્મચર્યના યોગની સાધનાની પ્રેક્ટિસ માટે ? લગ્ન કરવું તો ક્યાં કરવું? કેવા પાત્રની સાથે કરવું ? પાત્રની | પસંદગીમાં અતિ ચીવટ અને ધર્મને પ્રાધાન્ય આપવું શા માટે જરુરી છે ? વગેરે શંકાઓના સતર્ક અને સુતર્ક સમાધાન તમને મળશેઃ આ ગુણના વાંચન-મનનથી... માર્ગાનુસારી આત્માનો ત્રીજો ગુણ છે: ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ LIBRAઉચિત-વિવાહ ૦ ૦ ४७ Page #55 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં ત્રીજો નંબર છે ઃ ઉચિત-વિવાહ. ઉચિત વિવાહ એટલે યોગ્ય વિવાહ. વિવાહની વાત નીકળી છે એટલે કામ પુરુષાર્થની વાત આવે જ. આર્યાવર્તની સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઉપર નિર્ભર છે, મોક્ષ એમાં પ્રધાન પુરુષાર્થ છે અને ધર્મ તેમાં પ્રબળ સહાયક પુરુષાર્થ છે. અર્થ અને કામને પણ પુરુષાર્થ કહેવાનું કારણ એ કે તે બંને ધર્મ દ્વારા સુનિયત્રિત હોય. સૌથી શ્રેષ્ઠ બ્રહ્મચર્યનું પાલન ઃ સૌથી શ્રેષ્ઠ તો એ છે કે જેઓ જીવનભર ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રેષ્ઠ એવા ધર્મ-પુરુષાર્થને આરાધે છે. એવા છે જૈન મુનિઓ અને સાધ્વીજી મહારાજો, જેઓ સંસારમાં અઢળક વૈભવ અને ઋદ્ધિ-સમૃદ્ધિ હોવા છતાંય તેના પ્રત્યે જ્વલંત વૈરાગ્ય કેળવીને જીવનભર બ્રહ્મચર્યની સુંદ૨ સાધના કરે છે અને ઉત્તમ સંયમનું પાલન કરે છે. તેઓ ખરેખર અતિ ધન્ય છે. લગ્નસુખ મેળવવાની અતિ અનુકૂળતા હોવા છતાં જેઓ એને દુ:ખરુપ માનીને પહેલેથી જ ત્યજી દે છે એવા મુનિઓ તો અતિ ધન્ય છે જ. પરંતુ પેલો લોચનદાસ પણ ધન્ય છે કે જે ગયો હતો તો લગ્નસુખ મેળવવા, પણ એક સામાન્ય ઘટનાએ જેને જીવનભરનો બ્રહ્મચારી બનાવી દીધો. લોચનદાસ અને તેની પત્નીની વીરતા : સામાન્ય સ્થિતિનો આ લોચનદાસ અતિ ગરીબ હતો. આથી એ જોરદાર ઠાઠમાઠ સાથે લગ્ન-પ્રસંગને ઊજવવા સમર્થ ન હતો. સાદાઇથી જ લગ્ન કરવા તે આવી રહ્યો હતો જે ગામમાં તેની મંગેતર રહેતી હતી ત્યાં. ગામના પાદરે એક કૂવો હતો. ત્યાં કેટલીક પનિહારીઓ પાણી ભરી રહી હતી. ત્યાં આવીને પેલો લોચનદાસ થોભ્યો. એણે એક પનિહારીને પૂછ્યું, “એ બેન ! અમુક ભાઇનું ઘર ક્યાં આવ્યું ?'' ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ પેલી રૂપવતી કન્યાએ આંગળીનો ઇશારો કરીને તે ભાઇનું ઘર બતાવી દીધું. લોચનદાસ તો તે ભાઇના ઘરે પહોંચી ગયો. નિયત મુહૂર્ત લોચનદાસનાં તેની મંગેતર સાથે લગ્ન થઇ ગયાં. રાત પડી. બંને પતિ અને પત્ની શયનખંડમાં ભેગાં થયાં. જ્યારે લોચનદાસે પેલી કન્યાનું મોં જોયું ત્યારે તે તો આભો જ બની ગયો. “અરે ! આ તો એ જ કન્યા ! જેને આજે સવારે મેં મારા ભાવિ સસરાનું ઘર પૂછેલું ! અને આ કન્યાને તો મેં “બેન !” કહીને સંબોધેલી..” ' પેલી કન્યા પણ સ્તબ્ધ બનીને લોચનદાસ સામે જોઇ રહી. એને પણ સવારની સઘળી ઘટના યાદ આવી ગઈ. ધીરે રહીને તે કન્યામાંથી નવોઢા બનેલી નારીએ લોચનદાસને કહ્યું “આજે સવારે આપે મારું જ ઘર પૂછતાં મને “બેન !' કહીને સંબોધી હતી ને ? તો હવે આપની “બેન' બની ગયેલી મારાથી આપની સાથે “પત્ની તરીકેનો વ્યવહાર કેવી રીતે થાય ? “કાંઇ વાંધો નહિ. હું આ જિંદગીમાં આપની “બેન જ બની રહેવા ઝંખું છું. આપ બીજી કોઈ કન્યા સાથે લગ્ન કરી લો અને સુખેથી સંસાર માંડો, પરંતુ મારી આપને વિનંતી છે કે આપ મને આપનાં ચરણોની સેવામાં રાખો. મને સેવાની ભૂખ છે, વાસનાની નહિ. મારી આટલી પ્રાર્થના આપ સ્વીકારો.” પોતાના સુખનું અદ્ભુત બલિદાન આપીને પતિના સુખની જ ઝંખના કરતી આ નારી પ્રત્યે લોચનદાસનું અંતર નમી પડ્યું. એની આંખો અશ્રુજળથી ઊભરાઈ આવી. ' લોચનદાસે કહ્યું “તું મારા ખાતર જે બલિદાન આપવા તૈયાર થઇ છે તેને હું એળે નહિ જવા દઉ. હવે તને છોડીને હું બીજી સ્ત્રી સાથે લગ્ન કરું તો કલંકિત ગણાઉ. ના...આપણે બેઉ હંમેશ સાથે જ રહીશું. હા...જીવનસાથી...! પણ પતિ અને પત્નીરુપે નહિ તો ભાઈ અને બેન રુપે...પછી તને કાંઇ વાંધો છે ?” અને લોચનદાસની આ અદભુત વીરતા ઉપર એની પત્ની પણ ઓવારી ગઇ. ત્યાર બાદ બંને જણાએ જીવનપર્યત બ્રહ્મચર્યનું પાલન કર્યું. Page #57 -------------------------------------------------------------------------- ________________ મોક્ષલક્ષી ધર્મપ્રધાન સંસ્કૃતિ : ૮ (આર્યદેશ આવા સદાચારી અને બ્રહ્મચારી વીર પુરુષોથી શોભતો હતો. આ દેશની ધરતી ઉપર સંતો બ્રહ્મચર્યના ગુણગાન ગાતા અને સંસારીઓ પણ શક્ય એટલા બ્રહ્મચર્યનુ સંસારી અવસ્થામાં પણ પાલન કરતા. ભારતની આર્યપ્રજા મળેલા માનવજીવનનો સાર મોક્ષને પામવા જ તેનો સદુપયોગ ક૨વામાં છે એમ માનતી અને એથી એમના જીવનનું મુખ્ય લક્ષ મોક્ષ રહેતું અને તેને પામવા માટે ધર્મપ્રધાન સંસ્કૃતિનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે. આજ સુધીમાં આ સંસ્કૃતિને ખતમ કરવા અને તેની સુવ્યવસ્થાને તોડી નાખવા અનેક પ્રકારનાં આક્રમણો-ઝંઝાવાતો આવ્યાં અને ગયાં, પરંતુ આ સુવ્યવસ્થા અનેક સંતો અને મહાસંતો દ્વારા આયોજિત છે અને એથી જ એ આજે પણ અવ્યાહતપણે ઊભેલી છે. એને ઊખેડી નાખવાના પ્રયત્નો જે જે માણસોએ કર્યા તે સહુ કાળની અકળ ગર્તામાં વિલીન થઇ ગયા. આ સુવ્યવસ્થાને ધક્કો ન મારશો : આ સુવ્યવસ્થાને ધક્કો મારવાનું કૃત્ય આપણે કદી ન કરવું જોઇએ. આપણા વ્યક્તિગત સ્વાર્થો કે વાસનાઓને ખાતર તે વ્યવસ્થાને તોડી નાખવાની વૃત્તિ કે પ્રવૃત્તિ કદી ન કરવી જોઇએ. કદાચ એમ કરવાથી આપણને ક્યારેક તત્કાલીન લાભને બદલે અલ્પ લાભ અથવા નુકસાન પણ જણાતું હોય...પરંતુ તેનાં અંતિમ પરિણામો ચોક્કસ લાભદાયી જ બનવાનાં. તાત્કાલિક લાભોના વિચારને મુખ્યતા આપીને એ સુવ્યવસ્થાનાં આયોજનોને ધક્કો મારવાથી આપણું અને સમગ્ર આર્યપ્રજાનું ઘોર અહિત જ છે. તે આપણે બરાબર સમજી લેવું જોઇએ. હવે મૂળ વાત ઉપર આવીએ. જેઓ જીવનભર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી, તેવા આત્માઓને માટે લગ્ન કરવું અને તે રીતે કામપુરુષાર્થને સેવવો તે અનિવાર્ય બની રહે છે. અર્થ અને કામ પુરુષાર્થ ક્યારે બને ? જો કામ પુરુષાર્થ સેવવો જ છે તો તે પુશુઓની જેમ ગમે તેની સાથે અને ગમે તે રીતે ઉન્મત્ત બનીને ન સેવાય, પરંતુ તેમાં પણ ધર્મને જ પ્રધાનતા અપાય ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ અને સદાચારાદિ દ્વારા તેને નિયંત્રણમાં રખાય તે માટે આર્યદેશમાં લગ્નની વ્યવસ્થાને માટે ઉચિત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ના અર્થ અને કામ પણ ત્યારે જ પુરુષાર્થરૂપ બને છે કે જ્યારે તેને ધર્મ દ્વારા નિયંત્રિત કરવામાં આવે. અર્થ (પૈસા)ને મેળવવામાં નીતિ અને ન્યાયરૂપી ધર્મ દ્વારા અર્થની વાસનાને નિયંત્રિત કરાય તો તે અર્થપુરુષાર્થ બને, નહિ તો તે અર્થોધતા કહેવાય. એ જ રીતે કામના ઉપભોગમાં પણ પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ વગેરે રૂપ સદાચારસ્વરુપ ધર્મ દ્વારા કામ-વાસનાને નિયંત્રિત કરાય તો તે કામપુરુષાર્થ કહેવાય, નહિ તો તે કામાંધતા કહેવાય. - આર્યદેશના મહાસંતોએ વિચાર્યું કે જો આર્યપ્રજાને ખરેખર સુખી અને ધર્મી બનાવવી હશે તો તેને કામવાસના સંબંધમાં ચોક્કસ નીતિનિયમોનું પાલન કરવું જ પડશે. આથી તેમણે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહિ, વગેરે બાબતોને શાસ્ત્રો દ્વારા સમજાવી. ભિન્ન ગોત્રજ અને સમાન કુળ-શીલાદિ સાથે વિવાહ : ભિન્ન ગોત્રવાળા અને સમાન કુળ તથા શીલવાળા સાથે જ વિવાહ કરવો જોઇએ. આવો વિવાહ “ઉચિત-વિવાહ' કહેવાય. જે પુરુષના અગર સ્ત્રીના પિતા વગેરે સાત પેઢી સુધીમાં એક બની જતા હોય તેને સમાન-ગોત્રવાળા કહેવાય. તે બે સ્ત્રી-પુરુષનો વિવાહ ન થાય. તે અનુચિત વિવાહ કહેવાય. સમાન-ગોત્રીમાં વિવાહ કરવાથી તે બંનેનું લોહી એક પ્રકારનું હોવાથી તેમનાં સંતાનોમાં સાંકર્ય, હીનતા વગેરે દોષો થવાની સંભાવના છે અને જો ભિન્ન ગોત્રી હોય તો ઉપર્યુક્ત દોષો ન થાય. સંતાનો બળવાન, બુદ્ધિમાન અને શીલવાન વગેરે પાકે. જેમ ગોત્ર ભિન્ન જોઇએ, તેમ કુળ અને શીલ તો સમાન જ જોઇએ. પિતા-દાદા આદિ પૂર્વ પુરુષોનો વંશ તે કુળ કહેવાય. આ કુળ બંને પક્ષે ઉત્તમ હોવાં જોઇએ. પોતે ઉત્તમ હોય અને સામી વ્યક્તિ હલકા કુળની હોય તો પ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ લગ્નજીવન સુવ્યવસ્થિત ન રહે. શીલ એટલે આચાર-વિચાર. તે પણ બંને પક્ષે સરખા જોઇએ. એક માંસાહારી હોય અને બીજી વ્યક્તિ શુદ્ધ શાકાહારી હોય, એક દારુ વગેરે પીનાર અને બીજો તેનો ત્યાગી, એક રાત્રિભોજન-કંદમૂળાદિનો ત્યાગ અને બીજો તેનો ઉપભોક્તા હોય તો ભારે મુશ્કેલી સર્જાય.' " એક શાંત સ્વભાવી હોય જ્યારે બીજો અતિ ક્રોધી હોય, એક વ્યક્તિ ધાર્મિક હોય અને બીજી વ્યક્તિ સાવ નાસ્તિક હોય...આવાં કજોડાંઓમાં સતત સંઘર્ષ, ક્લેશ અને કંકાસ વ્યાપે. તેનાથી બંનેના અને તેમનાં સંતાનોના મનમાં પણ સતત ઉગ રહે. જીવનમાં વિપરીત અસરો જોવા મળે. ક્યારેક એકબીજાને મારી નાંખવાની ઘટનાઓ પણ બનવા પામે. ભર-કોર્ટમાં પતિને ઠાર કરતી સાધના : અહીં યાદ આવે છે. અંકારા નામના ગામમાં બનેલી એક સત્યઘટના. કેટલાંક વર્ષો પહેલાની વાત છે. કોલેજમાં ભણતા રમેશ અને સલમા એક-બીજાના પ્રેમમાં પડ્યાં. બંને જણાએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. બંનેએ પોત-પોતાનાં માતા-પિતાને વાત કરી. રમેશ હતો હિન્દુ અને સલમા હતી મુસલમાન. આથી બંનેનાં માતા-પિતાઓએ સખત વિરોધ કર્યો. છતાં માતા-પિતાની ઉપરવટ જઈને તેઓએ લગ્ન કરી લીધાં. રમેશે સલમાનું નામ બદલીને સાધના રાખ્યું. સલમાને તે અંગે કશો વાંધો ન હતો. ગુલાબી તનબદન...વાચાળતા...મોહકતા અને પરસ્પરનું આકર્ષણ...આ બધાથી તેમનો સંસાર સુખી જણાતો હતો. લગ્ન કરીને તરત જ રમેશ મા-બાપથી જુદો થઇ ગયો હતો. સુખ-ભરપૂર છ મહિના તો પસાર થઈ ગયા. પણ પછી નાની નાની વાતોમાં રમેશ અને સાધના વચ્ચે કંકાસ થવા લાગ્યો. - એક દિવસની વાત છે. વાત કાંઇ વધુ વણસી. બંને વચ્ચે ઝપાઝપી થઇ ગઇ. ક્રોધમાં આવી જઇને સાધનાએ રમેશ ઉપર ફોજદારી કેસ કર્યો. રમેશે પણ ..................... .. ... Page #60 -------------------------------------------------------------------------- ________________ પોતાનો વકીલ રોક્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. - સાધના અને રમેશના વકીલો સામસામી સુનાવણીઓ કરવા લાગ્યા. કેવી કરુણતા ! એક વખતના પ્રેમી-પંખીડાંઓ આજે એક-બીજાની પાંખ કાપી નાંખવા મેદાને પડ્યાં હતાં. - ન્યાયાધીશના ચુકાદાનો દિવસ આવી ગયો. પેલી સાધના “રિવોલ્વર લઇને કોર્ટમાં જજનો ચુકાદો સાંભળવા આવી. આખો હોલ માણસોથી ચિક્કાર ભરાઇ ગયો હતો. ન્યાયાધીશે ચુકાદો આપી દીધો “આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવે છે.” અને તરત જ રિવોલ્વરમાંથી ઠા...ઠા...ઠા... ત્રણ ગોળીઓ છૂટી. એ ગોળીઓ છોડનાર બીજું કોઇ નહિ...રમેશની એક વખતની પ્રિયતમા સલમા ઉર્ફે સાધના જ હતી. જેણે પોતાના પ્રિયતમ રમેશને રિવોલ્વરની ગોળીઓથી વીંધી નાંખ્યો હતો. રમેશ લોહીના ખાબોચિયામાં ઢળી પડયો અને તરત જ તેણે પ્રાણ છોડી દીધા. પોલીસોએ દોડીને પેલી સાધનાને પકડી લીધી. તેના મોં ઉપર જરાયે રંજ કે દુ:ખ ન હતું. નફ્ફટ બનીને તે હસતી હસતી બોલી: “હવે મારું ગમે તે થાય, તેનો મને કોઇ અફસોસ નથી. મેં તેને મારી નાંખ્યો. કામ પૂરું થયું. આવા ગમારોની સાથે જીવવા કરતાં તો તેને મોતને હવાલે જ કરી દેવા જોઇએ અને તેથી જ મેં તેમ કર્યું છે.' કહો: રમેશનું કરુણ મોત કેમ થયું? માતા અને પિતાની આશિષ વગર તેણે એક એવી અયોગ્ય અને હલકા કુળની છોકરીને પસંદ કરી લીધી હતી, જેણે તેનું જીવતર ધમરોળી નાંખ્યું. હલકા કુળની વ્યક્તિ સાથે લગ્ન કરવાથી કેવાં ભયંકર પરિણામો આવે તેની સચોટ પ્રતીતિ આ કથા આપણને કરાવી જાય છે. નાથાલાલના જીવનને બરબાદ કરતી સરલા : હલકું લોહી ધરાવતી વ્યક્તિ ક્યારે પોતાનું પોત પ્રકાશી મૂકે તેનો કોઇ ભરોસો હોતો નથી. ૫૩, Page #61 -------------------------------------------------------------------------- ________________ નાથાલાલે એવી જ એક અભાગણ સ્ત્રી સાથે લગ્ન કરી નાખ્યાં હતાં. કિસ્મતે તેમને એવી હલકી સ્ત્રી સાથે બાંધી દીધા હતા. નાથાલાલ હતા તો ગરીબ પરંતુ ભાગ્યયોગે સટ્ટો રમતાં રમતાં રાતોરાત લાખો રૂપિયાના માલિક થઈ ગયા હતા. સટ્ટાની રમત અને લતે તેઓ એવા ચડ્યા કે વાત ન પૂછો ! જેમ જેમ લાભ વધતો ગયો તેમ તેમ લોભ-દશા પણ વધતી ચાલી. અનેક લુચ્ચા મિત્રો નાથાલાલની આસપાસ ઘેરાઇ વળ્યા હતા. એક દિવસની વાત છે. નાથાલાલ જુગારના દાવમાં હારતા જ ગયા, હારતા જ ગયા. ધીરે ધીરે તેમણે બધુંય ખોઇ નાંખ્યું. હારની બાજીને જીતમાં પલટવા શેઠ રમતા જ ગયા અને અંતે લાખ રૂપિયાનું દેવું થઇ ગયું ત્યારે શેઠ હતાશ થઈ ગયા અને તેઓ ઊભા થયા. ઘર તરફ ચાલતા નાથાલાલ શેઠનું મોં પડી ગયું હતું. એમના પગ દારુડિયાની જેમ લથડિયાં ખાતા હતા. દેવું ન ચૂકવાય તો પોતાની આબરુ ખલાસ થઈ જાય તેમ હતું. હવે શું કરવું ? શેઠ મુંઝાઈ રહ્યા હતા. ત્યાં અચાનક કશુંક યાદ આવ્યું અને શેઠ ખુશખુશાલ થઇ ગયા. એમને યાદ આવ્યાં પોતાની પત્નીના ઘરેણાં. સસ્તાઇના તે જમાનામાં શેઠે પોતાની પત્ની સરલાને એક લાખના ઘરેણાં બનાવી આપ્યાં હતાં. શેઠે વિચાર્યું સરલાને મારા પ્રત્યે અનન્ય સ્નેહ છે તેથી મારી આબરુ બચાવવા તે જરુર લાખ રૂપિયાના ઘરેણાં મને આપી દેશે. કારણ કે સરલા ઘણીવાર કહેતી : “તમારા વગર મારે આ સંસારમાં શું છે ? કાંઇ નહિ. તમે જ મારું સર્વસ્વ છો. તમારી ખાતર અવસરે મારા પ્રાણ પણ આપવા પડે તો હું તૈયાર છું.” સરલાના આ શબ્દોને સરલ-સ્વભાવી નાથાલાલે સાચા માની લીધા હતા આથી તેઓ પ્રસન્ન થઈ ગયા હતા. ઘરે પહોંચીને સરલાને તેમણે કહ્યું “સરલા ! જો મેં તને જે લાખ રૂપિયાનાં ઘરેણાં કરાવી આપ્યાં છે, તે તું મને હમણાં જ આપ કારણ કે આજે મારી આબરુ હોડમાં મુકાઈ ગઈ છે. કાલે પૈસા થશે એટલે હું તને બે લાખના ઘરેણાં કરાવી આપીશ.” નાથાલાલ શેઠના મનમાં એમ કે હું કહીશ એટલે સરલા સરળતાથી તરત Page #62 -------------------------------------------------------------------------- ________________ જે ઘરેણાં આપી દેશે પણ શેઠની ધારણા સાવ ઊલટી પડી. સરલાએ સાફ શબ્દોમાં સંભળાવી દીધું “ઘરેણાં તે કાંઈ અપાતાં હશે ? તમારે જે કરવું હોય તે કરો. હું ઘરેણાં આપવાની નથી.” શેઠ સરલાનો આ જવાબ સાંભળીને જબ્બર આઘાત અનુભવી રહ્યા. તેમણે સરલાને તેના શબ્દોની યાદ આપતાં જણાવ્યું “તું તો મારા માટે પ્રાણ આપવાની તૈયારી બતાવતી હતી, તો આજે ઘરેણાં માટે કેમ ના પાડે છે ?” પરંતુ સરલા કોઇ રીતે માનવા તૈયાર ન જ થઇ, તે ન જ થઇ. શેઠને આબરુ બચાવવાનો છેલ્લો ઉપાય પણ નિષ્ફળ જતો દેખાયો અને શેઠે તુરત જ ઘરનો ત્યાગ કર્યો. સરલા એમ સમજતી હતી કે : “ક્યાં જશે ? હમણાં પાછા આવશે.” પણ શેઠ ગયા તે ગયા. ત્રીસ ત્રીસ વર્ષ બાદ પણ શેઠનો કોઇ પત્તો ન હતો. છતાં નફ્ફટ સરલા બની-ઠનીને બહાર નીકળતી. ઘરેણાં પણ પહેરતી. અને કોઇ કહેતું “સરલા ! હવે તારે વિધવાની જેમ રહેવું જોઇએ. તને આ બધું શોભતું નથી.' તો સરલા સાફ સુણાવી દેતી: “મારા પતિનું મડદું લઈ આવો તો જ હું વિધવા કહેવાઉં.' નાથાલાલ શેઠની જિંદગીને બરબાદ કરી નાખનાર કોણ ? કોઈ પણ કહેશે કે : એમની પત્ની સરલા. પણ ના...આ જવાબ સાચો નથી. સાચો જવાબ આ છે કે સરલા જેવી હલકી સ્ત્રીને પરણવાની શેઠ નાથાલાલની અતિ ગંભીર ભૂલ. એ જ નાથાલાલની જીવન-બરબાદીનું મૂળ કારણ છે. આપણું જીવન ઘણું મૂલ્યવાન છે. મોંઘેરા માનવજીવનને સફળ કરવામાં કે બરબાદ કરવામાં બહુ મોટો હિસ્સો “જીવનસાથીનો છે માટે જ લગ્ન કરતાં પહેલા જીવનસાથીની પસંદગીમાં અત્યંત વિવેક કેળવવો જરૂરી છે. સવાલ : અમને મળેલ જીવનસાથી ગમે તેવી વ્યક્તિ હોય..પણ જો આપ ભલા તો જગ ભલા.” આપણો સારા હોઈએ તો સામી વ્યક્તિ પણ સારી થાય અને આપણે આપણા જીવનમાં ધર્મ વગેરેની આરાધના કરવી હોય તો ૫૫ છે work Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવનસાથીની અયોગ્યતા આપણને રોકી શકતી નથી. જવાબ : આ વાત સવશે સાચી નથી. હા...બહુ ઊંચી કક્ષાના જીવોની વાત જુદી છે. જેમને નિમિત્તની અસર ન થતી હોય...અવળું નિમિત્ત પણ એમને વિપરીતરુપે ન પરિણમે. બાકી...સામાન્ય રીતે જીવો નિમિત્તવાસી હોય છે. જેવું તેમને નિમિત્ત મળે તેવા પ્રકારનું તેમનું જીવન બને. આથી જ જીવનસાથી રુપી નિમિત્ત જેટલું ઉત્તમ હોય તેટલું પોતાનું જીવન પણ ઉત્તમ બનવાની શક્યતા ઘણી વધારે છે. એથી ઊલટું જીવનસાથી હલકી કક્ષાની વ્યક્તિ હોય તો તે ધર્મમાં અંતરાયભૂત બને. જીવનને અધોગામી બનાવવામાં મોટું કારણ બને. ' નિમિત્તની કેવી પ્રબળ અસર હોય છે ! એ વાત સમજવા માટે એક સત્ય-ઘટનાને આપણે જાણીએ. યુરોપના કોઇ દેશનાં પતિ અને પત્ની હતાં. તેઓ બંને દેખાવે ખૂબ ગોરા હતાં. સુખ અને શાંતિથી ભર્યું-ભર્યું એમનું જીવન હતું. પરંતુ એક ઘટનાએ એમના પ્રશાંત-જીવનમાં અશાંતિનું વાવાઝોડું ફેલાવી દીધું. એમનું જીવતર ઝેર જેવું બની ગયું. ઘટના આ પ્રમાણે બની: સ્ત્રીએ પ્રથમ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળક સંપૂર્ણપણે હબસી જેવું કાળું લાગતું હતું. આથી એના ગોરા પતિના મનમાં શંકા જાગી કે પોતાની પત્ની ચોક્કસ ચારિત્ર્યથી હીન હોવી જોઇએ અને કોઇ હબસી સાથેના સંબંધમાં હોવી જોઇએ નહિ તો બાળક હબસી જેવું થાય જ શી રીતે ? પણ...ખરેખર બાઈ સંપૂર્ણપણે નિર્દોષ હતી. આથી પતિએ જ્યારે તેની સામે પોતાની શંકા રજૂ કરી ત્યારે બાઇએ તેનો સખત વિરોધ કર્યો અને પોતે સંપૂર્ણ નિર્દોષ હોવાની જોરદાર રજૂઆત કરી. , પતિ ન માન્યો. તેણે વાત કોર્ટ સુધી ઘસડી. કોર્ટમાં કેસ ચાલ્યો. ઘણી ઊલટ-સૂલટ તપાસ થઈ. પણ ન્યાયાધીશને પણ કોઈ સત્ય હાથ લાગતું ન હતું. આથી તેઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અંતે ન્યાયાધીશે તે પતિ-પત્નીના શયનખંડને જોવાની ઇચ્છા દર્શાવી. તેઓ તેમના ઘરે આવ્યા. શયનખંડને જોતાં જ આ કેસ અંગે એક મહત્ત્વની બાબત Page #64 -------------------------------------------------------------------------- ________________ તેમના ધ્યાનમાં આવી ગઇ. બીજે દિવસે ન્યાયાધીશ ચુકાદો આપવાના હતા. આખી કોર્ટ માનવમહેરામણથી ભરાઇ ગઇ હતી. ન્યાયાધીશે ચુકાદો આપતાં જણાવ્યું કે, “ગર્ભધાનના સમયે આ બાઇની દૃષ્ટિ તેમના શયનખંડમાં રહેલા પતિના કોઇ હબસી મિત્રના ફોટા તરફ હતી. આથી તે બાઇને થયેલું બાળક હબસી જેવું જન્મ્યું છે પરંતુ એથી બાઇ ચારિત્રહીન હોવાનું પુરવાર થતું નથી. આથી બાઇને નિર્દોષ જાહે૨ ક૨વામાં આવે છે.’’ ન્યાયાધીશના બુદ્ધિપૂર્ણ ચુકાદાને સાંભળીને સહુ સ્તબ્ધ બની ગયા. આ ઘટના-પ્રસંગ આપણને નિમિત્તની કેવી બળવાન અસર હોય છે તે સમજાવી જાય છે. જો અલ્પ સમય માટે પણ નિમિત્તની આટલી જબ્બર અસર થતી હોય તો આખું જીવન જેની સાથે ગુજારવાનું હોય તે પતિ અગર પત્ની રુપી નિમિત્ત હલકટ કક્ષાનું હોય તો જીવન કેટલું બરબાદ થઇ જાય ? પોતાનું જીવન તો બગડે પણ આવનારાં સંતાનો ઉપર પણ તેની કેવી વિપરીત અસર થવા પામે ? જો ખાનદાન અને ઊંચા કુળની વ્યક્તિ સાથે લગ્નજીવન જોડાયું હોય તો તે ધર્મકાર્યમાં સહાયક થાય. આ દૃષ્ટિએ જ પત્નીને ‘ધર્મપત્ની’ કહેવાય છે ને ? ધર્મપત્ની એટલે ધર્મમાં જોડનારી અને પાપના માર્ગમાંથી દૂર કરનારી પત્ની. આવી પત્ની ઘણું પુણ્ય હોય ત્યારે જ મળે. એ જ રીતે ધાર્મિક પતિ પણ પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય. લગ્ન કરવાની ઇચ્છા પાપના ઉદય થાય. પણ લગ્ન કરવા માટે સારું પાત્ર પુણ્યના ઉદયે મળે. અહીં ‘સારું' એટલે રુપ-રંગ અને દેખાવની દૃષ્ટિએ સારું. તેમ ખાનદાન અને ધર્મનિષ્ઠ એવો અર્થ પણ સમજવાનો. અલબત્ત, આપણે રુપ-રંગ અને દેખાવને બહુ મહત્ત્વ ન આપવું જોઇએ પણ ખાનદાની અને ધર્મનિષ્ઠતાને ચોક્કસ મહત્ત્વ આપવું ઘટે. જો રુપ-રંગ અને દેખાવમાં નબળું-પરંતુ ખાનદાન અને ધાર્મિક પાત્ર પ્રાપ્ત થતું હોય તો રુપ વગેરેને ગૌણ કરીને પણ તે ઊંચા ખાનદાન અને ધાર્મિક પાત્રને પસંદ કરવું જોઇએ. ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ કારણ કે એક વાત બરાબર હૃદયમાં દૃઢ કરી લેવી જોઇએ કે લગ્નજીવન એ ભોગ માટે નથી પણ યોગની સાધના માટે છે. કામવાસનાના બેફામ ભોગ માટે લગ્ન નથી, પરંતુ જીવનમાં બ્રહ્મચર્યરુપી યોગની જેમ બને તેમ વધુ ને વધુ સાધના થાય અને એમાં ક્યારેક તીવ્ર મોહના ઉદયે વાસના જાગે તો તેના શમન માટે કામોપભોગ હોય. તેય ખૂબ મર્યાદિત અને સદાચારને સાચવીને. હવે જ્યારે લગ્નજીવન મુખ્યત્વે બ્રહ્મચર્ય આદિ ધર્મની સાધના માટે જ છે ત્યારે મળેલું જીવનસાથીરુપ નિમિત્ત પણ ઉત્તમ હોય...ધાર્મિક હોય તો જ તે સાધનામાં સફળતા મળે ને ? જીવનસાથી જો અત્યંત કામી હોય, ક્રોધી હોય, સંસારવાસનાની તીવ્રતા ધરાવનાર હોય તો તમે શી રીતે બ્રહ્મચર્યાદિ ધર્મોની આરાધના કરી શકવાના છો ? ઊંચા ખાનદાનની અને ધર્મનિષ્ઠા ધરાવનાર વ્યક્તિ જીવનસાથી તરીકે મળેલી હોય તો ક્યારેક સંયમાદિ શુભ માર્ગે જતાં પણ સહાયક બને, અવરોધક નહીં. વજ્રબાહુ અને મનોરમાની અદભુત કથા : યાદ આવે છે અહીં રામચંદ્રજીના પૂર્વજ મહાત્મા વજ્રબાહુની વાત. વજ્રબાહુ યુવાન થતાં તેમનાં માતા-પિતાએ ઇભવાહન નામના રાજાની મનોરમા નામની કન્યા સાથે તેના લગ્ન કર્યાં. સાસરિયામાં સારી રીતે મહેમાનગતિ માણીને વજ્રબાહુ પોતાના ઘરે જવા નીકળ્યા. વજ્રબાહુ, મનોરમા અને સાથે વજ્રબાહુનો સાળો ઉદયસુંદર, ત્રણે એક સુંદ૨ રથમાં બેસીને નીકળ્યા. દડમજલ કરતો રથ પસાર થઇ રહ્યો હતો. પ્રાત ઃકાળનો એ સમય હતો. તે વખતે નાનકડી ટેકરી પાસેથી ૨થ પસાર થઇ રહ્યો હતો. એ ટેકરી ઉપર ગુણસાગર નામના એક મહાત્મા ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. આતાપના લઇ રહેલા તે મુનિવરને જોતાં જ વજ્રબાહુનું અંતર તે મુનિવરના ચરણે મનોમન ઝૂકી ગયું. તેઓ બોલી ઊઠયાઃ “પુષ્કળ પુણ્યના ઉદયથી આ મુનિવરના મને દર્શન થયાં. સાક્ષાત્ ચિંતામણિ-રત્ન સમાન આ મુનિવર ખરેખર મહાત્મા છે. દર્શનીય અને વંદનીય છે.’’ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરણ્યાને જેને હજી ચોવીસ કલાક પસાર થયા નથી તેવા વજબાહુએ મહાત્માના દર્શન કરવા જવા માટે રથને થોભાવી દીધો. વજબાહુના મુખ ઉપર રહેલી વિરાગની કાંઇક ઝલકને જોઇને સાળા ઉદયસુન્દરે બનેવીની મશ્કરી કરી : “કેમ બનેવીજી ! આ મહાત્માના દર્શન કરતાં કાંઈ સાધુ બની જવાની ભાવના તો નથી જાગી ગઇ ને ? જો જો હોં. એવું કાંઇ હોય તો કહેજો. તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. સારા કામમાં તો આપણે સાથે જ હોઇએ ને ?” ત્યારે વજબાહુ બોલ્યા: “સાળાજી ! આ મહાત્માનું દર્શન કરતાં અને એમનું પ્રસન્નતાભર્યું, એકાંતે આનંદભર્યું જીવન જોતાં મને તો સાધુ થઈ જવાનું જ મન થાય છે અને એમાં વળી તમારા જેવા સાથ આપતા હોય પછી બીજો વિચાર કરવાનો શા માટે હોય ?” વસંતશૈલ ટેકરી ઉપર ચડતાં કુમાર વજુબાહુની ચાલ બદલાઈ ગઈ. ક્ષણભર પહેલાં સુખી સંસારનાં સપનાં જોનારી તેમની આંખો, તેમનાં વેણ, તેમની મુખાકૃતિ બધું જ બદલાઈ ગયું. કે હજી તો મનોરમા સાથેના બંધાયેલ છેડા પણ છુટયા નથી. ત્યાં જ વજબાહુની વૈરાગ્યની વાતો અને વૈરાગ્યભરેલા રંગ-ઢંગ જોઇને સાળો ઉદયસુંદર ચમક્યો: “પણ...બનેવીજી ! ખરેખર જો તમે દીક્ષા લેવા ઇચ્છતા હો તો તમે મારી બેનનો કાંઇ વિચાર કર્યો ? તમારા ચાલ્યા જતાં એનું કોણ ?” ત્યાં વાજબાહુ પળભર થંભી ગયા અને બોલ્યા: “ઉદયસુંદર ! તારી બેન મનોરમા કુલીન છે કે અકુલીન ? જો તે કુલીન (ખાનદાન) હશે તો તો કાંઇ વિચારવાનું રહેતું જ નથી. પતિનો માર્ગ એ જ ખાનદાન પત્નીનો માર્ગ. હું દીક્ષા લઉ તો એ પણ દીક્ષા લઇને આત્મકલ્યાણ સાધી લે. “અને જો અકુલીન (બિનખાનદાન) હોય તો પણ તેનો માર્ગ કલ્યાણકારી થાઓ. પરંતુ મારે સંસારના આ ભોગો હવે ન ખપે.” ખલાસ...બાજી પલટાઇ ગઈ. અત્યાર સુધી સુખભર્યા સંસારનાં સોણલાં. સેવતી મનોરમાનું મન પતિના ઉપર્યુક્ત વચનો સાંભળીને પલટાઇ ગયું. તેણેય દઢ સંકલ્પ કરી લીધો: “જે માર્ગે પતિ...તે જ માર્ગે મારું પણ મંગલ પ્રયાણ હજો.” Page #67 -------------------------------------------------------------------------- ________________ અને વજબાહુ, મનોરમા અને ઉદયસુંદરે પણ તે મહાત્માની પાસે દીક્ષા લઇ લીધી. સાથે બીજા પચીશ રાજકુમારોએ પણ દીક્ષા લીધી એટલું જ નહીં, વજબાહુના દીક્ષાના સમાચાર સાંભળીને વિજયરાજાએ પણ સંયમ સ્વીકાર્યો. આ છે ઊંચા લોહી ધરાવતા અને ઊંચાં ખાનદાન કુળમાં જન્મ પામેલા આત્માઓની અદભુત કથા. ઊંચુ કુળ અને ઊંચુ લોહી ધરાવતો આત્મા પોતાના જીવનસાથીને તથા આશ્રિતોને પણ ધર્મના ઉત્તમ માર્ગે જોડનારો બને. જો પતિ અગર પત્ની ધાર્મિક મનોવૃત્તિને ધારણ કરનારા ન હોય... સદાચારાદિના પાલક ન હોય...તો તેમનાં સંતાનોમાં પણ તે ઉત્તમ સંસ્કારોનું બીજાધાન કરી શકવા સમર્થ ન બને. આથી જ માત્ર પોતાના વ્યક્તિગત સુખ કે પસંદગીને પ્રધાનતા ન આપતાં, “મારા જીવનમાં પ્રવેશતું પાત્ર પતિ કે પત્ની) મારાં ભાવિ બાળકોમાં ઉત્તમ સંસ્કારોને રેડનારું બનશે કે નહીં ?” તેનો બહુ ચોકસાઇપૂર્વક ખ્યાલ કરવો જોઇએ અને તેને જ પાત્રની પસંદગી કરતી વખતે પ્રધાનતા આપવી જોઇએ. * આપણી મૂળ વાત છેઃ સમાન શીલ અને કુળવાળા સાથે વિવાહ કરવો જોઇએ. સમાન આચાર અને વિચારવાળી જીવનસાથી વ્યક્તિ જીવનમાં ઉત્તમ ધર્મ અને સંસ્કારોને રેડવામાં અને મજબૂત કરવામાં ઘણીવાર ખૂબ સહાયક બનતી હોય છે. અનુપમાદેવીની અનુપમ સલાહ: વસ્તુપાળ અને તેજપાળ પોતાનું પુષ્કળ ધન જમીનમાં દાટવા ગયા. તેમનું પુણ્યબળ એટલું જોરદાર હતું કે ધન દાટવા જમીન ખોદી તો તેમાંથી ચરુ નીકળ્યો. જેમાં અતિશય ધન ભરેલું હતું. હવે શું કરવું ? આટલું બધું ધન ક્યાં નાખવું? બંને ભાઇઓ મુંઝાયા. ત્યારે તેજપાળની પત્ની અનુપમાદેવીએ સલાહ આપી : “આ ધનને એવી જગ્યાએ વાપરો કે જેના દ્વારા હજારો-લાખો જીવો સન્માર્ગને પામે. પરમાત્મપદને સ્પર્શવાની સાધના સાધે. જિનભક્તિમાં જોડાઇને સિદ્ધપણું પ્રાપ્ત કરે. ધનનો શ્રેષ્ઠ સદુપયોગ જિનમંદિરનું નિર્માણ કરવામાં છે. દેવાધિદેવ ભગવાન શ્રી જિનેશ્વર પરમાત્માનું એવું ભવ્ય નયનરમ્ય મંદિર બંધાવો કે દુનિયા Page #68 -------------------------------------------------------------------------- ________________ ધનના આ સર્વોત્તમ સદુપયોગને નિહાળીને દંગ થઇ જાય..પણ તે ધનને લૂંટવા - ચાહે તોય લૂંટી ના શકે.” અને અનુપમાદેવીની એ અનુપમ સલાહના પ્રતાપે જ આબુ પર્વત ઉપર દેલવાડાનાં અતિ ભવ્ય અને રમણીય કલાકૃતિઓથી શોભતાં જિનમંદિરોનું નિર્માણ થયું, જેને જોતાં આજેય હજારો આંખો ઠરી જાય છે. આબુનાં ભવ્ય જિનાલયોના નિર્માણનું કારણ કોણ ! અનુપમાદેવી જેવી ઉત્તમ લોહી અને ખાનદાની ધરાવતી વ્યક્તિ સાથેનો તેજપાળનો સંબંધ. ઉત્તમ કોટિની પત્ની સાથેના સંબંધે તેજપાળના જીવનને પણ ઉત્તમ ધર્મમાર્ગનો મહાન પ્રવાસી બનાવ્યો ! પુણિયાની મહાનતામાં ધર્મપત્નીનો ફાળો : ભગવાન મહાવીરદેવના શ્રીમુખે વખણાયેલો મહાન શ્રાવક પુણિયો ! પરમાત્માના શ્રીમુખે સાધર્મિક ભક્તિનો મહિમા સાંભળીને પોતાનેય સાધર્મિકની ભક્તિ કરવાનો મનોરથ જાગ્યો. અતિ અલ્પ કમાણી ધરાવતો પુણિયો રોજ માત્ર બે જ જણ ભોજન કરી શકે તેટલું કમાતો. બાકીનો બધો જ સમયને સામાયિકાદિ ધર્મસાધનામાં જ પસાર કરતો. હવે શું થાય ? રોજ એક સાધર્મિકને જમાડવો હોય તો ત્રણ જણાનું ભોજન થાય એટલું કમાવવું પડે. એ પોતે, પોતાની પત્ની અને ત્રીજો સાધર્મિક. આમ ત્રણ જણાને થાય એટલું કમાવવા જાય તો ધર્મકાર્યમાં એટલો સમય ઓછો મળે, જે પુણિયાને મંજૂર ન હતું. પુણિયાએ પોતાની ધર્મપત્નીને વાત કરી. અને બંને પતિ-પત્નીએ ભેગા મળીને નિર્ણય કર્યો: “કમાવવું તો બે જ માણસ પૂરતું. જેથી ધર્મસાધનાનો સમય ઓછો ન થાય. પરંતુ એક દિવસ પતિ ઉપવાસ કરે અને એના બદલામાં એક સાધર્મિકની ભક્તિ કરે. બીજે દિવસ પત્ની ઉપવાસ કરે અને એક સાધર્મિકને જમાડે.” કેવો અદભુત નિર્ણય ! ધર્મની જીવંતતાના પ્રતીક સમાન આવો નિર્ણય જો ધર્મપત્ની ઊંચા ખાનદાનની અને ઉત્તમ સંસ્કાર ધરાવતી ન હોય તો શું શક્ય બને ખરો ? કદી નહિ. આથી જ પુણિયાના મહાન શ્રાવકપણામાં તેને સદા સહાયક થનારી Page #69 -------------------------------------------------------------------------- ________________ ધર્મપત્નીનો ફાળો ઓછો મહત્ત્વનો નથી. સ્ત્રી ઘરમાં પૂર્ણ સ્વતંત્ર : વર્તમાન કાળમાં તો “સ્ત્રીઓને સ્વતંત્રતા આપવી જોઇએ” એવા નારા હેઠળ સ્ત્રીઓના શીલ અને સદાચારને ગૌણતા આપવામાં આવી છે. સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાભરમાં ઘૂમતી કરવી જોઇએ, જેથી તેનું “નોલેજ' અત્યન્ત વ્યાપક બને.” આવી વિચારધારાના કારણે સ્ત્રીને આઝાદી તો મળી. વિશ્વભરનું જ્ઞાન પણ મળ્યું. પરંતુ સાથોસાથ એણે (અર્થાત્ જે નારીઓ સ્વતંત્રતાના નાદે ચઢી તેણે) શીલ ખોયું, સદાચારને અભરાઇએ ચઢાવ્યો. આથી જ ઉત્તમ ધર્મસંસ્કારો અને સાંસ્કૃતિક મર્યાદાઓનો લોપ કર્યો. ' હવે આવી જ નારી જો “જીવનસાથી બનીને તમારા ઘરમાં પ્રવેશ પામે તો તેના હાથે તમારા ભાવિ બાળકોનો ઉછેર ધાર્મિક, સંસ્કારી અને સગુણોથી ભર્યો થવાની આશા શી રીતે રાખી શકાય ? આર્ય સંસ્કૃતિએ “ન સ્ત્રી સ્વાતંત્ર્યમઈતિ' (સ્ત્રી એ સ્વતંત્રતાને યોગ્ય નથી) એવું જે ઋષિપ્રણીત સૂત્ર સ્વીકાર્યું છે તે સ્ત્રીને ઘરની બહારના ક્ષેત્રમાં સ્વતંત્રતા આપવાનો નિષેધ સૂચવનારું છે. બાકી પોતાના ઘરમાં તો સ્ત્રી સંપૂર્ણપણે સ્વતંત્ર જ છે. ‘કેવી રીતે બાળકોનો ઉછેર કરવો ?' ' ' કેવી રીતે પતિની સેવામાં પરાયણ રહેવું?” કેવું ભોજન તૈયાર કરવું ?' અને કેવા પ્રકારનું ઘરકામ કરવું ?' વગેરે બાબતોમાં સ્ત્રી સંપૂર્ણ રીતે મુક્ત છે. આ દષ્ટિ સ્ત્રીને જ ઘરની ઉપમા આપતાં આર્ષવાક્યો પણ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે ને ? “ગૃહિણી ગૃહમુચ્યતે” (અર્થાત્ ગૃહિણી (સ્ત્રી) એ જ ઘર છે.) જે સ્ત્રી પોતાના ઘરને સંભાળવા સમર્થ નથી, તે બહારની દુનિયાનું ગમે એટલું જ્ઞાન મેળવી લે કે ગમે એટલી આઝાદી-એ બધાયનો કોઇ જ અર્થ નથી. ઊલટું એ વિશ્વ-જ્ઞાન અને આઝાદી અને એનાં કુટુંબીજનોનું અત્યંત અહિત કરવા સમર્થ બની રહે, તોય નવાઈ નહીં. Page #70 -------------------------------------------------------------------------- ________________ પાત્રની પસંદગીમાં નીચેની વાતો ધ્યાનમાં રાખો આથી જ લગ્ન કરવા માટે પાત્રની પસંદગીમાં માર્ગાનુસારી આત્માએ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી. ૧) પાત્ર સાંસ્કૃતિક મર્યાદાઓને સ્વીકારવામાં માનતું હોય. જમાનાવાદનું મિથ્યા તરફદાર ન હોય. ૨) પાત્ર ઉદ્ધત ઉશૃંખલ અને સ્વચ્છંદતાવાળું ન હોય. ધાર્મિક અને સાંસ્કૃતિક નીતિ-નિયમોને સ્વીકારનારું હોય. ૩) પાત્ર નીરોગી હોય. રોગી પાત્ર સાથે લગ્ન ન થાય. અપંગ અને પાગલ સાથે પણ લગ્ન ન થાય. તેવા લગ્ન અનુચિત લગ્ન છે. ૪) યોગ્ય ઉંમરે લગ્ન કરવાં જોઇએ. સામું પાત્ર પણ પોતાની સાથે યોગ્ય વય ધરાવતું હોવું જોઇએ. ૫) સારા પ્રતિષ્ઠિત, ધાર્મિક અને સમાનભાષી વ્યક્તિ સાથે લગ્ન કરવાં જોઇએ. ૬) કુળ અને આચાર-વિચાર વગેરે સરખા હોય તેવું પાત્ર લગ્ન માટે પસંદ કરવું. ઉપર જણાવ્યા પ્રમાણેના પાત્ર સાથેનો લગ્નસંબંધ ઉચિત-વિવાહ' કહેવાય, તે સિવાયનાં લગ્ન અનુચિત ગણાય. રૂપ અને રંગ એટલે પિત્તળ ઉપર ઢોળ ચડાવેલું સોનું એ ઉડી જાય પછી કોણ અહીંયા કોનું ?' લવમેરેજમાં હાઇટ, વેઇટ અને લાઇટ જોવાતી હોય છે. એ પ્રેમ શરીરજીવી છે. માટે ક્ષણજીવી છે. શાસ્ત્રમાં પાંચ સમાનતા જોઇને લગ્ન કરવાની વાત કહી છે. ૧) કુળની સમાનતા ૨) શીલની સમાનતા ૩) ભાષાની સમાનતા ૪) વયની સમાનતા ૫) ધનની સમાનતા. બે ચાર મહિના ચાલનારા ઘડાને પણ ટકોરા મારીને લાવવામાં આવે છે તો જેની સાથે જિંદગી કાઢવાની છે એમાં શાસ્ત્ર બતાવેલા લક્ષણો ન જોવાય તે કેમ ચાલે ? Page #71 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (જ થો ગુણ) - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 3ી પાપ નવિ તીવ્ર ભાવે કરે... પાપ-બી:.... (પાપભીરુતા) ભારતની સંસ્કૃતિ કહે છે કે: આર્યદેશનો કોઇ માણસ પાપ કરે જ નહિ...શા માટે ? તેનાં જુદાં જુદાં કારણો | નીતિશાસ્ત્ર વર્ણવ્યાં છે.' સંસારના વ્યવહારમાં ડરપોકપણું-ભીરુતા એ દુર્ગુણ છે...પણ આધ્યાત્મના ક્ષેત્રમાં પાપના આચરણ પ્રત્યે ભીરુતા...તે ગુણ ગણાયો છે. જે પાપોથી ભીરુ છે તે પ્રાયઃ દુઃખી નહિ રહે અને | કદાચ પૂર્વકૃત જોરદાર પાપોદયે બાહ્ય રીતે દુ:ખી થશે તોયે | તેની માનસિક સ્થિતિ તે દુઃખોના કારણે દીનતાભરી નહિ હોય. સઘળાં દુઃખોનું મૂળ પાપ છે...એ જાણ્યા પછી દુ:ખ ભીરુ થવાના બદલે હવેથી પાપભીરુ બનવાની ખૂબ જરુર છે. શા માટે પાપ-ભીરુ બનવું જોઇએ ? આપણા દેશના રાજાઓ જ નહિ, ચોરો અને બહારવટિયાઓ પણ કેવા પાપભીરુ હતા...? પાપભીરુ બનવા શું કરવું જોઇએ ? વગેરે પ્રશ્નોની, પ્રસંગોની સુંદર રજૂઆત સાથે છણાવટ કરતા આ ગુણનું તમે જરુર વાચન-મનન કરો. માર્ગાનુસારી આત્માનો ચોથો ગુણ છે : Aીપો પ્રત્યે ભીરુતા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીતાના ગુણોમાં ચોથો નંબર આવે છે. પાપ-ભીરુતાઃ દુનિયાના વ્યવહારમાં ડરવું, ગભરાઇ જવું એને નિર્માલ્યતા ગણવામાં આવે છે. જ્યારે આધ્યાત્મિક જગતના વ્યવહારમાં ડરવું, ગભરાઇ જવું એને બહાદુરી ગણવામાં આવે છે. અલબત્ત, એ ડર-ગભરાટ પાપનો હોવો જોઇએ. માટીપગા માણસથી કદી નહિ ડરનારો ધર્માત્મા પાપથી તો અવશ્ય ડરતો જ હોય. અરે ! જેના અંતરમાં પાપનો પાપ તરીકેનો ભય પેદા ન થયો હોય તેવો માણસ સંસારમાં “સારો માણસ પણ કદી બની શકતો નથી. ઉત્તમ, મધ્યમ કે અધમઃ કોઈ પાપ ન કરેઃ નીતિશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આર્યદેશનો કોઇ પણ માણસ ક્યારેય પાપ કરતો જ નથી. ઉત્તમ, મધ્યમ અને અધમ. એમ ત્રણ ભેદ પાડી શકાય. જેમાં ઉત્તમ માણસ પણ પાપ ન કરે. - મધ્યમ માણસ પણ પાપ ન કરે. અને અધમ માણસ પણ પાપ ન કરે. કારણ કે...ઉત્તમ માણસનો સ્વભાવ જ એવો છે કે જેથી તે પાપ ન કરે. તેને પૂછવામાં આવે કે “ભાઈ ! તું પાપ કેમ નથી કરતો ?” તેનો જવાબ તે આ પ્રમાણે જ આપે કે, “ભાઇ ! પાપ તે થાય જ કેમ ? પાપ ન જ કરાય.” બસ...આ રીતે જેને સ્વભાવગત પાપ નથી ગમતું અને જે પાપ નથી આચરતો તે ઉત્તમ. મધ્યમ કક્ષાના માણસો પણ પાપ ન કરતા. અલબત્ત, મધ્યમ માણસો સ્વભાવથી જ પાપ ન કરે તેવું નહિ, પણ પરલોકની અંદર આ પાપોનાં ફળો (દુ:ખો) ભોગવવા પડે છે અને તે ભોગવવાની તેમની તૈયારી હોતી નથી. આથી પરલોકના ભયથી મધ્યમ માણસો પાપ ન કરે. આર્યદેશના અધમ માણસો પણ પાપ ન કરે. અલબત્ત, તેઓ મધ્યમની જેમ પરલોક વગેરેને માનતા ન હોય. તેમ છતાં તેઓ પાપ ન કરે. કેમકે તેમને આ લોકનો ભય હોય. “જો હું પાપ કરીશ અને પકડાઇ જઇશ તો ? તો તો Page #73 -------------------------------------------------------------------------- ________________ બેઆબરુ બની જઇશ અને બેઆબરુ બનીને તો મારાથી જીવાય કેમ ? એના કરતાં તો પાપ ન કરવું સારું.' આવી વિચારણાના કારણે અધમ માણસ પણ પાપ ન કરતો. આમ આર્યદેશના તમામ માણસો-ચાહે તે ઉત્તમ હોય, મધ્યમ હોય, કે અધમ હોય-કદાપિ પાપ ન કરતાં. જ્યારે આજનો માણસ બેફામ પાપો કરે છે. સ્વભાવથી એને પાપ નથી ગમતું એવું તો નથી જ, પરંતુ એને નથી પરલોકનો ભય કે નથી જગતમાં બેઆબરુ થવાનો ભય...એ તો સાવ નિર્લજ્જ બન્યો છે, બેશરમ બન્યો છે. આવા માણસને ‘માણસ' કહેવો કે કેમ એય એક સવાલ છે !! અથવા તો આવા માણસને અધમાધમ (અધમોમાંય અધમ) માણસ કહી શકાય. ‘પાપ’ કોને કહેવાય ? સવાલ : તમે જણાવ્યું કે આર્યદેશનો કોઇ માણસ પાપ ન કરે. પરંતુ ‘પાપ' કોને કહેવાય તે તો જણાવો. જવાબ : સુંદ૨ સવાલ છે તમારો. સામાન્ય રીતે જૈન શાસ્ત્રોએ મુખ્ય અઢાર પ્રકારનાં પાપ ગણાવેલ છે. (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) અબ્રહ્મ (વિષય વાસના) (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભ (૧૦) રાગ (૧૧) દ્વેષ (૧૨) કલહ (કંકાસ) (૧૩) આળ ચડાવવી. (૧૪) કોઇની ચાડી ખાવી (૧૫) રતિ અને અતિ કરવી (૧૬) બીજાઓની નિંદા કરવી (૧૭) માયાપૂર્વક જૂઠું બોલવું (૧૮) મિથ્યાત્વ. : આ સિવાય પણ બીજાં કેટલાક પાપો છે. જેમકે : સાત મહા વ્યસનો (૧) દારુ પીવો (૨) માંસ ખાવું (૩) શિકાર કરવો (૪) જુગાર રમવો (૫) પરસ્ત્રીગમન કરવું (સ્ત્રી માટે પરપુરુષગમન કરવું) (૬) વેશ્યાગમન કરવું અને (૭) ચોરી કરવી. આ સાતને આર્યદેશના તમામ ધર્મો ‘પાપ' રુપી સ્વીકારે છે અને તેને છોડવાનો ઉપદેશ આપે છે. આ સિવાય ભોજન અંગેનાં પણ સાત પાપો છે (૧) મધ ખાવું (૨) માખણ ખાવું (૩) કંદમૂળ ખાવું (૪) રાત્રે જમવું (પ) વિગઇઓનો વધુ પડતો ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરવો. (૬) વિદળ અર્થાત્ કાચા દૂધ કે દહીં જોડે કોઇ પણ કઠોળ ભેગું ખાવું. (૭) વાસી (બોળ અથાણાં-રોટલી વગેરે) ભોજન ખાવું. - આ સાત ભોજન અંગેનાં ભયંકર પાપો છે. તેને છોડવાં જ જોઇએ. . આ સિવાય વર્તમાન જમાના પ્રમાણે આજે વ્યાપક બનેલાં પણ કેટલાંક પાપો છે ગર્ભપાત કરાવવો, છૂટાછેડા લેવા, સંતતિ નિયમનનાં સાધનોનો ઉપયોગ કરવો, સિનેમા જોવા અને ઉભટ કપડાં પહેરવાં. આ ઉપરાંતઃ ઠંડા પીણાં, બરફ, આઇસ્ક્રીમ, પાન, તમાકુ, સિગારેટ, ઇડાં વગેરેવાળી અભક્ષ્ય ચોકલેટો અને કેડબરી વગેરે ખાવી. ટૂંકમાં પાપ એને કહેવાય કે જેના કારણે આ લોકમાં અથવા પરલોકમાં પાપ કરનારા જીવને દુઃખ ભોગવવું પડે. આવાં તમામ પાપોને (અથવા શક્ય હોય તેટલાં સઘળાં પાપોને) જીવનમાંથી દેશવટો આપવો જોઇએ. પાપોને જીવનમાંથી તિલાંજલિ આપવા માટે પાપોથી ભય કેળવવો જોઇએ. ભય પણ કેવો ? જોરદાર. જેમ સાપને જોતાં જ નહિ, પણ “અરે ! સાપ !” એવો કોઇનો શબ્દ સાંભળતાંય શરીરમાં ધ્રુજારી પેદા થઇ જાય છે, તે જ રીતે પાપનું નામ સાંભળતાં જ ભય લાગવો જોઇએ. પપૈયાના ભય જેવો પાપનો ભય લગાડો : પેલા ફૂલચંદ શેઠને પપૈયાનો કેવો ભય લાગેલો ? ફૂલચંદ શેઠને પેટમાં ભયંકર પીડા ઊપડી હતી. કેમેય કરીને વેદના દૂર જ ન થાય. એક સાથે સો સો સોય ભોંકાતી હોય તેવી વેદના ! ન મટે કે ન સહેવાય ! હવે શું થાય ? શેઠનો મોટો દીકરો જીવચંદ બાજુના ગામડામાં રહેલા તરભાશંકર વૈદ્યને બોલાવી લાવ્યો. તરભા વૈદ્યનું એ પ્રદેશમાં ભારે નામ ! એમને લોકો “બીજો ધન્વન્તરી” માનતા ! ભલભલા રોગને મટાડવાની તરભા વૈદ્યમાં ભારે કળા ! - તરભાશંકરે શેઠને તપાસી પડીકાં બાંધી આપ્યાં અને કહ્યું “જુઓ શેઠ ! હવે પછી તમારે દહીં અગર દહીંની બનાવેલી વસ્તુ કદી ખાવાની નહિ. જો આ નિયમનો ભંગ કરશો તો તમારાં સોએ વરસ પૂરાં થઇ જશે. પછી હુંયે તમને બચાવી નહિ શકું.” Page #75 -------------------------------------------------------------------------- ________________ ફૂલચંદ શેઠની પીડા એટલી ભયંકર હતી કે વૈદ્ય જે કહે તે કરવા તેઓ તૈયાર હતા. તેમણે શરત કબૂલી. વૈદ્ય તરત એક પડીકી આપી અને દસ મિનિટ સુધી ત્યાં તેઓ બેઠા. દસ મિનિટમાં તો પડીકીએ તેનો પરચો બતાવી દીધો. શેઠનો પેટનો દુઃખાવો ગાયબ થઇ ગયો. સહુ આશ્ચર્યવિભોર આંખોથી વૈદ્યરાજને જોઇ રહ્યા. પછી વૈધે ત્યાંથી વિદાય લીધી. આ બાજુ વર્ષો પર વર્ષો વીતવા લાગ્યાં. વીસ વરસનાં વહાણાં વાઇ ગયાં. એક દિવસની વાત છે. શેઠને ત્યાં શ્રીખંડ બનાવવામાં આવ્યો હતો. સહુએ ભેગા થઇને થોડો શ્રીખંડ ખાવાનો આગ્રહ કર્યો. “થોડોક શ્રીખંડ ખાવાથી શું થઇ જવાનું હતું ?” એમ વિચારીને સહુએ શેઠને થોડો શ્રીખંડ ખવડાવ્યો. ત્રણ-ચાર કલાક પસાર થયા અને શેઠના પેટમાં વર્ષો જૂની વેદના ઊપડી. શેઠ ચીસાચીસ કરવા લાગ્યા. ન રહેવાય, ન સહેવાય. " શેઠનો મોટો દીકરો જીવચંદ તરભા વૈદ્ય પાસે દોડ્યો. સદનશીબે અતિ વૃદ્ધ થઈ ગએલા તરભા વૈદ્ય હજી જીવતા હતા. તેમણે તો ઘસીને ના પાડી દીધી : મારી પરેજી જે ન પાળે તેને દવા હું કદાપિ આપતો નથી.” પણ જીવચંદ ખૂબ કરગર્યો. પગમાં પડયો. છેવટે વૈદ્ય પીગળી ગયા અને વૈદ્યરાજ ફૂલચંદ શેઠના ઘરે આવ્યા. શેઠને પરેજી પાલનનો ભંગ કરવા બદલ સખત ઠપકો આપ્યો. પછી દવા આપી અને સાથે જણાવ્યું કે, “હવે પછી તમારે કદાપિ પપૈયું ખાવાનું નહિ.' શેઠ બોલી ઊઠ્યા: “કબૂલ, કબૂલ.” અને શેઠનો રોગ ગયો ત્યાર બાદ કાયમ માટે ફૂલચંદ શેઠે પપૈયું ત્યાગી દીધું. એટલું જ નહિ, પપૈયાની લારી જો રસ્તામાં ઊભી હોય તો એ રસ્તો છોડીને શેઠ બીજા રસ્તે ચાલ્યા જતા. આવો લાગ્યો હતો ભય, ફુલચંદ શેઠને, પપૈયાનો ! માર્ગાનુસારી આત્માને પણ પાપનો આવો જ ભય હોય અને તેથી તે બનતાં સુધી પાપ આચરે નહિ. દુઃખોનું મૂળ પાપ છે એ ઓળખો : આ ધરતીના તમામ જીવો દુ:ખોથી તો અવશ્ય ડરે છે. નાનામાં નાની કીડીથી માંડીને મોટા દેત કુંજર (હાથી) સુધીના તમામ જીવો-દેવો માણસો, ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચો અને નારકો સઘળાં-દુ:ખોથી ભારે ભય અનુભવે છે. આથી આ સઘળા જીવોને દુ:ખો જેમાંથી ઉત્પન્ન થાય છે એ દુઃખોના મૂળ કારણ તરીકે પાપને ઓળખાવી દેવામાં આવે તો જીવો ઘણાં પાપોથી બચી જાય. જેને દુ:ખ નથી જોઇતું તે જીવોએ પાપોથી ડરવું જોઇએ કારણ કે દુઃખનું મૂળ પાપ છે. જો મૂળ-સ્વરુપ પાપને આચરવામાં ન આવે તો તેના ફળસ્વરુપ દુ:ખ ભોગવવું ન પડે. માટે જ આ શ્લોકને બરાબર હૃદયસ્થ કરી લેવો જોઇએ सुखं धर्मात् दुःख पापात्, सर्वशास्त्रषु संस्थितिः । જ વર્તવ્યત: પાપં, વર્તવ્યો ઘર્મ સંચય: II: અર્થ “સુખ ધર્મથી જ આવે અને દુઃખ પાપથી જ આવે.” આ વાત સઘળાં ધર્મશાસ્ત્રોમાં જણાવેલી છે. માટે પાપ ન કરવું જોઇએ અને ધર્મનો સંચય અવશ્ય કરવો જોઇએ. દુ:ખો અને પાપોનો આ ગાઢ સંબંધ જો બરાબર ઓળખાઇ જાય તો ઘણાં પાપોથી બચી જવાય. પણ દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો “દુ:ખોનું કારણ પાપ છે.” આ વાતથી અજાણ હોવાના કારણે જ્યારે જ્યારે જીવનમાં દુ:ખો આવે છે ત્યારે ત્યારે તેને દૂર કરવા માટે અનેક અવળા જ માર્ગો અપનાવે છે અને એ માર્ગો પ્રાયઃ પાપસ્વરુપ હોય છે. આમ દુઃખોને દૂર કરવા નવાં પાપો અને એના ફળસ્વરૂપે નવાં દુ:ખો આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. તો...દુઃખો પણ ઉપકારક બને : જૂઠ, હિંસા, ચોરી વગેરેને પાપ કહેવાય એ માનવ જાણે છે, પરંતુ આ બધાં પાપો જ મારાં દુઃખોનું કારણ છે એ વાત પ્રાય: આજનો માનવ જાણતો નથી. “દુ:ખો પાપથી જ આવે એ વાત ઉપર પૂરિપૂર્ણ શ્રદ્ધા બેસી જાય તો દુઃખોથી ડરવાને બદલે આજનો માનવ પાપોથી ડરવા લાગી જાય. | દુ:ખના કારણ તરીકે પોતાનાં જ પાપ છે, એ વાત બરોબર સમજાઈ જશે તો, જ્યારે જ્યારે દુ:ખો આવશે ત્યારે ત્યારે તેના કારણ તરીકે જગતના બીજા માનવો પ્રત્યે દ્વેષ અથવા ધિક્કાર નહિ લાગે. પરંતુ “આ તો મારાં જ પાપોનું Page #77 -------------------------------------------------------------------------- ________________ ફળ છે' એમ વિચારવાની તક મળશે. તેનાથી એક પ્રકારનું આશ્વાસન મળશે. આ સિવાય જ્યારે જ્યારે દુ:ખ આવશે ત્યારે ત્યારે પાપોથી વધુ ને વધુ ડરવાની પ્રેરણા મળશે. આ રીતે દુ:ખ પણ આપણા ઉપર ઉપકાર કરનારું બની જશે. શ્વાન-વૃત્તિ નહિ, સિંહ-વૃત્તિ કેળવો : ડાહ્યો માણસ હંમેશાં કારણને જ મહત્ત્વ આપે છે. કૂતરાને જો કોઇ પથ્થર મારે તો તે પથ્થરને જ બડકાં ભરે છે પરંતુ પથ્થર મારનાર તરફ તેની નજર (દષ્ટિ) પહોંચતી નથી. - જ્યારે સિંહને કોઇ ગોળી મારે તો તે ગોળીને કરડતો નથી. પરંતુ ગોળી છોડનારા તરફ તે ક્રોધિત થાય છે અને તે શિકારી તરફ વેર વાળવા માટે ધસી જાય છે. પ્રસ્તુતમાં આ જ રીતે દુઃખોથી ડરવું કે દુ:ખોથી ગભરાઈ જવું તે કૂતરા જેવી વૃત્તિ કહેવાય. જ્યારે, દુઃખોને લાવનારાં પાપો પ્રત્યે દૂર નજર કરવી અને તે પાપોને કાઢવા પ્રયત્નશીલ બનવું તે સિંહ-વૃત્તિ છે. કૂતરા જેવી વૃત્તિ ત્યાજ્ય (તજવા જેવી) છે. સિંહ જેવી વૃત્તિ ઉપાદેય (કરવા જેવી) છે. શાસ્ત્રકારો કહે છે કે જે કેવળ દુ:ખોથી જ ડર્યા કરે છે તે “અનાર્ય છે. આર્ય' કદી દુઃખોથી ન ડરે. તે તો દુ:ખના કારણભૂત પાપથી જ ડરે. આથી જ પૂર્વે જણાવી ગયા તેમ આર્યદેશના તમામ (ઉત્તમ, મધ્યમ અને અધર્મ) માણસો પાપને આચરતા ન હતા. તેઓ હંમેશાં પાપભીરુ રહેતા. કેવા આદર્શ રાજવીઓ : કેવા હતા આર્યદેશના તે રાજાઓ ! જેઓ પુત્રનાં પાપોનું પ્રાયશ્ચિત્ત જાતે કરતા. - રાજા મૂળરાજ ૧૧૦ વર્ષની વૃદ્ધવયે મૃત્યુ પામ્યા બાદ તેમનો પુત્ર યોગરાજ રાજા બન્યો. યોગરાજ ખરેખર “યોગી' જેવો ઉત્તમ રાજવી હતો. Page #78 -------------------------------------------------------------------------- ________________ તેને ક્ષેમરાજ વગેરે ચાર પુત્રો હતા. એક દિવસની વાત છે. પરદેશથી કોઇ વહાણ બંદરે આવીને લાંગર્યું હતું. ક્ષેમરાજ વગેરે ચારે ભાઇઓ ત્યાં સાંજના સમયે ફરવા ગયા હતા. તેમણે પરદેશી વહાણમાં અઢળક સમૃદ્ધ વસ્તુઓ જોઇ. મોંઘેરા રત્નો, કસ્તૂરી, તેજંત્રી વગેરે જોઇને તે ચારેયની આંખો સ્તબ્ધ બની ગઈ. એકાએક તેમને વિચાર સૂઝયો “આપણા દેશની આબાદી માટે પ્રજાના કલ્યાણને માટે આ તમામ દૌલત લૂંટી લેવામાં આવે તો શો વાંધો ?' અલબત્ત, લૂંટેલી એ તમામ દોલતને પ્રજાના હિત માટે જ વાપરવી, પરંતુ પોતાના અંગત સુખોપભોગ માટે નહિ જ-એવો એ ચારેયનો દઢ નિર્ધાર હતો. પણ...પિતાજીનું શું? તેઓ અનીતિના આ ધનને મેળવ્યાની વાત જાણશે તો તેમને કેટલો આઘાત લાગશે !! છેવટે પિતાજીને પહેલેથી જ આ યોજના જણાવી દેવી એવો નિર્ણય લેવાયો. ચારેય પુત્રોએ ભેગા મળીને પિતાજીને પોતાની યોજના જણાવી ત્યારે પિતા યોગરાજનું મુખ ગંભીર બની ગયું. તેમણે કહ્યું ! “પુત્રો ! સારામાં સારું કામ પણ હલકા રસ્તે કદી ન થાય. પ્રજાની અને દેશની આબાદી માટે પણ પરદેશીના વહાણની લૂંટ ચલાવવી એ તો અત્યંત અયોગ્ય છે.” “અન્યાય અને અનીતિના માર્ગે પ્રજાને સુખી કરવાનો વિચાર પણ તમારા જેવા આર્ય પુત્રોને માટે શોભનીય નથી. તમારો આ વિચાર જાણીને મને પારાવાર દુ:ખ થયું છે.' - પિતાજીની વાણી સાંભળીને ચારે પુત્રો ચૂપચાપ ખંડમાંથી બહાર નીકળી ગયા, પણ તેઓને પિતાજીની વાતોની કશી જ અસર ના થઇ. અને...મધરાતે બે વાગે શસ્ત્રસજ્જ સૈનિકોને સાથે લઇને ક્ષેમરાજ વગેરે ચારે ભાઇઓ પરદેશી વહાણ ઉપર તૂટી પડ્યા. વહાણનો તમામ માલ તેમણે લૂંટી લીધો. સવારે જ્યારે પિતા યોગરાજને પોતાના પુત્રોના આ અપકૃત્યના સમાચાર ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ મળ્યા ત્યારે એમણે પારાવાર આઘાત અનુભવ્યો અને આવા પુત્રોના જન્મદાતા પિતા તરીકે તેમણે પોતાની જાતને અપરાધી ઠેરવી. એ જ સાંજે યોગરાજે ચિતા તૈયાર કરાવીને તેમાં ઝંપાપાત કર્યો. ક્ષેમરાજ વગેરે પુત્રોની અને હજારો નગરજનોની કાકલૂદીભરી કરુણ વિનંતીઓને અવગણીને પણ યોગરાજે પુત્રોના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. આવા પાપભીરુ અને ન્યાયનિષ્ઠ હતા આ આર્યદેશના રાજાઓ ! આર્યદેશના ચોરો પણ પાપભીરુ ! પાપભીરુ હતા અરે ! રાજાઓ જ પાપભીરુ હતા એમ નહિ, આર્યદેશના ચોરો પણ તેમની આ વાત છે. ભાવનગર સ્ટેટની સામે બહારવટે ચઢેલા બહારવટિયા જોગીદાસ ખુમાણની આ વાત છે. કોઇક વાતમાં એને અન્યાય થયો હતો. આથી તેણે ભાવનગરના રાજા પાસે ન્યાય મેળવવા ઘણી કોશિશ કરી, પરંતુ તેનું ભાગ્ય અવળું હતું આથી એને ન્યાય ન મળ્યો અને જોગીદાસ બહારવટે ચડયો. આમ છતાં, આર્યપણાના ખમીરથી શોભતા આ જોગીદાસે પોતાના સાગરીતોને માટે અને પોતાના માટે એક નિયમાવલિ બનાવી હતી. અબળાને કદી લૂંટવી નહિ. બ્રાહ્મણને પજવવો નહિ. ખેડૂતને હેરાન ન કરવો. પરસ્ત્રીને મા-બેન સમાન ગણવી. આથી જ જોગીદાસ એક હાથમાં ‘તમંચો' રાખતો અને બીજા હાથમાં ‘માળા’ રાખતો. ‘તમંચો' ભાવનગરના રાજા સામેની એની વેરની વસૂલાત માટે હતો...તો ‘માળા' એના આત્મ-કલ્યાણ માટેનું પ્રતીક હતી. એક રાત્રે જોગીદાસ પોતાની રાવટીમાં જાગતો હતો. તેના સાગરીતો ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યારની આ વાત છે. જોગીદાસના હાથમાં રહેલી માળા ફરી રહી હતી. તે ભગવાનનું નામ લેતો હતો. ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્યાં...એકાએક કોઇ યુવતીના ઝાંઝરનો રણકાર સંભળાયો. જોગીદાસ સાવધ બની ગયો. તેટલામાં પડદો ખસેડીને એક યુવતી જોગીદાસની સામે આવી ઊભી. એના મુખ ઉપર રહેલા હાવભાવ વગેરે જોઇને જોગીદાસ એ યુવતીની કામવાસનાને જાણી ગયો હતો. પણ...આ તો જોગીદાસ હતો. પરસ્ત્રીને મા-બેન સમાન ગણવાના એના સોગંદ હતા. પેલી યુવતીને જોગીદાસે પૂછયું “બેન ! તું કોણ છે ?' ત્યારે પેલી સ્ત્રી બોલીઃ “જોગીદાસ ! મને બેન' ન કહો. હું તો તમારી “વીરતા' ને જોઇને આફરીન પુકારી ગઇ છું અને તમારી પ્રિયતમા બનવા અહીં આવી છું.” “બેન ! ભૂલીશ નહિ. મારામાં જેમ વીરતા છે. તેમ પવિત્રતાય ભરપૂર છે. એ પવિત્રતાને તે જોઈ લાગતી નથી. જા...ચાલી જા. મારા એક હાથમાં તમંચો છે, તો બીજા હાથમાં માળા છે. મારો એકેય હાથ તને સ્વીકારવા ખાલી નથી.' જોગીદાસે કહ્યું. મને ગમે ત્યાં સમાવી લો. મને તમારી બંદૂક બનાવો કે માળા ! પણ હું અહીંથી પાછી નહિ જાઉં.” યુવતી બોલી. “અરે ! ઓ બેવકૂફ સ્ત્રી ! આ જોગીદાસ ખુમાણ છે. બહારવટિયો છે. પણ દુરાચારી નથી. એને એનોય પરલોક દેખાય છે. જા...સમજીને પાછી વળ...નહિ તો મારે તને ઢસડીને બહાર કાઢવી પડશે.' છતાંય...જ્યારે તે યુવતી પાછી ન જ ગઇ ત્યારે જોગીદાસે પોતાના એક સાગરીતને જગાડીને તેને જબરજસ્તી કરીને બહાર કઢાવી મૂકી. - આવા હતા પાપભીરુ અને સદાચાએમી આર્યદેશના ચોર અને બહારવટિયા ! આજે તો શાહુકારના લેબાશમાં જીવતા, સફેદ ડગલાવાળા કહેવાતા સજ્જનો (!) એવાં પાપો આચરે છે કે જેનું વર્ણન કરતાં ચક્કર આવી જાય ! આજનો માનવ સ્વાર્થી જ નહિ, સ્વાર્થાન્ત બન્યો છે. પોતાનાં વ્યક્તિગત સુખો ખાતર, પોતાની મોજમઝા અને વાસના ખાતર ઘણી સ્ત્રીઓ પોતાના પેટમાં પેદા થઈ રહેલા બાળકનું ખૂન કરી નાંખે છે અને એને ગર્ભપાતનું રુપાળું નામ આપે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ‘ગર્ભપાત’ માંય કેવી ક્રૂરતા ! . અહીં યાદ આવે છે પેલી પલ્લવી ! જેના પેટમાં સાત મહિનાનો ગર્ભ થઇ ગયો હતો અને એને ગર્ભપાત કરાવવાનું મન થયું. ડોકટરોએ તથા કુટુંબીજનોએ ના પાડી કે, ‘હવે ગર્ભપાત ન કરાવાય કેમકે ગર્ભ ઘણો મોટો થઇ ગયો છે.’’ પણ...પલ્લવી ન જ માની. પૈસાના જોરે તેણે એક ડોકટરને સાધીને ગર્ભપાતની જલદ દવાઓ લેવા માંડી. દવાના ભારે ઉગ્ર ડોઝો લેવા છતાં બાળક મૃત્યુ તો ન જ પામ્યું પરંતુ અંદ૨ અત્યંત પરેશાન થવા લાગ્યું. અને...એક દિવસ માંસના લોચા જેવું તે બાળક બહાર નીકળી ગયું. તેના મોંમાથી અતિ કરુણ તીણી રુદનની ચીસો સ્પષ્ટ સંભળાતી હતી. છેવટે કામવાળી બાઇએ છેલ્લાં ડચકાં લેતા તે માંસપિડને બારીમાંથી બહાર ગટરમાં ફેંકી દીધો. કેવી ભયંક૨ છે આ સત્ય-ઘટના ! પોતાના સ્વાર્થને ખાતર સગા બાળકનું આવી કરપીણ રીતે ખૂન કરી નાંખનાર માનવી આજની સરકારની નજરમાં ગુનેગાર ગણાતો નથી. ઊંચા ઘરના ગણાતા ઘણાં શ્રીમંત કુટુંબોની આવી નીચતાભરી છે જીવન-કથા ! પાપને પાપરુપે સ્વીકારો : દુ:ખદાયી બાબત તો એ છે કે ગર્ભપાત, છૂટાછેડા, સંતતિનિયમનનાં સાધનોનો દુરુપયોગ વગેરેને તો આજના સમાજે ‘પાપ' માનવાનો જ ઇન્કાર કરી દીધો છે. એક કરે એટલે બીજો કરે...બીજો કરે...એટલે ત્રીજો કરે...આમ આખા સમાજમાં આવાં પાપો ફેલાતાં ચાલ્યાં અને પરિણામે ‘બધા કરે છે, માટે તે કાંઇ પાપ થોડું કહેવાય ?' આવી વૃત્તિ વ્યાપક થવા લાગી. આ વિશેષ આઘાત જનક બીના છે. પાપને કદાચ જીવનમાંથી સંપૂર્ણ ત્યાગી ન શકાય તોય છેવટે પાપનો પાપ સ્વરુપે સ્વીકાર તો કરો. જો પાપનો પાપરુપે સ્વીકાર કર્યો હશે તો તેનાથી ડર ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવતો રહેશે અને તો આજે નહિ તો કાલે, જીવનમાંથી પાપ વિદાય જરુર લેશે. પણ...પાપનો પાપરુપે સ્વીકાર જ ન કરવો તે તો મિથ્યાત્વ છે. એના જેવું બીજું એકેય પાપ નથી. પાપોનો પાપરુપે સ્વીકાર, એ પાપત્યાગના માર્ગનું પ્રથમ સોપાન છે. સમ્યગ્દર્શનનું બીજ પણ આ જ છે. પાપોનો પાપ તરીકે સ્વીકાર કરવામાં આવે ત્યાર બાદ જ તેના પ્રત્યે ભીરુતા પેદા થાય છે. પાપ પ્રત્યેનો ભય કેવો હોવો જોઇએ એ માટે શાસ્ત્રોમાં ઘણાં પ્રસંગો અને દૃષ્ટાંતો આવે છે. અત્યંત પાપભીરુ સુલસ ઃ પેલો સુલસ ! કાલસોરિક નામના કસાઇનો દીકરો હતો. કાલસોકિ રોજના પાંચસો પાડાઓ મારતો અને આ ઘોર પાપના ફળરુપે તે મૃત્યુ પામીને સાતમી નકે ચાલ્યો ગયો હતો. કૂતરા કરતાં વધુ ખરાબ રીતે મૃત્યુ પામેલા પિતાનું કારમું મોત સુલસે બરોબર જોયું હતું. કાલસૌરિક કરતાં સાવ ઊલટો સુલસ ખૂબ પાપભીરુ સજ્જન હતો. કોઇક પૂર્વજન્મના પ્રબળ પાપોદયે તેનો જન્મ કાલસોરિક જેવા કસાઇના ઘરે થયો હતો. પિતાનું મૃત્યું થયા પછી ભેગા થયેલા સઘળા પરિવારે સુલસને પિતાનો ધંધો સંભાળી લેવા જણાવ્યું ત્યારે સુલસે તેનો ધરાર ઇન્કાર કરી દીધો. વારંવાર એની એ જ વાત સમજાવવા જ્યારે કુટુંબીજનોએ સુલસને સમજાવ્યો ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું ‘‘હું બાપના કૂવે ડૂબી મરવા માગતો નથી.’’ સહુએ ભેગાં મળીને કહ્યુંઍ ‘“સુલસ ! જો તને એમ લાગતું હોય કે તારા બાપનો ધંધો પાપનો હતો અને એ પાપનાં ફળ તારે ભોગવવાં પડશે, તો અમે વચન આપીએ છીએ કે પાપનાં ફળોને ભોગવવામાં અમે તારા ભાગીદાર બનીશું, પછી તને કાંઇ વાંધો છે ?’’ આ સવાલનો કાંઇ પણ જવાબ આપ્યા વગર સુલસ તરત અંદરના ખંડમાં ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ગયો અને અણીદાર ભાલો લઇ આવ્યો. સહુના દેખતાં એની અણી બરાબર પોતાના પગ ઉપર ઝીંકી દીધી. ભાલો આરપાર ઘૂસી ગયો. સુલસ જોર જોરથી ચીસો પાડવા લાગ્યો : 'અરે ! બચાવો, બચાવો, કોઇક તો મારા આ દુ:ખમાં ભાગ પડાવો.’’ ત્યારે સહુ બોલી ઉઠયાઃ ‘‘સુલસ ! ભાલો તને વાગે અને એનું દુ:ખ અમે લઇએ, એ તે શી રીતે બને ? એ દુઃખ તો તારે જ ભોગવવું પડશે.'' ત્યારે ખડખડાટ હસી પડતાં સુલસ બોલ્યો : “જો ભાલાના દુ :ખમાં તમે ભાગીદાર બની શકતા નથી, તો પછી મારા બાપના પાપી ધંધાથી મને લાગનારા પાપોનાં ફળરુપે જે દુ:ખો મારે ભોગવવાં પડશે, તેમાં તમે શી રીતે ભાગીદાર થવાના છો ? માટે જ હું બાપનો ધંધો કરવા માગતો નથી.’’ કાદવમાં ઊગેલા કમળ જેવા, પાપી કાલોરિકના પુત્રરુપે જન્મેલા પુણ્યાત્મા સુલસની આ કેવી ઉત્તમ પાપભીરુતા ! રાજા ચંદ્રયશની પાપભીરુતા : યાદ આવે છે પેલા ચંદ્રયશ રાજા જેમણે પ્રતિજ્ઞાભંગનું પાપ આચરવાને બદલે જીવનનો ભંગ (મોત) વધાવી લેવાનું સ્વીકારી લીધું. પ્રથમ તીર્થંકરદેવ શ્રી આદિનાથ ભગવંતના તેઓ પૌત્ર હતા. તેમને ધર્મ અતિ વહાલો હતો. તેઓ જે કાંઇ પ્રતિજ્ઞા કરતા તેને પ્રાણના ભોગે પાળતા. એમની પ્રતિજ્ઞા પાલનમાં અડગતાની પ્રસિદ્ધિ દેવલોકમાં પણ પહોંચી ગઇ હતી. રાજા ઇન્દ્રે પોતે તેમની પ્રતિજ્ઞા ચુસ્તતાની ભરપૂર પ્રશંસા કરી હતી. પરંતુ...બે દેવીઓને મહારાજા ચંદ્રયશની પ્રતિજ્ઞા-દૃઢતાની પરીક્ષા કરવાનું મન થયું. આથી તે બંને દેવીઓએ માનવલોકની અતિશય રુપાળી સ્ત્રીઓનું રુપ લીધું અને રાજાની નગરીમાં આવી. એ સમયે રાજા જિનભક્તિમાં મસ્ત હતા. પેલી બે દેવીઓ પણ ત્યાં પહોંચી ગઇ. એ બંને પણ પરમાત્માની અત્યંત ભક્તિનો દેખાવ કરવા પૂર્વક જિનપૂજાદિ કરવા લાગી. રાજા ચન્દ્રયશ બંને રમણીઓનું રુપ અને જિનભક્તિ જોઇને મોહિત ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ થયો. તેણે તે બંને સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે પેલી બે રૂપવતી સ્ત્રીઓએ શરત મૂકી કે, “અમે જે કહીએ એ જ તમારે કરવું પડશે. તો જ અમે તમારી સાથે લગ્ન કરીશું.” - તે રૂપવતી સ્ત્રીમાં આસક્ત બનેલા રાજાએ તે શરત પણ સ્વીકારી લીધી. ' થોડા દિવસો બાદ ચૌદસ આવી. રાજાને દરેક ચૌદસે પૌષધવ્રત આરાધવાની પ્રતિજ્ઞા હતી. - ચૌદસના આગલા દિવસે ચન્દ્રશે પોતાની પ્રતિજ્ઞાની વાત પેલી નવપરિણીત સ્ત્રીઓને કરી. ત્યારે તે બંનેએ રાજાને પૌષધ લેવાની ના પાડી દીધી: “અમે તમારા વગર રહી શકીએ તેમ નથી, તેથી તમારે પૌષધ કરવાનો નથી.” ત્યારે રાજાએ જણાવ્યું “મારે ચૌદસના પૌષધની પ્રતિજ્ઞા છે અને તેનો ભંગ હું કદી કરી શકું તેમ નથી.” ત્યારે નવીન પત્નીઓએ જણાવ્યું “તમારે પૌષધ કરવાનો નથી. તમને સ્પષ્ટ શબ્દોમાં અમે જણાવી દીધું છે.” ચન્દ્રયશ કહે: “પણ...મારી પ્રતિજ્ઞાનું શું ? શું હું પ્રતિજ્ઞાનો ભંગ કરું? તો તો મારો જન્મ-જન્માંતરમાંય છૂટકારો ન થાય. મારાથી પ્રતિજ્ઞાભંગની વાત કદી નહિ બને.” ત્યારે પેલી સ્ત્રીઓ બોલી: “સ્વામિન્ ! તમે પ્રતિજ્ઞાભંગ કરી શકો તેમ નથી તો વચનભંગ કરવા તૈયાર છો ? યાદ...કરો...લગ્ન વખતે તમે અમને વચન આપેલું કે “તમે જેમ કહેશો તેમ કરીશ.” હવે એ વચનને તમે તોડવા તૈયાર થયા છો ?” નવ પરિણીત સ્ત્રીઓની વાત સાંભળીને રાજા મુંઝાઇ ગયા. હવે શું કરવું ? એક બાજુ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે...જો પ્રતિજ્ઞા સાચવવા જાય તો વચનનો ભંગ થાય છે. રાજાએ બંને રમણીઓને સમજાવવા ભારે કોશિશ કરી...પરંતુ નિષ્ફળ ! છેવટે રાજાએ વિચારી લીધું “જો જીવતો રહું તો મારે પ્રતિજ્ઞાભંગ અગર વચનભંગનો અવસર આવે ને ? તો લાવ...આજે જ જીવનનો ભંગ કરી નાખું...પછી Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞા પણ સલામત અને વચન પણ અભંગ ! બાકી પ્રતિજ્ઞા કે વચન બંનેમાંથી એકેયનો ભંગ તો થવા ન જ દેવાય.'’ અને એ જ સમયે રાજા ચન્દ્રયશે કેડેથી કટારી કાઢીને પોતાના ગળે ઝીંકી દીધી. પણ...આ શું ? રાજાનું મૃત્યુ કેમ ન થયું ? બીજીવાર...ત્રીજીવાર...એ જ રીતે ગળા ઉપર કટારી ઝીંકી છતાં રાજા ન મર્યો. ત્યારે...તે જ પળે પેલી બંને દેવીઓ પોતાના મૂળ સ્વરુપમાં પ્રગટ થઇ અને રાજાને કહેવા લાગી: “રાજન્ ! તમારી પરીક્ષા ક૨વા જ અમે આ બધું નાટક કરેલું...આપની પ્રતિજ્ઞાના પાલનમાં અદભુત દૃઢતા જોઇને અમે ખરેખર પ્રસન્ન બની ગઇ છે.'' રાજા ચંદ્રયશને ભાવભર્યા પ્રણામ કરીને બંને દેવીઓ ત્યાંથી વિદાય થઇ ગઇ. કેવી વંદનીય રાજા ચંદ્રયશની પાપભીરુતા ! જેણે પ્રતિજ્ઞાભંગના પાપને આચરવાને બદલે મોતને વ્હાલું ગણ્યું ! પાપભીરુ બનવા પરલોકદૃષ્ટિ કેળવો : જો આપણે પણ જીવનમાં પાપભીરુતા કેળવવી હશે તો આપણી નજર માત્ર આલોક તરફ નહિ, પરંતુ સતત પરલોક તરફ રાખવી પડશે. જે પરલોકને માને છે, એટલું જ નહિ જે સતત ‘“પરલોકમાં મારું શું થશે ?'' આ વિચારને જ પ્રધાનતા આપે છે, એ પાપભીરુ બન્યા વગર રહેતો જ નથી. વર્તમાન સમાજમાં મોટા ભાગના લોકોની તો પરલોક પ્રત્યે શ્રદ્ધા જ નથી અને જે કેટલાક લોકોને પરલોક શ્રદ્ધા છે તેમની પણ દૃષ્ટિ...સતત પરલોક સમક્ષ રહેતી નથી. આ લોકના સુખનું આકર્ષણ એટલું પ્રબળ છે કે ભલ-ભલા ધર્માત્માઓને પણ ઘડીભર પરલોક વિસરાવી દે છે અને તેથી જ તેમને પણ પાપાચરણમાં પ્રવૃત્ત કરી મૂકે છે. પણ જો જીવનમાં પરલોકદષ્ટિને વણી લેવામાં આવે તો પાપો આચરવાં ७८ Page #86 -------------------------------------------------------------------------- ________________ પડે તોય તેના પ્રત્યે ધ્રુજારી તો રહેશે જ. કદાચ પાપોનું આચરણ જીવતું રહે છતાંય જો પાપ પ્રત્યે ધ્રુજારી..પાપનો ભય પણ સાથે જ જીવતો રહેશે તો એક ધન્ય પળ એવી આવી લાગશે કે જ્યારે તે તે પાપનું આચરણ હંમેશ માટે છૂટી જશે. - પાપ પ્રત્યેનો ભય...પાપ પરત્વેનો ધિક્કારભાવ...એ પાપોને કાઢવાનો સૌથી ઉત્તમ ઇલાજ છે. જર્મનીઓનું અમોઘ શસ્ત્રઃ ધિક્કારભાવ : ઇ. સ. ૧૯૧૪ ની સાલમાં જર્મનીઓને અંગ્રેજોના શરણે જવાની ફરજ પડી હતી. ત્યારે જર્મન-નેતાઓએ અંગ્રેજોને કહ્યું હતું કે, “તમે અંગ્રેજોએ અમારા જર્મન લોકોનાં હથિયારો, શસ્ત્રો, સ્ટીમરો વગેરે ભલે કબજે કરી લીધાં. પરંતુ તમે એ વાત બરાબર યાદ રાખજો કે એક દિવસે અમે તમને ચોક્કસ જીતી લઇશું.” અંગ્રેજોએ પૂછ્યું “શી રીતે ?” ત્યારે તેમણે કહ્યું “અમારી પાસે હજી પણ એક શસ્ત્ર સલામત છે અને તે તમે લાખ પ્રયત્ન પણ ઝૂંટવી શકો તેમ નથી. અને એ ભયંકર શાસ્ત્રને કબજે કરવાના તમે જેમ જેમ પ્રયત્નો કરશો તેમ તેમ તે શસ્ત્ર તમારા હાથમાં તો નહિ જ. આવે પરંતુ ઊલટાનું અમારું તે શસ્ત્ર વધુ ને વધુ તીણ થતું જશે.” ત્યારે કુતૂહલથી અંગ્રેજોએ પૂછ્યું “તમારા તે શસ્ત્રનું નામ શું છે ? તે તો કહો.” જર્મનીઓએ એનો જવાબ આપ્યો: “તે શસ્ત્રનું નામ છે : તમારા પ્રત્યેનો અમારો ધિક્કારભાવ. જ્યાં સુધી અમારો ધિક્કારભાવ તમારા પ્રત્યે છે ત્યાં સુધી અમે જીવતા છીએ. અમે ફરી બેઠા થઇશું. સજ્જ થઇશું અને તમને જરુર પરાજય આપીને જ જંપીશું.” હારેલા જર્મન લોકોની અપરાજિત દેશદાઝને જોઇને અંગ્રેજોનાં મસ્તક પણ નમી પડ્યાં. બસ...આ જ વાતને આધ્યાત્મના ક્ષેત્રમાં પણ લગાડવાની જરૂર છે. જ્યાં સુધી પાપો પ્રત્યે ધિક્કારભાવ સલામત છે ત્યાં સુધી ડરવાની જરૂર નથી. પાપ Page #87 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર જ એકવાર આપણને પાપનાશ કરી દેવાની તાકાત બક્ષશે. - ધર્મનાં તમામ શાસ્ત્રો જ્યારે ચૂંટવાઇ જાય ત્યારે પણ જો પાપો પ્રત્યેનો ધિક્કારભાવ જીવતો રહેશે તો તે આત્મા એકવાર ધર્મસંગ્રામના આ મેદાનમાં જરુર વિજયી નીવડશે. પાપોની જનેતા પાપનિર્ભયતાઃ આથી એમ કહી શકાય કે સર્વધર્મોની જનેતા છે: પાપભીરુતા. અને આથી ઊલટું સર્વ પાપોની જનેતા છે: પાપનિર્ભયતા. હિંસા, જૂઠ, ચોરી વગેરે તમામ પાપોને જો ઉધઇની ઉપમા આપવામાં આવે તો પાપો પ્રત્યેની નિર્ભયતાને ઉધઇની મહારાણી જરુર કહી શકાય. જો ધર્મનો પ્રારંભ પાપભીરુતાથી થાય છે તો સઘળાં પાપોનો પ્રારંભ પાપનિર્ભયતાથી થાય છે એમ ચોક્કસ કહેવાય. હિંસા વગેરે પાપો ચોક્કસ ખરાબ છે. તેના કારણે આત્માના સદગુણોનો નાશ થાય છે. જીવની ભયંકર દુર્ગતિ થાય છે. પરંતુ આ હિંસા, જૂઠ વગેરે પાપો તો પાંચ-પચાસ ઉધઇ જેવાં છે. જીવનનાં એવાં કેટલાક પાપો દૂર કરવામાં આવે તેનાથી પૂર્ણવિરામ માની લેવાની જરૂર નથી. ' , જો “પાપ નિર્ભયતા” રૂપી ઉધઇઓની મહારાણી જીવતી રહે તો સમજી લેવું રહ્યું કે નવી ઉધઇઓની ઉત્પત્તિનું કાર્ય ચાલુ જ રહેશે. આથી સૌથી પહેલાં “પાપનિર્ભયતા” રૂપી ઉધઇઓની મહારાણીને જ ખતમ કરવી જોઇએ. અર્થાત્ પાપનિર્ભયતાને આત્મામાંથી દૂર કરીને પાપોથી ડરવું જોઇએ. પાપોના પડછાયાથી પણ સો ગાઉ છેટા રહેવું જોઇએ. - જો આવી પાપભીરુતા વગરના ગમે એટલા ધર્મો ભેગા થઇને પણ આપણને આ સંસાર ચક્રમાંથી ઉગારી શકે તેમ નથી, એ વાત બરાબર સમજી લેવી રહી. પાપોથી બચવા નિમિત્તોથી દૂર રહોઃ સવાલ: પાપોથી બચવા માટે શું કરવું જોઇએ ? તે માટેનો કોઇ સરળ અને શ્રેષ્ઠ માર્ગ ખરો ? Page #88 -------------------------------------------------------------------------- ________________ જવાબ : હા...જરૂર છે. ' પાપોથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સુંદર માર્ગ છે કે પાપોનાં નિમિત્તોથી હંમેશાં દૂર રહેવું. - પેલા પપૈયાભરુ ફૂલચંદ શેઠને પપૈયાનો કેવો ભય લાગેલો ? પપૈયાની લારી જોઇને તેઓ એ રસ્તો પણ છોડી દેતા અને બીજા રસ્તે જતા. * નિમિત્તોથી નાસી છૂટવું, એ પાપથી બચવાનો ઉત્તમ ઉપાય છે. સારી સારી મીઠાઇઓ અને સેવાઓ વગેરે ખાવાથી રસનાનો (જીભનો) રાગ અત્યંત વધી જતો હોય તો મેવા-મીઠાઇ ખાવાનાં જ છોડી દેવા જોઇએ. ખરાબ સાહિત્ય વાંચવાથી મન વિકારી થતું હોય તો તેવું સાહિત્ય વાંચવું જ નહિ. વિકારોથી બચવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે. જોકે આ તો એક ઉદાહરણ-માત્ર છે. વિકારોનું કારણ કાંઇ માત્ર ખરાબ - સાહિત્ય જ નથી. ખરાબ મિત્રોની સંગત, સેક્સી ફિલ્મો, સ્ત્રીઓનો વધુ પડતો પરિચય, મિષ્ટાન્નાદિનું ભોજન, રાત્રિભોજન વગેરે અનેક કારણો છે. ટૂંકમાં વિકારનાં જે જે નિમિત્તો હોય તે તમામને તજી દેવાં, એ જ વિકારથી બચવાનો ઉત્તમ ઉપાય છે. બ્રહ્મચર્યની ઇચ્છાવાળાએ વિકારનાં (અ-બ્રહ્મચર્યના) નિમિત્તોને છોડી દેવાં. તો પ્રાયઃ તેને માટે બ્રહ્મચર્યનું પાલન સરળ બની જાય. આ જ વાત તમામ પાપો માટે લાગુ કરવી. જે જે પાપોથી બચવાની આપણી ઇચ્છા હોય તે તે પાપોમાં જે જે કારણો-નિમિત્તો હોય તે તમામથી દૂર રહેવાની સતત કોશિશ કરવી જોઇએ. જે નિમિત્તોથી દૂર રહે છે તે પ્રાયઃ પાપથી બચ્યા વગર રહેતો નથી. એથી ઊલટું જે નિમિત્તોની પાસે જાય છે તે પ્રાયઃ પાપોથી ખરડાયા વગર રહેતો નથી. તે જ ભવમાં મોક્ષે જનારા રહનેમિજી જેવા પણ ગુફામાં વરસાદથી ભીંજાયેલાં સાધ્વી રાજુમતીને વિકારને વશ થઈ ગયા ન હતા શું ? એ તો ખરેખર મહાત્મા હતા, તેથી રાજીમતીનાં બોધ-વચનો સાંભળીને પુનઃ વિરકિત પામ્યા અને Page #89 -------------------------------------------------------------------------- ________________ ભગવંતશ્રી નેમિનાથની પાસે જઇને તેમણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરી લીધું. ભીંજાયેલાં રાજીમતીનાં દર્શનનું નિમિત્ત જ રહનેમિના પતનમાં પોતાનો ભાગ ભજવી ગયું ને ? રુપકોશાના દર્શનરુપી નિમિત્તથી જ સિંહગુફાવાસી મુનિ મનથી પતિત થઇ ગયા હતા ને ? અને રુપકોશાના કહેવાથી તેઓ નેપાળમાં ચોમાસાની વિરાધનાની પણ પરવા કર્યા વગર રત્નકંબલ લેવા દોડી ગયા હતા. એ તો રુપકોશાએ પોતાની કુશળતાથી મુનિને પતિત થતા બચાવી લીધા. નંદિષણ જેવા મહાત્મા પણ વેશ્યાના ઘર રુપી નિમિત્ત ની પાસે ગયા માટે પતન પામ્યા ને ? જો આવા મોટા-મોટા મહાન આત્માઓને પણ નિમિત્ત પતનનું કારણ બની જતું હોય, તો આપણે જેવા સામાન્ય માનવોનું તો શું ગજું ? માટે જ શાસ્ત્રકારો નિષ્પાપ રહેવા ઝંખતા પુણ્યાત્માને પાપોથી બચી જવા માટે પાપનાં નિમિત્તોથી દૂર રહેવાનું ખાસ વિધાન ફરમાવે છે. નાનાં પાપોથી પણ ડરતા રહો ઃ બીજી મહત્ત્વની વાત એ પણ છે કે જેમ મોટાં મોટાં પાપોથી સાવધ રહેવું જોઇએ, તેમ નાનાં નાનાં પાપોથી પણ એટલા જ ડરવું જોઇએ. જે આત્માઓ નાનાં પાપોને ગૌણ ગણીને તેની ઉપેક્ષા કરે છે તેઓ પ્રાય : મોટાં-દેત પાપોને સેવનારા બની ગયા વગર રહેતા નથી. નાવડીમાં પડેલું નાનકડું કાણું પણ જો ઉપેક્ષિત થાય તો તે આખી નાવડીને ડૂબાડી દીધા વગર રહેતું નથી. જરાક ક્રોધ કર્યો તેમાં શું થઇ ગયું ? જરાક કામરાગથી પેલી સ્ત્રીને જોઇ તેમાં શો અપરાધ થઇ ગયો ? જરાક અભિમાન કર્યું તેમાં ક્યો પહાડ તૂટી પડ્યો ? આ પ્રકારના વિચાર આત્મ-કલ્યાણના ઇચ્છુક માટે અવશ્ય ઘાતક છે. યાદ રાખજોઃ નાનકડો પણ ઘા, ઉપેક્ષિત થાય તો અત્યંત મોટું ગૂમડું બનીને પ્રાણઘાતક પણ બની શકે છે. નાનકડી પણ ચિનગારી આખી નગરીને જલાવી 23 Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવા સમર્થ છે. | નીતિશાસ્ત્ર કહે છે એ ઊગતા શત્રુને અને ઊગતા રોગને તુરંત ડામવા જોઇએ.” આનો અર્થ એ કે શત્રુ નબળો છે અથવા નાનો છે એમ સમજીને તેની ઉપેક્ષા ન કરાય. રોગ પણ થોડો છે માટે તેની નિષ્કાળજી ન કરાય. એ જ રીતે જ્યારે જ્યારે નાનકડું પાપ જીવનમાં પ્રવેશતું હોય ત્યારે જ તેને ડામી દેવામાં આવે તો મોટું પાપ જીવનને અભડાવી શકતું નથી. - તાવ થોડો થોડો આવ્યા કરતો હોય તેથી તેની ઉપેક્ષા કરવામાં આવે તો એ જીર્ણજ્વર કાયામાં ઘર કરી જઇને આખા શરીરનું સ્વાસ્થ ખતમ કરી નાખવા સમર્થ બની જાય છે. નાનું પણ પાપ ભયંકર છે ? આથી જ નાનું છે એમ સમજી તેની ઉપેક્ષા ન થાય. હકીકત તો એ છે કે “નાનું હોવાથી જ તેના પ્રત્યે વધુ ગંભીર બની જવું જોઇએ. મનનું પાપ સામાન્ય રીતે ભયંકર નથી ગણાતું. તેનું પ્રાયશ્ચિત્ત પણ અલ્પ હોય છે. છતાં કુમારપાળ મહારાજાએ મનના પાપને “નાનું ન ગણતાં તેને જ ભયંકર ગયું અને આથી જ તેણે અભિગ્રહ કર્યો કે મનથી જે મારાથી “પાપ” થઇ જાય તો ઉપવાસ કરવો અને એ જ પાપ કાયાથી થાય તો એકાસણું પ્રાયશ્ચિત્તરૂપે કરવું. તેમણે કેમ આમ કર્યું ? એનું કારણ જ એ છે કે તેઓ જાણતા હતા કે મનનું નાનું ગણાતું પાપ જ જ્યારે ઉપેક્ષિત થાય છે ત્યારે તેમાંથી કાયાનું મોટું પાપ પેદા થઈ જાય છે. આથી જ્યારે પાપ “નાનું હોય ત્યારે જ જો તેની સખત શિક્ષા સ્વીકારી હોય તો તે “મોટું થવાનું જ નથી. ધરતીને ચીરવા માટે નાનકડું બીજ જ સમર્થ છે. તે કામ કાંઇ મોટો-દેત વડલો કરી શકતો નથી. આમ ? પાપોથી ડરવાનો, પાપભીરુ બનવાનો પહેલો ઉપાય એ છે કે હંમેશ એ વિચારવું કે મારાં સર્વ દુઃખોનું મૂળ પાપ” જ છે તેથી મારે પાપ ન કરવું જોઇએ. અને પાપોનો ડર પેદા થયા પછી પાપોથી બચવા માટેના ઉપાયો છે (૧) પાપનાં નિમિત્તોથી દૂર રહેવું અને (૨) નાનાં પાપોથી સતત સાવધાન રહેવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૫ મો ગુણ) છે ' ઉચિત રિસ્થતિ જે સેવે સદા. उचित स्थिति जेह सेवे सदा (પ્રસિદ્ધ દેશાચાર-પાલન) તે તે દેશોના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું તે અતિ મહત્ત્વનો ગુણ છે. શિષ્ટ-પુરુષો દ્વારા આચરાયેલા અને સેંકડો વર્ષોની AT પરંપરાથી રુઢ બનેલા પ્રસિદ્ધ આચારોનું પાલન કરવાથી આપણો આત્મા પ્રાયઃ નિર્મળ અને નિર્વિકાર બની રહે છે. “જૂનું એટલું સોનું' આ વિચારધારાની સખત ઠેકડી | ઉડાડતો આજનો કહેવાતો સુધારક-સમાજ ખરેખર કેવો બગાડક’ છે તેની આકરી ટીકા ગાંધીજીએ “હિન્દ-સ્વરાજ' પુસ્તકમાં કરી છે. | સ્ત્રીને પરતત્ર રાખવા પાછળ ભારતીય સંસ્કૃતિનો કેવો ઉમદા આશય હતો ? ડેરીઓનાં દૂધ અને ગાયોની વર્તમાનમાં કેવી દુર્દશા થઇ છે ? આયુર્વેદના વિજ્ઞાનનો નાશ કરીને આપણે શો લાભ મેળવ્યો ? આ બધા પ્રશ્નોના વેધક ઉત્તરો સહિત આ | ગુણવિવેચનમાં આર્ય-પરંપરાના પ્રસિદ્ધ આચારોના પાલનની જરૂરિયાતની પણ સરસ વાતો લખાઈ છે. તમે આનું વાંચન| મનન જરૂર કરો. માર્ગાનુસારી આત્માનો પાંચમો ગુણ છે. " પ્રસિદ્ધ દેશાચાર-પાલના ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૯) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Sઈ ) Page #92 -------------------------------------------------------------------------- ________________ માર્ગનુસારીના ગુણોમાં પાંચમો નંબર છે : પ્રસિદ્ધ દેશચાર-પાલન. આર્યદેશના શિષ્ટ પુરુષોએ આચરેલા, માન્ય કરેલા અને ઘણા કાળની રૂઢિથી ચાલ્યા આવતા તે તે દેશોના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું તે માર્ગાનુસારીપણાનો ગુણ છે. પ્રસિદ્ધ-આચારપાલન પાછળ બે બળો છે. આ આચારોના પાલનની પાછળ બે મોટાં બળો છે. એક તો તે આચારો શિષ્ટજનો દ્વારા આસેવિત હોય છે અને બીજું તે ઘણા કાળની રૂઢિથી મજબૂત બનેલા હોય છે. આથી જ તે આપણું અત્યંત હિત કરનારા હોય છે. સારા આચારો હોય તેને જ શિષ્ટ પુરુષો આચરે તે સ્પષ્ટ વાત છે. વળી, એ આચારો સારા હોય, પ્રજાનું હિત કરનારા હોય...ત્યારે જ લાખો વર્ષોમાં આવેલાં અનેક આક્રમણોની સામે તે અબાધિતપણે પોતાનું અસ્તિત્વ ટકાવવા સમર્થ બન્યા હોય છે. - આ રીતે આ પ્રસિદ્ધ દેશાચારો આપણા સહુને માટે ખૂબ આદરવા યોગ્ય અને માન આપવા લાયક બની જતા હોય છે. પણ આજે એક ધૂન ચાલી છે કાંઇક નવું કરો. જૂનું છે એટલું તોડો અને નવું ભલે પછી તે અહિતને-અકલ્યાણને નોતરનારું હોય તો પણ તેને આચરો. નવું કરવાની ધૂનવાળા પ્રાયઃ સસ્તી કીર્તિ કમાઇ લેવા જ તેમ કરતા હોય છે...'Old is Gold' (જૂનું એટલું સોનું) આ કહેવતની તેઓ ભારે ઠેકડી ઉડાવતા હોય છે. અલબત્ત, આ કહેવત સદા અને સર્વત્ર આવકાર્ય જ હોય છે તેવું નથી, પરંતુ જૂનું એટલું નકામું' એવી વિચારધારા પણ સર્વત્ર આવકારદાયક નથી જ, તે આપણે સમજવું જોઈએ. સુબુદ્ધિની દીર્ધદર્શિતા : એક સરસ દૃષ્ટાંત છે. રામપુર' નામના ગામડામાં રામજીભાઇ નવા સરપંચ નિમાયા હતા. તેઓ જ્યારથી સરપંચ નિમાયા ત્યારથી હંમેશાં કાંઇ ને કાંઇ બનવું' કરાવની ધૂન રહ્યા કરતી. પછી તે નવું કરવાથી લોકોને લાભ થશે કે નુકસાન તે વિચારવાની : : : Page #93 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં દીર્ધદર્શિતા ન હતી. પરંતુ તેમની પુત્રી સુબુદ્ધિ ખરેખર બુદ્ધિશાળી હતી. નામ પ્રમાણે તેનામાં નાની વયમાં પણ સુંદર બુદ્ધિમત્તા હતી. એકવાર પદમશીભાઇ-જેઓ રામજીભાઇના ખાસ મિત્ર થતા હતારામજીભાઈના ઘરે આવ્યા. તેમણે સુબુદ્ધિને પૂછયું “બેટા તારા પિતા ક્યાં ગયા છે ?” - ત્યારે સુબુદ્ધિએ જવાબ આપ્યો: “પિતાજી મૂર્ખાઇ કરવા ગયા છે.” સુબુદ્ધિનો આવો જવાબ સાંભળીને પદમશીભાઇ વિચારમાં પડી ગયા. તેમણે સુબુદ્ધિને કહ્યું “આવું કેમ બોલે છે ? મને કાંઇ સમજાયું નહિ.” ત્યારે સુબુદ્ધિએ કહ્યું “વાત એમ છે કે મારા પિતાજી હમણાં ગયા વર્ષે સરપંચ થયા છે, ત્યારથી તેમના મનમાં ગામમાં કોઈ ને કાંઈ નવું કરી દેખાડવાની ધૂન સવાર થયેલી રહે છે. '! “અમારા ગામના પાદરે એક ધોરી ચીલો વર્ષોથી પડેલો છે. લોકોને જવા માટે એ ટૂંકો રસ્તો ઘણો ફાવી ગયેલ છે. પણ મારા પિતાજી નવું કરવાની બુદ્ધિ વગરની ધૂનમાં એવા ચડેલા છે કે તે ચીલો પૂરાવી દઇને નવો ચીલો પાડવા ગયા છે. પરંતુ મને વિશ્વાસ છે કે જૂનો ચીલો બંધ કરાવવાની કોશિશથી લોકોને ભારે તકલીફ થશે અને નવો ચીલો પડી શકવાનો નથી. કેમકે ચીલો પાડતાં પાડતાં વર્ષોનાં વર્ષો નીકળી જતાં હોય છે. આ પિતાજીની મૂર્ખાઇ નહિ તો બીજું શું કહેવાય ?' પદમશીભાઇ તો સુબુદ્ધિની દીર્ઘદર્શિતા જોઇને પ્રસન્ન થઇ ગયા. જૂનું હોવા માત્રથી તે તોડી ન નખાય : વર્તમાન કાળના ઘણા ડીગ્રીધારીઓ અને બુદ્ધિજીવીઓને જૂની પરંપરાનાં મૂલ્યો પ્રત્યે ભારે તિરસ્કાર હોય છે. જૂની રુઢિઓને તેઓ હંમેશાં વખોડતા જ હોય છે. ન જાણે એમને પાશ્ચાત્ય પદ્ધતિના શિક્ષણનાં કેવાં ઝેર પાયાં હશે !! કાંઇ સમજાતું નથી. પાર-વગરની મુશ્કેલીઓની વચ્ચે, ઝંઝાવાતો અને આંધીઓની વચ્ચે પણ જે પરંપરાઓ, જે મૂલ્યો અને જે રુઢિઓ અવિચ્છિન્ન રહી...છે જે અખંડપણે ટકી ગઇ છે તે પ્રજાનું કલ્યાણ ચોક્કસપણે કરી શકે તેમ છે. તેવાં મૂલ્યોને...રુઢિઓને Page #94 -------------------------------------------------------------------------- ________________ ‘તે જૂની છે” એટલા જ કારણસર તોડવાની ચેષ્ટા કેમ કરાય ? તેથી તો ઘણો અનર્થ થઈ જાય. જો જૂનું હોવું તે ગુનો હોય તો આજે નવાં ગણાતાં મૂલ્યો...સંશોધનો...અને યોજનાઓ આવતીકાલે જૂનાં થવાનાં જ છે...તો શું તે પણ ખતમ કરવા જેવાં ગણાશે ને ? જેનાં મૂળિયાં ખૂબ ઊંડાં ગયાં છે તેવા આંબાના વૃક્ષને ઊખેડી નાંખવાથી તો ન તો કોઇને આંબો ખાવા મળશે કે ન તો વૃક્ષનો છાંયડો. આજના કાળમાં જૂનાં વૃક્ષોને કાપી નાંખીને જંગલોના જંગલ સાફ કરાય છે અને બીજી બાજુ વૃક્ષારોપણ સપ્તાહો ઊજવાય છે. વૃક્ષારોપણ કરતા મુખ્યપ્રધાનોના ફોટાઓ અખબારોમાં છપાય છે. આ બધી મૂર્ખતા નથી તો બીજું શું છે ? ગાંધીજીનાં વચનો : - ગાંધીજીએ પરંપરાગત મૂલ્યોને બિરદાવતાં જે વચનો “હિન્દ-સ્વરાજ” પુસ્તકમાં કહ્યાં છે તે વાંચવા જેવા છે. તેમણે કહ્યું છે કે, “અમારી પરંપરાગત મૂલ્યોની મૂડીમાં કોઇ સુધારો-વધારો કરજો મા ! કેમકે અમારાં એ મૂલ્યો નીતિ અને ઇન્દ્રિયનિગ્રહ ઉપર ઊભાં છે. આજના કહેવાતા સુધારાઓ નીતિ અને નિગ્રહ વિનાના છે. એવા સુધારાને તો હું સો સો કાળા નાગથી ભરેલો રાફડો કહું છું.” બીજી એક જગ્યાએ તેમણે આ જ સંદર્ભમાં લખ્યું છે કે, “આજના સુધારાથી કોઇ લાભ ભલે થયો હશે, પણ તેટલા માત્રથી હું તેને સારો નહિ કહું, કેમકે તેના દ્વારા નુકસાન પણ પુષ્કળ થતાં હોય છે. આથી એ સુધારો કથાઓમાં આવતા મણિધર નાગ જેવો છે, જે મણિના કારણે સુંદર હોવા છતાં ઝેરના કારણે ખતરનાક છે.” ગાંધીજીના આ વિચારોને આજના સુધારાવાદી અને કહેવાતા ગાંધી ભક્તોએ ખાસ મનન કરવા જેવા છે. ગાંધીજીના વિચારોનો સૌથી વધુ નાશ કહેવાતા ગાંધી-ભક્તોએ (કે ગાંધીવાદીઓએ) જે કર્યો છે એમ કહું તો તે કદાચ ખોટું નહિ હોય. Page #95 -------------------------------------------------------------------------- ________________ દઢ રુઢિઓ પ્રત્યે આદર થવો જોઇએ ? જાતજાતના આધુનિક પ્રયોગો કરીને આપણે દેશની પ્રજાને બરબાદ કરવાનું કામ હરગિજ ન કરવું જોઇએ. કેટલીક આયુર્વેદિક દવાને જેમ વારંવાર “પુટ' આપીને અકસીર બનાવવામાં આવે છે, તે જ રીતે કેટલીક રુઢિઓ અને પરંપરાઓ-જે ભારતીય પ્રજાજનોનું ભારે હિત કરનાર છે-શિષ્ટજનો દ્વારા આચરાઇને, પુટ અપાઇ અપાઇને દઢ બનેલી હોય છે. તેવી રૂઢિઓ માટે તો આદર થવો જોઇએ. બહુમાન જાગવું જોઇએ. તેના પ્રત્યે તો ગૌરવ હોવું જોઇએ. તેના બદલે આજના કેટલાક બુદ્ધિવાદીઓને ભારે તિરસ્કાર હોય તેમ જણાય છે, તે ખરેખર ખેદની વાત છે. એવી અનેક બાબતો છે...જે જૂની હતી છતાં પ્રજાને માટે અત્યંત કલ્યાણકારી હતી. સ્ત્રી પરતંત્રતાની પાછળ ઉમદા આશય : જેમકે આપણી પ્રાચીન પરંપરામાં નારીને સ્વતંત્રતા આપવાનો નિષેધ હતોઃ “ન સ્ત્રી સ્વાતંત્ર્યમહતિ-સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય નથી. આ વાત નારીના ઘરની બહારના સ્વાતંત્ર્યને રોકનારી હતી. તેને પુરુષની જેમ જગતમાં ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સાથે હળવા-મળવાની છૂટ નહોતી. નારીને આવા પ્રકારની મર્યાદા પાળવાની જરુર એટલા માટે હતી કે તે (જો સંપૂર્ણ બ્રહ્મચારિણી સાધ્વીજીનું જીવન ન સ્વીકારી શકે તો) લગ્ન કરીને માતા બનનારી છે. આથી એના આચાર-વિચારની અસર એના ભાવિ બાળક ઉપર ચોક્કસ પડે અને જો તેને સ્વતંત્રતા આપવામાં આવે, તેના દ્વારા તેનું શીલ જોખમાય, તેનાં ભાવિ સંતાનો ચોક્કસ ખરાબ પાકે. આથી જ, ભારતની ભાવિ પ્રજા ઉત્તમ સંસ્કારોને ધારણ કરનારી બને એવા જ ઉમદા આશયથી સ્ત્રીને બહારનાં ક્ષેત્રોમાં પુરુષના જેટલી સ્વતંત્રતા આપવાની મનાઈ હતી. અલબત્ત...ઘરની અંદર સ્ત્રી સંપૂર્ણ સ્વતંત્ર હતી. પતિસેવા... ઘરસજાવટ... અને બાળઉછેર જેવાં કાર્યોમાં તેને સંપૂર્ણ સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું જ હતું. પરંતુ આજે જૂની રૂઢિઓને તોડી નાખવામાં જ બહાદુરી સમજનારા સુધારકોએ સ્ત્રીને સ્વાતંત્ર્ય-નિષેધની આર્ષ-પ્રણીત રૂઢિને નષ્ટપ્રાયઃ કરી. પરિણામ Page #96 -------------------------------------------------------------------------- ________________ શું આવ્યું? સ્ત્રીઓનું શીલ જોખમાયું. અનેક નારીઓ બહારના જ્ઞાનનો, સ્વતંત્રતાનો લાભ જરુર પામી પણ પોતાના ઉજ્જવળ શીલનો ભોગ આપી ચૂકી. પોતાનાં સંતાનોના સદાચાર-સુસંસ્કારોનું બલિદાન આપી ચૂકી અને ભારતની પ્રજા દિનપ્રતિદિન કુસંસ્કારવતી-જાતીય વાસનાની ભૂખી બનતી ચાલી. ગાયોની દુર્દશા અને ડેરીઓનાં-દૂધઃ ગાયોને કતલખાને રવાના કરાઇ. જે ગાયને “ગૌમાતા' કહીને હિંદુઓએ બિરદાવી હતી તે ગાયને મોતને હવાલે કરવામાં આવી. એની જગ્યાએ ડેરીઓ આવી. પરિણામ શું આવ્યું ? ભારતની પ્રજા ગાય અને ભેંસના ઉત્તમ આરોગ્યપ્રદ દૂધને બદલે ડેરીઓનાં પાઉડરવાળાં દૂધ પીતી થઇ. જેમાંથી પહેલેથી જ રસ-કસ કાઢી લેવામાં આવ્યા હોય છે. આવા દૂધને પીનારી પ્રજામાં બુદ્ધિહીનતા, સત્યહીનતા અને વિવેકહીનતા ન જન્મે તો બીજું થાય શું? ગાય કરતાં ડેરીઓનાં દૂધ...તેનું આયોજન...વગેરે મોંઘાં થતાં ગયાં...અબજો રૂપિયાનો બગાડો કરીને આજે સત્ત્વહીન દૂધ પ્રજાને પીવા મળે છે તે પણ મોંઘુંદાટ ! આવી તો કેટલીય બાબતોમાં આપણે “જૂનું તોડીને “નવું કર્યું પણ પરિણામે સુખ થવાને બદલે દુઃખી જ થયા છીએ. જૂના જમાનાનાં ગાડાઓને તિલાંજલિ આપીને પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોને આપણે સ્વીકાર્યા. ગાડાઓ હતાં તો બળદો પોષાતા હતા. તેના દ્વારા ખેતી સારી થતી હતી. તેના દ્વારા છાણમૂત્ર વગેરેનું ખાતર મળતું હતું. ધરતીમાં રસ-કસ પૂરાતા, તેથી ફુળદ્રુપ ખેતી થતી. તેથી અનાજ પણ સરસ મળતું. આ બધા ફાયદા ગાડાને દૂર કરાતાં આપણે ગુમાવ્યા. બળદો-ગાયો કતલખાનાને યોગ્ય ઠર્યા. આપણામાં જીવહિંસકતાનાં પરિણામ વધ્યા અને ગાય-બળદો દ્વારા બીજા અનેક લાભો થતા તે આપણે ગુમાવ્યા. આયુર્વેદ-વિજ્ઞાનનો નાશ કરી શો લાભ મેળવ્યો ? આયુર્વેદ-વિજ્ઞાન કરતાં ડોકટરી-વિજ્ઞાનને (એલોપથી-વિજ્ઞાનને) વધુ પડતું મહત્ત્વ આપવામાં આવ્યું. આનાથી પ્રજાના આરોગ્યને ભયંકર ધક્કો પહોંચ્યો. આજના ડોકટર દરદીના દર્દને ઝટ સાજું કરી દેવાની ઉતાવળમાં દવાના ભારે Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ન ડોઝો આપે છે, તેના પરિણામે એલોપેથી દવાઓ એક દર્દને મટાડીને બીજા દર્દને ઉત્પન્ન કરે છે. એને મટાડવા ત્રીજી જાતની દવા ડોકટ૨ આપે છે. તેના ‘રીએકશન’ રુપે ચોથું ‘કાંક' દર્દીના શરીરમાં ઊભું થાય છે. આમ દરદી આ વિષચક્રમાંથી બહાર નીકળી શકતો જ નથી. ઘણા ડોકટરો તો નિદાન કરવામાં જ ભારે ગોથું ખાઇ જતા હોય છે...પણ દરદીને પોતાની અણઆવડત પરખાઇ ન જાય માટે ગમે તે દવા આપી દે છે. પરિણામે દરદીનું શરીર ઉગ્ર દવાઓનાં રીએકશનોનો ભોગ બનીને સદાનું બીમાર બની જાય છે. કેટલીક મહત્ત્વની સર્જરીની વાત છોડીને, એલોપથી-દવાઓ દરદીઓના દર્દને મૂળમાંથી નિર્મૂળ કરવામાં સરિયામ નિષ્ફળ જાય છે. જ્યારે ધીરજ અને ખંતથી, પરેજીના યથાર્થ પાલનપૂર્વક ઔષધ લેવામાં આવે તો આજેય આયુર્વેદિક દવાઓ રોગને મૂળમાંથી મટાડવાનું સામર્થ્ય ધરાવે છે. આવાં તો અનેક દૃષ્ટાંતો છે. જે પ્રાચીન પરંપરાઓનાં મૂલ્યોને છોડીને નવા અખતરાઓ અને પ્રયોગો કરવાથી થતાં નુકસાનોની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. છતાં હજીય આપણી પરંપરાગત રુઢિઓની ભારે હાંસી ઉડાવાઇ રહી છે. એ પરંપરાઓ અને રુઢિઓની વિરુદ્ધમાં અનેક માણસો પોતાનો ફાળો જાણે-અજાણે નોંધાવી રહ્યા છે. આર્ય પરંપરાના પ્રસિદ્ધ આચારો : આર્ય પરંપરાના બીજા પણ અનેક પ્રસિદ્ધ આચારો હતા. જેવા કે...અતિથિનો સત્કાર કરવો...ગરીબોને દાનાદિ આપવાં...વેષ આપણી શોભા અને વૈભવના અનુસાર અનુદભટ પહેરવો...દુકાળ વગેરેના સમયે ગરીબોને વિશેષ પ્રકારે દાન આપવું. તેવા ખાસ ખાસ પ્રસંગોએ બીજાઓના ઘરે જવું. કોઇની દેખાદેખીમાં ન પડવું...લગ્ન વગેરે પ્રસંગોમાં ઉડાઉ ન બનવું...જીવન જીવવાની પદ્ધતિ ખૂબ ખર્ચાળ ન બનાવવી...ધર્મવિહીન જીવન ન જીવવું...એકલપેટા ન બનવું...વગેરે પ્રકારના પ્રસિદ્ધ આચારો કહેવાય. તે તે દેશના પ્રસિદ્ધ આચારોનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ. જો તેવું જ્ઞાન ન હોય તો કેટલીકવાર ભારે મુશ્કેલી ઊભી થાય. ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ તે તે દેશના આચારોના જ્ઞાનના અભાવે ભારે મુશ્કેલી : ઇન્ડોનેશિયા નામના દેશમાં એવો રિવાજ છે કે જ્યારે બે પ્રજાજનો ભેગા થાય ત્યારે અરસપરસ એકબીજાના હાથ ઉપર ચુંબન કરે. આ પ્રકારની મિલનવિધિ તે દેશનો શિષ્ટાચાર ગણવામાં આવે છે. - હવે બન્યું એવું કે ઇન્ડોનેશિયાના બે પ્રજાજન-એક સ્ત્રી અને બીજો પુરુષ મક્કા હજ કરવા ગયાં હતાં. બંને પોત-પોતાના દેશમાંથી નીકળ્યાં ત્યારે જુદાં જુદાં નીકળ્યાં હતાં. મક્કામાં બેયનું મિલન થયું. ' તે બંનેએ પોતાના દેશના આચાર પ્રમાણે મળતાંની સાથે અરસપરસ એક-બીજાના હાથ ઉપર ચુંબન કર્યું. આ દૃશ્યને દૂર ઊભેલા એક પોલીસે જોઈ લીધું. તેણે તરત તે બે જણને પકડી લીધાં. કેમકે આ રીતે પરસ્પર જાહેરમાં ચુંબન કરવું તે આ દેશમાં વ્યભિચાર ગણાતો હતો. સરકાર દ્વારા કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા બે ઇન્ડોનેશિયનોએ પણ પોતાનો એક વકીલ રોક્યો હતો. તેમના પોતાના વકીલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું કે, “મારા બંને અસીલો ઇન્ડોનેશિયાના છે. અને તેમના દેશમાં આ વિધિને શિષ્ટાચાર ગણવામાં આવે છે. “આ દેશમાં આ વિધિને ભલે વ્યભિચાર ગણાવામાં આવે પરંતુ તેમને તે વાતની ખબર ન હોવાથી તેમને માફ કરવામાં આવે.” ત્યારે ત્યાંની કોર્ટ આ દલીલને અમાન્ય ગણતાં જણાવ્યું કે, “કાયદાનું અજ્ઞાન હોવું તે કાંઈ બચાવ નથી. "Ignorance of law is no excuse" આ દેશમાં આવનાર માણસોને આ દેશના શિષ્ટાચારોનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ. તેમણે તેની માહિતી પહેલેથી મેળવી લેવી જોઈએ.” કોર્ટ દ્વારા તેમને મામૂલી સજા પણ કરવામાં આવી. જ્યારે તે બંને ઇન્ડોનેશિયને હાઇકોર્ટમાં અપીલ કરી ત્યારે તેમની અપીલ જ કાઢી નાંખવામાં આવી અને એ સજાને મંજૂર રાખવામાં આવી. આ પ્રસંગ એ સૂચવે છે કે તે તે દેશના પ્રસિદ્ધ આચારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઇએ. જો તેવું જ્ઞાન જ ન હોય તો તે તે આચારોનું પાલન કરવાનું Page #99 -------------------------------------------------------------------------- ________________ શક્ય શી રીતે બને ? સાધર્મિક ભક્તિના પ્રભાવે તીર્થંકર નામકર્મ આંગણે આવેલા અતિથિને કદી પાછો જવા ન દેવો એ પણ એક સુંદર આચાર છે. પોતાના સમાનધર્મી (સાધર્મિકો)ની ભક્તિ કરવી એ પણ સારો આચાર છે. સંભવનાથ પરમાત્મા સાધર્મિક ભક્તિના પ્રભાવે તીર્થંકર બન્યા હતા. સંભવનાથ તરીકેના ભવથી ત્રીજા ભવે તેઓ ધાતકીખંડમાં એરવત ક્ષેત્રમાં લેમપુરી નામની નગરીમાં વિમળવાહન નામના તેઓ રાજા હતા. તેમના શાસનકાળ દરમ્યાન એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યારે તેમણે ઘણા લાંબા સમય સુધી નગરના સાધર્મિકોની સુંદર પકવાન્નો દ્વારા ભક્તિ કરી હતી. આના પ્રભાવે તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. ' - ત્યાર બાદ રાજા દીક્ષા લઇને, કાળક્રમે કાળધર્મ પામીને દેવલોકમાં ગયા અને ત્યાંથી આ ચોવીશીમાં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ બન્યા હતા. જ્યારે સંભવકુમારનો જન્મ થતો હતો ત્યારે નગરમાં ભયંકર દુકાળ ચાલતો હતો, પરંતુ કુમારના જન્મના પ્રભાવે ચારે બાજુથી પુષ્કળ અનાજ આવ્યું અને નગરમાં સુકાળ સુકાળ થઈ ગયો હતો અને આ જ કારણથી કુમારનું નામ સંભવ' પાડવામાં આવ્યું હતું. રાજા દંડવીર્યની પ્રતિજ્ઞાઢતા ? આવો જ બીજો પ્રસંગ છે, રાજા દંડવીર્યનો. ભરત ચક્રવર્તીના તેઓ વંશજ હતા. દંડવીર્યને સાધર્મિકોની ભક્તિ કર્યા વગર ચેન ન પડતું. પોતાના ઘરે આવેલા તમામ સાધર્મિકોને તેઓ જમાડીને પછી જ જમતા. તેમના આ નિયમની પરીક્ષા કરવા એકવાર દેવરાજ ઇન્દ્ર પોતે આવ્યો. તેણે પોતાની શક્તિના પ્રભાવથી લાખો સાધર્મિકોને પેદા કરી દીધા અને દિંડવીર્ય રાજાના ઘરે મોકલવા શરુ કર્યા. પહેલે દિવસે ઠેઠ સાંજ સુધી સાધર્મિકો આવતા રહ્યા અને દંડવીર્ય સહુને જમાડતો રહ્યો-પૂરા પ્રેમથી અને ભાવથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે પણ સાધર્મિકોની વણઝાર ચાલુ જ રહી. તે પણ ઠેઠ સાંજ સુધી... સૂર્યાસ્ત થઈ ગયો. રાજાને પહેલા દિવસનો ઉપવાસ તો હતો જ. આજે બીજો ર્યો. આ જ રીતે લગાતાર આઠ દિવસ સુધી સાધર્મિકો આવતા જ રહ્યા, પણ દંડવીર્યે જરાય કંટાળ્યા વગર પૂરા સભાવ સહિત સઘળા સાધર્મિકોને જમાડવાનું ચાલુ જ રાખ્યું. એટલું જ નહિ, પૂરા આઠ દિવસના ઉપવાસ રાજાએ કર્યા પરંતુ પોતે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો. ' રાજાની પ્રતિજ્ઞાદઢતા જોઇને પ્રસન્ન બનેલા ઇન્દ્ર રાજાને દિવ્યધનુષ્ય અને દિવ્યકુંડળ ભેટ આપ્યાં. અલબત્ત, અતિથિનો કે સાધર્મિકનો આવો સત્કાર કરવામાં ધનનો વ્યય અગર બીજી તકલીફો જરુર સહેવી પડે છે પરંતુ એની સામે જે લાભ છે તે અપાર છે. તેના દ્વારા પરલોકમાં તો સુખાદિ પ્રાપ્ત થાય છે પરંતુ આલોકમાં પણ માનસન્માન, કીર્તિ, લોકપ્રિયતા વગેરે અનેક લાભો પણ જરુર મળતા હોય છે. આ દૃષ્ટિએ પણ અતિથિસત્કાર કે સાધર્મિક ભક્તિ વગેરે આચાર અવશ્ય પાળવા જોઇએ. દયા અને કરુણા પણ આ દેશમાં સર્વમાન્ય સદાચાર છે. “ એ હતા ભારતના એક પ્રસિદ્ધ સંત. એમને સાચું કહેવાની ભારે આદત, અને ઘણીવાર કડવી વાત ઘણાને આકરી લાગતી હોય છે. આ સંન્યાસીજીનો જેમ ભક્ત-વર્ગ હતો તેમ કેટલોક વિરોધી-વર્ગ પણ હતો, પરંતુ સંન્યાસીજી કદી કોઇની પરવા ન કરતા. - એક દિવસ સંન્યાસીજીના કેટલાક વિરોધીઓએ તેમનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું. સંન્યાસીજી જેમના હાથની રસોઇ જમતા હતા તે તેમના વિશ્વાસુ - રસોઇઆને જ અઢળક રૂપિયા આપીને ફોડી નાંખવામાં આવ્યો. રસોઇઆએ સંન્યાસીજીના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ઝેર ખૂબ કાતીલ હતું. સંન્યાસીજીને તો રસોઇઆ ઉપર કદી અવિશ્વાસ કરવાનું કારણ જ ન હતું. આથી તેમણે તે ઝેરવાળું ભોજન કરી લીધું. થોડી જ વારમાં સંન્યાસીજીને ઝેરની અસર વર્તાવા લાગી. એટલે તેમણે રસોઇને બોલાવીને “સાચું” જણાવી દેવા કહ્યું અને સાચું જણાવે તો અભયદાનની Page #101 -------------------------------------------------------------------------- ________________ ખાતરી આપી. રસોઇઆએ ગુનો કબૂલ કરી લીધો. સંન્યાસીજીએ તરત જ પોતાના ગજવામાંથી વીસ રૂપિયા કાઢીને તેને આપતાં કહ્યું “આ રૂપિયામાંથી હવે તું જલ્દી ટ્રેનની ટિકિટ કઢાવી લે અને તારા વતનમાં તું ભાગી જા. જો મોડું કરીશ અને પકડાઇ જઇશ તો મારા ભક્તો તારા રાઇ રાઇ જેવડા ટુકડા કરી નાંખશે.” - પોતે જેને મારી નાંખવાની કોશિશ કરવાનું કાળું પાપ કર્યું છે તે સંન્યાસીજી જ્યારે તેને બચાવી લેવાની કોશિશ કરી રહ્યા છે તે જોઇને રસોઇઆના અંતરમાં પસ્તાવાનો પાર ન રહ્યો. ચોધાર આંસુએ રડતાં તે રસોઇઆએ સંન્યાસીને વંદન કરીને વિદાય લીધી અને આ બાજુ તે સંન્યાસજીનું મૃત્યું થઇ ગયું. આર્યદેશના દયાના આચારનું આ એક મહાન ઉદાહરણ છે. ભારતની ભવ્ય સંસ્કૃતિના આવા વારસદારો આપણે કમ સે કમ નિર્દોષ અને તદ્દન અપરાધરહિત પ્રાણીઓની તો હિંસા ન કરીએ. દુકાળ વગેરેના સમયમાં પોતાના આશ્રિતોને, સ્વજનોને અને દીન-દુઃખિતોની યથાશક્તિ સહાય કરવી, તેમને અન્નાદિ આપવાં તે પણ એક મહત્ત્વનો દેશાચાર છે. જૈનાચાર્યશ્રી પરમદેવસૂરિજીના ભક્ત જગડૂશાહને જ્યારે આચાર્યભગવંતે જ્ઞાનબળથી જણાવ્યું કે, “વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪, અને ૧૩૧૫ એમ ત્રણ સાલમાં લગાતાર દુકાળ પડવાનો છે ત્યારે એક સારા સુખી જૈન તરીકે તમારે કોઈ પણ જાતના ભેદભાવ વગર પુષ્કળ અનાજ વગેરે આપીને સહુની રક્ષા કરવી જોઇએ. અને એ માટે તમારે અત્યારથી જ કાંઇક સગવડ કરવાનું વિચારવું જોઇએ.” ગુરુદેવના આ ઉપદેશને નજરમાં રાખીને જગડૂશાહે અઢળક અનાજ ભેગું કરવા માંડ્યું અને જ્યારે દુકાળનો સમય આવ્યો ત્યારે પોતાના અનાજનો - ભંડાર એણે સહુ કોઈને માટે ખુલ્લો મૂકી દીધો. - અનેક રાજાઓને પણ તેણે પુષ્કળ અનાજ આપ્યું...અલબત્ત...સાથે શરત કરી કે આ અનાજ તમારી પ્રજા સુધી પહોંચવું જોઇએ. તે સિવાય ૧૧ર દાનશાળાઓ પણ ખોલી. બધું મળીને આઠ અબજ, સાડા છ કરોડ મણ અનાજ વિના મૂલ્ય દાનરુપે જગડૂશાહે આપ્યું. આવા દાનવીર જગqશાહ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેના માનમાં દિલ્હીના Page #102 -------------------------------------------------------------------------- ________________ બાદશાહે માથેથી મુગુટ ઉતાર્યો હતો. સિંધપતિએ બે દિવસ અન્ન ત્યાગ્યું અને રાજા અર્જુનદેવ ખૂબ રડ્યા હતા. આવા બીજા આચારોમાં. અન્ય સંન્યાસીઓના અથવા જેનેતર ધર્મના વિશિષ્ટ પ્રસંગોમાં પણ ક્યારેક હાજરી આપવી પડે. જો એનાથી જૈનધર્મની પ્રભાવના થતી હોય તો તેમ પણ કરવું જોઇએ. વસ્તુપાળ અને પેથડશાહે જેનોની સુરક્ષા અને પ્રભાવનાને માટે મુસલમાનોને મસ્જિદો બંધાવી આપ્યાની વાત ઇતિહાસના પૃષ્ઠો ઉપર નોંધાયેલી છે. અલબત્ત...આવાં કાર્યો માટે તેવા પ્રકારની વિશિષ્ટ લાયકાત હોવી જરૂરી છે. બધા જ માણસો આવા “અપવાદો નું સેવન કરી શકે નહિ. પરંતુ પોતાની કલાને યોગ્ય એવો દેશાચાર દરેક વ્યક્તિએ પાળવો જોઇએ. શિષ્ટજનોને માન્ય એવા દેશાચારોના પાલનથી આધ્યાત્મિક ગુણોનો વિકાસ થતો હોય છે તેથી તે આચારોનો અનાદર કરવો યોગ્ય નથી. બીજી એક વાત..વ્યવહારમાં ઉચિત અને સુસંગત વ્યવહાર રાખવો તે પણ દેશાચાર છે. મન કદાચ વિકાર-રહિત હોય પણ વ્યવહાર સ્ત્રીઓના વિશેષ પરિચયવાળો હોય તો તે આપણા શિષ્ટજનોને માન્ય નથી. ' હા...કદાચ પાપના ઉદયે મન વિકારવાળું હોય...પણ વ્યવહાર જો સ્ત્રીપરિચયથી મુક્ત હોય...તો તેવા માણસને મનની વિશુદ્ધિ પ્રાપ્ત થવાના ઘણા “ચાન્સ' છે. એથી ઊલટું શરૂઆતમાં મન નિર્વિકારી હોય અને સ્ત્રીપરિચય વિશેષ રાખવામાં આવતો હોય તો નિર્વિકારી મનને સવિકારી બનવામાં વાર ન લાગે. આથી શિષ્ટ પુરુષો સદાચારીએ સ્ત્રીપરિચયથી મુક્ત રહેવું તેવો આચાર માન્ય કર્યો છે. - આપણા કારણે બીજાઓનાં જીવન ન બગડે તેમ વર્તવું તે શિષ્ટોનો આચાર છે. એક રાજા હતો. તે ખૂબ ઊંચો સદાચારી હતો. અંતરથી પૂરો નિર્વિકાર, પણ તેને રાણીઓનો સતત પરિચય રહેતો. રાજાના આ વ્યવહારની ગામમાં રહેતી એક સુશીલ સન્નારીને ખબર પડી. ૯૫, Page #103 -------------------------------------------------------------------------- ________________ તે રાજા પાસે આવી અને તિરસ્કારભરી નજરે જોવા લાગી. તે જ ક્ષણે તે સુશીલ સ્ત્રીના શરીરમાં ભયંકર દાહ પેદા થઇ ગયો. તે વખતે રાજાની રાણીઓએ કહ્યું “અમારા પવિત્ર રાજા ઉપર શંકાભરી નજરે જોવાનું જ આ પરિણામ છે.’’ ત્યારે પેલી સુશીલ નારીને રાજાએ કહ્યુંઍ ‘મારા સ્નાનનું પાણી તમે તમારા દેહ ઉપર છાંટી દો. તેનાથી તમારો દાહ શાંત થઇ જશે.’’ પેલી સુશીલ બાઇએ તેમ કર્યું...તેનાથી તેના શરીરનો દાહ ખરેખર શાંત થઇ ગયો. ત્યાર બાદ તે રાજાએ કહ્યું ‘હવે તમને મારી નિર્વિકારિતા અંગે પૂરો વિશ્વાસ થયો ને ?’' ત્યારે પેલી સુશીલ બાઇએ કહ્યું ‘રાજન્ ! તમારામાં નિર્વિકારિતા જરુર છે, પરંતુ તેટલા માત્રથી તમને રાણીઓ સાથે બાહ્ય વ્યવહાર પણ અનુચિત રાખવાનો કોઇ અધિકાર નથી કારણ કે સામાન્ય જીવો તો માત્ર બાહ્ય વ્યવહારને જ જોતા હોય છે. એને તમારા અંતરમાં શું છે તેની થોડી ખબર પડે છે ? આથી તમારે અંતરની નિર્વિકારિતાની સાથે સાથે બાહ્ય વ્યવહાર પણ શુદ્ધ જ રાખવો જોઇએ.'' તે સુશીલ બાઇની વાત રાજાના ગળે ઊતરી અને તેણે પોતાના અનુચિત બાહ્યાચારનો ત્યાગ કર્યો. મનની શુદ્ધિ માત્ર પોતાનું જ હિત કરનારી છે જ્યારે બાહ્ય વ્યવહારની શુદ્ધિ પોતાનું અને બીજાઓનું પણ હિત કરનારી છે. આર્યદેશના અનેક આચારો પોતાના હિતની સાથોસાથ બીજાઓના હિતને કલ્યાણને પણ મુખ્યપણે નજરમાં રાખનારા હોય છે. સદગૃહસ્થે જીવનમાં સારાપણું કેળવવું હોય તો સ્વ-પર ઉભયનું હિત કરનારા આવા દેશાચારોનું અવશ્ય પાલન કરવું જોઇએ. પાયાના આવા દેશાચારોનું પાલન કરતાં કરતાં જીવમાં ધીરે ધીરે એવો આત્મિક વિકાસ થતો જાય છે કે જેના દ્વારા તે ઉત્તમ ધર્માચારોનું પણ પાલન ક૨તો ક૨તો મુક્તિમાર્ગના પ્રયાણમાં આગળ વધતો જાય છે. ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ (૬ છો. ગુણ) બિકા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Lી નિન્દા મ કરજો પારકી રે... अवर्णवादी न काऽपि, राजादिषु विशेषतः ।। - (નિન્દા-ત્યાગ) મોટા-મોટા ધર્મજીવોમાં પણ જ્યારે બીજાની નિંદા કરવાનો બહુ મોટો દુર્ગુણ જોવા મળે છે ત્યારે ખરેખર હૈયું વ્યથાથી વ્યાકુળ બની ઊઠે છે. જ્ઞાની-પુરુષોએ જે નિન્દા-ત્યાગ નામના ગુણને માર્ગાનુસારી-જીવની કક્ષાને ગુણ કહ્યો છે...તે ગુણ દેશવિરતિ અને સર્વવિરતિની કક્ષા સુધી પહોંચેલા જીવોમાં પણ જોવા ન મળે તો તેનાથી ક્યા સદગુણપ્રેમી આત્માનું હૃદય વ્યથિત ન બને ? નિન્દા ક્યારેય કોઇનીય ઉપાદેય નથી...આમ છતાં આ નિન્દાનો રસ છોડવો કેટલો મુશ્કેલ છે...કેમ ? શા માટે ? કારણ કે નિન્દાની ઉત્પત્તિ થાય છે. જાતના અહંકારમાંથી... અને...અહંકારનો ત્યાગ અતિ અતિ કઠિન છે.. અહંકારી માણસો પ્રાય: બીજાના નિર્દક હોય છે...અને | નિર્દકો બીજાના સાચા ગુણોની પણ પ્રશંસા કરી શકતા હોતા નથી. નિન્દા શા માટે ન કરવી ? નિન્દા કરવામાં નુકસાનો ક્યાં ? સામાને સુધારવા પણ બીજાની નિન્દા કેમ ના થાય ? વગેરે સવાલોને સરસ રીતે સમજાવતા આ ગુણવિવેચનનું વાચન-મનન અવશ્ય કરવા જેવું છે. _ માર્ગાનુસારી આત્માનો છઠ્ઠો ગુણ છે: નિદાનો ત્યાગ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ o o o o o o Page #105 -------------------------------------------------------------------------- ________________ ગ ૧ માર્ગાનુસારી ગુણોમાં છઠ્ઠો નંબર આવે છે ઃ નિન્દાનો ત્યાગ. * નિન્દા એટલે પોતાના સિવાયના જગતના શ્રેષ્ઠ, સજ્જન અથવા દુર્જન, કે કોઇ પણ માણસોની હલકાઇ કરતાં, તેમને ખરાબ વર્ણવતાં વચનો બોલવાં. વચનો દ્વારા બીજાના ગુણો ઉપર, બીજાની સજ્જનતા ઉપર પ્રહારો કરવા તે નિન્દા છે. બીજાને ઉતારી પાડવાની કોશિશ કરવી તે નિન્દા છે. બીજો ખરાબ છે એ નિન્દા દ્વારા જણાવીને આડકતરી રીતે હું સારો છું” એ બતાવવાનો નિર્દકોની ભાવના હોય છે. નિદા-કોઇનીય-ઉપાદેય નથી : આથી જ જ્ઞાનીઓ કહે છે કે નિન્દા કોઇ પણ સંયોગોમાં સારી નથી. ઉપાદેય નથી. આચરવા જેવી નથી. પુરુષોની નિન્દા તો ત્યાજ્ય છે જ પરંતુ દુર્જન માણસોની નિન્દા પણ કરવી ન જ જોઇએ. - કોઇ એમ દલીલ કરે કે, “દુષ્ટ માણસોની દુષ્ટતાને રજૂ કરતી સાચી વાત કરવી તેમાં શો વાંધો ? તે કાંઇ નિન્દા થોડી કહેવાય ?” - આનો જવાબ એ છે કે સાડી સત્તરવાર વાંધો છે. પહેલી વાત તો એ છે કે દુષ્ટોની દુષ્ટતાને જાહેર કરવાનો ઇજારો લેવાની આપણને કોઈ જરૂર નથી. બીજી વાત એ છે કે નિન્દા-પછી ભલે તે દુર્જનની હોય કે સજ્જનની-કરવાથી આપણી જીભ ગંદી થાય છે. તેનાથી આપણું તો ચોક્કસ જ અહિત થાય છે. રામાપતિ મિશને મદનમોહનજીનો સુંદર જવાબ: અહીં યાદ આવે છેબનારસના સુપ્રસિદ્ધ વિદ્વાન, મદનમોહન માલવીયા અને પંડિત રમાપતિ મિશ્રની વાત. બંને વચ્ચે કોઇ કારણસર ભારે વિરોધ ચાલતો હતો, છતાં બંને પોતપોતાની રીતે ઘણા સજ્જન અને સદગુણી પુરુષો હતા. એકવાર પંડિત રમાપતિએ કહ્યું “મદનમોહનજી ! આપ મને સો ગાળ દો તો પણ હું મારું મગજ નહિ ગુમાવું, આપ પ્રયત્ન કરી જુઓ.” ત્યારે મદનમોહનજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો: “તમારી વાત જરુર સાચી હશે, પરંતુ તમારી સહિષ્ણુતાની પરીક્ષા તો સો ગાળ આપ્યા બાદ થશે, છે Page #106 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મારું મોં તો પહેલી જ ગાળ દેતાં ગંધાઇ ઊઠશે. આવો નુકસાનીનો ધંધો મને પોષાય તેમ નથી.’’ કેવી સુંદર વાત ! જો આટલું સમજાઇ જાય કે નિન્દા ક૨વાથી મારું મોં ચોક્કસ ગંધાઇ ઊઠે છે, તો નિન્દાનો ત્યાગ ક૨વો સહુ કોઇને માટે ખૂબ સરળ બની જાય. ત્રીજી વાત એ છે કે નિન્દા કરવાથી દુષ્ટ માણસની દુષ્ટતા દૂર થઇ જાય અગર દુર્જન સુધી જાય છે, તેમ માનવું તે નર્યો ભ્રમ છે. ઊલટાનું નિન્દા કરવાથી દુષ્ટના મનમાં આપણા પ્રત્યે વધુ વિદ્વેષ જાગે છે. એને સુધરવાના ‘ચાન્સ’ કરતાં નિન્દાથી બગડવાના ‘ચાન્સ' વધારે સંભવિત છે. નિન્દાનો રસ છોડવો મુશ્કેલ : નિન્દાનો રસ છોડવો મુશ્કેલ છે. અતિ કઠણ છે. નિન્દાના પાપનો રસ મોટ-મોટા સાધુ-સંતો પણ છોડી શકતા નથી. મિષ્ટાન્ન-ફ્રૂટ અને મેવા વગેરેના ત્યાગી સંતો પણ આ નિન્દાના રસને તજી શક્યા ન હોય તેવા દાખલાઓ જોવા મળે છે. આથી એમ માની શકાય કે એ બધા મધુર ખાદ્ય-પદાર્થો કરતાં પણ કદાચ નિન્દાનો રસ નિન્દકોને મન વધારે મીઠો હશે. ઘણીવાર ધાર્મિક ક્ષેત્રોમાં પણ અને સાધુ અને સાધ્વીજીઓમાં પણ અને તેમના અનુયાયી વર્ગમાં પણ એક તિથિ અને બે તિથિના નામે, સુગુરુ અને કુગુરુના નામે, શાસ્ત્ર અને સિદ્ધાંતના નામે, સુગચ્છ અને કુગચ્છના નામે, ધર્મ અને શાસનની રક્ષાના નામે પોતાનાથી જુદું મંતવ્ય ધરાવનારાઓ પ્રત્યે વ્યાપક પ્રમાણમાં નિન્દાઓ થતી જોવા મળે છે, ત્યારે ભારે દુ:ખ થાય છે. આજે ગચ્છાધિપતિઓ અને વ્યાખ્યાન વાચસ્પતિઓ પણ જ્યારે પાછલા બારણે આવી નિન્દાઓમાં પૂરેપૂરો સાથ આપતા જોવા મળે છે ત્યારે પ્રશ્ન થાય છે કે આમાં વાસ્તવિક ધર્મ ક્યાં છે ? નિન્દાના અતિરેકમાંથી, સામી વ્યક્તિઓ પ્રત્યેના માનસિક ભયંકર વિદ્વેષમાંથી નિન્દાની આતશબાજીઓ ઉડાડતી પત્રિકાઓ પણ જ્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થતી જોવાય છે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે નિંદાની આ ભયંક૨ ઉધઇની મહારાણી જૈનશાસન રુપી ઇમારતને અંદ૨ ને અંદ૨ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ખાઇ જઇને ખલાસ તો નહિ કરી નાંખે ને ? નિન્દાનો રસ અત્યંત તીવ્ર હોય છે. એની ભયાનકતાનો કોઇ પાર નથી. રૂમની છતનો પાટડો ગમે તેટલો મજબૂત હશે પણ જો એકવાર તેને ઉધઈ લાગી તો સડીને સાફ થઈ જતાં તેને વાર લાગતી નથી. એ જ રીતે નિન્દા રૂપી ઉધઈ જેને લાગી તે મજબૂત સંઘો, સમાજો, રાજ્યો, સત્તાઓ કે સંપ્રદાયો સાફ થઈ જશે. તેના પાયાઓ નબળા જ પડી જશે. જો વર્તમાન દૂષિત જમાનામાં આપણે બળવાન બનીને જીવવું હોય તો આપણે નિન્દાના પાપથી સો ગાઉ દૂર રહેવું જોઇએ. સાધુ અને વેશ્યાનું દષ્ટાંત : નિન્દાની ભયંકરતાને સમજાવતું એક સાધુ અને વેશ્યાનું સુંદર દૃષ્ટાંત છે. વેશ્યા અને સાધુના નિવાસસ્થળ સામ-સામે હતાં. દ્વાર પણ સામ-સામે. વેશ્યાના ઘરે એના દેહસુખની ઇચ્છાથી અનેક પુરુષો આવતા. પેલા સંતના દ્વારે અનેક પુરુષો ધર્મ સાંભળવા આવતા. સંત હંમેશ પેલી વેશ્યાની ભારોભાર નિન્દા કરતા: “જુઓને ! આ વેશ્યા. પોતાના માનવજીવનને કેવું બરબાદ કરી રહી છે. આના કરતાં તો મોત પામવું વધુ સારું ! છીઃ કેવી જાનવર જેવી જિંદગી !' સંતની આ નિન્દામાં એના ભક્તો પણ સાથ પુરાવતા. આમ ભક્તો અને તેમના ગુરુ સતત વેશ્યાની નિન્દામાં રચ્યા-પચ્યા રહેતા. જ્યારે પેલી વેશ્યા: રોજ સંતને જોતી અને મનોમન સંતની ભરપૂર પ્રશંસા કરતી. સાથે પોતાની આત્મ-નિન્દા પણ. એ કહેતી: “કેવું સુંદર જીવન છે સંતનું ! કેવું પાપવિહોણું તેમનું જીવન ! ધન્ય છે તેમને, જેઓ સ્વયં નિષ્પાપજીવન જીવે છે અને બીજા જીવોને પણ પાપ વગરનું જીવન જીવતાં શીખવે છે અને મારું જીવન ! એકલાં પાપોથી ભરેલું ! આવા જીવનને જીવવા ખાતર આટલાં પાપ કરવાં એના કરતાં મોત આવે તે કેવું સુંદર !” આમ વેશ્યા સતત પોતાની નિન્દા અને સંતની પ્રશંસા કરતી. અને...એક દિવસ વૈકુંઠમાથી વિમાન આવ્યું. સંત અને તેમના ભક્તો Page #108 -------------------------------------------------------------------------- ________________ એમ સમજ્યા: “અમારા ગુરુદેવને લેવા માટે જ આ વિમાન આવ્યું લાગે છે.” પણ...આ શું ?...વિમાન તો સંતના દ્વારે જવાને બદલે વેશ્યાના દ્વારે જઈ ઊભું...અને જોત-જોતમાં વેશ્યાને લઇને રવાના થઇ ગયું. એનું કારણ સમજાવતાં કોઇ જ્ઞાનીએ કહ્યું “આનું કારણ એ હતું કે સંત નિષ્પાપ-જીવન જીવનારા હોવા છતાં તેમના પક્ષે વેશ્યાની નિન્દાનું પાપ અતિ ભયંકર હતું...જેણે સંતના તમામ ગુણોને દબાવી દીધા. જ્યારે વેશ્યાનું જીવન પાપથી ભરપૂર હોવા છતાં સંતના નિષ્પાપ-જીવનની પ્રશંસાનો તેનો એક સદગુણ અતિ ઊંચો હતો, જેણે તેને વૈકુંઠના વિમાનને પાત્ર ઠેરવી.” નિન્દા કેવો ભયંકર દુર્ગુણ છે તે સમજાવતી આ પૌરાણિક કથા કેવી સુંદર છે !!! નિદાની નબળાઈ શી? નિન્દાના પક્ષે સૌથી મોટી નબળાઇ એ છે કે તે પોતાના સૌથી નજદિકની વ્યક્તિ પ્રત્યે જ કરવામાં આવતી હોય છે. હિન્દુઓ મુસ્લિમોની એટલી નિન્દા નહિ કરે જેટલી હિન્દુઓની જ કરશે. એમાંય વૈષ્ણવ સંપ્રદાયવાળા પોતાના જ સંપ્રદાયના માણસોની, શૈવ સંપ્રદાયવાળા અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પણ પોતપોતાના જ માણસોની નિન્દાઓ કરતાં જોવા મળે છે. જૈનોમાં પણ આવી જ સ્થિતિ દેખાય છે. સ્વપક્ષવાળા પરપક્ષના કરતાં સ્વપક્ષના જ ગણાતા માણસોની નિન્દામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. નિન્દા શેમાંથી જન્મે છે ? નિન્દા જન્મે છે અહંકારમાંથી અને એ અહંકારમાં જ્યારે ઈર્ષ્યા ભળે છે ત્યારે જ નિન્દારૂપ દીકરીનો જન્મ થાય છે. આ દૃષ્ટિએ નિન્દાનો બાપ છે અહંકાર, તો માતા છે ઇર્ષા... પોતાના જ ગુણો જોવાની ભયંકર કુટેવ અહંકારના કારણે ઘણા લોકોમાં હોય છે અને આથી જ, જ્યારે બીજો ગુણિયલ હોવાની વાત તેમને સાંભળવા મળે છે ત્યારે તેમનામાં ઈર્ષ્યા ભભૂકી ઊઠે છે અને તે તે ગુણિયલ પુરુષોના ગુણોની વાત વધુ ને વધુ સાંભળવા મળતી જાય છે ત્યારે પેલી ઇર્ષાના ગર્ભમાંથી નિન્દારુપી [૧૧] Page #109 -------------------------------------------------------------------------- ________________ પુત્રી પ્રસવે છે. આત્મગુણદર્શન કરવાની આદત પરના દોષોનું દર્શન થવા લાગ્યું અને આવી દોષદૃષ્ટિના પાપે નિન્દા પ્રગટ થવા લાગી. કોણ ભયંકર દૃષ્ટિદોષ કે દોષદષ્ટિ ? માનવ-જીવનને અત્યંત દૂષિત કરતા બે મોટા દોષો છેઃ દૃષ્ટિદોષ અને દોષદષ્ટિ. દૃષ્ટિદોષ એટલે દૃષ્ટિમાં (નજરમાં) દોષ અર્થાત્ વિકારભાવ. જેની નજર સ્ત્રીઓ પ્રત્યે (એ જ રીતે સ્ત્રીઓ માટે પુરુષો પ્રત્યે) સારી ન હોય તેને આપણે દૃષ્ટિદોષવાળો કહી શકીએ. પ્રાયઃ જુવાન સ્ત્રી-પુરુષોમાં આ દોષ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. છતાં ઘણા વૃદ્ધ પુરુષોમાંય દૃષ્ટિદોષ હોવાનો ઘણીવાર અનુભવ થાય છે. બીજો દોષ છે દોષદષ્ટિ. બીજાના દોષો જ જોવાની જેની નજર છે તેનું નામ દોષદષ્ટિ. આ દોષદષ્ટિના કારણે જ બીજી વ્યક્તિઓની નિન્દા કરવાની કુટેવ ઉત્પન્ન થાય છે. અપેક્ષાએ દષ્ટિદોષ કરતાંય દોષદૃષ્ટિનું પાપ વધુ ભયંકર છે. કેમકે દષ્ટિદોષમાં તો પોતાનું જ મન વિકારી થાય છે, જ્યારે દોષદૃષ્ટિવાળો તો નિન્દા દ્વારા બીજા પણ અનેકોના મનને દૂષિત કરવાનું કામ કરતો હોય છે. ઇર્ષાઃ ખતરનાક દોષ : અહંકારથી ઉત્પન્ન થયેલી ઇર્ષ્યા કેવી ખતરનાક હોય છે. ઊંચી કોટિના આચાર્યપદે પહોંચેલા મહાત્મા પણ ઈર્ષ્યા અને નિન્દાના કારણે દુર્ગતિઓમાં પહોંચી ગયાના દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. ‘ટચૂકડી કથામાં આ કથાને ખૂબ જ સુંદર શૈલીમાં આલેખી છે. એ કથાને એ જ શબ્દોમાં જોઇએ એ હતા: સમર્થ જૈનાચાર્ય. એમનું નામ હતું નયશીલસૂરિજી. ખૂબ જ્ઞાની હતા, પરંતુ કદાચ એ જ્ઞાનનું જ એમને અજીર્ણ થયું હશે ૧૦ર Page #110 -------------------------------------------------------------------------- ________________ એટલે તેઓ અત્યંત સુખશીલ હતા. આખો દિવસ જાણે કે આરામમાં જ રહેતા હતા. એમને એક ખૂબ જ વિદ્વાન શિષ્ય હતા. શિષ્યમાં વિદ્વત્તાની સાથે વિરલ જ બેસી શકે તેવી નમ્રતા પણ હતી. આથી અનેક સાધુઓ આ શિષ્યની પાસે સ્વાધ્યાય કરતા, પાઠ લેતા. - ગુરુદેવની સુખશીલ જીવનપદ્ધતિના કારણે વ્યાખ્યાન પણ આ શિષ્ય જ કરતા, એથી લોકો પણ આ શિષ્ય પાસે વધુ બેસતા. તેમને તત્ત્વ સંબંધિત પ્રશ્નો પૂછતા. ગુરુદેવ નયશીલસૂરિજી આથી ખૂબ આનંદ પામવા જોઇતા હતા, પણ કમનસીબે તે ઈર્ષા કરવા લાગ્યા. પોતાના શિષ્યનો આ ઉત્કર્ષ તેમનાથી કેમે ખમાતો ન હતો. પણ તેમ છતાં તેઓ કદી પોતાના શિષ્ય ઉપર ઉશ્કેરાટ કરી શકતા નહિ કે સાધુઓનો સ્વાધ્યાય વગેરે બંધ કરાવી શકતા નહિ કેમકે જો તેમ કરવા જાય તો સહુ સમજી જાય કે ગુરુદેવને પોતાના શિષ્યના ઉત્કર્ષની ઈર્ષ્યા આવે છે. મનમાં સતત બળતો-જલતો ગુરુનો આત્મા એક દી દેહ છોડીને ચાલ્યો ગયો. તે આત્મા કાળો નાગ થયો. હવે સાધુવૃન્દનું નેતૃત્વ તે વિદ્વાન શિષ્ય પાસે આવ્યું. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત તે આખુંય મુનિવૃન્દ તેજ ઉદ્યાનમાં આવીને રોકાયું જ્યાં પેલો કાળો નાગ વસતો હતો. સ્વાધ્યાયાદિથી નિવૃત્ત થયા બાદ તે વિદ્વાન શિષ્ય ધ્યાનાદિ માટે ઉદ્યાનના વૃક્ષ નીચે બેસવા જવાને નીકળ્યા કે તરત કંઇક અમંગળ થયું. પુનઃ ઉપાશ્રયમાં પાછા ફરીને પુનઃ જવા નીકળ્યા. પણ ફરી અમંગળ થયું. આમ જ્યારે ત્રીજી વખત પણ બન્યું ત્યારે અન્ય સાધુઓએ તેમને એકાકી જતા રોક્યા અને કેટલાક મુનિઓના જૂથમાં તેઓ ગયા. થોડેક છેટે જતાં જ પેલો કાળો નાગ એકદમ ધસમસતો આવ્યો. અત્યંત સાવધ મુનિઓએ તેને એકદમ પકડી લીધો અને દૂર મૂકી આવ્યા. પણ તે વખતેય પોતાના વડીલ મુનિ તરફ તે ડોળા કાઢતો હતો. ઉગ્ર ક્રોધથી તેમની તરફ ધસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવની ઇર્ષાએ આ ભવમાં પણ આતશ જગાડયો હતો. આથી સાધુઓ આશ્ચર્ય પામ્યા. પોતાના વડીલ મુનિ તરફ આ કાળા નાગને આટલો બધો ક્રોધ કેમ આવતો હશે ? તે ન સમજાયું. અવસર થતાં તે મુનિ-વૃન્દ તે ઉદ્યાન છોડીને વિહાર આગળ લંબાવ્યો. રસ્તામાં કોઈ વિશિષ્ટ જ્ઞાની મહાત્માનાં દર્શન થયાં. વંદનાદિવિધિ પતાવ્યા બાદ મુનિઓએ તે જ્ઞાની મહાત્માને પ્રશ્ન કર્યો કે, “અમને એ વાત નથી સમજાતી કે અમારા વડીલ મુનિ પ્રત્યે પેલા ઉદ્યાનનો કાળો નાગ ઉગ્ર ક્રોધ કેમ ધરાવતો હશે ? આપ અમારા ઉપર કૃપા કરીને આપના જ્ઞાનબળે અમારો સંશય દૂર કરવા અનુગ્રહ કરો.” આ સાંભળીને તે મહાત્માએ કહ્યું એ કાળો નાગ એ બીજું કોઇ જ નથી, પરંતુ તમારા કાળધર્મ પામી ચૂકેલા ગુરુદેવ નયશીલસૂરિજીનો જ આત્મા છે. તમને સ્વાધ્યાયાદિ કરાવતા આ વિદ્વાન મુનિ તરફ એમને એ વખતે ભારે ઇર્ષા હતી અને એ જ સ્થિતિમાં તેઓ મૃત્યુ પામી ગયા. એના પરિણામે તેઓ કાળો નાગ બન્યા છે અને પૂર્વના સંસ્કારના કારણે જ તે તમારા વિદ્વાન વડીલ મુનિ તરફ ક્રોધે ભરાયા હતા.” આ સાંભળીને બધા મુનિવરો થીજી ગયા. સહુના અંતર બોલી ઊઠયાં અહો કર્મની કેવી વિષમ દશા ! જો જરાક પણ કોઇ દોષ આપણને લાગશે તો આપણું શું થશે ?' કેવી કડવી આ શાસ્ત્રીય-કથા છે ! જીવનના અનેક સદગુણો પણ ભેગાં મળીને નયશીલસૂરિજીની ઈષ્યરુપી દુર્ગુણથી થનારી ભયંકર દુર્ગતિને અટકાવી ન શક્યા !! ઈર્ષ્યા જો આટલી ભયંકર છે તો તેમાંથી જ ઉત્પન્ન થનારી નિન્દા એથી વધુ ભયંકર છે. નિંદાની આ દુર્ગતિદાયકતાને ઓળખીને તેનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. જીવનમાં જો સારા સદગૃહસ્થ બનવું હોય તો નિન્દાનો ત્યાગ જરૂરી છે. નિદા પ્રશંસાની તક ગુમાવડાવે ? નિન્દાના રસના કારણે ઘણા માણસો બીજાઓનાં સારાં અને સાચાં Page #112 -------------------------------------------------------------------------- ________________ સત્કાર્યોની પણ પ્રશંસા કરી શકતા હોતા નથી. તેમના મોઢે જ્યારે કોઇ એમ કહે કે, “તમારા પડોસી મોતીચંદભાઇ એ સંઘમાં સારો પૈસો ખર્ચો. પાંચેક લાખ રુપિયા ખચ્ય હશે !' ત્યારે નિર્દક માણસ તરત જ બોલી ઊઠશે કે, “હવે જોયા જોયા પાંચ લાખ ખર્ચવાવાળા ! એક બાજુ લોકોનાં ગળાં કાપે છે અને બીજી બાજુ ધર્મી દેખાવા દાન કરે છે...સંઘો કાઢે છે ! આવાઓના ધર્મની શી કિંમત ?” બીજાના સારા ધર્મની પણ પ્રશંસા કરવાની તક ગુમાવડાવે છે આ નિન્દાની વૃત્તિ, તેથી તેને જીવનમાંથી કાઢવી જ જોઇએ. ખૂબીની વાત એ છે આવા નિર્દક માણસો પોતાના દુર્ગુણોની ક્યારેય નિન્દા કરી શકતા નથી. એટલું જ નહિ, પોતાના જીવનના નાના ગુણોને મોટા કરી દેખાડવાનો તેમનો સતત પ્રયત્ન હોય છે અને જ્યારે પોતાની લીટીને મોટી દેખાડવામાં તેઓ નિષ્ફળ જાય છે ત્યારે બીજાની મોટી લીટીને-બીજાના સદગુણોનેકાપીને પોતાની લીટીને મોટી દેખાડવાની તેઓ કોશિશ કરતા રહે છે. - પણ હકીકત એ છે કે એ રીતે કોઇ ક્યારેય મોટું-મહાન બની શક્યું નથી. જેણે ખરેખર મહાન બનવું હોય તેણે તો પોતાના જ જીવનમાં સદગુણો રુપી લીટીઓને મોટી બનાવવાની કોશિશ કરવી જોઇએ. બીજાના સદગુણોની લીટીઓને કાપવાનો (નિંદા કરવાનો) અધમ પ્રયત્ન કદી કરવો ન જોઇએ. કુન્તલાદેવીની ઈર્ષ્યાળુતા : અહંકાર અને ઈર્ષા સારા જીવોને પણ ભાન ભુલાવે છે...સારી વાતમાં , કરાતી ઈર્ષ્યા પણ જીવને દુર્ગતિમાં ધકેલી દેતી હોય છે. એક રાજાને અનેક રાણીઓ હતી. તેમાં મુખ્ય હતી કુન્તલાદેવી...પરમાત્માની પૂજા-વિધિની તે વિશેષ જાણકાર હતી. તે હંમેશાં ભાવથી જિનપૂજા કરતી. તેમ પોતાની શોક્યોને પણ સુંદર પ્રકારે પૂજાની વિધિઓ શિખવાડી હતી અને તે શોક્યો પણ જિન પૂજા વિધિપૂર્વક કરવા લાગી. ધીરે ધીરે પરિસ્થિતિ એવી પલટાઇ કે પેલી શોક્યો કુન્તલાદેવી કરતાં પણ વધુ ને વધુ સુંદર પ્રકારે જિનપૂજા કરવા લાગી. ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ આ વાત કુન્તલાદેવીથી ન ખાઇ. તે પણ વધુ ને વધુ વિશિષ્ટતાપૂર્વક જિનભક્તિ કરવા લાગી. ભક્તિ ખરી...પણ તેના મૂળમાં શોક્યો પ્રત્યેની ભારોભાર ઇર્ષ્યા ભરેલી હતી. અત્યંત ધન વાપરવા પૂર્વક જિનભક્તિ કરાતી હોવા છતાં તે કુન્તલાદેવીની દુર્ગતિને ટાળી ન શકી. " કુન્તલાદેવી મૃત્યુ પામીને એ જ નગરીમાં એ જ શેરીમાં કૂતરી થઈ. હાય ! કેવી દુર્દશા ! શેરીમાં રહેલા રાણીવાસની સામે પોતાની જ પૂર્વજન્મની શોક્યોની સામે ઇર્ષ્યાથી સતત ભસ-ભસ કરવા સિવાય એની પાસે અત્યારે બીજું કોઇ શસ્ત્ર ન હતું. - જ્યારે એક દિવસ કોઇ જ્ઞાની પુરુષ નગરમાં પધાર્યા ત્યારે તે શોક્યોએ પૂછ્યું “ભગવંત ! આ કૂતરી સાથે અમારે કેવો સંબંધ છે ? શા માટે હવે તે અમારી સામે સતત ભસ્યા કરે છે ?” - ત્યારે જ્ઞાની ભગવંતે જણાવ્યું કે, “તમારી જિનભક્તિ જોતાં તમારા પ્રત્યેની ઘોર ઇર્ષાના કારણે જ કુન્તલા કૂતરી થઇ છે. જે પૂર્વજન્મના ઈર્ષાના સંસ્કારના કારણે આજે પણ તમને જોતાં ભસ્યા કરે છે.' નિન્દાની જન્મદાત્રી ઈર્ષ્યા કેટલી ખતરનાક છે ? આત્મપ્રશંસા કદી ન કરો : નિન્દા કરવાના સ્વભાવવાળો જેમ બીજાની નિન્દા કરતો હોય છે તેમ પોતાની પ્રશંસા-આપ બડાઈ-કરવામાં પણ તે પ્રાય: હંમેશા તત્પર જ રહેતો હોય છે. ધર્મદત્ત નામના કુમારે પોતાના પિતાની સંમતિપૂર્વક દીક્ષા લીધી હતી દીક્ષા લીધા બાદ મુનિ ધર્મદત્ત મોટા તપસ્વી બન્યા. તપની સાથે બહુ વિરલ જોવા મળતી ચિત્તશાંતિ, સમતા અને શાંત-સ્વભાવિતાને પણ તેમણે હાંસલ કરી લીધી હતી. | મુનિ ધર્મદત્તના આ ગુણોના કારણે તેમનો એવો તો પ્રભાવ ફેલાયો કે જે નિત્ય-નૈરી ગણાય તેવા જીવો-વાઘ અને બકરી, સાપ અને નોળિયો વગેરે પણ તેમનાં ચરણોમાં આવીને પ્રશાંત બની જતાં અને પરસ્પર મિત્રો બની જતાં. ધર્મદત્ત મુનિના સત્સંગથી હજારો ભીલો, શિકારીઓ, ખૂનીઓ અને ૧૦૬] Page #114 -------------------------------------------------------------------------- ________________ લૂંટારાઓએ પોતાનાં પાપી-જીવનનો ત્યાગ કરીને ધર્મમય જીવનનો સ્વીકાર કર્યો હતો. આવા આ મુનિવરને પણ એક દોષ નડી ગયો અને તે દોષ એટલે જ આત્મપ્રશંસા. એક દિવસની વાત છે. ધર્મદત્ત મુનિના પિતાએ પોતાના પુત્ર-મુનિની પ્રશંસા ચારે બાજુથી સાંભળી હતી તેથી તેઓ ખૂબ પુલકિત બન્યા હતા. મુનિવરના પિતા એક દિવસ તેમને વંદન કરવા આવ્યા. વંદન કર્યા બાદ તે મુનિવરની પાસે પિતાજી બેઠા ને તેમણે મુનિની ચોમેર ફેલાયેલી કીર્તિની પ્રશંસા કરી. ત્યારે ધર્મદત્ત-મુનિ બોલ્યાઃ “મારે મોઢે મારે મારી પ્રશંસા કરવી તે ઉચિત નથી. પરંતુ ત્યાં સામે બેઠેલા મારા શિષ્ય પાસે તમે જાઓ. તે જ તમને મેં મેળવેલી સિદ્ધિઓ અને લબ્ધિઓની વાત ક૨શે.’’ સરળ હૃદયે પિતા તો પેલા શિષ્ય-મુનિ પાસે ગયા અને પોતાના પુત્રમુનિની સિદ્ધિ વગેરેની વાત સાંભળીને સવિશેષ આનન્દ્રિત થયા. પરંતુ આ રીતે પોતાની આત્મપ્રશંસા શિષ્ય દ્વારા કરાવીને ધર્મદત્ત મુનિએ માયાનું પણ પાપ આચર્યું હતું અને તેના જ કારણે તેઓ જન્માંત૨માં નારીનો ભવ પામ્યા. પોતાની સાચી પણ પ્રશંસા ન થાય : બીજાની સાચી પણ નિંદા નહિ : કોઇ દલીલ કરે કે, ‘‘આપણા સદગુણની સાચી વાત બીજાને કહેવામાં શો વાંધો ?'' તેનો જવાબ આ ઉપરની કથા છે. સાચી પણ પ્રશંસા આપણાથી જાતે થાય નહિ કે આપણા માણસો દ્વારા કરાવાય નહિ. એ જ રીતે સાચી પણ બીજાની ખરાબ વાતો આપણાથી કરાય નહિ કે આપણા સાથીઓ દ્વારા કરાવાય કે ફેલાવાય નહિ. ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ “પોતાની પ્રશંસા કરવી નહિ અને બીજાની નિન્દા કરવી નહિ.” આ તો આપણી સંસ્કૃતિના પાયાના ગુણો હતા અને કદાચ આથી જ પૂર્વના કાળના રાજાઓ જ્યારે સ્વયંવરમાં જતા ત્યારે તેમના ગુણોની વાત, સ્વયંવરા કન્યા પાસે બીજી દાસી વગેરે કરતી. રાજાઓ પોતે પોતાના ગુણો-શૂરવીરતા, સામ્રાજ્ય અને સદાચાર વગેરે-પોતે કદી ન કહેતા. ત્યારે....ત્રણે આંગળી તમારી તરફ : બીજાની નિન્દા કરતાં જ્યારે તમે તેના તરફ આંગળી ચીંધો છો, ત્યારે બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ થાય છે. આ વાત એમ સૂચવે છે કે તમે જેની નિન્દા કરો છો, જેના દોષની વાતો કરો છો તેના કરતાં ત્રણ ગણા દોષપાત્ર તમે છો. હવે તમને બીજાની નિન્દા કરવાનો શો અધિકાર છે ? જો આપણી જાત જ અસંખ્ય દોષોથી ભરેલી છે તો બીજાના દોષોની પંચાત કરવાનો આપણને કોઇ અધિકાર મળતો નથી. કબીરે કહ્યું છે : માઁ સમ કૌન કુટિલ, ખલ, કામી... જિસને યહ તનુ દિયો, ઉસકો હિ વિસરાયો, ઐસો નિમકહરામી !!” “મારા જેવો કુટિલ, ખલ (લુચ્ચો) અને કામ બીજો કોણ છે, જેણે આ દેહ મને આપ્યો. ભગવાને જ આ દેહ વગેરે આપેલું છે, એવી વૈદિક માન્યતાઅનુસાર આ વાક્ય છે એને જ હું ભૂલી ગયો, એવો નિમકહરામી હું છું.” આ તમામને કદાચ લાગુ પડી જાય એવી વાત છે. જો આપણી જાત કદાચ કુટિલ, દુષ્ટ અને કામી છે તો આપણે કદી બીજાના તેવા જ કે બીજા પ્રકારના દુર્ગુણો પરત્વે ધિક્કાર કેળવવાના અધિકારી નથી. જો આપણે કાચના જ ઘરમાં રહીએ છીએ તો બીજાના કાચના ઘર ઉપર પથ્થર મારીને આપણે કોઈ જ ફાયદો કાઢવાના નથી. સ્વયં પાપ બીજાને કેમ નિ? એક બાઇએ એક પુરુષ સાથે દુરાચાર સેવ્યો હતો. તેનું તે પાપ જાહેર થઇ ગયું. તેથી ગામના પંચાતિયાઓએ તેને જાહેરમાં ઊભી રાખી લોકો દ્વારા o૮] Page #116 -------------------------------------------------------------------------- ________________ પથ્થરો મારવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું. નિશ્ચિત સમયે હજારો લોકો તે બાઇને પથ્થરો મારવા ભેગા થઇ ગયા. આ વાતની ઇસુ ખ્રિસ્તને ખબર પડી. તેઓ દોડતા તે બાઇ પાસે આવી ઊભા અને પથ્થરો મારવા તૈયાર થયેલા ટોળાને ઉદ્દેશીને બોલ્યા : ‘તમારામાંથી કોણ એવું છે જેણે જીવનમાં ક્યારેય કોઇ ‘પાપ’ નથી કર્યું ? આ બાઇએ દુરાચારનું પાપ કર્યું અને તે પકડાઇ ગયું તેથી તે સજાને પાત્ર ઠરી. તમારા દુરાચારના અગર બીજા કોઇ પ્રકારનાં પાપ પકડાયાં નથી તેથી તમે સજાને પાત્ર ઠર્યા નથી. ખરું ને ?'' આ ટોળામાં ઊભેલો કોઇ પણ સજ્જન-જેણે જીવનમાં નાનું સરખુંય ‘પાપ’ ન કર્યું હોય તે બહાર આવે અને બાઇને પથ્થર મારે. બાકીના એમ જ ઊભા રહે.'' જ્યારે પંદ૨ મિનિટ પૂરી થવા છતાં કોઇ બહાર ન આવ્યું ત્યારે ઇસુ ખ્રિસ્તે બધા જ માણસોને ત્યાંથી ભગાડી મૂક્યા. આ દૃષ્ટાંત આપણને નિન્દાના પાપમાંથી બચી જવાની બહુ સુંદ૨ સલાહ કાનમાં કહી જાય છે. પૂર્ણ નિષ્પાપ તો વીતરાગ પરમાત્મા છે. તેઓ જ્યારે કોઇની નિન્દા નથી ક૨તા ત્યારે પૂર્ણ પાપી એવા આપણે બીજાની-અન્ય દુષ્ટોની પણ-નિન્દા કરી જ કેમ શકીએ ? સામાને સુધારવા ખાનગીમાં કહો : સવાલ : સામા માણસને એના દુર્ગુણોનો ખ્યાલ આપવામાં ન આવે તો તે સુધરશે શી રીતે ? જવાબ : બીજાને સુધારવો હોય તો તેના દુર્ગુણોની જાહે૨માં ટીકાનિન્દા તો ન જ થાય. સામી વ્યક્તિને ભૂલોનો ખ્યાલ આપવા માટે સૌથી પહેલાં તો આપણને તેવો અધિકાર જોઇએ. જો આપણામાં તેવો અધિકાર હોય તો પણ જાહે૨માં તેની વગોવણી ન જ કરાય. તેમ કરવાથી તે માણસ ઊલટો ગૂમડાંની જેમ વક૨ી જાય. ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વિશિષ્ટ વક્તાઓને પણ ઘણાની જાહેરમાં બેફામ ટીકા-નિન્દા કરવાનો ભારે શોખ હોય છે અને તેમની તે ક્રિયાને તેમના અનુયાયી વર્ગ ભરપૂર પ્રશંસતો હોય છે તેથી તેવા ઉદષ્ઠ વક્તાને ખોટું બળ મળે છે. સામાને જો ખરેખર સુધારવો હોય તો તેનો સાચો રસ્તો એ છે કે તેને ખાનગીમાં બેસાડીને તેને ખૂબ લાગણીપૂર્વક-તેના પ્રત્યે વાત્સલ્યના પમરાટપૂર્વકતેની ભૂલો બતાવવી જોઇએ. . અને...ભૂલ પણ એકદમ ના બતાવાય. પહેલાં તેના સાચા ગુણોની પ્રશંસા કરાય અને ત્યાર બાદ જ તેની વાસ્તવિક ભૂલો પ્રત્યે ધ્યાન દોરાય...તેમાંય ભાષાનો પ્રયોગ ખૂબ નમણો હોય..આ રીતે કરવાથી સામો માણસ ચોક્કસ સુધરશે અને કદાચ તેવા પ્રયત્નોથી પણ ન સુધરે તો “ભવિતવ્યતા' ઉપર બધું છોડી દેવું, પરંતુ બીજાને સુધારવા માટે જાહેરમાં તેની બેફામ ટીકા-નિન્દાનો માર્ગ તો સાવ જ અનુચિત છે. બીજાની નિન્દાથી તમે જ દુર્ગુણી બનશો : આ એક ખૂબ મહત્ત્વની વાત છે કે જેની તમે ખૂબ નિન્દા કરતા હશો, બીજાનો તે જ દુર્ગુણ તમારા જીવનમાં પ્રવેશ કર્યા વગર નહીં રહે. વારંવાર નિન્દા કરવાથી નિન્દનીય એવા તે દુર્ગુણમાં તમારું ચિત્ત તદાકાર થઇ જતું હોય છે અને તેથી જ કદાચ તે દુર્ગુણ તમારામાં પ્રતિબિંબિત થઇને પ્રવેશી જતો હોય છે. આથી જો આપણે દુર્ગુણી બનવા ન માગતા હોઇએ તો પણ બીજાના દુર્ગુણોની નિન્દા કદી ન કરવી જોઇએ. બીજાની નિદાને સમભાવે સહો હવે બીજી એક સ્મરણીય વાત. જેમ બીજાની નિન્દા આપણે ન જ કરવી જોઇએ. તેમ બીજા કોઈ આપણી નિન્દા કરે ત્યારે જરાયે મગજ ગુમાવ્યા વગર તેને સાંભળી લેવી જોઇએ. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં આપણને ખબર પડે કે ફલાણો માણસ આપણી ખૂબ ટીકા-નિન્દા કરતો હતો ત્યારે પણ તેના પ્રત્યે મગજ ગુમાવવું ન જ જોઇએ. ત્યારે...પૂર્વના મહાપુરુષોની ક્ષમાનાં અદભુત દૃષ્ટાંતો વિચારવા જોઇએ. પરમાત્મા મહાવીરદેવની અનુપમ ક્ષમાના પ્રસંગોને નજર સમક્ષ વારંવાર લાવવા કિજ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ જોઇએ. તે જૈન-સાધુ ક્ષમાની અને સહિષ્ણુતાની જીવંત મૂર્તિ સમા હતા. ભર યુવાનીમાં પણ શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી તેમનું લલાટ તેજોમય હતું. પરંતુ સાધુના આ રુપ અને તેજના કારણે એક યુવતી સાધુ પ્રત્યે મોહિત થઇ. તેણે સાધુ આગળ જઇને સ્પષ્ટપણે કામ-સુખની માગણી કરી. સાધુએ તેની આ માગણીનો ધરાર ઇન્કાર કરી દીધો. તેથી પેલી યુવતી છંછેડાઇ. એનો અહંકાર ઘવાયો. એણે બદલો લેવાનું નક્કી કર્યું. અમુક સમય બાદ એનું બીજે ક્યાંક લગ્ન થઇ ગયું. પોતાના પતિ દ્વારા એને ગર્ભ રહ્યો. અને બાળક પણ જનમ્યું. તે સ્ત્રીએ પેલા સાધુનું વેર વસૂલ ક૨વા જગત સમક્ષ એમ જાહેર કર્યું ‘મારા બાળકનો પિતા આ જૈન-સાધુ જ છે. તે બ્રહ્મચારી હોવાનો જૂઠ્ઠો ડોળ કરે છે. તે દંભી છે.’ લોક તો ગાંડું હોય છે. તેણે આ વાત સાચી માની લીધી. વાત વહેતી વહેતી તે સાધુ પાસે આવી. લોકો તેમને કહેવા લાગ્યા : ‘‘પેલી સ્ત્રી તેના બાળકના પિતા તરીકે તમને જણાવે છે.'' ત્યારે સાધુએ માત્ર એટલું જ કહ્યું ‘“હા...શું એમ વાત છે ?’’ સાધુએ પોતાના બચાવમાં કશો પ્રતિકાર ન કર્યો. કોઈ નિન્દા ન કરી તે બાઇની ! આથી પેલી બાઇ વધુ વિફરી...તેણે તે બાળકને સાધુ પાસે જ લાવીને મૂકી દીધું. સાધુએ તો તે નિર્દોષ બાળકનું લાલન-પાલન કરવા માંડ્યું. હવે બાઇ મુંઝાઇ ગઇ. તે સાધુને જેમ જેમ સતાવવા કોશિશ કરતી ગઇ તેમ તેમ સાધુ તો વધુ ને વધુ ક્ષમા રાખવા લાગ્યા. અંતે તે સ્ત્રીને ભારે પસ્તાવો થયો. તેણે સાધુનાં ચરણોમાં પડીને માફી માગતાં કહ્યું ‘‘સાધુ મહારાજ ! મને માફ કરો. મેં તમારો ઘોર અપરાધ કર્યો છે. તમને વગોવવા માટે મેં બહુ કોશિશ કરી છે.'' ત્યારે પણ સાધુ પેલું જ વાક્ય બોલ્યા : ‘‘ઓહ્ ! શું એમ વાત છે ?'' કેવી અદભુત ક્ષમા ! નિન્દકની સામેય કોઇ જ પ્રતિકાર નહિ. ઊલટું એના બાળકને પણ પૂરા વાત્સલ્યથી સંભાળવાની કાળજી ! ક્ષમા જ્યારે આત્મસાત્ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ બને ત્યારે જ આવું ધૈર્ય સંભવે. નિર્દેક પણ આપણો ઉપકારી : યાદ રાખવા જેવી વાત છે કે નિન્દા ક૨ના૨ો તમારા જે દુર્ગુણ બાબતમાં તમારી નિન્દા કરે છે, તે દુર્ગુણ જો તમારામાં હોય તો તમને તે કાઢી નાંખવાની તક મળે છે. આથી તો નિન્દક તમને-તમારી ભૂલ તરફ ધ્યાન દોરનારો હોવાથી ઉપકારી બને છે. અને...જો તે દુર્ગુણ તમારામાં નથી તો તમારે ચિંતા કરવાની કોઇ જ જરુર નથી. ભવિષ્યમાં પણ એ દુર્ગુણ તમારામાં પ્રવેશી ન જાય તેને માટે તમને વારંવાર ચેતવણી આપી રહ્યો છે. આમ નિન્દક બેઉ રીતે આપણો ઉપકારી છે, તેમ માનવું. આનાથી નિન્દાની સામે પ્રતિનિન્દા કરવાનું આપણને મન નહિ થાય અને સમભાવમાં મહાલવાનું મળશે, તે લાભ વળી વિશેષમાં સમજવો. નિન્દકની ઉપેક્ષા કરો : અથવા જ્યારે કોઇ આપણી નિન્દા કરે ત્યારે, ‘‘તે ભૂલથી મારું નામ લઇ રહ્યો લાગે છે.'' તેમ વિચારીને તેના તરફ ધ્યાન ન આપવું. નિન્દકની ઉપેક્ષા કરવી. એક ટૂચકો યાદ આવે છે. રમેશ અને ધર્મેશ આમ તો બેઉ પાકા મિત્રો. પરંતુ કોઇ કારણસર તે બેને બહુ જામી ગયેલી. રમેશને ધર્મેશને ગાળો આપવાનું ખૂબ મન થયું. તેથી રમેશે ધર્મેશને ફોન કર્યો. ફોન ઉપર જ રમેશે ધર્મેશને પુષ્કળ ગાળો આપવાનું શરુ કરી દીધું. પણ ધર્મેશ આ ઝઘડાને લંબાવવા માગતો ન હતો. તેથી તેણે કોઇ પ્રતિકારન કર્યો. કશો જ જવાબ ન આપ્યો. પૂરી છ મિનિટ સુધી રમેશ ગાળો આપતો રહ્યો પણ જ્યારે સામેથી જવાબ જ ન મળ્યો ત્યારે તે જરા અકળાયો તેણે પૂછ્યું. ‘‘તમે છો તો ધર્મેશ જ કે બીજા કોઇ ? જવાબ કેમ આપતા નથી ?’’ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સામી વ્યક્તિએ માત્ર એટલું જ કહ્યું “રોંગ નંબર.” અને...રમેશ છોભીલો પડી ગયો. જગતનો કોઈ પણ માણસ જ્યારે આપણી નિન્દા કરે ત્યારે તરત જ આપણે મનમાં બોલવું. “રોંગ નંબર” અર્થાત્ “આ મને નથી કહેતો, આ તો બીજાને કહી રહ્યો છે.” ' આવો વિચાર આપણને નિન્દાની સામે પ્રતિનિન્દા કરતાં, ગાળની સામે ગાળ આપતાં રોકે છે. આથી આપણે દુઃખી થતા નથી. આથી જ આ શુભ વિચાર છે. વળી, જ્યારે પેલો માણસ ગાળ આપે ત્યારે આપણે તે ગાળ ન સ્વીકારીએ તો તે ગાળ-ન સ્વીકારેલા રૂપિયાની જેમ-તેની પાસે જ પાછી જાય છે. નિર્દકોને કદી જવાબ ન આપો. યાદ રાખજો : નિન્દકના પગ ખૂબ નબળા હોય છે. એનાથી આપણે ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. જો આપણે એનો સામો પ્રતિકાર-પ્રતિનિન્દા કરવા દ્વારા-કરીશું તો ઊલટું તેને અયોગ્ય બળ મળશે એને એમ થશે કે, “આપણી વાતનું પણ મહત્વ છે.” આના બદલે આપણે સાવ મૌન જ રહેવું તે હિતકર છે. રાડો પાડનારો હંમેશાં થાકે છે, મૌન રહેનારો કદી નહિ. આથી જેને જેટલી નિન્દા કરવી હોય તેટલી કરવા દેવી. આપણું અમોઘ શસ્ત્ર મૌન. આપણું મૌન જ નિન્દકની નિન્દા કરવા દ્વારા આપણને ઉશ્કેરવાની યોજનાને ધૂળ ચાટતી કરી મૂકે છે. . આથી જૂઠી નિન્દાઓના અને પત્રિકાબાજીઓના કદી જવાબ ન આપવા એ જ ઘણા કુશળ બુદ્ધિમાનોની પદ્ધતિ હોય છે. મૌનમાં જે તાકાત છે તે નિન્દામાં કદી નથી તે સતત યાદ રાખવા જેવું છે. જેણે સુંદર અને ધર્મમય જીવન જીવવું હોય તેણે પેલા ત્રણ વાંદરાઓને યાદ રાખવા, પહેલો વાંદરો મોં ઉપર હાથ મૂકીને એમ જણાવે છે : બીજાની નિંદા થાય તેવું બોલશે નહિ. બીજો વાંદરો આંખ ઉપર હાથ મૂકીને એમ જણાવે છે: છે કાર ? Page #121 -------------------------------------------------------------------------- ________________ બીજાની ખરાબ ચેષ્ટાઓને જોશો નહિ અને ત્રીજો વાંદરો કાન ઉપર હાથ મૂકીને એમ જણાવે છે : બીજા નિન્દા કરતા હોય ત્યારે તે તમે સાંભળશો નહિ. નિદાથી થતાં અનેક નુકસાનો : ૧) પારકાની નિન્દા અને પોતાની પ્રશંસા કરવાથી ક્રોડો ભવો થવા છતાં ન છૂટે તેવું ચીકણું નીચ ગોત્ર કર્મ બંધાય છે. મરીચિના ભવમાં અભિમાન કરીને ભગવાનશ્રી મહાવીરદેવના આત્માએ ભારે ચીકણું નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. જેના કારણે પ્રભુને વ્યાસી દિવસ સુધી દેવાનદાની કૂખે રહેવું પડયું હતું. ૨) નિન્દક માણસને શત્રુ ઘણા હોય. આથી તેને હંમેશાં જાનનું જોખમ હોય. વળી, તેના શત્રુઓ તેના કામમાં હંમેશાં પથરા ફેંકતા હોય. તેથી તેને કામ કરવામાં ઘણી મુશ્કેલી નડે. ૩) નિન્દા કરવાથી એક દુષ્ટ સ્વભાવ કેળવાય છે જે ક્યારેક પોતાના ઉપકારીઓ સુધ્ધાંને છોડતો નથી. ૪) નિન્દાના કારણે અંહકાર અને ઇર્ષ્યા વગેરેને સતત પુષ્ટિ મળ્યા કરે છે. ૫) નિન્દા કરવાના સ્વભાવવાળો માણસ વાસ્તવિક રીતે ધર્મ કરવાને લાયક રહેતો નથી. ૬) જેની તમે નિન્દા કરો તે માણસ સુધરવાને બદલે વધારે વકરે છે. ૭) જે દુર્ગુણની તમે નિન્દા કરો તે દુર્ગુણ તમારામાં પ્રવેશ પામી જાય છે. આ અને આવા અનેક કારણોસર જીવનમાંથી નિન્દાના પાપને વહેલી તકે તિલાંજલિ આપવી જોઇએ. દાન એ ધનનું આભૂષણ છે. શીલ એ દેહનું આભૂષણ છે. તો સત્ય એ વાણીનું આભૂષણ છે. ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ . ૭ 0 ર છ ૭ હ છે હ ૭ d ૭ d . ૭ O ° ૭ ૨ ૦ ૦ ૦ ૦ ૦ (૭ મો ગુણ) કેવા ઘરમાં રહેશો ? अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वार - ૦ . विवर्जितनिकेतन ॥ ૭ આ બધા સવાલોના સરસ પ્રસંગોની રજૂઆતપૂર્વક સમાધાન અપાયાં છે : આ ગુણના વિવેચનમાં આથી જ આનું વાચન-મનન અવશ્ય કરવા જેવું છે. માર્ગાનુસારી આત્માનો સાતમો ગુણ છે ઃ ઉચિત-ઘર. d ૦ ૦ ૦ d ૧૧૫ ૦ (ઉચિત-ઘર) ૭ ‘ઘર માંડવું એ જ પાપ છે' આવું કહેનારા જૈન શાસ્ત્રકારો જ્યારે ‘કેવા ઘરમાં રહેવું ?’ એ અંગે પણ ઉપદેશ આપે ત્યારે સ્થૂળબુદ્ધિથી વિચારતાં આપણને મૂંઝવણ થાય. આમ છતાં ઘરબાર વગરના (અર્થાત્ સાધુ) થવાનું ૦ જેમનામાં બળ નથી...તેવા આત્માઓ માટે સંસારમાં રહેવા માટે ઘર પણ, ધનની જેમ અનિવાર્ય સાધન છે. તો પછી કેવા ઘરમાં રહેવું કે જેનાથી આપણા સદાચારને ટક્કર ના લાગે ? આપણા ધર્મ-કાર્યને ધક્કો ના લાગે ? આપણું જીવન કુનિમિત્તોમાં ઝડપાઇ જઇને અશુદ્ધ કાર્યો કરી ના બેસે ? o ૧ ૭ ° ૦ d d ૨ ૦ o . Page #123 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં સાતમાં નંબરનો ગુણ છે ઉચિત-ઘર.. સૌથી પહેલી વાત તો એ છે કે જ્ઞાની પુરુષોના ‘ઘરને માંડવું જ નહિ' એ ઉપદેશ અમલી બનાવવો. સંસ્કૃતમાં ઘર માટે અગાર” શબ્દ છે અને સાધુને “અણગારકહેવામાં આવે છે. અણગારનો અર્થ એ છે કે “જેને ઘર (અગાર) નથી તે અણગાર.” સાધુને “અણગાર કેમ કહેવાય છે? સાધુ સર્વ-સંગના ત્યાગી છે. સંસારના તમામ સંબંધોમાંથી મુક્ત બનેલા છે. તો તેમને “અણગાર' એટલે “ઘરબાર-વગરના' એ રીતે કેમ સંબોધવામાં આવ્યા ? પત્ની વગરના, પુત્રાદિ વગરના, ધનાદિ વગરના એમ ન જણાવતાં ઘરબાર-વગરના” એમ કેમ કહેવામાં આવ્યા ? એનો જવાબ એ છે કે “ઘર' એ જ સમસ્ત સંસારનું મૂળ છે. જો સંસારી માણસને “ઘર' નથી તો પત્નીને ક્યાં રાખશે ? પુત્રાદિને ક્યાં સાચવશે ? અને ઘર વગરના...પત્ની-પુત્રાદિ વગરનાને ધનની પણ શી જરુર? આનો અર્થ એ થયો કે “ઘર” છે તો બધું છે. અર્થાત્ “ઘર” છે તો સઘળો સંસાર છે. ઘર હોય તો પત્ની-પુત્રાદિ સચવાય. ઘર હોય તો ધનાદિનો ઉપયોગ સાર્થક ગણાય. ઘર હોય તો મહેમાન વગેરે આવે. આમ “ઘર સંસારીને માટે અનિવાર્ય અંગ ગણાય. આથી જ...આ દૃષ્ટિએ જ સાધુને “ઘર વગરના” અર્થાત્ “અણગારકહી દીધા...એટલે સાધુ, પત્ની-પુત્રાદિ વગરના...નાદિ વગરના...અને પરિગ્રહ વગરના...ઓટોમેટિક સિદ્ધ થઈ ગયા. આથી સાધુનું “અણગાર” વિશેષણ સાર્થક જ છે. સાધુ જો “અણગાર' છે તો સંસારી માણસ અગારવાળો અર્થાત્ ઘરવાળો છે કેમકે સાધુ કરતાં વિપરીત સંસારીને “ઘર'ની અત્યંત જરૂરિયાત છે. - જ્યાં સુધી શક્ય હોય અને શક્તિ હોય ત્યાં સુધી શ્રાવકે ઘર છોડીને અણગાર' બનવાની જ ભાવના કરવી જોઇએ. પરંતુ જેની તેવી શક્તિ ન હોય તેને ઘર માંડવું અને વસાવવું તો પડે જ.. Page #124 -------------------------------------------------------------------------- ________________ ઘરની ઉચિતતાનો ઉપદેશ શા માટે ? તો...શ્રાવકે ઘર ક્યાં વસાવવું અને ઘર કેવું હોવું જોઈએ વગેરે બાબતોને જ્ઞાની પુરુષોએ માર્ગાનુસારી-ગુણોમાં ગોઠવી દીધી. ઘરની ઉચિતતાનો ઉપદેશ આપવા પાછળ શાસ્ત્રકારોનો એ જ શુભાશય રહ્યો છે કે ઘરને એવા સ્થાનમાં અને એવા પ્રકારનું બનાવવું જોઇએ, જેનાથી જીવનમાં ઉત્તરોત્તર ધર્મની આરાધના વધતી જાય અને અધર્મથી આત્મા વધુ ને વધુ દૂર થતો જાય. - હવે...કેવા પ્રકારનું ઘર ઉચિત” કહેવાય તે અંગે આપણે મુદ્દાસર વિચાર કરીએ. (૧) અનેક ધારોવાળું કે એક જ ધારવાળું નહીં : જવા અને આવવા માટે અનેક દરવાજાઓ હોય તેવા પ્રકારનું ઘર' ન હોવું જોઇએ. જો જવા-આવવા માટે અનેક દરવાજા હોય તો આપણી જાણ બહાર ચોર-લૂંટારા વગેરે દુષ્ટ લોકોને ચોરી કરવાની ફાવટ આવી જાય. ક્યાંકથી ઘૂસે અને ક્યાંકથી સરકી જાય તેની ખબર ના પડે. વળી, ક્યારેક સ્ત્રીના શીલ વગેરે અંગે પણ જોખમ આવી પડે. કેમકે કોઇ દુર-દુરાચારી માણસો સ્ત્રીના શીલાદિનો ભંગ કરીને ક્યાંકથી છાનોમાનો ભાગી જાય. આ બેય કારણોસર ઘરને ઘણા દરવાજા ન હોવા જોઇએ. આપણું મન સામાન્ય રીતે નિમિત્તવાસી છે. જો જીવને શુભ નિમિત્તો મળી. જાય તો તે શુભ ક્રિયાઓમાં પણ જોડાઈ જાય અને જો અશુભ નિમિત્તો મળી જાય તો તેને અશુભ ક્રિયામાં ઢસડાઇ જતાં પણ વાર ન લાગે. ઘરને ઘણાં દ્વારો હોવાં તે સારા ઘરની સ્ત્રીઓને પણ ક્યારેક “પાપ” કરવાની મનોવૃત્તિ તરફ ખેંચી જાય...પહેલાંના કાળમાં રાજાઓના મોટા મોટા મહેલોમાં અનેક દરવાજાઓ રહેતા. વળી, રાજાઓને અનેક રાણીઓ હતી તેથી કામવાસનાથી અતૃપ્ત રાણીઓ બીજા મહાવત-નોકર વગેરે હલકા પુરુષોના સંપર્કમાં આવી જઇને પોતાનું ચારિત્ર્ય ખોઇ બેસતી. એમને આવા પ્રકારની અનુકૂળતા કરી આપવામાં ઘરના (મહેલના) અનેક દરવાજાઓ સહાયક બની જતા. આ દૃષ્ટિએ જ જ્ઞાની પુરુષો ઘરને ઘણાં દ્વાર ન હોવાની વાત જણાવે છે તે બિલકુલ યોગ્ય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તવાસી છતાં બ્રહ્મચારી રામકૃષ્ણઃ નિમિત્તને પામવા છતાં તેનાથી અલિપ્ત રહી જનારા આ જગતમાં અત્યન્ત વિરલા જ હોય છે. સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. - તેમણે શારદામણિ નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ જે દિવસે તેમણે લગ્ન કર્યા તે જ દિવસે સંધ્યાના સમયે તેમણે શારદામણિનું મા તરીકે પૂજન કરી લીધું હતું. ત્યારથી તેઓ “મા શારદામણિદેવી તરીકે જ પોતાની પત્નીને સંબોધતા. . શારદામણિના મનમાં પણ નિર્મળ પ્રેમ હતો. રામકૃષ્ણ દ્વારા પોતાને કામસુખ મળે તેવી લેશ પણ અપેક્ષા રાખ્યા વગર તેમણે રામકૃષ્ણની સેવા જ કરવાનું વ્રત લીધું હતું અને આથી જ આ બંને આદર્શ પતિ અને પત્ની લગ્નના દિવસથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ સહજભાવે કરતાં હતાં. એક દિવસ શિવનાથ નામના માણસે પોતાના મિત્રો સમક્ષ રામકૃષ્ણની ભારે ટીકા કરી કે, “આ રીતે કોઈ સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખવાનું રામકૃષ્ણને જરા પણ શોભતું નથી.” ત્યારે રામકૃષ્ણ શિવનાથને બોલાવીને કહ્યું “શિવનાથ ! તું મારી ટીકા કરે છે પણ તને પૂરી સમજણ નથી. અમોને બંને જણને હવે બ્રહ્મચર્ય એટલું જ સહજ બની ગયું છે કે અબ્રહ્મના પંથે જવાનું અમારા માટે સાવ મુશ્કેલ છે. તેના માટે આવશ્યક એવી કામવાસના અમારા બંનેની સાવ જ વિલય પામી ગઇ છે.” સહજ બ્રહ્મચારી દંપતીનાં ચરણે શિવનાથનું મસ્તક ભાવથી ઝૂકી ગયું. સ્ત્રી રુપે પ્રબળ નિમિત્તની પાસે રહેવા છતાં સહજ બ્રહ્મચર્ય તો રામકૃષ્ણ જેવા વિરલા જ પાળી શકે. બાકી સામાન્ય રીતે જીવો અશુભ નિમિત્ત મળતાં જ, પતન પામી જતા હોય છે. • આથી જ શીલાદિના સંરક્ષણ માટે વિરોધી એવા ઘણા દરવાજા' રૂપી કુનિમિત્તથી ઘરને દૂર રાખવું જોઇએ. TS TS ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ જેમ ઘરને ઘણા દ૨વાજા ન હોવા જોઇએ તેમ માત્ર એક જ દરવાજો પણ ન હોવો જોઇએ. કેમકે જો એક જ દ૨વાજો હોય તો આગ વગેરે લાગે...તો તેમાંથી નીકળી જઇને બચી જવાનું પણ મુશ્કેલ બની જાય. (૨) અશુદ્ધ સ્થાનમાં ઘર ન જોઇએ : ઘર યોગ્ય સ્થાનમાં વસાવવું જોઇએ. જે ભૂમિમાં હાડકાં વગેરે દટાયેલાં હોય...ત્યાં ઘર ન બંધાવાય કેમકે તેવી અશુદ્ધ ભૂમિમાં રહેવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત ન થાય. વળી...જ્યાં ઘાસ, છોડવા અને બીજી પ્રશસ્ત વનસ્પતિઓ ઊગતી હોય તથા જ્યાંની માટી સુગંધી અથવા સારી હોય ત્યાં ઘર બંધાવાય. વળી...જ્યાં સ્વાદિષ્ટ પાણી નીકળતું હોય, જ્યાં નિધાન વગેરે હોવાની શક્યતા હોય અથવા પૂર્વે ક્યારેક નિધાનાદિ નીકળ્યા હોય તેવાં સ્થાન શુભ ગણ્યાં છે. આવા સ્થાનમાં ઘર વસાવવું જોઇએ. (૩) ઘર અતિ પ્રગટ કે અતિ ગુપ્ત ન જોઇએ : અતિ પ્રગટ સ્થાનમાં ઘર ન હોવું જોઇએ. અતિ પ્રગટનો અર્થ એ છે કે જેની આસપાસમાં બીજાં ઘરો ન હોય તેવું જો તેવું ઘર હોય તો ચોર વગેરેનો ભય ઊભો થાય ત્યારે બચાવવાવાળું કોઇ ન મળે. કોઇ સહાય કરનાર પણ ન મળે. અતિ ગુપ્ત સ્થાનમાં પણ ઘર ન હોવું જોઇએ, અર્થાત્ એકદમ ગીચોગીચ વસતિમાં પણ ઘર ન જોઇએ કેમકે તેવા ઘરની શોભા ન દેખાય તથા આગ વગેરે લાગી જાય તો બહાર નીકળતાં પણ ઘણી મુશ્કેલી થાય. (૪) સારા પડોસવાળું ઘર જોઇએ : જ્યાં સારા પડોસી રહેતા હોય તેવા સ્થાનમાં ઘર વસાવવું તે સૌથી મહત્ત્વની વાત છે. જો તમારા ઘરની બાજુમાં રહેતા પડોસી સારા વર્તનવાળા, સારા સ્વભાવવાળા અને ધર્મ પ્રત્યેની રુચિ ધરાવનારા ન હોય તો તમારા જીવનમાં અને તમારાં સંતાનોનાં જીવનમાં પણ વિપરીત સંસ્કારો આવવાની ખૂબ શક્યતાઓ વધી જાય છે. ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે જણાવ્યું તેમ આપણો જીવ નિમિત્તવાસી છે. એને ખરાબ નિમિત્તો મળતાં તે ખરાબ બનતો જાય છે અને જો સારાં નિમિત્તો મળે તો તે સારો પણ બની શકે છે. પડોશીના સંસ્કારોની સંતાનો પર અસર : પડોશીના સંસ્કાર અને કુસંસ્કારની બહુ મોટી અસર સંતાનો ઉપર પડતી જોવા મળે છે. વર્તમાનકાળમાં અને તેમાંય જેવા મોટા શહેરમાં કોસ્મોપોલિટન્ટ બિલ્ડિંગોમાં એક ફલેટમાં જેને રહેતો હોય તો એની જોડાજોડનો ફ્લેટ કોઇ મુસલમાનનો હોય અને એની જોડે વળી કોઇ મરાઠી અથવા તામિલી રહેતો હોય. આ બધાના સંસ્કારોની ભેળસેળ તમારાં સંતાનોમાં જરૂર થાય, થતી જ હોય છે. હજી માતા-પિતા વગેરે મોટી ઉંમરના માણસો તો કદાચ સંયમ રાખી શકે, પણ નાનાં બાળકોને તમે કેટલીવાર રોકશો ? તમારું નાનું બાળક મુસલમાનના ઘરે જઇને ક્યારેક કોઈ નોનવેજ આઇટમ ચાખી આવે તે વાત તમારાથી સહન થાય તેવી છે ? અને જો તમે બાળકને તે પડોશી મુસલમાનના ઘરે જતો રોકો તો કદાચ તે પડોસીને ખરાબ લાગે: “શું અમે હલકા માણસો છીએ ? શા માટે તમે નાનાં બાળકને આવતો રોકો છો ?' આવું એના મનમાં આવે. * આના કરતાં એવા પડોસવાળા સ્થાનમાં ફ્લેટ લેવો જ નહિ તે જ ઉત્તમ ગણાય. કદાચ મુસલમાન ન હોય અને વૈષ્ણવ-બ્રાહ્મણ વગેરે પડોસી હોય અને જો કંદમૂળ વગેરે ખાતા હોય અને બાળકો તે વૈષ્ણવ વગેરે પડોસીના ઘરે વારંવાર જતા થઈ જાય તો તે પણ બટાટા વગેરે ખાતા થઇ જવાની પૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં સંસ્કારોની જાળવણી ખૂબ જ મુશ્કેલ બની જાય. એથી જ બને ત્યાં સુધી જૈનોએ જૈન અને તેમાંય પોતાના જ ગચ્છ કે સંપ્રદાયને માનનાર પડોસી હોય તેવું જ ઘર પસંદ કરવું જોઇએ. તેવો જૈનપડોસ ન મળે તો છેવટે વૈષ્ણવ કે બ્રાહ્મણ જેવા શુદ્ધ અન્નાહારી વેજીટેરીયન માણસોનો જ પડોસ શોધવો, પરંતુ માંસાહારીનો પડોસ તો કોઇ પણ સંજોગોમાં ન જ હોવો જોઇએ. કદાચ બીજી અનુકૂળતા કે સગવડ સારો જૈન વગેરેનો પડોસ લેવા જતાં ન મળે તો તે Page #128 -------------------------------------------------------------------------- ________________ ચલાવી લેવું પરંતુ જૈન વગેરેનો ઉત્તમ પડોસ જ મેળવવાની કોશિશ કરવી. જૈન કન્યાનો વૈષ્ણવ સાથે પ્રણાય ? ભક્ષ્યાભઢ્ય અંગેની ખાન-પાનની શુદ્ધિ જાળવવા માટે જૈદિનો પડોસ જેમ મહત્ત્વનો છે તેમ, એના કરતાંય બીજી એક મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે. એ કારણે પણ આજના જમાનામાં જૈનના પડોસનો જ વિશેષ આગ્રહ રાખવો જોઇએ. મુંબઈ શહેરમાં એક ચાલીમાં રહેતા એક પરમ શ્રદ્ધાળુ અને આગેવાન જૈન શ્રાવકના ઘરની સંસ્કારી કન્યા પોતાની જ બાજુમાં રહેતા વૈષ્ણવ યુવકના પ્રેમમાં પડી. બંનેનો સંબંધ વિશેષરૂપે દઢ થતો ચાલ્યો. પેલી કન્યાએ પોતાના પ્રેમી' વૈષ્ણવ યુવક સાથે જ લગ્ન કરવાનો પોતાનો દઢ નિર્ધાર પોતાના પિતા સમક્ષ રજૂ કર્યો. પિતાએ તે વૈષ્ણવ-યુવક સાથે લગ્ન નહિ કરવા પુત્રીને ઘણું સમજાવી પરંતુ જ્યારે પુત્રી તે માનવા તૈયાર ન જ થઇ ત્યારે છેવટે નછૂટકે બાપને પુત્રીની ઇચ્છાને માન્ય રાખવી પડી. અને તે જૈન કન્યા અને વૈષ્ણવ-યુવક પરણી ગયાં. કન્યાનું એટલું સદભાગ્ય કે તેનો વૈષ્ણવ-પતિ સમજુ હતો તેથી તેણે પોતાની જૈન-પત્નીને તેના ધર્મના નીતિ-નિયમો પાળવાની રજા આપી, પરંતુ બધાયને આવું સમજુ પાત્ર ન મળે ને ? અને તો શી દશા થાય ? કાં તો કન્યાએ પોતાના જૈન આચારોને છોડવા પડે અથવા પતિ સાથે રોજ સંઘર્ષ કરવાથી લગ્ન-જીવન કંકાશમય થઇ જાય. વળી, જૈન કન્યા અને વૈષ્ણવ-પતિ દ્વારા થયેલા સંતાનોમાં સંસ્કારોનું સાંકર્ય ચોક્કસ થવાનું. ન તો પૂરા વૈષ્ણવ બની શકવાના કે ન તો પૂરા જૈન. આ પરિસ્થિતિ ઊભી જ ન થવા દેવા માટે આપણા વિચાર-આચાર અને ધર્મને અનુકૂળ હોય તેવા જ પડોસવાળું ઘર પસંદ કરવું તે જ હિતકર છે. જેન કન્યાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમનો કરુણ અંત : બીજો એક પ્રસંગ યાદ આવે છે. મહારાષ્ટ્રના એક ગામમાં એક ખૂબ ચુસ્ત જૈન શ્રાવકની કન્યા બાજુમાં જ જ . Page #129 -------------------------------------------------------------------------- ________________ રહેતા એક મુસલમાન યુવાન સાથે પરિચયમાં આવી. માતા-પિતાની જાણ બહાર આ પરિચય વધતો ગયો અને અંતે પ્રણયમાં પરિણમ્યો. કન્યાના આ પ્રેમસંબંધની જાણ માતા-પિતાને થઇ ત્યારે તેમણે સખત આઘાત અનુભવ્યો. તેમણે કન્યાને તે મુસલમાન યુવકને મળવાનો પ્રતિબંધ કર્યો. આમ છતાં તે કન્યા ક્યારેક ક્યારેક તે યુવકને છૂપી રીતે મળતી રહી અને કામાવેશમાં પોતાનું શીલ પણ તે યુવક દ્વારા ગુમાવી બેઠી. હવે તો કન્યાએ અફર નિર્ણય કર્યો કે, “પરણીશ તો તે મુસલમાન યુવકને જ.” એણે પોતાના નિર્ણયની માતા-પિતાને જાણ કરી દીધી. માતા-પિતાએ જણાવી દીધું “જો તારો નિર્ણય અફર હોય તો તું અમારા ઘરમાંથી રવાના થઇ જા. અમે માની લઇશું કે અમારે દીકરી હતી જ નહી.” . અને...પેલી કન્યા ખરેખર ઘરમાંથી ચાલી નીકળી અને પહોંચી પેલા પોતાના પ્રેમી મુસલમાન પાસે. પરંતુ ત્યાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. પેલા મુસલમાને તો ચોખ્ખું જણાવી દીધું કે, “મને તો તારી સાથે શારીરિક આનંદ માણવામાં જ રસ હતો, બાકી હું તો તારી સાથે કદી લગ્ન કરવાનો નથી. કેમકે હું ચુસ્ત મુસલમાન છું. તારા જેવી નાપાક સ્ત્રી સાથે હું લગ્ન શી રીતે કરી શકું ?” પેલી કન્યાના માથે વીજળી તૂટી પડી. તેના આઘાતનો પાર ન રહ્યો. અંતે તેણે આખા શરીર ઉપર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કર્યું. આ આખા પ્રસંગના મૂળમાં ઊંડાણથી વિચાર કરીએ તો આપણને સમજાશે કે આ દુઃખદ ઘટનાનું મૂળ અયોગ્ય પડોસ જ હતો. જો મુસલમાનનો પડોસ ન હોત તો આ પ્રકારની ઘટના સર્જાત જ નહીં, ઘર વસાવતાં પૂરી ચકાસણી કરો : માટે જ યોગ્ય જ ઘર વસાવવું જોઇએ. એકવાર ઘર લીધા પછી વારંવાર તે બદલી શકાતું નથી. તેથી જ ઘર લેતાં કે બાંધતાં પહેલાં પૂરેપૂરી ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. - તમારાં સંતાનોને એવું શિક્ષણ અને એવા સંસ્કાર આપવા જોઇ કે જેઓ ચારિત્ર્ય (દીક્ષા)ના જ મંગળમાર્ગે પ્રયાણ કરે, પરંતુ દુર્ભાગ્યના યોગે તે દીક્ષાના (૧૨ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ માર્ગે ન જ જઇ શકે તો છેવટે તેનાં લગ્ન સારા સંસ્કારી અને જૈન ખાનદાન કુળમાં જ થાય એવું તો તમે ઇચ્છો જ ને ? અને તો જ તેનામાં અને તેના ભાવિ સંતાનોમાં જૈનત્વના સંસ્કારોની જાળવણી થવી શક્ય બને ને ? તે માટે સારા અને જેના પડોસીનો જ સહવાસ હોવો ખૂબ જરૂરી છે. કદાચ પાપના ઉદયે તમારું સંતાન કોઈ યુવક કે યુવતીના પરિચયમાં આવે અને તેનું પરિણામ લગ્ન-જીવનમાં આવવાનું હોય તો કમ સે કમ પાત્ર જૈનત્વના સંસ્કારવાળું તો મળે. જો બાજુનો પડોસ મરાઠી કે મુસલમાન હોય તો તમારા દીકરા કે દીકરીનું ભાવિ કેવું ભયજનક પુરવાર થાય તે તમે વિચારી જોજો. સારો પડોસી સત્કાર્યોની પ્રશંસા કરે ? બીજી એક મહત્ત્વની વાત એ છે કે જો સારો પડોસ હોય તો આપણાં સારાં કામોની તેના દ્વારા ઉપબૃહણા (પ્રશંસા) થાય તો તેનાથી આપણાં સારાં કાર્યોને વેગ મળે. આપણને વધુ ને વધુ સારાં કાર્યો કરવાનો ઉત્સાહ વધે. ' એનાથી ઊલટું જો ખરાબ પડોસ મળે, પડોસીજન જૈન ન હોય અગર સ્વભાવથી અધાર્મિક હોય તો આપણાં ધાર્મિક કાર્યોની કે શુભ કાર્યોની ઉપબૃહણા ન કરે અથવા ક્યારેક ટીકા-નિન્દા પણ કરે...તો તેનાથી આપણાં તે તે શુભ કાર્યોને ધક્કો પહોંચે...ક્યારેક વિપરીત વાતો કરીને મગજને ઊંધી દિશામાં પણ ચડાવી દે તો આત્માનું ભારે અહિત થઈ જાય. મમ્મણનો પૂર્વભવ : મમ્મણ શેઠે પૂર્વનો ભવમાં અત્યંત ઉલ્લાસ સાથે મુનિને સિંહ કેસરિયા લાડુ વહોરાવ્યા. મુનિના ચાલ્યા ગયા બાદ ત્યાં કોઈ પાડોસીજન મળવા આવ્યો. તે કહે: “કેમ શેઠ ! લાડવો તમે ખાધો કે નહીં ?” મમ્મણનો જીવ કહે: “ના, લાડવા તો બધા મહારાજ સાહેબને વહોરાવી દીધા.” ત્યારે પેલો પડોસી કહે: “અરે શેઠ ! તમેય સાવ મૂરખ છો ને ? સિંહ કેસરિયા લાડવા કાંઇ મહારાજને વહોરાવી દેવાય ? અને તે બધા ? એકાદ તો તમારા માટે રાખવો હતો ! ખાધો હોત તો જિંદગીભર યાદ કરત.” ૧૨૩. Page #131 -------------------------------------------------------------------------- ________________ મમ્મણના જીવે કહ્યું “પણ હવે શું ?” ત્યારે પેલો પાડોસી જે ડબ્બામાં સિંહ કેસરિયા લાડુ મૂકેલા તેમાં ચોટેલાં બે-ચાર કણીયા મમ્મણને ચખાડે છે. એ ચાખીને શેઠ ખુશખુશાલ થઇ જાય છે. ત્યારે પેલો પડોસી કહે છે: “કેમ કેવો લાગ્યો લાડવો !” શેઠ કહે: “બહુ સરસ. આવો લાડવો તો જિંદગીમાં ચાખ્યો નથી.” ' ત્યારે પડોસી કહે: “તો વિચાર શું કરો છો ? જાઓ હજી મહારાજ રસ્તામાં જ હશે. તમે વહોરાવેલા લાડવા મહારાજ પાસેથી પાછા લઈ આવો.” અને શેઠ લાડવા પાછા લેવા દોડયા મહારાજની પાછળ ! શેઠને મળેલો પડોસી કેવો હતો ? અત્યંત ઇર્ષાળુ સ્વભાવનો. “મને ન મળે તો કાંઈ નહીં, પણ મહારાજને તો ન જ ખાવા દઉં.” આવી અધમ મનોવૃત્તિનો. અને આથી જ એણે તે શેઠના શુભ કાર્યમાં પૂળો ચાંપવાનું કામ કર્યું. શુભ ભાવની અનુમોદના એ અણમોલ સંસ્કાર છે. એમાં દીવાસળી લગાડવાનું કામ કર્યું. આના બદલે સારો પડોસી હોત તો ? તો તે શેઠના સત્કૃત્યની અનુમોદના કરત.“શેઠ ! તમે કેવા ભાગ્યશાળી...સિંહ કેસરિયા લાડવા મુનિને વહોરવાના મળ્યા ! તમારા પુણ્યની તે શી વાત થાય ! ખરેખર ઘણું ઉત્તમ કામ તમે કર્યું.” જો આવી અનુમોદના કરનાર કલ્યાણમિત્ર પડોસીજન મળી ગયો હોત તો કદાચ પૂર્વભવનો તે શેઠ મમ્મણ બન્યો ન હોત અને ધનની મૂર્છાના પાપે સાતમી નરકનો મહેમાન પણ બન્યો ન હોત. ઇતિહાસ કાંઇક જુદો જ લખાયો હોત. આપણા શુભ ભાવોને પુષ્ટ કરનાર અને ધર્મકાર્યોમાં પ્રોત્સાહન પૂરનાર કલ્યાણમિત્ર પ્રબળ પુણ્યના ઉદયે જ મળે. અને શુભ ભાવોને નષ્ટ કરનાર અને અધર્મના કાર્યોમાં પ્રેરણા પૂરનાર પાપ-મિત્રો ઘોર પાપના ઉદયે મળે. મમ્મણનો જીવ-પેલા શેઠ તો લાડવા પાછળ લેવા મહાત્માની પાછળ દોડ્યા. મહારાજ મળ્યા એટલે કહે: “મારા લાડવા અને પાછા આપી દો.” ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ મહાત્માએ કહ્યું “એ લાડવા તો તમે અમને વહોરાવી દીધા છે. હવે તે અમારાથી પાછા ન અપાય.” પણ પેલા શેઠ તો એક જ જીદ લઇને ઊભા હતા: “મને મારા લાડવા પાછા જ જોઇએ.” વહોરેલી વસ્તુ પાછી ન અપાય એવો સાધુનો આચાર છે. મહાત્માએ જોઇ લીધું કે આ શેઠ હવે માને તેમ નથી તેથી તેમણે નીચા વળી ને બધા લાડવા ધૂળમાં મિક્ષ કરીને પરઠવી દીધા. સુકૃતની નિદાથી ખરાબ અનુબંધ : શેઠના હૈયે દુ:ખનો પાર ન રહ્યો. તે જ્યારે પાછા ફર્યા પણ મનમાં સતત એક જ વિચાર: “અરરર ! મેં ક્યાં મહારાજને લાડવા વહોરાવ્યા? મેં બહુ ખોટું . આ રીતે વારંવાર કરેલા સુકૃતની નિન્દાના કારણે અનુબંધ ખરાબ પડી ગયા. લાડવાના દાન ધર્મના પ્રભાવે પછીના મમ્મણના ભવમાં ઋદ્ધિ તો એટલી અઢળક મળી કે મગધનો રાજા શ્રેણિક એની ઋદ્ધિ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો. પરંતુ સંપત્તિની કારમી મૂચ્છ (આસક્તિ)ના કારણે તેલ અને ચોળા ખાવા સિવાય મમ્મણના નસીબમાં બીજુ કાંઇ ન રહ્યું અને એ જ આસક્તિના કારણે મમ્મણ મરીને સાતમી નરકે રવાના થઇ ગયો. મમ્મણના જીવના અધ:પતનનું મૂળ તેને મળેલો ખરાબ પડોસ. જેણે મમ્મણના પૂર્વભવના સત્કૃત્યમાં આગ ચાંપીને તેના શુભ ભાવોનું નિકંદન કાઢયું અને મમ્મણે કરેલા સત્કૃત્યની અનુમોદના કરવાને બદલે નિન્દા કરીને સાતમી નરક જવા યોગ્ય પાપકર્મ ઉપામ્યું. | "વMMા મધમૅમિત્ત ગો‘અધર્મમિક્ષનો ત્યાગ કરવો” આવા પંચસૂત્રકાર પરમર્ષિના ઉપદેશમાં ગર્ભિત રીતે એ પણ સમજી જ લેવું રહ્યું કે “અધાર્મિક લોકો જ્યાં રહેતા હોય તેવા સ્થાનનો પણ ત્યાગ કરવો.” આથી જ...જ્યાં માંસાહારી, દુરાચારી, વ્યસની, જુગારીઓ અને હિંસક લોકો વસતા હોય તેવી જગ્યામાં ઘર ન વસાવવું, તેમ જે કહ્યું છે તે અત્યંત યોગ્ય જ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ જો પડોસી ધાર્મિક સુસંસ્કારી હોય તો તમારા જીવનમાં અને તમારાં બાળકોમાં પણ ઉત્તમ સંસ્કારોને પામવાનું સરળ બની જશે. શાલિભદ્રનો પૂર્વભવઃ સંગમ : શાલિભદ્રનો જીવ પૂર્વ-ભવમાં સંગમ નામનો ભરવાડણનો દીકરો હતો...એક દિવસ કોઇ ઉત્સવ-પ્રસંગે બધાના ઘરમાં સારી સારી મીઠાઇઓ થતી જોતાં એણેય મા આગળ જીદ કરી: “મા ! મા ! મારે ખીર ખાવી છે.” માતા ખૂબ ગરીબ હતી. તેના પાસે ખીર બનાવવા જેટલા પૈસા ન હતા. તેથી તે દીકરાને મારવા લાગી. પડોસીઓએ પૂછ્યું “બાઇ ! તારા દીકરાને મારે છે કેમ ?' બાઇ કહેઃ “મારું નહિ તો શું કરું? એને ખીર ખાવી છે ને મારી પાસે તેટલા પૈસા નથી.” દયાળુ પડોસીઓએ થોડાં થોડાં ચોખા...દૂધ અને ખાંડ આપ્યાં. માએ ખીર બનાવી અને સંગમને ખીર ખાવા આપીને પોતે બહાર ગઇ. - સંગમ ખીર ખાવો બેઠો છે પણ ખીર ઘણી ગરમ હોવાથી થાળીમાં ઠંડી કરી રહ્યો છે. ત્યાંજ કોઇ માસખમણના પારણે માસખમણ કરતા મહાત્મા ધર્મલાભ” કરતા સંગમના ઘરે વહોરવા આવ્યા. અને..સંગમ આનંદવિભોર બની ગયોઃ “અહો ! મારાં કેવાં જબરાં ભાગ્ય...કે મારે ત્યાં તપસ્વી મહારાજનાં પગલાં થયાં...લાવ આ ખીર મુનિરાજને વહોરાવી દઉં.' સંગમને ખીર વહોરાવવાનું મન કેમ થયું? વિચાર કરજો : ભરવાડણનો દીકરો છે...ખીર ખાવાની આકંઠ ઇચ્છા છે...રડી રડીને જીવનમાં પહેલી વાર ખીર મેળવી છે. છતાં તેને મુનિરાજને ખીર વહોરાવી દેવાનું મન કેમ થયું ! એનો જવાબ છે : આજુબાજુમાં રહેતા ઉત્તમ જૈન પડોસીઓને ત્યાં વારંવાર મુનિરાજોને વહોરવા આવતાં-જતાં તે જોતો હતો. જેનોનાં બાળકોની સાથે રહેતાં રહેતાં તેનામાં પણ ઉત્તમ સંસ્કારો જાગૃત થયા હતા. જૈન મુનિઓ પ્રત્યે તેને ક Page #134 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવ હતો. આમ ઊંચા પડોસીઓના કારણે મળેલા ઊંચા સંસ્કારોએ તેને મુનિરાજને ખીર વહોરાવી દેવાની સદભાવના જગાડી દીધી અને ઉત્તમ ભાવોલ્લાસ સાથે સંગમે મુનિવરને બધી ખીર વહોરાવી દીધી. મુનિને વહોરાવ્યા પછી પણ પોતે કરેલા સત્કૃત્યની સતત અનુમોદના કરતો રહ્યો. એ જ રાત્રે તેને મૃત્યુ આવ્યું. ત્યારેજ મોતની પારાવાર વેદના વચ્ચેય તેનું હૈયું સતત સુકૃતના અનુમોદનમાં ઝૂલતું રહ્યું અને મરીને તે ગોભદ્ર શેઠના પુત્ર શાલિભદ્ર તરીકે જન્મ પામ્યો. મમ્મણ શેઠ અને શાલિભદ્ર બંનેના પૂર્વભવના પ્રસંગો વિચારતાં ખ્યાલ આવશે કે જીવનમાં પડોસનું કેવું અને કેટલું મહત્ત્વ છે ? મમ્માને પૂર્વભવમાં મળેલા દુષ્ટ પડોસે સુકૃતની નિન્દા કરતો કરી મૂક્યો:ઍ જ્યારે સંગમને મળેલા સારા પડોસના કારણે સંગમમાં મુનિને દાન આપવાની ઉત્તમ ભાવના જગાવી. * સુકૃતની અનુમોદના કરતો તે ઉત્તમ ધર્મપરંપરાનો સ્વામી બન્યો. શુભ આલંબન વગર સદ્ગુણ ન ટકે : જીવને જેવા પ્રકારનાં નિમિત્તો અગર આલંબનો મળે છે તેવો જ પ્રાયઃ જીવ બનતો હોય છે. આથી જ જીવનમાં શુભ આલંબનોની બહુ ઊંચી કિંમત છે. શુભ આલંબનો વિના સદ્ગુણો મળવા દુર્લભ. મળે તો ટકાવવા દુર્લભ અને મળેલ સદ્ગુણો કદાચ ટકી જાય તોય વધારવા અતિ દુર્લભ. આથી જ સારા આલંબનોવાળા સ્થાનમાં ઘર વસાવવાનો ખૂબ આગ્રહ રાખવો જરુરી છે. ઘણાં સમજુ લોકો નવું ઘર લેતાં કે ફ્લેટની પસંદગી કરતાં ‘લોકાલિટી' કેવી છે તેનો ખૂબ જ આગ્રહ રાખતા હોય છે. એના કારણે પચાસ હજાર કે લાખ રુપિયા વધુ ખર્ચવા પડે તો તેનેય સ્વીકારી લેતા હોય છે તે ખૂબ જ યોગ્ય છે. કારણ જીવનમાં રુપિયા કરતાં ઉલ્ટા સદગુણોનું ખૂબ મહત્ત્વ છે. રુપિયા તો અનેકવાર પ્રાપ્ત થનારી ચીજ છે, પણ ગુમાવેલા સદગુણો જલદી જલદી કદી મળતા નથી. આથી જીવનમાં રુપિયાને વધુ મહત્વ ન આપતાં ગુણોની પ્રાપ્તિને જ વધુ મહત્ત્વ આપવું જોઇએ. અને એ ગુણપ્રાપ્તિ જ્યાં વધુ સુલભ હોય તેવા સ્થાનમાં ‘ઘર' વસાવવું જોઇએ. ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ હલકી વસતિવાળા સ્થાનમાં ઘર લેવાથી કેવાં ભયંકર પરિણામ આવે છે તેનો એક વધુ પ્રસંગ જોઇએ. સંસ્કારોની સુરક્ષા કાજે પતિનું ખૂન? એક રજપૂતાણી એક રજપૂતને પરણીને સાસરે આવી. સાસરિયાના ઘરની આસપાસ દારુડિયા અને મવાલીઓ રહેતા હતા. રજપૂતાણીએ વિચારી લીધું કે આવા દુષ્ટ લોકોના પડોસમાં રહેવાથી તો ક્યારેક આખા કુટુંબનું નિકંદન નીકળી જશે. એણે આ ઘર છોડીને બીજી સારી જગ્યાએ ઘર લેવા માટે પતિને ઘણો સમજાવ્યો, પરંતુ મૂર્ખ પતિ ન માન્યો. . અને આ દુષ્ટ-સંગનું પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળ્યું. પેલો રજપૂત પણ દારૂડિયાઓના સંગે દારુ ઢીંચતો થઇ ગયો. દારૂ ઢીંચીને આવે અને પત્ની અને પોતાનાં બેય બાળકોને મારકૂટ કરે. જ્યારે ભાનમાં હોય ત્યારે પતિને ફરી ફરીને ઘર બદલવાની વાત રજપૂતાણી સમજાવે, પણ પેલો માને જ નહીં. એક દિવસ દારૂ પીધેલી હાલતમાં હતો અને પત્નીએ કરગરીને વિનંતી કરી: “આપણાં બાળકોની ખાતર પણ તમે દારૂની લત છોડો. તમે તો ઘરના આધાર છો. તમે જ આ રીતે જીવન બરબાદ કરશો તો આ બાળકોનું શું થશે ? કહેતાં કહેતાં પત્ની ધૂસકે ધ્રુસકે રોવા લાગી. આવી લાગણીભરી વિનંતીથી સારી અસર થવાની વાત તો દૂર રહી, પરંતુ પતિ ખૂબ ક્રોધિત થયો. એનો ગુસ્સો બેકાબૂ બની ગયો. એણે પત્નીને સખત માર મારીને લોહીલુહાણ કરી નાંખી. ત્યાર બાદ દારુના પીઠે જઇને પુષ્કળ દારુ પીધો. નશામાં ને નશામાં બહાર આવીને કોઇ શેઠના દીકરાનું ખૂન કરી નાખ્યું. જોયું ને ! પતનની કેવી કારમી પરંપરા ! આ બધાનું મૂળ કારણ દુષ્ટ દારૂડિયા માણસોનો પાડોસ ! આવા પાડોસની ઉપેક્ષા કરવાથી રજપૂતના જીવનનો સર્વનાશ થવા લાગ્યો ! હજી વિનાશ આગળ વધ્યો. દારુડિયો રજપૂત પોલીસના હાથે પકડાઈ ગયો. શેઠે એને જેલમાં મોકલી આપ્યો. આ બાજુ રજપૂતાણી પતિનાં અપકૃત્યોથી Page #136 -------------------------------------------------------------------------- ________________ ખૂબ આઘાત પામી. તેણે પોતાનાં બાળકોમાં આવા કુસંસ્કારો ન પડે તે માટે પેલું ઘર બદલ્યું. નવું ઘર સારા પડોસવાળા સ્થાનમાં લીધું અને બાળકોને ઉત્તમ સંસ્કારોના પાઠ પઢાવવા લાગી. એક રાતે પતિ જેલમાંથી ભાગી છૂટ્યો અને નવું ઘર શોધતો શોધતો ત્યાં આવી ચડ્યો. બારણું ખખડાવ્યું. રજપૂતાણી કહે: “કોણ છે ?” - રજપૂત કહે: “હું તારો પતિ. આજની એક રાત ઘરમાં રહેવા દે. પેલા નાલાયક શેઠે મને જેલમાં ધકેલ્યો. હવે એ શેઠનું કાલે જ ખૂન કરીને ભાગી છૂટીશ.” રજપૂતાણી કહે: “નહિ. એ નહિ બને. તમારાં આ બાળકો તમારા જેવા ખૂની ના પાડે તે માટે એને હું સદાચારના પાઠો શીખવાડું છું અને તમે અહીં આવીને, આવાં અપકૃત્યો કરીને તેના ઉપર પાણી ફેરવવા માગો છો ? મહેરબાની કરીને આ બાળકોની ખાતર પણ ચાલ્યો જાઓ.” પણ પતિ ન માન્યો. એ જબરજસ્તીથી ઘરમાં ઘૂસવા લાગ્યો ત્યાં જ રજપૂતાણી ઊભી થઇ. એણે પતિના ચરણ સ્પર્શવાનો ઢોંગ કરીને નીચે વળી ધડાધડ ત્રણ ગોળીઓ બંદૂકમાંથી છોડીને પતિનું ખૂન કરી નાખ્યું. ગોળીઓના ધડાકાથી ઊંધેલાં બાળકો જાગી ગયાં. પૂછ્યું “મા ! શું થયું ?” માતાએ જવાબ આપ્યો: “બેટાઓ ! આ કોઇ લૂંટારો આપણું સંસ્કારધન લૂંટી જવા આવ્યો હતો તેથી તેને મેં મારી નાખ્યો.” આર્યદેશની સન્નારી આવી હોય ! એ સંસ્કારોની જાળવણી ખાતર અવસરે પોતાના સુહાગનું બલિદાન આપતાં વિચાર ના કરે. - મૂળ વાત એ છે કે આ આખી દુ:ખદ સ્થિતિનું મૂળ ખરાબ મિત્રોરૂપી પડોસ હતો. તેણે જ રજપૂતના જીવનની પાયમાલી નોતરી. ચાલીઓ અને પોળોનો નિવાસ સારો હતો ? વરસો પહેલાં અમદાવાદ-મુંબઇ જેવાં શહેરોમાં લોકો ચાલીઓમાં રહેતા. પોળોમાં રહેતા (જોકે આજેય મધ્યમ વર્ગના ઘણા લોકો રહે જ છે.) ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ આના કારણે ઘણા લાભો થતા. સામાન્ય રીતે દારુ, માંસ, જુગાર વગેરે પાપોથી લોકો બચી જતા કેમકે પડોસીઓની ટીકાનો ભય રહેતો. સમાજના ભયથી પણ માણસ પાપ કરતાં ડરે તે પણ ઉત્તમે જ છે. ચાલી કે પોળમાં પડોસીઓ સારા મળતા અને તેથી સુખ-દુ:ખના પ્રસંગમાં સાથ આપતા. મરણાદિ પ્રસંગોએ સાંત્વના આપતા. હૂંફ અને સદભાવ આપતા. પડોસીઓ સારા હોય તો ધર્મના સંસ્કારો અને પ્રેરણા બાળકોને પ્રાપ્ત થતી. બાજુવાળો છોકરો સામાયિક કરવા જાય તેથી બીજો છોકરો પણ સામાયિક કરવા જાય. આમ દેખાદેખીથી પણ ધર્મના સંસ્કારો મળતા. સ્ત્રીઓના શીલાદિની સુરક્ષા થતી. કોણ આવે છે ? કોણ જાય છે ? તેનો પડોસીઓને પણ ખ્યાલ રહેતો. તેનાથી સ્વાભાવિક રીતે જ સદાચાર જળવાઈ જતો. - સાધુ ભગવંતો પણ વહોરવા આવતા તેથી સુપાત્રદાનનો લાભ મળતો. સોસાયટી અને બ્લોકોનો નિવાસ નુકસાનકારીઃ આજનો ઘણો ખરો શ્રીમંત વર્ગ પૈસા વધી જવાના કારણે સોસાયટીઓમાં અથવા ફ્લેટોમાં ચાલ્યો ગયો. પ્રોપર શહેરથી દૂર...આથી સાધુ ભગવંતો દૂર દૂર સુધી વહોરવા આવી ના શકે. કદાચ આવે તોય બંગલાની બહાર “કૂતરાથી સાવધ રહો” નું બોર્ડ વાંચીને પાછા જાય. બ્લોક હોય તો બ્લોકનાં બારણાં પ્રાયઃ બંધ જ રહેતાં હોય. સાધુ ભગવંત આવ્યાની જલદી ખબર જ ના પડે. બારણાં બંધ રહેતાં જ હોય તો બાજુવાળા પડોસીઓનો સંપર્ક પણ પ્રાયઃ ન રહે. અરે ! એવા પણ લોકો મુંબઇમાં વસે છે કે જેમને પોતાની જ નીચે કોણ રહે છે તે વર્ષોથી રહેવા છતાં ખબર જ નથી...આવી સ્થિતિમાં સુખ-દુ:ખમાં સાથ કે સમાધિની પડોસી તરફથી અપેક્ષા જ કેમ રખાય ? બારણું ખખડાવીને, અચાનક ફ્લેટમાં ઘૂસી જઇને, સ્ત્રીનું ગળું દાબી દઇને, ચોરી કે લૂંટ ચલાવીને ધોળે દિવસે ભાગી જવાના કિસ્સાઓ મુંબઈ જેવા મોટા શહેરોમાં વારંવાર બનતા સંભળાય છે. આવી સ્થિતિમાં કોઇ ખૂન કરી જાય કે સ્ત્રીનું અણમોલ ધન શીલ-લૂંટી જાય તોય શી ખબર પડે ? માટે જ વધુ પડતા એકાંતમાં કે ગુપ્ત સ્થાનમાં ઘર ન રાખવાની જ્ઞાની પુરુષોની હિતશિક્ષા અત્યંત યોગ્ય જ છે. તેનો અમલ કરવો ખૂબ હિતકારી છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ અતિ એકાંત સ્થાનના ઘરમાં નુકસાન ઃ વધુ પડતાં એકાંત સ્થાનમાં ઘર રાખવાથી કેવું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ યાદ આવે છે. - મુંબઇમાં નેપિયન્સી રોડની પાછળ એક શ્રીમંત દંપતી રહેવા ગયું. બંને જણાને અતિ શાંત એરિયા પસંદ હતો. શાંત-સ્થાનના નામે વધુ પડતી એકાંતવાળી જગ્યા તેમણે પસંદ કરી. ' પતિ અને પત્ની બંનેની પાસે મોટર. સવારે પતિ ઓફિસે જાય તે ઠેઠ સાંજે આવે. મોટા બંગલામાં બપોરના સમયે એકલાં જુવાન જોધ શેઠાણી જ હોય. એક દિવસ અચાનક બપોરના સમયે ગાડીનો ડ્રાઇવર આવ્યો. કશું કામનું બહાનું કાઢીને ઘરમાં ઘૂસ્યો. મુખ્ય દરવાજો બંધ કરીને શેઠાણીના બૂરા હાલ કરી નાખ્યા અને ઘરમાં રહેલી સંપત્તિને સફાચટ કરીને રવાના થઇ ગયો. આવી અનેક દુર્ઘટનાઓના મૂળમાં અયોગ્ય જગ્યાએ ઘરની પસંદગી જ પ્રાય કારણભૂત હોય છે. કુશળતાથી સંસ્કારોની જાળવણી કરતા શેઠ : એક કરોડપતિ શેઠના બંગલાની બાજુમાં જ રાજાને માન્ય એવા બે સંગીતકારો આવ્યા. તેમણે પોતાના કોમળ કંઠ અને મધુર વાજિંત્રોના રિયાઝથી આસપાસમાં ભારે આકર્ષણ ઊભું કર્યું. શેઠની પુત્રવધૂઓ પણ અવારનવાર બારી પાસે ઊભી રહીને પેલા સંગીતકારોનું સંગીત સાંભળતી. શેઠે એકવાર આ દૃશ્ય જોઇ લીધું. તેમને પુત્રવધૂઓના શીલની ચિંતા થવા લાગી: “જો આમ ચાલ્યા કરશે તો ક્યારેક પુત્રવધૂઓનું શીલ જોખમમાં મૂકાઇ જશે... ' તેથી સંગીતકારોને અહીંથી કેમ રવાના કરવા તેની વિચારણા શેઠ કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં તેમને એક ઉપાય સૂઝયો. પોતાના ઘરે થયેલ પૌત્ર-જન્મની ખુશાલીનું કારણ દર્શાવીને શેઠે રાજાને ઝવેરાત ભરેલો થાળ ભટણાંરૂપે અર્પિત કર્યો. રાજા શેઠનાં નમ્રતા-વિનય વગેરે ગુણો જોઈને ખુશ થઇ ગયો. રાજાએ દરરોજ રાજસભામાં આવવાનું શેઠને ૧૩૧] Page #139 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રણ આપ્યું. શેઠ અવારનવાર રાજસભામાં જવા લાગ્યા. રાજા સાથે સંબંધ વધવા લાગ્યા. રાજાએ શેઠને કહેલું કે, “ક્યારેક કાંઈ કામ હોય તો ખુશીથી જણાવજો.” અવસર જોઇને એકવાર શેઠે કહ્યું “રાજન્ ! ઘણા લાંબા સમયથી મારા મનમાં ઘરમંદિર” કરવાની ભાવના છે. જો આપ સંમતિ આપો તો તે કાર્ય પૂરું કરું.” રાજા કહે : “તેમાં પૂછવાનું શું ? સારા કામમાં તો અમારી જરુર સંમતિ જ હોય ને ?” ઘરે જઈને તેમણે સુયોગ્ય ઓરડામાં જિનમૂર્તિ પધરાવીને ગૃહમંદિર બનાવ્યું. તે અંગેનો મહોત્સવ માંડ્યો. ઢોલ અને શરણાઇવાળાને બોલાવ્યા અને સવારથી સાંજ સુધી તેને ઢોલ અને શરણાઈ વગાડવાની સૂચના કરી. ઢોલ-શરણાઇના સૂરો જોર જોરથી વહેવા લાગ્યા. બાજુમાં જ રહેતા સંગીતકારો અકળાઈ ગયા કારણ કે ઢોલ-શરણાઇના જોરદાર અવાજોમાં તેમના આલાપ દબાઈ જતા હતા. આથી સંગીતકારોએ રાજા પાસે જઇને શેઠની વિરૂદ્ધ ફરિયાદ કરી. રાજાએ શેઠને બોલાવ્યા અને સંગીતકારોની ફરિયાદની વાત કરી. શેઠ કહ્યું “રાજાજી ! મેં આપની સંમતિ લઇને જિનમંદિર બનાવ્યું છે અને મંદિર હોય એટલે ઢોલ-નગારાં તો વાગે જ ને ?” રાજા કહેઃ “શેઠ ! કાંઇ વાંધો નહિ. તમારે મુંઝાવાની કોઇ જરૂર નથી. તમ-તમારે ખુશીથી ભગવાનની ભક્તિ કરો. હું સંગીતકારોનું આવાસસ્થળ બદલાવી નાખું છું.” અને રાજાની આજ્ઞાથી સંગીતકારોનું આવાસસ્થળ બદલાઈ ગયું. શેઠે હૈયે હાશ અનુભવી. પુત્રવધૂઓ માટેના શીલનો ભય ટળી ગયો. ઉપદ્રવવાળા સ્થાનમાં...ગમે તેવા પડોસમાં...અને ગમે તેવા ઘરમાં શીલ અને સદાચાર જોખમમાં જ રહે. તેને નિવારવા શેઠની જેમ કુશળતાપૂર્વક ઉપાયો કરવા જોઇએ. ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ (૫) ઘરની સજાવટ સંસ્કાર પોષક : ઘર કેવું હોવું જોઇએ ? એના જવાબમાં ઘણા દરવાજાવાળું કે એક જ દરવાજાવાળું ન હોવું જોઇએ. એ જેમ પૂર્વે કહ્યું, તેમ ઘરની અંદર સજાવટ વગેરે પણ વિકારોત્તેજક નહિ હોવાની વાત પણ સમજી લેવી જોઇએ. અયોગ્ય દશ્યો, નટ-નટીઓના ફોટાઓ, જેનાથી વિકાર-વાસનામાં વૃદ્ધિ થાય તેવા દ્રશ્યોવાળા ફોટાઓ વગેરેથી ઘરને શણગારવું જોઇએ નહીં. ' કેલેન્ડરો, ફર્નિચર અને શોકેસ વગેરે પણ બીજાને ધર્મ પમાડે તેવાં જોઇએ. આજે પણ ઘણા શ્રાવકોના ઘરમાં શોકેસમાં મેના-પોપટ અને કપ-રકાબી મૂકવાને બદલે, રજોહરણ પાત્રો અને ચરવળો-કટાસણું તથા જ્ઞાનનાં સાધનો અને પુસ્તકો જોવા મળે છે. જેને જોતાં જે ચારિત્રની યાદ આવે. આ ઉત્તમ સજાવટ કહેવાય. ઘરમાં દીવાલ ઉપર ભવ્ય શત્રુંજયનો ફોટો કે નવકાર-મંત્ર વગેરે લગાવેલા હોય તો ઘરમાં પ્રવેશ કરતાં જ સાધુ-સાધ્વીને કે બીજા શ્રાવકોને ખબર પડી જાય કે આ શ્રાવકનું જ ઘર છે. જો નટ-નટીઓના ફોટાઓ હોય તો શી ખબર પડે કે આ કોનું ઘર છે ? (૬) ઘર જિનાલય-ઉપાશ્રયની પાસે જોઇએ ? દિવસના બીજા કે ત્રીજા પ્રહરે, બાજુના શિખરબંધી જિનાલયની ધજાનો પડછાયો ન પડે તેવું ઘર જોઇએ. હા..જો ઘર અને જિનાલયની વચ્ચે એક મોટર પસાર થઈ જાય તેટલો વિશાળ રસ્તો હોય તો ધજાના પડછાયાનો બાધ નથી. ઉપરોક્ત વિધાન એમ સૂચવે છે કે ઘર જેમ ઉત્તમ પડોસમાં જોઇએ તેમ જિનાલય અને ઉપાશ્રયની બાજુમાં હોવું જોઇએ. 'જિનમંદિર નજદીકમાં હોય તો ક્યારેક મોડું થાય તો પણ જિનપૂજા વગેરેથી વંચિત ન રહી જવાય. સાંજે પણ જિનદર્શન-વંદનનો લાભ મળે. ઉપાશ્રય નજદીકમાં હોય એટલે સાધુ અગર સાધ્વીજી મહારાજનો સંજોગ હોય ત્યારે ગોચરી-પાણી વહોરાવાનો-સુપાત્રદાનનો લાભ અવશ્ય મળે. મુનિજનોનો ૧૩૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ વગેરે કરવાનો પણ મોકો મળતો રહે. આમ ‘ઉચિત ઘર’ વસાવવાથી અનેક લાભો છે. આ બધા લાભોનો ખૂબ સારી રીતે વિચાર કરીને યોગ્ય ઘર લેવું જોઇએ. આજના કાળમાં તો વળી વિશેષત: ‘ઉચિત ઘર' નામના ગુણનું પાલન થવું જરુરી છે. ડગલેને પગલે ધન અને ધર્મને સલામતીની કેટલી જરુર છે ? પાપોદય હોય અને ક્યાંક અનુચિત ઘરમાં સપડાઇ ગયા તો સતત આર્તધ્યાન યાવત્ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન થવાની ભરપૂર શક્યતાઓ ઊભી છે ! પરિણામે દુર્ગતિઓની પરંપરા લમણે ઝીંકાઇ જાય...માટે ‘ઉચિત ઘર’ નામના મહામૂલા ગુણના પાલનને અમલી બનાવો...તેમાં જ ભારોભાર હિત સમાયેલું છે. ઘર દેરાસર એટલે... ૧) શ્રાવક જીવનનો સાચો વૈભવ. ૨) પરમાત્મા સાથે આત્મીયતા ભરી વાતો કરવાની હોટલાઇન. ૩) અઢળક પુણ્ય ઉત્પન્ન કરી આપતું સુપર પાવર જનરેટર. ૪) જીવનની આંધી સમયે આદર્શ આલંબન અને દિશાસુચક હોકાયંત્ર. ૫) પાપો તરફ બેફામ પણે ધસી જતી જીવનની ગાડી માટે સ્પીડબ્રેકર. ૬) સુપાત્રદાન પણ સુલભ થાય અને અનાયાસે સંયમધર મહાત્માઓ તથા શ્રી સંઘના પગલે ઘર પાવન થાય. S ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ - ૦ ૦ પિલ્લી) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (ર) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે (૮ મો ગુણ) . oSતુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધી कृतसङ्गः सदाचारैः | (સત્સંગ) અસંગ બની જવું, શાશ્વતકાળ માટે...આ આપણા જીવનો વાસ્તવિક સ્વભાવ છે. પણ કર્મરૂપી પુદગલોનો સંગ કરીને આપણા જીવે ભારે ભૂલ Iકરી છે. હવે આ કર્મસંગના કારણે આપણા આત્માના વિકતા બનેલા રુપરંગને પુનઃ મૂળ-રંગમાં લાવવા અતિ જરૂરિયાતવાળો ગુણ છે : સત્સંગ. સંસારના સંગથી મુક્ત થવા માટેનો ઉપાય છેઃ સત્સંગ. જીવનમાં સદગુણોનું પ્રવેશદ્વાર છે : સત્સંગ. સંતાનોને પણ ધર્મસન્મુખ કરવાનો માર્ગ છે : સત્સંગ. દારુના વ્યસનીઓને પણ દેવ બનાવે છે : સત્સંગ. શુભ સંસ્કારોને જાગૃત કરવા જરૂરી છે : સત્સંગ. વંકચૂલ જેવા ચોરોનો પણ ઉદ્ધાર કરનારો છેઃ સત્સંગ.. કુસંગનો ત્યાગ...જેની પૂર્વશરત છે...એવો છેઃ સત્સંગ. ચડકૌશિક નાગ જેવાને દેવાત્મા બનાવે છે પ્રભુ વીરનો: સત્સંગ. ઇન્દ્રભૂતિ જેવા અભિમાનીને પ્રથમ ગણધર’ અને ‘પરમ વિન| યમૂર્તિ બનાવનાર છે મહાવીરનો : સત્સંગ. સત્સંગનું આવું મહિમા-ગાન કરનાર આ ગુણના વિવેચન અવશ્ય | વાંચો અને તેનું મનન કરો. માર્ગાનુસારી આત્માનો આઠમો ગુણ છે : 0 સત્સંગ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) Page #143 -------------------------------------------------------------------------- ________________ - માર્ગાનુસારીનો આઠમા નંબરનો ગુણ છે. સત્સંગ. જીવનો ખરો સ્વભાવે તો અસંગ જ જ્ઞાની પુરુષો કહે છે જીવનો ખરો સ્વભાવ તો અસંગ જ બની જવાનો છે. સંગ એ સર્વ દુઃખોનું કારણ છે. ચાહે તે સંગ જીવ સાથેનો હોય કે જડ સાથેનો. - આપણા જીવાત્માએ કર્મરૂપી પુદગલોનો સંગ કર્યો માટે જ તેને સંસારમાં ભટકવું પડી રહ્યું છે ને ? જોકે આ કર્મસંગ અનાદિથી છે. “જીવ અનાદિ. કર્મ અનાદિ...અને જીવ અને કર્મનો સંયોગ અનાદિ..” આ જૈનદર્શનનો મૂળભૂત સિદ્ધાન્ત છે. આમ છતાં અસત્ કલ્પનાથી માની લઇએ કે જીવનો કર્મ સાથે સંગ (સંયોગ) જ ન હોત તો ? તો કેવું સારું થાત ! " તો કર્મના સંગના કારણે ભોગવવા પડતાં અનંતા દુ:ખો જીવને ન હોત. એ દુ:ખો જેમાંથી જન્મે છે તે ધૃણાસ્પદ પાપો ન હોત, સાંસારિક સુખની કારમી લાલસાઓ ન હોત, જન્મ...જીવન અને મૃત્યુની ઘટમાળ ન હોત, ચૌદ રાજલોકમાં જીવનું પરિભ્રમણ ન હોત, નરકનાં અપરંપાર દુ:ખોની જાલિમ વેદનાઓ ન હોત, સ્વર્ગના અગણિત સુખોની આસપાસ વીંટળાયેલાં ઇર્ષ્યા અને અતૃપ્તિનાં ભયંકર પાપો ન હોત. આરાધનાઓનું અંતિમ ફળ કમસંગથી મુક્તિ : જીવની સઘળી ખાનાખરાબીનું મૂળ છે જીવનો કર્મ સાથેનો સંગ અને આપણી સઘળી આરાધનાનું-ધર્મનું અંતિમ ફળ છેઃ કર્મ સાથેનો સદા માટેનો અસંગ. - કર્મ સાથેનો અસંગ એટલે જ મોક્ષ. મોક્ષમાં ગયા પછી જીવને ક્યારેય કર્મોનો સંગ રહેતો નથી તેથી જ તે કર્મસંગથી જનિત સંસાર જીવને નથી. સંસાર નથી તો દુ:ખો, પાપો અને ભ્રાન્તિજનક સુખોની ઘટમાળ પણ નથી. આમ શાશ્વત સુખના સંગી બનવા માટે કર્મોના સંગના ભંગવાળા આપણે બનવું જ રહ્યું. આપણી સર્વ ક્રિયાઓનું તે જ અંતિમ લક્ષ્ય-ધ્યેય છે. પરંતુ જીવ અને પુદગલોના આ સંગથી છૂટવું શી રીતે ? આ સંગથી મુક્ત થવાનો ઉપાય ? ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ સંગમુક્ત થવાનો ઉપાય સત્સંગ : અનેકવિધ ઉપાયોને-સંગમુક્ત થવા માટે-શાસ્ત્રકારોએ બતાવ્યા છે તેમાંનો એક ઉપાય છે : સત્સંગ. જ્યાં સુધી જીવને સદાની અસંગ-દશા પ્રાપ્ત નથી થઇ ત્યાં સુધી તેણે કોઇ ને કોઇ પદાર્થનો કે પ્રાણીનો સંગ કરે જ છૂટકો છે. તો પછી ખરાબ સંગને છોડીને જીવે “સારો સંગ કરવો તે જ તેના આત્મકલ્યાણનો ઉત્તમ માર્ગ છે. સારો સંગ એટલે જ સત્સંગ. મુખ્ય ત્રણ પ્રકારના સત્સંગ : આમાં સૌથી ઉત્તમ સંગ છે સંસારના ત્યાગી અને પંચ મહાવ્રતધારી સાધુભગવંતોનો સંગ. બીજા નંબરે સારા અર્થાત્ ધર્મનિષ્ઠ સજ્જન શ્રાવક-મિત્રોનો સંગ. કદાચ તે મિત્ર શ્રાવક ન હોય અને માર્ગાનુસારીના સુંદર ગુણો ધરાવતો હોય તોય તે સુમિત્ર કહેવાય...અને તેનો સંગ પણ સત્સંગ કહેવાય. અને ત્રીજા નંબરે છે સારાં પુસ્તકોનો સંગ. જીવનને સુધારનારાં, સદ્ગણી બનાવનારાં અને મોક્ષમાર્ગમાં પુષ્ટતા આપનારાં પુસ્તકોનું વાચન તે પણ એક પ્રકારનો સત્સંગ છે. સાધુપુરુષોનો સંગ અને સુ-મિત્રોનો સંગ પરાશ્રિત છે અને તેથી જ હંમેશાં પ્રાપ્ત થનારો નથી. અમુક કાળ પૂરતો મર્યાદિત છે. વળી, આપણી ઇચ્છા હોય ત્યારે મળી જ જાય, તેવો નથી. જ્યારે સારાં પુસ્તકોનો સંગ સ્વાશ્રયી છે. તમારા ઘરમાં વસાવેલાં સારાં પુસ્તકો જ્યારે તમારું મન થાય ત્યારે તમે વાંચી શકો છો તેથી તે સત્સંગ હરહંમેશ તમારી સાથે છે. - જ્યારે જ્યારે પુરુષોના અને સન્મિત્રોના સત્સંગનો લાભ ન મળે ત્યારે ત્યારે સુપુસ્તકોના સત્સંગમાં અવશ્ય રહેવું જોઇએ. તો પણ જીવનમાં સદગુણોની પ્રાપ્તિ-રક્ષા અને વૃદ્ધિ સુસંભવિત બની રહે છે. છે : Page #145 -------------------------------------------------------------------------- ________________ સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ : - જીવનના તમામ સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ છે. સત્સંગના પ્રભાવથી દોષોના દૂરીકરણનો માર્ગ આરંભાય છે. આપણા જીવનમાં અનેક દોષો અને પાપ પ્રવેશી ચૂક્યાં છે. એ તમામનો નાશ કરવા માટે સત્સંગનો આશ્રય આપણે જરુર લેવો જોઇએ. સત્સંગના પ્રભાવના ગુણ ગાતા સંત તુલસીદાસે કહ્યું છે એક ઘડી આધી ઘડી; આધીમેં ભી આધ, ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. એક ઘડી એટલે ચોવીસ મિનિટ..અરે એનીય અડધી એટલે બાર મિનિટ...અરે ! એ અડધીની પણ અડધી એટલે માત્ર છ મિનિટ...પણ જો સંતપુરુષની સંગતિ (સત્સંગ) મળી જાય, તો કરોડો જનમોનાં પાપ ધોવાઇને સાફ થઈ જાય. સત્સંગનો મહિમા કેવો અપરંપાર છે ! કારણ કે સંત એટલે સગુણોનો સુવાસિત બગીચો. બગીચામાં ગયેલો જેમ પુષ્પોની-સુવાસથી આનંદિત ન થાય એવું ન બને, તેમ સંતના સાનિધ્યમાં ગયેલો સગુણોની સુવાસથી સુપ્રસન્ન ન બને એવું કદી ન બને. અને જો એવું બને તો સમજવું કે કાં એ સાચા સંત નહિ અને કાં જનારો માનવદેહ પથ્થર (જવો જડ) હશે ! જગતના ઇતિહાસમાં પૃષ્ઠો ઉકેલીને વાંચશો તો સમજાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના સદગુણીઓ, સંતો, સજ્જનો અને સાધુવરો કોઇ ને કોઇ સંતપુરુષના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ નીચે આવીને જ સન્માર્ગને પામ્યા હતા. વાલિયો લૂંટારો સંતપુરુષને ભેટીને જ વાલિયામાંથી વાલ્મીકિ બન્યો હતો ને ! પત્નીરુપી સત્સંગથી કામાંધ તુલસીનું સંત તુલસીમાં રુપાંતર : સંત તુલસીદાસ સંસારી જીવનમાં અત્યંત કામાંધ હતા. એકવાર એમની પત્ની રત્નાવલી પિયર ગઇ તો ત્યાં રાત્રિના સમયે, પત્નીની રુપાળી કાયામાં લુબ્ધ બનેલા તુલસી પહોંચી ગયા. Page #146 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય દરવાજેથી મોડી રાત્રે પ્રવેશ કરતાં તેમને શરમ આવી તેથી ઉપરના માળે જ્યાં રત્નાવલી સૂતી હતી ત્યાં બારીમાં લટકતા એક લાંબા સાપને દોરડું સમજીને તેને પકડીને સડસડાટ ઉપર ચડી ગયા. જઇને રત્નાવલીને જગાડી. તે ચમકી ઊઠી “અરે ! તમે ! અહીં ક્યાંથી ? અને તેય આટલી મોડી રાત્રે ? નીચેનો મુખ્ય દરવાજો તો અંદરથી બંધ હતો. તો તમે ઉપર આવ્યા શી રીતે ?” તુલસીએ કહ્યું “તારા પ્રત્યેનો અતિશય પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો. તારો વિરહ મારાથી એક દિવસ પણ ખમાતો ન હતો. તેથી જ અહીં દોડી આવ્યો. હા.નીચેનો દરવાજો બંધ હતો તેથી હું આ બારીમાં લટકતા દોરડા વડે ઉપર ચઢયો.” રત્નાવલીએ બારીમાં જોયું તો યે એકદમ ચીસ પાડી ઊઠી: “અરે ! આ તો દોરડું નથી, પણ સાપ છે. તો શું તમને એટલુંય ભાન ન રહ્યું કે આ સાપ છે કે દોરડું ?” “ના...તારા પ્રેમે મને પાગલ બનાવી દીધો હતો, તેથી જ હું સાપ અને દોરડાનો ભેદ પારખી ન શક્યો.” તુલસીએ જવાબ આપ્યો. ત્યારે અકળાઈ ઊઠેલી રત્નાવલી બોલીઃ “જેવી અને જેટલી પ્રીતિ તમે મારામાં કેળવી છે એવી અને એટલી જ પ્રીતિ જો ભગવાન રામમાં કેળવી હોત તો તમારી કાયાનું અને આત્માનું-બેઉનું-કલ્યાણ થઈ ગયું હોત.” અને..સંસારી છતાં અંતરથી સંન્યાસિની જેવી રત્નાવલીરૂપી સંતની એ વાણી સાંભળીને કામાંધ તુલસીદાસે એ જ પળે સંસારને છેલ્લી સલામ ભરી દીધી...અને તેઓ “સંત તુલસીદાસ બની ગયા. આ જ સંત તુલસીદાસે રામચરિત માનસ' નામના મહાન રામાયણની (અજૈન ગ્રંથ) રચના કરી. સત્સંગથી સંતાનોય ધર્મસન્મકઃ જીવનમાં બીજા ધર્મો હજી કદાચ ન હોય તો ચાલે...પરંતુ સંતપુરુષોનોસાધુજનોનો સત્સંગ તો અવશ્ય જોઇએ. . . જો જીવનમાંથી દુર્ગુણોને હાંકી કાઢવા હોય...જો સંતાનોને પણ-ધર્મવિમુખ હોય અને ધર્મસન્મુખ બનાવવાની ઝંખના હોય તો-કોઇક એવા ઉત્તમ સાધુપુરુષનો 13e ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ભેટો કરાવી દેવો જોઇએ, જેના પ્રભાવ માત્રથી-સત્સંગ માત્રથી તે સંતાનોમાં ધર્મનો આરંભ અચૂક થઈ જશે. ના...એ માટે સાચા સાધુએ જબરજસ્તીથી “આ બાધા કર.” અને તે બાધા કર’ એવો આગ્રહ ચલાવવાની પણ જરૂર રહેતી નથી. સાચા સાધુ તો તેમના નિર્મળ ચારિત્રથી, હૃદયના ભારે વાત્સલ્યથી, અને સુમધુર સ્વભાવ વગેરે સગુણોથી જ સામાને જીતી લેતા હોય છે. પાસે આવનાર પુરુષ થોડી જ પળોમાં પોતાનો બની જાય એવી સુંદર તેમની શૈલી અને તેમનું સાન્નિધ્ય હોય છે. क्षणमपि सज्जनसंगति रे का भवति मवाणवि तरणे नौका || એક ક્ષણની પણ સજ્જનપુરુષની સાધુપુરુષની સંગતિ (સત્સંગ) સંસારરુપી સમુદ્રને તરી જવા માટે નૌકા (નાવ) સમાન છે. સત્સંગના પ્રભાવે દારૂડિયો અધિષ્ઠાયક દેવ : " એક સાળવીને દારુનું અતિ ભયંકર વ્યસન હતું. એ એક કલાક પણ દારુ પીધા વિના રહી ન શકતો. દારૂના નશામાં તે એવા દુરાચારાદિમાં પણ ફસાયો હતો કે એ ગામની સ્ત્રીઓ પણ તેનાથી નાસતી ભાગતી ફરતી. શિષ્ટ પુરુષોને મન આ દારુડિયો દયાને પાત્ર હતો. સહુ એની દારૂની અતિ લતના કારણે એની થતી દુર્દશા જોઇને દુ:ખી થતા પણ તેને કોઇ દારુ છોડાવી ન શકતા. એક દિવસ ગામમાં એક મુનિરાજ પધાર્યા. એમણે સુમધુર શૈલીમાં પ્રતિદિન પ્રવચન-ગંગા વહાવવા માંડી. સદનશીબે સાળવીનું ઘર બાજુમાં જ હતું. કોઇ કલ્યાણમિત્ર સાળવીને આ સાધુપુરુષના પ્રવચનમાં ખેંચીને લઇ આવ્યો. ' અને આશ્ચર્ય થઇ ગયું ! દારૂના નશાબાજને મુનિરાજનું પ્રવચન સાંભળવાનો પણ નશો ચડ્યો. પૂરા ચાર દિવસ મુનિરાજની હૃદય પર્શિલી વાણી સાંભળતા સાળવીનું ભારે હૃદય પરિવર્તન થઈ ગયું હતું. જ્યારે મુનિરાજને વિહાર કરવાનો દિવસ આવી લાગ્યો ત્યારે સાળવી મુનિવર પાસે આવી બેઠો. વંદના કરીને તે ચોધાર આંસુએ રડવા લાગ્યો. મુનિરાજે પૂછયું “ભાઈ શું છે ? કેમ આટલું રડો છો ?” આટલું કહીને માતાની અદાથી વાત્સલ્યભર્યો હાથ એના બરડે ફેરવ્યો. Page #148 -------------------------------------------------------------------------- ________________ સહુ જેનો તિરસ્કાર ક૨તા તેવા સાળવીને મુનિનું આ વાત્સલ્ય અપાર આનંદ અર્પી ગયું. સાળવીએ મુનિનાં ચરણોને પોતાના અશ્રુજલથી પ્રક્ષાલિત કરતાં કહ્યું “ગુરુદેવ ! શું કરું ! આપ મને બચાવી લો. હું દારુના ભયંક૨ વ્યસનમાં ફસાઇ ગયો છું. કોઇ પણ હાલતમાં દારુ છોડી શકતો નથી પણ તમારાં પ્રવચનો સાંભળ્યાં બાદ જીવનમાં કોઇ ધર્મ પામ્યા વગર હવે મને ચેન પડે તેમ નથી. ‘‘દારુ જો મળવામાં થોડું થાય તોય તે મારાથી સહન થતું નથી. મારા હાથ અને પગની નસો ખેંચાવા માંડે છે, મારું માથું ચક્કર ચક્કર ભમવા માંડે છે. પ્રભો ! મને ઉગારો. મારો ઉદ્ધાર કરો આ ભયંકર પાપમાંથી !''. અને સાળવી ફરી રડવા લાગ્યો. મુનિરાજે તેને કહ્યું ‘“તું શાંત થા. તારાથી દારુ સંપૂર્ણપણે ન છૂટતો હોય તો હું તને કહું તેમ કર.' P ‘‘જ્યારે તું દારુ પીવા બેસે ત્યારે પૂરેપૂરો પી લીધા બાદ એક દોરીની ગાંઠ મારવી અને ફરીવાર જ્યારે દારુ પીવો હોય ત્યારે તે ગાંઠ છોડી નાખવી. ત્યાર બાદ ફરી ઇચ્છા મુજબનો દારુ પી લીધા બાદ ફરી તે દોરીને ગાંઠ મારી દેવી. આ દોરી હંમેશાં તારી પાસે જ રહેવી જોઇએ. જેટલો સમય દારુની ગાંઠ રહે તેટલો સમય તારે દારુનો ત્યાગ...આટલી પ્રતિજ્ઞા તું કર. તોય તને મહાન લાભ પ્રાપ્ત થશે.’’ સાળવી આ વાત સાંભળીને ખુશ થઇ ગયોઃ “ભગવાન ! આ તો બહુ સરળ અને સરસ પ્રતિજ્ઞા છે ! આમાં તો દારુ છોડવાની વાત પણ નથી અને પાછો પ્રતિજ્ઞાનો ધર્મ આરાધવાનો લાભ મળે. આનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે !'' અને સાળવીએ પ્રતિજ્ઞા કરી. આ બાજુ ગુરુ મહારાજ વિહાર કરીને ક્યાંક ચાલ્યા ગયા. સાળવી ગુરુ મહારાજે આપેલી પ્રતિજ્ઞાનું સુંદર રીતે પાલન કરે છે. કેટલાક દિવસો પસાર થઇ ગયા પછી એક દિવસ એવું બન્યું કે સાળવીને દારુ પીવાની તલપ જાગૃત થઇ. તેથી તેણે ગાંઠ છોડવા માંડી પણ આ વખતે એવું ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ બન્યું કે ગાંઠ અત્યંત મજબૂત થઈ ગઈ હતી તે કેમેય કરીને છૂટતી જ ન હતી. ગાંઠ મડાગાંઠ બની ગઇ હતી. તેથી તેને છોડવાની જેમ જેમ કોશિશ તે કરતો તેમ તેમ તે વધુ ને વધુ મજબૂત બનતી જતી હતી. હવે શું થાય ? દારુની તલપ વધતી જતી હતી. તેના હાથ-પગની નસો ખેંચાતી હતી. હવે એનાથી દારુ વગર જીવવું અશક્ય બની ગયું હતું. - સાળવીનો સ્વજન-પરિવાર તેની આવી કરુણ સ્થિતિ જોઈ શકતો ન હતો. તેથી પરિવારે તેને પ્રતિજ્ઞાનો ભંગ કરીને દારૂ પી લેવાની સલાહ આપી. પરંતુ સાળવીએ પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાભંગ કરવાની અને તે રીતે દારૂ પીવાની વાતનો અસ્વીકાર કર્યો. અંતે થોડાક સમય બાદ શુભ ધ્યાનમાં સાળવીનો આત્મા મૃત્યુ પામ્યો અને મરીને તે દેવલોકમાં દેવરુપે જન્મ પામ્યો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તેણે જ્યારે પોતાનો પૂર્વભવ જોયો ત્યારે પોતાને આવી પ્રતિજ્ઞા આપીને દારૂડિયામાંથી દેવ બનાવનાર ગુરુ ભગવંત પ્રત્યે તેને અત્યંત પૂજ્ય ભાવ પેદા થયો અને તે તુરંત ગુરુ મહારાજ પાસે આવ્યો. વંદન કરીને ગુરુને કહે: “ભગવંત ! આપે મને આપેલી પ્રતિજ્ઞાનું સુંદર પાલન કરતાં હું દારુડિયામાંથી દેવ બન્યો. પાપમુક્ત બન્યો. પરંતુ પાપમાંથી મુક્ત બનેલો હું આપના ઉપકાર-ઋણમાં બદ્ધ બની ગયો છું. આપ મને કોઇ એવું મહાન કાર્ય સોંપો કે જેનાથી હું ઋણમુક્ત થઇ શકે.” અને...ત્યારે ગુરુ મહારાજે તેને શત્રુંજય તીર્થની રક્ષા કરવાની પ્રેરણા કરી, ત્યારથી તે કદર્પ નામનો શત્રુંજય તીર્થનો અધિષ્ઠાયક બન્યો અને તીર્થરક્ષા કરીને ત્રણમાંથી મુક્ત થયાનો આનંદ માણવા લાગ્યો. સત્સંગ કેવું અદભુત જીવન-પરિવર્તન કરવાનું સામર્થ્ય ધરાવે છે તેનું આ પ્રેરણાદાયી દૃષ્ટાંત છે ! શુભ-સંસ્કારોને જગાડવા સત્સંગ આવશ્યક : પૂર્વના અનેક જન્મોમાં આપણા જીવાત્માને અનેક પ્રકારના સંસ્કારો મળેલા છે. એ સંસ્કારો શુભ પણ છે અને અશુભ પણ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ માનવ બનીને આપણા જીવે દયા અને દાનના સંસ્કારો પણ જમાવ્યા છે અને બિલાડા બનીને કબૂતરોને ફાડી ખાવાના હિંસાના કુસંસ્કારો પણ આત્મામાં આરોપ્યા છે. એ સંસ્કારોમાંથી ક્યા સંસ્કારોને અત્યારે જાગૃત કરવા છે. તે આપણા હાથની વાત છે. જો આપણે અશુભ સંસ્કારોને જાગૃત થવા દેવાનું ન ઇચ્છતા હોઇએ તો શુભ સંસ્કારોને જગાડવા જ રહ્યા અને તે માટે સત્સંગરુપી શુભ નિમિત્તોને પામવા જ રહ્યાં. ખેતરમાં ખેતી કર્યા બાદ જો તેમાં અનાજનું બિયારણ વાવવામાં ન આવે તો ઘાસ અને ખડ તો ત્યાં આપમેળે જ ઊગી નીકળે છે. તેના માટે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી. એ જ રીતે આત્મારૂપી ખેતરમાં સત્સંગ કરવા દ્વારા શુભ સંસ્કારોનું બિયારણ વાવવામાં ન આવે તો શુભ સંસ્કારોરૂપી ઘાસ તો આપમેળે જ ઊગી નીકળવાનું છે માટે જ સત્સંગ કરવા દ્વારા શુભ સંસ્કારોને જાગૃત કરવા જોઇએ. શુભ સંસ્કારો માટે જરૂરી પ્રબળ પુરુષાર્થ : યાદ રહે કે અશુભ સંસ્કારોને જગાડવા ઝાઝા પુરુષાર્થની જરૂર પડતી નથી જ્યારે શુભ સંસ્કારોને જગાડવા પ્રબળ પુરુષાર્થ આચરવો પડે છે. પાણીના પ્રવાહને નીચાણવાળા ભાગમાં વહેતું કરવું હોય તો કોઇ પુરુષાર્થની જરૂર નથી પડતી, પરંતુ જો પાણી ઊંચે ચડાવવું હોય તો પંપ મૂકવો પડે છે અર્થાત્ તેમાં વિશિષ્ટ પ્રયત્નની જરુરત પડે છે. એ જ રીતે નબળા નિમિત્તો મળતાં જીવમાં ખરાબ સંસ્કારો જલદી પ્રગટ થઈ જતા હોય છે. જ્યારે સારાં નિમિત્તો આલંબનો મળવા છતાં સારા સંસ્કારોને ઉદીપ્ત કરવા માટે જીવનો પોતાનો પ્રબળ પુરુષાર્થ જરૂરી બની જાય છે. આમ છતાં શુભ સંસ્કારોને જાગૃત કરવા માટે સત્સંગ એ અણમોલ ઉપાય છે. સત્સંગના પ્રભાવે વંકચૂલનો ઉદ્ધાર : વંકચૂલ જેવો ભયંકર લૂંટારો પણ મુનિઓના સત્સંગના પ્રભાવે અપૂર્વ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવન-પરિવર્તનને પામ્યો હતો. ચાતુર્માસ કરવા ચોરપલ્લીમાં આવેલા આચાર્યદેવને સપરિવાર ત્યાં એ શરતે રહેવાની વંકચૂલે રજા આપી કે તેમણે તેને વંકચૂલને) ચાતુર્માસ સુધી ધર્મનો કશો જ ઉપદેશ ન આપવો અને આચાર્યભગવંતે તે શરત મંજૂર રાખી. આચાર્યભગવંત વગેરે મુનિવરોના અતિ ઉત્તમ જીવન-વ્યવહારને જોઇને પ્રભાવિત થયેલો વંકચૂલ જ્યારે, ચાતુર્માસ બાદ આચાર્યભગવંત વિહાર કરવા લાગ્યા ત્યારે વળાવવા ગયો. વર્કચૂલની હદ જ્યાં પૂરી થઇ ત્યાં આચાર્યભગવંત ઊભા રહ્યા અને વંકચૂલને આજે ધર્મના બે શબ્દો સાંભળવાનું સૂચન કર્યું. આચાર્યશ્રી પ્રત્યે સદ્ભાવ પામેલા વંકચૂલે તે સૂચન સ્વીકાર્યું. ત્યારે આચાર્યશ્રીએ તેને પ્રતિજ્ઞાનો પ્રભાવ સમજાવ્યો અને તેને યોગ્ય ચાર નિયમો સ્વીકારવાનું સૂચન કર્યું. ૧) જે ફળને તું જાણતો ન હોય તેવાં અજાણ્યાં ફળ તારે ખાવાં નહિ. ૨) કોઇ પણ જીવને મારવો તે પાપ જ છે પણ તે પાપ-ત્યાગ સંપૂર્ણપણે તારાથી ન બને તો કોઇના ઉપર પ્રહાર કરવો હોય તો તે પહેલાં સાત-આઠ ડગલાં પાછા હટવું. ૩) સંપૂર્ણપણે ઊંચો સદાચાર પાળવો. છતાંય તે ન જ બને તો રાજાની રાણી સાથે તો અસદાચાર ન જ સેવવો. ૪) કોઇ પણ જાતનું માંસ ખાવું તે પાપ છે છતાં તે ન જ બને તો કાગડાનું માંસ તો ન જ ખાવું. * વંકચૂલને લાગ્યું કે આ નિયમો તો ઘણા સહેલા છે એટલે તેણે વિનયપૂર્વક બે હાથ જોડીને એ ચારેય નિયમો આચાર્ય મહારાજ પાસે લીધા અને એ ચારેય નિયમોનો અદભુત ચમત્કાર જુદે જુદે સમયે અનુભવીને વંકચૂલ અપૂર્વ પ્રતિજ્ઞાપાલક બનીને પોતાનું આત્મકલ્યાણ સાધી ગયો. કુસંગનો ત્યાગ કરો : આપણને ઉત્તમ કોટિના સદગુરુઓ-સંતો મળવા છતાં આપણા જીવનમાં જો પરિવર્તન આવતું ન હોય, છ મિનિટ નહિ, બાર મિનિટ કે ચોવીશ મિનિટ નહિ, પરંતુ ચારસો દિવસ સુધી કે ચૌદસો કલાકો સુધી પણ જો સંતોનો સંગ Page #152 -------------------------------------------------------------------------- ________________ કરવા છતાં આપણે સુધરી શકતા ન હોઇએ તો આપણે સંશોધન ક૨વું જોઇએ કે આમ થવાનું કારણ શું ? આમ થવાના અનેક કારણોમાંનું અતિ મહત્ત્વનું એક કારણ છે ઃ કુસંગ. સત્સંગના પાવરફુલ ઔષધને પણ સરિયામ નિષ્ફળ બનાવી દેનારું મહાકુપથ્ય છે ઃ કુસંગ. ગમે એવા કુશળ વૈદ્યની ગમે એટલી મોંઘીદાટ દવા પણ, જો કુપથ્યનો ત્યાગ કરવામાં ન આવે તો જેમ નિષ્ફળ જાય છે તેમ કુસંગરુપી કુપથ્યના ત્યાગ વગર સત્સંગરુપી ઔષધ આત્માને અસંગદશા (સ્વભાવદશા) રુપ પૂર્ણ આરોગ્ય બક્ષવામાં નિષ્ફળ નીવડે છે. દિવસ દરમ્યાન એકાદ કલાક કે ધાર્મિક શિક્ષણ શિબિરોના દિવસો અને કલાકોને બાદ કરતાં બાકીના કલાકો અને દિવસો જો સતત કુસંગના કુ-રંગમાં રંગાતા રહેવામાં આવે તો સત્સંગથી પ્રાપ્ત થયેલો લાભ નિષ્ફળ જ નીવડે છે. જેમ સત્સંગના ત્રણ પ્રકાર છે તેમ કુસંગના પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. (૧) કુમિત્રોનો કુસંગ : ખરાબ મિત્રોની સોબત જીવન-ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. એક નીતિ-વચન છે કે, કાળિયાની સાથે ધોળિયો બેસતો રહે તો તેથી ભલે તેનો વાન (વર્ણ) તેનામાં ન આવે પરંતુ તેની સાન (દુષ્ટ બુદ્ધિ) તો જરુર આવી જાય. આંબા અને આંબલીની કલમોને જો ભેગી કરીને જમીનમાં વાવવામાં આવે તો આંબામાં આંબલીની ખટાશ આવે પણ આંબલીમાં આંબાની મીઠાશ કદી ન આવે... એ જ રીતે દુષ્ટ-મિત્રોની સાથે બેસવાથી તમારામાં રહેલી સારી બાબતો તે કુમિત્રોના જીવનમાં ન પ્રવેશે પરંતુ તેમની ખરાબ બાબતો તો તમારા જીવનમાં જરુર આવી જાય. સદગુરુઓના સંગે-પ્રભાવે મેળવેલું આત્મ-ધન, સંસ્કાર-ધન અને સદ્ગુણધન પેલા કુમિત્રોરુપી લૂંટારા લૂંટી જાય છે. ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ‘ચલ ને યાર !' કહી કહીને કુમિત્રો તમને દારુ-બિયરના ચસકે ચડાવતા હોય...હોટલો, કલબો અને જિમખાનાઓમાં લઇ જતા હોય...બ્લ્યુ ફિલ્મો જોવાનો મોહ લગાડતા હોય...અને કદાચ કોલગર્લ કે ફૂટણખાનાંઓના કુસંગે ફસાવતા હોય...તો એવા મિત્રોથી ચેતતા રહેજો. એ મિત્રો તમારા જીવનના...તમારી સજ્જનતાના...તમારા દ્રવ્ય-ધન અને ભાવ-ધનના અને તમારા સઘળા સદ્ગુણોના લૂંટારા છે. તમારા મિત્ર નહિ, તમારા ભયાનક શત્રુઓ છે. એવા શત્રુઓને તો સો ગજ દૂરથી સલામ કરીને દૂર સરકી જજો. કાળા નાગની સોબત ક૨વા કરતાં વધારે ભયંકર-ખરાબ છે કુમિત્રોનોદુષ્ટ માણસોનો સંગ. કેમકે કાળો નાગ તો એક જ વાર આપણા દ્રવ્ય-પ્રાણ લૂંટી લે છે, જ્યારે દુષ્ટ મિત્રો તો આપણા આત્મ-ગુણો રુપી ભાવ-પ્રાણ હરી લે છે. જેને ને તેને ‘જીગરજાન દોસ્ત' કે ‘અંગત સખી' બનાવતાં પહેલાં પુરુષોએ અને સ્ત્રીઓએ ખૂબ જ સાવધાન બનવું જોઇએ. આવાં આંધળા સાહસ ક્યારેક જીવનનું ભારે અધઃ પતન કરી નાખવા સમર્થ બની જાય છે કારણ કે વર્તમાન-કાળમાં મોટા ભાગના મિત્રોની નજર તમારી ધનસંપત્તિ ઉપર જ હોય છે. જેના મન પેલાં છે, જીવન અપવિત્ર છે, સ્વાર્થભરેલી મનોવૃત્તિઓ છે તેવા મિત્રો કે સખીઓ જીવનને શી રીતે લાભદાયી બનવાના ? જેની વાણી, વૃત્તિ અને વર્તન ત્રણેય દૂષિત બની ચૂક્યાં હોય તેવા માણસોને મિત્રો બનાવવા કરતાં મિત્રો ન હોવા તે જ વધુ ઉત્તમ છે. ‘‘મામો ન હોવા કરતાં કાણો મામો સારો.'' એની જેમ ‘સારો મિત્ર ન હોય એ કરતાં ગમે તેવોય મિત્ર સારો'' એવો સિદ્ધાંત અહીં અપનાવી શકાય નહિ. જેના જીવનમાં અનેક બદીઓ-દૂષણો ઘૂસી ગયાં છે એવા આજના યુવકયુવતીઓની જો ખરેખર ઊંડી તપાસ કરવામાં આવે તો એમ લાગે છે કે તેમના અધ :પતનના મૂળમાં પ્રાયઃ કોઇ ને કોઇ દુષ્ટ-મિત્ર કે દુષ્ટ-સખીનો કુસંગ જ કારણભૂત હશે, એ વાતની ખાતરી થયા વિના નહીં રહે. સ્કૂલો-કોલેજો અને ખાસ કરીને હોસ્ટેલમાં માતા-પિતાના સાન્નિધ્યથી વંચિતપણે જીવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનાં જીવન અનેક જાતની બદીઓમાં ફસાઇ ચૂક્યાં હોય તો તેમાં કારણભૂત છે : કોઇનો ને કોઇનો કુસંગ. ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ આથી જ માતા-પિતાએ ગમે તેવી સંસ્થાઓમાં કે બોર્ડિંગોમાં, પૂરતી ચકાસણી વિના પોતાનાં બાળકોને મૂકી દેવાં તે અત્યંત અહિતકર છે. (૨) કુદ્દશ્યોનો કુસંગ : કુમિત્રો જેટલો જ ખરાબ સંગ છે કુદશ્યોનો...કુદશ્યો એટલે સેક્સથી ભરપૂર અને મનને વિકારી બનાવતી ફિલ્મો અને બ્લ્યુ ફિલ્મોનું દર્શન. જીવનનાં આંતરિક સત્ત્વને સૌન્દર્યને સંહરી નાખનારા સંસારભરના શત્રુ છે : આવી ફિલ્મોના અને વિકૃતિપૂર્ણ ચિત્રોનાં દર્શન. જીવનને જેણે મંગળમય બનાવવું હોય, સદાચારથી સંયુક્ત અને સદ્વિચારથી સુયુક્ત બનાવવું હોય તેણે વિકૃતિને પોષનારાં અને પંપાળનારા કુદશ્યોને તિલાંજલિ આપવી જ જોઇએ. જેને જોવાથી ક્ષણભરનો કૃત્રિમ આનંદ કદાચ મળે છે, પરંતુ તેના દ્વારા પોષેલા કુસંસ્કારો આત્માનું ભારે અહિત કરે છે...દુર્ગતિઓના દરવાજા ખોલી નાખે છે...અને જન્મ-જન્માંતરને માટે માનવ કે દેવ જેવી ગતિઓથી આપણને વંચિત કરી નાખે છે અને ઝાડ-પાન કે નિગોદના અનંત દુ:ખભર્યા ભવોમાં આપણને ફેંકી દે છે તેવા અહિતકર કુસંગોનો આપણે સંપૂર્ણપણે ત્યાગ જ કરવો જોઇએ. (૩) કુવાંચનનો કુસંગ : કુમિત્રો અને કુદશ્યો જેટલો જ ખતરનાક સંગ છેઃ કુવાંચનનો. આજે દુનિયામાં જેટલું સુસાહિત્ય સર્જાય છે, તેના કરતાં કદાચ દસ ગણું વધારે કસાહિત્ય સર્જાતું હશે. ઘણા વાંચનશોખીન માણસોને ખૂબ વાંચવાની આદત હોય છે. વાંચનનો શોખ સારો છે પરંતુ તેમાંય વિવેકદષ્ટિ ખૂબ જરૂરી છે. સુસાહિત્યનું વાંચન માનવીને સંસ્કારી અને સદગુણી બનાવે છે, જ્યારે કસાહિત્યનું વાંચન માનવને વિકારી અને દુર્ગુણોનું ધામ બનાવે છે. જો બીજું કાંઇ કામ ન હોય તો, હું તો ત્યાં સુધી કહીશ કે નવરા પડો તો ઊંઘી જજો, પરંતુ ગંદા સાહિત્યને કદી હાથ ન લગાડજો. ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ જો તમે તમારા જીવનને મંગળમય બનાવવા ઝંખતા હો તો, કુમિત્રો, કુદૃશ્યો અને કુવાંચન આ ત્રણેયના સંગથી સદા દૂર જ રહેજો. કુસંગના ત્યાગરુપી પથ્ય-સેવન સાથે સત્સંગરુપી ઔષધ આત્મકલ્યાણ માટેનો રામબાણ ઇલાજ છે. પેલો ભીલ ! પૂરો નાસ્તિક...મુનિઓને ધૂતારા માનતો અને ધર્મને ઢીંગ કહેતો. એક દિવસ વિહાર કરતાં જ્ઞાની મુનિરાજ એના ઘરે આવી ચઢ્યા...સૂર્યાસ્ત થઇ જતાં મુનિ આગળ વિહાર કરી શકે તેમ ન હોવાથી તેમણે ભીલના ઘરમાં એક ઓરડામાં રાત્રિનિવાસ કરવાની અનુજ્ઞા માગી. ભીલે માનવતાની દૃષ્ટિએ રહેવાની રજા તો આપી પણ એના મનમાં એમ કે આ સાધુડાઓ કેવા જૂઠા હોય છે તે એમને આજે બતાવી આપીશ. મુનિરાજની પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પૂરી થતાં ભીલ ત્યાં આવ્યો અને મુનિને કહે : 'મહારાજ ! તમે જો મોટા જ્ઞાની હો તો તમે કહી આપો કે : આવતીકાલે હું શું ખાઇશ ?'' ભીલના મનમાં એમ હતું કે મહારાજ જે વસ્તુનું નામ આપશે તે હું ખાઇશ જ નહીં ને ! પછી મહારાજ જૂઠ્ઠા જ પડી જશે ને ? મુનિરાજ ખરેખર વિશિષ્ટ જ્ઞાની હતા. ભીલને ધર્મ પમાડવાનું આ નિમિત્ત હોવાથી તેમણે આ તક ઝડપી લીધી. જ્ઞાનના બળે મુનિરાજે કહ્યું ‘‘તું આવતી કાલે મગનું પાણી જ પીવાનો છે. બીજું કશું નહિં.’’ ‘મગનું પાણી તો નહિ જ પીઉં.'' એમ મનમાં વિચારતો ભીલ ઘરે ગયો. રાત્રિના સમયે તેને અચાનક સખત તાવ આવ્યો. આખી રાત પત્ની વગેરે પરિવારે તેની સેવા કરી. સવારે વેઘરાજને બોલાવ્યા. ભયંક૨ તાવથી ભીલનું શરીર ધખી રહ્યું હતું. વૈદ્યરાજે નાડી તપાસીને કહ્યું ‘કોઇ પણ સંજોગોમાં આને કશું જ ખાવાનું આપશો નહીં અને આ દવાની પડીકી...મગનાં પાણી સાથે આપશો.’’ ‘મગનું પાણી’ નામ સાંભળીને ભીલ ચમક્યો અને બેઠો થઇ ગયો. હાથ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ જોડીને વૈદ્યરાજને કહેવા લાગ્યો “વૈદ્યરાજ ! ગમે તે કરજો પણ મને મગનું પાણી તો આજે ન જ આપજો. હું કોઇ પણ સંયોગોમાં મગનું પાણી તો નહિ જ પીઉ.” - વૈદ્યરાજ કહે: “તો આ તાવ તારું મોત કરીને જ જંપશે.” પતિના મૃત્યુની વાત સાંભળીને ગભરાઇ ગએલી પત્નીએ ભીલને જબરજસ્તીથી મગના પાણી સાથે દવા પાઈ દીધી. * - ભીલના, મગનું પાણી ન પીવાના અનેક ધમપછાડાને ભીલપત્નીએ સફળ થવા દીધા નહિ અને આ એક જ પ્રસંગથી ભીલને મુનિરાજ પ્રત્યે અદભુત માન પેદા થયું અને એ ધર્મ પામી ગયો. મુનિને ખોટા પાડવાની બુદ્ધિથી પણ કરેલો મુનિ-સંગ ધર્મ-પ્રાપ્તિનું કારણ બની ગયો. આવું જ બન્યું હતું ને પેલા ઇન્દ્રભૂતિ ગૌતમનું ! સમવસરણમાં દેશના સાંભળીને આવેલા લોકોના મુખે સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવના અનુપમ ગુણોની વાતો સાંભળીને ઇન્દ્રભૂતિનું માન ઘવાયું...“રે ! મારા જેવો સર્વજ્ઞ આ સંસારમાં જીવિત છે ત્યાં વળી બીજો કોણ સર્વજ્ઞ પેદા થઇ ગયો ? જોઉં તો ખરો એ સર્વજ્ઞમાં કેટલી શક્તિ છે ? હમણાં જાઉ અને ચપટી વગાડતાં એ સર્વજ્ઞનાં દંભને ચીરી નાખું છું.” અભિમાનની અંબાડી ઉપર સવાર થઇને ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરને હરાવવા ચાલી નીકળ્યો. સાથે પાંચસો શિષ્યોની સવારી સાથે છે અને તેઓ “જય વાદિવેતાલ ! વાદિમદભંજક ! સરસ્વતી-કંઠાભરણ ! સર્વજ્ઞ ઇન્દ્રભૂતિની જય” એક રીતે બિરુદાવલિઓ પોકારી રહ્યા છે. આ પણ...જ્યાં ઇન્દ્રભૂતિ સાક્ષાત્ ભગવાન મહાવીરને જુએ છે.. ત્યાં જ ઠરી જાય છે. “અહો ! આ કોણ છે ? બ્રહ્મા છે ? વિષ્ણુ છે ? મહેશ છે ? સૂર્ય છે ? ચંદ્ર છે ? આ છે કોણ ? અરે આ તો ચોવીસમા તીર્થંકર મહાવીરદેવ છે !” એ વિચારે છે ત્યાં જ ભગવાન મહાવીરદેવ “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! અહીં આવો.” એવી મધુર ભાષા વડે સંબોધન કરે છે...અને પછી ઇન્દ્રભૂતિના મનમાં વર્ષોથી ગૂંચવાતી આત્મા અંગેની શંકાને પ્રભુ જણાવે છે: “ઇન્દ્રભૂતિ ! તમારા Page #157 -------------------------------------------------------------------------- ________________ મનમાં આત્મા અંગેનો સંશય છે ને ? તેનો જવાબ આ છે...” આમ કહીને ભગવંત વેદનાં પદો દ્વારા અતિ સુંદર દલીલો વડે ઇન્દ્રભૂતિને આત્મા અંગે સંશયનું નિરાકરણ કરી આપે છે. થોડાક જ સમયનો પ્રભુનો આ સત્સંગ ઇન્દ્રભૂતિના જીવનમાં અજબ પરિવર્તન લાવે છે અને અત્યંત અભિમાની ઇન્દ્રભૂતિને ભગવાનનાં ચરણોમાં તેમનું શિષ્યપદ અપાવીને પ્રથમ ગણધર બનાવીને “વિનયમૂર્તિ ગોતમ” તરીકે ઇતિહાસમાં અમર કરી દે છે. પેલો ચંડકોશિયો નાગ ! આવ્યો હતો પ્રભુના ચરણે ડંખ મારવા ! એકવાર નહીં અનેકવાર ડંખ ઉપર ડંખ મારી-મારીને પ્રભુનું મોત નોતરવા સતત પ્રયત્ન કરતો રહ્યો...પણ આ પળોમાંય તે પ્રભુનો સંગ પામ્યો...અને અંતે પ્રભુના બોધ પામ ! બોધ પામ ! હે ચંડકૌશિક !” આવાં અમૃતવચનો સાંભળીને સુધરી ગયો. અનશન કરીને...લોકોએ ચઢાવેલાં ઘી-દૂધના કારણે આવેલી કીડીઓના વજમુખી ડંખથી શરીર આરપાર વીંધાઈ જવા છતાં અપૂર્વ ક્ષમાભાવને ધારણ કરીને...આઠમા સ્વર્ગલોકનો દેવ બન્યો... મુનિને જૂઠા પાડવા જનારો ભીલ મુનિના સંગે જીવનપરિવર્તન પામે... ઇન્દ્રભૂતિ અભિમાનથી ભગવાનની જોડે લડવા જાય અને ભગવાનના સત્સંગે વિનયમૂર્તિ ગોતમ બની જાય... ચંડકોશિયો પ્રભુને ડંખ મારે અને પ્રભનું મોત લાવવા પ્રયત્ન કરે...અને એ રીતે પણ પ્રભુનો સંગ પામીને સુધરી જાય... અને...આપણે પ્રભુનાં ચરણની રોજ ભક્તિપૂર્વક સ્પર્શના કરવા જઇએ છતાં ન સુધરીએ...સંતાનો-સદગુરુઓનાં રોજે-રોજ પ્રવચનો સાંભળી સાંભળીનેય સીધા ન બનીએ તો આપણે પેલા ચંડકોશિયા અને ભીલ કરતાંય નીચે ઊતરી ગયા !! અને તોય સાપ જેટલીય લાયકાત ન ધરાવનારા આપણે “શ્રાવક' તરીકેના અહંકારમાંથી મુક્ત ન બનીએ ? આ તે કેટલું દુ:ખદ કહેવાય...! સૌથી પ્રથમ પાત્રતા કેળવીએ....પછી જુઓ...સંતોનો સંગ આપણા જીવનનો રંગ પલટી નાખે છે કે નહિ ? :::::::: ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ આંતરરાષ્ટ્રીય શાકાહાર સસ્તાઓની ભીતરમાં માત્ર આ દેશના માનવો જ નહીં, પરંતુ વિશ્વના તમામ માનવો ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવી શકે તેવી નીતિ, અને તેના અમલ માટેની જીવનવ્યવસ્થા આ દેશના નિ:સ્વાર્થી, દીર્ઘદ્રષ્ટા, વિદ્વાન અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની ભાવના ધરાવનારા આર્ય સંતોએ ઘડી આપી છે. આ વ્યવસ્થાને જેટલા અંશમાં માનવો સ્વીકારે તેટલા અંશમાં તે તે દેશમાં હિંસા નિયંત્રણમાં રહી શકે. હિંસાને નિયંત્રણમાં રાખવાનું અમોઘ સાધન ભારતના ઋષિમુનિઓ પ્રણીત આ જીવન વ્યવસ્થામાં હતું. પરંતુ વિશ્વના તમામ માનવોનાં જીવનનાં તમામ ક્ષેત્રો ઉપર-ધાર્મિક, આર્થિક, સામાજીક, રાજકીય, આધ્યાત્મિક વિગેરે ક્ષેત્રો ઉપર શ્વેતોની સત્તા સ્થાપવાના ઉદ્દેશને સફળ કરવાના ઇરાદાથી શ્વેત પ્રજા છેલ્લાં ૫૦૦ વર્ષોથી વિશ્વભરમાં ફરી વળી છે, અને આર્યસંતોએ બનાવેલી જીવન વ્યવસ્થાને તોડી નાખવાના અનેક પ્રયાસો આદર્યા છે. જે જે દેશોમાં એ જીવનવ્યવસ્થાનાં મૂળ ઊંડા નહોતાં ગયાં, તે તે દેશોમાં તો ટૂંક સમયમાં જ એ જીવન વ્યવસ્થામાં મોટાં ગાબડાં પાડી શકાયાં, અને તેટલા પ્રમાણમાં તે તે દેશોમાં હિંસાનાં પૂર ફરી વળ્યાં છે. ભારતમાં આ જીવન વ્યવસ્થાનાં મૂળ ખૂબ ઊંડે સુધી ગયેલાં છે. તેથી એ વ્યવસ્થાને તોડવા ભારતમાં અસાધારણ પ્રયાસો ઘણા વખત સુધી અને ઘણી યુક્તિઓથી કરવા પડે તેમ હતા. કેમ કે આ જીવન વ્યવસ્થા જ્યાં સુધી તૂટે નહીં, ત્યાં સુધી હિંસાનાં પૂર ભારતમાં ફરી વળી શકે નહીં, અને ત્યાં સુધી અહિંસાના ક્ષેત્રમાં શ્વેત પ્રજાજનોની સંસ્થાઓ પ્રવેશી શકે નહીં, અને ભારતના માનવોને શ્વેત રાજ્યદ્વારી આગેવાનો પ્રણીત અને નિયંત્રિત નવા પ્રકારની અહિંસાના પાલનમાં જોડી શકાય નહીં. બ્રિટિશ રાજ્યસત્તા દ્વારા એ વ્યવસ્થા તોડવાનાં ચક્રો ગતિમાન કરાયાં, અને તેમાં ઝડપ લાવવા માટે સ્વરાજ્ય આપવાના બહાના નીચે, શ્વેત આગેવાનો દ્વારા નિયંત્રિત યુનો અને તેની શાખાઓ દ્વારા નક્કી થયેલી નવી જીવનનીતિ આ દેશમાં ઝડપથી લાગુ કરી શકાય તે માટે, પશ્ચિમી શિક્ષણની કોલેજોમાંથી બહાર નીકળેલા આ દેશના મુઠ્ઠીભર માણસોને આગળ કરીને નવા જ પ્રકારનું બંધારણ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ આ દેશની પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું. અત્રે પ્રશ્ન એ થાય છે કે આર્ય દેશના સંતોએ પ્રરૂપેલી જીવન વ્યવસ્થાના પાલનમાં જે બાધાઓ બ્રિટિશ સામ્રાજ્ય મૂકી હતી. તેમાંથી મુક્ત થવા ભારતની પ્રજાએ સ્વરાજ્યની માગણી મૂકી હતી, કે ઋષિમુનિઓની જીવન-વ્યવસ્થાના સ્થાન ઉપર નવા જ પ્રકારની પશ્ચિમી જીવન વ્યવસ્થાની માગણી કરી હતી ? સ્વરાજ્ય આપવાના બહાના હેઠળ દેશની પ્રજા ઉપર નવી જ જીવન વ્યવસ્થા ઝીંકી દેવામાં આવી. | ઋષિમુનિ પ્રણીત ખેતીના બદલે પશ્ચિમી ઢબની ખેતી, ઋષિમુનિ પ્રણીત પશુઉછેરના બદલે પશ્ચિમી ઢબનો પશુઉછેર, આર્ય સંતો પ્રણીત અંર્થિક-સામાજિકરાજકીય વ્યવસ્થાના સ્થાને પશ્ચિમના સ્વાર્થી અને સત્તાલોલુપી રાજ્યદ્વારી માણસોએ ઘડેલી આર્થિક-સામાજિક-રાજકીય વ્યવસ્થાને લાગુ કરી દેવામાં આવી. જેમ જેમ પશ્ચિમી ઢબની વ્યવસ્થા પ્રજાના જીવનમાં દાખલ થતી ગઇ, અને પ્રજા ઋષિમુનિઓની જીવન-વ્યવસ્થાથી દૂર થતી ગઇ, તેમ તેમ આ દેશમાં પણ હિંસાએ માઝા મૂકવા માંડી. કેમકે આર્ય જીવન વ્યવસ્થાના કેન્દ્રમાં અહિંસા છે, પશ્ચિમી જીવન વ્યવસ્થાના કેન્દ્રમાં હિંસા છે. સાધના ક્ષેમે ચા૨ તવ અવરોધક • વ્યર્થ દર્શન • વ્યર્થ ચિંતન • વ્યર્થ ભાષણ • વ્યર્થ ભ્રમણ ૧૫૨ ક Page #160 -------------------------------------------------------------------------- ________________ . છે O હ c O d 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૯ મો ગુણ) માત-તાત ને ગુરુજન કેરો, પરિપૂજક બની જાઉં मातापित्रोश्च पूजकः । (માતા-પિતાની પૂજા) ° ઃ માર્ગાનુસારી આત્માનો નવમો ગુણ છે : માતા-પિતાની પૂજા. ૧૫૩ . o હ d હંમેશ તેમનો વિનય અને બહુમાન સેવા કરનારો આત્મા ‘કૃતજ્ઞ’ છે. માતા-પિતાના અપરંપાર ઉપકારોને સદા નજર સમક્ષ રાખીને |૦ કરનારો...તેમની પૂજા અને હ આત્મામાં ધર્મનો આરંભ થાય છેઃ માતા-પિતાની પૂજાથી... માતા-પિતાનો ઉપકાર આકાશ જેટલો અસીમ છે. એમના ૦ ઉપકારનો વિચાર કર્યા વગર, જે આત્મા માતા-પિતાની પૂજા |。 અને ભક્તિ કરતો નથી...ઊલટ પક્ષે તેમની અવગણના કરે છે એવો આત્મા, ગમે તેટલો ધાર્મિક હોય તો પણ તેની કોઇ જ કિંમત નથી. ૭ જેનામાં ‘આદિધાર્મિક'નું જ લક્ષણ નથી, તે ઊંચા વિરતિ આદિનો ધર્મોનો બાહ્ય-દૃષ્ટિએ પાલક હોય તો પણ, પાયા વિનાની સત્તાવીશ માળની ઇમારત જેવા તેના તે ધર્મોનું મૂલ્ય કેટલું ? ૦ એનું આયુષ્ય કેટલા સમયનું ? p ૭ કુણાલની પિતૃભક્તિવાળા આ ભારત દેશની સંસ્કૃતિ જ્યારે ભારતનાં છોરુઓ ભૂલવા લાગ્યાં છે ત્યારે ‘માતા-પિતાની પૂજા’ નામના આ ગુણની વાત બહુ જોર-શોરથી ક૨વાની હવે ખૂબ O જરુર લાગે છે. છ જ d છ o o o ૭ " છે છ હ ૨ ૭ ૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં નવમો નંબર છે. માતા અને પિતાની પૂજા. આપણા ઉપર અપરિસીમ ઉપકાર છે. માતા અને પિતાનો. એમના ઉપકારને સતત યાદ રાખીને, એમના પ્રત્યે અતિ વિનીત ભાવે જે એમની પૂજા અને ભક્તિ કરે છે તે માતા-પિતાનો પૂજક છે. સાચા અર્થમાં “કૃતજ્ઞ' છે. આદિ-ધાર્મિક કોણ ? જૈન શાસ્ત્રો કહે છે: જીવનું મટિર્મિક લક્ષણ શું? આદિ-ધાર્મિક એટલે પ્રારંભિક અવસ્થાનો ધાર્મિક આત્મા કોને કહેવો આદિ ધાર્મિક ? - એનો જવાબ બતાવ્યોઃ જે માતા-પિતાનો પૂજક છે...તે આદિ ધાર્મિક કહેવાય. આનો અર્થ સ્પષ્ટ છે કે માતા-પિતાની સેવા અને પૂજાથી જ ધર્મનો પ્રારંભ થાય છે. શાસ્ત્રો જે માતા-પિતાની પૂજાને આટલી અગ્રિમતા આપે છે એને આપણે આપણા જીવનમાંથી જો રદબાતલ કરીએ તો સમજી લેજો કે...આપણું માનવ-જીવન એળે ગયું છે. આપણે ગમે તેટલો ધર્મ કરતા હોઇએ પરંતુ આપણા એ ધર્મને ‘પાયો” જ નથી. આથી પાયા વિનાની ધર્મની મહાન ઇમારત પણ એક દિવસ કડડભૂસ થઇ જવાની. માતા-પિતાની પૂજા હોય, દયા નહિ... આ સતત ધ્યાનમાં રહે કે માતા-પિતાએ કરેલા ઉપકારોની સ્મૃતિરુપે તેમની સેવા અને પૂજા કરવાની છે. તેમની ઉપર દયા કે કરુણા કરવાની નથી કારણ કે જેની તમે દયા કરો, જેના પ્રત્યે કરુણા કરો. તેનો હાથ હંમેશાં નીચે રહે અને દયા અને કરુણાના કર્તા તરીકે તમારા હાથ હંમેશ ઉપર રહે. આથી દયાના કર્તા કરતાં દયાનો લેનાર સ્વીકારનાર હંમેશ નીચો ગણાય. જ્યારે માતાપિતા કોઇ પણ સ્થિતિમાં હોય. તમારા પિતા સામાન્ય ગરીબ સ્થિતિમાં જીવ્યા હોય...અને તમે ધંધો-ધાપો જોરદાર ફેલાવીને આગળ આવ્યા હો...કદાચ કરોડપતિ પણ થઇ ગયા હો...તોય...તમારા પિતા હંમેશાં તમારી પૂજાનું જ સ્થાન ગણાય...કારણ કે પિતા હતો તો તમારું અસ્તિત્વ છે ને...! દુઃખદાયી સ્થિતિમાં પણ પિતા અને માતાએ તમને મોટા કર્યા ત્યારે સુખદાયી સ્થિતિમાં પણ તમે એમને સારી રીતે સંભાળો-સાચવો તેમાં કશોય ઉપકાર તમે કરતા નથી. બલકે જો એમ ન કરો તો તમે ગુનેગાર છો.. Page #162 -------------------------------------------------------------------------- ________________ શું માતા-પિતા દેવ અને ગુરુ કરતાંય મહાન છે? પ્રબ શ્રી જિનેશ્વર ભગવંતો અને સદગુરુદેવોનો આપણા ઉપર ઘણો ઉપકાર છે, તેમ છતાં “આદિ ધાર્મિક” તરીકેનું લક્ષણ જણાવતાં “માતા-પિતાનો તે પૂજક' હોય એમ શા માટે કહ્યું ? શું માતા-પિતા જિનેશ્વરદેવો કે સદ્ગુરુઓ કરતાં પણ મહાન છે ? જવાબ : પ્રશ્ન ખૂબ સરસ છે. પણ...એનો જવાબ એથીય સરસ છે. શ્રી જિનેશ્વર ભગવંતો આ જગતના સર્વજીવોના આત્મ કલ્યાણના સદેવ હિતચિંતક છે, એટલું જ નહિ મુક્તિમાર્ગના મંગલ રાહબર પણ છે. એથી આ જગતના તેઓ સર્વોત્તમ ઉપકારી છે. બીજા નંબરના ઉપકારી છે, સદગુરુ ભગવંતો, જેઓ સદધર્મનો માર્ગ આપણને બતાવે છે. આપણને ધર્મદેહ આપે છે. આપણું આધ્યાત્મિક ઘડતર કરે આધ્યાત્મિક ઘડતરના અને આમસુખના સાચા માર્ગદાતા અરિહંતદેવો અને સરુદેવો છે. આથી તેમનો ઉપકાર અનંત છે. આમ છતાં અરિહંતોનું અણમોલ જિનશાસન અને સગુરુદેવોએ સમજાવેલો સદ્ધર્મ એ બધુંય મળ્યું કોના પ્રતાપે ? માતા અને પિતાના પ્રતાપે. જો માતા અને પિતાએ આપણને જન્મ ન આપ્યો હોત...જીવન ન આપ્યું હોત...અને એથીય મહત્ત્વપૂર્ણ ઉત્તમ સંસ્કારો આપણામાં રેડ્યા ન હોત તો આપણે સગુરુઓ સુધી પહોંચ્યા હોય ખરા...? ના...જરાય નહિ... જેમ જિનશાસન અને સદ્ગુરુદેવો આપણને ધર્મદેહ આપે છે અને આપણું આધ્યાત્મિક ઘડતર કરે છે તેમ માતા અને પિતા આપણને શરીર-દેહ આપે છે અને આપણું સાંસારિક-વ્યાવહારિક ઘડતર કરે છે. માતા અને પિતાનો માનવદેહ અને ઉત્તમ પ્રાથમિક સંસ્કારોના પ્રદાનનો ઉપકાર પ્રત્યક્ષ છે, નજદિકનો છે. એ જેને ન દેખાતો હોય...તે ગુરુઓના અને અરિહંતોના પરોક્ષ ઉપકારને શી રીતે દેખી શકવાનો છે ? જે માતા-પિતાના સાંસારિક ઉપકારને પણ સ્વીકારવા તૈયાર નથી તે દેવ અને ગુરુના આધ્યાત્મિક ક Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપકારોને શી રીતે વધાવી શકવાનો છે ? માતા-પિતાનો ઉપકાર આકાશ જેટલો : જે માતાએ જન્મ આપ્યો, એ જન્મ આપવા પૂર્વે નવ-નવ મહિનાની ગર્ભાવસ્થાની ભયંકર પીડાને ભોગવી, પ્રસૂતિની કારમી પીડાને સહી લઇને પણ જેણે આપણને જીવન આપ્યું, ત્યાર બાદ બાલ્યાવસ્થામાં પોતાનું દુગ્ધ-પાન કરાવ્યું, એ કાજે જેણે પોતાનું સહજ-સૌન્દર્ય ગુમાવ્યું, ધનની ગરીબીમાં પણ જેણે પોતે અડધે-પેટે રહીને આપણને પૂરું ભોજન કરાવ્યું...બાળપણમાં સૂકી જગ્યામાં સુવડાવ્યા..આપણાં મળ-મૂત્રને જેણે જરાય મોં મચકોડ્યા વગર સાફ કર્યા...આપણને ઊંચા સંસ્કારો આપવા માટે જેણે અથાગ પરિશ્રમ કર્યો, એ માતાનો ઉપકાર કેટલો? આકાશ જેટલો અસીમ... જે પિતાએ સતત નોકરી-ધંધો કરીને આપણા માટે, પોતાનાં બાળકો માટે ધન કમાવ્યું...એ ધન મેળવવા કાજે જેણે ક્યારેક-ન કરવાં જોઇએ છતાં-અન્યાય અને અનીતિ પણ કર્યા...આપણને ખાન-પાનની, વસ્ત્ર-વાસણની, જીવનજરૂરિયાતની તમામ ચીજોનું જેમણે પ્રદાન કર્યું...જેણે પોતાના જીવનની કીમતી પળોનો, ઘણાં વર્ષોનો ભોગ આપણા માટે આપ્યો...અવસરે યાર અને અવસરે પ્રકોપ કરીને જેણે આપણા સાંસારિક ઘડતરની સઘળી ચિંતા કરી...એવા પિતાનો ઉપકાર કેટલો ? જવાબ એ જ છે..આકાશ જેટલો અનંત... આવાં અસીમ અને અમાપ ઉપકારી માતા અને પિતાની પૂજા કરનારને શાસ્ત્રોએ આદિધાર્મિક કહ્યો તે તદન યથાર્થ જ છે અને ઊલટું આવા ઉપકારીઓના ઉપકારને જે યાદ રાખતો નથી...એનું જે સતત સ્મરણ કરતો નથી. તેને શાસ્ત્રો કૃતન' કહે છે. તેવો આત્મા ધર્મ પામવા માટેની પ્રાથમિક પાત્રતા પણ ધરાવતો નથી. ડો. ટોડરમલની પ્રેરક ઘટના : ડો. ટોડરમલની તે સાચી ઘટના પ્રેરક છે ! ડો. ટોડરમલ ખૂબ જ પ્રખ્યાત ડોકટર બન્યા પછી પણ તેમની માતા તેમને હંમેશા “બેટા ટોડર !” એવા જ ટૂંકા જ નામે બોલાવતી. માને મન ગમે તેટલો પ્રખ્યાત પુત્ર પણ અંતે તો દીકરો જ છે ને ! પણ ગમે તે કારણે આ વાત ડો. ટોડરમલને સમજાઇ ન હતી તેથી જ ક Page #164 -------------------------------------------------------------------------- ________________ તેમને માતા પોતાને હવે-જ્યારે પોતે પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયા છે ત્યારે-પણ ‘ટોડર' કહીને જ બોલાવે રુચતું ન હતું. ઘણા વખતથી મનમાં જ ગૂંચવાતી વાતને એકવાર તેણે માતાને કહી દીધી : “મા ! હું જ્યારે હવે આટલો પ્રસિદ્ધ ડોકટ૨ બની ગયો છું ત્યારે પણ તું મને ‘ટોડર' કહીને બોલાવે તે યોગ્ય ન ગણાય માટે તારે હવેથી મને ટોડરમલ” કહીને બોલાવવો.” માતા પોતાના દીકરાની આવી વાત સાંભળીને આશ્ચર્ય સાથે ભારે આઘાત પામી. રાત પડતાં તેણે ટોડરમલને કહ્યું “બેટા ! આજની રાત તું મારી જ પથારીમાં મારી સાથે સૂએ અને હું કહું તેમ કરે તો જ હું તને આવતી કાલથી ‘ટોડરમલ !” એવા માનવાચક નામે બોલાવીશ.” ડો. ટોડરમલે માતાની વાત મંજૂર રાખી. રાત્રે ભર ઊંઘમાં સૂતેલા ડોકટરને ઉઠાડીને માતાએ કહ્યું “બેટા ! મને પાણી લાવી આપુ.. ડોક્ટરે કહ્યું “મા ! નોકર પાસે મંગાવી લે...મને ખૂબ ઊંઘ આવે છે.” માએ કહ્યું “બેટા ! પાણી તારે જ લાવી આપવું પડશે. ત્યારે ન છૂટકે ડો. ટોડરમલ ઊભા થયા અને તેમણે માતાને પાણી લાવી આપ્યું. માએ થોડું પાણી પીધું અને બાકીનું પથારીમાં ઢોળી નાંખ્યું. ટોડરમલ એકદમ અકળાઈ ઊઠ્યા. તેઓ ભીની પથારી છોડીને બીજી પથારીમાં સૂવા જવા લાગ્યા. ત્યારે માતાએ તેમને રોક્યા અને કહ્યું “બેટા ! તારે આ ભીની પથારીમાં જ સૂઈ જવાનું છે. આ તો પાણીથી જ ભીની પથારી છે, પરંતુ તું જ્યારે નાનો હતો ત્યારે વારંવાર પથારીમાં મૂતરી જતો હતો તો પણ મૂતરથી ભીની તે પથારીમાં હું જરાયે મોં મચકોડાયા વગર સૂઈ જતી હતી અને આજે એક દિવસ તું ભીની પથારીમાં પણ સૂઈ શકતો નથી ? માતાના ઉપકારનો લગાર વિચાર કર.” અને આ વાત સાંભળીને ડો. ટોડરમલનું મિથ્યાભિમાન ઓગળી ગયું અને ત્યારબાદ ડો. ટોડરમલ માતાના અત્યંત પૂજક બની ગયા.. માતા-પિતાનો ઉપકાર શો? એક દિવસ એક યુવાને એક ચિતકને પ્રશ્ન કર્યો “આપણા ઉપર માતા- : પિતાનો ઉપકાર શો ? એ તો એમનું સાંસારિક ભોગ-જીવન જીવતાં હતાં, તેમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ આપણો જન્મ થઇ ગયો, એમાં વળી ઉપકાર કેવો ?” છે ને કેવો વિકૃતિ-ભરપૂર સવાલ ! આજનું શિક્ષણ મેળવીને કોરો બુદ્ધિવાદી બનેલો યુવક શું આવા જ કુતર્કો કરશે ? પેલા ચિંતક પ્રતિભાશાળી હતા. તેમણે કહ્યું “દોસ્ત ! ભલે માની લઇએ ઘડીભર તારી વાત સાચી છે...પણ તને અને મને, તારી અને મારી માતા ગર્ભકાળમાં જીવવા દીધા, અને નવ-નવ , માસ સુધી પેટમાં લઇને માતા ફરી અને કારમી પીડા સહીને જન્મ આપ્યો અને આજ સુધી જીવતો રહેવા દીધો...એ આજના Abortion ક્રૂર અને કાતિલ જમાનામાં માતાનો ઉપકાર ખરો કે નહિ ? “આપણા જીવનું ગર્ભાવસ્થામાં Abortion કરાવી નાખ્યું હોત તો એમનાં ભોગ-સુખોને ક્યાંય ઊની આંચ આવવાની ન હતી. પણ...“આપણે જીવતા છીએ એ જ એ માતા-પિતાનો કેવો અજબ ઉપકાર છે !” યાદ રાખજો ઃ આવા સવાલો કરવા તે આજના અતિ-બુદ્ધિ-વાદની અને વિલાસિતાની વિકૃતિનું પરિણામ છે ! આપણે તેમાં તણાવું ન જોઇએ. ગર્ભાવસ્થા દરમ્યાન પણ માતાએ આપણા માટે કેટ-કેટલી કાળજીચિંતા કરી હોય છે. માતાની કોઇ નાની-સરખી ભૂલ પણ બાળકના દેહને, મનને અને સંસ્કારોને ભારે મોટું નુકસાન કરી બેસતી હોય છે. કલ્પસૂત્ર-ગ્રંથમાં સુબોધિકા ટીકાના કર્તા મહર્ષિ-પુરુષે ગર્ભવતી સ્ત્રીના અતિ રડવાના, હસવાના, અંજન આદિના અને કામસેવન વગેરેનાં કેવાં નુકસાનો બાળકને ભોગવવાં પડે છે તે વિસ્તારપૂર્વક જણાવેલું છે, જેને ભાવિક શ્રોતાજનો વ્યવસ્થિતપણે સાંભળતા હશે તો તેનો તેમને ખ્યાલ હશે. માતા-પિતા દ્વારા મળેલ દેહનું મૂલ્ય કેટલું? આ બધી ચિંતાજનક સમય-સ્થિતિમાંથી આપણી માતાઓએ આપણને હેમખેમ પસાર કરી દીધા..અને આપણને સર્વાગપરિપૂર્ણ માનવ-દેહની ભેટ ધરી એ ઉપકાર શું ઓછો છે ? જો કોઇ શેઠ તમને ધંધામાં મદદ કરે..ધનસંપત્તિ આપે...કોઇ સસ્તા ભાડાનું રહેવાનું ઘર આપે...આપત્તિના કાળમાં કોઇ આપણને ધનથી, મનથી, હિંમત આપવા દ્વારા કે સમય અને શક્તિ દ્વારા આપણી મદદ કરે છે ત્યારે તે તે વ્યક્તિઓનો આપણે કેટલો ઉપકાર માનીએ છીએ. વિશિષ્ટ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી-પુરુષોના ઉપકારને આપણે જીવનભર ભૂલતા નથી. વર્ષો બાદ તે ઉપકારી વ્યક્તિ જો આપણને મળે તો આપણું હૈયું તેના પ્રત્યેના સભાવથી ગદ્ગદ્ થઇ જાય છે. આ ઉપકારનો બદલો કઈ રીતે, કેવી તક મળે તો હું ચૂકવી શકું એવું સજ્જન-માણસનું હૃદય પોકારતું હોય છે...તો પછી જેણે આપણાં સાંસારિક તમામ સુખોના મૂળ કારણરુપ માનવદેહ અ તે માતા-પિતાનો ઉપકાર કેટલાગુwો હોય તેની ત્રિરાશિ કદી માંડી જુઓ.. જો માત-પિતા દ્વારા સુરક્ષિત માનવદેહ આપણને મળ્યો ન હોત તો ધન સંપત્તિ...મકાનની...કે બીજા કોઇ શારીરિક-માનસિક ઉપકારની આ બધાની આપણા માટે ફૂટી કોડી જેટલીયે કિંમત ખરી ? અરે ! ધન-મકાન કે અન્ય કોઇ સુખ-સામગ્રી એ તો સાધન છે-ભોગ્ય છે, પણ જો એ બધાનો ભોક્તા માનવદેહ જ ન હોય તો તે ધન વગેરેની કિંમત કેટલી ? ધૂળ જેટલી. કદાચ એટલીય નહિ. માનવદેહના એક એક અંગ-ઉપાંગની જો રૂપિયામાં કિંમત મૂકવામાં આવે તો કરોડો રૂપિયામાંય તેની કિંમત આંકી ન શકાય. તો પછી અંગ-પ્રત્યંગથી પરિપૂર્ણ એવા પૂરા માનવશરીરની કિંમત કેટલી ? અને એવા દેહને આપનારાં માતા-પિતાનો ઉપકાર કેટલો ? દરિયા જેટલો અમાપ. “ઘરડાં-ઘરોના પ્રારંભ આઘાતજનક : આ જ કારણે ભારતદેશની સંસ્કૃતિમાં જે મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ આર્ષવચનો છે તેમાં માતૃ દેવો ભવ' “પિતૃ દેવો ભવ” “આચાર્ય દેવો ભવ” વગેરે વચનો મુકાયેલાં છે. એનો અર્થ છે : “માતાને દેવ સમાન ગણો. પિતાને દેવ સમાન ગણો. આચાર્ય- (શિક્ષક કે ધર્મગુરુ) ને દેવ સમાન સમજો.” ભારતદેશમાં જન્મેલાં ભારતીઓની આ પુણ્યાઇ છે કે તેમને આવા અદભુત સંસ્કારોનો વારસો મળ્યો છે. અમેરિકા કે રશિયામાં તો ઘરડાં માતાપિતાઓને ઘરડાં-ઘરોમાં મોકલી દેવાની એક ફેશન ગણાઇ છે. આથી જ અમેરિકનો અને રશિયનો પાસેથી “માતા-પિતાની પૂજા' એ ગુણની અપેક્ષા જ ક્યાંથી રખાય ? દુઃખની વાત તો એ છે કે ભારતદેશની ભવ્ય સંસ્કૃતિની જાજરમાન ગૌરવગાથાઓને ભૂલીને આપણે પણ અમેરિકા અને રશિયાની ભૌતિકવાદ તરફની આંધળી-દોટ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ પાછળ પાગલ બન્યા છીએ. ‘માતૃ દેવો ભવ અને પિતૃ દેવો ભવ'ના પાઠ સંભળાવનારા ભારતદેશમાં પણ ‘ઘરડાં-ઘરો' નો પ્રારંભ થઇ ચૂક્યાં છે એ વાત કેટલી આઘાત-જનક છે ! પ્રારંભના પંદર દિવસનો માતૃ-ઉપકાર ઃ રાજકોટના અનાથ-આશ્રમના મુખ્ય સંચાલક ભાઇએ એક મુનિરાજશ્રીને જણાવેલું કે અમારા અનાથાશ્રમમાં જો માતા દ્વારા પ્રારંભિક પંદર દિવસની અંદ૨ જ બાળક તજી દેવાયું હોય તો તે બાળકને સાચવવાની, સંભાળવાની ઘણી કાળજી રાખવા છતાં તે બચી શકતું નથી. સંશોધનને અંતે એવો નિષ્કર્ષ નીકળ્યો કે આમ થવાનું કારણ જન્મ પછીના પ્રારંભના પંદ૨ દિવસ દરમ્યાન બાળકને ખરી માતાની હૂંફ મળવી જ જોઇએ. જો તે ન મળે તો તે બાળક ઊંચી સાર-સંભાળ છતાં જીવી શકતું નથી. આ વાત જાણ્યા બાદ...આપણા સહુની માતાએ ગર્ભાવસ્થાથી માંડીને, જન્મ આપીને પ્રથમના પંદર દિવસ આપણને વાત્સલ્યભરપૂર હૂંફ આપી અને આપણને જીવન-પ્રદાન કર્યું આ એક જ ઉપકારનો બદલો સમસ્ત જીવન સુધી તેની સર્વોત્તમ ભક્તિ કરવા છતાં વાળી શકાય તેમ નથી...એ વાત સ્વીકારવા આપણે તૈયાર થઇશું ખરાને ? ત્યાર બાદ બાળકના ઉછેર માટે માતા સતત કાળજી રાખે છે. એને નાનાથી મોટો ક૨વા સુધીમાં...એના મળ-મૂત્રાદિ સાફ કરવાથી માંડીને નિશાળે ભણાવવા...તેની પાછળ પુષ્કળ પૈસાનું પાણી કરવા...તેને યુવાન થયા બાદ પણ નોકરી-ધંધે લગાડવા...કે પરણાવવા...સુધીના અનેક ઉપકારોનો વિચાર ક૨વામાં આવે તો તેનું લાંબું લિસ્ટ થાય... આવા અગણિત ઉપકારો કરનારાં માતા અને પિતાની પૂજા-ભક્તિ કરવાનો સત્પુરુષોનો સદુપદેશ સંપૂર્ણ યથાર્થ જ છે. આવાં માતા-પિતાને સવારના પહોરમાં ઊઠીને પગે લાગવું, તે દરેક પુત્રની અનિવાર્ય ફરજ છે. માતા-પિતાને પગે લાગવાના સંસ્કાર કેવી સુંદ૨ સ્થિતિ સર્જે છે તેની એક સત્યઘટના આ પ્રમાણે છે. ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ પુત્રોના સંસ્કારે પિતાને સુધાર્યા : મુંબઇના માટુંગા નામના પરાના તેઓ કરોડપતિ શેઠ હતા. તેમણે તેમના બંને યુવાન-પુત્રોને એક પૂજ્ય આચાર્ય ભગવંતની જ્ઞાન-શિબિરમાં મોકલ્યા...પૂજ્ય આચાર્યશ્રીના પરિચય અને જ્ઞાનવાણી દ્વારા માતા-પિતાના ઉપકારની પિછાણ કર્યા બાદ જ્યારે તેઓ પોતાના પિતાને પગે લાગવા ગયા ત્યારે તેમના પિતા પુત્રોના આ જીવન-પરિવર્તનથી આશ્ચર્યમાં ડૂબી ગયા. તેમણે પગે લાગવા આવેલા પુત્રોને પૂછ્યું ‘‘દીકરાઓ ! આજે કોઇ ખાસ પ્રયોજન નથી, છતાં મને પગે લાગવા કેમ આવ્યા છો ?'' ત્યારે પુત્રોએ જ્ઞાન-શિબિર દ્વારા માતા-પિતાના ઉપકારોની ઓળખ કર્યાનું અને હવેથી દ૨૨ોજ માતા-પિતાને પ્રાત :કાળમાં પગે લાગવાના પોતે કરેલા સંકલ્પની વાત કરી. એટલે તરત જ પિતાએ બંને પુત્રોને પગે લાગતા રોક્યા અને પોતે બાજુના ખંડમાં ચાલ્યા ગયા. થોડીક જ ક્ષણોમાં પિતા બહારના રુમમાં પાછા ફર્યા અને પોતાના પુત્રોને કહ્યું ‘‘હવે તમે મને પગે લાગી શકો છો.’’ ત્યારે પુત્રોઓ પૂછ્યું ‘‘પિતાજી ! હવે કેમ ? આપ બાજુના રુમમાં કેમ ગયા હતા ?’’ પિતાએ ઉત્તર આપતાં કહ્યું “દીકરાઓ ! તમે જ્ઞાનશિબિર દ્વારા માતાપિતાને પગે લાગવાના સંસ્કાર લઇ આવ્યા. પણ હું તો આજ દિન સુધી આ સંસ્કાર પામ્યો ન હતો. મેં કદી મારાં માતા-પિતાને નમસ્કાર કર્યા નથી..પણ...જ્યારે આજે તમે મને પગે લાગવા આવ્યા ત્યારે મને થયું કે જ્યાં સુધી હું મારા જીવિત માતાને પગે ન પડું ત્યાં સુધી તમારા નમસ્કાર (પાયવંદન) સ્વીકારવાનો મને કોઇ અધિકાર નથી. બેટાઓ ! તમારા આ ઉત્તમ સંસ્કારે મારામાં પણ માતૃપૂજાના સંસ્કારને આજે જીવતો કરી આપ્યો.’’ અને..એ વાત સાંભળીને પુત્રોની આંખમાં પણ હર્ષાશ્રુ ઊભરાઇ આવ્યા. વાત આ છે કે સંતાનોને મળેલા ઉત્તમ સંસ્કારો ક્યારેક ઘરના માતાપિતાદિ બીજા કુટુંબીજનોને માટે પણ સુંદ૨ પ્રેરણાનું નિમિત્ત બની જાય છે. ! ૧૯૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ કુણાલની પિતૃભક્તિ : કુણાલની અદભુત પિતૃભક્તિનો દાખલો ઇતિહાસ પ્રસિદ્ધ છે. સમ્રાટ અશોકના લાડીલા પુત્ર કુણાલની માતા કુણાલની બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામી હતી. કુણાલની સાવકી માતાને કુણાલ પ્રત્યે ભારે ઝેર હતું. એ કુણાલને મારી નાખવાની તક શોધતી હતી. સમ્રાટ અશોકને આ વાતની ગંધ આવી જતાં તેણે કુણાલને ભણવા માટે તક્ષશિલા મોકલી આપ્યો. એક દિવસ કુણાલની ક્ષેમકુશળતાના સમાચાર લઇને આવેલા દૂતને મળીને અશોક આનંદ પામ્યો. અશોકે વળતો પત્ર-પુત્ર ઉપરનો-મંત્રી પાસે લખાવ્યો. તેમાં એક વાક્ય લખાવ્યું કે "નારઃ પીયતાન I’’ એનો અર્થ “કુમારને સારી રીતે ભણાવજો.” - સાવકી માતાને પત્રના આ સમાચાર મળતાં તેણે ચાલાકીથી પત્રને મેળવી લીધો અને “અધીયતાના 1 ઉપર મીઠું ઉમેરી દીધું. આથી વાક્ય આ રીતે બન્યું: "કુમાર: સંઘીયતાનું ” આનો અર્થ સાવ બદલાઇ ગયો: “કુમારને આંધળો કરી નાંખજો.” દૂત દ્વારા જ્યારે પત્ર કુણાલને મળ્યો ત્યારે તેણે પિતાની આજ્ઞાને અમલ કરવા અર્થાતુ પોતાની આંખો ફોડી નાંખવાનું સાથે રહેલા મંત્રીઓને સૂચન કર્યું જ્યારે મંત્રીઓએ રાજાની કોઇ ગેરસમજ થવાની સંભાવના વ્યક્ત કરીને કુમારની આંખો ફોડી નાંખવાનું અપકૃત્ય કરવાનો ધરાર ઇન્કાર કરી દીધો, ત્યારે કુણાલે ધગધગતા સોયા પોતાની આંખોમાં જાતે જ ભોંકી દઇને બંને આંખોને ફોડી નાંખી. એ પિતાની આજ્ઞા પ્રત્યે કેવી અદભુત ભક્તિ અને વફાદારી ! ઇતિહાસમાં કુણાલ મહાન પિતૃભક્ત તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આજના જમાનાના કુણાલોનો અને કેતનોનો ઇતિહાસ લખાય તો કદાચ આના કરતાં સાવ વિપરીત જ હોય !!! આર્યરક્ષિતની માતૃભક્તિ : આર્યરક્ષિત અનેક વિદ્યામાં પારંગત બનીને જ્યારે પોતાના નગરમાં આવે છે ત્યારે તેમનું સ્વાગત કરવા નગરના સેંકડો લોકો આવે છે પરંતુ આર્યરક્ષિતની આંખ તો પોતાની માતાને જ શોધે છે. પરંતુ માતા તો દીકરાનું સ્વાગત કરવા ૧૬ર Page #170 -------------------------------------------------------------------------- ________________ આવવાને બદલે ઘરમાં જ બેસી રહી હતી. જ્યારે આર્યરક્ષિત ઘરમાં આવીને સૌથી પહેલાં જ પોતાની માતાના ચરણોમાં પ્રણામ કરવા જાય છે ત્યારે માતાના મુખની ઉદાસીનતાને જાણી લે છે. માતાને પૂછે છે: “મા ! જ્યારે આખું ગામ તારા પુત્રની વિદ્યાપ્રાપ્તિથી પ્રસન્નતામાં ઝૂમી રહ્યું છે ત્યારે તું સગી માતા થઇને કેમ આમ ઉદાસ ! બધા આવ્યા છતાં તું મને લેવા ન આવી...આવી નારાજગીનું કારણ ?” - ત્યારે મા કહે છે: “બેટા ! તું જે વિદ્યાઓ પ્રાપ્ત કરી આવ્યો છે તે આ સંસારને વધારનારી વિદ્યાઓ છે. એનું હું શું સ્વાગત કરું? હા...જો તું આત્મકલ્યાણ કરનારી વિદ્યાઓ મેળવી આવ્યો હોત તો જરુર તારી મા દોડી દોડીને તને વ્હાલે વધાવવા આવત.” તો...મા તું મને જલદી કહે, આત્માનું કલ્યાણ સાધી આપનારી વિદ્યા કોની પાસે મળે...જેનાથી તે પ્રસન્ન થાય ! જેમાં તે પ્રસન્ન થાય તેમાં જ મારી પ્રસન્નતા છે !” આર્યરક્ષિતે માતાને કહ્યું. - ત્યારે માએ પોતાના ભાઇ (આર્યરક્ષિતના મામા). આચાર્ય મહારાજ પાસે જવાનું કહ્યું. તે જ ક્ષણે આરક્ષિત મામા-આચાર્ય પાસે ભણવા ચાલી નીકળ્યો. ત્યાં ગયા બાદ આચાર્ય મહારાજે કહ્યું “અમારી પાસે આત્મકલ્યાણને સાધી આપનારી વિદ્યાઓ જરૂર છે. પરંતુ તે મેળવવા માટે તારે સંસારને છોડીને દીક્ષા લેવી પડે. બોલ છે તારી તૈયારી ?'' - “ગુરુદેવ ! જેમાં મારી માતા પ્રસન્ન થતી હોય તેમાં મારી સંપૂર્ણ તૈયારી છે. પ્રભુ ! મને દીક્ષા આપો અને આત્મકલ્યાણકારી તે વિદ્યાઓનું પણ પ્રદાન કરો.” આર્યરક્ષિતે કહ્યું. અને આચાર્ય ભગવંતે આર્યરક્ષિતને દીક્ષા આપી. શાસ્ત્રોના મર્મો અને તત્ત્વોનું અદભુત અધ્યયન કરાવ્યું. પરિણામે જૈન સંઘ એક પરમ વિદ્વાન યુગપ્રધાન જૈનાચાર્ય આર્યરક્ષિતસૂરિજીને પામવા ભાગ્યશાળી બન્યો. જો આર્યરક્ષિતમાં માતૃભક્તિ ન હોત... તો તે માત્ર માતાની પ્રસન્નતા ખાતર મામા-આચાર્ય પાસે આવત...? ના...અને તો જૈનસંઘને મહાન આચાર્યની સંપ્રાપ્તિ સંભવિત બનત ? ના. આનો અર્થ આર્યરક્ષિતના આત્મકલ્યાણમાં અને ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈનસંઘને થયેલ મહાન આચાર્ય-પ્રાપ્તિમાં આર્યરક્ષિતની માતૃભક્તિ જ શ્રેષ્ઠ નિમિત્ત બની ગઇ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી માતૃભક્તિ : માતા-પિતાની ભક્તિ તો જીવનમાં સઘળાય સદ્ગુણોનું મંગળમય કારણ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની માતાસાધ્વી પાહિનીના મૃત્યુ-સમયે જ્યારે સંઘે સાડા ત્રણ કરોડ રુપિયા સન્માર્ગે ખર્ચવાનું જાહેર કર્યું ત્યારે, આચાર્ય મહારાજે પોતાની માતાના મૃત્યુ-નિમિત્તે પુણ્ય-લેખે સાડા ત્રણ લાખ નવા શ્લોકોની રચના કરવાનું જાહેર કર્યું હતું. જેમાંથી ‘ત્રિષષ્ટિ શલાકા-પુરુષ ચારિત્ર' જેવા વિશાળકાય મહાન ગ્રન્થની પ્રાપ્તિ શ્રી જૈન સંઘને થઇ. આમાં કારણ કલિકાલસર્વજ્ઞ ભગવંતની પોતાની માતા પ્રત્યેની અદભુત ભક્તિ જ ગણાય ને ? શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ : શ્રી રામચંદ્રજીની પિતૃભક્તિ તો ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઇ ગઇ છે. રામના પિતા દશરથ જ્યારે બીજા એક રાજા સાથે યુદ્ધ ખેલી રહ્યા હતા ત્યારે ભરતની માતા કૈકેયીએ રથ ચલાવવામાં એવી કુશળતા દાખવેલી કે દશરથે પ્રસન્ન બનીને કૈકેયીને વર માગવા કહ્યું પણ કૈકેયીએ પોતાનું તે વર પતિ પાસે થાપણ રુપે રાખવા અને જરુર પડે માગવા જણાવ્યું. જ્યારે રામને રાજ્યસિંહાસન ઉપર આરૂઢ કરવાની વાત ચાલી ત્યારે કૈકેયીને થયું ‘જો રામ રાજ્યના માલિક થાય તો મારા પુત્ર ભરતને શું મળે ?' આથી તરત તે દશરથ પાસે પહોંચી અને પોતાના થાપણરુપે રાખેલા વરને યાદ કરાવ્યું અને અત્યારે જ તે વરની માગણી કરી. દશરથે વર માગવા જણાવ્યું ત્યારે કૈકેયીએ કહ્યું “મારા ભરતને રાજગાદી મળો.' આ સાંભળીને દશરથ આઘાતથી વ્યાકુળ બની ગયા. કૈકેયી પોતાની વરયાચનામાં અટલ રહી. હવે રામ જેવો મોટો અને સંપૂર્ણ સમર્થ પુત્ર વિદ્યમાન હોય તો ભરતને ગાદી કેમ અપાય ? આમ દશરથ અતિ મૂંઝવણમાં મુકાઇ ગયા. પિતાની મૂંઝવણને દૂર કરવા અને તેમનો માર્ગ મોકળો કરી આપવા અતિ પ્રસન્નતાથી રામે વનવાસ જવાનું નક્કી કરી લીધું અને એ રીતે પોતાની અજોડ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ પિતૃભક્તિ દ્વારા ભારતના સંતાનો માટેનો અમર આદર્શ બતાવીને રામ આ ભારતના એક મહાન પુરુષ તરીકે પંકાઇ ગયા. માતા-પિતાના અપ્રતિકાર્ય ઉપકારો : માતા અને પિતાના ઉપકારો શાસ્ત્રોએ ‘અપ્રતિકાર્ય' જણાવ્યા છે. અપ્રતિકાર્યનો અર્થ એ છે કે જે ઉપકારોનો બદલો વાળી જ ન શકાય. વાત પણ સાચી છે. કેમકે બાળકની બાલ્યાવસ્થા અને અજ્ઞાન અવસ્થામાં માતા-પિતાએ જે ઉપકારો કર્યા છે એના કરતાં અનેક ગણી સેવા માતા-પિતાની મોટો થયેલો પુત્ર બજાવે તો પણ તેનો બદલો વળતો નથી. કારણ કે પુત્રના બાળપણ, અજ્ઞાનતા અને અશક્તિ વગેરે જેવી અવસ્થા તો માતા-પિતાની ક્યારેય આવતી નથી. તેથી પુત્રને તેવા પ્રકારની (જેવી તે પુત્રની માતા-પિતાએ કરી છે તેવી) સેવા કરવાનો મોકો જ મળતો નથી. , વળી, માતા-પિતાએ પુત્રમાં જે ધાર્મિક અને વ્યાવહારિક સુસંસ્કારોનું આદાન કર્યું છે, તેને ન્યાય-નીતિ-સદાચાર વિનય-સેવા-કરુણા વગેરેનું ઊંચું શિક્ષણ આપ્યું છે તે ઉપકારોનું પણ વળતર, પોતાના શરીરની ચામડીનાં મોજાં બનાવીને માતા-પિતાને પહેરાવે તો પણ ન વાળી શકાય. આથી જ તો કહ્યું છે કે, ‘એક માતા જે સંસ્કાર અને સાચું શિક્ષણ આપી શકે છે તે હજાર શિક્ષકો પણ આપી શકતા નથી.’’ માતા-પિતાના ‘અનુકંપા-પ્રેરિત' મૃત્યુની નીચ વાત : માતા અને પિતાના આવા અસીમ ઉપકારોની વાતની સામે જ્યારે ઘડપણથી અને માંદગીથી પીડાતાં માતા-પિતાને મારી નાંખીને તેમને ઝટ દર્દમાંથી મુક્તિ અપાવવાની અને આવા મૃત્યુને વળી “અનુકંપા-પ્રેરિત મૃત્યુ'' નું રુપાળું નામ આપવાની જે વાતો આજે ચાલે છે તેનો વિચાર કરતાં કાળજામાં કાળોતરા નાગના ડંખની વેદના જાગે છે. મૃત્યુ અને તે પણ વળી અનુકંપા (દયા)થી પ્રેરાયેલું !! કેવી વિસંવાદી. વાતો !! કેવી બાલિશ મૂર્ખતા ! ભારતની સંસ્કૃતિમાં ગમે તે સ્થિતિમાં ‘મારી નાંખવું' તે જ ક્રૂરતા ગણાય છે કારણ કે કોઇ પણ જીવ, ગમે તેવી બીમાર હાલતમાં પણ મરવાની ઇચ્છા કરતો નથી. જેને મરવું ગમતું જ નથી તેને મારી ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ નાખવાની પ્રવૃત્તિ એ ક્રૂરતા નથી તો બીજું શું છે ? એમાંય આ તો અસીમ ઉપકારી માતા-પિતાને (બીમાર હોવાથી) મારી નાખવાની વાત ! દુષ્ટતાની પરાકાષ્ટા ન કહેવાય તો બીજું શું કહેવાય ? સાચી હકીકત તો એ છે કે માતા-પિતાને રિબામણમાંથી કે દર્દમાંથી મુક્તિ અપાવવાની વાતને આગળ કરીને, તેમને મોતના મુખમાં ધકેલી દઇને, તેમની સેવા-ચાકરી કરવાની ઝંઝટમાંથી આપણે જ છૂટકારો મેળવી લઇને શાંતિનો અનુભવ કરતા હોઇએ છીએ. બે યુવાનોએ પોતાની કેન્સરની પીડાતી માતાને, તેને કેન્સરની પીડામાંથી મુક્તિ અપાવવાને માટે તેની જ સાડીનો ગાળિયો બનાવીને, તેના જ ગળામાં નાખી દઇને, તેને ગુંગળાવીને મારી નાંખી હતી. રે ! ભારતના સંતાન ! કેવી તારી અધમ મનોદશા ! જગતને માતાપિતાની પૂજા કરવાનો ઉપદેશ આપનારા સંતો જે ધરતી ઉપર પાક્યા તે જ ધરતી ઉપર માતાને મોતને ઘાટ ઉતારનારા નરરાક્ષસ પુત્રો પણ પાકે છે તે કેટલી આઘાત-જનક ઘટના છે ! પિતાને હાંકી કાઢતો દુષ્ટ પુત્ર : માતા-પિતાના ઉપકારોને ધમરોળી નાંખનારા બીજા એક પુત્રની વાત યાદ આવે છે. કાળી-મજૂરી કરીને બાપે પૈસા ભેગા કર્યા અને તેણે દીકરાને પરદેશ મોકલ્યો. દીકરો સારું ભણીને સારું કમાઇને ઘડપણમાં પોતાની આંતરડી ઠારશે એ આશાએ... દીકરો પરદેશ ગયા પછી ભણતાં ભણતાં કોઇ અંગ્રેજ રૂપાળી કન્યાના પ્રેમમાં પડ્યો અને તેણે ત્યાં જ લગ્ન કરી લીધાં અને ત્યાં જ “સેટ' થઈ ગયો. શરુઆતમાં તો પુત્રના પત્રો બરાબર આવતા રહ્યા...પણ પછી ધીરે ધીરે પત્રો આવતા બંધ થયા...આથી માતાના હૃદયમાં ફાળ પડી કે દીકરો ક્ષેમકુશળ તો હશે ને ? પ્રતિપળે દીકરાના મંગલની ચિંતા કરતી માતાએ પોતાનાં ઘરેણા વેચીને, પરદેશ જવાની ટિકિટના પૈસા આપીને પોતાના પતિને પુત્રની ખબર કાઢવા પરદેશ મોકલ્યા. Page #174 -------------------------------------------------------------------------- ________________ ત્યાં આવ્યા બાદ ઘણી મુશ્કેલીએ પુત્રના ઘર-આંગણે પહોંચેલા બાપને જ્યારે દીકરાએ જોયો ત્યારે તેને થયું ‘આ કાળિયો મારો બાપ છે તેમ મારી ગોરી અંગ્રેજ-પત્ની જાણશે તો તેને કેવો અણગમો થશે ?' આથી તેણે દરવાજામાં પ્રવેશતા બાપને જ ધક્કો મારીને તિરસ્કાર કરીને ત્યાંથી કાઢી મૂક્યો. બાપ આઘાતથી બેવડ બની ગયો. કેવો નીચ, નઘરોળ અને અધમાધમ પુત્ર ! આંવા પાપી પુત્રોને ભારતની આ ધરતી કેમ ઝીલતી હશે એ એક સવાલ છે ! પણ યાદ રાખજો કે આવા પાપી માણસો જીવનમાં ક્યારેય સુખી અને પ્રસન્ન બની શકતા નથી. એમના જીવનમાં એવી કોક દુર્ઘટનાઓ સર્જાય છે, જે એના જીવનના તમામ સપનાંઓ અને અરમાનોને ચૂર-ચૂર કરી નાંખે છે. પ્રભુ મહાવીરનું ઉત્તમ દૃષ્ટાંત : માતા અને પિતાની ભક્તિનું સર્વોત્તમ દૃષ્ટાંત છે ભગવાન મહાવીરદેવનું ! જે જનમમાં જેઓ તીર્થંકર બનવાના છે, ત્રણ લોકના નાથ થવાના છે...જેમને ગર્ભકાળમાં જ મતિ, શ્રુત અને અધિજ્ઞાન હોય છે..અને જેમના ચ્યવન, જન્મ અને દીક્ષા વગેરે કલ્યાણકોને દેવરાજ ઇન્દ્રો અને દેવો અદભુત ભક્તિભાવથી ઊજવતા હોય છે...તેવા તીર્થંકર ભગવંતોના આત્માઓ પણ પોતાના ગૃહસ્થજીવન દરમ્યાન માતા અને પિતાની ઉત્તમ પ્રકારની ભક્તિ કરતા હોય છે. જ્યારે પ્રભુ મહાવીરનો આત્મા ગર્ભકાળમાં હતો ત્યારે પોતાની માતાને દુ:ખ ન થાય તે માટે તેમણે પોતાના ગર્ભને સ્થિર કર્યો...પણ તેથી તો માતાને શંકા થઇ કે મારો ગર્ભ મૃત્યુ તો નથી પામ્યો ને ? અને તે શંકાના કારણે માતા કારમું કલ્પાંત કરવા લાગ્યાં. જ્યારે પ્રભુએ જાણ્યું કે મારી માતાને પીડા દૂર કરવાના કા૨ણે હું સ્થિર થયો તો તે તો તેમને ઊલટું દુ :ખકારક થયું. તેથી તુરંત તેમણે હલનચલન કર્યું. તેથી માતાનો શોક દૂર થયો. આ ઉપરથી પ્રભુને થયું જે માતાએ હજી મારું મુખ પણ નથી જોયું તેમ છતાં જેને આટલો મોહ છે તે ભાવિમાં મારી દીક્ષાના કારણે મૃત્યુ તો નહિ પામી જાય ને ? અને જો તેવું જ કશુંક અમંગળ બની જાય તો ભવિષ્યમાં જગતને માતાપિતાની ભક્તિનો ઉપદેશ આપનારો હું જ મારાં માતા-પિતાના અહિતનું કારણ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ બની જઇશ. આવું ન બને તે માટે પ્રભુએ તે જ વખતે અભિગ્રહ ધારણ કર્યો કે, “જ્યાં સુધી મારાં માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં.” - આ અભિગ્રહ દ્વારા જાણે પ્રભુ ગર્ભકાળમાં રહ્યા પણ માતા-પિતાની ભક્તિ કરવાનો આ જગતના જીવોને ઉપદેશ આપી રહ્યા છે. જો પ્રભુ જેવા પ્રભુ પણ પોતાનાં માતા-પિતાની આવી અને આટલી ભક્તિ કરતા હોય તો આપણી તો-તે પ્રભુના ભક્ત તરીકે માતા-પિતાની સેવાપૂજા કરવા અંગેની પ્રભુ-આજ્ઞાનું પાલન કરવાની એકમાત્ર ફરજ ખરી કે નહિ ? માતા-પિતાની ભક્તિના પ્રકારો : ' માતા-પિતાની ભક્તિના અનેક પ્રકારો છે તેમને રોજ સવારે પગે લાગવું, તેમના પગ દુ:ખતા હોય તો તે દબાવવા...તેમના ચિત્તની પ્રસન્નતા જળવાય તેવું વર્તન કરવું. તેમની આજ્ઞાઓનું (અલબત્ત, તે આજ્ઞાઓ જિનાજ્ઞાની વિરૂદ્ધ ન હોય તો...) પાલન કરવું. તેમની સેવા અને ભક્તિ કરવાં...તેમને ભોજન-પાણીના પ્રબંધમાં વિશેષ અનુકૂળતા કરી આપવી...તેમની અનુકૂળતા-પ્રતિકૂળતાનો ખ્યાલ રાખવો. તેમની બીમાર વગેરે અવસ્થામાં વિશેષ ભક્તિ કરવી તથા ઓષધાદિની વ્યવસ્થા કરવી...તેમના પ્રત્યે કટુ વચનો કે ક્રોધમય વાણી ન બોલવી...બીજાઓ આગળ પણ તેમનું સન્માન કરવું...પત્ની વગેરેનું ઉપરાણું લઇને તેમને ઉતારી પાડવાં વગેરે દુષ્ટતા ન કરવી...જગતના ઉત્તમ પૂજ્ય તરીકે તેમની તમામ પ્રકારે પૂજા-શુશ્રુષા કરવી. . આ રીતે “માતા-પિતાની પૂજા' નામના ગુણને આરાધીને માનવજીવનને સાર્થક કરીએ... = [ સંત અને રાજવી (કેટલાક પ્રસંગો). વર્ષો મૂશળધાર વરસી ગઇ. નદીમાં પાણી બન્ને કાંઠે વહેવા લાગ્યાં. સંત સ્વામી રામદાસ અને ભાવિ છત્રપતિ રાજવી શિવાજી તે નદીના તટે આવીને ઊભા. આ નદી પાર કરવી જરૂરી હતી. સ્વામી રામદાસ બોલ્યા: ‘શિવા ! હું Page #176 -------------------------------------------------------------------------- ________________ આગળ ચાલું, તું પાછળ પાછળ આવ !” અને તેઓ નદીમાં ઊતરી ચાલવા માંડ્યાં. એમ ન બને, હું આગળ ચાલું છું. આપ મારી પાછળ પાછળ આવો.” અને સ્વામી રામદાસની વાત ટાળી શિવાજી પાણીમાં કૂદી આગળ નીકળી ગયા. આખરે ગુરુ-શિષ્ય બન્ને કાંઠે પહોંચી ગયા. સ્વામી રામદાસ બોલ્યા: ‘શિવા ! તે આજે મારી આજ્ઞાનું પાલન ન કર્યું.' ગુરુદેવ ! આવા જોખમમાં હું કેમ આપને આગળ જવા દઉં ?' ‘શિવા ! તું એક ભાવિ રાજવી છે તેનો મારે ખ્યાલ રાખવો જોઇએ.” ‘ગુરુદેવ ! તમારા જેવા સમર્થ સંતો મારા જેવા અનેક રાજવીઓને તૈયાર કરી શકશે, પણ...કોઇ રાજવીમાં આપના જેવા સંત તૈયાર કરવાનું સામર્થ્ય નથી.” તે આજે પણ ધરતી ટકી છે... એકદમ દયનીય સ્થિતિમાંથી એની બા પસાર થઇ રહ્યા હતાં...પથારીમાંથી એ નીચે તો નહોતા ઊતરી શકતાં પણ પોતાની મેળે પથારીમાં બેઠા ય નહોતા થઈ શકતાં. એમને ખવડાવવું તો પડતું હતું પણ ઝાડો અને પેશાબ પણ કરાવવા પડતા હતા... અડધા શરીરે લકવાની અસર હતી...મોટી તકલીફ એ હતી કે એમની વાચા સર્વથા બંધ થઇ ગયેલી...પણ આવી અસહાય અવસ્થામાંથી પસાર થઈ રહેલ બાની એમનો દીકરો જે સેવા કરતો હતો એ જોઇને સહુ દંગ થઈ જતા હતા... ઝાડો-પેશાબ કરાવવાથી માંડીને એમની નાનામાં નાની જરૂરિયાતને જરાય કંટાળ્યા વિના જે રીતે એ પૂરી કરતો હતો એ જોઇને લોકોને એનામાં “શ્રવણ' નાં દર્શન થતાં હતાં. - “અલ્યા ! આ બધું કરતાં તેને કોઈ તકલીફ નથી લાગતી !” કો'ક પૂછતું તો, એ તુર્ત જવાબ આપતો. અત્યારે જે તકલીફો બાને છે એ જ તકલીફો જન્મ્યો ત્યારે મનેય હતી ! ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઘોડિયામાંથી હુંય મારી મેળે નીચે નહોતો ઊતરી શકતો અને મારી મેળે હુંય નહોતો ખાઇ શકતો બોલવાનું એ વખતે મારેય બંધ હતું. અને ઝાડોપેશાબની તો મનેય ખબર નહોતી પડતી ! મારી આવી લાચાર અવસ્થામાં બાએ મને લેશ તકલીફ પડવા નથી દીધી...' રસોઇ બગડવા દઇનેય બાએ મારી કાળજી કરી છે...હવે તમે જ કહો, જે બાએ મારી લાચાર અવસ્થામાં મને ફૂલની જેમ સાચવ્યો છે એ બાને એમની લાચાર અવસ્થામાં હું તરછોડી દઉ તો મારા જેવો કપાતર બીજો કોણ ?' “ના...ના..ચામડી ઊતારી આપવી પડશે તો ઉતારી આપીશ પણ આ બાને લેશ પણ તકલીફ નહીં પડવા દઉ.” I કેટલાક હૃદય સ્પર્શી વચનો : • આ પણ કેવી વિચિત્રતા છે ? છોકરો જન્મે ત્યારે મા-બાપ પેંડા વેંચે...અને મા-બાપ મરે ત્યારે દીકરો એમના મરણના સમાચાર... માતા-પિતાની સહુથી શ્રેષ્ઠ પુણ્ય સ્મૃતિ આપણો દેહ છે. એ દેહને જેટલો સાચવીએ છીએ એના દશમા ભાગે પણ મા-બાપને સાચવીએ ખરા ? માતા-પિતાના ખોળે સ્વર્ગ છે. પણ સ્વર્ગમાં માતા-પિતાનથી એ ખ્યાલ કરજો. સંસારમાં આપણા ત્રણ ઉપકારી છે. ૧. જન્મદાતા : મા-બાપ ૨. જીવનદાતા : માલિક. ૩. ધર્મદાતા-ગુરૂ • આ સંસારમાં પેન્ટ અને શર્ટની પેર મળશે, પગના ચંપલની પેર મળશે. કાનના એરીંગની પેર મળશે પણ માતા-પિતાની પેર તો દુનિયામાં દીવો લઇને શોધવા જશો તોય નહિ જડે. જીવતા મા-બાપને ચૂપ કરે મર્યા પછી એના ફોટાને ધૂપ કરે કેવું? ન શોભે તેવું... • ઘરના નામ માતૃછાયા ને પિતૃછાયા, , પણ એમાં ન પડે મા-બાપના પડછાયા... ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૭ મો ગુણ) ઉપદ્રવી સ્થાને નવિ વસીએ... ૦ ૦ ૦ ૦ ૦ ૦ त्यजन्नुपप्लुतं स्थानं, (ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જૈન શાસ્ત્રકારો કેવા સ્થાનમાં રહેવું અને કેવા સ્થાનનો | ત્યાગ કરવો તે પણ સંસારી-જીવોને સમજાવે છે. જે સ્થાનમાં ભય હોય, ઉપદ્રવો હોય...હુલ્લડ વગેરે | તોફાનો થતાં હોય...તેવા સ્થાનનો ત્યાગ કરવો ઘટે. જ્યાં વારંવાર દુકાળ થતો હોય...સદગુરુઓનો સંગ અને ધર્મીપુરુષોનો સત્સંગ ન મળતો હોય તેવા સ્થાનમાં પણ ન રહેવું જોઇએ. શા માટે રહેવાનું સ્થાન પણ ઉપદ્રવથી રહિત હોવું | જોઇએ ? એ સવાલનું સરસ સમાધાન મળશે...આ ગુણના વાચન અને મનનથી... માર્ગાનુસારી આત્માનો દસમા નંબરનો ગુણ છે : ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગઃ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં દસમો નંબર છે ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ. ગમે તેવા સ્થાનમાં ન રહેવું. યોગ્ય-ઉચિત સ્થાનમાં જ ઘર વસાવવું. જો કે ‘ઉચિત-ઘર’ એ ગુણમાં જ આ અંગેની વિશેષ વિચારણા થઇ જ ગઇ છે છતાં ‘ઘર’ અને ‘સ્થાન’ ને જુદા પાડીને ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવાનું શાસ્ત્રનું વિધાન તે અંગેની મહત્તાનો ખ્યાલ આપે છે. કેવાં કેવાં ઉપદ્રવોવાળા સ્થાનનો ત્યાગ કરવો તે નીચે જણાવેલ છે. ૧) જ્યાં ભૂત-પ્રેત વગેરેનો વાસ હોય તેવા સ્થાનમાં ન રહેવું. ૨) વાઘ-વરુ કે સર્પ-વીંછી વગેરેનો ભય રહેતો હોય તેવું સ્થાન છોડવું. ૩) જ્યાં ચોર-ડાકુ વગેરેનો વિશેષ ભય રહેતો હોય તે સ્થાન પણ અયોગ્ય કહેવાય. ૪) જ્યાં પોતાના અગર પરાયા રાજાઓ તરફથી ભય રહેતો હોય તે સ્થાન પણ છોડવું. ૫) મારી-મરકી તથા દુકાળ વગેરેનો ઉપદ્રવ હોય તેવું સ્થાન પણ છોડવું. ૬) જ્યાં હુલ્લડ તથા તોફાનો વગેરે વારંવાર થતાં હોય ત્યાં ન રહેવું. તેવું સ્થાન (દેશ) છોડી દેવું. જેમ કે વર્તમાનકાળમાં પંજાબ જેવા દેશમાં વારંવાર અને સતત ખૂન-ખરાબા થઇ રહ્યા છે. ધોળે દિવસે હિન્દુઓની કતલો થઇ રહી છે. કોઇના જાનમાલની સલામતીનો પ્રબંધ નથી. આવા સ્થાનમાં ડાહ્યા માણસે કદી ન વસવું જોઇએ. વર્ષોથી ત્યાં જામી ગયેલાં માણસો માટે એકદમ સ્થળાંતર કરવું મુશ્કેલીભર્યું જણાય તો પણ તેણે એવા દેશનો ત્યાગ કરવા તરફ સતત લક્ષ રાખવું જોઇએ. આવા દેશમાં ધંધા-ધાપા વગેરેની દૃષ્ટિએ વર્ષોથી સારી જમાવટ થઇ ગઇ હોય તો કેટલાક માણસોને તે દેશ છોડવાનું મન ન થાય. પરંતુ એ ખ્યાલમાં રહે કે દુષ્ટ માણસો દ્વારા તમારી દુકાન કે પેઢી વગેરેનો ક્યારે ખાત્મો બોલાઇ જશે તેનો કોઇ ભરોસો નથી અને તેવા સમયે દુકાનપેઢી તો હાથમાંથી જશે પરંતુ તમારા મૂલ્યવાન પ્રાણ પણ ચાલ્યા જવાનો પ્રસંગ આવે. માટે આવાં સ્થાનોમાંથી તો ‘જીવતો નર ભદ્રા પામે' એમ વિચારી જલદી ઉચાળા ભરી જવા અને બીજા શાંત અને સ્વસ્થ દેશમાં વસવાટ કરવો ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ હિતાવહ ગણાય. ૭) જ્યાં વારંવાર દુકાળો (અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ) પડતા હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. ૮) જ્યાં જુગારીઓના અડ્ડા વગેરે હોય, દારુનાં પીઠાં વગેરે હોય તેવા સ્થાનમાં ન રહેવું. એટલું જ નહિ...પરંતુ એવા સ્થાનમાંથી બને ત્યાં સુધી પસાર પણ ન થવું કારણ કે દુષ્ટ માણસોની દૂષિત અસર આપણા મનને તથા સંતાનોના મનને પણ થવાની મોટી શક્યતાઓ પડેલી છે. ૯) જ્યાં સદ્ગુરુદેવો તથા સાધર્મિકોનો સંસર્ગ મળવાની શક્યતા ન હોય તેવા સ્થાનમાં પણ ન રહેવું. ૧૦) જે સ્થાનમાં ધર્મ સાધવામાં અને અર્થ અને કામ પુરુષાર્થની ધર્મ દ્વારા નિયંત્રિતપણે થતી પ્રવૃત્તિમાં બાધા પહોંચે...વિઘ્ન ઊભું થાય તેવું સ્થાન અયોગ્યઉપદ્રવવાળું કહેવાય. તેવા સ્થાનનો ત્યાગ કરવો. ઉપર જણાવેલાં કારણોવાળાં સ્થાનનો ત્યાગ કરવો તે વિવેકી માણસનું કર્તવ્ય છે. ઉપર જે મુદ્દાઓ જણાવ્યા છે તેમાંના ઘણા મુદ્દાઓ મોત કે ધન-નાશ ન થવા પામે એ દૃષ્ટિકોણને નજરમાં રાખીને જણાવાયા છે. તો સવાલ થાય કે મોતથી આટલા ડરવાની શી જરુર ? મોતથી ડરવાની વાત કાયરતા નથી ? વાત બરાબર છે. ઉપલક દૃષ્ટિએ વિચારતાં એમ લાગે કે મોતથી ડ૨વાનું શું ? અને તેટલા માત્રથી સર્પ કૈ ચૌરાદિના ભયવાળા સ્થાનથી ભાગી છૂટવાનું શા માટે ? પણ આ વિચાર સૂક્ષ્મ-દૃષ્ટિથી કરવામાં આવે ત્યારે ખોટો સાબિત થયા વગર નહિ રહે. ઉપદ્રવવાળા સ્થાનમાં રહેવામાં કે ઊભા રહેવામાં હિંમત કે બહાદુરી નથી, પરંતુ નાદાનિયત છે, નાસમજ છે, અવિવેકિતા છે. એક વાત બરાબર ધ્યાનમાં રહે કે આપણને મળેલો માનવભવ એ મામૂલી નથી. ઘણો મૂલ્યવાન છે. અને એવા માનવભવ દ્વારા તો ધર્મઆરાધનાની અતિ ઉત્તમ તકોને સાધી લેવાની અને એ રીતે મુક્તિમાર્ગમાં આપણે વેગપૂર્વક આગળ ધપવાનું છે. ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ આથી આપણું કોઇ પણ પગલું એવું ન હોવું ઘટે કે જે આપણી ધર્મસાધનાને ધક્કો પહોંચાડનારું બને. મળેલા માનવભવ અને માનવદેહનાં મૂલ્ય કરોડો-અબજો રૂપિયાના ધન કરતાં ઊંચેરાં છે. આથી એને કોઇ સર્પ કે વીંછીના મામૂલી ડંખથી ખતમ થવા ન દેવાય. એને કોઇ ચોર-ડાકુના ધન-લોભના પાપે નષ્ટ થવા ન દેવાય. એને કોઇ હુલ્લડમાં એસ.આર.પી. ના નવજવાનની ગોળીનો અર્થહીન ભોગ થવા ન દેવાય. એને કોઇ પંજાબના આતંકવાદીના છરા દ્વારા બરબાદ થવા ન દેવાય. “મરવાનું આવે તો પણ ન ડરવું તે જેમ વીરતા છે, તેમ “ગમે તે રીતે, ગમે તેના હાથે અને ગમે તે કારણે નકામા મરી જવું પડે તેવા સંજોગોમાં હાથે કરીને આપણી જાતને મૂકવી, તે નરી મૂર્ખાઇ છે. એકલી બેવફૂફી છે.” હા...કોઈ ધર્મશાસનની રક્ષા કાજે, કોઇ જિનમંદિર કે જિનશાસનની ઉપર આવી પડેલી આપત્તિમાંથી રક્ષક કાજે મરવું પડે તો હસતે મુખડે મૃત્યુને વધાવી લેવાય...તે જરુર શહાદત છે. શૂરવીરતા છે, પરંતુ આપણી પ્રજ્ઞાની ભૂલના કારણે સાવ નજીવા હેતુઓ ખાતર માનવભવને એળે જવા દેવો એ કોઈ પણ રીતે બુદ્ધિમત્તા નથી જ નથી. હીરાનાં પડીકાં લઇને અસાવધાનીથી ઘૂમતાં...ચોર-ડાકુની નજર પડી જતાં....લાગ જોઇને ભર જુવાનીમાં એ દુષ્ટોની બંદૂકની ગોળીનો ભોગ બની જવું પડે...એમાં કઇ બહાદુરી છે ? કોક તો બતાવો. જેનશાસનના સિદ્ધાન્તોમાં ક્યાંય ઝટપટ મરી જવાની વાત નથી. આત્મહત્યા કે આપઘાતને કોઇ પણ રીતે સારો ગણવામાં આવેલ નથી અને ઉપર જણાવ્યાં તેવાં સ્થાનોમાં જાણી-બૂઝીને રહેવું એ હાથે કરીને આત્મઘાત નોતરવાનો માર્ગ છે. સુજ્ઞ પુરુષે તેવું કદી ન કરવું જોઇએ. ઉપર જણાવેલા મુદ્દાવાળા સ્થાનમાં રહેવાથી જેમ મૃત્યુનો કે ધનનાશ વગેરેનો ભય છે તેમ એના કરતાં વધુ ભયંકર ભય સંસ્કારનાશનો છે. ચોર-ડાકુ વગેરેવાળાં અથવા હુલ્લડ-તોફાનો વગેરેવાળાં સ્થાનોમાં રહેવાથી આપણા જીવનમાં પણ ચોર જેવા કુસંસ્કારોની અસર થવા પામે, સંતાનોમાં પણ કુસંસ્કારો પેદા થાય. હુલ્લડ-તોફાનો સતત ચાલતાં હોય ત્યાં આપણને પણ ચિત્તશાંતિ ન રહે. ચિત્તશાંતિ વગર ધર્મ કરવાનું ક્યાંથી સૂઝે ? વળી, સતત તોફાની વાતાવરણ આપણા મનમાં કરી કરે : ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ કે સંતાનોના જીવનમાં પણ સતત ક્રોધાદિ કષાયોની લાગણીઓ ભડકતી રાખે. આ બહુ મોટાં નુકસાન છે. આ રીતે વિષય અને કષાયોથી જો જીવન બરબાદ થઇ જાય તો ચિત્તશાંતિ ક્યાંથી જળવાય ? તો ધર્મઆરાધના શી રીતે થાય ? તો જીવનમાં સુખ અને પરલોકમાં સદ્ગતિ વગેરે શી રીતે મળે ? અને તો મોક્ષનાં સુખો પણ દૂર જ ઠેલાય તેમાં શી નવાઈ ? આમ ઉપદ્રવોવાળાં સ્થાનમાં રહેવાથી પાર વગરનાં નુકસાન થવાની શક્યતાઓ પડેલી છે. સદગુરુ અને સાધર્મિકોનો સંગ ન મળે તેવા સ્થાનમાં પણ કેમ રહેવાય ? સત્સંગ એ જ તો જીવનનો રંગ પલટી નાંખવા માટે બહુ મોટો આધાર છે. જ્યાં સુજનોનો કે સદગુરુનો સંગ નથી તેવા સ્થાનમાં રહેનારાઓ માટે ધર્મ પ્રત્યેની પ્રીતિ કે ધર્મમય આચારની રીતિ પ્રાય: સંભવિત નથી. વિદેશમાં વર્ષોથી વસતા અનેક મહાનુભાવોનાં સંતાનો-જેમના જન્મ પરદેશમાં જ થયા છે, તેમને સાધુ એટલે કોણ ? તેની ખબર નથી. તેમને ઇંડા-માંસ વગેરે ખાવામાં શો વાંધો ? એવા સવાલો થાય છે, જેના સંતોષજનક ઉત્તરો આપનારા કોઈ મળતા નથી. પરિણામે તેઓ ધીરે ધીરે ઇંડા-માંસના ભોક્તા બનતા જાય છે. પોતાનાં માતા-પિતાનો ડર હોય તો છૂપી રીતે તે વસ્તુઓનું સેવન કરનારા બને છે અને તેમનાં સંતાનો થતાં (ત્રીજી પેઢી આવતાં) ઘરમાં જ બધા છૂટથી માંસાહારાદિ કરતા થઇ જશે. આવા આત્માઓ પાસેથી બીજા તો ધર્મના ક્યા સંસ્કારોની અપેક્ષા રખાય ? આ બધી ખાનાખરાબીનું મૂળ...ઉપદ્રવવાળા અથવા સગુરુ વગેરેના સંગથી રહિત સ્થાનમાં વસવાટ કરવો તે જ છે. આથી જ તેવાં સ્થાનોનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આપણી ચિત્તસમાધિ જ્યાં જળવાતી હોય...ધર્મની ભાવનાઓમાં વૃદ્ધિ થતી હોય...કષાયોનો નિગ્રહ અને શુભ આત્મધ્યાન વગેરે થઈ શકતું હોય તેવા જ સ્થાનમાં (દેશમાં) વસવાનો આગ્રહ રાખવો હિતકારી છે. | પૂર્વ | પશ્ચિમ વચ્ચે ફરક પૂર્વ-પશ્ચિમ વચ્ચે ઘણું મોટું અંતર છે. માઉન્ટ એવરેસ્ટ પર પરદેશી હિલેરી અને સ્વદેશી તેનસિંગે જ્યારે પ્રથમ : ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ પગ મૂક્યાં ત્યારે ગિરિવરની ટોચ પર બેય સંસ્કૃતિનો ફર્ક ઉઘાડો પડી ગયો. હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી શરાબની બોટલ ઉઘાડી એક જામ લગાવ્યો અને મોટે-મોટેથી બોલવા લાગ્યો. મેં જીત ગયા ! “મેં જીત ગયા ! હિમાલય કો જીતી ગયા !” તેનસિંગે ઉપર પગ મૂકતાં જ શ્રીફળ વધેર્યું, ગંગાજલ છાંટ્યું અને ગિરિવરને લાખ-લાખ પ્રણામ કર્યા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચે આટલો ફરક છે. કેમ કે લોહીમાં ફરક છે. લોહીના સ્વાદમાં ફરક છે અને લોહીના સંસ્કારોમાં અને ખાનદાનીમાં ફરક છે. એક ગ્લાસથી થયું પરિવર્તન એ જેન દંપતિ અમેરિકામાં રહેતાં હતાં. એક વખત તેઓ કોઈ જગ્યાએ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ જોવા ગયાં. ત્યાં અનેક વસ્તુઓ વચ્ચે એક ગ્લાસ જોયો. આ ગ્લાસ સીકંદરનો હતો. એ ગ્લાસની નીચે લખ્યું હતું... “આ એ ગ્લાસ છે જેમાં સીકંદર રોજ દૂધ પીતો હતો.' - આ જોતાં જ દંપતિને એક નવી જ દિશા મળી ગઇ. તેમણે વિચાર્યું : “આખી દુનિયાને જીતનારો સીકંદર, મોત વખતે બીજું કાઇ તો સાથે ન લઇ ગયો; પણ જે કટોરામાં રોજ દૂધ પીતો હતો એ કટોરો પણ અહીં મૂકીને જતો રહ્યો.” किसीने ठिक ही कहा है: 'मुल्कोंके मालिक थे, सेनाओंके स्वामी थे; सिकंदर जब चल बसे, तब दोनों हाथ खाली थे. માનવી જીવતાં બે હાથે ભલે ગમે તેટલું ભેગું કરતો હોય, પણ મૃત્યુ થતાં ભેગું કરેલું બધું જ અહીં મૂકીને જાય છે. સાથે તો માત્ર પુણ્ય અને પાપ જ આવે છે. પતિ-પત્નિ બંને અમેરિકાને અલવિદા કરી કાયમ માટે ઇંડીયામાં રહેવા આવી ગયાં. ગિરિરાજની નવ્વાણુની યાત્રા કરી. સંસારનાં કાર્યોમાંથી બને તેટલી તેમણે નિવૃત્તિ લઈ લીધી. આખું જીવન ધર્મમય બનાવી દીધું. કોના જીવનમાં ક્યારે પરિવર્તન આવી જાય કંઈ કહેવાય નહિ. ક :: Page #184 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ S ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કર્ક (૧૧ મો મુણ) ડિન નિદનીય કર્મને છાંડીએ... अप्रवृत्तिश्च गर्हिते ॥ (નિશ્વ-પ્રવૃત્તિઓનો ત્યાગ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | જે પ્રવૃત્તિઓ નિન્દાને પાત્ર છે, શિષ્ટ પુરુષોએ જે કાર્યોને, જે ક્રિયાઓને નિન્દાને યોગ્ય ગણાવ્યું છે તેનો ત્યાગ કરવો ઘટે. જો આપણને મળેલા અતિ ઉત્તમ માનવભવને, ઉત્તમ જાતિને અને ઉત્તમ કુળને જો આપણે નિષ્ફળ જવા દેવા માગતા ન હોઇએ તો નિષ્ફળતાના કારણને તજવું જ રહ્યું. એ કારણ છે આપણી નિન્દનીય પ્રવૃત્તિઓ. અતિ વિલાસભર્યું જીવન એ નિત્ત્વ છે. વિલાસી જીવો પ્રાયઃ | વ્યાકુળ હોય છે. જીવનમાં સુખ અને શાંતિ પ્રાયઃ તેમને નસીબ | નથી હોતાં. - સાત વ્યસનોને પ્રેમપૂર્વક સેવનારા અંતરના વિશિષ્ટ આનંદના ભોક્તા નથી હોતા. દારુ-જુગાંરે-શિકાર-માંસાહાર-પરસ્ત્રીગમનવેશ્યાગમન અને ચોરી એ એક-એક પાપો જીવનનાં તમામ સુખનો અને આનન્દનો સર્વનાશ નોતરી શકવા સમર્થ છે. - નિન્દ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાની પ્રેરણા આપતું આ ગુણનું વિવેચન વાંચવા અને મનન કરવા જેવું છે. માર્ગાનુસારી આત્માનો અગિયારમાં નંબરનો ગુણ છે : Aી નિન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) Page #185 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં અગિયારમા નંબરનો ગુણ છે: નિર્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ. | નિન્દ એટલે નિન્દનીય. નિન્દનીય એટલે નિન્દાને પાત્ર. લોકમાં જે નિન્દાને પાત્ર ઠરે એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. 1. પૂર્વે છઠ્ઠા નંબરનો ગુણ બતાવેલો : નિન્દાનો ત્યાગ. નિન્દા પ્રાયઃ વચન સંબંધી અશુભ આચાર છે. આથી નિન્દાનો ત્યાગ કરવાથી વચન સંબંધી અશુભ આચારનો ત્યાગ થાય છે. જ્યારે વચન અને કાયા સંબંધી અશુભ આચારનો ત્યાગ, નિન્દ-પ્રવૃત્તિનો ત્યાગ' નામના આ અગિયારમાં નંબરના ગુણના સેવનથી થાય છે. આથી આ ગુણ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. નિન્ય કોની અપેક્ષાએ ? સવાલ એ થાય કે નિદાને પાત્ર કોની અપેક્ષાએ ગણાય ? એમ તો સમાજમાં એવા કેટલાક ધર્માચારો પણ છે જેને કેટલાક લોકો નિર્દનીય ગણે છે. જેમકે કોઇ વૈષ્ણવ કે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી મનુષ્ય કપાળ ઉપર મોટો પીળો ચાંલ્લો કરીને જતો હોય તો આજના કેટલાક જમાનાવાદી લોકો તેની હાંસી ઉડાવતા હોય છે. તો શું ચાંલ્લો કરવો તે નિન્દ-પ્રવૃત્તિ ગણાય ? એ જ રીતે માથે પાઘડી પહેરવી કે ધોતિયું પહેરવું તે આજના લોકોને મન હાસ્યાસ્પદ લાગે છે. (અને એટલે જ તો ધીરે ધીરે પાઘડી અને ધોતિયું નષ્ટપ્રાયઃ થઇ ચૂક્યાં છે ને ?) તો શું તેને નિન્દ-પ્રવૃત્તિમાં ગણવાં ? આનાથી ઊલટું કેટલાક એવા આચારો આજે સર્વમાન્ય જેવા થઇ ગયા છે તો શું તે ખોટા હોય તો પણ તેને અનિન્દ (નિન્દાને અપાત્ર) ગણવા ? જેમકે સિનેમા જોવાં, પત્તાં રમવાં, પત્તાંનો જુગાર રમવો, ઇન્કમટેક્ષ વગેરેની ચોરી કરવી, પરસ્ત્રીઓ સાથે અમુક પ્રકારની કલબો વગેરેમાં નાચવું...આ બધું ખૂબ વ્યાપક બનતું ચાલ્યું છે. તો તેને શું નિન્દ ન ગણવું? શિષ્ટોને અમાન્ય તે નિજોઃ આ સવાલનો જવાબ એ છે કે મનુષ્ય લોકમાં શિષ્ટ પુરુષો ગણાતા હોય તેના આચરણ પ્રમાણે વર્તવું તે અનિન્દ અને તેનાથી વિરુદ્ધ વર્તવું તે નિન્દ.. ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ પુરુષો એટલે સજ્જન, સદાચારી, ધર્મના નીતિ-નિયમોના જાણકાર અને યથાશક્યના આરાધક, આવા પુરુષો કહે તે પ્રમાણે વર્તવું. તેમના આચારને અનિન્દ ગણવો તે જ બુદ્ધિમાનનું કર્તવ્ય છે. શાસ્ત્રો પણ વાદ-વિવાદથી જ્યારે નીવેડો ન આવે તેવી વાતમાં “શિષ્ટ કહે તે પ્રમાણ” કહીને શિષ્ઠ પુરુષોના વચનને અત્યંત પ્રામાણિક ગણાવે છે. આનો અર્થ એ થયો કે અપેક્ષાએ શાસ્ત્રો કરતાં પણ તે તે વિષયના અનુભવી પુરુષો-શિષ્ટ પુરુષોનું આચરણ વધુ સન્માનનીય ગણાયું છે. માટે જ કહેવાયું છે ને..“મહાજનો યેન ગતઃ સપન્થા” જે માર્ગેથી મહાજન (મોટો પુરુષ-શિષ્ટ પુરુષ) ગયા હોય તે માર્ગ કહેવાય.” શિષ્ઠ પુરુષો સર્વ કાળે, સર્વ સમાજમાં હોય જ છે. માત્ર તેને આપણી વિવેક દૃષ્ટિથી શોધી કાઢવાની જરૂર છે. જો આપણી વૃત્તિ નિન્ય પ્રવૃત્તિઓને જીવનમાંથી કાઢી નાખવા માટે પ્રબળ હશે તો આપણને સુયોગ્ય પુરુષો (શિષ્ટ પુરુષો) મળી જ રહેવાના. આથી શિષ્ટો ક્યાં શોધવા જવા ? એવો પ્રશ્ન પણ ઊભો થવાનો અવકાશ જ રહેવા પામતો નથી. આવા શિષ્ટ પુરુષો દ્વારા જે આચારોને-પાપોને તજવા જેવા ગણાયાં છે તેનો જીવનમાં ત્યાગ કરવો તે એક મહાન કર્તવ્ય છે. જેણે સારા (ઉત્તમ) માણસ તરીકેનું જીવન પણ જો સારી રીતે જીવવાની ઇચ્છા હોય તો તેણે શિષ્ટોને અમાન્ય એવી નિન્દ-પ્રવૃત્તિઓનો જીવનમાંથી ત્યાગ અવશ્ય કરવો ઘટે. ઉત્તમ ભવ, જાતિ અને કુળ કેમ નિષ્ફળ ? કેવો મહાન મળ્યો છે આપણને માનવ-ભવ ! કેવી મહાન મળી છે આપણને માતા સંબંધી જાતિ ! કેવું ઉત્તમ મળ્યું છે આપણને પિતા સંબંધી કુળ ! આ બધું જ ઉત્તમ મળવા છતાં જો એને આપણે સફળ ન કરી શકીએ તો તેનું અતિ મહત્ત્વનું કારણ એ જ હોય કે શિષ્ટ પુરુષોએ અમાન્ય કરેલા અયોગ્ય (નિન્જ) આચારોને આપણે જીવનમાં સ્થાન આપ્યું ! અને આ જ કારણે મળેલા ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ આર્ય દેશ, આર્ય ભવ, આર્ય જાતિ અને આર્ય કુળ આ તમામ આપણા માટે સરિયામ નકામાં નીવડ્યાં. જેણે પોતાના વ્યવહારમાં, પોતાના સમાજમાં, પોતાની જ્ઞાતિ વગેરેમાં ઊંચું મોભાસરનું જીવન વિતાવવું હશે એણે નિન્દનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો જ છૂટકો છે. જેના જીવનમાં ભરપૂર વિલાસિતા, નકરો ભોગાભિલાષ, સામાજિકધાર્મિક નીતિઓના નિયમોના-નિયત્રણોથી મુક્ત સ્વચ્છન્દ- વિહારિતા વગેરે નિત્ત્વ પ્રવૃત્તિઓ હશે તેનું સમાજમાં કશુંય મોભાદાર સ્થાન રહેતું નથી. તેનો આ ભવ બરબાદ થાય છે...ધનથી, પ્રતિષ્ઠાથી, આરોગ્યથી અને કૌટુંબિક સુખશાંતિથી....અને તેવાઓનો પરભવ પણ ખતમ થઇ જાય છે, સદ્ગતિઓથી...! જેને આ લોકમાં સુખ-શાંતિ કે સન્માન ન મળે અને પરલોકમાં સારી ગતિ (માનવ કે દેવ ગતિ) ન મળે તેવા આત્માઓના માનવજીવનની શી કિંમત ? ધૂળ જેટલી. અનિયંત્રિત ભોગવિલાસ ભરેલું જીવન જીવનનો થોડોક જ સમય સુખ (અલબત્ત...તે સુખ પણ ભ્રાન્ત સાચું નહિ...) આપે છે. બાકી અતિ દીર્ધકાળ તેના કટુ પરિણામનો ભોગ થવું જ પડતું હોય છે. અતિ વિલાસી માણસો સુખી નથી ? પ્રાયઃ અતિ વિલાસી અને સ્વચ્છંદી માણસોનાં મન સંતૃપ્ત હોતાં નથી. તેઓ ખરા અર્થમાં સુખી હોતા નથી. તેમને કૌટુંબિક જીવનમાં શાંતિનો અનુભવ થતો હોતો નથી. કાં તો તેમની પત્ની અત્યંત કજિયાળી હોય છે, કાં તો સંતાનો ઉન્માર્ગગામી હોય છે અથવા ઉદંડ અને ઉચ્છખેલ હોય છે. કાં તો એવા માણસો ગવર્નમેન્ટની મુશ્કેલીઓમાં સતત અટવાતા રહીને માનસિક રીતે અતિ વ્યાકુળ હોય છે. આમ પ્રાયઃ એમના જીવનમાં સુખ-શાંતિ હોતાં નથી. માતા અને પિતાના જીવનમાં અસદાચાર વગેરેનાં મોટાં પાપો હોય તો તેમનાં સંતાનોમાં પણ તેઓ ન ઇચ્છતા હોય તો પણ અકાળે એ દુર્ગુણોનું પ્રતિબિંબ ઝીલાઈ જતું હોય છે અને ત્યારે માતા-પિતા માટે માથાના શૂળ જેવી ચિંતાઓ વ્યાપ્ત બની જતી હોય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ જો તમારી દીકરી ભરયૌવનમાં, લગ્ન થતાં પૂર્વે જ, કોઈ અનાચાર આદિના આડા માર્ગે ફંટાઈ ગઈ હોય તો શું તમારા જ જીવનની કોઇ ગંભીર ભૂલોનું તે પરિણામ ન હોઈ શકે ? શું તે આંતરનિરીક્ષણ કરવા જેવો વિષય નથી ? જો તમારી નજર પરસ્ત્રીઓ તરફ વિકારભરી બની જતી હશે તો એની અસર તમારા સંતાનોમાં નહિ આવે શું ? જો તમારા જ જીવનમાં ચોરી, જુગાર અને મદિરાપાન વગેરે પાપો પ્રવેશી ચૂક્યાં હશે તો તેનું પુનરાવર્તન તમારા દીકરાદીકરીઓમાં ન જ થાય તેમ તેમ કહી શકાય? અને છતાં જો તેવું ન બને તો તમે આશ્ચર્ય પામજો અને માનજો કે તમારા કોઈ પૂર્વજોના પુગ્યે જ તમારાં સંતાનોને બચાવી લીધાં છે. બાકી તમારું ચરિત્ર તો તેમને તે પાપો તરફ ચોક્કસ ખેંચી જાત. " ઊંધા ગણિતની ભ્રમ-જાળ છોડો : મૂળ વાત એ છે કે વર્તમાન જગતમાં ભોગવાદ એટલો ભયંકર વર્યો છે કે માણસ સુખનાં સાધનો તરફ આંધળો-ભીંત થઇને દોડયો છે અને વર્તમાન દુનિયાનું ગણિત પણ સાવ ઊંધું જ છે ને ? જેમ જેમ જેની પાસે ભોગસુખોની સાધનસામગ્રી વધારે તેમ તેમ તે માણસ મોટો...અને જેની પાસે ભૌતિક સુખસામગ્રી ઓછી તેમ તે માણસ નાનો...આવાં ઊંધાં ગણિતોના કારણે આજનો માણસ વધુ ને વધુ ભોગ-સાધનોને વસાવી લેવાની રોકેટ-સ્પર્ધામાં સહુની સાથે જોડાઈ ગયો અને તેથી જ તેને ન કરવા જેવાં કામો...નિન્દ-પ્રવૃત્તિઓ કરવી પડી. જો ઊંધા ગણિતની ભ્રમજાળમાંથી તમે મુક્ત બનીને થોડીક આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરશો તો તમને તમારી મૂર્ખતા સમજાયા વગર નહિ રહે. - કેટલાં વર્ષોની આ જિંદગી ! ૫૦-૬૦-૭૦ વર્ષ ! એમાંય કેટલાં વર્ષો જેટલો કીમતી સમય ખાવામાં, પીવામાં, ઊંઘવા વગેરેમાં વ્યર્થ ચાલ્યો જાય છે !! તો કેટલાં વર્ષનાં ભોગસુખો માટે આવાં ઘોર નિત્ત્વ પાપો આચરવાનાં? અને અંતે એ બધાનું પરિણામ ? નિંદનીય પ્રવૃત્તિઓના આચરણથી આ ભવમાં લોકોમાં બદનામી ! તુચ્છતાની પ્રાપ્તિ ! સજ્જન તરીકે આ આપણી છાપ ધોવાઇને સાફ ! જીવનનું પાપના માર્ગે Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રયાણા અને અંતે નરકાદિ દુર્ગતિઓના બારણે ટકોરા ! અનેક પ્રકારના ઘોર અનર્થોને નોતરનારાં અને જીવનમાં અપયશ-અપકીર્તિને અર્પનારાં...સંતોનોનાં જીવનમાંય ઊલટા આદર્શોને જાણે-અજાણે ઊભા કરનારાં...નિન્દ-પાપોને જીવનમાંથી દેશવટો આપજો. એનાથી ઉત્પન્ન થનારાં અતિ કટુ પરિણામોનો વિચાર કરવામાં આવે તો પ્રાયઃ તે પાપોને છોડવાનું કામ ભારે કઠણ તો નહિ જ લાગે ! કોઇ પણ વસ્તુનાં મૂળ-ઊંડાં પરિણામોનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરાય તો તેની સાર-અસારતા આપણને જરૂર સમજાય અને એકવાર વસ્તુની સાર-અસારતાનું ભાન થયું પછી અસારનો ત્યાગ કરવાનું અને સારનો સ્વીકાર કરવાનું કામ પ્રાયઃ સહેલું જ બની જતું હોય છે. સાત વ્યસનો : જેને આર્યદેશના તમામ ધર્મોએ, તમામ શાસ્ત્રોએ એકમતે વ્યસનરૂપ ગણાવેલાં છે, અને જેનાથી જીવનનો ભયંકર વિનિપાત સર્જાય છે. જેનાથી જીવનની શાંતિ, મૃત્યુ સમયની સમાધિ, પરલોકમાં સદગતિ અને પરંપરાએ મળનારી મુક્તિ આ તમામનો અસંભવ થાય છે તેવાં સાત મહાવ્યસનો આ પ્રમાણે છે. - (૧) દારુ (૨) માંસ (૩) શિકાર (૪) જુગાર (૫) પરસ્ત્રીગમન (૬) વેશ્યાગમન અને (૭) ચોરી (૧) દારુ : માનવજીવનની સઘળી ખાનાખરાબીનો સર્જનહાર દારુ છે. એકવાર જે દારૂની લતે ચડ્યો તે પડ્યો જ સમજો. તેનો વિનિપાત ક્યાં જઇને અટકે તેનો કોઇ ભરોસો નહિ. દારુ પીવાથી જીવનમાં બાકીનાં તમામ વ્યસનો પ્રવેશી જવાની પૂરી શક્યતા છે. કેમ કે દારુ પીવાથી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને અવિવેકી માણસ ક્યાં પાપ ન કરે એ જ પ્રશ્ન. દારૂડિયાને ભૂખ ઘણી લાગે તેથી તે માંસાહાર વગેરે પણ કરે. દારુથી વિકારો વધે એથી તે સ્વસ્ત્રીથી સંતુષ્ટ ન હોય. આથી પરસ્ત્રી અને વેશ્યા સંબંધી અસદાચાર તેનામાં ચોક્કસ પ્રવેશે. છે Page #190 -------------------------------------------------------------------------- ________________ દારૂડિયાને દારુ પીવા અને અસદાચારનાં પાપો કરવા પૈસાની સખત જરુરત પડે તેથી તે ચોરી પણ કરે અને અવસરે જુગાર પણ રમે...અને દારુ.. માંસ આદિના ભક્ષકના મનમાં હિંસકતા હોય તેથી તેનામાં શિકારનું પાપ પણ પ્રવેશ્યા વગર ન રહે. આમ, દારુનું વ્યસન અતિ ભયંકર છે. તેનો ત્યાગ, પરલોકમાં સદ્ગતિ પામવા તો ઠીક, પણ આલોકનાં સુખ, શાંતિ અને પ્રસન્નતાની ખાતર પણ ખૂબ જરૂરી છે. વાલકેશ્વરના બેનની વ્યથા : વાલકેશ્વરના તે બેનની કથા યાદ આવે છે. જેની વ્યથા સાંભળતાં એક મુનિવરની આંખ આંસુ-ભીની બની હતી. તે બેન રડતાં રડતાં કહે. “સાહેબજી ! શું કરું ? ઘરે અઢળક પૈસો છે. ત્રણ ગાડીઓ છે. નોકર-ચાકર છે. સંતાનો પણ ડાહ્યાં છે. પણ “એમનામાં” (પતિમાં) એક એવું મોટું દૂષણ છે : દારુ પીવાનું, જેણે અમારા સંસારને સળગાવી નાખ્યો છે. “રાત્રે મોડા આવે, દારૂ ઢીંચી ઢીંચીને. ભાન રહે નહિ. જેમ તેમ ગાળો બોલે. બાળકો નાનાં છે. ઘણીવાર ઊઠી પણ જાય. તેની સામે જ મને મારઝૂડ કરે. બાળકોને પણ ખૂબ મારે. આ બધાથી ઘરનું વાતાવરણ કલૂષિત થાય. ઉપરાંત બાળકો ઉપર વિપરીત સંસ્કારો પડે. સાહેબજી ! શું કરું ? કાંઇ સમજાતું નથી. લાખો રૂપિયા ઘરમાં હોવા છતાં આ દારુના દેત્યે અમારું જીવન પાયમાલ કરી નાખ્યું છે...' દારુએ પત્નીનું મોત આપ્યું? આવી જ એક વ્યથાભરી કથા છેઃ બીજા એક જૈન બેનની.. તેમનો ફ્લેટ પણ વાલકેશ્વરના વૈભવી-વિસ્તારમાં. પતિ દારુનો ખૂબ વ્યસની. બેન વારંવાર સમજાવેઃ દારુ છોડી દો. આપણા કુટુંબનું આનાથી સત્યાનાશ થશે. પણ પેલા ભાઇ ન માને. ઉપરથી પત્નીને ખૂબ મારે-પીટે. એકવાર મોટી ચૌદસનો દિવસ. પત્ની પ્રતિક્રમણ કરવા જતી હતી. ત્યાં જ પેલા સાહેબ (!) દારુના પેગ ચઢાવીને આવ્યા. પત્નીએ જ બારણું ખોલ્યું. પતિની હાલત જોઇને તેનાથી ના રહેવાયું. તે બોલી: “આજ મોટી ચૌદસના દિવસેય ભાન ન રહ્યું. Page #191 -------------------------------------------------------------------------- ________________ આજે તો પીધા વગર આવવું” તું.” પતિને ચઢ્યો ગુસ્સો. તેણે પત્નીનું બાવડું ઝાલ્યું. ખેંચીને બેડરુમમાં લઇ ગયો. અંદરથી “લોક' કરી દીધું. “લે રોજ મને ઉપદેશ આપે છે ને, દારુ નહિ પીવાનો. આજે તને જ દારુ પાઉં.” આ પત્ની કહે: “આ શું કરો છો ? આજે મારે ચૌદસનો ચોવિહાર-ઉપવાસ છે અને તમને આ શું સૂઝે છે ?” પતિ કહે: “બેસ છાનીમાની. આજે તને નહિ છોડું.” અને પતિએ જબરજસ્તીથી દારુની બોટલ પત્નીના મોમાં ખોસી દીધી અને તેણીને દારુ પાયો. પોતાના વ્રતનો-ઉપવાસનો ભંગ, અને તેય ચૌદસના દિવસે દારુ પીવા દ્વારા...આ આઘાતને પત્ની જીરવી ના શકી. તેણે રાત્રે જ આત્મહત્યા કરી અને મોતને ભેટી. દારુનું પાપ કેટલું ભયાનક ! એનું આનાથી વધારે દુ:ખદ દષ્ટાંત બીજું ક્યું મળે ? જો કે આ બેને ભરેલું આત્મહત્યાનું પગલું...ચોક્કસ ખોટું હતું ! મરવાથી કાંઈ કોઈ આપત્તિનું નિરાકરણ થોડું જ થાય છે ? પરંતુ તે બેન એ આઘાતને જીરવી ન શક્યાં માટે જ તેમણે તે પગલું ભર્યું. બાકી માનવભવને આમ અકાળે બરબાદ કરવો તેને શાસ્ત્રકારો કોઇ પણ સંજોગોમાં ઉચિત ગણાવતા નથી. વાત છે દારુના વ્યસનની ભયંકરતાની ! જેણે જીવનને સમૃદ્ધ કરવું હોય...સગુણોની સુવાસથી ભરપૂર બનાવવું હોય...અને શાંતિ તથા સ્વસ્થતાથી પરિપૂર્ણ કરવું હોય...તેણે દારુ જેવા દેયને જીવનમાંથી દેશવટો આપવો જ ઘટે. (૨) માંસાહાર : માંસાહાર પણ અતિ ભયંકર પાપ છે. પંચેન્દ્રિય જીવોનો (ગાય, ભેંસ, બળદ, બકરી, બકરાં, મરઘાં વગેરે પ્રાણીઓનો) દેહ-નાશ કર્યા બાદ જ માંસાહાર થાય છે. આથી આવા જીવોનો નાશ કરનારા તથા આવા જીવ-નાશમાંથી ઉત્પન્ન માંસનો આહાર કરનાર નરકગામી બને છે. માંસાહાર કરનારમાં ક્રૂરતા, હિંસકતા વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ માંસાહારી તામસી-ક્રોધી પ્રકૃતિનો હોય છે. માંસાહારથી આરોગ્ય વગેરેને પણ હાનિ પહોંચે છે. માંસાહાર કરવો એટલે જીવોની હત્યા કરીને તેને માટે કબ્રસ્તાન રૂપ આપણું પેટ બનાવવું. માંસાહારી બળવાન હોય છે અને માંસમાં વિટામિન વધારે હોય છે.”, વગેરે માન્યતાઓને આજના અનેક ડોકટરોએ જૂઠી સાબિત કરી દીધી છે. આમ અનેક દૃષ્ટિએ માંસાહાર વર્ષ છે. (૩) શિકાર : શિકાર પણ અતિ ઘોર હિંસારુપ હોવાથી ત્યાજ્ય છે. બીજા જીવોનીપ્રાણીઓની હત્યા કરવી તેમાં બહાદુરી નથી. માનવ બનીને બીજા પ્રાણીઓની રક્ષા કરવી તે આપણું કર્તવ્ય છે. અલબત્ત, આજે શિકારનું પાપ ખાસ જોવામાં આવતું નથી. તેથી તેના બદલે જેનામાં પશુ-પક્ષીઓ વગેરેની ક્રૂર હિંસાઓ થતી હોય...તેવા જીવહિંસાજનક અથવા જીવહિંસાને પ્રોત્સાહન આપનારા ધંધા વગેરેને શિકાર'માં ગણાવી શકાય. | શિકાર (જીવહિંસા)-માંસાહાર ભાઈ-ભાઈ જેવા છે. જે માંસાહારનો શોખીન હશે તેને જીવહિંસા કરતાં ખચકાટ નહિ થાય. બીજાઓ પણ જે જીવહિંસાનાં પાપો કરતા હશે તેને તે ખોટાં નહિ માને, આથી શિકાર અને માંસાહાર બંને ત્યાજ્ય છે. જૂના જમાનામાં જૈન અગ્રણીઓની અને મહાજનની ગામોમાં ખૂબ સત્તા રહેતી. જૈન નગરશેઠોની અને મહાજનની આમન્યાને તોડીને પર-કોમના નીચેના વર્ગના માણસો પણ હિંસાદિ પાપોને ખુલ્લેઆમ આચરી શકતા નહિ. મહાજનનો તેમને ડર લાગતો. “ગામનું મહાજન જો વિફરશે તો ?” આવો તેમને ભય રહેતો. મહાજનની સચોટ સત્તા : સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક વાઘરીએ ખુલ્લેઆમ એક તેતર પક્ષીનો શિકાર કર્યો અને મહાજનની સત્તાને જાણે પડકારવા માટે જે તેણે તે તેતર પક્ષીને રસ્તાના ચોકમાં દોરી બાંધીને લટકાવ્યું. ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ગામનું જૈન મહાજન ભેગું થયું અને વિચાર કર્યો: “જો આ વાઘરીને તેના પાપની સજા કરવામાં નહિ આવે, તો એકવાર આમન્યા તૂટતાં બીજા અનેક લોકો હિંસાદિ પાપો બેફામપણે આચરતા થઈ જશે. મહાજને નિર્ણય કર્યો કે, “જ્યાં સુધી વાઘરી માફી ન માગે ત્યાં સુધી તમામ જૈનોએ દુકાનો બંધ રાખવી.” વેપારીઓની દુકાનો બંધ થઇ. વાઘરી વગેરે ગરીબ-કોમના લોકો રોજેરોજ અનાજ-કરિયાણું અને મીઠું-મરચું ખરીદીને જીવન ચલાવતા. આથી વેપારીની દુકાનો બંધ થતાં સહુને ભારે તકલીફ પડવા લાગી. આમ છતાં પેલા વાઘરીએ મહાજન પાસે માફી ન જ માગી. વાઘરી-કોમે પણ તેને સાથ આપવા માંડ્યો. તેમણે વિચાર્યું કે વાણિયાઓ ક્યાં સુધી દુકાનો બંધ રાખશે. અંતે તો કંટાળીનેય ખોલશે ને ? પણ આ બાજુ મહાજન પણ મક્કમ રહ્યું. દુકાનો ન જ ખોલી તે ન જ ખોલી. આમ કરતાં ઓગણીશ દિવસ પસાર થઈ ગયા. હવે વાઘરીઓ કંટાળ્યાઃ “ક્યાં સુધી આમ ને આમ જીવશું ?” એમનેય બાળ-બચ્ચાંનો પરિવાર હતો ને ! આથી છેવટે પેલો વાઘરી મહાજનની માફી માગવા તૈયાર થયો અને માફી માગી, હવે પછી આવી રીતે હિંસા નહિ જ કરું, તેવી કબૂલાત આપી. ત્યાર બાદ મહાજને દુકાનો ખોલી. આના કારણે આખા ગામમાં મહાજનની એવી ધાક બેસી ગઈ કે ત્યાર બાદ ગામનો કોઇ માણસ ક્યારેય આ રીતે પ્રાણીઓનો વધ કરી શકતો નહિ. જો મોટેરાઓના જીવનમાં હિંસાદિ મહાપાપો ન હોય તો જ તેઓ નાનેરાઓ પાસે તેનો ત્યાગ કરાવી શકે છે. જો મોટાઓ (મહાજન) જ હિંસાદિના ધંધાઓ કરતા હોય તો નીચેના વર્ગના માણસો પાસે તેના ત્યાગની અપેક્ષા જ શી રીતે રાખી શકાય ? (૪) જુગારઃ જુગાર નામનું વ્યસન પણ આલોક અને પરલોક-ઉભયલક માટે અહિતકારી છે. જુગાર પ્રારંભમાં અતિ મીઠો લાગે છે પણ પરિણામે ભયંકર છે-દારુણ છે. જીવનની ઘોર બરબાદી નોતરનાર જુગારના પનારે પડવા જેવું નથી. ક * ** ** Page #194 -------------------------------------------------------------------------- ________________ એક પ્રસંગ ક્યાંક વાંચેલો : એક યુવાન જુગારના અડ્ડા પાસેથી ઘણીવાર પસાર થતો. તેને ઘણીવાર જુગાર રમવાનું મન થતું પણ તે કુળની ખાનદાની અને શરમથી ૨મતો નહિ. એક દિવસ બીજા જુગારીઓએ તેને રમવા માટે અતિ આગ્રહ કર્યો. તેનું મન લલચાઇ ગયું ‘‘એક દિવસ રમી લેવામાં શું થઇ જવાનું છે ?'' અને તે લલચાયો. જુગાર રમવા બેઠો. પેલા જૂઠ્ઠા મિત્રોએ તેને પીવા દારુ મંગાવ્યો. પણ તેણે ન પીધો. જુગાર રમવાનું શરુ થયું. માત્ર પંદર મિનિટમાં તે રુપિયા બે હજાર કમાઇ ગયો. પેલા મિત્રોએ જુગાર રમવાનું બંધ કર્યું. બે હજાર રુપિયા લઇને પેલો બહાર નીકળ્યો. તેના મનમાં પ્રસન્નતાનો પાર નથી : “આટલા બધા રુપિયા ! આખો મહિનો નોકરી કરીને પણ ન મળે એટલા રુપિયા માત્ર પંદ૨ મિનિટમાં મળ્યા !'' એણે વિચાર્યું રોજ અહીં આવવું અને જુગાર રમવો. હકીકતમાં આ સાચી જીત નહોતી પણ પેલા મિત્રો તરફથી જાણી-બૂઝીને અપાયેલી જીત હતી કારણ તે કુમિત્રો પેલા યુવકને રોજ જુગાર રમતો કરવા માગતા હતા. પેલા ભોળા યુવકને આની ગતાગમ ન હતી. બીજા દિવસથી પેલો યુવક રોજ જુગારના અડ્રે આવતો થઇ ગયો. પ્રારંભિક ચાર-પાંચ દિવસ તો યુવક કમાતો ગયો. ૫૦૦ ! ૭૦૦ ! ૧૦૦૦ ! પણ પછી ધીરે ધીરે હાર શરુ થઇ. હવે પાંચ-સાત દિવસ હારે છે તો વળી એક દિવસ કમાઇ લે છે ! પણ આ એક દિવસની જીત તેને વળી પાંચ-સાત દિવસ અડ્ડા ઉપર આવવા માટે બળ પૂરું પાડે છે. આમ કરતાં યુવકને જુગારની લત લાગી ચૂકી હતી. પરિણામ...ભયંક૨ આવી ચૂક્યું હતું. યુવકની જિંદગી જુગારના પાપે બરબાદ થઇ ગઇ. મોડી રાત સુધી જાગવાનું ! જુગાર રમવાનો ! એટલે દારુની બોટલ પણ શરુ થઇ ચૂકી. દારુ અને જુગાર બંનેને માટે પૈસો તો જોઇએ જ ! રોજ રોજ પૈસા ક્યાંથી લાવે ? અને ગમે તેટલા પૈસા પાસે હોય પરંતુ આ લતો જ એવી છે કે ગમે તેટલા પૈસા પણ ખૂટી પડે ! અંતે તે ચોરી કરતો થયો. દારુ...જુગાર...ચોરી અને અંતે પરસ્ત્રીગમન વગેરે પાપો પણ જીવનમાં ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશી ચૂક્યાં ! ઉત્તમ જીવનનો માલિક યુવક પાયમાલીની ઊંડી ખીણમાં ધકેલાઈ ગયો ! ધ્યાનમાં રહે: આ બધાં પાપો પ્રારંભમાં તો પ્યારાં-મીઠાં અને મધુરા લાગતા હોય છે. પરંતુ તેનું પરિણામ ભારે ખતરનાક હોય છે. આથી જો તમારે બચવું હોય તો પહેલા જ તબક્કે તે પાપોને આચરવા ધરાર લાચાર બની જ઼ો. જે પતનની આ પ્રારંભિક પળને ચૂકી ગયો તે જીવી ગયો અને જે આ પહેલી પળે જ બરબાદ થયો...લલચાયો...તે પોતાના ભવ-પ્રાણ ગુમાવી બેઠો. (૫) પરસ્ત્રીગમન અને (૬) વેશ્યાગમન : પરસ્ત્રીગમન અને વેશ્યાગમન..અતિ ઘોર કક્ષાનાં છે આ બે પાપો ! યુવાનીની મોજ માણી લેવા, વાસનાના પૂરને ન નાથી શકનારા માણસો આ બેય પાપોમાં ફસાઈ જતા હોય છે. જો જીવનમાં ખાનદાની અને લજ્જા જેવું કોઇ તત્ત્વ ન હોય તો પ્રાયઃ આ બેય પાપોની લોભામણીથી બચવું અતિ મુશ્કેલ છે. ક્યારેક ખોટા ધર્મી તરીકેનો બિલ્લો લઇને ફરનારા અને મોટા સાધુપુરુષોના ભગત તરીકે ઘૂમનારા માણસો પણ પરસ્ત્રી અને વેશ્યાસંબંધી પાપોમાં ફસાતા જોવા મળે છે ત્યારે આ પાપોની ભયંકરતા સમજાયા વગર નથી રહેતી. પ્રાયઃ પૈસાદારોના જીવનમાં જ આ બે પાપોની સંભાવના વધુ રહે છે કેમકે પૈસાથી જ-પૈસાના લોભથી જ પરસ્ત્રી અગર વેશ્યાઓ પોતાના દેહનેશીલને વેચવા તૈયાર થતી હોય છે. આ દષ્ટિએ એમ કહેવું જોઇએ કે જો પૈસો મેળવીને અંતે જીવનની આ પાપો દ્વારા બરબાદી જ થવાની હોય તો પ્રભુને પ્રાર્થના કરજો કે, “આના કરતાં અમને નિર્ધન તરીકેનું જીવન આપજે. જેના દ્વારા આલોકમાં મારી નિન્દા થતી રહે અને મારો પરલોક પણ ભયાનક બની જતો હોય તેવા પાપમાં તો કમસે કમ મારું જીવન ન પડે.” (૭) ચોરી : ચોરીનું પાપ પણ સાતમા નંબરના વ્યસન તરીકે ગણવામાં આવેલ છે. " જેને એકવાર ચોરી કરવાની આદત પડી પછી તે મોટી ઉંમરે પણ છૂટતી નથી. આ કુટેવ ભયંકર છે. યાદ છે ને પેલું દૃષ્ટાંત ! આસપાસના પડોશીઓને ત્યાંથી નાની નાની ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ ચીજોની ચોરી કરવાની ટેવવાળા પેલા બાળકને તેની માતાએ આ કુટેવથી રોક્યો નહિ પરંતુ તેની તે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. . - પરિણામ એ આવ્યું કે તે બાળક મોટો થતાં મોટો ચોર થયો. લાખો રૂપિયાની ચોરીના ગુના હેઠળ પકડાયો. અંતે તેને ફાંસીની સજા થઈ. ફાંસી થતાં પહેલાં તેને પૂછવામાં આવ્યું. “તારી અંતિમ ઇચ્છા શી છે ?” તેણે કહ્યું “મારી માતાને મારે એકવાર મળવું છે.” તેની માતાને ત્યાં બોલાવવામાં આવી. માતાને દીકરો છેલ્લીવાર ભેટયો ત્યારે તેણે માતાનું નાક કરડી ખાધું. મા ચિત્કાર કરતી નીચે પડી. - જે તેને પૂછ્યું “તારી માતાનું નાક કરડી ખાવાનું અપકૃત્ય તેં કેમ કર્યું?” જવાબ આપતાં ચોરે કહ્યું “કારણ મારી માતા જ મારા મોતનું કારણ છે. બાળપણમાં ચોરી કરવાની મારી આદતને તેણે રોકવાને બદલે પ્રોત્સાહન આપ્યું. તેના જ કારણે હું મહાચોર બન્યો અને આજે ફાંસી પામી રહ્યો છું. જો તેણે બાળપણમાં મને પડેલી તે કુટેવને સુધારી હોત તો આજે આ રીતે હું મોત પામતો ન હોત.” કેટલી સત્ય વાત છે આ ! બાળકોના બાળપણના કુસંસ્કારોને સુધારવાનો જો માતા-પિતા દ્વારા પ્રયત્ન ન કરાય તો તેનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે ! ચોરી નાની હોય કે મોટી તે ચોરી જ છે અને તેથી જ ત્યાજ્ય છે કારણ નાની ચોરી કરવાના કુસંસ્કાર તો ચોક્કસ ખતરનાક જ છે. અદત્ત એટલે બીજાએ (તેના માલિકે) નહિ આપેલી ચીજનું આદાન અર્થાત્ ગ્રહણ કરવું તેનું નામ “ચોરી' છે. આ પ્રકારની ચોરીનો જીવનમાંથી સર્વથા ત્યાગ કરવો ઘટે. વ્યાપાર-ધંધામાં પણ આજે સરકારી કુત્સિત રીત-નીતિઓના કારણે માણસને કરચોરી વગેરેનું પાપ કરવું પડે છે. તે પણ ચોરી તો ચોક્કસ કહેવાય અને તેય છોડવી જ ઘ Page #197 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં જીવનમાંથી તે કરચોરીનું પાપ ન જ છૂટે તોય છેવટે તે સિવાયની બીજા પ્રકારની ચોરીના ત્યાગની પ્રતિજ્ઞા અવશ્ય કરી લેવી જોઇએ. તેવી ચોરી તમે નથી જ કરતા તો તેની પ્રતિજ્ઞા લઇ લેવાથી તેના ત્યાગનો મહાન લાભ મળે છે. આ સાત મહાવ્યસનો લોકમાં નિદિત કાર્યો ગણાય છે. તેનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. . વર્તમાન જમાનાનાં મહાપાપો ? આ ઉપરાંત આજના જમાનાની દૃષ્ટિએ બીજાં પણ અનેક પ્રકારનાં નિદ્ય-કાર્યો છે : ગર્ભપાત કરવો, છૂટાછેડા લેવા, ગંધાતા સિનેમા તેમજ વિડિયો વગેરે જોવાં, કલબો જીમખાનાઓમાં જઇને અનાર્યોની જેમ પરસ્ત્રીઓ વગેરે સાથે નાચવું, ઉપકારી વડીલોની અવગણના-ઉદ્ધતાઈ કરવી, વિશ્વાસઘાત અને ઘોર અપ્રામાણિકતા વગેરે આચરવાં. આ બધાં વર્તમાનકાળનાં નિન્દનીય કાર્યો છે. આ બધાનો ત્યાગ કરવો જોઇએ. જેણે ભારતીય પ્રજાના સંસ્કૃતિના પાલનથી દીપતા જીવનમાં મોટી સુરંગ ચાંપી છે, પ્રજાને ચારિત્રહીન અને નિર્માલ્ય બનાવી છે એવા પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુસરણરુપ આ મહાપાપોથી જીવનને બચાવવું જ રહ્યું. વર્તમાન જીવનમાં ક્ષણિક સુખોની ખાતર જેણે જેણે આ નવા આધુનિક પાપોનો આશરો લીધો છે તેણે પોતાના આત્માનું તો ઘોર અકલ્યાણ કર્યું જ છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ ધમરોળી નાખવામાં સાથ આપીને, અનેક જીવોને અવળું શિક્ષણ (જીવન દ્વારા) આપવા દ્વારા જગતનુંય ઘોર અહિત કર્યું છે. મોજ-શોખની રક્ષા ખાતર ગર્ભપાત ! એક દંપતીની વાત યાદ આવે છે, જેણે લગ્ન કરીને થોડાક જ સમયમાં સ્ત્રીને ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વાર ગર્ભ રહેતાં બીજી વાર પણ “એબોર્શન કરાવેલું. એક મહાત્મા પાસે પોતાના આ પાપનું પ્રાયશ્ચિત્ત કરતાં તે યુવકને મહાત્માએ પૂછ્યું “બે વાર ગર્ભપાત કરાવવાનું કારણ શું ?” ||૧૯૦] ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ - ત્યારે યુવકે જવાબ આપ્યો: “ત્યારે અમારાં તાજાં જ લગ્ન થયેલાં. શરુઆતમાં ૨-૪ વર્ષ તો બહાર હરવું-ફરવું, મોજ-મઝા કરવી હોય, આ બધામાં પેલાં બચ્ચાં અંતરાયભૂત થાય. કોણ એ બધી ઝંઝટમાં પડે ? એટલે અમે ગર્ભપાત કરાવી નાખેલો.” હાય ! કેવી કરુણતા ! જે ધરતીની રેતીના કણેકણમાં જીવોને બચાવવાનીદયાની સંભાવનાઓ પડેલી છે, તે ધરતીનો એક યુવાન પોતાની મોજશોખની વાસના ખાતર પત્નીના પેટમાં રહેલા બાળકની હત્યા કરાવે છે ! આ એક વ્યક્તિની ઘટના નથી. આવાં તો લાખો યુવક અને યુવતીઓ આ ભારતની ધરતી ઉપર આજે ઊભરાઇ ગયાં છે. આને વર્તમાન ભારતની કમનસીબી જ ગણવી કે બીજું કાંઇ ? એટલું ચોક્કસ સારું ગણાય કે તે યુવકને પાછળથી પણ, સગુરુનો સંયોગ થતાં પોતાના તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું મન થયું. એ દૃષ્ટિએ તે યુવક શતશઃ અભિનંદનને પાત્ર છે. જીવનને અનેક પ્રકારની દુષ્ટતાઓથી ભરી દેનારાં આ વ્યસનો અને પાપોનો અવશ્ય ત્યાગ કરવો ઘટે. નિન્ય પ્રવૃત્તિઓને આચરનારો ગમે તેટલો ધનવાન હોય, ભૌતિક સુખસાધનોનો સ્વામી હોય, પણ સજ્જનોની દૃષ્ટિએ તે પૂરો ભિખારી છે. આધ્યાત્મની દષ્ટિએ તે બિચારો રાંક છે. આવા માણસોને આલોકમાં પણ સતત ભય હોય છે અને પરલોક તો તેમનો ભયંકર હોય જ છે. આવા માનવીઓનાં મન નિષ્ફર, ક્રૂર, અને નિર્દય હોય છે અને તેથી જ સજ્જન-શિષ્ટ પુરુષોના સમાજમાં તેમની ઝાઝી આબરુ પણ રહેતી નથી. આ રીતે અનેક દ્રષ્ટિકોણથી વિચારતાં નિર્ધી પ્રવૃત્તિઓનું જીવનમાંથી અવશ્ય ત્યાગ કરવો જોઇએ. ૧૯૧ ક Page #199 -------------------------------------------------------------------------- ________________ ૦ ૧ હજી (૧8 મો ગુણ) - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ” છે. ૦ ૦ ૦ ૦ સોડ પ્રમાણે સેજ તાણીએ व्ययमायोर्चितं कुर्वन्, (ઉચિત-થય) જીવનને જીવવા માટે ધન જરરી છે. ધનનો વ્યય કર્યા વગર જીવન જીવી ના શકાય. પણ એ વ્યય સદવ્યય છે...વ્યય છે..કે દુર્ભય છે તે હંમેશા વિચારવું ઘટે. જે આત્માનું હિત કરે તેવો ધનવ્યય “સદવ્યય' છે. જે જીવન ટકાવવા અનિવાર્ય છે તેવો ધનવ્યય “વ્યય' છે. I I અને... જે મોજ-શોખ અને વૈભવ-વિલાસની પાછળ ખર્ચાય છે તેવો Tધનવ્યય “દુર્ભય' છે. ગૃહસ્થ કેટલો વ્યય કરવો ? તેનું સરસ માર્ગદર્શન આપણને Jઆ ગુણના વિવેચનમાં જાણવા મળે છે. “પૈસો એ સાધ્ય નથી પણ I સાધન છે.” આ વાત જો હૃદયસ્થ બની જાય તો જીવનમાં પ્રામાણિક T બનવું એ અઘરું જરૂર લાગે..પણ અશક્ય તો નહિ જ. “દેવું કરીને પણ ઘી પીઓ આવી માન્યતા માત્ર નાસ્તિકની જ નહિ, પણ દેવાળિયાની પણ હોય છે. સાચા સજ્જનને આવો વિચાર પણ અસ્પૃશ્ય હોય. આથી જ માર્ગાનુસારી ઇન્સાનનો બારમા નંબરનો ગુણ છેઃ ઉચિત વ્યય. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ s ૦ ૦ 0 ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં બારમા નંબરનો ગુણ બતાવ્યો છે ઉચિત-વ્યય. માણસે પોતાની આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવો જોઇએ. આવકઅનુસાર ખર્ચ કરવો તે જ સાચી પંડિતાઇ છે. પેલી પંક્તિને જરા યાદ કરો: पतदेव हि पाण्डित्यं, आयादल्पतरो व्ययः ॥ . વ્યર્થ દૂર કરી સાર્થક આપોઆપ પ્રગટશેઃ અહીં યાદ આવે છે: પ્રસિદ્ધ શિલ્પકાર માયકલ એંજિલોની એક ઘટના. માયકલને રસ્તે ચાલતા જતાં એક પથ્થર ખૂબ ગમી ગયો. એ પથ્થરને તે ઉપાડીને ઘરે લાવ્યો. પોતાની શિલ્પકળા દ્વારા તેણે ટાંકણાંઓ મારીને પથ્થરમાંથી એક નયનરમ્ય મનોહર મૂર્તિ તૈયાર કરી, પછી તે મૂર્તિને કોઈ મ્યુઝિયમમાં મૂકી. હજારો માણસો માયકલની આ મૂર્તિને જોઇને આનંદિત બની ગયા. કોઇકે જ્યારે માયકલને પૂછયું “માયકલ સાહેબ રસ્તે પડેલા એક નકામા જેવા પથ્થરમાંથી તમે આવી મનોહર પ્રતિમાનું નિર્માણ શી રીતે કર્યું. ?” A. માયકલ જવાબ આપ્યો: “ભાઇ સાચું કહું તો હું પ્રતિમાનું નિર્માણ કરતો જ નથી. હું પથ્થરમાં રહેલા વ્યર્થ-ભાગોને ટાંકણાંઓ દ્વારા દૂર કરી દઉં છું એટલે પ્રતિમા આપોઆપ તૈયાર થઇ જાય છે. પ્રત્યેક પથ્થરમાં આવી કોઇ પ્રતિમા છુપાયેલી છે. તે પ્રતિમાને બહાર ઉપસાવી લાવવા તેના વ્યર્થ-ભાગોને દૂર કરવાની જ જરુર હોય છે.” માયકલે જે વાત કહી તે ખરેખર ખૂબ જ સમજવા જેવી છે. જીવનના વ્યવહારમાંથી વ્યર્થ ખર્ચાઓ-નકામી ઉડાઉવૃત્તિને જો દૂર કરી દેવામાં આવશે તો તમારા જીવનમાં પણ એક નયનરમ્ય વ્યક્તિત્વની પ્રતિમા ખીલી ઊઠશે. “સાર્થક અને જરૂરી ખર્ચાઓ જ કરો” એમ કહેવા કરતાં નકામા ખર્ચાઓ દૂર કરો” એમ જ કહેવામાં આવે તો અંતે સાર્થક જ ઊભું રહેશે. વ્યર્થની બાદબાકી કરતાં જે ઊભું રહે તેનું નામ જ છે, સાર્થક. આવું પૈસાનો ઘમંડ જ બોલાવે ? જેના જીવનમાં આવક પ્રમાણે જ ખર્ચ હોય તેનું જીવન સુખી હોય છે. તેનું ચિત્ત પ્રસન્ન હોય છે. તેનું ધર્મધ્યાન વગેરે પણ પ્રસન્નતાપૂર્વક ચાલતું રહે છે. ૧૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ આજકાલ ઘણા માણસો એમ માનતા અને બોલતા હોય છે કે અમે કમાઇએ છીએ અને અમે ખર્ચીએ છીએ, એમાં બીજાને શું ? આવાં વાક્યો બોલનારને છે પૈસાનો ઘમંડ. પૈસાનો પારો જ્યારે માનવમગજનો ભરડો લે છે ત્યારથી જ ભૂલની ભૂગોળ દોરાવાની શરુઆત થઇ જાય છે. જીવનના પાછલા બારણેથી પાયમાલી પ્રવેશ કરી જાય છે...પણ દુર્ભાગી માણસો એના પ્રવેશને પામી પણ શકતા હોતા નથી. ગૃહસ્થ કેટલો વ્યય કરવો ? ગૃહસ્થ અવસ્થામાં રહેલા સંસારી માણસને ધનનો વ્યય તો કરવો જ પડે. પરંતુ તે વ્યય કેવી રીતે કરવો ? કેવા પ્રકારનો વ્યય યોગ્ય કહેવાય તે અંગે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે : ___ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । ગૃહસ્થે પોતાની આવક અનુસાર વ્યય કરવો ઘટે અને વેશ પણ ધનસંપત્તિ અનુસાર પહેરવો ઘટે.” વ્યય કોનું નામ ? પોતાના આશ્રિતોનું, સ્વજનોનું અને નોકર-ચાકર વગેરેનું ભરણ-પોષણ કરવું, પોતાના માટે વસ્તુઓનો ઉપભોગ કરવો, દેવ-પૂજા અને અતિથિ-સત્કાર વગેરે માટે દ્રવ્ય વાપરવું, પોતાની જરૂરિયાતોને પૂરી કરવા ધન ખર્ચવું. આનું નામ વ્યય અને આવો વ્યય પોતાને નોકરી-વ્યાપાર વગેરે દ્વારા પ્રાપ્ત થતા ધનમાંથી ઉચિત રીતે કરવો તેનું નામ ઉચિત-વ્યય. પૈસો સાધ્ય નથી, સાધન છે : વર્તમાનકાળે માનવ-જીવનમાં પૈસો અગિયારમો પ્રાપ્ય બની ગયો છે. એક વાત ચોક્કસ છે કે પૈસો એ જીવન જીવવા માટે અનિવાર્ય છે, પરંતુ આ વાત સતત ધ્યાનમાં રહે કે પૈસો એ સાધન છે, સાધ્ય નથી. પૈસો એ જીવન-વ્યવહારનું માધ્યમ છે. ધ્યેય નથી. જીવનની એ મંઝિલ નથી. પૈસામાં જ જીવવું અને પૈસા માટે જ જીવવું” એ સાચા સજ્જનનું લક્ષણ નથી. કારણ કે જો જીવન પૈસા ખાતર જ જીવવાનું શરુ થશે તો તે પૈસાને મેળવવા કાજે અઢળક પાપો કરતાં પણ મન નહિ અચકાય. ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ “પૈસો છે તો બધું છે..પૈસાથી જ દુનિયામાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. કહ્યું છે ને કે, સર્વે ગુIઃ વાવનાશ્રયન્ત’ આ પ્રકારની માન્યતા ગાઢ મિથ્યાત્વીની હોય, સાચા સજ્જનની નહિ. જ્ઞાની પુરુષો તો ત્યાં સુધી કહે છે કે પ્રામાણિકતાથી મળેલ પૈસાને પણ તમે યોગ્ય-માર્ગે જ ખર્ચો. નીતિથી મેળવેલું ધન પણ ગમે તે રીતે અને ગમે તે માર્ગે ન જ ખર્ચાય. આથી જ તો “માર્ગાનુસારિતાના ગુણોમાં ન્યાયસંપન્નવિભવ' ને જેમ સ્થાન આપવામાં આવ્યું છે તે જ રીતે “આયોચિત-વ્યય' નામના ગુણને પણ ખૂબ મહત્ત્વનો ગણીને સ્થાન અપાયું છે. જો તેમ ન હોય તો ઉચિત-વ્યયને સ્વતંત્ર ગુણ ગણાવીને તેને પાંત્રીશ ગુણો” માં મહત્ત્વ અપાયું ન હોત. ઉચિત એટલે યોગ્ય અને જરૂરી : જીવન-વ્યવહારમાં તમે, જ્યારે જ્યારે અને જે જે ખર્ચ કરો ત્યારે ત્યારે તમારા અંતરને મનોમન પૂછતા રહો કે આ હું જે ખર્ચ કરું છું તે ખરેખર ઉચિત છે ? ઉચિતના બે અર્થ (૧) યોગ્ય અને (૨) જરુરી. જે બાબત અંગે ખર્ચ કરો તે પહેલાં તો યોગ્ય છે ? અને બીજું તે જરૂરી છે ? આ બંને પ્રશ્નોનો જવાબ મનોમન મેળવો. પ્રશ્ન : યોગ્ય હોય છતાં તે જરૂરી ન પણ હોય એવું બને ખરું? યોગ્ય હોય તે જરૂરી હોય જ ને ? ઉત્તર : ના, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક બાબત અંગે ખર્ચ કરવો યોગ્ય હોય પણ જરૂરી ના પણ હોય. દા. ત. શ્રીમંત માણસને પોતાની દીકરીના લગ્ન પ્રસંગે મહેમાન-આમંત્રિતો માટે જમણ રાખવું યોગ્ય જરુર હોય...અને તેથી તે જમણવાર રાખે તેને અયોગ્ય ન કહેવાય. પરંતુ એક ડીશ' સિત્તેર-સિત્તેર રૂપિયાની હોય...એક દિવસના જમણવારની પાછળ તે શ્રીમંત એક લાખ રૂપિયાનો ખર્ચ કરી નાંખે તો તે જરા પણ જરુરી” ના ગણાય. 'દીકરા કે દીકરીના લગ્નમાં જમણવાર રાખવો તે યોગ્ય, પરંતુ એક જમણવારમાં લાખ રૂપિયા ખર્ચી નાખવા તે બિનજરૂરી. Page #203 -------------------------------------------------------------------------- ________________ અને...આ ગપગોળાની વાતો નથી. મુંબઈના વાલકેશ્વરના કરોડપતિઓ ખરેખર આ રીતે લગ્ન-પ્રસંગો પાછળ ધૂમ દુર્વ્યય કરતા હોય છે. ત્રણ ત્રણ લાખ રુપિયા ડેકોરેશનની પાછળ ખર્ચી નાખતા હોય છે. આખરે લગ્નનો ખર્ચ પચીશથી ત્રીસ લાખ રૂપિયાનો થતો હોવાનું પણ સત્તાવાર રીતે સાંભળ્યું છે. આવું માનવાની ભૂલ” ના કરશો ? શું આ બધા ઉચિત-વ્યય છે ? ના..જરાય નહિ. આ તો નિતાંત દુર્થય છે ધનનો. શ્રીમંતોના આટલા ધન-વ્યયમાં તો બસો-પાંચસો સાધર્મિકોના કુટુંબો જીવનભર સ્થિર બની જાય...જો તેમને વ્યવસ્થિત ધંધે લગાડવાની અંદર આટલી રકમ ખર્ચાય તો ! પરંતુ આજના બહુસંખ્યક શ્રીમંતોને આવી બાબતોની કશી જ પડી નથી હોતી, પણ તમે ધ્યાનમાં રાખો કે તમારાં સંતાનો-પાણીના બદલે ફૂટના જ્યુસ પીતાં હોય અને તમારો આલિશાન ફ્લેટ પંચોતેર લાખ રૂપિયાની કિંમત ધરાવતો હોય તેથી આખું જગત સુખમાં મહાલે છે તેમ માનવાની ભૂલ કદી ન કરશો. જાતમાં સાંકડા અને જગત માટે પહોળા બનો : તમારા નકામા ખર્ચાઓમાં જો તમે કાપ નહિ મૂકો તો બીજાઓનાં સુખ ખાતર, બીજાઓનાં ભલા ખાતર તમે ક્યાંથી રકમ ખર્ચી શકવાના છો ? જો તમે ક્યારેક પણ બીજાઓના ભલાનું-ઉપકારનું કાર્ય કરવા ઝંખતા હશો તો તે શક્યતા ત્યારે જ ઊભી થશે...જ્યારે તમે જાતના વ્યવહારમાં પહોળા થવાનું છોડીને સંકોચશીલ બનશો. યાદ રાખો: “જે જાતના વ્યવહારમાં પહોળો તે પરોપકારના કાર્યમાં સાંકડો અને જે જાતના વ્યવહારમાં સાંકડોતે પરોપકારના કાર્યમાં પહોળો (ઉદાર). પોતાના જીવન-વ્યવહારમાં પણ માણસે પોતાની કક્ષા અને યોગ્યતા પ્રમાણે જ ખર્ચ કરવો જોઇએ. ખોટાં દેવાં કરીને ઠાઠમાઠ કરવાનો કે ધામધૂમ, દેખાડો કરવાનો કોઈ અર્થ નથી. તેમ કરવાથી ભવિષ્યમાં તે દેવાની તથા વ્યાજ વગેરેની ચુકવણીમાં મુખ્ય વ્યક્તિ અને તેના કુટુંબીજનો ચિતાની આગમાં સતત શેકાઇ જતા હોય છે. દેવાં ચૂકવવાની ચિંતામાં હોમાયેલા સજ્જન : એક સત્યઘટના છે. ૧૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ તે ગૃહસ્થના મોટી ઉમરે એટલે કે લગભગ પાંત્રીસ વર્ષની વયે લગ્ન થઇ રહ્યાં હતાં. તેમના કુટુંબમાં આ લગ્નનો છેલ્લો પ્રસંગ હતો. તેની પહેલાં તેના બે ભાઇઓનાં અને એકની એક બહેનનાં લગ્ન ધામધૂમથી થઈ ગયાં હતાં. આથી જ તે સગૃહસ્થની ઇચ્છા એવી હતી કે પોતાના લગ્ન સાદાઇથી કરવાં. તેમણે પોતાનાં માતા-પિતા તથા સાસરિયાંઓને સમજાવ્યાં પરંતુ માતાપિતા કહે: “બેટા ! આપણાં ઘરમાં હવે આ લગ્નનો છેલ્લો પ્રસંગ છે. નજદિકના ભવિષ્યમાં કોઈ લગ્ન પ્રસંગ આપણા ઘરે આવનાર નથી, તેથી આ લગ્ન તો ધામધૂમથી જ કરવાં.” સાસરિયાંના પક્ષે છોકરીનો પ્રથમ-લગ્ન પ્રસંગ હતો. આથી તેઓની ઇચ્છા પણ ધામધૂમથી લગ્ન લેવાની હતી. - તે સદગૃહસ્થ બંને પક્ષોને ખૂબ સમજાવ્યાઃ “આ નકામા ખર્ચા છે માટે સાદાઇથી જ લગ્ન કરો તો સારું.” પણ કોઇ ન માન્યા. વડીલોની ખોટી જીદને પોષવા માટે તે સદગૃહસ્થ વીસ હજાર રૂપિયા ક્યાંકથી ઉછીના લીધા. વર્ષો પસાર થવા લાગ્યાં પણ તેઓ દેવું ભરપાઇ કરી ના શક્યા. આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે પેલા સદગૃહસ્થ જેની પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા તેને પોતાનું મોં બતાવી શકતા નથી. આ પરિસ્થિતિ કેમ થઈ ? પોતાની શક્તિનો વિચાર ન કર્યો. પોતાનો પુત્ર ભવિષ્યમાં રકમ શી રીતે ભરપાઈ કરશે તે અંગે કશું જ વિચાર્યા વગર માતાપિતા ખોટી જીદ લઇને બેઠાં. માણસે પોતાની કક્ષા અને યોગ્યતાનો હંમેશા વિચાર કરીને જ પ્રત્યેક પગલું ઉઠાવવું જોઇએ. તમે એકલા જ કેમ ખરીદી માટે આવો છો ? ઘણીવાર સ્ત્રીઓ પોતાના પતિની આવકનો વિચાર કર્યા વગર ખોટો ખર્ચ કરતી રહે છે અને બિનજરુરી-પણ માત્ર શોખની-ચીજો ખરીદીને પતિને પણ નાહકની મુશ્કેલીમાં મૂકતી રહે છે. બેનોએ પણ બિનજરૂરી ખર્ચ ઉપર અવશ્ય કાપ મૂકવો જોઇએ. એક સજ્જન પોતાની પત્નીને લઇને ક્યારેય કોઇ શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા જતા નહિ. કોઇક મિત્રે તેમને પૂછ્યું “તમે એકલા જ કેમ ખરીદી કરવા આવો છો ? ક્યારેક ભાભીને લઈને આવતા હો તો ?' Page #205 -------------------------------------------------------------------------- ________________ પેલા ભાઇએ કહ્યું “ભાઈ ! તમારી ભાભીને લઇને જો ખરીદી કરવા આવું તો મારે ખરીદેલી ચીજોને ઘરે લઇ જવા માટે મોટો ખટારો પણ સાથે લઇને આવવું પડે.” ઘણા શ્રીમંતો પહેરવાનાં બૂટ અને ચંપલની દસ-પંદર જોડીઓ રાખે છે. ઓફિસમાં પહેરવાના બૂટ જુદા, પાર્ટીમાં પહેરવાના જુદા, ધાર્મિક-પ્રસંગે પહેરવાના જુદા. એક માણસને પહેરવા કેટલાં બૂટ-ચંપલ જોઇએ. આ બધો અનુચિત ખર્ચ જ છે ને ? નકામી કુટેવો છોડો ઃ એક પ્રસંગ : એક ભાઈ ઘણીવાર મારી પાસે આવીને ફરિયાદ કરતા: “સાહેબ ! સખત મોંઘવારી છે. આ સંસારમાં તો ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે એવી અમારી હાલત છે.” રોજ ઉપાશ્રયમાં આવે અને રોજ એમનાં રોદણાં રડે. તે ભાઇને સિગારેટ પીવાનું ભારે વ્યસન, મને આ વાતની જાણ થઈ. મેં એક દિવસ કહ્યું “ભાઈ ! તમે રોજ કેટલી સિગારેટ પીઓ છો ?” તેઓ કહે: “સાહેબ ! વીસ-પચીસ તો થઈ જ જાય.” મેં પૂછયું “તેનો કેટલો ખર્ચ આવે ?” જવાબ મળ્યો: “લગભગ ત્રણેક રુપિયા તો ખરા જ.” એટલે મહિને લગભગ 100 રૂપિયાની તો તમે સિગારેટ જ પીઓ છો ?' “છેલ્લા કેટલાં વર્ષથી આ આદત છે ?” જવાબ મળ્યો: “છેલ્લા દસ વર્ષથી.” - હિસાબ માંડીએ તો દસ વર્ષમાં તે માણસે બાર હજાર રૂપિયાની સિગારેટ ફૂંકી મારી. સિગારેટ ફૂંકનારા યાદ રાખે કે તમે સિગારેટ નથી ફૂંકતા. પણ સિગારેટ તમને ફૂંકી રહી છે. તમારા જીવનની બરબાદી કરી રહી છે. જો તમારી આવક ટૂંકી હોય તો તે દૃષ્ટિએ પણ નકામી કુટેવો અને આદતો છોડવી જોઇએ. એકદમ ન છૂટે તે વાત ચોક્કસ સાચી છે. પરંતુ તેને છોડવા બાબત ઉદ્યમશીલ તો રહેવું જ જોઇએ. - 1 ૧૮ * * * Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યસનો, વ્યવહારો અને વાસનાની ગુલામી: વ્યસનો, વ્યવહારો અને વાસનાઓ આ ત્રણના કારણે વર્તમાન સમાજનો ઘણો પૈસો ઉન્માર્ગે જઈ રહ્યો છે. ગરીબો વ્યસનો પાછળ ધનનો દુર્વ્યય કરે છે. મધ્યમ વર્ગ ખોટા વ્યવહારો પાછળ ગજા ઉપરાંત ખર્ચ કરે છે અને શ્રીમંત માણસો વાસનાઓના પોષણ પાછળ પોતાની સંપત્તિને વેડફે છે. જેઓ સમજણપૂર્વક પોતાની આવકનો યોગ્ય ઉપયોગ કરે છે, તેઓ સમાજને મંગલ પ્રેરણા આપનારા બની રહે છે. એક સજ્જનની વાત યાદ આવે છે. એક સજ્જનની ઉચ્ચ વિચારધારા : એ સજ્જનની પ્રામાણિક વ્યાપારી તરીકેની બજારમાં શાખ હતી. તેઓ એક નંબરના જ ચોપડા રાખતા. પોતાની તમામ કમાણી નીતિના રસ્તે જ મેળવતા. નોંધપાત્ર રીતે સુખી હતા. બહારગામ જાય તો ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરી શકે તેવી શક્તિવાળા હતા, છતાં તેઓ સેકન્ડ કલાસમાં જ પ્રવાસ કરતા. ઘણા લોકો તેમને “કંજૂસકાકા' કહેતા. પરંતુ વાસ્તવમાં તેઓ કરકસરિયા હતા. કરકસર અને કંજૂસાંઇમાં ફરક છે. કરકસર એ ગુણ છે, કંજૂસાઇ એ દુર્ગુણ છે. ઉદારતા એ સગુણ છે, ઉડાઉપણું એ દુર્ગુણ છે. પોતાના જીવનના વ્યવહારમાં કરકસર એ કર્તવ્ય છે. પરંતુ બીજાની સાથેના વ્યવહારમાં ઉદારતા એ કર્તવ્ય છે. કોઇક સ્નેહીજને એ સજ્જનને પૂછ્યું “કાકા ! આપ આટલા સુખી છો. છતાં જીવન-વ્યવહારમાં આટલી બધી કરકસર શા માટે કરો છો.” જવાબ આપતાં તેમણે કહેલું કે, “આ આપણું જીવન ઘણા બધાના ઉપકારોના કારણે જીવાઈ રહ્યું છે. આપણે જે અનાજ ખાઇએ છીએ તે આપણે બનાવ્યું નથી. બીજથી ભોજન બનતાં સુધીમાં તો અનેક માણસોએ પોતાના હાથનો પરિશ્રમ તેમાં રેડ્યો છે. કપડાં, ઘર, વગેરે આપણી અનેક જીવન-જરૂરિયાતની ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ચીજો બીજા અનેક લોકોના ઉપકાર દ્વારા પ્રાપ્ત થાય છે. આપણામાં જે શુભ વિચારો અને શુભ-ભાવનાઓ પ્રગટ થાય છે તેમાં પણ દેવ, ગુરુ, ધર્મ, માતા, પિતા, શિક્ષકો, સારાં પુસ્તકો વગેરે અનેકનો આપણા ઉપરનો ઉપકાર કારણભૂત છે. પરોક્ષ અને પ્રત્યક્ષ અનેક રીતે અનેકોના ઉપકાર-ભાર તળે આપણે દબાઈ ગયેલા છીએ. આવા અનેકોના દેવામાં જ્યારે આપણે ડૂબેલા હોઇએ ત્યારે આપણાથી બેફામ ખર્ચ કેમ થાય ? આપણી કમાણી ઉપર માત્ર આપણો જ અધિકાર નથી. આપણા પરિવાર, સગાં-સંબંધીઓ, સ્નેહીજનો, સમાજ, ધર્મ, ધર્મગુરુઓ અને આખી માનવજાતના કલ્યાણ માટે આ સંપત્તિનો વિનિયોગ થવો ઘટે. તો જ તે દેવામાંથી આપણે કાંઇક અંશે પણ ઋણમુક્ત થઈ શકીએ.” “આપણી ધન-સંપત્તિ દ્વારા આપણું અને પરિવારનું પોષણ થાય એટલી રકમ ખર્ચીને વધતી સંપત્તિનો બીજા જીવોના બાહ્ય અને અત્યંતર વિકાસ માટે સદુપયોગ કરવો જોઇએ.” કેટલી બધી સુંદર વાતો એ સદગૃહસ્થ જણાવી દીધી ! વાત કરવા બે ફાનસની શી જરૂર ? કરકસર કરનારા બીજા એક સજ્જનની વાત યાદ આવે છે. તેઓ એકવાર બે ફાનસ સળગાવીને લખી રહ્યા હતા ત્યારે કેટલાક કાર્યકર્તાઓ જીવદયા અંગે ફળો લેવા આવ્યા. તે સજ્જને તરત જ એક ફાનસ બુઝાવી દીધું. આવનારા ભાઇઓને થયું “આવો કંજૂસ માણસ ફાળામાં શી રકમ આપશે.” પરંતુ પેલા સજ્જને ફાળામાં ધાર્યા કરતાં ઘણી સારી રકમ આપી. પેલા ભાઇઓના જૂથમાંના એક ભાઇએ વિનમ્રતાથી પૂછ્યું “અમે આવ્યા ત્યારે બે ફાનસના પ્રકાશમાં આપ લખતા હતા અને પછી આપે એક ફાનસ બુઝાવી દીધું. આવી કંજૂસાઈ જોઇને અમને ત્યારે થયું હતું કે આપ ફાળામાં શી રકમ લખાવવાના હતા...પણ જ્યારે આપે અમારી ધારણા કરતાં વધુ રકમ આપી ત્યારે અમારો ભ્રમ ભાંગી ગયો.” ત્યારે પેલા સજ્જને કહ્યું “ભાઈ ! લખવા માટે બે ફાનસ જરૂરી હતાં પરંતુ વાતચીત કરવા માટે એક જ ફાનસ પર્યાપ્ત હતું. મારો નિયમ એ છે કે વ્યર્થ ૨૦૦] Page #208 -------------------------------------------------------------------------- ________________ ખર્ચાઓથી બને એટલા દૂર રહેવું. પરંતુ તમે જીવદયાના જે ઉત્તમ કામ માટે આવ્યા છો તેમાં તો મારે સારી રકમ લખાવવી તે મારું કર્તવ્ય હતું અને તે મેં નિભાવ્યું.’ ખોટા ખર્ચા કુબેરના ભંડારનેય ખાલી કરે : ઉચિત-વ્યસનોનો અર્થ આ છે : આપણી પોતાની અંગત જરુરિયાત વખતે ખર્ચ કરતાં હાથ ટૂંકો રાખવો. જેમ બને તેમ ઓછાથી ચલાવવું પણ જ્યારે બીજાની-અન્ય સાધર્મિક અથવા સુપાત્ર મુનિ તથા જીવદયા વગેરેની જરુરિયાત વખતે હાથ ટૂંકો ન ક૨વો પણ સમ્યક્ રીતે ઉદારતાપૂર્વક ધન વ્યય કરવો. એક વાત સારી રીતે સમજી લો કે જીવનને જીવવા માટે તો ઘણા ઓછા પૈસાથી ચાલી શકતું હોય છે. પરંતુ જો જીવનને શણગારવું હશે તો અઢળક. સંપત્તિ પણ તમને ઓછી પડશે. પોતાના અહંકારને પોષવા ખાતર, સમાજની અંદર પ્રતિષ્ઠા અને મોભો જાળવવા ખાતર, ‘બીજા કરતાં હું કાંઇ કમ નથી' આવો મિથ્યા થમંડ પોષવા ખાતર કરાતા ખર્ચાઓ કુબેર ભંડારીના ભંડારને ખાલી બનાવી દે છે. બીજા કરતાં સારા દેખાવાની કે સારા કહેવડાવવાની મનોવૃત્તિમાં તણાઇ જઇને પૈસાનું આંધણ કરવું એ નરી મૂર્ખતા છે. માણસ ધારે તો કેટલા બધા ઓછા ખર્ચમાં જીવી શકે છે અને સાથે ‘બચત’ કરીને બીજાને સહાયક પણ બની શકે છે. એની એક સત્ય-ઘટના ‘શિક્ષણ-પત્રિકા’ ના સપ્ટેમ્બર-૧૯૮૬ના અંકમાં વાંચવામાં આવેલી. સુદામા જેવું જીવન જીવનારા મહાનુભાવ : સુદામા જેવું જીવન જીવનારા તે મહાનુભાવ કર્ણાટક રાજ્યમાં કેનેરા બેંકના તાજેતરમાં જ નિવૃત્ત થયેલા મેનેજર છે, જેનું જીવન અનુકરણીય અને અનુમોદનીય છે. ૬૦ વર્ષના આ જૈન મેનેજર બાળબ્રહ્મચારી છે. પોતાના ભાઇ-ભાંડુઓ વગેરે હોવા છતાં તેઓ એકલા જ રહે છે. ત્યાગ અને સંયમમય સાદું જીવન જીવે છે. આંધ્રમાં પૂર આવ્યું ત્યારે તથા દક્ષિણ ભારતના કુદરતી ખોફ વખતે તેમણે પોતાની નોંધનીય સેવા અર્પેલી. ત્યાર બાદ તેઓ સતત સેવા-કાર્યમાં રત રહે છે. ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ વગર ઇસ્ત્રી કરેલું સફેદ શર્ટ અને ધોતિયું...આ તેમનો પહેરવેશ છે. સાંધીને ઉપયોગમાં લઇ શકાય ત્યાં સુધી તેઓ કપડાં વાપરે છે. ત્રણ જોડી કપડાંથી વધુ પરિગ્રહ તેઓ રાખતા જ નથી. આજે વર્ષોથી પોતાની આવકમાંથી સામાન્ય રકમ, પોતાના ખર્ચ પૂરતી રાખીને તથા પોતાની માવતર પ્રત્યેની ફરજ અદા કરીને બાકીની રકમ તેઓ સદવ્યયમાં જ વાપરી નાખે છે. પોતાને મળનારા પ્રોવિડન્ટ ફંડ, વગેરેનું પણ તેમણે વીલ બનાવેલ છે. તેમાંથી પોતાના માવતર વગેરેના પોષણ માટે અમુક રકમ રાખીને બાકીની તમામ રકમ સાર્વજનિક કાર્યોમાં વાપરી નાખવાનું તેમણે વીલમાં જણાવેલ છે. - પોતાની માલિકીની એક પણ ઓરડી રાખી નથી. ફક્ત જ 44x7" ની એક નાની કોટડી, એક સામાજિક સંસ્થાએ વાપરવા આપેલ છે. તે જ તેમનું નિવાસસ્થાન છે. રાચરચીલામાં એક વર્ષો જૂની પતરાની નાની બેગ, બેડીંગ, એક માટલું, લોટો અને કપડાં સૂકવવાની દોરી છે. પોતાનું બધું જ કામ જાતે જ કરી લે છે. એક કાળમાં દીક્ષા લેવાની ભાવના હતી પણ સંજોગોવશાત્ દીક્ષા ન લઇ શક્યા...સત્તર અઢાર વર્ષ સુધી આયંબિલના રસોડે જમતા રહ્યા. એક અવધૂત અને અનોખા અપરિગ્રહી તરીકેનું તેમનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે. એક સંસ્થા જેટલું કાર્ય તેઓ એકલા હાથે કરે છે. પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. બીજાને ભળાવીને પોતે તેમાંથી ક્યારેય છટકતા નથી. હા...કોઈ કામનું વળગણ રાખતા નથી. કબૂતરને ચણ નાખવાથી માંડીને, નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવા સુધીની તમામ પ્રવૃત્તિઓ તેઓ જાતે જ કરે છે. શક્ય હોય ત્યાં સુધી ચાલીને જ જાય. અનિવાર્ય હોય તો જ તેઓ વાહન વાપરે. બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિમાં તેઓ ખૂબ જ ઉત્સાહી અને અગ્રેસર રહે છે. જો કે બધા માણસો કાંઇ આ મહાનુભાવ જેટલું અપરિગ્રહી જીવન જીવી ના પણ શકે. બધાનું તેવું સામર્થ્ય અને માનસિક તૈયારી ન પણ હોય. છતાં આ એક આદર્શ અપરિગ્રહી શ્રાવક કેવો હોય તેનું સાચું દૃષ્ટાંત છે. તેમાંથી આપણે Page #210 -------------------------------------------------------------------------- ________________ એટલી પ્રેરણા જરુર લેવી જોઇએ કે આપણે વ્યર્થ અને નિરર્થક ધન-વ્યય કરવાથી દૂર રહેવું. ધર્મબિન્દુનો ઉપદેશ : ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં એક શ્લોક છે आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते ।। अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ।। જે માણસ પોતાની આવકને વિચાર કર્યા વગર વૈશ્રવણ (કુબેર ભંડારી)ની જેમ ધનનો વ્યય કરવા માંડે છે, તે માણસ થોડા જ સમયમાં અહીં-આ સંસારમાં માત્ર શ્રવણ-પૂરતો રહી જાય છે.” તાત્પર્ય એ કે, આવકનો વિચાર કર્યા વગર બેફામ ધન વ્યય કરનારો અલ્પકાળમાં નિર્ધન બની જાય છે અને પછી “આ ભાઈ આવા ધનવાન હતા અથવા મહાન કરોડપતિ હતા.” એવી વાતો જ માત્ર સાંભળવા પૂરતી રહી જાય છે. ધનનું ચાર પ્રકારે વિભાગીકરણ : નીતિકારોએ નીતિથી મળેલી રકમનો પણ કેવી રીતે અને કેટલો ખર્ચ કરવો તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે. पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्तव्यपोषणे ।। પોતાની વાર્ષિક આવકના ચાર ભાગ પાડવા. તેમાંથી એક ભાગ જમા ખાતે રાખવો. એક ભાગ વ્યાપાર કરવા વાપરવો. એક ભાગ ધર્મકાર્ય માટે વાપરવો અને એક ભાગ કુટુંબના ભરણ-પોષણ વગેરેમાં ખર્ચવો.” . - જો આ રીતે બરાબર વર્તવામાં આવે તો અનેક રીતે લાભ થાય. વેપાર વગેરેમાં નિશ્ચિતતા જળવાય...સાધર્મિકનો વગેરેને સમાધિ આપવામાં સહાયક થવાય...ધર્મકાર્યમાં ઉલ્લાસપૂર્વક ધન વ્યય કરી શકાય...અને પોતાના કુટુંબ તરફથી પણ પૂરો સંતોષ પ્રાપ્ત કરી શકાય. આવક' શબ્દનો અર્થ જ બહુ મઝાનો છે. એ ત્રણ અક્ષરો જે પોતાનો ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ અર્થ સુંદર રીતે જણાવે છે. આ=આવશ્યકનો, વ=વપરાશ, ક=કર્તવ્યનો છે. અર્થાત્ જીવનમાં જે આવશ્યક (જરુરી) ચીજો છે તેનો જ વપરાશ ક૨વો જોઇએ. પરંતુ નાહકની નકામી શોખની ચીજો વસાવવાના મોહમાં ન પડવું જોઇએ. અનર્થદંડનાં પાપોનો ત્યાગ કરો ઃ ન વર્તમાન સમયમાં રેડિયો, ટી.વી., વીડિયો, ફ્રીજ, એરકન્ડિશનર, હોટલો, નાટકો વગેરે પાછળ બેફામ ધન વ્યય થતો ચાલ્યો છે. આ તમામ ચીજો જીવન જીવવા માટે અનિવાર્ય ચીજો નથી. એ ન હોય તો માણસ જીવી ના શકે તેવું નથી. આથી જ શાસ્ત્રકારો આવી બધી ચીજોને અનર્થદંડના પાપ કહે છે. આ અનર્થદંડના પાપોને જીવનમાંથી વહેલી તકે તિલાંજલિ આપવી જોઇએ. તોજ જીવનમાંથી નકામો ઘણો ખર્ચ આપોઆપ રદ થઇ જશે. જો નકામા ખર્ચ ઉપર કાપ મૂકતા જશો તો ધન બચશે. અને તો તે બચેલા ધનમાંથી સાત ક્ષેત્રો અને અનુકંપાદિ કાર્યોમાં સદવ્યય કરવાનું મન થશે. તમારી બચેલી સંપત્તિ, સીદાતા સાધર્મિકોનો ઉદ્ધાર કરશે. એનાથી કેટલાય આત્માઓ નવજીવન પામશે. સાતેય ક્ષેત્રો સધ્ધર બની જશે. મંદિરો, પાઠશાળાઓ, પોષધશાળાઓ, જ્ઞાનભંડારો, સાધર્મિક-વાત્સલ્ય વગેરે અનેક ધર્મપ્રવૃત્તિઓનેધર્મકાર્યોને માટે તમારું તે ધન ઉપયોગી બની જશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા ક્ષેત્રોમાં-જ્યાં બબ્બે વર્ષથી ભયંક૨ દુકાળ પડી રહ્યો છે...અનાથ, અપંગ અને નિરાધાર પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે...અનેક સાધર્મિકો અને અન્ય જનો પણ આર્થિક રીતે પુષ્કળ ત્રાસ વેઠી રહ્યા છે. આવાં કાર્યો માટે તમારી બચેલી ધનસંપત્તિને વહેવા દો...અને અનેક જીવોના જાન બચાવી લઇને અભયદાનનું પરમ સુકૃત્ય સાધી લો... મળેલી ધનસંપત્તિનો-તે તમારી છે તેટલા માત્રથી-બેફામ દુર્વ્ય ન કરો. એનાથી તમારો આત્મા ખરડાય છે. તમારા આત્માને પાપભારથી ભારે બનાવવો ન ઘટે. આવકનો ઉચિત-વ્યય કરો. ઉચિત-વ્યય બે રીતે (૧) પોતાની અંગત જરુરિયાતોમાં કાપ મૂકીને ખૂબ જ જરુરી ચીજો ખાતર ધન વ્યય કરવો અને (૨) દીન-દુ :ખિતો ખાતર તથા ધર્મકાર્યની અંદ૨ સારી રકમનો સદુપયોગ ક૨વો. આ રીતે આત્માને વિમળ અને વિશુદ્ધ બનાવવાનો છે અને કર્મના ભારથી ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ હળવા થવાનું છે. અનુચિત-વ્યયનાં નુકસાનો : મોટે ભાગે આજકાલ દેખાદેખીનાં પાપ બહુ ચાલી રહ્યાં છે. આજુબાજુવાળા પડોસીના ઘરે ફ્રીજ અને કલર ટી.વી. આવી ગયાં હોય અને પોતાના ઘરે તે સાધન-સામગ્રીઓ ન હોય તો તેનો સતત અજંપો રહે છે. તેને ઘરે જલદી કેવી રીતે લાવવાં ? તે માટેનો પ્રયાન નિરંતર ચાલુ થઇ જાય છે. એ માટે વધુ ધનની જરૂરિયાત ઊભી થાય અને એ માટે અન્યાય અને અનીતિનો માર્ગ પણ લેવાનું મન થયા વગર રહે નહિ. આ રીતે અનુચિત-વ્યયના કારણે ઘણાં નુકસાનો ઊભા થવા લાગ્યાં. આવું દુઃસાહસ કદી ના કરો : કેટલાક લોકો પોતાના વ્યાપાર-ધંધા વગેરેમાં પોતાની તમામ મૂડી રોકી દેતા હોય છે. ઉપરાંત બીજાના પણ પુષ્કળ પૈસા વ્યાજે લાવીને ધંધો કરે. પોતાની મૂડી પાંચ લાખની હોય અને પિસ્તાળીશ લાખ બીજાના લઇને પચાસ લાખનો વ્યાપાર કરે. પુય સલામત હોય ત્યાં સુધી તો ઠીક પણ પાપોદય જાગે અને બધું સાફ થઇ જાય તો શું થાય ? ગૃહસ્થોએ આવું દુ:સાહસ કદી કરવું ના જોઇએ. આમ કરવાથી જો ધંધામાં નુકસાની આવે અને જ્યાં સુધી ગામનું દેવું ચૂકતે ના થાય ત્યાં સુધી ઊંઘ અને શાંતિ હરામ થઈ જાય અને જો તીવ્ર પાપોદયે દેવું ભરપાઈ ન થાય તો સમાજમાં પ્રતિષ્ઠા ખલાસ થઈ જાય. ધર્મ ઉપરનો અને ધાર્મિક વ્યક્તિઓ ઉપરનો વિશ્વાસ તૂટી જાય. આજ કારણથી નીતિશાસ્ત્ર સંપત્તિના ચાર ભાગ કરવાનું જણાવ્યું. તેમાં જે એક ભાગ જમા ખાતે રાખવાનું છે કે, જે ધંધામાં નુકસાની આવે તોય આજીવિકાને વાંધો ન આવે. ચાર ભાગ પાડવાને કારણે મૂડી તો સલામત જ રહે. જો આવકના પ્રમાણે જ વ્યય કરવામાં આવે તો કોઇ પ્રશ્ન જ ન રહે અને ઉપરોક્ત સંભવિત અનેક નુકસાનોમાંથી ઊગરી જવાય. આટલી વાતોનો નિશ્ચિત નિર્ણય કરો : ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ આથી માણસે પોતાના જીવનમાં કેટલીક વાતોનો નિશ્ચિતપણે નિર્ણય કરી લેવો જોઇએ...જેમકે... • કોઇ પણ ખર્ચ કરતાં પહેલાં પૂરેપૂરો વિચા૨ ક૨વો. આંધળી ખરીદી અને ખર્ચ કદી ન કરવો. સ્વાર્થનાં કામોમાં હંમેશાં કકસર કરવી. પરમાર્થનાં કાર્યોમાં શક્તિ મુજબ ઉદાર બનવું. નકામાં વ્યસનોનો ત્યાગ કરવો અથવા તેવા ત્યાગ માટે સતત પ્રયત્નશીલ બનવું. ફેશનનાં ફંદામાં ફસાવું નહિ. • • દેવાદાર કદી ન બનવું કેમકે દેવાદાર બનવું એટલે દુઃખને આમંત્રણ દેવું. ઓછી કમાણી હોય તો તો ખાસ વિચારવું કે અમારી આ ચીજો અને વસ્તુઓ દેવાદાર બનીને તો નથી આવતી ને ? ટાપટીપ અને નકામી વિલાસી ચીજો ઘરમાં કદાપિ ન લાવવી. વ્યસનો અને ફેશનની ગુલામી છોડો : ફેશનના કારણે પણ આજે ઘણા માણસો પૈસાનો ભારે દુર્વ્યય કરતા હોય છે. જૂના જમાનાના ઘણા લોકો કપડાં-લત્તાં વગેરેમાં પણ ભારે ક૨કસર કરતા હતા. અવસરે થીંગડાંવાળાં કપડાં પણ તેઓ પહેરતા. હા...સ્વચ્છતાની બાબત તેઓ ચોકસાઇ રાખતાં...જો કે બધાએ કાંઇ થીંગડાંવાળાં કપડાં પહેરવાં તે જરુરી નથી. પરંતુ ફેશનના મોહમાં તણાઇ નકામા ખર્ચાઓ કરવા તે જાતે બરબાદી નોતરવા બરોબર છે. આજે તો સામાન્ય આવકવાળા લોકોમાં પણ અત્યંત ભડકામણાં કપડાંઓની ભરમાર જોવા મળે છે. મિની, મેકસી, સલવાર-દુપટ્ટા, બેલ બોટમ-જિન્સ વગેરેના મોહના કારણે પૈસાનો તો દુર્વ્યય ક૨વામાં આવે છે પરંતુ સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ ભડકામણાં કપડાંઓનાં પરિધાન દ્વારા પોતાના શીલની બરબાદીને જાતે નિમંત્રણ આપે છે. ફેશનની મોટી મુશ્કેલી એ છે કે તે કદી સ્થિર નથી હોતી...ગઇકાલ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ સુધી ફીટોફીટ પેન્ટ-શર્ટ પહેરવાની ફેશન હતી અને આજે સાવ ખુલ્લાં પેન્ટશર્ટની ફેશન નીકળી...આથી જૂનાં કપડાં નકામાં બની જાય છે અને નવાં કપડાંઓના જાલિમ ખર્ચાઓ ઊભા થઈ જાય છે. ' બેન્જામીન ફ્રેન્કલિને એક સરસ વાત કહી છે કે, “માણસ કરતાં ફેશન વધારે કપડાં કાઢી નાંખે છે.” આવકનો ઘણો બધો હિસ્સો આ ફેશન ખાઇ જાય છે. ફેશન પાછળ કરાતો ખર્ચ સાવ જ અનુચિત છે. ફેશનેબલ કપડાંથી મનડું મલકાતું હશે, પણ આત્મા તો કોચવાઇ જ જાય છે. મન કદી ખુશ થતું નથી કારણ કે મન તો ચંચળ છે. ખુશ અને પ્રસન્ન તો આત્માને કરવાનો છે. જો આવક પ્રમાણે જ ખર્ચ કરવામાં આવે તો ચિત્ત શાંત રહે અને તો આત્મા પ્રસન્ન રહે. ખોટા દેખાવો કરવા...વ્યસનોના ગુલામ થવું...ફેશનોના પનારે પડવું...આ બધા દુ:ખી થવાના માર્ગો છે. સુખી થવું હોય તો જેવા હો તેવા જ દેખાવાની કોશિશ કરો. વૈભવ અને વિલાસમાં તમારી ધનસંપત્તિને બરબાદ ન કરો...એને સન્માન...માનવજાતના ઉદ્ધારમાં વહેવા દો...ક્રાઉને કહ્યું છે કે... “યુદ્ધથી તો માણસો નાશ પામે છે પરંતુ ભોગવિલાસથી તો માનવજાત નાશ પામે છે. માનવતા નાશ પામે છે. યુદ્ધથી તો કદાચ માણસોના શરીર નાશ પામે પરંતુ ભોગોના અતિરેકથી તો માનવીના તન અને મન બંને વિનાશ પામે છે.” ...માટે જ...સોડ પ્રમાણે સેજ તાણીએ... માણસે પોતાની સંપત્તિનો શી રીતે ઉપયોગ કરવો... અંગે “ઉચિત-વ્યય નામના આ ગુણની આટલા વિસ્તારથી વિવેચના કરવાનું કારણ એ જ કે માનવ આવક ઉપરાંત ખર્ચ કરતો રહે તો બધી મૂડી સાફ થઈ જાય...અને જો મૂડી સાફ થઈ જાય તો ગૃહસ્થ જીવન-નિર્વાહ શી રીતે કરવો તે મોટો પ્રશ્ન થાય... અને તેથી મન...સતત આર્તધ્યાનમાં ડૂળ્યા કરે...જો મનમાં આર્તધ્યાન રહે તો તે આત્મા ધર્મધ્યાન શી રીતે કરે ? અને ધર્મધ્યાન ચૂકી જવાય તો આખો માનવભવ હારી જવાય. દુર્ગતિના દ્વારે ટકોરા દેવાય...સદગતિના દરવાજા બંધ થાય... ૨૦૭| Page #215 -------------------------------------------------------------------------- ________________ આજ કારણથી આવક અનુસાર જ ખર્ચ કરવો જોઇએ. એમ કરતાં યોગ્ય બચત પણ થાય અને ધર્મમાર્ગમાં પણ ઉચિત અને યથાશક્તિ ધનવ્યય કરી શકાય અને જો તેમ બને તો આ જન્મ પ્રસન્નતાપૂર્વક પસાર થાય અને પરલોક પણ સુખભરપૂર તથા ધર્મપ્રાપ્તિવાળો બની જાય...અને પરંપરાયે પરલોક (મોક્ષ)ની પ્રાપ્તિ પણ સરળ બને. માટે જ સોડ પ્રમાણે સેજ તાણીએ” એ વડીલોની હિતશિક્ષાને ધ્યાનમાં રાખીને “ઉચિત-વ્યય ગુણને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપીએ. તારી પોતાની ગઇકાલ કરતાં આજ સુધાર... વિષયદુષ્ટ અને કષાયદુષ્ટ બન્ને સંસાર માટે નાલાયક છે. અતિ રાગી અને અતિ દ્વેષી બન્ને સંસાર માટે નાલાયક છે. ભાગ્યને ભોગવવાના ભવ ઘણા છે પણ ભાગ્યને ઘડવાનો ભવ આ એક જ • તિર્યંચોની વૃત્તિ જીવન ટકાવવા માટે હોય છે. જ્યારે મનુષ્ય ગતિ જીવન સુધારવા માટે છે. • મનનું રક્ષણ મંત્ર કરે છે. જ્યારે દષ્ટિનું રક્ષણ મૂર્તિ કરે છે. • સદા, સર્વદા, સર્વત્ર પ્રભુના નામનું અવિસ્મરણ એજ સાચું દર્શન છે. • હે પ્રભુ! જીવીશ તો તારી માટે જીવીશ અને મરીશ તો તારી પાસે આવીશ... નયનમાં આજ સુધી ઇર્ષાના, કેષના, દુર્ભાવના, વાસનાના, ક્રૂરતાના ઝેર સંઘરીને તો આપણે અનંતાભવ પસાર કર્યા. આવો, આ ભવમાં નયનોમાં ઇર્ષાદિના સ્થાને કરુણાના, વાત્સલ્યના, સ્નેહના, સહૃદયતાના અમૃતને ગોઠવી દઇએ. ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કે (૧૩ મો ગુણ) બિકી અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ. I ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (ઉચિત-વેશ) વેશનો મહિમા અપરંપાર છે. તમારો વેશ તમારા મનનું પ્રાયઃ પ્રતિબિંબ પાડે છે. | આથી જ વેશ કેવો પહેરવો તેનું ગુણ-વર્ણન આ વિવેચનમાં તમને વાંચવા મળશે. તમારું વસ્ત્ર-પરિધાન જેમ મર્યાદાયુક્ત હોવું જોઇએ, તેમ તમારી આવકને અનુસરનારું પણ હોવું જોઇએ. ઉચિતનો અર્થ મર્યાદાયુક્ત અને પોતાની આવકને અનુસારી. આવું વસ્ત્ર-પરિધાન તે જ “ઉચિત-વેશ” ગણાય. ' ઉચિત-વેશના લાભ અપાર છે. તો ઉચિત-વેશને અવગણવાના નુકસાન પણ અપરંપાર છે. ' આ વાતને વિશદ રીતે સમજાવશે તમને આ ગુણનું આ વિવેચન. તેથી જ કહીએ છીએ: વાંચજો... આ માર્ગાનુસારીનો તેરમા નંબરનો ગુણ છે : ઉચિત-વેશ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં તેરમા નંબરનો ગુણ છેઃ ઉચિત-વેશ વેશ એટલે પોષાક, વેશ એટલે પરિધાન, વેશ એટલે પહેરવાનાં કપડાં વસ્ત્રો. ગૃહસ્થ હોય કે સાધુ, વેશની જરૂરિયાત સહુ કોઇને છે. વેશ અનિવાર્ય છે. વેશ જીવનની અતિ પ્રાથમિક અને અગત્યની બાબત છે. તો..વેશ કેવો પહેરવો અને કેવો વેશ તે ઉચિત કહેવાય ? યોગ્ય ગણાય? તેની વિચારણા આપણે આ ગુણની વિચારણામાં કરવાની છે. વેશ, વિત્ત અને વય વગેરેને અનુસાર પહેરો : યોગશાસ્ત્રના કર્તા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે: “વ્યય માયોતિ પુર્વન, વેષ વિજ્ઞાનુસારતઃ !'' અર્થ : “ધનનો વ્યય આવક પ્રમાણે કરવો. અને વેષ પોતાના ધન પ્રમાણે પહેરવો.” વેષને ધન અનુસાર, પોતાની સંપત્તિ અનુસારે પહેરવાની વાત પૂજ્યશ્રી જણાવે છે. અહીં ‘વિત્ત” શબ્દ મૂક્યો. વિત્ત=ધન. તેના અનુસાર વેશ પહેરવો. 'વિત્ત શબ્દ ઉપલક્ષણ છે. તેનાથી બીજી પણ કેટલીક વાતો સમજવાની છે. જેમ આવક અનુસાર વેશ-પરિધાન કરવું તેમ પોતાની વય, અવસ્થા, દેશ-કાળ અને જાતિ વગેરેનો પણ વિચાર કરીને તે વય વગેરેને અનુરુપ વેશ પરિધાન કરવું જોઇએ, તેમ સમજવાનું છે. વર્તમાનકાળનો વિચાર કરતાં એમ લાગે છે કે આજકાલ બહુજન સમાજ ઉચિત-વેશ ધારણ કરતો નથી. દેહને વેશની જરૂરિયાત છે એમ સમજીને વેશ પહેરવાના બદલે માત્ર પોતાના મોજ-શોખને અને વર્તમાન ફેશનને નજર સમક્ષ રાખીને જ આજકાલ વસ્ત્ર-પરિધાન થતું રહે છે. જીવનના વ્યવહારમાં કપડાં બહુ મહત્ત્વની ચીજ છે તે ભૂલવા જેવું નથી. વેશ-પરિધાન રસ-રુચિને પ્રગટ કરે છે ? વેશના પરિધાનથી તમારાં રસ, રુચિ અને શક્તિ પ્રગટ થાય છે. બીજાને તેનો ખ્યાલ આવે છે. તમારા મનનું પ્રતિબિમ્બ પડે છે-તમારાં કપડાં-લત્તા ઉપર. ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ તમે અતિ તંગ ચુસ્ત અને અતિ આધુનિક કપડાં પહેરો છો તો તમારું મન કદાચ વિકારી હોવાનો અને તમે આધુનિક વિચારધારાના પુરસ્કર્તા હોવાનો અહેસાસ સામા માણસના મનમાં સહજપણે ઊઠે છે. તમે ઝભ્ભો અને ધોતિયું પહેરતાં હો તો અથવા માથે પાઘડી...અને ખભે ખેસ તથા કોટ-ઝભ્ભો અને ધોતિયું પહેરતાં હો તો તમારી પ્રાચીન વિચારધારાની હિમાયતી મનોવૃત્તિનાં દર્શન થાય છે. તમને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ગમતી હોવાનું સ્પષ્ટ અનુમાન થાય છે. આજ વાત સ્ત્રીઓના પહેરવેશ સંબંધમાં પણ વિચારી શકાય. મીની સ્કર્ટ, મેક્ષી, સલવાર-દુપટ્ટા, અર્ધખુલ્લાં ફ્રોક, અને પંજાબી ડ્રેસ વગેરે સ્ત્રીઓની આધુનિકતાનાં પ્રતીક ગણાય...તો સાડી...વગેરે વસ્ત્રો આપણી પ્રાચીનતાનાં પ્રતીક તરીકે મૂલવાય. જો કે આમ અતિ નિશ્ચિત નિયમન બાંધી ન શકાય. પણ બહુધા જે જોવા મળે છે તે આ મુજબ છે એમ જરુર કહી શકાય. ગમે તેવાં વસ્ત્ર પહેરવામાં શો વાંધો ? ગમે તેવાં વસ્ત્ર પહેરવામાં આવે. તેથી શો ફરક પડે છે ? આખરે તો કપડાં જ પહેરવાનાં છે ને ? અને કપડાં પહેરવાથી કાંઇ મન થોડું બદલાઇ જાય છે ? વળી, બાહ્ય કપડાંની સાથે આંતરિક એવા મનને શી લેવાદેવા ?” આ પ્રકારના વિચારો આજના ઘણા યુવક-મનમાં દોહરાતા પ્રશ્નો છે, પણ તે બધાયના તર્કસંગત જવાબો છે. તેને આપણે સમજવા જોઇએ. એક વાત ચોક્કસ છે. તમે માનો કે ન માનો. પૂર્વજન્મો હતાં અને પુનર્જન્મો આપણાં થવાનાં. અને તે બધામાં રહેનારો આપણો આત્મા એક સનાતન અખંડરુપ છે આ નક્કી વાત છે. આથી અનાદિ કાળ પહેલાં પણ આપણો આત્મા હતો અને હજી અનંતકાળ બાદ પણ રહેવાનો. આવા આપણા ઉપર અનેક પ્રકારના સંસ્કારો જામેલા જ છે. અને તેમાંય શુભ સંસ્કારો કરતાં અશુભ સંસ્કારોની જમાવટ આત્મામાં અત્યન્ત જોરદાર છે. આત્મામાં પડેલ આ અશુભ સંસ્કારોને જો અશુભ નિમિત્તોની ચિનગારી મળી જાય તો શું થાય ? એ અશુભ સંસ્કારો વિકરાળ આગ બનીને આખા જીવનને ભરખી જાય. [૨૧] ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ખરાબ નિમિત્તોથી દૂર રહોઃ બીજાને પણ ખરાબ નિમિત્ત ન આપો : શાસ્ત્રો કહે છે : આપણો આત્મા પ્રાયઃ નિમિત્તવાસી છે. એને જેવા પ્રકારનાં નિમિત્તો મળે તેવો તે થાય. જો સારાં નિમિત્તો અને સારી પ્રેરણાઓ મળતી રહે તો તે પ્રાય: સારો થાય. અને જો ખરાબ નિમિત્તો અને ખરાબ વાતાવરણ તેને મળે તો તે પ્રાય: ખરાબ થાય. આ સાથે એ પણ ચોક્કસ છે કે એને જો ખરાબ નિમિત્તોથી દૂર રાખવામાં આવે તો પ્રાય: તે અનેક પ્રકારના સંભવિત દૂષણોથી મુક્ત બની જાય. હવે એક મહત્ત્વની વાત. આપણે જેમ ખરાબ નિમિત્તોથી બચવું તે મહાન ધર્મ છે. તેમ બીજાઓને તેવા ખરાબ નિમિત્તોથી બચાવવા, તેને અશુભ નિમિત્તો ન આપવાં, તે પણ બહુ મોટો ધર્મ છે. આનાથી ઊલટું બીજાઓને અશુભ નિમિત્તો આપવાં, તે વિના કારણે બીજાને પાપી બનાવવાનો ધંધો છે અને આ ધંધો બહુ ખતરનાક છે. જ્ઞાનીઓ ત્યાં સુધી કહે છે કે જાતે પાપી બનવું એ જેટલું પાપ છે...કદાચ એથી વધુ ભયંકર પાપ, બીજાઓના પાપમાં નિમિત્ત બનવું તે છે. સામાને પાપનું નિમિત્ત આપનાર વધુ ગુનેગાર છે. પાપ ખતરનાક છે પણ પાપનું પ્રસારણ પણ ખત્તરનાક છે. પશ્ચિમના દેશની બળાત્કારની ઘટના : લગભગ આઠેક વર્ષ પહેલાના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' માં એક પ્રસંગ આવ્યો હતો. પશ્ચિમના એક દેશમાં બળાત્કારના ગુના બદલ એક યુવક ઉપર કોર્ટમાં કેસ ચાલતો હતો. લગભગ એક મહિના સુધી સામ-સામી દલીલો અને પ્રતિદલીલો ચાલી. છેવટે પેલા યુવકનું અંતર તેને જ કરડવા લાગ્યું. પોતે કરેલા પાપ બદલ તેનું હૈયું તેને અંદરથી કોરી ખાવા લાગ્યું. તેણે નિર્ણય કર્યો કે ગુનો કર્યો જ છે તો તે કબૂલી લેવો. અને પરિણામ જે આવે તો ભોગવી લેવું. તેણે કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત કરતાં કહ્યું કે, “સાહેબ ! તે દિવસની વાત છે. કોલેજમાંથી હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો. મારા મનમાં ત્યારે કોઈ જ ખરાબ વિચારો રમતા ન હતા કે જેના કારણે હું આવું અકાર્ય કરી બેસું. પરંતુ એકાએક એ જ રસ્તા પરથી પસાર થતી આ યુવતી ઉપર મારી નજર ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ગઇ. તેણે છેલ્લામાં છેલ્લી ફેશનનાં કપડાં પહેરેલાં હતાં. તે કપડાંમાં તેનાં અંગોનું પ્રદર્શન થઇ રહ્યું હતું. તેની આ સેકસી અદાએ અને ઉત્તેજિત વસ્ત્રોએ મારામાં સૂતેલી વાસનાને સળવળાવી મૂકી. હું તેનો શિકાર બની બેઠો અને આવું અકાર્ય કરી બેઠો. હવે આપ સાહેબને જે સજા ફરમાવવી હોય તે ફરમાવો. હું તે ભોગવી લેવા તૈયાર છું.” કોર્ટ ચિક્કાર મેદનીથી ભરાયેલી હતી. યુવકના નિવેદનને સાંભળી સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. તે જ વખતે ન્યાયાધીશે તે કન્યાને, બની ગયેલા પ્રસંગ સમયે જે વસ્ત્રો તેણે પહેર્યા હતાં તે જ વસ્ત્રો પહેરીને કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું. તે કન્યાનું ઘર બાજુમાં જ હોવાથી કન્યા તે જ વસ્ત્રોને તે જ રીતે પહેરીને કોર્ટમાં હાજર થઈ. ન્યાયાધીશે તે કન્યાને ઝીણવટભરી નજરે જોઇ. અને બીજે દિવસે ચુકાદો આપવાની વાત કરી. બીજે દિવસે ન્યાયાધીશનો ચુકાદો આ પ્રમાણે હતો. “બળાત્કારના આ કેસમાં દેખીતી રીતે જ આ યુવક ગુનેગાર છે. પોતાના ગુનાની તેણે કબૂલાત પણ કરી છે. આમ છતાં આ યુવકને હું નિર્દોષ જાહેર કરું છું. કારણ કે હું એમ માનું છું કે આ યુવક કરતાં પણ અપેક્ષાએ વધુ ગુનેગાર આ યુવતી છે. જેણે પોતાના ઉભટ વેશના પરિધાન દ્વારા યુવકના મનમાં રહેલી જાતીયવાસનાને ઉત્તેજિત કરી મૂકી. હું તો ત્યાં સુધી કહીશ કે..આ યુવકની જગ્યાએ કદાચ હું હોત તો હું પણ આવું જ અપકૃત્ય કદાચ આચરી બેઠો હોત. આથી જ બળાત્કારના આ કિસ્સામાં આ યુવકને હું બા-ઇજ્જત છોડી મૂકું છું. એટલું જ નહિ પરંતુ યુવતીને છ મહિના જેટલી સજા કરું છું. તદુપરાંત સમાજના ચારિત્રની તંદુરસ્તી ઇચ્છનારા સહુ કોઇને હું વિનંતી કરું છું કે જો આપણે સમાજમાંથી આવાં અકાર્યોને નાબૂદ કરવા માગતા હોઇએ તો તેના મૂળમાં રહેલા-આવા ઉભટ વેશનાં પરિધાન આપણા બાળકોને કદી ન કરાવવાં. અશ્લીલ સિનેમાઓ અને અશ્લીલ સાહિત્ય આ તમામ ઉપર પ્રતિબંધ મુકાવો જોઇએ. એ વગર સમાજમાં સારા ચારિત્રનું નિર્માણ આપણે હરગિઝ કરી નહિ શકીએ.” પાશ્ચાત્ય-સંસ્કૃતિમાં ઉછરેલા એક ન્યાયાધીશની જ્યારે આટલી ઊંડાણભરી વિચારણા હોય ત્યારે આપણે, ભારતીય સંસ્કૃતિના મહાન વારસામાં જ જન્મેલા હકક ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ અને ઉછરેલા, આપણી વિચારધારા કેવી ઉત્તમ હોવી જોઇએ ? અશુભ નિમિત્તોથી જાતને રક્ષીએ : વાસ્તવિકતા જ્યારે આ જ છે ત્યારે આપણે આટલું નક્કી કરી લઇએ. આપણા આત્માને બને ત્યાં સુધી અશુભ નિમિત્તોમાં જવા ન દેવો અને બીજાઓને અશુભ નિમિત્તો આપવાં નહિ...ઉપરાંત શુભ નિમિત્તોને સતત જીવનમાં આવકારતા રહેવું. આમ કરવાથી આત્મામાંથી કુસંસ્કારોનું જોર ઘટતું જશે અને શુભ સંસ્કારોથી આત્મા સુવાસિત બનતો જશે. વર્તમાનકાળ ખરેખર દૂષિત બનતો ચાલ્યો છે. ચારે બાજુ અશુભ નિમિત્તોના જંગ ખડકાયા છે. દુકાન કે બજાર, સ્કૂલ હોય કે કોલેજ, હોસ્પિટલો હોય કે ધર્મશાળાઓ, નાટયગૃહ હોય કે સિનેમાગૃહ, જ્યાં જાઓ ત્યાં મનમાં સળગતી વાસનાના જિવંત પ્રતીકસમાં વસ્ત્રોનાં પરિધાન કરેલાં નર અને નારીઓ જ આંખે ચઢશે. આવા, ચારે બાજુ કુનિમિત્તોથી કલુષિત થયેલા વાતાવરણમાં આપણી જાતને બચાવવી એ ઘણું કપરું કામ છે. કઠણ છે, આમ છતાં સાવ અશક્ય તો નથી જ. જો આપણી પાસે સાચી સમજણ અને વિવેકભરી પ્રજ્ઞા હોય તો આવા દૂષિત વાતાવરણમાંય આપણે આપણી જાતને જરુર રશી શકીશું. મોટું કુનિમિત્ત ઉભટવેશ : જીવનમાં પ્રવેશેલાં અનેક કુનિમિત્તોમાંનું એક મોટું નિમિત્ત છેઃ ઉભટવેશ. પૂર્વના કાળમાં વેશ-પરિધાનની બાબતમાં ખૂબ જ સંભાળ રખાતી. ઉભટવેશ લોકોમાં પ્રાયઃ જોવા ન મળતો. અને તેના પરિણામરૂપે મર્યાદાઓના સુન્દર પાલન પણ જોવા મળતાં. પરંતુ જેમ જેમ અંગ્રેજી-શિક્ષણ વધતું ગયું, વિજ્ઞાન પ્રત્યેની ભક્તિ વિકસતી ગઈ તેમ તેમ મોર્ડનતાના નામે વિકૃતિઓ દાખલ થતી ગઇ. ઉભટવેશ લોક-જીવનમાં આદર પામતો ગયો. મર્યાદા અને વિવેકવાળું વસ્ત્રપરિધાન ઓછું થતું ગયું અને ખુલ્લાં કપડાં, જાતિયતાને ઉશ્કેરે તેવાં કપડાંનું પરિધાન વધતું ગયું. મર્યાદાયુક્ત વસ્ત્ર-પરિધાન માનવના શીલ અને સદાચાર રૂપી મૂલ્યવાન આંતર-ઝવેરાતને સાચવવા માટે તિજોરીની ગરજ સારતું. તિજોરીમાં રહેલું ધન જેમ સુરક્ષિત રહે છે, તેમ મર્યાદાપૂર્ણ વસ્ત્ર-પરિધાન કરવાથી શીલ-સદાચારની મૂડી સુરક્ષિત રહે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉચિત-વેશ એટલે ? “ઉચિત-વેશ' શબ્દમાં રહેલા “ઉચિત' શબ્દનો અર્થ બહુ વ્યાપક છે. અમુક વેશ અમુક વ્યક્તિઓ માટે અથવા અમુક સમયને માટે ઉચિત હોય, પરંતુ તે જ વેશ સહુ કોઇને માટે, સર્વ સમયે ઉચિત ન પણ હોય એવું બને. • ઉચિત વેશ એટલે શરીરને શોભે તેવો વેશ. • ઉચિત વેશ એટલે શરીરને અનુરુપ વેશ. • ઉચિત વેશ એટલે સમયને યોગ્ય વેશ. • ઉચિત વેશ એટલે માન-મોભાને યોગ્ય વેશ. • ઉચિત વેશ એટલે પોતાની શક્તિ મુજબનો વેશ. • ઉચિત વેશ એટલે સ્થળને અનુરુપ વેશ. આ રીતે ‘ઉચિત” શબ્દના ઘણા અર્થ ઘટી શકે. શરીર સુકલકડી હોય અને વધારે પહોળાં-ખુલતાં કપડાં પહેરવામાં આવે તો તે પહેરનારને કોથળા જેવા લાગે. વળી, લોકો મજાક પણ કરે. આથી શરીરને શોભે તેવાં કપડાં પહેરવાં. શરીરે ગડ-ગૂમડ થયાં હોય અને જાડાં કપડાં પહેરવામાં આવે તો ગડગૂમડ છોલાય. તાવ આવ્યો હોય અને ઝીણાં કપડાં પહેરવામાં આવે તો ટાઢથી ઠુંઠવાઈ જવાય. શરીર ભરાવદાર હોય અને ટૂંકા, ચસોચસ કપડાં પહેરવામાં આવે તો શરીર ખેંચાય. બેસતા-ઊઠતાં તકલીફ થાય. આથી શરીરને અનુરુપ વેશ પહેરવો જોઇએ. વળી, સમયને યોગ્ય વેશ પણ પહેરવો જોઇએ. લગ્નનો પ્રસંગ હોય ત્યારે સારાં કપડાં પહેરાય પરંતુ સાદડી કે બેસણાંનો પ્રસંગ હોય ત્યારે ભભકાદાર વસ્ત્ર નો પહેરાય, ત્યારે તો સફેદ વસ્ત્ર જ પહેરાય. પોતાના માન અને મોભાને યોગ્ય વેશ પહેરાય. સારા અર્થાતુ પોતાની મર્યાદાને અનુકૂળ વસ્ત્રપરિધાન કરવાથી મનમાં સદાચાર વગેરેની શુભ-ભાવનાઓ જાગૃત થવાની શક્યતા વધી જાય છે. વસ્ત્રોની સાથે મનના શુભ કે અશુભ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ વિચારોનો બહુ મોટો સમ્બન્ધ છે. વસ્ત્રપરિધાનનો કામવૃત્તિ સાથે સમ્બન્ધ : સ્ત્રીઓના અમુક પ્રકારનાં વસ્ત્રપરિધાનને જોઇને મનમાં કામવાસનાનું ઉદ્દીપન થાય છે-એ સંસારીઓના અનુભવની વાત હશે. આથી નક્કી થાય છે કે વસ્ત્રના પરિધાનની સાથે કામવાસનાનો સમ્બન્ધ છે. અમુક પ્રકારનું વસ્ત્રપરિધાન માનવીની વાસનાને વકરાવે છે જ્યારે અમુક પ્રકારનું વસ્ત્રપરિધાન સદાચારને જન્માવે છે. આથી જ આપણી વેશભૂષા એવી હોવી જોઇએ કે જેથી આપણને અને જોનારને બન્નેને સદાચારની સુરભિથી સુવાસિત કરે. જોનારને આપણા સંયમી માનસની પ્રતીતિ થાય. વેશ ધર્મની રક્ષા કરે છે ? મોભાને અનુરુપ વસ્ત્રો પહેરવાથી ધર્મકાર્ય માટે કે જીવદયાદિના માટે ફંડ-ફાળો કરવા નીકળેલા માણસોને તમારી પાસે ફંડ લેવા આવવાનું મન થાય. એના કારણે તમને દાન આપવાનો સુઅવસર પ્રાપ્ત થાય. જો તમે સુખી હો અને શ્રીમંત હો અને છતાં મુફલીસ જેવા કપડાં પહેર્યા હોય તો કોણ તમારી પાસે દાન લેવા આવશે ? આથી દાન-ધર્મથી તમે વંચિત રહી જશો. આથી ઊલટું તમે સાધારણ-સ્થિતિના હો અને બહુ ભભકાદાર કપડાં પહેર્યા હશે તો તમને સુખી સમજીને યાચકો તમને તંગ કર્યા કરશે. શક્તિ ઉપરાંત દાન વગેરે કરવા જાઓ તો માનસિક અશાંતિ અને અસમાધિ વગેરે પણ ઊભી થઇ જાય. શાસ્ત્રો કહે છે : “ઘનું ર લેસો ” અર્થાત્ ક્યારેક વેશ ધર્મની રક્ષા કરે છે. વેશ એ બાહ્ય છે. અને ધર્મ એ આંતર-પરિણામ સ્વરૂપ છે. છતાં બાહ્યવેશની આંતર-ધર્મ ઉપર કેવી જબરજસ્ત અસર પડે છે, તે સમજવા માટે પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દૃષ્ટાંત ખૂબ જ મનનીય છે. પ્રસન્નચ પ્રણમું તમારા પાય ! પ્રસન્નચન્દ્ર રાજાએ વૈરાગ્યની પ્રાપ્તિ થતાં પોતાનું વિશાળ રાજ્ય છોડીને - નાનાસાહહહહહહહહહહહહeese, ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધી. દીક્ષા લેતી વખતે તેમનો પુત્ર ખૂબ નાનો હોવાથી પુત્રના વતી મંત્રીઓને રાજગાદી સોંપીને અને જ્યારે પુત્ર ઉમરલાયક થાય ત્યારે તેને રાજ્ય સોંપી દેવાની ભલામણ કરીને પ્રસન્નચન્દ્ર ભગવાન મહાવીર દેવનાં ચરણોમાં દીક્ષા લીધી હતી. મંત્રીઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોવાથી બીજો કોઈ સવાલ ઉપસ્થિત થતો ન હતો. દીક્ષા લીધા બાદ પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ જોરદાર તપશ્ચર્યા આરંભી. એક સમયની વાત છે. તેઓ એક પગ ઉપર બીજો પગ ચડાવીને, બે હાથ ઊંચા કરીને, સૂર્યની સામે દૃષ્ટિ સ્થિર રાખીને આતાપના-પરિષહ લઈ રહ્યા હતા. અને ધ્યાનમુદ્રામાં ઊભા હતા. આ બાજુ મગધદેશના મહાન રાજવી અને પ્રભુ મહાવીરના પરમ-ભક્ત રાજા શ્રેણિક ઠાઠમાઠ-પૂર્વક ભગવાન મહાવીરને વન્દના કરવા જઇ રહ્યા હતા. રસ્તામાં તેમણે પ્રસન્નચન્દ્ર મુનિને ધ્યાનમુદ્રામાં ઊભેલા જોયા. તેથી તેમણે મુનિવરનાં ચરણોમાં જઇને ભાવભરી વન્દના કરી. ભગવંત પાસે પહોંચ્યા બાદ તેમણે અવસર જોઇને પ્રભુને એક પ્રશ્ન કર્યો “ભગવંત ! હું આપને વન્દના કરવા આવતો હતો ત્યારે રસ્તામાં મને મળેલા તે મુનિવર-જેઓ સૂર્ય સામે આતાપના લઇ રહ્યા હતા તે હમણાં જ જો કાળધર્મ પામે તો કઈ ગતિમાં જાય ?” શ્રેણિકના મનમાં એમ હતું કે આવી ઘોર સાધના કરતા મુનિ કાળ કરે તો ઊંચા સ્વર્ગલોકમાં અથવા મોક્ષમાં જ જાય ને ? પરંતુ ભગવંતે શ્રેણિકને જવાબ આપ્યો: “તે મુનિવર હમણાં મરે તો સાતમી નરકે જાય.” શ્રેણિકના આશ્ચર્યનું પાર ન રહ્યું, તે ઘડીભર વિચારમાં પડી જાય છે. થોડીવાર બાદ ફરીથી શ્રેણિક પૂછે છે : “ભગવદ્ ! હમણાં મરે તો તે મુનિવર ક્યાં જાય ?” ભગવંત જવાબ આપે છે : “હમણાં મરે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય...' વળી, થોડી ક્ષણો પસાર થઈ ત્યાં તો આકાશમાંથી દેવદુન્દુભિ વાગી રહી. શ્રેણિકના પ્રશ્ન અને પ્રભુના પ્રત્યુત્તર : શ્રેણિક પૂછે છે : “ભગવન્! આ દેવ-દુન્દુભિ કેમ વાગી રહી છે...?'' Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જવાબ આપે છે : “જે મુનિવર માટે તમે મને પ્રશ્ન કરી રહ્યા હતા કે તેઓ કઇ ગતિમાં જાય ? તે જ મુનિવરને કેવળજ્ઞાન થયું છે. તેના અનુમોદનરૂપે દેવો દુન્દુભિ વગાડી રહ્યા છે.” શ્રેણિકનું આશ્ચર્ય નિરવધિ બન્યું. તેના વિસ્મયને જોઇને પ્રભુ કહે છે કે, “શ્રેણિક ! જ્યારે તેં પ્રથમવાર મને પૂછ્યું કે “હમણાં તે મુનિવર મૃત્યુ પામે તો ક્યાં જાય ?' તેનો મેં જવાબ આપ્યો કે “હમણાં મરે તો સાતમી નરકે.” એનું કારણ એ હતું કે દુર્મુખ નામનો સેવક અને તેનો મિત્ર બે જણા વાતચીત કરતા હતા કે...આ પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ મંત્રીઓના ભરોસે રાજ્ય છોડીને દીક્ષા તો લઇ લીધી પરંતુ તે વિશ્વાસુ મંત્રીઓએ પણ રાજાના વિશ્વાસને છેહ દીધો અને તેમના પુત્ર પાસેથી રાજ્ય છીનવી લીધું છે. આ વાત પ્રસન્નચન્દ્ર મુનિ સાંભળી ગયા...અને એમને દુર્બાન થયું...તેઓ તીવ્ર ક્રોધના અધ્યવસાયમાં એવા ચઢ્યા, એવા ચઢ્યા કે, “પોતે સંસારી નથી...રાજા નથી...પણ સાધુ છે' એ વાત જ ભૂલી ગયા. અને એમણે મનોમન મંત્રીઓ સાથે સંગ્રામ શરુ કરી દીધો. દુર્મુખ દૂત-વચન સુણીને, કોપ ચડ્યો તત્કાળ, મન શું સંગ્રામ માંડિયો રે, જીવ પડ્યો જંજાળ...” “એ નાલાયક મંત્રીઓ સમજે છે શું એમના મનમાં ? હમણાં ને હમણાં તે બધાયને મારી નાંખ્યું. આમ વિચારતાં પ્રસન્નચન્દ્ર મનમાં ને મનમાં જ મંત્રીઓ, સાથે યુદ્ધ ખેલી રહ્યા હતા. પરંતુ યુદ્ધ (માનસિક) કરતાં કરતાં શસ્ત્રો ખૂટી ગયાં. આથી હવે છેલ્લે માથા ઉપર રહેલા રાજમુગટ શત્રુઓને મારવા માટે તેમણે મસ્તક ઉપર હાથ મૂક્યો... “બરાબર આ સમયે જ (શ્રેણિક) પ્રશ્ન પૂછ્યો કે, “ભગવન્! તે મુનિ હમણાં મૃત્યુ પામે તો કઇ ગતિમાં જાય.' તે સમયે તો માનસિક તીવસંકલેશવાળી તેમની ચિત્તસ્થિતિ હતી. તેથી મેં કહ્યું સાતમી નરકમાં...” પ્રભુ ક્ષણભર થોભ્યા. આગળની હકીકત જાણવા અતિ આતુર શ્રેણિકે પૂછ્યું “ભગવદ્ ! થોડી જ ક્ષણો બાદ આપે કહ્યું હવે મરે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય...! એનું રહસ્ય શું ?” Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચાત્તાપથી પ્રસન્નચન્દ્રને કેવળજ્ઞાન : ભગવંતે કહ્યું “મુનિ પ્રસન્નચન્દ્ર રાજમુગુટ લેવા જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો...ત્યાં મસ્તક તો મુંડિત હતું. પ્રસન્નચન્દ્ર હવે રાજવી થોડા હતા ! એ તો મુનિવર હતા ! આથી મુંડિત મસ્તક પર જ્યાં હાથ મૂક્યો ત્યાં જ તેમને ખ્યાલ આવી ગયો કે : “અરે ! આ શું ? હું તો રાજ્ય-પુત્ર-પરિવાર વગેરે તમામનો ત્યાગી મુનિ છું. મારે અને રાજ્યને શી લેવાદેવા ? મારે અને પુત્રને હવે શો સમ્બન્ધ ? આ તો હું નિરર્થક માનસિક સંકલેશમાં પડ્યો..!! અરરર ! આ મેં બહુ ખોટું ચિતવ્યું !” “આ રીતે તેમનું મન પશ્ચાત્તાપની ધારાથી પરિપ્લાવિત થતું ગયું...તેથી તેમણે સાતમી નરકના બાંધેલા કર્મ-દળિયાં ધીરે ધીરે ખરવાં લાગ્યાં અને પશ્ચાત્તાપની ધારા જેમ જેમ વિશુદ્ધ થતી ગઇ તેમ તેમ ઊંચા ઊંચા દેવલોકની પ્રાપ્તિનું પુણ્ય તેઓ ઉપાર્જવા લાગ્યા. એ ધારા એટલી વિશુદ્ધ બની કે તે તેઓ સર્વાર્થસિદ્ધ-વિમાનને પામી શકે...આથી મેં કહ્યું કે : “હવે જો મુનિ મૃત્યુ પામે તો સર્વાર્થસિદ્ધમાં જાય !” “પણ.મુનિની પશ્ચાત્તાપ-માત્રા આટલેથી જ ન અટકી. તેઓ તો વિશુદ્ધ અને વિશુદ્ધતર ભાવોને પામતા જ ગયા...અંતે એ માનસિક વિશુદ્ધિ એટલી ઉત્તમ બની ગઇ કે તેઓ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પામ્યા...મુનિવર વીતરાગ ભગવાન બની ગયા. આ પ્રસંગના અનુમોદન કાજે દેવોએ આકાશમાં દેવ-દુન્દુભિ વગાડી.” ભગવંતે વાત પૂર્ણ કરી. ત્યારે શ્રેણિક મહારાજાના અંતરમાં પણ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પ્રત્યે બહુમાનનો સમંદર ઉછળી રહ્યો... બાહ્યવેશ પણ સદ્ધર્મનો રક્ષક : પ્રસન્નચન્દ્ર મુનિનો આ પ્રસંગ બાહ્ય-વેશ પણ સદ્ધર્મની રક્ષા કરવા માટે કેવો જબરજસ્ત ઉપયોગી નીવડે છે તેનો પ્રેરક સંદેશ આપી જાય છે. જ્યારે પ્રસન્નચન્દ્ર મુનિ મનોમન ઘોર સંગ્રામ ખેલી રહ્યા છે. ત્યારે તીવ્રતમ કષાયભાવથી તેઓ સંકિલષ્ટ જ છે તેથી ભાવ સાધુપણું તેમનામાં નથી. ક્ષમાભાવનાની આંતરવિશુદ્ધિનો પરિણામ પણ નથી. આમ છતાં જ્યારે તેમણે રાજમુગુટ લેવા માટે માથે હાથ ફેરવ્યો ત્યારે મસ્તક મુંડિત હતું તેથી જ તેમને પોતાનો સાધુધર્મ Page #227 -------------------------------------------------------------------------- ________________ યાદ આવ્યો ને ? અને ત્યાં જ તેમને પરિણામની ધારા બદલાઇ. ‘અરે ! હું તો સાધુ ! મારે અને રાજ્યને શી લેવાદેવા...?'' આ રીતે અશુભ વિચારધારાને ‘બ્રેક’ આપવામાં અને શુભ તરફ લઇ જવામાં બાહ્યવેશ કેટલું જોરદાર નિમિત્ત બન્યો !! આ પ્રસંગ બાહ્યવેશની પહેરવેશની આપણાં મન સાથે...આંતર-પરિણામો સાથે કેટલી જોરદાર સાંકળ જોડાયેલી છે તેનો સુસ્પષ્ટ નિર્દેશ કરી જાય છે. જે યુવાનો અને યુવતીઓ કામોત્તેજક વસ્ત્રોનું પરિધાન કરે છે તેઓ આ ભારત દેશની ધરતી માટે ભારભૂત છે તેમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. તેઓ જાતે તો વાસનાના પનારે પડીને જાતની બરબાદી નોંતરતા હોય છે. પરંતુ તેમને જોનારાઓની મનઃસ્થિતિને વિકારગ્રસ્ત બનાવી દેવાનું પાપ પણ તેઓ આચરતા હોય છે. કહ્યું છે કે, ‘સૌન્દર્યનો દારુ પીનાર અને જોનાર બન્નેને નશો કરાવે છે. આ દૃષ્ટિએ તે પેલા દારુ કરતાંય ભયંકર છે.’’ દોસ્તી ખરાબ, દૃષ્ટિ ખરાબ અને અંતે દાનત પણ ખરાબ. વસ્ત્રપરિધાનની આંતરવૃત્તિ પરની અસર સમજાવતો રાવણનો પ્રસંગ : અજૈન રામાયણમાં એક પ્રસંગ આવે છે, જે વસ્ત્ર-પરિધાન માત્રની આંતર-પરિણામ ઉપરની જબરજસ્ત અસરને સમજાવવા વધુ પ્રેરક બને તેવો છે. રાવણે રામચન્દ્રજીના ધર્મપત્ની સીતાને ઉપાડી લાવીને લંકામાં અશોકવાટિકામાં રાખી હતી. રાવણ સીતા પાસે હરહંમેશ જતો અને તેના દેહસુખની યાચના વિનવણીના સ્વરે કરતો. આમ છતાં રાવણની વાસનાની પૂર્તિ સીતાજી દ્વારા ન થતાં તે અત્યંત વ્યથિત રહેતો હતો. રાવણ પથારીમાં પડખાં ઘસ્યા કરે છે, એને ઊંઘ આવતી નથી. એક સમયની વાત છે. રાવણનો નાનો ભાઇ કુંભકર્ણ રાવણ પાસે જાય છે અને તેને પૂછે છે “મોટાભાઇ ! આપ ખૂબ વ્યથિત જણાઓ છો. આપને ઊંઘ આવતી હોય તેમ જણાતું નથી. આપની વેદનાનું શું કારણ છે તે તો કહો.'' રાવણની પારાવાર વેદના ઃ ત્યારે રાવણ વ્યથિત વદને કહે છે : ‘કુમ્ભકર્ણ ! તને ખબર તો હશે જ કે હું પેલા વનવાસી રામની પત્ની સીતાને ઉપાડીને લાવ્યો છું. અને એને મારી પટ્ટરાણી બનાવવા માટે અત્યન્ત કાકલૂદીભર્યા સ્વરે વિનવી રહ્યો છું. પરંતુ તે કેમે ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ કરીને માનતી નથી અને રામનું રટણ છોડતી નથી. “તેને રીઝવવા માટે મેં ભરપૂર કોશિશો કરી. પરંતુ હું નિષ્ફળ રહ્યો છું. વળી...મારે પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી પરસ્ત્રી મને ઇચ્છે નહિ ત્યાં સુધી તેની સાથે કોઇ પાપ મારે કરવું નહિ. હું પ્રતિજ્ઞાને તોડવા અત્યંત અસમર્થ છું, તેમજ સીતાને છોડવા પણ અત્યંત લાચાર છું. હવે તું જ કહે: હું શું કરું ?'' કુંભકર્ણની સલાહ : - ત્યારે કુંભકર્ણ રાવણને કહે છે: “મોટાભાઇ ! હું આજે આપને એક સરસ વાત કહેવા આવ્યો છું...“સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ.” એની જેમ સીતાને ખબર પણ ના પડે અને આપને સીતાનું દેહ-સુખ મળી પણ જાય એવો એ રસ્તો છે.” રાવણ એકદમ સફાળો બેઠો થઈ જાય છે અને કહે છે: “કુંભકર્ણ ! કુંભકર્ણ ! જલદી કહે, જલદી કહે. એવો કયો ઉપાય છે ?...હા...જો મને સીતાનું શરીર-સુખ મળી જતું હોય તો પછી તે પટ્ટરાણી ના બને તોય વાંધો નહિ. પણ તું મને તે ઉપાય જલદી બતાવ...” ત્યારે કુંભકર્ણ કહે છે : “ભાઈ ! આપની પાસે તો હજારો વિદ્યાઓ છે. તેમાં રૂપ-પરાવર્તિની નામની વિદ્યા પણ છે. તેથી તે વિદ્યા દ્વારા આપ ધારો તેવું અને ધારો તેનું રુપ બનાવી શકો છો. તો પછી રામનું જ અસલ રૂપ ધારણ કરી લઇને આપ આબેહૂબ રામ બની જાઓ. સીતા પાસે પહોંચી જાઓ. અને આપ આપનું કામ પતાવી લો...સીતાને શી ખબર પડવાની છે કે તમે “રામ” નથી પણ રાવણ છો ?” રામનાં દર્શનથી જ કામનું ઉપશમન : કુંભકર્ણની સલાહને સાંભળતાં જ રાવણ ઠંડાગાર બની ગયો...એણે નિઃસાસો નાંખતા કહ્યું “અલ્યા કુંભકર્ણ ! તું તારા ભાઇને શું મૂર્ખ સમજે છે ? શું મેં તે ઉપાય નહિ અજમાવ્યો હોય ?” પણ તો પછી શું થયું ? આપને આપના કાર્યમાં સિદ્ધિ ન મળી ? શું સીતાજીએ આપને ઓળખી લીધા કે શું આપ આબેહૂબ રામ બની ન શક્યા ?” કુંભક એકીશ્વાસે પ્રશ્નો છોડ્યા. રર૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ રાવણે કહ્યું “સાંભળ તો ખરો ! મેં વિદ્યાનો જાપ કર્યો અને હું આબેહૂબ રામ બન્યો પણ ખરો. પરંતુ જ્યારે હું આબેહૂબ રામ બન્યો છું કે નહિ તે જોવા માટે હું જ્યાં આયનાની સામે ગયો અને આયનામાં જ્યાં મેં “રામનું દર્શન કર્યું ત્યાં મારા મનનો કામ શમી ગયો. સીતા પ્રત્યેની મારી પરસ્ત્રી-વાસના જ વિલીન થઇ ગઇ. હવે તું જ કહે હું શી રીતે સીતા પાસે જવા માટે પગ ઉપાડું ?'' રાવણના આ શબ્દો સાંભળતાં જ કુંભકર્ણનું હૃદય રામચન્દ્રજીને મનોમન ઝૂકી ગયું. રામના વેષ-મંત્રના દર્શનથી કામનું ઉપશમન થઇ જાય એ વાત બાહ્ય વેષની આંતર-પરિણામ ઉપર કેટલી જોરદાર અસર હોઇ શકે છે તે જણાવવા માટે અતિ ઉપયોગી છે. મર્યાદાયુક્ત વસ્ત્રપરિધાન અતિ સફળ : આ બધા પ્રસંગો એ વાતને જડબેસલાક સિદ્ધ કરે છે કે જેણે કામવાસનાના સંબંધમાં સુનિયત્રિત જીવન જીવવું હોય...જેણે સદાચારી અને મર્યાદાશીલ સગૃહસ્થ તરીકે પણ જીવવું હોય તેણે વસ્ત્રપરિધાનના વિષયમાં ખૂબ જ મર્યાદાયુક્ત રહેવું જોઇએ. મર્યાદાયુક્ત, સાંસ્કૃતિક-નિયમોને આધીન રહીને કરાતું વસ્ત્ર-પરિધાન જાતના સંયમનું તો સફળ કારણ છે જ. પરંતુ બીજાઓને માટે પણ આંતરવિકૃતિનું કારણ નહિ બનતું હોવાથી અતિ સફળ છે. - મર્યાદાનું પાલન અગણિત લાભોને કરાવી આપનારું હોવાથી અતિ આવકારદાયક છે...એનાથી ઊલટું મર્યાદાને તોડી-ફોડીને સાફ કરી નાંખવામાં પાર વગરના નુકસાની વેઠવી પડે છે, જેથી મર્યાદાભંગ સંપૂર્ણ ત્યાજ્ય છે. યુવાનોની લાંબા લાંબા વાળની ફેશન, યુવતીઓમાં પુરુષના જેવા પેન્ટશર્ટ વસ્ત્રનું પરિધાન તથા પુરુષની જેમ બફ-કટ વાળ કપાવવા, આ બધી સાંસ્કૃતિક મર્યાદાઓના ભંગરુપ છે. અને આવો મર્યાદા-ભંગ શિષ્ટ પુરુષોની અરુચિનું કારણ બને છે. પરિણામે જીવનને ધર્મથી વિમુખ કરનારો પણ છે. પ્રાચીન વેશપરિધાનમાં વેજ્ઞાનિક હેતુઓ : આપણા આર્યદેશના પ્રાચીન પરંપરાના વેશ-પરિધાનમાં વૈજ્ઞાનિક-હેતુઓ જોવા મળતાં. જે આજના આધુનિક વસ્ત્ર-પરિધાનમાં પ્રાયઃ જોવામાં નથી આવતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ એનું એક ઉદાહરણ લઇએ. જૂના જમાનાના પુરુષો તેર વારની પાઘડી પહેરતા. આવી લાંબી પાઘડી ખૂબ હેતુલક્ષી હતી. વગડામાં જતા તરસ લાગે ત્યારે બીજું કોઈ સાધન પાણી પીવા માટે ન હોય તો તૃષાતુર માનવ લાંબી પાઘડીને ખુલ્લી કરીને તેનો એક છેડો કૂવામાં ઉતારી દેતો. અને તે છેડો પાણીથી ભીંજાઇ જઇને તૃષાતુરતી તરસ છીપાવી શકતો. જ્યારે વર્તમાન જમાનાની ‘ટાઇ’ ગળચી દબાવવામાં કે મારવામાં કદાચ ઉપયોગી થાય. આ વાત ભારતીય પ્રાચીન વેશ-પદ્ધતિની રહસ્યમયતાને જણાવનારી છે. જ્યારે આજે તો ભારતીય પ્રજામાં પણ પશ્ચિમના અનુકરણની બેહદ ઘેલછા જોવા મળે છે. તંગ અને ચુસ્ત કપડાં કદાચ પશ્ચિમી પ્રજાને અનુકૂળ હોય તો પણ ભારતીય પ્રજા માટે અનેક રીતે અહિતકારી છે. એનાથી ચર્મ-રોગ વગેરે અનેક અનારોગ્યના ભોગ બનવાની શક્યતાઓ વધુ ઊભી થાય છે. વધુ પડતાં ખુલ્લાં અંગો જેમ વિકાર-ઉત્તેજનાનું કારણ છે, તેમ શરદી વગેરે રોગોનું પણ કારણ સંભવિત બને છે. માથાની ટોપી અને પાઘડી વગેરેને પુરુષ વર્ગમાંથી મળેલી તિલાંજલિના કારણે મસ્તકની સુરક્ષા અલ્પ બની છે. માનવભવને સઆલંબનોનું નિમિત્ત બનાવો : આપણે આ કદી ન ભૂલીએ કે આપણને મળેલો આ માનવ-ભવ અતિ મૂલ્યવાન છે. આવા ઉત્તમ જીવનમાં તો અનેક સઆલંબનોનું નિમિત્ત પામીને આપણે આ ભવને સફળ બનાવવાનો છે. ઉપરાંત બીજા આત્માઓને પણ સારાં આલંબનો આપવામાં અને તેમને સારા માર્ગ-ધર્મમાર્ગે જોડવામાં સહાયક બનવાનું છે. આના બદલે ઉભટ વસ્ત્ર-પરિધાન દ્વારા બીજા આત્માઓ માટે જો વિકારભાવનું નિમિત્ત બનતું હોય તો પરિણામે આપણી અને બીજાઓની દુર્ગતિ નક્કી જ છે. બીજાઓને ધર્મ-માર્ગે જોડવાની શક્તિ હોય તો અતિ ઉત્તમ. પણ તે જો શક્ય ન હોય તો કમ સે કમ બીજા આત્માઓને કદી પાપ-માર્ગે તો હું નહિ જ જોડું, ને બીજાના અશુભ-ભાવોમાં મારી નિમિત્તભૂતતા તો નહિ જ થવા દઉં, આટલો સંકલ્પ તો અવશ્ય કરી લેવો જોઇએ. મર્યાદાના ભંગ કરનારું વસ્ત્ર-પરિધાન આપણા આત્મામાં તો અશુભ Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાવો પેદા કરે છે પણ બીજાઓના મનમાં પણ પ્રાયઃ વિકારી-ભાવોને જન્માવે છે. જેનાથી આપણો આત્મા ગુણ-ભ્રષ્ટ બને અને બીજાઓ પણ પાપોમાં પ્રવૃત્ત બને એવું અનુચિત આચરણ આપણાથી કરાય જ કેમ ? ભાવ બગડતાં ભવ બગડશે ? ધ્યાનમાં રાખજો એક વાર ભાવ બગડ્યો કે ભવ બગડ્યો. અશુભભાવના સમયે જ જો પરભવના આયુષ્યનો બંધ પડી જશે તો શી દશા થશે ? અને એક વાર પરભવ બગડ્યો કે અનેક ભવોની પરંપરા બગડી જવાની...પછી શી રીતે ઊંચા અવાશે ? એકવાર ભવ-પરંપરા બગડી પછી તે તે ભવોમાં હિંસાદિ ભાવોની પરંપરા ચાલ્યા જ કરવાની. આમ થતાં અનંતકાળ માટે દુર્ગતિની યાત્રાનો આરંભ થઈ જશે. અને એકવાર દુર્ગતિના પાપોથી ભરેલી અને દુ:ખોથી ઉભરાયેલી યાત્રા આરંભાઇ જાય પછી તે વિષચક્રમાંથી છૂટવું કેટલું મુશ્કેલ છે ? આપણને મળેલા ઉત્તમ અવતારનું અતિશય મૂલ્ય આંકતાં શીખો. જો આવા ભવનું મૂલ્ય કરતાં નહી આવડે તો તુચ્છ અને સુદ્ર સુખોની ખાતર કે વિષયોની ઘેલછાની ખાતર કાળાં પાપો કરતાં પણ મન નહિ અચકાય. આવા અનેક પાપોની પરંપરાને તજવા માટે, આત્માની શુદ્ધિ, ચિત્તપ્રસન્નતા અને શાંતિ જાળવવા માટે મર્યાદાયુક્ત અને સાંસ્કૃતિક નિયમોને અનુસરે તેવો જ વેશ પહેરવો તે ઉચિત છે. | ઉચિત-વસ્ત્રપરિધાનનો તમારો આ ગુણ કદાચ બીજાઓને પણ તેવાં વસ્ત્ર-પરિધાન માટે પ્રેરણાદાયી બની જશે તો તમે તેનું પુણ્ય હાંસલ કરવાનું સદ્ભાગ્ય પણ પામી જશો. • બગડેલા ભાવો અનેક ભવોની પરંપરા બગાડી નાખે છે. • બીજાને દુ:ખી બનાવવા એ પાપ છે તેમ બીજાને પાપી બનાવવા એ પણ પાપ છે. • અનુકરણનો ચેપ બહુ ભયંકર છે. ૨૨૪ રકમ Page #232 -------------------------------------------------------------------------- ________________ લોકોની દ્રષ્ટિમાં પણ પવિત્ર : ભર બપોરે બાર વાગેય એ ભાઇના કમરામાં કોઈ સ્ત્રી આવી જાય તો એ ભાઇ પળનોય વિલંબ કર્યા વિના કાં તો સ્ત્રીને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા અથવા તો પોતે એ કમરામાંથી બહાર નીકળીને દિવાનખાનામાં આવી જતા ! અજાણી સ્ત્રી સાથેના વ્યવહાર અંગેની એમની આટલી બધી સજાગતા તો સમજાતી હતી પણ પોતાની સગી બેન સાથે પણ એમના આવા વ્યવહારની વાત એમના પરિચિતોના મગજમાં બેસતી નહોતી. ન એ બેન સાથે એકલા કમરામાં બેસે કે ન બહાર ફરવા નીકળે ! કેટલાકને એ ભાઇની આવી ચોક્સાઇમાં વેદીયાવડાનાં દર્શન થતાં તો કેટલાકને એ ભાઈ આત્મવિશ્વાસના અભાવવાળા લાગતા ! કેટલાકને એ ભાઈ જૂનવાણી લાગતા તો કેટલાકને એ ભાઇ બ્રહ્મચર્યની બાબતમાં કમજોર લાગતા ! પણ એક યુવકથી એ ભાઇનું આવું ભારે નિયંત્રિત જીવન જીરવાયું નહીં ! એ સીધો પહોંચી ગયો એમના ઘરે ! તમે આ શું માંડ્યું છે ?' કેમ શું થયું ?' સગી બેન સાથે પણ આવો અતડો વ્યવહાર ?' “એમાં શું વાંધો આવ્યો ?' વાંધો ? ભાઇ બેન વચ્ચેના પવિત્ર સંબંધોની ગુડવીલને તમારા આવા વ્યવહારથી ધક્કો લાગે છે' યુવક આવેશમાં બોલ્યો. જુઓ ભાઇ મારા આવા વ્યવહાર અંગેનો ખુલાસો તમને એક જ વાક્યમાં આપી દઉ, આપણે પવિત્ર રહેવું જોઇએ એટલું જ પર્યાપ્ત નથી, પણ લોકોની દૃષ્ટિમાં આપણે પવિત્ર લાગવા પણ જોઇએ બસ, મારી આ માન્યતાના આધારે મારા સગી બહેન સાથેના વ્યવહારને મૂલવશો તો તમને અચૂક સમાધાન થઈ જશે !” ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ I ૦ 19 (૧૪) મો ગુણ બુદ્ધિ અષ્ટ-ગુણ નિધાન લાલ રે अष्टभिर्धीगुणै-युक्त (બુદ્ધિના આઠ ગુણો) માર્ગાનુસારીપણાના ગુણોમાં બુદ્ધિના આઠ ગુણો વર્ણવાયા | હે છે. જેની પાસે બુદ્ધિના આ આઠ ગુણો વિદ્યમાન હોય તે સદા-સર્વદા શુભ પામે, કલ્યાણને વરે. - બુદ્ધિના તે આઠ ગુણોનાં નામ અને સંક્ષિપ્ત અર્થ આ | પ્રમાણે છે. ૦૧. શુશ્રુષા = તત્ત્વને સાંભળવાની ઇચ્છા. ૨. શ્રવણ = તત્ત્વને સાંભળવું તે. ૩િ. ગ્રહણ = તત્ત્વને સાંભળીને મનમાં ગ્રહણ કરવું. T૪. ધારણ = તે ગ્રહણ કરેલું ભૂલવું નહિ, પણ તેની બરોબર મનમાં ધારણ કરી લેવી. | ૫. ઉહા = વિદ્યિમુખી (વિધાન-તરફી) તર્ક. ૬. અપોહ = નિષેધમુખી (નિષેધ-તરફી) તર્ક. | ૭. અર્થવિજ્ઞાન = ઉહા અને અપોહ દ્વારા થયેલું, સંશય અને ભ્રમ વગેરેથી રહિત સમ્યગજ્ઞાન ૮. તત્ત્વજ્ઞાન = જે સમ્યગજ્ઞાન થયું તે યથાર્થ જ છે, તત્ત્વભૂત છે, આવું નિશ્ચલજ્ઞાન. | બુદ્ધિના આ આઠ ગુણોનું વિસ્તૃત-વર્ણન તમારે જાણવું જ રહ્યું...તે માટે વાંચો તે ગુણો ઉપરનું આ વિવેચન... ૦ ૦ III ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં ચૌદમા નંબરનો ગુણ છે-બુદ્ધિના આઠ ગુણા. शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । उहापोहोर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः || બુદ્ધિના ગુણો આઠ છે (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ધારણ (૫) ઉહા (૬) અપોહ (૭) અર્થવિજ્ઞાન અને (૮) તત્ત્વજ્ઞાન. બુદ્ધિના આ આઠ ગુણોનું થોડુંક વર્ણન આપણે જોઇએ. - (૧) શુશ્રુષા શુશ્રુષાનો અર્થ તો સાંભળવાની ઇચ્છા થાય, પરંતુ અહીં માત્ર એકલો જ અર્થ અભિપ્રેત નથી. પરંતુ તત્ત્વને સાંભળવાની, આત્માનું હિત થાય તેવી વાતો કે કથા સાંભળવાની ઇચ્છા એ જ “શુશ્રુષાપદથી અહીં અભિપ્રેત છે. માત્ર “સાંભળવાની ઇચ્છા તો જગતમાં ક્યા જીવોને નથી હોતી ? રેડિયોમાં વાગતાં ફિલ્મીગીતો સાંભળવાની, પોતાની આત્મ-પ્રશંસા સાંભળવાની, પોતાને અણગમતી વ્યક્તિઓની નિન્દા-વિકથા સાંભળવાની, આવી બધી “શુશ્રુષા” તો જીવમાત્રને અનાદિકાળથી વળગેલી છે. માટે તો આજના જમાનાના લોકો રેડિયો, ટી.વી. ટેપરેકોર્ડ ઘરમાં વસાવે છે. મોહોત્પાદક “શુશ્રુષા' ગુણ નથી ? પણ જ્ઞાની પુરૂષો, આવા શ્રવણેન્દ્રિયના રસને વિષય-વાસના જ કહે છે. આવી શ્રવણેન્દ્રિય વિષયક વાસનાવૃત્તિના કારણે તો જીવ અનાદિકાળથી ભવ ચક્રમાં ભટકતો રહ્યો છે. આથી આવી મોહજનિત અને મોહોત્પાદક “શુશ્રુષા” તો જીવન સંસાર-ભ્રમણનું મૂળ છે. તેને માર્ગાનુસારીનો ગુણ કેમ કહી શકાય ? ધનના લોભીને ધન ક્યાં મળે અને કેવી રીતે મળે તે સાંભળવાની લગન હંમેશ હોય છે. કામી પુરુષને પોતાની પ્રિય સ્ત્રી પાસેથી કામરાગજનક અને કામોત્પાદક વચનો સાંભળવાની ઇચ્છા પ્રબળ હોય છે. માનવ-મનમાં રહેલી હાસ્યાદિ-વૃત્તિઓ નિત-નવા જોક્સ અને ટૂચકા વગેરે સાંભળવાની પણ ઇચ્છા જાગૃત કરાવે છે. પરંતુ આ બધી શ્રવણેચ્છા (શુશ્રુષા) જીવના આત્મકલ્યાણમાં ઉપયોગી નથી. બલકે નિતરાં બાધક છે. ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ આત્મહિત થાય તે જ શુશ્રુષા ગુણ છે : આત્માનું જેના દ્વારા હિત થાય, કલ્યાણ થાય, જીવાત્મા મુક્તિમાર્ગ તરફ આગેકૂચ કરે...આત્મામાં અનેક સદ્ગુણોનો વાસ થાય...જીવનમાંથી દુર્ગુણોનો વિલય થાય.. .પરોપકાર, પરહિતકરણ અને પરમપદ પ્રત્યે પ્રીતિ જેના દ્વારા ઉત્પન્ન થાય...આવું શ્રવણ કરવાની ઇચ્છા તે જ અહીં ‘શુશ્રૂષા' સમજવી. અને આવી શુશ્રુષા જીવનને ઊર્ધ્વગામી બનાવવા માટે અનોખું અને અનિવાર્ય સાધન છે. આવી શુશ્રુષાતત્ત્વશ્રવણની અભિરુચી એક વાર અંતરમાં જાગે તો તેનાથી બુદ્ધિનો સંસ્કાર થાય છે. બુદ્ધિ તેનાથી સંસ્કૃત-પરિષ્કારવાળી બને છે. જ એકવાર સાચા અંતરથી તત્ત્વશ્રવણની રુચિ જગાડો...પછી તમને તેવા ઉત્તમ ગુરુનો / ઉત્તમ સંતનો ભેટો અવશ્ય થઇને જ રહેશે...જેમની વાણી તમારા જીવનમાં અમૃતની સરવાણી બનીને ફરી વળશે. તમારા જીવનને નન્દનવન સમાન સદ્ગુણોનો બગીચો બનાવશે. તમારી શક્તિઓને ઊર્ધ્વમુખી અને કલ્યાણમુખી બનાવશે. (૨) શ્રવણ : ‘શુશ્રુષા’ નો અર્થ છે શ્રવણની ઇચ્છા. પણ એકલી શુશ્રુષા કરવા માત્રથી કાંઇ કલ્યાણ ન થાય. જીવન ઊર્ધ્વમુખી ન બને. શ્રવણની ઇચ્છા રુપ શુશ્રુષા જાગ્યા પછી ઉત્તમ, આત્મહિતકારી અને જીવનનું સાર્થક્ય કરનારી સંતવાણીનું ‘શ્રવણ કરવું' જોઇએ. સારી સંતવાણી સાંભળવી જોઇએ' આવું માનનાર અને બીજાને કહેનાર આ સંસારમાં ઘણા હોય છે. કદાચ ખરેખર તેવા આત્માઓની સાંભળવાની ઇચ્છા' (શુશ્રૂષા) સાચી પણ હોય છે. પરંતુ ઘણીવાર આવા જીવો, આળસના કારણે અથવા અભિમાનાદિના કારણે તત્ત્વશ્રવણનો યોગ જ્યાં થતો હોય ત્યાં શ્રવણ કરવા જતા નથી. પરિણામે અનેક સદ્ગુણોના ઉદ્ગમ-સ્થાન સમાન સંતવચનના શ્રવણથી તેઓ વંચિત રહી જાય છે. માટે જ શુશ્રુષા પછી બીજા નંબરે ‘શ્રવણ કરવું તેને બુદ્ધિનો બીજો ગુણ ગણાવ્યો.’ (૩) ગ્રહણ : સાંભળવાની ઇચ્છા થઇ. સાંભળ્યું પણ ખરું. પણ પછી શું ? સાંભળીને તેને મનમાં ગ્રહણ કર્યું ખરું ? બહુ મહત્ત્વની વાત છે-આ. ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ ઘણા માણસો સંતવાણીનું શ્રવણ કરવા જતા હોય છે. પરંતુ તેઓ ઉપયોગપૂર્વક-લક્ષ દઇને સાંભળતા હોતા નથી. કાં તો સભામાં અન્ય લોકોના મોં જોયા કરે...કાં તો ઊંધે...કાં તો ધંધાકીય અથવા બીજા કોઇ સંસારીય વિચારો કરે. અગર કાં તો મૂઢની જેમ સાંભળે. આવા ‘મૂઢ-શ્રોતા’ ન બનશો ન : મને એક ભાઇ યાદ આવે છે. ખૂબ સારા વકતા હોય...પ્રવચન ખૂબ સુંદર ચાલતું હોય...ત્યારે તે ભાઇ પ્રવચન સાંભળે ખરા...પણ પ્રવચનમાં ચાલતા કોઇ પ્રસંગોનો એમના મોં ઉપર કોઇ પ્રતિભાવ ન જણાય. અત્યંત રોમાંચક પ્રસંગનું શ્રવણ કરતાંય તેમનું રુવાડું રોમાંચિત ન થાય. કે અત્યંત કરુણ પ્રસંગ સાંભળતા તેમના રોમમાં પણ ભીનાશ ન પ્રગટે. આવા શ્રોતાના મુખની સામે જોઇને જો પ્રવચનકાર બોલતા હોય તો તેમનો પણ ‘મૂડ આઉટ’ થઇ જાય. આવા શ્રોતાને કેવો કહેવો ? મૂઢ શ્રોતા. મૂઢ શ્રોતા સાંભળે ખરો. પણ વકતા દ્વારા કહેવાતા પદાર્થોને તે ગ્રહણ ન કરી શકે. ઘણા શ્રોતાઓને વ્યાખ્યાન સાંભળતાં ઊંઘવાની બહુ સારી ફાવટ હોય છે. જેવું વ્યાખ્યાનકારનું વ્યાખ્યાન શરુ થાય એટલે આ ભાઇ સાહેબનું ઊંઘવાનું શરુ થાય. આવા શ્રોતાઓ પણ તત્ત્વને બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકતા નથી. આ અંગે ‘ટચુકડી કથા’ ભાગ-એકમાં એક બહુ મજાનું દૃષ્ટાંત આપ્યું છે. તે આપણે એ જ શબ્દોમાં જોઇએ. શેઠ ! જીવો છો ? વ્યાખ્યાનમાં જ લાંબી ઊંઘ ખેંચી નાંખવાના સંકલ્પને વરેલા શેઠને વારંવાર ઝોકાં ખાતા જોઇને વ્યાખ્યાનકાર મુનિને ન ગોઠયું. એમણે જરા જોરથી શેઠને કહ્યું શેઠ ! ઊંઘો છો ?'' ઝબકીને જાગી ગયેલા શેઠે ઇજ્જત બચાવવા માટે જવાબ આપ્યો, “ના...ના...કોણ કહે છે ?’’ પણ...થોડી વાર થઇ...ફરી એ જ ઝોકાં...મુનિરાજનો ફરીથી એ જ પ્રશ્ન... શેઠ ! ઊંઘો છો ? શેઠનો ફરીથી એ જ જવાબ : ના...ના...કોણ કહે ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ છે ?” આવું ને આવું ત્રીજીવાર પણ બન્યું. યુવાનો પણ અકળાયા-મુનિરાજને ખોટા પાડવા બદલ, મુનિવરે ચોથી વાર શેઠને જોરથી પૂછયું “શેઠ ! જીવો છો ?” ફરી ઝબકી ઊઠેલા શેઠે એ જ જવાબ આપી દીધો : “ના...ના..કોણ કહે છે ?" અને સઘળાય શ્રોતાજનો ખડખડાટ હસી પડ્યા. કાંઇક બફાઇ ગયાનો શેઠને ખ્યાલ આવી ગયો અને પછી એકદમ સ્વસ્થ થઇને વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. શેઠનું આ રીતનું વ્યાખ્યાન-શ્રવણ તેમના અંતરમાં કોઈ તત્ત્વનું ગ્રહણ થવા ન દે તે સાવ સમજી શકાય તેવી વાત છે. શ્રવણ પણ વિધિથી કરો : શ્રવણ પણ કેવી રીતે કરવાનું ? તેની વિધિ શાસ્ત્ર બતાવે છે. હાથ જોડીને, નયનોને વક્તાની સન્મુખ રાખીને...નમ્રતાપૂર્વક અને વિનય-સહિત જે સંતવાણીનું શ્રવણ કરે છે, તેને શ્રવણ પછીના “ગ્રહણ' નામના ગુણનો આત્મલાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. . સર્વચનોને સાંભળતી વખતે વિધિપૂર્વક અને ઉપયોગપૂર્વક સાંભળો. તેનાથી “ગ્રહણ” (તત્ત્વનું અંતરમાં ગ્રહણ) અવશ્ય થશે, (૪) ધારણા : ધારણા એટલે સાંભળીને ગ્રહણ કર્યું તેને મનમાં બરોબર ધારી રાખવું. પકડી લેવું. મનમાં કરેલી ધારણાને કારણે શ્રવણ દ્વારા જે ગ્રહણ કર્યું છે તે ચિત્તમાં સ્થિર થાય છે. તેની સદા યાદ રહે છે. આ રીતે તત્ત્વનું ધારણ કરી રાખવાથી પાપના પ્રસંગોમાં તથા વિકારાદિના અવસરોમાં મનમાં સંઘરી રાખેલી તત્ત્વવિચારણા જીવને પાપથી બચાવે છે. અશુભથી સંરક્ષે છે શુભ ધારણ : સંસારી જીવાત્માને પાપનાં આક્રમણો અને અશુભ તરફ ખેંચી જનારા ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો વારંવાર બને તે સુસંભવિત છે. આ સંભાવનાની સામે સુરક્ષા કોણ આપે ? શ્રવણ દ્વારા મનમાં ગ્રહણ કરેલી તત્ત્વવિચારણા જો ધારણા દ્વારા સુસ્થિર કરી હોય તો મનને અશુભમાંથી શુભ તરફ વાળવું સરળ બની જાય. પાપના પ્રસંગોએ આપણું જ મન તેના પ્રતિકાર માટે તત્પર બને અને એ રીતે મનમાં શુભભાવ સ્થિર બને. તત્ત્વભૂત પદાર્થોનું શ્રવણ કરતાં ઉપયોગ ખૂબ રાખવો જરૂરી છે. મનના ઉપયોગપૂર્વક સાંભળેલાનું સારી રીતે ગ્રહણ થાય છે. અને જો સારી રીતે ગ્રહણ થાય તો ધારણા કરવામાં કોઈ તકલીફ પડતી નથી. આનાથી ઊલટું, જો મનના ઉપયોગ વગર, અથવા ચિત્તમાં અનેક જાતના વિચારો કરવા સાથે સાંભળવામાં આવે તો તેવા શ્રવણાથી ગ્રહણ સારી રીતે થતું નથી. અને જો ગ્રહણ જ ન થાય તો ધારણા તો શી રીતે થાય ? પદાર્થની અ-સ્મૃતિમાં કારણ ઃ આદરનો અભાવ વર્ષોથી પ્રવચનો સાંભળનારા અનેક શ્રોતાઓને પ્રવચનના પદાર્થો યાદ નથી રહેતા એવું અનુભવાય છે. આના ઘણાં કારણો હોઇ શકે છે. સૌથી મુખ્ય કારણ તો જ્યારે પ્રવચન સાંભળવામાં આવતું હોય છે ત્યારે મનનો ઉપયોગ પદાર્થ-શ્રવણમાં ન હોવો અગર અન્યત્ર હોવો તે છે. વળી, જે સંતવાણી સાંભળવામાં આવે છે તે સંતવચનો પ્રત્યે અંતરનો ઊંડો આદરભાવ ન હોવો તે પણ એક કારણ છે. જે વસ્તુ કે બાબત પ્રત્યે આપણા અંતરમાં ઊંડો આદરભાવ, લાગણી કે પ્રેમ હોય છે તે વસ્તુ કે બાબત પ્રત્યે આપણી સ્મરણશક્તિ કેટલી સતેજ હોય છે તે અનુભવની વાત છે. વેપારીને કોને કેટલો માલ આપ્યો અને કોની પાસેથી કેટલી ઉઘરાણી લેવાની બાકી છે તે કેવું યાદ હોય છે ? કરિયાણાના વેપારીને દુકાનમાં પડેલી બસો ચીજના ભાવ-તાલ કેવા મોઢે હોય છે ? આનું કારણ શું ? કારણ એક જ કે ધન પ્રત્યે વેપારીને જબરો રાગભાવ છે. અને તે રાગના કારણે, ધનની પ્રાપ્તિ માટે ભાવ-તાલની માહિતી રાખવી અનિવાર્ય છે તે પણ તે જાણે છે તેથી જ આવી બાબતમાં તેની યાદશક્તિ બરાબર સતેજ રહે છે. ૨૩૧ : Page #239 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક બાબતમાં ઊંડો આદરભાવ કે રાગભાવ જોવા મળતો નથી...આથી જ તેને સંતવાણી દ્વારા રજૂ કરાયેલું તત્ત્વચિંતન યાદ રહેતું નથી. તત્ત્વચિંતન પ્રત્યે ઊંડો આદરભાવ, તત્ત્વચિંતનથી થનારા આત્મકલ્યાણ પ્રત્યેની અવિહડ શ્રદ્ધા જો જાગૃત થાય તો તે તત્ત્વભૂત પદાર્થોનું શ્રવણ-ગ્રહણ કર્યા પછી ધારણ રાખવું ખરેખર સરળ બની જશે. પ્રવચનકારના પક્ષે કેટલીક ખામીઓ : આ વાતો શ્રોતાના પક્ષે થઇ. પરંતુ શ્રોતાને પ્રવચનમાં કહેવાયેલો પદાર્થ બરાબર યાદ રહેતો ન હોય તેમાં પ્રવચનકારના પક્ષે પણ કેટલીક ખામી હોઇ શકે છે. ઘણા વક્તાઓ પોતાનો પદાર્થ ખૂબ ઝડપથી, ધસમસતા પાણીનાં પૂરની જેમ બોલી નાંખવાથી પણ શ્રોતાઓને તે મુદ્દાઓ યાદ રાખવાનું મુશ્કેલ બની જાય છે. ઘણાં બધા પદાર્થો બોલી નાખવા, ખૂબ ધમધમાટ કરતાં વેગપૂર્વક પદાર્થો બોલવા, પ્રવચનમાં બીજા-ત્રીજા દૃષ્ટાંત-જોક્સ વધુ પડતા રજૂ કરીને મૂળ પદાર્થ પ્રત્યેથી શ્રોતાનું ધ્યાન બીજે ખેંચી જવું, અસંકલિત રીતે પદાર્થો બોલવા...અર્થાત્ પ્રવચન શરુ કર્યું હોય કોઇ વિષય ઉપર અને જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે બીજા જ વિષય ઉપર સમાપન થાય...આવા બધા પ્રવચનકારના ઘણા દોષો શ્રોતાને પદાર્થની ધારણા કરવાનું ખૂબ મુશ્કેલ બનાવી દે છે. આવી પ્રવચન-પદ્ધતિ ઉપાદેય નથી. ક્યારેક વધુ પડતા જોશીલાં અને વેગીલાં પ્રવચનો સાંભળતી વખતે કર્ણપ્રિય કદાચ લાગે-લાગશે, પરંતુ તેની ચિંરજીવ અસર જોવા નહિ મળે. “તમે શું સાંભળ્યું?' એવું શ્રોતાને વ્યાખ્યાન બાદ પૂછવામાં આવે તો તે કહેશે: વ્યાખ્યાન ઘણું સારું હતું. પણ મહારાજશ્રીએ એટલું બધું કહ્યું અને એટલી ઝડપે કહ્યું કે અમને તો કશું જ યાદ નથી રહ્યું.” આ સ્થિતિમાં આપણે શ્રોતાઓની સ્મરણશક્તિનો દોષ કાઢીએ તો તે જરાય વાસ્તવિક નથી. આ એક પ્રાસંગિક વાત થઇ. (૬) ઉહા અને અપોહ : ઉહા એટલે વિધિમુખી તર્ક. અને અપોહ એટલે નિષેધમુખી તર્ક. સાંભળીને ધારણ કરી રાખેલા પદાર્થની ઉપસ્થિતિ અથવા સમાનતા જ્યાં દેખાય ત્યાં ત્યાં તે તે પદાર્થની ઘટના કરવી અને એ રીતે પદાર્થને મજબૂત કરવો આ ઉહા” કહેવાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ દા.ત. જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે...આ વાત સાંભળી તેનું ગ્રહણ અને ધારણ પણ કર્યું. હવે જ્યારે ધુમાડો જોવામાં આવે ત્યાં, ‘અહીં ધુમાડો છે તેથી નક્કી અગ્નિ હોવો જોઇએ.' આ પ્રકારની વિધાનતરફી વિચારણાને મનમાં ગોઠવવી. આવો જે તર્ક તે ‘ઉહા' કહેવાય. અને સાંભળીને ધારણ કરેલા પદાર્થની ઉપસ્થિતિ અથવા સમાનતા જ્યાં જ્યાં ન દેખાય ત્યાં ત્યાં તે તે પદાર્થ જોવામાં નથી આવતો એમ ઘટાવીને તે પદાર્થન નિષેધમુખી વિચારણાથી દૃઢ કરવો આ ‘અપોહ' કહેવાય. દા. ત. જ્યાં જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ત્યાં ધુમાડો પણ નથી હોતો...આ વાત સાંભળી તેનું મનમાં ગ્રહણ અને ધારણ પણ કર્યું. હવે જ્યારે અમુક જગ્યાએ અગ્નિ જોવામાં નથી આવતો ત્યાં ત્યાં, ધુમાડો પણ નથી જ, આ રીતે નિષેધતરફી વિચારણાને મનમાં ગોઠવવી, આવો જે તર્ક તે ‘અપોહ' કહેવાય. સાંભળેલા તત્ત્વનું ગ્રહણ-ધારણ કરી લીધા બાદ તેના અંગે ‘ઉહાઅપોહ' ક૨વાથી તે તત્ત્વચિંતન મનમાં દૃઢ બને છે. દૃઢ થયેલું તત્ત્વચિંતન બુદ્ધિને સંસ્કારવાળી બનાવે છે. અને સંસ્કારિત બુદ્ધિ કઠિનમાં કઠિન પદાર્થોનું જ્ઞાન કરવામાં ખૂબ પ્રવીણ બની જાય છે. પ્રવીણ બુદ્ધિમત્તા શાસ્ત્રનાં રહસ્યોને પામવા અને એ દ્વારા આત્મકલ્યાણના માર્ગમાં ચોક્કસ અગ્રેસર બને છે. (૭) અર્થ-વિજ્ઞાન : સાંભળીને ગ્રહણ-ધારણ કરેલા અને ઉહા-અપોહ દ્વારા સુસ્થિર કરેલા પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવાનું...માત્ર ઉહા અને અપોહ અર્થાત વિધિમુખી તર્ક અને નિષેધમુખી તર્ક કર્યા જ નહિ કરવાનો...પરંતુ તે બધું કરીને પદાર્થનું યથાર્થ જ્ઞાન કરવું જોઇએ. જ્યારે ઉહા-અપોહ દ્વારા અર્થવિજ્ઞાન થાય ત્યારે જ સંશય...ભ્રમ વગેરેનો નાશ થઇ જાય... ગાઢ અંધકારમાં પડેલા દોરડામાં સર્પની બુદ્ધિ થાય તો તે ભ્રમ છે. જે વસ્તુ જે રુપે નથી તેને તે રુપે માની લેવી તે ભ્રમ છે. દોરડું એ કાંઇ સર્પ નથી. છતાં અંધકારના કારણે દોરડામાં સર્પ હોવાની બુદ્ધિ તે ભ્રમ છે. અને દોરડાને જોતાં ‘આ સર્પ હશે કે દોરડું ? આવો વિચાર તે સંશય છે. સંશયમાં ‘દોરડાનો અને સર્પનો' બન્ને વિકલ્પ ઊભા રહે છે. જ્યારે ભ્રમમાં ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ દોરડામાં સર્પ હોવાનો નિશ્ચિત વિચાર' છે. પણ તે ખોટો છે માટે તે ભ્રમરુપ છે. હવે જ્યારે લાઇટનો પ્રકાશ ક૨વામાં આવે છે કે તરત જ ‘આ દોરડું હશે કે સર્પ ?' એવો સંશય...અને ‘આ સર્પ જ છે. એવો ભ્રમ...બધું નાશ પામે છે. એ જ રીતે ઉહા અને અપોહ રુપી લાઇટનો પ્રકાશ જ્યારે અંતરમાં રેલાય છે ત્યારે ભ્રમ...સંશય...બધું નષ્ટ થઇ જાય છે અને અર્થવિજ્ઞાન રુપી નિશ્ચયાત્મક સત્ય-જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૮) તત્ત્વજ્ઞાન : અર્થવિજ્ઞાન દ્વારા જે નિર્ણયાત્મક અગર નિશ્ચયાત્મક બોધ થયો...તેનાથી મારું ક્યું તત્ત્વ સિદ્ધ થયું ? આ અર્થવિજ્ઞાનથી મારા આત્માને શો લાભ ? આ અર્થવિજ્ઞાનને ઉહા-અપોહ દ્વારા સિદ્ધ કરીને મારે મારું આત્મહિત શી રીતે સાધવું ? વગેરે બાબતનો વિચા૨ ક૨વો અને આત્મહિતક૨ ચિંતનનો સાર પામવો એ ‘તત્ત્વજ્ઞાન' છે. તર્ક-Łષ્ટાંત અને દલીલો દ્વારા જે અર્થનિશ્ચય (અર્થવિજ્ઞાન) મેળવ્યો તેના થકી આત્મોપયોગી બાબતને પામવાનો પ્રકાશ પ્રાપ્ત કરવો તે તત્ત્વજ્ઞાન છે. જે અર્થવિજ્ઞાન માત્ર નિશ્ચયાત્મક જ્ઞાન કરાવીને અટકી જાય...પરંતુ તત્ત્વજ્ઞાન સુધી ન લઇ જાય...અર્થાત્ આત્માને હિતકારી શું અને અહિતકારી શું, એનો વિવેક ન કરાવે, તે અર્થવિજ્ઞાન વાસ્તવમાં આવકાર્ય નથી. તત્ત્વજ્ઞાન દ્વારા હેયનું હેય (છોડવા લાયક) તરીકે અને ઉપાદેયનું ઉપાદેય (આદરવા લાયક) તરીકે જ્ઞાન થાય છે...સારરુપ તત્ત્વનું ગ્રહણ કરાવે અને અસાર રુપ અતત્ત્વનો ત્યાગ કરાવે તેનું જ નામ તત્ત્વજ્ઞાન. બુદ્ધિના આઠ ગુણો ચિત્તસમાધિ આપનારા : બુદ્ધિના આ આઠ ગુણો આત્માની ઉજ્જવળતાને સાધી આપનારા છે. બુદ્ધિને વિશુદ્ધ અને વિમલ બનાવનારા છે. જેને માનવ-જીવનનું સાફલ્ય અને સાર્થક્ય પામવું હશે તેણે બુદ્ધિના આ આઠ ગુણોને પામે જ છૂટકો છે. આનાથી ઊલટું બુદ્ધિના આ આઠ ગુણોને જે વાસ્તવિક રીતે પામી-મેળવી નહિ શકે તેને માટે માનવજીવનને સફળ ક૨વાનું અતિ મુશ્કેલ બની જશે. બુદ્ધિના આ આઠ ગુણોનો ધારક દુ:ખના કાળમાં પણ અપૂર્વ ચિત્તસમાધિને પામી શકે છે. સંસ્કારિત થયેલી એની બુદ્ધિ એને વિષમ જીવન-સ્થિતિમાં | ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ માનસિક ધીરતા દ્વારા રક્ષણ આપે છે. જીવનમાં આવતા સુખ-દુ :ખના ઝંઝાવાતમાં આવી બુદ્ધિનો સ્વામી પ્રાયઃ અલીન અને અદીન મનઃસ્થિતિને પામીને પોતાનો માનવ-ભવ સુપેરે સફળ કરી જાય છે. નિર્મળ બુદ્ધિવાળો આત્મસ્વરુપ વિચારે : આઠ ગુણોથી નિર્મળ બનેલી બુદ્ધિનો સ્વામી સૌથી પ્રથમ પોતાના આત્મસ્વરુપની ચિંતા-વિચારણા કરનારો હોય. ‘‘હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો છું ? અને અહીંથી મરીને ક્યાં જવાનો છું ? અનંતકાળની યાતનાઓ ભોગવ્યા બાદ મને માનવ-અવતાર મળ્યો છે તે હવે તેને હું કેમ સફળ કરી લઉ ? આ બધું વળગણ મને શી રીતે વળગ્યું, હવે એને શી રીતે ટાળું ?'' ઇત્યાદિ વિચારણાને નિર્મળ બુદ્ધિમાન તે આત્મા અવશ્ય કરે. જો આપણી બુદ્ધિને આપણે આવી નિર્મળ બનાવવા માગતા હોઇએ... સુસંસ્કારોથી પ્લાવિત ક૨વા ઇચ્છતા હોઇએ તો નિરંતર સદ્ગુરુનો સમાગમ ક૨વો જોઇએ...સત્શાસ્ત્રોનું સતત વાંચન-મનન અને પરિશીલન પણ કરવું જોઇએ. તો જ બુદ્ધિ પૂર્વે જણાવેલા આઠ ગુણોવાળી બને...અને સંસ્કારવંતી પણ બને... સંસ્કારથી પવિત્ર બનેલી...અને જેને શાસ્ત્ર-વાંચન-મનનના પુટ અપાયેલ છે તેવી બુદ્ધિ જ પોતાનું અને જગતનું કલ્યાણ કરનારી બની શકે. આનાથી ઊલટું સંસ્કારથી પવિત્ર નહિ બનેલી અને શાસ્ત્રના વાંચન-મનનના પુટ વગરની બુદ્ધિ પ્રાય : પોતાનું અને પિરચયમાં આવનાર બીજા અનેકોનું ભારે અકલ્યાણ કરનારી બને. ‘બુદ્ધિવાદ’ વધ્યો...પણ સંસ્કારવિહીન : વર્તમાનકાળમાં ‘બુદ્ધિવાદ' ખૂબ વધ્યો છે. બુદ્ધિવાદીઓ અને બુદ્ધિજીવીઓ પૂર્વના કાળ ક૨તાં કદાચ અપેક્ષાએ આજે વધુ હોય તેમ જણાય છે. પરંતુ જે બુદ્ધિ આત્માના હિતની પક્ષપાતી અને આત્મ-કલ્યાણના લક્ષવાળી ન હોય તે બુદ્ધિની કિંમત કેટલી ? સંસ્કારવિહીન બુદ્ધિના સ્વામીઓ સમાજમાં જેટલા વધે એટલું તેમનું અને સમાજનું ભારે અકલ્યાણ જ થાય. આવા માણસો સમાજમાં, રાષ્ટ્રમાં અને દેશમાં અગ્રસ્થાને પહોંચી જાય છે ત્યારે તેઓ સંસ્કૃતિનો ઘાત કરનારા વિચારનો કેવો અને કેટલો પ્રસાર કરે છે તે વર્તમાન યુગને જોતાં શોધવા ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ જવું પડે તેમ નથી. સંસ્કૃતિનાશક વિચારો : કેટલાક સંસ્કૃતિનાશક વિચારોના આ છે નાદરણીય નમૂના : (૧) પોતાના સુખ અને સગવડતાની ખાતર છૂટાછેડા. (Divors) લેવામાં કશું ખોટું નથી. (૨) સંતતિને અટકાવવા માટે બ્રહ્મચર્યનું પાલન આજે અશક્ય છે. તેથી ગર્ભપાત અને ગર્ભનિરોધ અપનાવવા જ જોઇએ. (૩) કરોડો પશુઓની કતલ કરીને, તેને મારીને તેનો નિકાસ કરીને ભારત સરકારે હૂંડિયામણ કમાવવું જ જોઇએ. (અને સરકાર તેમ કરે જ છે.) (૪) પુરુષને જેટલી અને જેવી સ્વતંત્રતા છે, તેવી અને તેટલી સ્વતંત્રતા સ્ત્રીને પણ આપવી જ જોઇએ. `ન સ્ત્રી સ્વાતન્ત્યમતિ' વગેરે જૂનાં ઋષિવચનોને વર્તમાનયુગમાં ‘અનફીટ’ હોવાથી ફગાવી જ દેવાં જોઇએ. ભલે પછી એમ કરતાં સ્ત્રીનું શીલરુપી અમૂલ્ય-ધન લુંટાઇ જતું હોય તોય વાંધો નહિ. ‘શીલ’ ને ગૌણ કરીને બીજાં અનેક ભૌતિક સુખ-સગવડો મળતાં હોય તો મેળવી જ લેવાં જોઇએ. સૌંદર્ય સ્પર્ધાઓ યોજો. (૫) વર્ણ-વ્યવસ્થા વગેરે વર્તમાન-યુગમાં સાવ નકામાં છે. છૂત-અછૂતની માન્યતાને સંપૂર્ણપણે ફગાવી દેવી જ જોઇએ. (૬) ગરીબીથી અને ભયંક૨ બીમારી વગેરેથી પીડાતા / પીસાતા બીમારોને તથા ઘડપણથી ત્રાસ પામતાં ઘરડાં માણસોને મારી નાખવાથી તેમને ‘છુટકારો મળે છે. તેથી તેમને મારી નાખવા તે ‘અનુકંપા-પ્રેરિત મૃત્યુ' હોવાથી તેમ કરવામાં ‘દયા' જ છે. (૭) અત્યારનો જમાનો Fast છે. દરેક વસ્તુ Fast થવી જોઇએ. આયુર્વેદ કોઇ પણ રોગને જલ્દીથી મટાડવા માટે અયોગ્ય છે. તે માટે તો એલોપેથિકપદ્ધતિ જ શ્રેષ્ઠ છે. આથી એલોપેથિક દવાઓનો જ પ્રચાર કરવો જોઇએ.’’ આ અને આવા અનેક કુવિચારોનો બુદ્ધિવાદીઓ દ્વારા એટલા જોરશોરથી અને એટલા વેગથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આજે આ વિચારોની ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ વિરુદ્ધ બોલનારને પણ “ગાંડો’ ગણાવાઇ રહ્યો છે. સમ્યગુશાસ્ત્રોથી સંસ્કારિત નહિ થયેલી બુદ્ધિ સમ્યગૂ હોતી નથી. અને આવી અસમ્યમ્ બુદ્ધિના સ્વામીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ પ્રાયઃ વિકૃતિને વધારનારી અને સંસ્કૃતિને સંહારનારી જ હોય તેમાં કાંઈ નવાઈ નથી. સબુદ્ધિ અને દુર્બુદ્ધિ : જે બુદ્ધિનો ઝોક આત્મ-લક્ષી હોય, જે બુદ્ધિનો પ્રવાહ સંસ્કૃતિના મૂળિયાઓને પુષ્ટ કરનારો હોય તે બુદ્ધિ સદ્ગદ્ધિ કહેવાય. અને જે બુદ્ધિનો ઝોક ઇન્દ્રિયોની વાસના-લક્ષી હોય, જે બુદ્ધિનો પ્રવાહ વિકૃતિને પોષનારો અને સાંસ્કૃતિક મર્યાદા લોપનારો હોય તે બુદ્ધિને દુર્બુદ્ધિ કહેવાય. - બુદ્ધિમાં જેમ સમ્યગપણું (સારાપણું) હોવું જરૂરી છે તેમ બુદ્ધિમાં સૂક્ષ્મતા (પારદર્શકતા) હોવી પણ અત્યંત આવશ્યક છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અષ્ટક-પ્રકરણમાં આ વાત સરસ રીતે સમજાવી છે. સ્થૂલ બુદ્ધિ છોડો સૂક્ષ્મબુદ્ધિ સ્વીકારો : જીવનનો વિકાસ સાધવા માટે, મુક્તિના માર્ગમાં આગેકદમ બઢાવવા માટે સ્કૂલ-બુદ્ધિને છોડવી પડશે અને સૂક્ષ્મ-બુદ્ધિને સ્વીકારવી પડશે. બુદ્ધિમાં જડતા અને વક્રતા એ જીવન-વિકાસમાં ભારે અવરોધક છે. શાસ્ત્રમાં એક મુનિવરનું દૃષ્ટાંત આવે છે. તે મુનિવરને એક પ્રતિજ્ઞા હતી કે, “મારે રોજ કોઇ પણ એક માંદા મુનિવરની સેવા-ભક્તિ કરવી.” એક વખત એવું બન્યું કે પોતાના આખા સમુદાયમાં કોઈ મુનિ બીમાર જ ન પડ્યા. તેથી ઉપરોક્ત પ્રતિજ્ઞાના ધારક મુનિના મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો કે “અરરર ! આજે કોઇ મુનિ બીમાર નથી પડ્યા, તેથી મને મુનિ સેવાનો લાભ નહિ મળે. તો પછી મારી પ્રતિજ્ઞાનું શું થશે ? જો કોઈ મુનિ બીમાર પડી જાય તો ઘણું સારું. જેથી મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય.” આ પ્રકારનો વિચાર મુનિની જડ બુદ્ધિની નીપજ છે. જો કોઇ મુનિ બીમાર પડી જાય તો મારે તેની સેવા કરવી. સેવામાં ઊણપ કે આળસ ન કરવી. ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જો કોઇ મુનિ બીમાર ન જ પડે તો તો તે ઘણું જ ઉત્તમ કહેવાય.’’ આ પ્રતિજ્ઞાનું હાર્દ છે તે સૂક્ષ્મ બુદ્ધિનો સ્વામી હોય તો જ સમજી શકે. ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જણાય : પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો તે શ્લોક અહીં યાદ આવે છે : सूक्ष्मबुध्या सदा ज्ञेयो, धर्मो धर्माथिबिर्नरैः । अन्यथा धर्मबुद्धिश्च तद्विघाताय जायते ।। . અર્થ ધર્મના અર્થી માનવોએ ધર્મને હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી જાણવો-સમજવો અને આરાધવો જોઇએ. જો ધર્મનો મર્મ સૂક્ષ્મબુદ્ધિથી સમજવા/આરાધવામાં નહિ આવે તો ધર્મની બુદ્ધિ જ કદાચ ધર્મનો નાશ કરનારી બની જાય. તે સુસંભવિત છે. જેની બુદ્ધિ સૂક્ષ્મ છે...વસ્તુના હાર્દને સ્પર્શી શકે છે...તેવી કેટલાંય દૃષ્ટાંતો આ જગતમાં જોવા મળે છે. એક દૃષ્ટાંત યાદ આવે છે. અતિબુદ્ધિશાળી વેપારીનું દૃષ્ટાંત : એક નગરમાં એક વેપારી હતો. તે ધીરધારનો ધંધો કરતો હતો. જ્યારે જ્યારે તે કોઇ પણ રકમ ઘરાકને ધીરતો ત્યારે એક વિચિત્ર પ્રકારની શરત કરતો. એ કહેતો : ‘જ્યારે આપણા નગરનો રાજા મૃત્યુ પામી જાય ત્યારે તમારે આ રકમ મને પરત કરવાની છે.'' અનેક લોકો આ વેપારી પાસેથી રકમ લઇ જતાં...આમ કરતાં કરતાં આ વાત વહેતી વહેતી રાજાના કાને ગઇ. તેણે સૈનિકોને હુકમ કર્યો કે “અબઘડી તે વેપારીને મારી સમક્ષ હાજર કરો.'' થોડીક જ વારમાં સૈનિકો પેલા વેપારીને પકડી લાવ્યા અને રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ પૂછ્યું ‘‘કેમ ભાઇ ! તું મારા મૃત્યુનો પ્રચાર કરી રહ્યો છે ? સીધી સાદી વાત છે કે તને તારી ૨કમ જલદી પાછી મેળવવાની ઇચ્છા હોય જ. આથી હું જેમ વહેલો મરી જાઉં તેમ તું ઇચ્છે ને ? કારણ કે તારી શરત છે કે નગરનો રાજા મૃત્યુ પામે ત્યારે તારે તે રકમ પાછી લેવાની...બરાબર ને ?' રાજાના રોષની સામે પણ તે વેપારી મુંઝાયો નહિ. કારણ કે તે વિચક્ષણ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ હતો. ધારદાર બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું “રાજન્ ! આપની ગેરસમજ થાય છે. આપ જે સમજો છો એનાથી તો વાત સાવ ઊંધી જ છે. હું તો આપના મૃત્યુને નહિ, પણ દીર્ઘ આયુષ્યને ઇચ્છું છું. અને હું જે શરત કરું છું તેનાથી તો આપના દીર્ધાયુષ્યની સહુ કોઈ પ્રાર્થના કરે છે...” રાજા કહે : “એ શી રીતે ? હું કાંઇ સમજ્યો નહિ, તું વિગતવાર વાત કર. તો મને ખબર પડે.” વેપારી કહે: “વાત સાવ સીધી છે. હું શરત કરું છું કે આપણા નગરનો રાજા મૃત્યુ પામે ત્યારે તમારે રકમ પરત કરવી. આથી તમામ લેણદારો એ જ ઇચ્છે કે અમારે જલદી રકમ આપવી ના પડે. આથી તે સહુ રોજ પ્રભુને પ્રાર્થના કરે છે કે “અમારા રાજા જલદી મૃત્યુ ન પામો. પ્રભુ ! એને ખૂબ દીર્ધાયુષ્ય મળો.” આ રીતે અનેક લોકો આપના દીર્ઘ-આયુષ્યની પ્રાર્થના કરે છે. હવે આપ જ મને કહો કે હું તેમાં શું ખોટું કરી રહ્યો છું.” રાજા તો વેપારીની આવી વાત સાંભળીને ખૂબ ચકિત થઈ ગયો. પ્રસન્ન થઇને એણે વેપારીને ઇનામ આપ્યું. . બુદ્ધિની સૂક્ષ્મતાથી અપાયેલો જવાબ કેવો હર્ષપ્રેરક હોય છે અને બુદ્ધિની સ્થૂળતાથી અપાયેલ જવાબ કેવો ખેદજનક હોય છે તેનું એક સરસ દૃષ્ટાંત છે. ધૂળબુદ્ધિ અને સૂક્ષ્મબુદ્ધિ : જોષી-રાજાનું દષ્ટાંત એક નગરના રાજાની પાસે એક પ્રખર જ્યોતિષી આવ્યો. જ્યોતિષ શાસ્ત્રના અનેક ગ્રન્થોનું તેણે તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હોવાનો તેનો દાવો હતો. રાજાને પોતાનું આયુષ્ય કેટલું છે? તે જાણવાની ઉત્કંઠા હતી. તેથી તેણે તે પ્રખર જોષી મહારાજને સવાલ કર્યો: “બોલો ! જોષીરાજ ! મારું આયુષ્ય કેટલું છે ?” જોષી મહારાજે તો રાશિઓ ગણવા માંડી: મીન, મેષ અને કુંભ..પાકી ગણતરી કરીને જોષી મહારાજે જ્યારે કહેવા માંડ્યું ત્યારે તે સાંભળવા રાજાના અને ભરસભાના કાન ચોકન્ના થઈ ગયા. જોષી મહારાજે ફરમાવ્યું “રાજન્ ! દુઃખ ન લગાડશો પરંતુ આપનું આયુષ્ય હવે માત્ર સાત જ દિવસનું છે...” અને સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાને તો એ જોષી જ સાક્ષાત્ Page #247 -------------------------------------------------------------------------- ________________ યમદૂત હોય તેવો લાગ્યો. રાજાએ હુકમ કર્યો: “અભીને અભી આ જોષીને રાજસભામાંથી બહાર કાઢી મૂકો.” જોષી મહારાજ તો રાજાનો આવો અપાર ગુસ્સો જોઇને રાજસભામાંથી સડસડાટ બહાર નીકળી ગયા. પરંતુ તેમને હજી એ સમજાતું ન હતું કે, “પોતે જે સત્ય હતું તે જ કહ્યું હતું...પછી રાજાએ ગુસ્સો કરવાનો અર્થ શો હતો ?” બીજા દિવસની સવાર ઊગી. રાજાનું મન ખૂબ બેચેન હતું. નિયત-સમયે રાજસભા ભરાણી. એ દિવસે પણ બીજા એક જોષીરાજ રાજસભામાં આવ્યા. આ નવા જોષીરાજ રાજસભામાં આવ્યા એથી એમને પણ પોતાના આયુષ્ય સંબંધી પ્રશ્ન કરવાની લાલચ રાજા રોકી ના શક્યા. રાજાએ સીધો પ્રશ્ન કર્યો: “જોષીરાજ ! તમે જો ખરેખર ખૂબ વિદ્વાન જ્યોતિષી હો તો મારું આયુષ્ય કેટલું? તેનો જવાબ આપો.” આ નવા જોષીરાજ જ્યોતિષ-શાસ્ત્રમાં જેમ ખૂબ વિદ્વાન હતા તેમ ક્યા સમયે, કેવી વાત, કેવી રીતે કહેવી એના પણ જાણકાર હતા. અવસરજ્ઞ હતા. સૂક્ષ્મ બુદ્ધિના સ્વામી હતા. તેમણે રાજાના પ્રશ્નની સામે કુંડલી માંડીને જોઈ લીધું કે રાજાનું આયુષ્ય તો અતિ ઓછું છે. પેલા જોષીએ કહેલી વાત સત્ય તો હતી. પરંતુ સત્યને સાવ ખુલ્લી રીતે કરવામાં બુદ્ધિમત્તા ન હતી. જોષી મહારાજે ફરમાવ્યું “રાજન્ ! આપનું આયુષ્ય તો એટલું સરસ છે કે આપના આયુષ્યકાળમાં આપને આપના સગાઓમાંથી-પુત્ર, પુત્રી, રાણીઓ વગેરેમાંથી-કોઇનું મૃત્યુ જોવાનો અવસર નહિ આવે. આનાથી વધુ આનન્દની વાત બીજી કઇ હોઇ શકે ?” બીજા જ્યોતિષીએ રજૂ કરેલી વાત-એની રજૂઆતની પાછળ રહેલી બુદ્ધિની સૂક્ષ્મતાના કારણે-રાજાને ગમી ગઈ. અને એણે આ બીજા જોષીરાજને ઇનામ આપીને વિદાય કર્યા. બુદ્ધિના ચમત્કારની બિરબલની વાતો ઘણી પ્રસિદ્ધ પામી છે. સૂક્ષ્મબુદ્ધિનો સ્વામિ બિરબલ : અકબરની સભામાં રહેલા નવરત્નોમાં બિરબલનો પણ એક નંબર હતો. ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ પરંતુ બિરબલની બુદ્ધિના ચમકારા એવા હતા કે તેના કારણે રાજસભામાં બિરબલે પોતાનું અનોખું સ્થાન જમાવી લીધું હતું. - કોઈ કારણસર બિરબલને અકબરના વિરોધી એવા રાજાની સભામાં જવાનો પ્રશ્ન આવ્યો. ત્યારે તે વિરોધી રાજાએ બિરબલને એક વિચિત્ર સવાલ કર્યો. એણે પૂછ્યું “બિરબલ ! બોલો મહાન કોણ? કે તમારો રાજા અકબર ! તમને શું લાગે છે ?” ક્ષણભર બિરબલ વિચારમાં પડ્યો. કારણ કે જો આ રાજાની સમક્ષ એમ કહે કે અકબર મહાન ! તો આ રાજા નારાજ થઇ જાય. કંઇક અજુગતું પણ કરી બેસે. અને જો એમ કહે કે અકબર કરતાં તો આપ ઘણા મહાન છો. તો આ વાત કોઇ પણ રીતે અકબર પાસે પહોંચે તો ખરી જ. અને તો અકબરનું ય માથું ફરી જાય. બન્ને બાજુ મુશ્કેલી તો હતી જ. પરંતુ મુશ્કેલીમાંય રસ્તો ન કાઢે તો તે બિરબલ શાનો ? તેણે “કોણ મહાન ?' એ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે કહ્યું “રાજન્ ! આપની તે શી વાત થાય ? આપ તો પૂરેપૂરા ખીલેલા પૂનમનો ચાંદ છો, પૂનમ ! જ્યારે અમારા જહાંપનાહ અકબર તો બીજનો ચાંદ છે, બીજનો. બાકી તો આપ બહુ સમજુ છો ? પેલા રાજા તો બિરબલનો જવાબ સાંભળીને ખુશ થઇ ગયા. તેઓ બરોબર એમ સમજ્યા કે બિરબલ મને જ મહાન કહેવા માગે છે. આ વાત વહેતી વહેતી અકબર પાસે પહોંચી. જ્યારે બિરબલ અકબર પાસે પહોંચ્યા ત્યારે અકબરનું મોં ગુસ્સાથી લાલચોળ હતું. " બિરબલ તરત જ સમજી ગયો. એણે નમસ્કાર કરીને પૂછ્યું “જહાંપનાહ ! આપ ખૂબ નારાજ લાગો છો. આપની ખફગીનું કોઇ કારણ સેવકને જણાવશો ?” રોષથી રાતાચોળ અકબરે કહ્યું “પારકા રાજાઓની સમક્ષ મારી ફજેતી કરી આવે છે. અને મને ખફગીનું કારણ પૂછે છે ?' બિરબલ હસી પડ્યો અને બોલ્યો : “મહારાજ ! આપ પણ મારી વાતનો મર્મ નહિ સમજી શકો તેની મને ખબર નહિ. મેં તે રાજાને પૂનમનો ચાંદ' કહ્યો [૨૪૧] Page #249 -------------------------------------------------------------------------- ________________ અને આપને “બીજના ચાંદ' કહ્યા તેથી આપ ખફા થયા છો ને ? : “પણ જહાંપનાહ ! મેં જે કહ્યું છે તે બિલકુલ બરોબર છે. પૂનમનો ચાંદ પછીના દિવસથી ક્ષય તરફ આગળ વધી રહ્યો હોય છે. તેથી મેં તે રાજાને આડકતરી રીતે એમ જણાવ્યું કે હવે આપ અસ્ત તરફ જઇ રહ્યા છો. જ્યારે અમારા રાજા અકબર તો બીજનો ચન્દ્ર છે. (સુદ પક્ષની) બીજનો ચન્દ્ર તો નિરંતર વૃદ્ધિ પામતો જતો હોય છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અકબર દિન-પ્રતિદિન પ્રગતિ સાધી રહ્યા છે.” બિરબલના આ જવાબથી અકબર ખુશખુશાલ થઇ ગયો અને બિરબલને ભેટી પડ્યો. આત્મહિતલક્ષી બુદ્ધિ જ પ્રશંસનીય : જે સૂક્ષ્મ બુદ્ધિના સ્વામી હોય છે તે પ્રસંગને અનુકૂળ અને અનુરુપ એવી ચમત્કૃતિ દેખાડતા હોય છે કે જે ખરેખર બેનમૂન હોય છે. પણ જ્ઞાની પુરુષો કહે છે કે જે બુદ્ધિ દ્વારા આત્માનું હિત સધાતુ હોય...આત્મા પરમાત્મ-પંથે પ્રગતિ સાધી શકતો હોય તે જ બુદ્ધિની પ્રશંસા કરજો...બીજીસંસારપક્ષી અને સંસારસુખલલી બુદ્ધિની કદિ નહિ. ચાલો ત્યારે...આપણે પણ આત્મલક્ષી અને આત્મહિતલક્ષી બુદ્ધિના સ્વામીઓનાં વખાણ કરીએ અને એવી જ બુદ્ધિને પામવા પ્રયત્નશીલ બનીએ. આત્માના પ્રત્યેક પ્રદેશોને નિર્મળ બનાવવા બુદ્ધિને પ્રભુની સાથે જોડો. • બહિંયાત્રા બુદ્ધિથી ચાલે છે અંતરયાત્રા/શ્રદ્ધાથી ચાલે છે... • જીવનમાં પુણ્ય દૃષ્ટિ કેળવજો. • મૃત્યુમાં મંગલ દૃષ્ટિ રાખજો... • સુખમાં પ્રસાદ દષ્ટિ રાખવી... • દુ:ખમાં ભાવ દૃષ્ટિ સજાવવી... • પ્રભુમાં પ્રેમ દૃષ્ટિ કેળવવી... • સ્ત્રીમાં પવિત્ર દૃષ્ટિ રાખવી. • સૃષ્ટિમાં કાવ્ય દૃષ્ટિ સમજવી... • જીવોમાં ભદ્ધ દૃષ્ટિ રાખવી... કાંઈક ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ : ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૫ મો ગુણ) જા . ધર્મ સંસ્થાની પ્રીત રે... अण्वानो धर्ममन्वहम् ।। (નિત્ય ધર્મ-શ્રવણ) o“તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત.. તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની પ્રીત રે... પ્રાણી ! ધરજો સમકિત-રંગ...” L મદમસ્ત યૌવન હોય ! રૂપ-રૂપના અંબાર સમી કન્યા I પત્ની રુપે મળી હોય ! અને એ સમયે દેવતાઈ સંગીત વાગી | રહ્યું હોય.. ત્યારે તે યુવાનના હૃદયને કેવો આનન્દ હોય ! 0| એનાં સુખ કેવા અપાર હોય ! ૦ પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા | ‘સમકિતના સડસઠ બોલની સઝજાયમાં “ધર્મશ્રવણની ભૂખને સમ્યક્ત્વનું એક લિંગ જણાવે છે. અને એ અંગે ઉપમા આપતાં | ઉપરનું દૃષ્ટાંત લખે છે... આવા મસ્તરંગી યુવાન કરતાંય સમ્યક્દષ્ટિ આત્માને ધર્મના | શ્રવણનો રાગ ઘણો વધારે હોય. ધર્મ સાંભળવાની પ્રીત કેવી ૦ હોય ! સુરગીત કરતાંય ઝાઝેરી મીત (મૈત્રી) સમકિતને ધર્મશ્રવણની હોય...! ધર્મશ્રવણના આટલા બધા ગુણગાન શાને સારું ? એનો જવાબ જાણવા તમારે આ ગુણ ઉપરનું આ વિવેચન વાંચવું જ જોઇએ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ની માર્ગનુસારીના ગુણોમાં પંદરમા નંબરનો ગુણ છે: નિત્ય ધર્મશ્રવણ ધર્મનું શ્રવણ એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ. ધર્મશાસ્ત્રોનું શ્રવણ એટલે ધર્મશાસ્ત્રોએ વર્ણવેલા, જણાવેલા સિદ્ધાંતોનું, તત્ત્વોનું શ્રવણ... જેણે ખરેખરું ધર્મશ્રવણ કરવું હોય તેણે સાચા સંતોની પાસે-કે જેમણે ધર્મશાસ્ત્રોનાં રહસ્યો અને મર્મો પીને પચાવી લીધાં છે-તે જ શ્રવણ કરવું જોઇએ. તો જ તેનો યથાર્થ લાભ પામી શકાય. ધર્મશાસ્ત્ર કહેવાય કોને ? જેના દ્વારા જીવો કેવળ આત્માનું હિત જ પામે, મોક્ષના લક્ષપૂર્વક જ જીવનની સઘળી વૃત્તિ અને પ્રવૃત્તિઓ આચરવા માટે જેનો સદુપદેશ હોય...જીવને જે મોક્ષના રસિયા બનાવે, સંસારનાં સુખો પ્રત્યેથી વિરાગ કેળવાવે અને જીવનને સદ્ગણોની સુવાસથી સભર બનાવવાની સતત પ્રેરણા આપે તેનું નામ ધર્મશાસ્ત્ર. આવા ધર્મશાસ્ત્રનું શ્રવણ સાચા ત્યાગી સંત-પુરુષો પાસે જ કરવું જોઇએ. સાચા ત્યાગી સંત કહેવા કોને? જેનું જીવન અનેક સદ્ગણોનું નન્દનવન હોય...જેના હૈયામાં પ્રેમ, કરુણા અને જીવમૈત્રી છલકાતાં હોય...જે અહિંસાના આરાધક હોય. સત્યના પૂજારી હોય. અચૌર્ય-વ્રતના ધારક હોય. બ્રહ્મચર્યના અનુપમ સ્વામી હોય...અને અપરિગ્રહના ભેખધારી હોય...જેનું માત્ર અસ્તિત્વ જ જગતના જીવોને શાંતિ આપે, શાતા પમાડે અને સગુણી બનવા પ્રેરણા આપે... આવા સંત તે સાચા સંત...અને આવા સંતના શ્રીમુખેથી વહેતી શાસ્ત્રને અનુસરનારી અને શાસ્ત્રોના મર્મને સમજાવનારી વાણી તે જ ધર્મવાણી અને આવી ધર્મવાણીનું શ્રવણ એ જ સાચું ધર્મ-શ્રવણ. આવા ધર્મશ્રવણના લાભ અપરંપાર છે. સામાન્ય રીતે જે કોઇ મહાન પુરુષો પેદા થયા છે, જે કોઇ પાપાત્માઓ ધર્માત્મા બન્યા છે...જે કોઈ ધર્મત્માઓ મહાત્મા બન્યા છે...જે કોઇ અધર્મીઓ અને નાસ્તિકો, પરમ ધાર્મિક અને આસ્તિક બન્યા છે તે તમામના અન્તર્ગત-જીવનમાં જઇને તમે તપાસ કરશો તો તમને જાણવા મળશે કે કોઇ ને કોઇ સંતપુરુષના મુખેથી ધર્મ-વાણી સાંભળવાના કારણે જ તેમનામાં આ પરિવર્તન આવ્યું છે, તેમ તમને જાણવા મળશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અનાદિ-કાળથી આ ભવચક્રમાં પરિભ્રમણ કરતાં આપણા જીવાત્માને અનંતા ભવોમાં તો કન્દ્રિય પ્રાપ્ત જ થઇ નથી. આપણો જીવ એકેન્દ્રિય બન્યો. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય બન્યો...આ પ્રત્યેક જાતિઓમાં તેણે અનંતાનંત ભવ કર્યા. ત્યાર બાદ મહાપુણ્યના ઉદયે પંચેન્દ્રિયપણું પામ્યો. તેમાંય કૂતરાં, બિલાડાં, હાથી, સિંહ, ગાય, ઘોડા અને ગધેડાં વગેરે જાનવરોની જાતિમાં અનેક જન્મ તે પામ્યો. તેથી પાંચ ઇન્દ્રિયો મળવા છતાં તેના પાંચ ઇન્દ્રિયોના નામ આ પ્રમાણે છે : (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) (૨) રસનેન્દ્રિય (જીભ) (૩) ધ્રાણેન્દ્રિય (નાક) (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ) અને (૫) શ્રોત્રેન્દ્રિય (કાન). વાસ્તવિક લાભને તે પામી શક્યો નહિ. ગાય, ઘોડા અને હાથી વગેરે જાનવરોને મળેલી ઇન્દ્રિયોનો શુભ ઉપયોગ (સદુપયોગ) શો અને શી રીતે કરી શકે ? માત્ર ચામડી જ ધરાવનારા જીવો “એકેન્દ્રિય કહેવાય. ચામડી અને જીભ-બે ઇન્દ્રિય ધરાવનારા જીવો બેઇન્દ્રિય” કહેવાય. ચામડી, જીભ અને નાકએમ ત્રણ ઇન્દ્રિયો ધરાવનારા જીવો “તેઇન્દ્રિય' કહેવાય. ચામડી, જીભ, નાક અને આંખ-એમ ચાર ઇન્દ્રિયો ધરાવનારા જીવો “ચઉરિન્દ્રિય' કહેવાય. અને ઉપરોક્ત પાંચેય ઇન્દ્રિયો ધરાવનારા જીવો “પંચેન્દ્રિય' કહેવાય. મહા-પુણ્યનો ઉદય જાગ્યા પછી આપણને આ માનવ-ભવમાં પાંચેય ઇન્દ્રિયો અને તેને સફળ કરવાના વાસ્તવિક સાનુકૂળ સંયોગો પણ પ્રાપ્ત થયા છે. હવે જો આપણે આળશ કરી...પ્રમાદ રૂપી શત્રુને આપણા જીવનમાં સ્થાન આપ્યું, વિષયો અને વિલાસને માણવા માટે જ એ ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો તો કર્મસત્તા જન્મ-જન્માંતરો સુધી આપણને તે તે ઇન્દ્રિયોનો વિયોગ કરાવશે. કન્દ્રિય (જેનું બીજું નામ “શ્રોત્રેન્દ્રિય પણ છે) નો દુરુપયોગ છે : વિકારો અને વાસના થી ભરેલાં ગંદા ગીતોનું અને ગંદી વાતોનું શ્રવણ કરવું. પારકાઓની નિન્દા અને વિકથાને કાન દ્વારા સાંભળવી...આત્મપ્રશસાને સાંભળવી..ટૂંકમાં જેના દ્વારા આત્માનું અહિત અને અધઃ પતન થાય તેવી વાતો સાંભળવી.... કન્દ્રિય (કાન)નો સદુપયોગ છેઃ પરમાત્મા-ભક્તિનાં ગીતો અને ગુરુગુણ વર્ણવતાં ગીતો તથા તેવી વાતો સાંભળવી...જેના દ્વારા આત્માનું સતત અને Page #253 -------------------------------------------------------------------------- ________________ સરસ ઉત્થાન થાય તેવી ધર્મવાણી સાંભળવી. પરગુણની પ્રશંસા અને આત્મગુણોની નિન્દાને પ્રસન્નચિત્તે સાંભળવી. ટૂંકમાં જેના દ્વારા આત્મા સદ્ગુણી બને, હિતને પામે અને ઉત્થાનને વરે તેવી વાતો સાંભળવી... શાસ્ત્રકારો કહે છે : જે જીવો કાનનો દુરુપયોગ કરે છે તેને નવા જન્મોમાં, જ્યાં કાન મળતાં જ નથી તેવા ચઉરિન્દ્રિય વગેરેમાં જ ઉત્પન્ન થવું પડે છે. કાનનો સદુપયોગ ન કરવો તે પણ એક પ્રકારનો દુરુપયોગ છે. જેમ કાનનો, વિકારી ગીત-શ્રવણ કે પરનિંદાશ્રવણ રુપ દુરુપયોગ ન કરવો તેમ પ્રભુ તથા ગુરુના ગુણગીતોનું શ્રવણ, ધર્મશ્રવણ, પરગુણપ્રશંસાનું શ્રવણ...વગેરે રૂપ સદુપયોગ પણ કરવો ઘટે. આ પ્રકારનો સદુપયોગ ન કરનારને પણ જન્માંતરમાં પંચેન્દ્રિયપણાની અપ્રાપ્તિની સજા થાય છે. ટૂંકમાં...જેના દ્વારા આપણા આત્માની રાગ-દ્વેષ-રૂપ પરિણતિ વૃદ્ધિગત બને તેવું શ્રવણ તે કાનનો દુરુપયોગ. અને જેના દ્વારા આપણા આત્માની રાગાદિની પરિણતિ મંદ બને...કષાયો પાતળા પડે...ભવની ભીતિ અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ જાગૃત બને તેવું શ્રવણ તે કાનનો સદુપયોગ. ધર્મવાણીનું શ્રવણ એ કર્ણનો શ્રેષ્ઠ સદુપયોગ છે. કારણ કે ધર્મનું શ્રવણ એ સદ્ગણોને પામવાનો અમોઘ ઉપાય છે. ધર્મ શ્રવણના લાભ ખરેખર અદભુત છે. ધર્મવાણી સાંભળવાથી આત્મા, પરમાત્મા અને પરમપદનાં રહસ્યો પમાય છે...પાપ પ્રત્યે ભીતિ અને જીવ-માત્ર પ્રત્યે મૈત્રી જાગૃત બને છે...આપણે કોણ ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના ? વગેરે તત્ત્વ સાંભળવા મળે છે. ચૌદ રાજલોકનું સ્વરુપ, જીવનું સ્વરુપ અને પંચાસ્તિકાય દ્રવ્યોનું સ્વરૂપ જાણવા મળે છે. હેય (છોડવા યોગ્ય), શેય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક જાગૃત થાય છે. દુ:ખના કાળમાંય દીન ન થવાની અને સુખના કાળમાં ઉન્મત્ત બની ન જવાની ચિત્તસ્થિતિ ધર્મશ્રવણથી જ પ્રાપ્ત થાય છે. દુઃખ જૂનાં કર્મોનો નાશ કરવા આવે છે. અને સુખ વર્તમાન પુણ્યને ખાઈ જવા આવે છે આવું તત્ત્વજ્ઞાન સમજાવીને દુ:ખમાં સમાધિ દ્વારા કર્મક્ષય (પાપક્ષય) કરવાનું અને સુખમાં ઔદાસીન્ય જાળવીને પુણ્યક્ષય કરવાનું બળ ધર્મશ્રવણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ નિત્ય ધર્મના શ્રવણથી સુદેવ-સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો જાગે છે અને હોય તો નિરંતર સુદઢ બને છે. સમ્યગજ્ઞાન મળે છે અને સમ્યક્ઝારિત્ર પ્રત્યે અનુરાગ જાગે છે. વિષયોની વાસના પ્રત્યે વૈરાગ્ય જાગે છે અને કષાયોનો ત્યાગ કરવાનું પ્રેરક બળ પ્રાપ્ત થાય છે. “આ અનાદિ સંસારમાં મારું સૌથી વધુ ભૂંડું જો કોઇએ કર્યું હોય તો તે મારા જ વિષયો અને કષાયોએ કર્યું છે. બીજા કોઇએ નહિ. આ વિચાર સતત દૃઢ થતાં અન્ય જીવો પ્રત્યે અક્રોધ-ભાવ જન્મે છે. સહુ જીવોનું આત્મસ્વરુપ પોતાના જેવું જ હોવાનું ભાન થતાં સર્વજીવમૈત્રી જાગૃત થાય છે. આપણા ઉપર જેમનો અપરિસીમ ઉપકાર છે. તેવા પરમ હિતવત્સલ પરમાત્મા પ્રત્યે અપાર ભક્તિભાવ પેદા થાય છે. અત્યાર સુધી આત્મામાં જામેલી વિષય-કષાયની મેલાશને સાફ કરીને પવિત્ર થવાનો-આત્મશુદ્ધિ કરવાનો ભાવ વિલસિત થાય છે. વ્રત-પચ્ચખાણ અને ધર્માનુષ્ઠાનો કરવાનો ભાવ જાગે છે અને તેનું અમલીકરણ પણ શક્ય થાય છે. પાપ-સંસ્કારો પ્રજ્જવળે છે અને ધર્મ-સંસ્કારો ઉજ્જવળે છે. ચિત્તમાં શાંતિ, જીવનમાં શાંતિ અને કુટુમ્બમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. નિરંતર જેણે ધર્મવાણી સાંભળી હશે તેવા જીવોને રાગાદિ ભાવોની મંદતા પ્રાપ્ત થતા મૃત્યુ સમયે સમાધિ મળે છે. આવી સમાધિ જન્માંતરોમાં સદ્ગતિઓની દેન કરે છે...અને સદ્ગતિઓમાં પુનઃ પુનઃ ધર્મપ્રાપ્તિ થતાં અંતે મુક્તિની પ્રાપ્તિ પણ સુકર બની જાય છે.... જીવનની શાંતિથી માંડીને ઠેઠ મુક્તિની પ્રાપ્તિ સુધી પહોંચાડનાર ધર્મવાણીનું શ્રવણ એ કેટલું હિતદાયી અને કલ્યાણપ્રદાયી છે તે હવે તો સમજાય છે ને ? પ્રશ્ન : જે આપણે જાણેલું હોય એવું જ તત્ત્વ જો વ્યાખ્યાનોમાં સાંભળવા મળતું હોય તો તેવાં વ્યાખ્યાનો સાંભળવાથી શો લાભ ? ઉત્તર : જો તમે કદાચ ધર્મતત્ત્વના જાણકાર હો...તત્ત્વજ્ઞાનના અભ્યાસી હો...તો પણ તમારે ધર્મવાણીનું શ્રવણ કરવું જરૂરી છે. ' એનું કારણ એ છે કે જીવ અનાદિકાળથી મોહાદિ વાસનાઓથી ગ્રસ્ત છે.. અને આથી જ સંસારમાં રહેલા જીવને, ચોવીસ કલાક દરમ્યાન એવા અનેક પ્રસંગો અને ઘટનાઓના સંપર્કમાં આવવાનું અને તે સંભવિત છે. અને તે પ્રસંગોમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ તેને રાગ-દ્વેષાદિ પરિણતિઓને આધીન બની જવાનું પણ સહજ છે. આ પરિસ્થિતિમાં એનો રક્ષક કોણ? એ રાગાદિ ભાવોથી તેને બચાવે કોણ ? એક માત્ર ધર્મનું શ્રવણ. ધર્મશ્રવણ દરમિયાન એક કલાક માટેનો સમય, સંસારના તાપ-સંતાપથી બળ્યા-ઝળ્યા જીવને શાતા મળે છે. સંસારના તાપથી તપ્ત જીવોને માટે ધર્મ-શ્રવણ માનસરોવર જેવું છે. જેમાં તરનારા હંસને સરોવરનું જળ શીતળતા બક્ષે છે. મોટા જ્ઞાની-તત્ત્વજ્ઞાનીઓ પણ વિષય-કષાયથી પ્રજવલિત થઇ ઊઠતાં હોય તો આપણા જેવાનો શો ભરોસો ? અને આવા વિષય-તાપ અને કષાય-સંતાપથી શાંતિ અને ઉપશાંતિ ધર્મશ્રવણ સિવાય ક્યાં મળશે ? બીજી મહત્ત્વની વાત વારંવાર ધર્મનું શ્રવણ કરવાથી જ પાપો પ્રત્યે ધ્રુજારીભયનો ભાવ પેદા થાય છે. એક સરસ ઉદાહરણથી આ વાત સમજીએ...રમેશ નિશાળમાં આજે લેશન કર્યા વગર ગયો હતો. તેના શિક્ષકે તેને ધમકી આપતાં જણાવ્યું કે, “જો આવતીકાલે પણ તું લેશન કર્યા વગર આવ્યો છે તો તને એક કલાક સુધી અંગૂઠા પકડાવીશ.” રમેશ સ્કૂલેથી ઘરે ગયો. પાછો પોતાના બાળ-મિત્રો સાથે રમવા ચાલી ગયો. માતાએ યાદ કરાવ્યું કે “બેટા ! આજે તારે લેશન નથી કરવાનું ? તને શિક્ષકે શિક્ષા કરવાની ધમકી આપી છે તે ભૂલી ગયો ?' અને બાળક રમેશ લેશન કરવા બેસી જાય છે. અડધું-પડધું લેશન થયું ત્યાં તેના બાળ-મિત્રો તેને રમવા બોલાવવા આવ્યા. અને બાળ રમેશનું મન રમવા જવા તૈયાર થઈ ગયું. રમેશ માતાની નજર ચૂકાવીને રમવા ભાગી ગયો. બાળ-સુલભ સહજ રમતવૃત્તિને કારણે તે રમી તો રહ્યો છે પરંતુ રમતાં રમતાંય તેને વારંવાર પોતાના શિક્ષકની ધમકી યાદ આવ્યા કરે છે અને તેથી જ રમતમાં તેનું દિલ ચોંટતું નથી. બસ...બરાબર આવું બને છે...જેઓ સતત ધર્મશ્રવણ કરે છે તેમને માટે. જીવનમાં આચરાતાં પાપો અને તેનાં કટુપરિણામો..દુર્ગતિઓમાં ભોગવવા પડતાં જાલિમ દુ:ખો...નરક અને નિગોદ વગેરેની ભયંકર યાતનાઓ...આ બધું વર્ણન વ્યાખ્યાનોમાં વારંવાર સાંભળ-સાંભળ કરવાથી જીવ પ્રાય: તો પાપ કરતો નથી. આમ છતાં અનાદિકાલીન મોહવૃત્તિઓ જોર મારી જાય અને પાપ થઇ જાય તો ક . :::: : Page #256 -------------------------------------------------------------------------- ________________ પણ તે પાપ-આચરણની પળોમાંય પાપ પ્રત્યેનો તેનો ધ્રુજારો એવો જોરદાર હોય છે કે પાપ-આચરણમાં તેનો રસ ઘણો મંદ પડી જાય છે અને મંદ રસવૃત્તિથી આચરેલું પાપ કર્મબંધમાં પણ તીવ્રતા પેદા થવા દેતું નથી. નિત્ય ધર્મશ્રવણનો એક જ લાભ એટલો જોરદાર છે કે આ વાત જાણ્યા અને સમજ્યા પછી હંમેશ ધર્મવાણી સાંભળવાનું મન થયા વગર પ્રાય:રહેશે નહિ. જેણે પાપો છોડવાં હશે...પાપોથી ડરવું હશે...પાપોનો ડર મારા મનમાં પેદા થાય તો ઘણું સારું.” આવી પણ જેના મનની ઝંખના હશે તેણે નિત્ય ધર્મશ્રવણ' નામના આ ગુણને જીવનમાં અપનાવવો ખૂબ જરુરી છે. એક ભાઇની વાત યાદ આવે છે. તેઓ એક વાર મને કહેતા હતા કે, “મારા જીવનમાં ઘણો ક્રોધ હતો. વાત-વાતમાં મને ખૂબ ગુસ્સો આવે. મારી પત્ની અને મારા બાળકો મારા ગુસ્સાથી ખૂબ ધ્રૂજે. પણ એક મહાત્માના પ્રવચન-શ્રવણે મને ખૂબ આકર્મો. ધર્મમાં જોડ્યો. અને ધીરે ધીરે અમારા ગામમાં આવતા તમામ મુનિ મહાત્માઓનાં પ્રવચનો હું સાંભળવા લાગ્યો. સતત ધર્મવાણીના શ્રવણના પ્રભાવે આજે મારી પરિસ્થિતિ એવી થઈ છે કે મારે ગુસ્સો કરવો હોય તો પ્રયત્ન કરવો પડે છે. પહેલાં ગુસ્સો સ્વાભાવિક હતો. આજે ક્ષમા સ્વાભાવિક બની ગઇ છે.” આવો પ્રભાવ છે નિત્ય ધર્મશ્રવણનો ! ધર્મવાણીના શ્રવણે તો અનેક ક્રોધીઓના ક્રોધને ટાઢાબોળ કરી નાંખ્યાં છે. અનેક કામીઓના કામને ઉપશમાવ્યા છે. અનેક અભિમાનીઓનાં માન છોડાવ્યાં છે. અને અનેક માયાવીઓને સરળ સીધા બનાવી દીધા છે. સતત ધર્મવાણીના શ્રવણના કારણે ગુંડા જેવા માણસો દીક્ષાધર્મ સુધી પહોંચીને ખરેખરા મહાત્મા બની ગયાના દૃષ્ટાંતો પણ મોજૂદ છે. ધર્મશ્રવણથી કેવો મહાન લાભ પામી શકાય છે ? એ સમજાવતું અતિસુંદર દૃષ્ટાંત છેઃ પેથડમંત્રીના પિતા દેદા શાહનું. દેદાશાહ ધર્મશ્રવણના અતિ પ્રેમી હતા. તેઓ હંમેશા પોતાનાં ધર્મપત્ની સાથે સુગુરુના શ્રીમુખેથી પ્રવચન શ્રવણ કરવા જતા. પર્યુષણ પર્વના પુણ્યવંતા દિવસો ચાલી રહ્યા હતા. એ દિવસે પર્યુષણનાં ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનો-અંતર્ગત કલ્પસૂત્ર ઉપર ગુરુદેવની ધર્મવાણી વહી રહી હતી. પ્રસંગ આવ્યો કે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્નો આવ્યા પછી તેઓ પોતાના પતિદેવ રાજા સિદ્ધાર્થના શયનખંડમાં હંસગામિની ગતિએ ગયા. અને પોમઆવેલાં ચૌદ સ્વપ્નોનું પતિ આગળ વર્ણન કરીને તેનું ફળ પૂછ્યું. ત્રિશલાનાં ચૌદ સ્વપ્નોની વાત સાંભળીને પ્રસન્નચિત્ત 'રાજા સિદ્ધાર્થ તે સ્વપ્નોનું ફળ-કથન કરતાં કહ્યું કે આ સ્વપ્નોના ગરુપે તમને મહાન પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે જિનધર્મનો ચોવીશમો ની ચકર થશે અથવા મહાન ચક્રવર્તીરાજા બનશે. આ સાંભળીને ત્રિશલાદેવી ખૂબ પ્રસન્ન બન્યાં. ઉપરોક્ત પ્રસંગ પ્રવચનમાં સાંભળીને આવેલા દેદાશાહે પોતાનાં ધર્મપત્નીને પૂછ્યું “આજે તેં ગુરુદેવના પ્રવચનમાં ખાસ પ્રસંગ ક્યો સાંભળ્યો ? કે જેમાંથી ખૂબ ઉત્તમ પ્રેરણા લઈ શકાય.” ત્યારે ધર્મપત્ની કહે: “તમે ક્યાં પ્રસંગની વાત કરો છો તે મને સમજાતું નથી. તો તમે જ તે પ્રેરક પ્રસંગની વાત કરો ને !” પછી દેદાશાહે ઉપરોક્ત પ્રસંગ પુનઃ પત્નીને કહી સંભળાવ્યો. અને છેલ્લે પૂછ્યું “તું. આ પ્રસંગમાંથી સમજવા જેવા મર્મને સમજી શકી ?” ત્યારે પત્નીએ કહ્યું “ના...તે મર્મ પણ તમે જ કહો..મને તે અંગે કાંઇ ખ્યાલ આવતો નથી.” પછી દેદાશાહ બોલ્યા:ઍ “આનો અર્થ એ કે પુત્રાદિ પ્રાપ્તિના હેતુ સિવાય પ્રાયઃ પૂર્વ-કાળમાં પત્ની-પતિ પણ વિષય-રક્ત બનતા નહિ અને બ્રહ્મચર્ય-પાલન સહજ બને તે માટે શયનખંડ પણ અલગ રાખતા. તો બોલ...તારો વિચાર હોય તો આજથી આપણે પણ બ્રહ્મચર્યના પાલન માટે તત્પર બનીએ. કારણ કે આપણને પેથડ નામનો પુત્ર થઈ જ ગયો છે.” ત્યારે ખરેખરા અર્થમાં ધર્મપત્ની એવી દેદાશાહની પત્નીએ જવાબ આપ્યો : “તમે જો બ્રહ્મચર્ય-પાલન માટે તત્પર હો...તો હું તેમાં અત્યંત રાજી જ છું. ચાલો...હમણાં જ ગુરુદેવનાં ચરણોમાં...અને આજથી જ આપણે વ્રત-પાલનનો અભિગ્રહ ધારણ કરી લઇએ.” vo| Page #258 -------------------------------------------------------------------------- ________________ અને..એ જ દિવસથી દેદાશાહ અને તેમનાં ધર્મપત્નીએ જીવનભરના બ્રહ્મચર્યનું વ્રત સ્વીકારી લીધું. આ પ્રસંગ આપણને એક સાથે ઘણા બધા સંદેશ કાનમાં કહી જાય છે. ૧) આ આખાય અદભુત પ્રસંગ-નિર્માણનું મૂળ જો કોઈ હોય તો તે મહિમા છે ધર્મશ્રવણનો ! ધર્મશ્રવણના પ્રતાપે જ જુવાન વયમાં જ દેદાશાહ બ્રહ્મચર્ય પાલનના સ્વામી બન્યા. ૨) શ્રોતા બનો તો દેદાશાહ જેવા બનો. માત્ર ધર્મનું શ્રવણ જ પર્યાપ્ત નથી. શ્રવણની સાથે સાથે...બુદ્ધિના આઠ ગુણ-વિવેચનમાં વર્ણવાયેલા ગ્રહણધારણ અર્થવિજ્ઞાન વગેરે પણ હોવાં જોઇએ. સાંભળીને તેને મનમાં ગ્રહણ કરો. તેનું ધારણ (બરાબર પકડી રાખવું) કરો. ૩) ધર્મનું શ્રવણ...ગ્રહણ વગેરે કર્યા પછી દેદાશાહે જેમ ઘરે જઇને ધર્મપત્ની સાથે તેની ચર્ચા કરી...વિચાર-વિમર્શ કર્યો તે રીતે પ્રવચન સાંભળ્યા બાદ કુટુંબીજનો સાથે બેસીને તત્ત્વચર્ચા કરો. આમ કરવાથી જે કુટુંબીજનો કોઇ કામકાજ વગેરેના કારણે પ્રવચન ન સાંભળેલું હશે તેમના મનમાં પણ તે તે પદાર્થોનું વિશ્લેષણ થવાથી તે પદાર્થો દઢીભૂત થશે. તેના મનમાં સારા સંસ્કારો જામશે. ૪) જે કાંઇ પ્રવચનમાં તમે સાંભળો તેમાંથી પ્રત્યેક પ્રસંગ કે પદાર્થમાંથી કોઇક નવો તાર' (નવો અર્થ) શોધવાનો પ્રયત્ન કરો. ત્રિશલાદેવી સિદ્ધાર્થરાજાના શયનખંડમાં સ્વપ્નોનું ફળ પૂછવા ગયા. આ પ્રસંગમાંથી તેમનો ભિન્ન ભિન્ન શયનખંડમાં સૂવા અંગેનો અને તે દ્વારા તેમની બ્રહ્મચર્ય પ્રત્યેની સાહજિકતાનો તાર ખેંચવાની દેદાશાહની પોતાની કળા હતી. શ્રોતા તરીકે આવી સુંદર કળા પ્રાપ્ત કરવી જોઇએ. ૫) ધર્મ-શ્રવણ કર્યા બાદ તેને દેદાશાહની જેમ જીવનમાં પામવા પ્રયત્નશીલ બનો. ૬) દેદાશાહ અને તેમનાં ધર્મપત્નીનું જીવન શીલની સુવાસથી અત્યંત સુરભિત હતું. અને એના જ પ્રભાવે તેઓ પેથડમંત્રી જેવા મહાન જિનશાસન-પ્રભાવક . ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ અને મહાન ધર્માત્મા પુત્રને મેળવી શક્યા. આ પેથડમંત્રીએ પણ સદ્ગુરુના સત્સંગના પ્રભાવે બત્રીસ વર્ષની ભરજુવાનીમાં સજોડે ચતુર્થવત્ જીવનભરનું સ્વીકાર્યું હતું. નાનકડો પણ દેદાશાહનો આ પ્રસંગ આપણને એક સાથે ઘણા બધા સૂચક સંદેશ સંભળાવી જાય છે. તેને સાંભળવાનો પ્રયત્ન કરીશું તો આપણને ધર્મશ્રવણની જીવનમાં અનિવાર્ય જરૂરિયાત સમજાયા વગર નહિ રહે. ધર્મ-શ્રવણની વાત તાકાત ખરેખર અનુપમ છે. દીર્ઘકાળ સુધી કરાતા ધર્મશ્રવણની વાત તો દૂર રહી ! પરંતુ ધર્મવાણીના અલ્પ-શબ્દો સાંભળવા માત્રથી જે કલ્યાણને પામી ગયા એવા રોહિણય ચોરનું દ્રષ્ટાંત શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે અંકિત છે. રાજગૃહી નામનું નગર. તેનો રાજા શ્રેણિક અનેક રાજાઓનો પણ મહારાજા હતો. અભયકુમાર રાજા શ્રેણિકનો પુત્ર અને પ્રધાનમંત્રી ! બુદ્ધિમાં વિચક્ષણ ! પ્રતિભામાં અજોડ અને પરાક્રમમાં પ્રતાપી ! - એ જ રાજગૃહી નજદિક આવેલી વૈભારગિરિ નામની ગુફામાં લોહખુર નામનો ચોર રહેતો હતો. ભયંકર ઉપદ્રવી અને ભારે ચાલાક આ ચોરથી રાજગૃહીના લોકો ત્રાસી ગયા હતા. લોહખુરને રોહિણી નામની પત્ની દ્વારા એક પુત્ર થયેલ. નામ એનું રોહિણેય. - લોહખુર મરવા પડ્યો ત્યારે તેણે પોતાના પુત્ર રોહિણેયને પાસે બોલાવીને કહ્યું “બેટા ! તું મારી એક આજ્ઞા માનીશ ?” રોહિણેય કહે: “પિતાજી આપને શું સંદેહ છે ? હું આપની આજ્ઞા ન માનું તે કેમ બને ?” ' લોહખુર કહે: “તો...સાંભળ ! જેનોના ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીની વાણી કદી તું સાંભળીશ નહિ. આ સિવાય તારે જે કરવું હોય તે કરજે અને જેમ વર્તવું હોય તેમ વર્તજે..” કેવી ભયંકર આજ્ઞા ! પિતા જેવા પિતા આવી આજ્ઞા આપે ત્યારે શું કરવું ? પિતાની આજ્ઞા જરુર માનવી જોઇએ...પરંતુ ધર્મશાસ્ત્રની આજ્ઞા-વિરુદ્ધ એવી પિતાની આજ્ઞા કદી ન મનાય...જેનાથી આત્માનું અહિત થાય...અકલ્યાણ ૨પર Page #260 -------------------------------------------------------------------------- ________________ થાય તેવી માતા-પિતાની આજ્ઞા ન માનવામાં જ શ્રેય છે. પરંતુ રોહિણેય હજી આ વાત સમજી શક્યો ન હતો. તેથી જ તેણે પિતાની તે આજ્ઞાનો સ્વીકાર કરી લીધો... લોહખુરના મૃત્યુ બાદ ચોરી કરવાનો ધંધો રોહિણેયે બરાબર સંભાળી લીધો. રોહિણેય તો લોહખુર કરતાં ય સવાયો પાક્યો ઃ ચોરી દ્વારા તેણે અઢળક સંપત્તિ કમાઇ લીધી. એક દિવસ અનેક ગામ-નગરોને પાવન કરતાં તીર્થંકર પરમાત્મા મહાવીર રાજગૃહી નગરીમાં સમવસર્યા. પ્રભુ વીરે દેવ નિર્મિત સમવસરણમાં વિરાજમાન બનીને માલકૌંસ-રાગમાં મધુર વાણી વહાવવા માંડી. બરાબર આ જ સમયે રોહિણેય રાજગૃહી તરફ ચોરી કરવા નીકળ્યો. રસ્તામાં જ સમવસરણ આવ્યું. તેમાં પ્રભુ વીરની દેશના ચાલતી હતી. તેને ખ્યાલ આવી ગયો કે તે તો ચોવીશમા તીર્થંકર પ્રભુ મહાવીર છે...સાથે સાથે ‘પ્રભુ વીરની દેશના ન સાંભળવાની' પિતૃ-આજ્ઞા પણ યાદ આવી. • આ રસ્તે જતાં ભગવાન મહાવીરની વાણી અવશ્ય સંભળાઇ જાય...તેમ હતું આથી, તેણે પોતાના બન્ને કાનોમાં આંગળા નાખીને ચાલવા માંડ્યું. રોજનો આ ક્રમ બની ગયો..રોહિણેયનો ! રોજ તે આ જ રસ્તે જતો...પણ વીરની વાણી સંભળાઇ ન જાય એટલે રોજ કાનમાં આંગળાં નાંખીને જતો. એક દિવસની વાત છે. રોહિોય જેવો સમવસરણની પાસે પહોંચ્યો કે તરત તેણે કાનમાં આંગળાં તો નાંખ્યાં પણ બરાબર આ જ સમયે તેને પગમાં કાંટો વાગ્યો. કાંટો એવો જોરદાર વાગેલો કે હવે તેનાથી કાંટો કાઢયા વગર ચાલી શકાય તેમ ન હતું. તેણે કાંટો કાઢવા પોતાના કાનમાંથી આંગળાં કાઢી લીધાં. અને તે નીચે બેસીને કાંટો કાઢવા લાગ્યો. બરાબર આ જ સમયે પ્રભુની વાણી વહી રહી હતી. વાત ચાલતી હતી દેવોની...પ્રભુ કહી રહ્યા હતા : ‘દેવો જમીનને પગથી સ્પર્યા વગર ચાર આંગળ અદ્ધર ચાલતા હોય છે. તેમની આંખો પટપટ થતી નથી. સદા સ્થિર રહે છે. તેમના ગળામાં રહેલી પુષ્પ-માળા કદી કરમાતી નથી. તેમને શરીરે પરસેવો-મેલ વગેરે ગંદકી થતી નથી.’’ ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ બસ...પ્રભુ વીરના આ ચાર વચનો અનિચ્છાએ પણ રોહિણયથી સંભળાઇ ગયાં. પિતાની આજ્ઞાનો ભંગ થઇ ગયો...‘વીર-વાણી ન સાંભળવાની પિતૃઆજ્ઞા હતી તેનું ઉલ્લંઘન થઈ ગયું...આ વાતોનો રૌહિણેયના મનમાં ભારે અફસોસ થવા લાગ્યો...પણ...હવે શું થાય ? આ બાજુ રોહિણેયની જંગી ચોરીઓથી ત્રાસી ગયેલા નગરના શેઠિયાઓએ શ્રેણિક પાસે ફરિયાદ કરી: “રાજનું ! આપના જેવા મહાન રાજવીના રાજ્યમાં એક ચોર રોજ-બરોજ જંગી ચોરીઓ કરી જાય છે...છતાં આપના સિપાહીઓ કાંઇ કરી શકતા નથી. તો હવે અમારે આ રાજ્યમાં સુખે જીવવું શી રીતે ?'' ત્યારે રાજાએ કોટવાળ વગેરેને બોલાવીને ખખડાવી નાંખ્યા...અને કોઇ પણ ઉપાયે ચોરને તાબડતોબ પકડવા હુકમ કર્યો. ત્યારે કોટવાળે જ ફરિયાદ કરતાં કહ્યું “મહારાજ ! શું કરીએ ? આ ચોર કોઇ જાદુગર જેવો છે. અમે તેને પકડવા ઘણી કોશિશ કરી છે. પરંતુ તે દર વખતે અમને હાથતાલી દઇને છૂ થઇ જાય છે. વીજળીના ઝબકારા જેવો છે તે. આપ ચાહો તો અમારી નોકરી ઝૂંટવી શકો છો. પણ અમારાથી તે ચોર પકડાતો નથી.” રાજા શ્રેણિક વિમાસણમાં પડી ગયા. તેમણે પોતાના પુત્ર અને મહાન મેઘાવી મંત્રી અભયકુમારને હુકમ કર્યો કે : “એ ચોરને કોઇ પણ રીતે પકડી લાવો.” અભયકુમારે પોતાની આખી સેના દ્વારા નગરને ઘેરો ઘલાવ્યો...રોહિણેયને આ વાતની જાણ ન હતી તેથી નગરમાં ઘૂસ્યો કે તરત જ તેને કોટવાળ વગેરેએ પકડી લીધો...અને રાજા સમક્ષ હાજર કર્યો. ક્રોધાંધ બની ગયેલા શ્રેણિકે હુકમ કર્યો : “આ બદમાશને ફાંસીના માંચડે ચડાવી ઘો...” પણ ત્યાં જ બુદ્ધિનધાન અભયકુમાર ઊભા થઈ ગયા. તેણે શ્રેણિકને વિનંતી કરતાં જણાવ્યું “રાજનું ! આ એ જ ચોર છે...એનો આપણી પાસે છે કોઈ પુરાવો ? એ કોઈ મુદ્દામાલ સાથે પકડાય તો જ તેને આપ શિક્ષા કરી શકો. નહિ તો આપ “અન્યાયી ગણાશો.” રાજા અભયકુમારની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે રોહિણયને Page #262 -------------------------------------------------------------------------- ________________ પૂછ્યું “અલ્યા અય ! તારું નામ શું છે ? તું ક્યાં રહે છે અને તું શો ધંધો કરે છે ?? - રોહિણેય ઉસ્તાદ હતો. તેણે કહ્યું “હું તો શાલિ નામના ગામમાં રહેનારો દુર્ગચંડ નામનો સદ્ગૃહસ્થ છું. આ નગરીમાં કોઇક કામે આવેલો, ત્યાં તમારા જમદૂત જેવા સિપાહીઓએ મને બેકસૂર પકડી લીધો. જો આપ ખરેખર “ન્યાયી હો તો પહેલાં પૂરતી તપાસ કરો અને પછી મને શિક્ષા કરો.” રાજાને રોહિણેયની વાત સાચી લાગી. તેથી તેને જેલમાં પૂર્યો અને પહેલાં શાલિ ગામમાં તપાસ કરાવી...રૌહિણેયે પહેલેથી જ પોતાના માણસો તે ગામમાં ગોઠવી રાખેલા...તેના દ્વારા રાજાના માણસોને ખાતરી થઇ ગઈ કે દુર્ગ ચંડ નામનો સજ્જન અહીં રહેતો હતો...અને હાલ તે રાજગૃહી ગયો છે. અભયકુમાર સમજી તો ગયો કે આ જ તે મહાબદમાશ રોહિણેય ચોર છે. પરંતુ એની ચતુરાઈ એટલી જબરી છે કે તેને પકડવા કોઇ યુક્તિ કરવી પડશે. અભયકુમારે રત્નો-મઢેલો સાતમાળનો અતિ ભવ્ય મહેલ તૈયાર કરાવ્યો. એમાં અપ્સરા સમાન રુપાળી રમણીઓ...દિવ્ય ગીત-સંગીત...અને નાચ-ગાન ચાલુ કરાવ્યાં. અને રોહિણેયને નશો ચઢે એવું ભોજન કરાવ્યું...સુન્દર ભોજન કરીને તે મૂચ્છિત થઈ ગયો. તેને દેવતાઇ વસ્ત્રો પહેરાવીને દેવની જેમ શય્યામાં સૂવડાવ્યો. જ્યારે ઘેન ઊતર્યું ત્યારે રૌહિણેય જાગ્યો. તેણે પોતાની જાતને દિવ્ય વિમાન જેવા સ્થાનમાં જોઇ તે વિસ્મય પામી ગયો... - કૃત્રિમ દેવ-દેવીઓ તેના માટે સ્વાગત-વચનો બોલવા લાગ્યાં...“અહો ! આપ મહાપુણ્યવાન છો. આપ દેવલોકમાં દેવરુપે ઉત્પન્ન થયા છો. આપ અમારા સ્વામી છો. અને અમે આપના સેવક છીએ.” રોહિણેય વિચારમાં પડી ગયો: “શું હું દેવ થયો છું ? આ બધું શું છે ? શું આ ખરેખર દેવ અને દેવીઓ હશે !” તેટલામાં તો એક દેવ જેવો પુરુષ આવીને કહેવા લાગ્યો: “સ્વામી ! દેવલોકનો એવો આચાર છે કે જે નવો દેવ ઉત્પન્ન થાય તેણે સ્વર્ગલોકના દેવ-દેવીઓ સમક્ષ પોતે પૂર્વ-ભવમાં કરેલાં સારાં ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ નરસાં તમામ કાર્યો કહેવાં જોઇએ. ત્યાર પછી સ્વર્ગના દેવતાઇ સુખોને ભોગવવાં.” રોહિણેય વિચારવા લાગ્યો “આ શું ખરેખર દેવલોક છે ? આ બધાં દેવદેવીઓ છે ? કે પછી મંત્રી અભયકુમારે મારા જ મોંએથી મારા ચોરી વગેરે ધંધાને બોલાવવા જ આ નાટક માંડ્યું હશે ?” આમ વિચારતાં રોહિણેયને તે જ વખતે ભગવાન મહાવીરનાં વચનો યાદ આવ્યા. “ભગવાન મહાવીરે કહેલું કે દેવો અને દેવીઓ જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે. તેમને પરસેવો વગેરે મેલ જામતો નથી. તેમના ગળામાં રહેલી પુષ્પ-માળા કરમાતી નથી. અને તેમની આંખો પટપટ થતી નથી.” ભગવાન મહાવીર ગમે તે હોય પરંતુ તેઓ સત્યવાદી જ છે. તેથી તેઓ ખોટું તો બોલે જ નહિ. “અને...આ નર અને નારીઓ તો જમીનને સ્પર્શીને ચાલે છે. તેમને પરસેવો વગેરે થાય છે. તેમના ગળામાં રહેલી પુષ્પમાળા પણ કરમાયેલી જણાય છે. અને તેમની આંખો તો પટ-પટ થાય છે. તો નક્કી આ અભયકુમારનું પડ્યત્ર જ છે.” આ રીતે નિશ્ચય કરીને રોહિણેયે પણ જબરી ચાલાકી વાપરી. તેણે કહ્યું : હે દેવો અને દેવીઓ ! મેં પૂર્વભવમાં અનેક જિનમન્દિરો બંધાવ્યાં છે. અનેક જિન-બિમ્બોની પ્રતિષ્ઠા કરાવી છે. સુપાત્રદાન દીધાં છે. અનેકવાર તીર્થયાત્રાઓ કરી છે. સગુરુઓની ભક્તિ પણ ઘણી કરી છે.” વચ્ચે જ પેલો પુરુષ બોલ્યો: “હે સ્વામી ! હવે તમે શાં શાં ખરાબ કામો કર્યાં હતાં તે કહો.” ત્યારે રોહિણેય બોલ્યો: “હું સદા સદ્ગુરુઓના સત્સંગમાં જ રહેતો હતો તેથી ખરાબ કામ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મેં કદી કોઇ ખરાબ કામ કર્યું જ નથી.” પેલા દેવ-દેવીઓ વારંવાર રોહિણેયને તેનાં દુષ્કૃત્યો વિષે પૂછતા રહ્યા પણ તેણે કદાપિ એ વાતનો સ્વીકાર ન કર્યો, પોતે ચોરી કરી છે. અભયકુમારની બધી ચાલ ઊંધી પડી ગઇ. તેણે પોતાના પિતા શ્રેણિક રાજાને કહ્યું “પિતાજી ! આ ખરેખર ચોર હોય તો પણ જ્યાં સુધી “સબૂત ન મળે ત્યાં સુધી તેને આપણાથી શિક્ષા ન થાય. નીતિ આ પ્રકારની છે.” કરેજ Page #264 -------------------------------------------------------------------------- ________________ પછી અભય શ્રેણિક રાજાના હુકમથી રોહિણેયને છોડી મૂક્યો. આ પ્રસંગથી રોહિણેયનું આખું મન બદલાઈ ગયું. તે વિચારવા લાગ્યો : “અરરર ! આ મેં શું કર્યું ? મારા પિતાએ તો મને ગેરમાર્ગે દોરવ્યો કે મહાવીરની વાણી સાંભળીશ નહિ. પરંતુ અચાનક અને અનિચ્છાએ એક વાર સાંભળેલા મહાવીર પ્રભુનાં અલ્પ-વચનોના કારણે જ હું બચી ગયો. નહિ તો આજે મારું મોત નક્કી હતું. મહાવીર-પ્રભુની થોડી પણ વાણી આટલી પ્રભાવશાળી છે...તો તેમની પૂરી ધર્મદેશના તો કેટલી ગજબ મહિમાશાળી હશે !!” - આ રીતે શુભ-વિચારધારાથી ભાવિત થયેલો રોહિણેય પ્રભુ મહાવીર દેવના ચરણોમાં પહોંચી ગયો. અને પરમાત્માને નિવેદન કરવા લાગ્યો : “ભગવંત ! ભયંકર દુઃખોથી ભરેલા આ ભવસાગરમાં આપની વાણી તો ભવજલતરણ જહાજ છે. પરંતુ આપની આવી પરમકલ્યાણકારિણી વાણીથી પિતાનાં કુવચનોના કારણે હું વંચિત રહ્યો. ભગવાન ! જેઓ નિરંતર આપની વાણીનું અમૃતપાન કરે છે તેઓ ખરેખર ધન્ય છે. અનિચ્છાએ સાંભળેલાં આપનાં વચનોએ મારો આ જનમ સુધારી લીધો...હવે હું ઇચ્છાપૂર્વક આપની ધર્મદેશના સાંભળવા ઝંખું છું. જેના પ્રભાવે આપ મારા ક્નમોજનમ સુધારો.” ' રોહિણેયના અંતરની એ આગ હતી. પશ્ચાત્તાપનો એ પાવક હતો. રોહિણયની સુપાત્રતાને જોઇને ભગવંત મહાવીરે તેને નિવાણપદપ્રદાયિની અને સાધુધર્મનો મહિમા સમજાવનારી દિવ્ય-દેશના આપી. વીર-વાણીના પુનિત-પાણી પીને પવિત્ર બનેલા રોહિણેયે પ્રભુને પોતાને ચારિત્ર-ધર્મ (દીક્ષા) આપવા વિનંતી કરી. યોગાનુયોગ શ્રેણિક મહારાજા વગેરે આ દેશના-સમયે ઉપસ્થિત હતા. તેમણે રોહિણેયને કહ્યું “તું કોઇ પણ જાતની ચિંતા કે શંકા કર્યા વગર હવે તારે જે કહેવું હોય તે કહે. તને મારું અભયવચન છે.” ત્યારે રોહિણેયે કહ્યું “તમે જેની રાત ને દિ' તલાશ કરી રહ્યા છો તે રોહિણેય ચોર હું જ છું. અભયકુમાર જેવા બુદ્ધિનિધાનની ચાલાકીભરી ચતુરાઇને પણ મેં પછડાટ ખવડાવી દીધી તે પ્રતાપ આ પ્રભુ મહાવીરની થોડી પણ સાંભળેલી વાણીનો છે. અને માટે જ મેં આ જીવન હવે પ્રભુના ચરણે સમર્પિત કરવાનો નિર્ણય કરી લીધો છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ‘હે રાજન્ ! રાજગૃહી નગરીમાં મેં કરેલી તમામ ચોરીઓ દ્વારા એકઠો કરેલો તમામ માલ હું આપને સમર્પિત કરી દેવા માગું છું. આપ આપના કોઇ માણસને મારી સાથે મોકલો...જેથી એ તમામ મિલકત હું તમને અર્પણ કરીને સંયમ લઇ શકું અને મારા આ માનવ-જન્મને સફળ કરું.’’ ત્યાર બાદ રોહિણેયની સાથે ખુદ અભયકુમાર ગયા. તેણે તમામ ધનસંપત્તિ અભયકુમારને સમર્પી દીધા અને અભયકુમારે તે ધન જેમનું જેમનું હતું તેને પાછું આપી દીધું. ત્યાર બાદ ખુદ શ્રેણિક મહારાજાએ રોહિણેયનો ભવ્ય દીક્ષા-મહોત્સવ ઊજવ્યો અને રોહિણેયે પ્રભુ વીરનાં પાવન-ચરણોમાં ચારિત્ર સ્વીકાર્યું. ચારિત્ર લીધા બાદ છ-છ મહિના સુધીના ઉપવાસ પણ રોહિણેય મુનિએ કર્યા. તપસ્યાથી દેહને કૃશ કરી નાંખીને ભાવ-સંલેખના કરી પ્રભુની આજ્ઞાપૂર્વક મુનિવર શ્રી રોહિણેયે અનશન કર્યું અને તેઓ મૃત્યુ પામીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. રોહિણેય જેવા મહામાયાવી અને મહાબદમાશ ચોરના જીવનનું આમૂલચૂલ પરિવર્તન કરી નાખનારી હતીઃ જિનવાણી. ચોર જેવા ચોરને ચોર મટાડીને મહામુનિ બનાવનાર...તિરસ્કારણીયને વંદનીય વિભૂતિમાં રુપાતંરિત કરી નાંખનાર...હતી : જિનવાણી. આવી ઉત્તમ ધર્મવાણીના મહાન મહિમાને સમજાવનારું અને તેથી જ ધર્મવાણીનું નિરંતર શ્રવણ ક૨વાનો આપણને પ્રેમસંદેશ કાનમાં સંભળાવી જનારું આવું અનુપમ-દ્રષ્ટાંત બીજું ક્યું મળે ! આર્યુવેદનો ઉદ્દેશ રોગની ચિકિત્સા કરવા પૂરતો જ માત્ર નથી, પરંતુ રોગ થાય જ નહિ તેવી પરિસ્થિતના નિર્માણનો પણ છે. આયુર્વેદે પણ રોગની પ્રતિરોધાત્મક વ્યવસ્થા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અનેક ચિકિત્સાપદ્ધતિઓ, અનેક ઔષધિઓનું વૈવિધ્ય હોવા છતાં રોગો સતત વધતા જ જાય છે. ખૂબ ચિંતન અને અનુસંધાનનો સારાંશ એ મળ્યો કે સામ્પ્રત જીવનશૈલી બરાબર નથી. વર્તમાન જીવનશૈલીનાં મુખ્ય તત્ત્વો છેઃ સ્પર્ધા, ૨ઘવાટ, અધીરાઇ, અસહિષ્ણુતા અને અસંયમ. આ તત્ત્વો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવને અસંતુલિત ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ કરી મૂકે છે. પરિણામે રોગોને નિમંત્રણ મળી જાય છે. હૃદયરોગના વિશેષજ્ઞો કહે છે કે, સામ્પત જીવનશૈલી સુધારવી જોઇએ. આજે માનસિક અસંતુલન, ચંચળતા અને નકારાત્મક દૃષ્ટિકોણ વ્યાપક બન્યાં છે. તેથી માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે. મનોચિકિત્સકો કહે છે કે, માનસિક સ્વાસ્થયની માવજત માટે સામ્પ્રત જીવનશૈલીમાં પરિવર્તન આણવું અનિવાર્ય છે. હિંસા, આતંક, પારિવારિક સંઘર્ષ, ક્લેશ, છૂટાછેડા, દહેજ સાથે સંકળાયેલી હિંસા, ભૃણહત્યા ઇત્યાદિ અમાનુષી સમસ્યાઓ વધતી જાય છે. ધર્મતત્ત્વવેત્તાઓ કહે છે કે, આ તમામ ધર્મશૂન્ય જીવનશૈલીનાં પરિણામ છે. તેથી સામ્પ્રત જીવનશૈલી સુધારવી જોઇએ. અનેક વિભિન્ન ક્ષેત્રોનો એક જ સૂર છે કે જીવનશૈલી સુધારવી જોઇએ. જૈન જીવનશૈલીનાં સૂત્રો શારીરિક-માનસિક સ્વાથ્ય માટે અનુપમ, પરિવર્તન માટે ઉપયોગી તેમજ ધર્મની ચેતના જગાડનારાં છે. શરીર, શ્વાસ, ઇન્દ્રિય, પ્રાણ, મન, ભાવ અને ચેતનાનો સમન્વય એટલે જીવન. જીવનની એ જ શૈલી ઉત્કૃષ્ટ હોઈ શકે છે, જેમાં શરીરને સ્વસ્થ, શ્વાસને લયબદ્ધ, ઇન્દ્રિયોને સંયમિત, પ્રાણને ગતિમાન, મનની એકાગ્ર ભાવને વિશુદ્ધ અને ચેતનાને નિરાવરણ થવાની તક મળે. 1 • સવારથી સાંજ સુધી માત્ર વ્યાપાર સૂઝે છે. • રોડપર, ઓટલા પર અને ગલ્લા પર કલાકોના કલાકો ફોગટના || ગપ્પા મારો છો. : ટી.વી. અને ચેનલોમાં કલાકોના કલાકો વેડફાય છે... ‘ટાઇમ 1. પાસ થાય છે. માત્ર ધર્મ અને ધર્મક્રિયા માટે ટાઇમ Adjust i 1 થતો નથી...હા...કેવી દશા...? ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ | 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ થી ૦ ૦ (૧૬-૧૭) મો ગુણ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અજીર્ણ ભોજન-ત્યાગ અને કાળે માફક ભોજન अजीर्णे भोजनत्यागः, काले भोक्ता च सात्म्यतः ।। અજીર્ણ ભોજનત્યાગી તથા યોગ્ય-કાળે માફકસર ભોજન કરનાર, I શરીરના ઉલુ ઘર્મસાધનમ્ II ધર્મ કરવાના અનેક સાધનો, છેિ. તેમાં શરીર એ સૌથી પહેલું સાધન છે. • જ્યાં સુધી આપણો જીવાત્માનો સંસારભાવ ચાલુ છે ત્યાં સુધી તેને શરીર વળગેલું રહેવાનું જ છે. પરંતુ એ શરીર પ્રત્યે જો આપણને માનસિક લગાવ વળગી જાય તો શરીર દ્વારા સંસારભાવ જ વૃદ્ધિગુગત બનતો રહે... ૦ આથી શરીરને ધર્મનું સાધન બનાવી દેવું જોઇએ...ભુલાય નહિ | કે ધર્મ એ સાધ્ય છે. અને શરીર તેનું સાધન છે. આથી હંમેશાં | સાધ્યની મુખ્યતા રાખીને સાધનનો ઉપયોગ કરવો ઘટે. સાધનનું SIDાન સાધનના ઠેકાણે જ રહેવું જોઇએ..સાધન “સાધન” મટીને સાધ્યરુપ ન બની જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. સાથે સાથે શરીર સાધન છે...તેથી તેના પ્રત્યે સાવ દુર્લક્ષ્ય પણ | | કરાય નહિ. શરીરનું આરોગ્ય સુન્દર હશે તો મનની નિર્મળતા પણ | પામી શકાશે. અને જેનું મન નિર્મળ તેનો આત્મા નિર્મળ.. | ભવના ફેરાને ટાળવા માટે આત્માની નિર્મળતા અનિવાર્ય છે. તેને પામવા સારું મનની વિમળતા પણ અતિ આવશ્યક છે અને તે કાજે શરીરનું આરોગ્ય પણ ખૂબ જરૂરી છે. તેને પામવા કાજે અજીર્ણો | ભોજન-ત્યાગ' અને “કાળે સાલ્ય ભોજન' આ બે ગુણોનું અમલી| કરણ ખૂબ ખૂબ જરૂરી છે. એ સમજવા માટે અજીર્ષે ભોજન-ત્યાગ અને કાળે માફક ભોજન નામના આ ગુણને વાંચવો જ પડશે. - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 2 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ માનવ-દેહના ગુણગાન શા માટે ? માનવનો દેહ દેવોને પણ દુર્લભ ગણાયો છે. માનવ-દેહની મહાનતાના ગુણગાન તમામ ધર્મોના તમામ શાસ્ત્રકારોએ એકીઅવાજે ગાયા છે. દેવોને મળેલા વૈક્રિય-દેહ કરતાંય માનવને મળેલા ઔદારિક-દેહને શા માટે મૂલ્યવાન ગણવામાં આવ્યો ? દેવોના દેહની વિશેષતાઓ અનેક પ્રકારની છે. દેવોના દેહ મળ-મૂત્રની ગંદકી વગરના હોય છે. દેખાવે દેદીપ્યમાન અને કાંતિમાન હોય છે. દેવોના દેહ અતિ સુન્દર અને અનેક રૂપ ધારણ કરવાની શક્તિવાળા હોય છે. આની સામે માનવ-દેહની તુલના કરીએ તો તેને સાવ તુચ્છ ગણવો પડે. દેવોના દેહ કરતાં સુન્દરતામાં અને કાંતિમાં હજાર ગુણહીન માનવનો દેહ છે. માનવનો દેહ મળ-મૂત્રની ગંદકીનો ગાડવો ! માનવનો દેહ અનેક જાતના રોગોનો ભંડાર ! માનવનો દેહ અસૌન્દર્ય અને કુરુપતાનો દરિયો ! માનવનો દેહ શક્તિમાં હીન ! અને કાંતિમાંય હીન ! આમ છતાં શાસ્ત્રકાર ભગવંતો આવા માનવ-દેહના આટલા બધા ગુણગાન શા માટે ગાય છે ? આનો જવાબ જાણતા પહેલાં એક નાનકડું રૂપક વિચારીએ.. સહરાનું રણ પસાર કરવા ઉપયોગી કોણ ? હાથી કેવો લાગે ? અર્થાત્ જ્યારે રોડ ઉપરથી પસાર થતો હોય ત્યારે તે કેવો લાગે ? મન ભરીને નીરખવાનું મન થાય તેવો લાગે. હાથીને જોવા બાળકો દોડ્યાં દોડ્યાં આવે. મોટાં અને નાનાં, બાલ અને વૃદ્ધ સહુને હાથી જોવો ગમે, સૂંઢ વડે અનેક જાતના ખાદ્ય-પદાર્થોને ખાતો અને પાણી પીતો હાથી જોવો કોને ન ગમે ? બધાય ને ગમે...કોઈ રુપિયો-બે રૂપિયા આપે ત્યારે તે સૂંઢ વડે તે રુપિયાને પોતાના માલિકને આપતો હાથી જોવાનું સહુને ગમે. પરંતુ જો કદાચ સહરાનું રણ પસાર કરવાનું હોય તો દેહથી સુન્દર આ હાથી કામ લાગે ખરો ? આનો જવાબ છે ના... Page #269 -------------------------------------------------------------------------- ________________ કારણ કે હાથીની કાયા એટલી કદાવર છે કે સહરાના રેતીના રણમાં તેના પગ ફસાઈ જાય...ખૂંપી જાય...આથી રણ પસાર કરવાનું અને પ્રવાસીને સહી–સલામત રણ પાર કરાવી દેવાનું કામ હાથીનું નહિ. એ કામ તો ઊંટનું જ. ઊંટના અંગ અઢારેય વાંકાં હોય છે...પણ ભલે...તેનો આપણને વાંધો નથી. જેના અઢારેય અંગ વાંકાં કહેવાય છે એવું ઊંટ સહરાના રણમાં સડસડાટ ચાલ્યું જાય છે અને પ્રવાસીને ક્ષેમકુશળ રણ પાર કરાવી દે છે. બોલો જોઉં ! સહરાના રણને પાર કરવા માટે કોની કિંમત અંકાય ? સુંદર, કદાવર હાથીભાઇની કે જેના અઢારેય અંગ વાંકાં છે તેવા ઊંટભાઇની ? જવાબ છે...ઊંટભાઇની જ કિંમત વધુ. દેવોનો દેહ હાથી જેવો સુન્દર જરુર છે. દેદીપ્યમાન, કાંતિમાન અને રોગરહિત પણ છે. પરંતુ સંસાર રૂપી સહરાનું રણ પસાર કરવા માટે તો માનવનો દેહ જ કામ લાગે. ભલે...આ માનવ-દેહ મળ-મૂત્રથી ભરપૂર હોય...ગંદકીનો ગાડવો હોય...અનેક રોગોથી વ્યાપ્ત હોય...જેના રુપ અને સૌન્દર્યનાં કોઇ ઠેકાણાં ન હોય...આમ છતાં આવા માનવ-દેહ દ્વારા જ ધર્મની સાધના સાધી શકાય છે અને એ સાધનાના બળ વડે સંસાર રૂપી સહરાનું રણ પાર કરી શકાય છે. શરીર એ ધર્મની સાધનાનું પહેલું સાધન : આથી જ કહ્યું છે ને... શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્ .” બીજાં અનેક સાધનો ધર્મની સાધના કરવામાં ઉપયોગી છે. પરંતુ શરીર એ તો સૌથી પહેલું ધર્મસાધન છે. જેનું શરીર સ્વસ્થ નથી...જેને છ ડીગ્રી તાવ આવે છે. ભયંકર માથું દુ:ખે છે. કેન્સર...ટી.બી. કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ વગેરેની બીમારીઓથી જે ગ્રસ્ત છે...તે ધર્મસાધના શી રીતે કરી શકશે ? ધર્મની આરાધના કરવા માટે શરીર રુપી સાધન તો સહુ પ્રથમ સ્વસ્થ હોવું જ જોઇએ ને ? શરીરને સ્વસ્થ રાખવા માટે, આરોગ્યથી યુક્ત રાખવા માટે માર્ગાનુસારિતાના સોળમા અને સત્તરમાં ગુણનું વિવેચન ખૂબ જ ઉપયોગી છે. ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ શરીર બગડે અને પછી ઔષધ વગેરેના પ્રયોગથી તેનું આરોગ્ય પુનઃ મેળવવું પડે તેના કરતાં શરીર બગડે જ નહિ, શરીરમાં પ્રાયઃ રોગ ઉત્પન્ન જ ન થાય તેવો પ્રયોગ અને પ્રયત્ન સતત કરતા રહેવું જોઇએ. આયુર્વેદનું એક સૂત્ર છે : સર્વે રોગા અનીર્ન પ્રમાવાઃ ।। અર્થાત્ ખાધેલા ખોરાકનું જ્યારે પાચન ન થાય, અર્થાત્ અજીર્ણ થાય ત્યારે જ શરીરમાં રોગો પેદા થાય છે. આથી જ જ્યારે પહેલાં આરોગેલા ભોજનનું પાચન બરાબર થઇ જાય પછી જ જમવું...જો અજીર્ણ જેવું લાગે તો નવા ભોજનનો ત્યાગ ક૨વો...આ નીરોગી રહેવાનો સર્વોત્તમ ઉપાય છે. અનાદિ-સંસાર કારણઃ શરીર સંસાર છે તો શરીર છે જ. માટે જ સંસારી જીવને ‘શરીરી’ કહેવાય છે. ને સંસારથી સદાના મુક્ત સિદ્ધ ભગવંતોને ‘અશરીરી' કહેવાય છે. અત્યાર સુધી (અનાદિકાળથી આજ સુધી) આપણો જે સંસાર ચાલ્યો છે તેનું મુખ્ય કારણ અથવા મુખ્ય સાધન ‘શરીર’ જ રહ્યું છે. આ શરીર દ્વારા આપણા જીવે અનંતા પાપો ઉપાજર્યા છે. અને શરીર-સુખની તે વાસનાઓના કારણે જ બાંધેલાં પાપકર્મોના ઉદયકાળમાં જીવે કારમાં દુખો પણ શરીર દ્વારા જ ભોગવ્યાં છે. આમ, અનેક પાપોનું નિમિત્ત બનેલું આ શરીર સંસારની સતત અથડામણ અને ભટકામણનું પણ મહાનિમિત્ત છે. તો હવે શું ક૨વું ? શરીરના પાપે જ જો સંસાર ચાલ્યો અને વધ્યો તો હવે શરીરને ખલાસ કરી નાંખવું ? તેનો વધ કરી નાંખવો ? એનો જવાબ છે : ના...જે શરીર રૂપ નિમિત્તના કારણે સંસાર વધ્યો...જીવને અનંત દુ:ખો ભોગવવાં પડ્યા એ જ શરીર દ્વારા મોક્ષમાર્ગની (ધર્મની) જોરદાર સાધના-આરાધના કરીને સંસારનો હવે અંત આણો. શરીર દ્વારા તપ વગેરે ધર્મની વિશિષ્ટ આરાધના દ્વારા વિષયો અને વિકારોનો ખાત્મો બોલાવી દ્યો. આ જ શ્રેષ્ઠ માર્ગ છે. ધ્યાનમાં રહે : વિષયો અને વિકારોનો નાશ કરવા માટે જ તપ વગેરેની સાધના છે. તપ શરીરનો નાશ કરવા માટે નથી. પરંતુ શરીર દ્વારા તપ કરીને વિષય-વાસનાઓનો વિનાશ કરવાનો છે. આ વૈષયિક-વૃત્તિઓને નિર્મૂળ ક૨વામાં ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ‘તપ’ એક અદ્ભુત અને અનિવાર્ય ઉપાય છે. પરંતુ તે તપ કરતાં કરતાં શરીરને ખલાસ કરી નાંખવાની કોઇ વૃત્તિ રાખવાની નથી...હા...તપ કરતાં કષ્ટ પડે...તકલીફો આવે ત્યારે શરીર-સુખની પરવા કર્યા વગર તે તકલીફો અને સંકટોને સહન કરવાનો પ્રયત્ન હંમેશ કરતા રહેવું પણ...જ્યારે શરીરનું સામર્થ્ય અત્યંત પણે તૂટી જતું હોય...ઇન્દ્રિયો વગેરે ક્ષીણ થઇ જતી હોય...ત્યારે તપને કામચલાઉ સ્થગિત કરીને દેહનું પોષણ કરી લેવું તે જ શાસ્ત્રવિહિત છે. પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ‘જ્ઞાનસાર' નામના શાસ્ત્રમાં લખે છે : तदेव हि तपः कार्यं, दुर्ध्यानं यत्र नो भवेत् ॥ येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा અર્થ : ત્યાં સુધી જ તપ કરવો, કે જ્યાં સુધી મન આર્તધ્યાનમાં પડી ન જાય...અને જેના દ્વારા મન-વચન અને કાયાના યોગો શક્તિહીન બની ન જાય...તથા ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું સામર્થ્ય ખલાસ ન થઇ જાય.... જો ઘોર તપ કરતાં કરતાં કોઇ મુનિની ચક્ષુરિન્દ્રિય (આંખ)ની શક્તિ ચાલી જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તો, તેવા સમયે તે મુનિવરે પારણું કરી લેવું તેવી શાસ્ત્રાજ્ઞા છે. કેમકે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સાવ શક્તિહીન બની જાય તો તે મુનિવરાદિને સમગ્ર જીવન સંયમ-પાલનમાં તીવ્ર બાધાઓ ઉપસ્થિત થાય... આ જ રીતે કેટલાક આત્માઓ માસક્ષમણ વગેરે ઉગ્ર તપશ્ચર્યાઓ એવી રીતે-મરી મરીને કરતા હોય છે કે તેઓ બે ટાઇમ પ્રતિક્રમણ પણ ન કરી શકે...અથવા સૂતાં સૂતાં જ કરી શકે...તેમની શારીરિક-માનસિક સ્થિતિ એટલી હદે નબળી પડી જતી હોય છે કે તેમના કુટુમ્બીજનોને સતત તેમની સેવામાં ઉપસ્થિત રહેવું પડતું હોય છે. વારંવાર નિઃસાસા નાંખતા નાંખતા...બીજાઓની સેવાની સતત અપેક્ષા કરતાં કરતાં તપ કરનારા આત્માઓએ ઊંડું આંતરનિરીક્ષણ કરવું જોઇએ કે તેમનો આ પ્રકારે કરાતો તપ સમાજ પાસેથી માન, પ્રતિષ્ઠા કે કીર્તિ વગેરેને મેળવી લેવા તો નથી કરાતો ને ? અને આથી જ પ્રત્યેક તપસ્વીએ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના ઉપર્યુક્ત શ્લોકના ભાવાર્થને ઊંડાણથી સમજી લેવો જોઇએ. ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ જે શરીર દ્વારા (અર્થાત્ મુખ્યત્વે શરીર પ્રત્યેની આસક્તિ દ્વારા) સંસાર વધે છે એ જ શરીરને જો તપ વગેરે સાધનામાં સહાયક બનાવી દેવાય...તો તે જ શરીર ભવચક્રના નાશ માટે પરમ ઉપકારક થઇ જાય...તમારા હાથમાં રહેલી છરી'નો તમે શો ઉપયોગ કરો છો તેના ઉપર છરી સારી કે નકામી તેનો નિર્ણય થઇ શકે. એક જ છરી દ્વારા કોઇનું ખૂન પણ કરી શકાય...અને તે જ છરી દ્વારા શાક સુધારીને સાધર્મિક કે સુપાત્રની ભક્તિ પણ કરી શકાય. આથી જ...છરી સારી કે ખરાબ ? તેનો એકપક્ષીય જવાબ ન આપી શકાય. ખૂન કરવામાં કામ આવતી છરી ખરાબ...અને શાક સુધારીને સાધર્મિકભક્તિમાં ઉપયોગી બનતી છરી સારી...આમ, સાપેક્ષ જવાબ જ આપી શકાય... - શરીરને સાચવવાનું છે...તેની સંભાળ જરુર લેવાની છે...પરંતુ તે શરીર દ્વારા સંસારના વિવિધ ભાગો સારા ભોગવી શકાય, ઇન્દ્રિયસુખોને દીર્ઘકાળ સુધી પામી શકાય તે માટે નહિ...પરંતુ શરીર જો સારું રહે...દીર્ઘકાળ સુધી રહે...તો તે શરીર દ્વારા સંયમ પળાય...મળેલા માનવજન્મને ધર્મની ઉત્તમ આરાધના દ્વારા સફળ કરી શકાય. જો આ દ્રષ્ટિએ શરીરની સંભાળ રાખવામાં આવે તો તેને જૈન શાસ્ત્રકારો અયોગ્ય નથી ગણતા. સંસારી પણ ભોજન કરે છે...અને સંયમી સાધુ પણ ભોજન કરે છે...છતાં બેઉના ભોજન કરવાના ઉદ્દેશમાં મોટો ફરક છે...પ્રાયઃ સંસારી જીવોનો આશય, શરીરને ભોજન આપીને શરીર દ્વારા વૈષયિક-સુખો સારી રીતે પામી લેવાનો હોય છે. જ્યારે સંયમી આત્માઓ ભોજન આપીને શરીરને માત્ર ટકાવી લેવાના અને તે શરીર દ્વારા મુક્તિમાર્ગ તરફ વધુ વેગથી પ્રયાણ કરવાના શુભાશયવાળા હોય છે. સંયમ આદિ ધર્મયોગને આરાધવા ભોજન દ્વારા શરીરને ટકાવી રાખવાની દૃષ્ટિ તે શુભ-દષ્ટિ છે. જ્યારે રસનાના પોષણ માટે, કે વિષયોના સુખોને પામવા માટે ભોજન કરવાની અને શરીરને ટકાવવાની દૃષ્ટિ તે અશુભ-દ્રષ્ટિ છે. શરીરમાં રહેલુ ઘર્મસાધનમ્ | આ વાક્યમાં રહેલા શરીરનો સંબંધ ભોગરસિક માણસો “આઘ” પદ સાથે કરી નાંખે છે. અને દરેક વાતમાં “શરીર એ પહેલું શરીર એ પહેલું” એ રીતે જ વિચાર કરે છે. તાત્પર્ય એ કે શરીરને ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ જ પ્રાધાન્ય આપે છે. પરંતુ સંયમી સાધક આત્મા ‘આદ્ય’ પદનો અન્વય ‘ધર્મસાધન’ સાથે જોડે છે. ‘શરીર એ પહેલું ખરું ? પણ શેમાં પહેલું ? ધર્મની સાધના તરીકે પહેલું !' આથી ધર્મની સાધના માટે શરીરનો ઉપયોગ પહેલા કરવાનો. નહિ કે શરીરને પંપાળવા માટે પહેલું ગણવાનું છે. શરીરને ભોજન શી રીતે આપવું તે માટે જૈન શાસ્ત્રકારોએ એક સરસ દૃષ્ટાંત બતાવ્યું છે. એક શેઠ હતા. તેમનું નામ ધરમદાસ. રામસિંગ નામના કોઇ માણસે ધરમદાસના પુત્રનું ખૂન કરી નાંખ્યું...શેઠને રામસિંગ ઉપર ભારે ક્રોધ ચડ્યો. શેઠે રામસિંગને જેલમાં પુરાવી દીધો. કેટલાક સમય બાદ ધરમદાસ પણ ધંધામાં કરેલા કાળા કરમના કારણે જેલમાં પુરાયા. તે જમાનામાં એક બેડીમાં રહેલા બે પેંગડામાં બે કેદીઓના એકએક પગ નાંખવામાં આવતા. બન્યું એવું કે ધરમદાસ શેઠનો એક પગ, રામસિંગવાળી બેડીના પેંગડામાં જ નાંખવામાં આવ્યો. હવે શેઠને ક્યાંય પણ જવા-આવવા માટે રામસિંગના સહકારની જરુર પડતી. અને...રામસિંગને પણ શેઠના સહકારની જરુરિયાત રહેતી. પહેલા જ દિવસે ધરમદાસ શેઠના ઘરેથી શેઠાણી શેઠ માટે સરસ ખાવાનું લઇ આવ્યા. રામસિંગે શેઠ પાસે થોડું જમવાનું માગ્યું પરંતુ શેઠે તેને જણાવ્યું “નરાધમ ! તું તો મારા પુત્રનો ખૂની છે. હું તને ખાવાનું આપું ? ના. હરિંગઝ નહિ.’’ શેઠે રામસિંગને જમવાનું ન જ આપ્યું. રામસિંગે મનમાં શેઠને બરાબર પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. જ્યારે ધરમદાસને સંડાસ જવાની ઇચ્છા થઇ ત્યારે તેમણે કહ્યુંએ રામસિંગ ! ચાલ...મારી સાથે મારે સંડાસ જવું છે.’’ ત્યારે રામસિંગે સાફ ના પાડી દીધી. રામસિંગની મદદ વગર શેઠ ક્યાંય હરી ફરી શકે તેમ પણ ન હતા. રામસિંગે બીજા દિવસથી ભોજનમાં અડધો ભાગ આપવાની શરત મૂકી અને તો જ સાથે આવવાની કબૂલાત આપી. શેઠે ન છૂટકે જ ૨૬૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ તે વાત મંજૂર કરી. બીજે દિવસે જ્યારે શેઠાણી જમવાનું લઇને જેલમાં આવ્યા ત્યારે શરત મુજબ ધરમદાસને અડધો ભાગ રામસિંગને આપવા માંડ્યો. તે વખતે શેઠાણીએ જોરદાર વિરોધ નોંધાવતાં કહ્યું “તમે આ શું કરી રહ્યા છો ? આપણા પુત્રના ખૂનીને તમે ભોજન આપો છો ?” ત્યારે શેઠે ખુલાસો કરતાં કહ્યું “પણ હું શું કરું ? જો હું તેને મારા ભોજનમાંથી અડધો ભાગ નહીં આપું તો તે મારી સાથે સંડાસ-બાથરુમ આવવા તૈયાર નથી. આથી, મારે ના છૂટકે જ તેને ભોજન આપવું પડે છે. બાકી મને એના ઉપર જરાય પ્રેમ નથી.” ધરમદાસ શેઠનો ખુલાસો સાંભળીને શેઠાણી ચૂપ થઈ ગયા. જૈન શાસ્ત્રકારો આ દ્રષ્ટાંત દ્વારા આપણને એ વાત સમજાવે છે કે જેવી રીતે શેઠ પોતાના પુત્રના ખૂનીને ના છૂટકે ભોજન આપતા હતા. પરંતુ મનમાં તેના પ્રત્યે ભારે અણગમો રાખતા હતા...કારણકે તે પોતાના પુત્રનો ખૂની છે. આ જ રીતે શરીર એ આપણો મિત્ર નથી પણ શત્રુ છે...કારણ કે આ શરીરના મોહના કારણે આપણો આત્મા અનાદિકાળથી ઘણા ઘણાં દુ:ખો અને પીડાઓ ભોગવતો આવ્યો છે. પણ છતાં આ જ શરીર દ્વારા આપણે ધર્મ આરાધવાનો છે. કર્મક્ષય કરીને મોક્ષની મંઝિલ સુધી પહોંચવાનું છે. આથી જ શરીરને ટકાવવું અને તેના દ્વારા આપણો મતલબ (ધર્મસાધનાનો) સાધી લેવાનો છે. તેથી તેને ભોજન આપવાનું ખરું. પરંતુ મોહ અને મમતા વગર, રાગ કર્યા વગર. જ્ઞાની પુરુષો કહે છે : શરીરને આસક્તિના કારણે કદી પણ પોષશો નહિ. હા...અશક્તિના કારણે ઘી-દૂધ વગેરે પૌષ્ટિક ખોરાક લેવો પડે તો તે જુદી વાત છે. પરંતુ તેમાં આસક્તિને તો પેદા થવા જ ના દેશો. આ વાત સંસારના ત્યાગી સાધુ સંતોને જેમ લાગુ પડે છે તેમ જેને સારા માણસ (સજ્જન) બનવું હશે તેના માટે પણ એટલી જ ગંભીરતાથી લાગુ પડે છે. જેને “મોક્ષ પામવાની અભિલાષા છે...અને તે મોક્ષના એક માત્ર સાધનધર્મ પ્રત્યે જેને પ્રેમ પેદા થયો છે...રસ જાગ્યો છે. એવા સારા માણસે (સ ગૃહસ્થ) પોતાના શરીરનું આરોગ્ય અવશ્યપણે સાચવવું જોઇએ. Page #275 -------------------------------------------------------------------------- ________________ જો તમે શારીરિક આરોગ્ય ધરાવતા હશો તો જ તમે તમારા આત્મકલ્યાણને સાધવામાં સફળ થશો તેમજ બીજાઓના હિતનાં કાર્યો કરવામાં પણ અગ્રેસર બની શકશો. માત્ર જૈન શાસન જ નહિ, આર્યાવર્તની તમામ સંસ્કૃતિઓ મોક્ષલક્ષી છે...સઘળી સંસ્કૃતિઓનું અંતિમ ધ્યેય મોક્ષ છે...અને તેથી જ જીવનના તમામ ક્ષેત્રમાં મોક્ષને અગ્રતા આપવામાં આવી છે. મોક્ષ એટલે સંસારની તમામ વાસનાઓમાંથી અને તે વાસનાઓનાં કારણો (શરી૨ વગેરે)થી મુક્તિ. આવો મોક્ષ પામવા માટે બુદ્ધિની નિર્મળતા અત્યન્ત અનિવાર્ય છે. તેની જ બુદ્ધિ અત્યંત નિર્મળ બને જેનું સત્ત્વ શુદ્ધ હોય...જે સદા સાત્વિકભાવોમાં રમતો હોય... કોનું સત્ત્વ શુદ્ધ હોય ? કોણ સદા સાત્ત્વિક-વૃત્તિઓમાં રમતો રહે ? તેનો ઉપાય છે ઃ આહારશુદ્ધિ : આહાર શુદ્ધી સપ્તશુદ્ધિ... सत्त्वशुद्ध ध्रुवा स्मृतिः સ્મૃતિ-વિપ્રમે મોક્ષનામઃ ।। જેની આહાર શુદ્ધિ...તેનું સત્ત્વ.શુદ્ધ જેનું સત્ત્વ શુદ્ધ...તેની બુદ્ધિ શુદ્ધ જેની બુદ્ધિ શુદ્ધ...તેને મોક્ષલાભ અવશ્ય થાય. આથી જો આપણે મોક્ષલાભ મેળવવા માગતા હોઇએ તો આહાર શુદ્ધિને જીવનમાં ખૂબ જ મહત્ત્વ આપવું જોઇએ. જે મળ્યું તે ખાવું, જેવુ મળ્યું તેવું ખાવું અને ગમે તેટલી વાર ખાવું, ઘરનુંય ખાવું ને બજારનુંય ખાવું, આવી આહાર-પદ્ધતિ જીવનને ભ્રષ્ટ કરનારી છે. આવી આહાર-પદ્ધતિ તન (શરીર)ને બગાડે. તન બગડે એટલે પ્રાયઃ મન બગડે. અને મન બગડે એટલે આખું જીવન બગડે. ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ જેનું આ જીવન (ભવ) બગડે તેના જનમ-જનમ (ભવોભવ) બગડતા જ ચાલે... જો આપણે આપણી ભવપરંપરાને સદ્ગતિમય બનાવી દેવા માગતા હોઇએ....તો આ ભવને-જીવનને ધર્મમય બનાવવું જોઇએ. જીવનને ધર્મમયસત્ત્વમય બનાવવું હોય તો મનને પવિત્ર રાખવું ઘટે. અને મનને પવિત્ર રાખવા માટે તન (શરી૨)ને શુદ્ધ અને આરોગ્યમય રાખવું ઘટે. અને તનની શુદ્ધિની આધારશિલા છે : આહારની શુદ્ધિ. આથી આહારની શુદ્ધિની બાબતમાં આપણે અત્યંત સાવધાન રહેવુ જોઇએ. આહાર-શુદ્ધિની બાબતમાં જે અતિ મહત્ત્વના બે ગુણો છે તેને શાસ્ત્રકારોએ માર્ગાનુસારિતાના ગુણોમાં સોળમા અને સત્તરમા નંબર તરીકે સ્થાન આપી દીધું છે. તે છે : અજીર્ણ ભોજન ત્યાગ અને કાળે માફક ભોજન. પહેલો ગુણ ‘અજીર્ણે ભોજન ત્યાગ' છે. જ્યારે અજીર્ણ જેવું લાગે ત્યારે ભોજન ન ક૨વું. ભોજનનો ત્યાગ કરવો. આ ગુણ બહુ જ અગત્યનો છે. જો માણસ આ નિયમનું વ્યવસ્થિત રીતે નિયમિત પાલન કરે તો તે આખી જિંદગીમાં પ્રાયઃ બીમાર પડે જ નહિ. એક નગરના રાજાની પાસે ચાર મિત્રો આવ્યા. આ ચારેય જુદા જુદા શાસ્ત્રોના મહાપંડિતો હતા. તેમણે રાજા પાસે આવીને પ્રણામ કરીને પોતાની ઓળખાણ આપી. અને પોતે ચાર શાસ્ત્રોના મહાપંડિત હોવાથી પોતાનું જ્ઞાન રાજાને આપવા ઇચ્છે છે તેમ જણાવ્યું. પહેલો પંડિત આયુર્વેદનો પરમ વિદ્વાન હતો. બીજો પંડિત કપિલ-મતનો, ત્રીજો બૃહસ્પતિ મતનો અને ચોથો પાંચાલ મતનો વિદ્વાન હતો. રાજાએ કહ્યું ‘વિદ્વાન, પંડિતવર્યો ! તમારા જ્ઞાનનો વિસ્તારથી હું લાભ લઇ શકું તેટલો મારી પાસે સમય નથી. તેથી તમે એક કામ કરોઃ તમે તમારા જ્ઞાનનો ‘સાર' એકેક ચરણ (શ્લોકનો ચોથો ભાગ) માં તૈયાર કરીને મને એક શ્લોક બનાવીને સંભળાવજો.’’ ચારેય મિત્ર-પંડિતોએ ભેગા થઇને એક શ્લોક રચ્યો. અને બીજે દિવસે રાજસભામાં રાજાને સંભળાવ્યો. ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । बृहस्पति रविश्वासः, स्स्त्रिषु मार्दवम् ।। આ શ્લોકનો અર્થ આ પ્રમાણે આત્રેય ઋષિ કહે છે. જ્યારે પૂર્વે ખાધેલું ભોજન પચી જાય પછી જ બીજું ભોજન કરવું...આ આયુર્વેદનો સાર છે. કપિલ એમ કહે છે : જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે હંમેશાં દયા રાખવી...એ કપિલ-મતનો સાર છે. બૃહસ્પતિ એમ કહે છે કે આ દુનિયામાં ઝટ ઝટ બીજાઓ ઉપર વિશ્વાસ ન કરવો, એ બૃહસ્પતિ મતનો સાર છે. અને પંચાલ એમ કહે છે : સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા રાખવી, આ પાંચાલમતનો સાર છે. રાજાએ ચારેય મતના પંડિતોનો શ્લોક સાંભળીને પ્રસન્નતા પ્રગટ કરી અને તેમને સારું ઇનામ આપી વિદાય કર્યા. આ કથામાંથી આપણો ઉપયોગી-ભાગ એ છે. જ્યારે ભોજન જીર્ણ (પચી જાય) થાય ત્યારે જ નવું ભોજન લેવું જોઇએ. અજીર્ણનાં લક્ષણો. અજીર્ણના મુખ્ય ચાર પ્રકાર છે: (૧) આમ (૨) વિદગ્ધ (૩) વિષ્ટબ્ધ અને (૪) રસશેષ. (૧) આમઃ ઝાડો તદન પાતળો આવે અને તેમાંથી નરી બદબૂ આવે...અત્યંત દુર્ગધ છૂટે...આ “આમ”નામનો અજીર્ણનો પ્રકાર છે. (૨) વિદગ્ધ : ઝાડામાં ખરાબ ધુમાડા જેવી વાત (દુર્ગધ) આવે તે અજીર્ણનો બીજો વિદગ્ધ' પ્રકાર છે. (૩) વિષ્ટબધ : આ પ્રકારના અજીર્ણમાં શરીર ભાંગે, શરીરમાં કળતર વગેરે જણાય તેને ત્રીજો વિષ્ટબધ' પ્રકાર ગણવામાં આવે છે. (૪) રસશેષ : આ પ્રકારના અજીર્ણમાં શરીરમાં જડતા આવે છે. શરીર અકડાઈ જાય, અથવા શિથિલ થઈ જાય, અન્ન ઉપર અરુચિ પેદા થાય, ખાટા ૨૭૦] Page #278 -------------------------------------------------------------------------- ________________ ઓડકાર આવે. આવા પ્રકારનાં લક્ષણોવાળું અજીર્ણ “રસશેષ' કહેવાય છે. ખાધેલા ખોરાકનું પાચન ન થયું હોય અને જો ભોજન લેવામાં આવે તો અનેક વ્યાધિઓ પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે સમજવું કે પહેલાં ખાધેલા ખોરાકનું બરાબર પાચન થઇ ગયું છે. ભૂખ લાગ્યા વગર, માત્ર રસની લાલસાને ખાતર ખાવામાં આવે અથવા પોતાના પેટની જરૂરિયાત કરતાં વધુ ખાવામાં આવે તો અજીર્ણ થાય છે. કારણ કે પોતાની જઠરાગ્નિની જેટલી તાકાત હોય તેના કરતાં વધુ પ્રમાણમાં અન્ન પેટમાં પધરાવવામાં આવ્યું હતું. જઠરાગ્નિ જેટલો પ્રદીપ્ત હોય તેટલા જ પ્રમાણમાં ભોજન લેવું જોઇએ. ક્યાંક એમ લાગે કે આજે ભોજનનું પ્રમાણ વધારે થઈ ગયું છે તો બીજા ટંકે જમવાનું કેન્સલ કરવું જોએ. અથવા બીજા દિવસે ઉપવાસ કરી લેવો જોઇએ. ઉપવાસ એ તો જીવનનું અમૃત છે. જે માણસો ક્યારે ય ઉપવાસ કરતા નથી. અને રોજે-રોજે સારો-મઝેદાર ખોરાક જમ્યા કરે છે. તેઓ અવશ્ય બીમાર પડે છે. જૈન શાસ્ત્રકારોએ પાંચ તિથિના દિવસોમાં દરેક મહિનાની સુદ પક્ષની પાંચમ, તથા સુદ અને વદ બન્ને પક્ષની આઠમ અને પૂનમ અમાસ યા વિશિષ્ટ ઉપવાસાદિ તપ કરવાનું જે જણાવ્યું છે તે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ હિતકર છે. પ્રત્યેક મહિને પાંચ તિથિએ ઉપવાસ કરનાર માણસ આધ્યાત્મિકલાભની સાથોસાથ આરોગ્યનો લાભ પણ અવશ્ય પામે છે. મહિનામાં પાંચ તિથિ ઉપવાસ ન કરી શકનારે છેવટે પ્રત્યેક પખવાડિયાની પખ્ખીએ તો ઉપવાસ કરવો જોઇએ. દર પંદર દિવસે કરાતો ઉપવાસ વાસના-શાન્તિ રુપ આધ્યાત્મિક લાભ આપે છે તેમ સાથોસાથ પંદર દિવસે જઠરાગ્નિ વગેરેને આરામ મળવાથી શરીરનું આરોગ્ય પણ જરુર આપનારો બની જાય છે. વર્તમાનકાળમાં એસી-પંચ્યાસી ટકા લોકો અજીર્ણના રોગથી પીડાતા હોય છે. આનું મુખ્ય કારણ જ્યાં ને ત્યાં ખાવું, અને જે તે (બઝાર વગેરેનું) ખા ખા કરવું તે જ છે. વળી રસદાર-ચટાકેદાર અને મસાલેદાર ખાવાનું મળી ગયું તો ૨૭૧ જ Page #279 -------------------------------------------------------------------------- ________________ માણસ પ્રમાણનું ભાન ભૂલીને ખાવા લાગે છે. આના જ કારણે લોકોમાં અજીર્ણગેસની ટ્રબલ વગેરે ખૂબ પ્રમાણમાં જોવામાં આવે છે. ગેસ અને અજીર્ણ વગેરેને મટાડવા માટેની આયુર્વેદિક અને એલોપેથિક દવાઓની થતી જોરદાર જાહે૨ખબરો અને તેની અતિ વિપુલ ખપત, આની પૂરતી સાબિતી છે. જો માણસ એટલું બરાબર સમજી લે કે મારે જીવવું છે માટે જ ખાવાનું છે. ખાધા વગર જીવી શકાતું નથી માટે ખાવાનું છે. પરંતુ ખાવું છે માટે જીવવાનું નથી. શરીરનું અસ્તિત્વ અને આરોગ્ય ટકાવવામાં ઊપયોગી હોય તેટલું જ ખાવું જોઇએ. પરંતુ એ જ ભોજન જો બેહદ પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરનું આરોગ્ય તો ખતમ થાય, પરંતુ તેનું અસ્તિત્વ પણ ક્યારેક જોખમમાં મુકાઇ જાય છે. એક નાનકડી સત્ય-ઘટના અહીં યાદ આવે છે. અમદાવાદમાં એક પ્રસિદ્ધ જૈનાચાર્યની નિશ્રામાં પર્યુષણ-પર્વની આરાધના કરવા એક રાજસ્થાની ભાઇ આવ્યા. તેમણે આચાર્યશ્રી સમક્ષ તેઓશ્રીની નિશ્રામાં અઠ્ઠાઇ-તપની સાથે પર્યુષણ ક૨વાની ઇચ્છા વ્યક્ત કરી...આચાર્યશ્રીએ સંમતિ આપી. અઠ્ઠાઇ-તપ પૂરો થઇ ગયા બાદ પેલા ભાઇને બીજા એક ભક્તિવંત શ્રાવકના ઘરે પારણું કરવા મોકલાવ્યો. પેલા તપસ્વી ભાઇને પારણું કરતાં રસોડામાં પડેલો ચૂરમાનો લાડુ ખાવાની ઇચ્છા થઇ આવી. તેણે પેલા શ્રાવક પાસે લાડવો માગ્યો પરંતુ તે શ્રાવક ખૂબ અનુભવી અને સમજદાર હતા. તેમણે કહ્યું ‘ભાઇ ! તમારે આઠ દિવસના ઉપવાસનું અત્યારે પારણું છે. આઠ દિવસ સુધી કાંઇ ન ખાવાથી તમારી હોજરી સંકોચાઇ ગઇ હોય...આથી પારણામાં ચૂરમાનો લાડુ ન ખવાય. તમે જેમ બને તેમ પ્રવાહી જ વધુ લો. આજે લાડુ ન. લો. અઠવાડિયા બાદ તમે લાડુ જમવા જરુર મારા ઘરે પધારજો.'' આ શ્રાવકની વાત ખૂબ જ યોગ્ય હતી. પણ રસનેન્દ્રિયની લાલસાના તીવ્ર આવેગના કારણે આ વાત પેલા તપસ્વી ભાઇને જચી નહિ. આથી પેલા શ્રાવક આટલી વાતચીત કર્યા બાદ કોઇ કારણસર જેવા ઘરની બહાર નીકળી ગયા કે તરત જ પેલા શ્રાવકની ધર્મપત્ની પાસે આ તપસ્વી ભાઇએ ફરી લાડુ માગ્યો. ૨૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ તેમણે તે આપી દીધો. અઠ્ઠાઈ-તપના પારણે જ તે ભાઈ ચૂરમાનો આખો લાડુ ખાઈ ગયા. - પરિણામ એ આવ્યું કે રાત્રે આ તપસ્વી ભાઇના પેટમાં આફરો ચડ્યો. એમને ભયંકર ગભરામણ થવા લાગી. તેમને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. ડોક્ટરે તેમનું પેટ જોયું તો તે અત્યંત કડક થઇ ગયેલું. ડોકટરે પૂછ્યું “આ ભાઇએ આજે શું ખાધું હતું ?” પેલા પારણું કરાવનાર શ્રાવકે જે હકીકત બની હતી તે તમામ ડોકટરને જણાવી દીધી. ડોકટરે આ તપસ્વી રાજસ્થાની ભાઇને બચાવવા ખૂબ કોશિશ કરી...પરંતુ અંતે તે ભાઇ મૃત્યુ પામી ગયા...! આ પ્રસંગ અહીં એટલા માટે યાદ આવ્યો કે જે લાડુ (ભોજન) શરીરમાં તાકાત, પુષ્ટિ અને રક્ષણ આપી શકે છે તે જ લાડુ જો અયોગ્ય સમયે ખાવામાં આવે તો મોતનું પણ કારણ બની શકે છે. વિશિષ્ટ પ્રકારનો તપ કરનાર તપસ્વીઓએ ખાસ ખ્યાલ રાખવો જોઇએ કે પારણાના સમયે દિવસોથી મંદ પડી ગયેલી હોજરીમાં ઘનીભૂત અને વધુ પ્રમાણમાં આહાર નાંખવો ન જોઇએ. તેમ કરવાથી તબિયત બગડે છે અને પરિણામે, આપણી ભૂલના કારણે ઉત્તમ એવો તપધર્મ વગોવાય છે. તપ તો શુદ્ધિકારક છે. આત્માની અને દેહની બન્નેની શુદ્ધિ કરનારો. એજ તપ પારણામાં કરેલી ગરબડના કારણે આત્મા અને દેહ-બેઉને-બગાડનારો થાય છે. તપનું મુખ્ય ફળ તો આત્માનું કલ્યાણ જ છે. અથવા કર્મનિર્જરા છે. પરંતુ તેની સાથે સાથે આનુષંગિક ફળ શરીરનું વાચ્ય પણ છે. ખેડૂત ખેતી કરે છે તે શાના માટે ? કોઇ ખેડૂતને પૂછે કે તમે ખેતી કેમ કરો છો ? તો ખેડૂત શો જવાબ આપે ? એ કહે કે, “ભાઇ ! અનાજ ઉગાડવા ખેતી કરું છું...” પણ અનાજની સાથે સાથે ઘાસ પણ સ્વાભાવિક ઊગી જ જાય છે. આથી ઘાસ એ આનુષંગિક ફળ કહેવાય. પણ જેઓ વિશિષ્ટ તપ નથી કરતા કે નથી કરી શકતા તેઓ પણ ઊણોદરી જેવો સરળ તપ પણ જો નિયમિત કરે તો તેનાથી મનમાં જાગતા (૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ કુવિચારોની ઉપશાંતિ પણ થાય છે. અને સાથે સાથે શરીરના સ્વાસ્થ્યનો અનેરો લાભ પણ પામી શકાય છે. અજીર્ણનો મહાદુશ્મન છે ઊણોદરી તપ. જે માણસો નિયમિત ઊણોદરી કરે છે ‘ઊણોદરી એટલે ભૂખ કરતાં બે ચાર કોળિયા ઓછું જમવું. આને જૈન પરિભાષામાં ‘ઊણોદરી' તપ કહેવાય છે.' તેઓ કદી અજીર્ણનો ભોગ બનતા નથી. અને માટે જ તેમને પ્રાયઃ કોઇ રોગ સતાવતા નથી. ધ્યાનમાં રહે : અજીર્ણમાં લીધેલું ગમે તેવું સુંદર ભોજન, અમૃતભોજન પણ તે વિષભોજન બની જાય છે. પેટ-ભરેલાને સારું ભોજન પણ વિષ રુપે પરિણમતું હોવાથી વિષભોજન જ કહેવાય ને ? એક કવિતા યાદ આવે છે : બળ વિનાનું લડવું, લડવા છતાં નકામું, રાંડયા પછીનું ડહાપણ, આવે તોય નકામું, જમ્યા પછીનું ભોજન, તાજું છતાં નકામું, ગળા વિનાનું ગાવું, ગાવા છતાં નકામું. સોળમા નંબરના ‘અજીર્ણે ભોજનત્યાગ' ગુણ પછી સત્તરમા નંબરનો ગુણ છે: ‘કાળે સાત્મ્ય ભોજન' આનો અર્થ છે ઃ યોગ્ય કાલે સાત્મ્ય=માફક ભોજન કરવું. ભોજન માટે યોગ્ય કાળ ક્યો ? જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે, તે ભોજન માટેનો યોગ્ય-કાળ ગણાય. અહીં પ્રશ્ન થાય કે ઃ વર્તમાન જમાનામાં તો નેવું ટકા લોકોને આખો દિવસ કામ કરીને ઘરે આવે ત્યારે જ કકડીને ભૂખ લાગે છે. તો શું રાત્રે ખાવું તે ભોજન માટેનો ‘યોગ્ય-કાળ' ગણી શકાય ? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ ‘ના’માં આપવો પડે. એનું કારણ એ છે કે પહેલેથી ગાડીને ઊલટી રીતે ચલાવવાનું શરુ કરી દીધું હોય એટલે બધો ક્રમ ઊલટો જ ચાલ્યા કરે. અવળે પાટે ચઢેલી ગાડીને પહેલાં તો સવળે પાટે ચઢાવવી પડે. ઘણા માણસો સવારના આઠ-નવ વાગે ફુલ નાસ્તો કરે...પછી તેમને ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ બપોરે બાર વાગે ભૂખ લાગે જ નહિ. એટલે તેઓ બે વાગે જમે. પરિણામે ફરી સાંજે ૬ વાગે ભૂખ લાગે જ નહિ. તેથી રાત્રે ૯/૧૦ વાગે જમવાનું જ તેઓને ફાવે. આ ક્રમ જ ખોટો છે. સવારે ચા-દૂધના સમયે બિલકુલ નાસ્તો કરવો જ ન જોઇએ. અથવા અતિ અલ્પ નાસ્તો જ કરવો. જેથી બપોરે ૧૨ વાગે સારી રીતે ભૂખ લાગે અને તો સાંજે ૬ વાગે પણ ભૂખ લાગે. તેથી રાત્રિભોજનની આવશ્યકતા જ ન રહે.. ખરું ભોજન મધ્યાહન-કાળનું જ છે. સવારે સૂર્ય આકાશમાં ઊગે...પછી જેમ જેમ તે આગળ વધતો જાય...તેમ તેમ શરીરમાં રહેલો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થતો જાય. અને બપોરે બાર-સાડાબાર વાગે મધ્યાહન સમયે સૂર્ય પૂરો વિકસિત અને તેજ થઇ ગયો હોય તે સમયે જઠરાગ્નિ પણ પૂર્ણપણે વિકસિત થઇ જાય. આથી બપોરનો મધ્યાહન-કાળ તે ભોજન માટેનો “યોગ્યકાળ' છે. - સવારના પહોરમાં ઊઠ્યા ત્યારથી કડકડતી-ફફડતી “ચાહ'પીવાની કુટેવે આર્ય-પ્રજાના આરોગ્યને ભારે ધક્કો પહોંચાડ્યો છે. ફફડતી ચાહ પીવાથી પેટનો જઠરાગ્નિ મંદ પડી જાય છે. સવારના પહોરમાં જ વિશેષ પ્રમાણમાં નાસ્તો ઝાપટવાથી પણ જઠરાગ્નિ મંદ પડી જાય છે. અને મંદ પડેલા જઠરાગ્નિ ઉપર પાછું વધુ પ્રમાણમાં ખાવાથી જઠરની શક્તિ વિશેષ નબળી પડતી જાય છે. આમ, એક વિષચક્ર પેદા થઇ જાય છે. ભૂખ લાગે ત્યારે જ ખાવું, આવો નિયમ જો જીવનમાં અમલી બનાવાય તો શરીરને રોગરહિત દશામાં રાખવાનું કામ ઘણું સરળ બની જાય છે. જૈન સાધુઓને રોજ એકાસણું (એક જ વાર બપોરે જમવાનો) કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આ વિધાનનો જે સાધુઓ સારી રીતે અમલ કરે છે તેઓના જીવનમાં, તથા જે ગૃહસ્થો-શ્રાવકો પણ રોજ એકાસણું જ કરે છે તેઓના જીવનમાં પ્રાયઃ રોગો પેદા થતા જોવામાં આવતા નથી. રોગોની ઉત્પત્તિના કારણોમાં જેમ “અજીર્ણ થવા છતાં ખાવાનું ચાલુ રાખવું તે છે તેમ સવારના અને સાંજના કે રાત્રિના સમયે પેટ ભરીને ખાવાની પ્રવૃત્તિ પણ એક કારણ છે. જે માણસો સવારે માત્ર ચાહ-દૂધ જ લે છે. અથવા અતિ અલ્પ પ્રમાણમાં નાસ્તો લે છે. બપોરે બાર-એક વાગ્યાની આસપાસ એક વાર પેટ ભરીને જમે છે Page #283 -------------------------------------------------------------------------- ________________ અને સાંજે સૂર્યાસ્ત પહેલાં) માત્ર દૂધ લે છે અથવા ખાખરા-ખીચડી જેવો હળવો ખોરાક (તે પણ પ્રમાણોપેત) લે છે તેમનું શરીર અવશ્ય સ્વસ્થ રહે છે. જેમ કાળે = યોગ્ય સમયે ભોજન કરવું તેમ પોતાની પ્રકૃતિને માફક આવે તેવું ભોજન કરવું, તે પણ ખૂબ મહત્ત્વની વાત છે. પોતાની પ્રકૃતિને શું અનુકૂળ છે અને શું પ્રતિકૂળ છે તેની જાણકારી પોતે ચોક્કસ મેળવી લેવી જોઇએ અને તે જ પ્રમાણે વર્તવું જોઇએ. વાત, પિત્ત અને કફ આ ત્રણ પદાર્થો (જે પ્રત્યેક વ્યક્તિના શરીરમાં હોય જ છે.) ની સમાનતા શરીરમાં રહે તો તે આરોગ્ય કહેવાય. અને આ ત્રણ ગુણોની જ્યારે વિષમતા થાય, અર્થાત્ એક ગુણની અધિકતા અને બીજા ગુણોની ન્યૂનતા, થાય ત્યારે તેમાંથી જ રોગ પેદા થાય છે. આયુર્વેદના નિયમ પ્રમાણે-જેને વાયુ નામનો ગુણ વિશેષ રહે છે તેવા માણસોને ઘી અને ઘીવાળા પદાર્થો વધારે માફક ગણાય છે. જેને પિત્ત નામનો ગુણ વિશેષ પ્રમાણમાં રહેતો હોય તેવા માણસોને મીઠાઇ અને મીઠાશવાળા પદાર્થો વધુ માફક ગણાય. અને કફ નામનો ગુણ જેના શરીરમાં વિશેષ રહેતો હોય તેને ખારા પદાર્થો માફક ગણાય છે. આયુર્વેદમાં જણાવ્યું છે: “વાયુ એ મિત્ર જેવો છે, મિત્રને ઘી પીવડાવો. પિત્ત એ જમાઇ જેવો છે તેને મીઠાઈ ખવડાવો. અને કફ એ શત્રુ જેવો છે તેને ખારું ખવડાવો.” પોતાની શારીરિક પ્રવૃતિને ઓળખીને જે તેને માફક એવો જ ખોરાક લે છે અને વળી, માફક એવો ખોરાક પણ માપસર લે છે તેને વૈદ્ય-ડોક્ટરના દરવાજા ખટખટાવવાની જરૂર રહેતી જ નથી. હિતાહાર અને મિતાહાર એ આરોગ્યની અમૃતકુંચી છે. હિતકારી અર્થાત્ માફક એવો અને મિતકારી અર્થાત્ પ્રમાણસર એવો ખોરાક ખાનારને આંગણે આરોગ્ય ધામા નાખીને બેઠેલું રહે છે. ભાવતું અને માફક ભોજન વધુ પ્રમાણમાં ખાઇ લેવાથી તેના વિપરીત પરિણામો દીર્ઘકાળ સુધી ભોગવવાં પડતાં હોય છે. આથી જ જ્યારે પણ વધુ પડતો આહાર લેવાઈ જાય તો બીજે દિવસે ઉપવાસ કરો. સૌથી સુંદર તો રોજ ઊણોદરી કરવી તે જ છે. જે હંમેશાં ભૂખે છે રિ૭૬ ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ કરતાં પાંચ-સાત કોળિયા ઓછા ખાવા રૂપ ઊણોદરી' કરે છે...અને પંદર દિવસે ઉપવાસ કરે છે, તેને પ્રાયઃ રોગો થતા નથી. આ ઊણોદરી તો ઉપવાસ કરતાંય અપેક્ષાએ વિશિષ્ટ તપ છે. કારણ કે ઉપવાસ રોજ નથી થઇ શકતો. પરંતુ ઊણોદરી રોજ થઇ શકે છે. ઊણોદરી કરવાથી પેટમાં પેદા થતાં વાયુ વગેરેને બહાર નીકળી જવા માટે આસાનીથી જગ્યા મળી રહે છે. તેથી વાયુ સંબંધી તકલીફો “ગેસ-ટ્રબલ થતી નથી. ઊણોદરી તપના આચરણથી આરોગ્ય સંબંધી પાર વગરના લાભો આપણે સરળતાથી પામી શકીએ છીએ. - જો ઉપવાસ-ઊણોદરી વગેરે તપીને આપણે જીવનમાં આચરી ન શકતા હોઇએ તો તેનું કારણ શરીરની નબળાઈ પ્રાય: હોતું જ નથી. પરંતુ તેનું મુખ્ય કારણ રસનેન્દ્રિયની આસક્તિ જ (પ્રાય:) હોય છે. આ માટે જ કોઇ તત્ત્વજ્ઞાનીએ પ્રશ્ન પૂછ્યો છે : નિતં ન ? આ જગતમાં કોણ જીવનની બાજી જીતી ગયો છે ? એનો જવાબ આપતાં જણાવ્યું છે : રસો કિ યેન ! જેણે રસ (રસનાની આસક્તિ) જીત્યો, તેણે જગત જીતી લીધું. આજથી જ આપણે નક્કી કરી લેવું ઘટે કે જે કાંઇ ખાઇશું તે રસની આસક્તિના કારણે તો નહિ જ ખાઇએ. હા...શરીરની અશક્તિના કારણે ખાવું પડે તે જુદી વાત છે. પરંતુ રસનાની આસક્તિથી તો કદી જ નહિ ખાઇએ. તે ધ્યાનમાં રહે : બહુ ખાવાથી વધુ તંદુરસ્ત થવાય...આ માન્યતા નરી ભ્રમણા છે. યો દિfમત મુ ત્તે વડુ મુકવત્તે ! અર્થાત્ જે પ્રમાણસર ખાય છે તે બહુ ખાય છે. આનો તાત્પર્યાથ એ છે કે જે ઘણું ખાય છે તે ઘણું ખાવાનું જે ફળ શરીરપુષ્ટિ છે તે પામી શકતો નથી. પરંતુ માપસરનું ખાનારને તેના ભોજનમાંથી વધારે પ્રમાણમાં રસ શરીરને મળે છે. પરિણામે માપસર ખાનાર શરીરને વધુ પુષ્ટ કરે છે. આથી નિશ્ચય દૃષ્ટિએ તે જ બહુ ખાય છે. શરીરમાં જે કોઇ રોગો ઉત્પન્ન થાય છે તેનું મૂળ કારણ બહુધા રસનેન્દ્રિય ઉપરનો અ-કાબૂ જ હોય છે. આ દષ્ટિએ કહેવાયું છે કે રમૂનિ વ્યાયઃ | અર્થાત્ વ્યાધિઓ (રોગો) રસ(ખાવાની લાલસા)ના કારણે જ થાય છે તે યુક્તિ - ૨૭૭ ૨૭૭. Page #285 -------------------------------------------------------------------------- ________________ સંગત જ છે. જો તમે વારંવાર બીમાર પડતા હો...અથવા તમે સતત બીમાર રહ્યા કરતા હો...તો તે તમારા માટે જરાય શોભાસ્પદ નથી. બલકે અત્યંત શરમાવવા જેવી આ વાત છે. કેમકે વારંવાર આવતી તમારી બીમારી, તમારી રસનેન્દ્રિયની તીવ્ર લાલસાનું પ્રતીક છે. અને આ ગુણ (કે દુર્ગુણ !) કાંઇ ગૌરવ લેવા જેવો તો ન જ ગણાય ને ? આ વાતને આપણે સતત ધ્યાનમાં રાખીએ કે મળેલો માનવદેહ એ ધર્મસાધનાનું અમોઘ સાધન છે. શરીરમાં રહેલુ ઘર્મસાધનમ્ I શરીર એ ધર્મનું સૌથી પહેલું સાધન છે. આથી જ શરીરની અત્યંત કાળજી રાખવી જોઇએ. જો શરીર સારું હશે તો મન પણ સ્વસ્થ રહેશે. અને જો તન (શરીર) અને મન સ્વસ્થ હશે તો ધર્મની સાધના દ્વારા મુક્તિમાર્ગ તરફની ગતિ જરુર વેગવંતી બનશે. ભોજન સંબંધી આ બે ગુણોની વિચારણામાં બીજા કેટલાક પણ મહત્ત્વના નિયમો સમજી રાખવા જેવા છે. જેને આપણે સંક્ષેપમાં વિચારી લઇએ. (૧) એલોપેથિક દવાઓ ન લેવી: શક્ય હોય ત્યાં સુધી દવા જ ન લેવી. ખાનપાનની પદ્ધતિ પોતાની પ્રકૃતિ અનુસાર ગોઠવી લેવામાં આવે અને પ્રમાણસર ખાવામાં આવે તો પ્રાય: બીમાર પડાય જ નહિ અને તો ઔષધ (દવા) લેવાની જરૂર જ ન પડે. આમ છતાં ક્યારેક દવાઓ લેવાની જરુર પડે ત્યારે આયુર્વેદિક પદ્ધતિની બનાવટવાળી જ દવા લેવાનો આગ્રહ રાખવો. એવા નિપુણ વૈદ્યને શોધી રાખવા કે અવસર આવે તેમની જ દવા લેવાય તો એલોપેથી દવાનો આશરો લેવો ન પડે. એલોપેથી દવાઓ શા માટે ન લેવી ? એ પ્રશ્નના જવાબરૂપે ઘણાં કારણો ગણાવી શકાય તેમ છે : (૧) પ્રાણીઓ ઉપર અતિ ક્રૂર અને ભયંકર રિબામણ વગેરેના અખતરાઓ કરીને જ પ્રાય: એલોપેથી દવાઓ બનતી હોય છે. આ બધા પ્રાણીઓના અંતરના ઊના ઊના નિઃસાસા લઇને તૈયાર થયેલી દવાઓ આરોગ્યને અપાવનારી કદી બની શકે નહિ. (૨) ઇડા, માંસ, દારુ (આલ્કોહોલ) વગેરેનો ઉપયોગ પ્રાય: ઘણી ખરી ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ દવાઓમાં થયેલો હોય છે. (૩) એલોપેથી દવાઓ એક રોગ મટાડે છે. તો બીજા પ્રકારની તકલીફ ઊભી કરે છે. જે માથાનો દુ :ખાવો મટાડે પરંતુ ‘કેન્સર’ પેદા કરે એવી દવાઓ ગમે એટલી જલદી રોગ મટાડનારી હોય તો પણ તે શા કામની ? (૪) એલોપેથી દવાઓ ખા ખા કરવાની અને એ રીતે શરીરને સારું રાખવાની જેને ટેવ પડી જાય છે પછી તે પ્રાયઃ દવા વગર જીવી શકતો નથી. (૫) શરીરની ‘ભૂખ’ વગેરે ઘણીવાર તે દવાઓ મારી નાંખે છે, પરિણામે ઘણું નુકસાન થાય છે. (૬) નિત-નવાં ઔષધો શોધાયા જ કરે છે. નવી દવાઓ જ્યારે જયારે બજારમાં આવે છે ત્યારે ત્યારે તે જ રોગને લાગુ પડતી પૂર્વની દવાઓની ખામીઓ રજૂ કરાય છે. આવા ડોક્ટરોને કોઇ પૂછનાર નથી કે “ભાઇ ! આ તમારી દવાઓ (જેને તમે આજે ખામીવાળી જાહે૨ ક૨ો છો) ખાઇ-ખાઇને અત્યાર સુધીમાં હજારો-લાખો લોકો કાં તો અનેક રોગોથી દુ :ખી-દુ :ખી બની ગયા. અને કાં તો મૃત્યુ પામી ગયા...આના જવાબદાર કોણ ?’’ આ બધી વાતનો આશય એલોપેથી દવાની નિંદા કરવાનો છે એમ નથી. પરંતુ આનો સાર એટલો જ છે જેમ બને તેમ એલોપેથિક દવા ન જ લેવી. અને લેવી પડે તો ખૂબ ચકાસણી કરીને જ લેવી. (૨) અતિ ખારું-ખાટું-તીખું ન ખાઓ : ઘણા લોકો ખૂબ ખારું-ખાટું અને તીખું ખાવાના શોખીન હોય છે. સંસ્કૃતમાં એક કહેવત છે : અતિ બધે ખોટું. વધુ પડતું તીખું-ખારું-ખાટું ખાવાથી શરીરમાં અનેક પ્રકાર રોગો ઉત્પન્ન થાય છે. (૩) બહારનાં ખાન-પાન છોડો : ઘરમાં જ બનાવેલી ભોજનસામગ્રી ખાવી જોઇએ. બહારના હોટલિયા ખાન-પાન શરીરને અત્યંત નુકશાન કરનારા છે. કોલા-કેમ્પા, થ્રીલ વગેરે તમામ પીણાંઓ, આઇસ્ક્રીમ, બરફ, પીપરમીંટ વગેરે તમામ પદાર્થો સંપૂર્ણ છોડી દેવા ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ ઘટે. આ બધી વસ્તુઓ રોગના ઘર સમાન છે. એમાં પુષ્કળ ભેળસેળ પણ થાય છે. એક બીજાના દૂષિત પરમાણુઓનો સંક્રમ વગેરે સતત થતો રહેતો હોવાથી આવી ખાદ્ય-સામ્રગી રોગોની વાહક બની જાય છે. હોટેલ કે રેકડીઓનું ખાવાથી પ્રાયઃ બીમારી આવતી હોય છે. તેની પાછળના એક છૂપા કારણ તરફ થોમસ વુલ્ફ નામના વિદ્વાને નિર્દેશ કર્યો છે. જે અનાજ આપણે ખાઇએ છીએ એમાંથી શરીરમાં માંસ-મજ્જા અને લોહી બને છે. આથી એ ભોજન તમે તમારા હાથે જ બનાવો તો તે સૌથી ઉત્તમ છે. નહીંતર પ્રેમપૂર્વક તમારી માતાએ અથવા પત્નીએ બનાવેલું ભોજન પણ ઉત્તમ છે. These is no spectacle on earth more appealing than that of a beautiful woman in the act of cooking dinner for someone she loves -Thomas woolfe થોમસ વુલ્ફ નામનો વિદ્વાન કહે છે : જગતમાં કોઇ સુન્દર સ્ત્રી તારા માટે પ્રેમપૂર્વક ભોજન બનાવતી હોય, તેના જેવું સુન્દર દશ્ય પૃથ્વી ઉપર એકેય નથી. પ્રેમપૂર્વક રાંધેલું ભોજન અમૃત બને છે. અને કંટાળા તથા તિરસ્કારથી રાંધેલું સ્વાદિષ્ટ ભોજન પણ ઝેર જેવું બને છે. થોમસના વિધાનને આપણે સાપેક્ષ રીતે સમજવું જોઇએ. (૪) પાંચ તિથિ ઉપવાસ કરો : પાંચ તિથિ (બે આઠમ, બે પખ્ખી અને સુદ પાંચમ) ઉપવાસ કરવાથી આધ્યાત્મિક આરોગ્યની સાથે સાથે શારીરિક આરોગ્ય પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. જેઓ પાંચ તિથિ ઉપવાસ ન કરી શકે તેઓ દર પખવાડિયે ઉપવાસ કરે. આ ઉપવાસ જૈનો કરે છે તેવો સાવ નકોરડો, કરવો જોઇએ. જેમાં તમામ ખાવાનું અને પીવાનું સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવે છે. આ ઉપવાસ બે રીતે થાય : ચઉવિહાર ઉપવાસ-જેમાં તમામ પ્રકારના ભોજનની સાથે સાથે પાણી સુદ્ધાંનો ત્યાગ ૩૬ કલાક સુધી કરવાનો હોય છે (જે દિવસે ઉપવાસ કરવો હોય તેના ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ આગલા દિવસના સૂર્યાસ્તથી જ ભોજનાદિનો ત્યાગ કરવાનો હોય છે એટલે ૩૬ કલાક થાય.) - તિવિહાર ઉપવાસ : આ પ્રકારના ઉપવાસમાં માત્ર ખાવાની તમામ ચીજોનો ત્યાગ થાય છે. પરંતુ પાણીની છૂટ રહે છે. તે પણ ત્રણ ઉકાળા આવે તેવું ખદખદતું ઉકાળીને પછી ઠારેલું પાણી જ પીવાનું. તે પણ સૂર્યાસ્ત બાદ તો નહિ જ. ઉપવાસ કરનારાએ એ વાતનો બરાબર ખ્યાલ રાખવો કે ઉપવાસના પૂર્વના ટંકે અને પછીના (પારણાના) ટંકે ખૂબ ઓછું ખાવું જોઇએ. આગલા દિવસે ઠાંસી ઠાંસીને ખાવાથી અને પારણે પણ વધુ પ્રમાણમાં ખાવાથી ઉપવાસ દ્વારા થવો જોઇતો લાભ પ્રાપ્ત થતો નથી. (૫) મહિનામાં ૨૫ દિવસ બ્રહ્મચર્ય પાળો : બ્રહ્મચર્ય જેમ આત્મશુદ્ધિ અથવા આત્મકલ્યાણ માટે અમોઘ સાધન છે તેમ શરીરના આરોગ્યમાં પણ બ્રહ્મચર્ય ખૂબ લાભપ્રદ બને છે. જેઓ સુંદર બ્રહ્મચર્યના પાલક હોય છે તેમના મુખ ઉપર તેજસ્વિતા, જીવનમાં સ્કૂર્તિ-તાજગી, શરીરમાં સ્વસ્થતા, મનમાં પ્રસન્નતા, વચનમાં આદેયતા, અને આત્મામાં શુભભાવોની રમણતા વગેરે અઢળક ગુણો પ્રાપ્ત થાય છે. આનાથી ઉલટું અબ્રહ્મચારી-વિશેષત: દુરાચારીઓના જીવનમાં ક્યાંય સુખ-શાંતિ હોતી નથી. શરીરમાં અનેક રોગો ઘર ઘાલી ગયા હોય છે. તેમના વચન પ્રત્યે કોઇના મનમાં આદરભાવ કે આદયભાવ જણાતો નથી. મુખ ઉપર નરી ચિંતાગ્રસ્તતા અથવા અપ્રસન્નતા વર્તાય છે. આમ, અનેક દુર્ગુણોનું મૂળ કારણ Sex સંબંધી દુરાચાર છે. આથી જ જેમ વર્તમાન જીવનમાં પણ સુખ, શાંતિ અને કલ્યાણ પામવા હોય તેણે વધુમાં વધુ દિવસો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. - સિંહ કેમ આટલો પ્રરાક્રમી અને બળવાન હોય છે ? એના ઘણાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સિંહ સિંહણ સાથે આખા વર્ષમાં માત્ર એક જ વાર વિષય-સેવન કરે છે. આ ઉપરથી આપણે સમજી શકીશું કે સિંહ જેવા પરાક્રમી રહેવા માટે બ્રહ્મચર્ય દ્વારા વીર્યરક્ષા ખૂબ જ અનિવાર્ય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં ગૃહસ્થો સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેમણે મહિનામાં ૨૫ દિવસ જેટલું બ્રહ્મચર્ય તો પાળવું જ જોઇએ. પરંતુ વર્તમાન વિષમકાળમાં, સિનેમા, બ્લ્યુ ફિલ્મો તેમજ કોમ્યુટર પર પોર્નોગ્રાફી અને બીભત્સ નવલકથાઓ તથા સાહિત્ય જનમાનસને અતિ-વિકારગ્રસ્ત બનાવી મૂક્યું છે તે બહુ જ ખેદ ઉપજાવનારી બાબત છે. આ વિષયમાં જેટલા જાતે સાવધાન બનશો એટલા તમે બચી શકશો. (૬) શાંતિપૂર્વક ભોજન કરો. જમતી વખતે મનની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. જેના મનમાં ક્રોધ-કામમાયા-લોભ આદિ વિકારો ચાલુ હોય...ધંધાકીય વિચારોની ગડમથલ ચાલ્યા જ કરતી હોય...સતત “ટેન્સનવાળી મન:સ્થિતિ હોય આવી રીતે ભોજન કરવાથી અજીર્ણ વગેરે થાય છે એમ નહિ, પરંતુ એ ભોજન વિષભોજન ગણાય છે. આર્ય-પરંપરામાં ભોજન કરતાં પહેલાં પ્રભુનું નામ-સ્મરણ વગેરે કરવાની જે પરંપરા છે એ ખૂબ હેતુપૂર્વકની છે. પ્રભુ-નામ સ્મરણ મનના કુવિચારોને શાંત કરવાનો સૌથી સરળ ઉપાય છે. આથી શાંતચિત્તે ભોજન કરવું જોઇએ. (૭) રાત્રિભોજન ન કરો. રાત્રે જમવું એ પણ આત્મા અને આરોગ્ય બન્ને માટે હાનિકારક છે. રાત્રે જમવાથી પરભવમાં કાગડા, ઘુવડ, ગીધ, બિલાડી, સાપ, વીંછી, ગરોડી વગેરે જેવા દુષ્ટ અવતાર મળે છે. વળી, આ ભવમાં પણ અનેક પ્રત્યક્ષ નુકસાનો છે. ભોજનમાં કીડી આવી જવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. જૂ આવી જાય તો જલોદર, માખીથી ઊલટી, અને કરોળિયાથી કોઢ રોગ થાય છે. વળી, રાત્રે ખાધેલું સારી રીતે પાચન થતું નથી. આથી અપચો (અજીર્ણ) વગેરે રોગો તથા કામવાસનાની ઉત્તેજના-વૃદ્ધિ વગેરે ભાવરોગો પણ થાય છે. આવા અનેક કારણોસર રાત્રે જમવાનું છોડવું જોઇએ. ખાધેલું અન્ન શરીરના સઘળા ભાગોમાં વ્યાપ્ત બની જાય છે. અને એથી ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ જ મનની શુભ કે અશુભ દશામાં અન્નનો બહુ મહત્ત્વનો ભાગ છે. પેલી કહેવત તમે સાંભળી જ હશેઃ જેવું અન્ન તેવું મન. જેવું અન્ન તેવું મને સમજાવતો ભીષ્મનો પ્રસંગ : અજૈન મહાભારતના એક પ્રસંગને અહીં યાદ કરીએ. કૌરવો અને પાંડવો વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એમાં કોરવપક્ષે મહાબળવાન અને મહાબ્રહ્મચારી ભીષ્મ પિતામહ સેનાધિપતિ તરીકે લડતા હતા. છતાં એઓ જોરદાર લડત પાંડવોની સામે આપતા ન હતા. ગમે તે કારણે ભીખ લડતા હતા કૌરવોના પક્ષે, પરંતું જાણે પાંડવો પ્રત્યે તેમનું વર્તન કુણાશભર્યું હોય તેવું દુર્યોધનને લાગતું હતું. સાંજે જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે દુર્યોધને આમ બનવાનું કારણ યુધિષ્ઠિરને પૂછવાનું નક્કી કર્યું. યુધિષ્ઠિર પાંડવપક્ષના હતા. છતાં તેમની સત્યવાદિતાની શાન એવી હતી કે શત્રુને પણ તેઓ અવળું માર્ગદર્શન ન જ આપે... | દુર્યોધન યુધિષ્ઠિર પાસે ગયા. ને તેમને પૂછ્યું “અમારા સેનાધિપતિ ભીષ્મ પિતામહ પાંડવોની સામે જોરદાર લડતા કેમ નથી ?' ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે, “એનું કારણ એ છે કે તેમના પેટમાં જતું અન્ન અતિ પવિત્ર છે. પવિત્ર અન્ન જમવાથી એમનું મન પણ પવિત્ર રહે છે. આથી જ તેઓ જાણે છે કે સત્યનો પક્ષ પાંડવોનો છે. આથી તેઓ અસત્ય એવા તમારા પક્ષમાં રહેવા છતાં સત્યના પક્ષે રહેલી અમારી સેનાનો જોરદાર ખાત્મો બોલાવતા નથી.' અકળાયેલા દુર્યોધને પૂછ્યું “યુધિષ્ઠિરજી ! એવો કોઇ ઉપાય હોય તો બતાવો કે જેથી ભીષ્મને પાંડવ સેનાનો કચ્ચરઘાણ કાઢી નાંખવાનું મન થાય...” યુધિષ્ઠિર બોલ્યા: “હા...કોઇ અતિદુષ્ટ માણસનું અન્ન જો ભીષ્મ પિતામહને ખવડાવી દેવામાં આવે તો ચોક્કસ તેમની બુદ્ધિ બગડે. અને તેઓ પાંડવોની સેનાનો કચ્ચરઘાણ કાઢી નાંખે.” ત્યારે દુર્યોધને પૂછ્યું “એવો અતિ દુષ્ટ માણસ આ સંસારમાં કોણ છે કે જેનું અન્ન ખાવાથી ભીષ્મ પિતામહની બુદ્ધિ બગડે ?” ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ દુર્યોધન ! આ સંસારમાં તું જ સૌથી મહાન પાપી છે. દ્રોણાચાર્ય, ભીખ પિતામહ, કર્ણ, શકુનિ, ધૃતરાષ્ટ્ર, વિદુર વગેરે અનેક વડીલોની ઉપસ્થિતિમાં પણ તે દ્રોપદીનું ભરસભામાં વસ્ત્રાહરણ કર્યું. તને લેશ માત્ર શરમ ના આવી. તારું આ બેશરમ કૃત્ય એવું ભયંકર છે કે આ એક જ તારું પાપ તને અતિદુષ્ટ અને અતિ પાપી માણસ તરીકે સિદ્ધ કરવા સમર્થ છે. યુધિષ્ઠિરે જવાબ આપ્યો. યુધિષ્ઠિર પાસેથી પાછા ફરીને દુર્યોધને બીજે દિવસે ગુપ્ત રીતે ભીષ્મ પિતામહના ભોજનમાં પોતાનું થોડું ભોજન ભેળવી દીધું. દુર્યોધનના ભ્રષ્ટ અને ખાવાથી ભીષ્મ પિતામહનું મન બગડયું. અને એ દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતામહ પાંડવ સેનાને તોબાહ પોકરાવી દીધી. પાંડવ સેનાના અનેક સૈનિકોને ભીખે ધરતી ભેગા કરી દીધા. આપણા જીવનમાં ભોજનની કેવી જોરદાર અસર થાય છે ! એ વાત ભીષ્મ પિતામહનો આ પ્રસંગ આપણને સમજાવી જાય છે. જો જીવનને સદ્ગણોની સુરભિથી સુવાસિત અને સુશોભિત કરવું હોય...મળેલા માનવદેહ દ્વારા મોક્ષના મંગલ માર્ગ ઉપર વેગપૂર્વકની સાધના કરવાનું સદભાગ્ય પામવું હોય તો “અજી ભોજન ત્યાગ” અને “કાળે માફક ભોજન' આ બે ગુણોને જીવનમાં અમલી બનાવજો. | • જે તે ખાઇશ નહિ. • જે તે જોઇશ નહિ. • જ્યાં ત્યાં જઇશ નહિ. જેની તેની સાથે ફરીશ નહિ. ધુમ્રપાનના કારણે ગત સાલે ૬,૩૦,૦૦૦ માણસો મૃત્યુ પામવાની વાત બહાર આવી છે. વિવિધ પાઉચમાં વેંચાતી પાન મસાલાની પડીકીઓ હૃદયની ઇલેકટ્રીકલ એકિટવિટી પર અસર કરે છે. • તમાકૂ તમારા શરીરના ૪૩ રંગસૂત્રોને તોડે છે અને કેન્સરની ભેટ આપે છે. • તમાકુમાં આવતું નિકોટીન તમારા જ્ઞાન તંતુઓને ખલાસ કરી નાંખે છે અને ફેંફસાઓ ને પોલા કરી નાંખે છે. • વધુ પડતી સાદી સોપારી ખાવાથી પણ એનિમીયા, કમળો અને કેન્સર થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ • વડોદરામાં ૩ વર્ષના છોકરાને શરાબની લત લાગી છે. • જીવનમાં જરાક મુશ્કેલી આવે એટલે માણસ તનાવ અનુભવે અને તનાવથી છૂટવા ડ્રગ્સના શરણે જાય કેવી વિચિત્રતા ! • પાનમસાલો કે ગુટખામાં ગરોળી હોય છે. • અતિશય તીખા, મસાલેદાર રેંકડીઓ કે હોટેલોની વાનગી ખાવાથી એસિડીટી, અલ્સર, કીડની, જઠરમાં ચાંદા આદિ પડે છે. • આજનો ખાઉધરો માણસ પોતાની કબર પોતાનાં જ દાંત વડે ખોદી રહ્યો છે. • અંદરની પશુ સુલભ વૃત્તિઓને ઉશ્કેરવાનું કામ તામસી ખોરાક કરે છે. • શરીર એ તો મંદિર છે. • પહેલા માણસ ઘરમાં ખાતો અને બહાર ઝાળે ફરવા જાતો આજે બહાર ખાય અને ઘરમાં જાય. • તપ-ત્યાગ જીવનના સત્વને કેળવવા માટે જરૂરી છે. • કંદમૂળ-વાશી બોળ અથાણું, રાયણ, મધ, માખણનો ત્યાગ કરો. • માણસ ‘ટ્યુબ લાઇટ' ખાઇ વિક્રમ નોંધવવાની પ્રવૃત્તિ કરે છે. * fe * . * Page #293 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જ ૧૮ મો ગુણ બકા. પરસ્પર અબાધિતપણે, ધર્માર્થકામને સેવીએ.. अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् (અબાધિતપ ત્રિવર્ગની સાધના) | ધર્મ, અર્થ અને કામ. આ ત્રણ પુરુષાર્થ એટલે ત્રિવર્ગ. અર્થ અને કામ આમ તો હેય જ છે. ધર્મ એ જ ઉપાદેય છે. વળી | ધર્મ એ સાધન-પુરુષાર્થ છે. અને મોક્ષ એ સાધ્ય-પુરુષાર્થ છે. આથી અહીં મોક્ષ-પુરુષાર્થને “ત્રિવર્ગ'માં ગણ્યો નથી. માનવ-જીવન મોક્ષનું મંગલ-દ્વાર છે. અને એના કારો-ઘાટનની ચાવી છે : ધર્મપુરુષાર્થ. ધર્મની આરાધના-સાધના દ્વારા જ મુક્તિના ધ્યેય સુધી સાધકG પહોંચી શકે છે. આથી જ ધર્મ એ સાધન-પુરુષાર્થ ખૂબ જ ઉપાદેય છે. ° પણ સંસારમાં રહેલો સંસારીજન, અર્થ અને કામના સેવનથી? • સર્વથા મુક્ત રહી શકતો નથી તો તેના અર્થ અને કામ અનર્થરુપ ન બની જાય...અર્થ અને કામ પણ ક્રમશઃ “નીતિ” અને “સદાચાર” ના. AIધર્મથી યુક્ત બની જવાથી સાધકના અહિતનો હેતુ ના બને. | વળી...ધર્મ, અર્થ અને કામ ત્રણેય પરસ્પર અબાધિત રહેવા જોઇએ. અર્થ-કામને બાધિત કરીને પણ ધર્મ સાધવો. અને કામને? • બાધિત કરીને પણ અર્થ ઉપાર્જવો. આ મર્મને માર્મિક રીતે સમજવા, હૃદયમાં ઉતારવા, વાંચો AI‘અબાધિતપણે ત્રિવર્ગની સાધના' નામના આ ગુણ વિવેચનને.. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ગુણોમાં અઢારમો ગુણ છે અબાધિતપણે ત્રિ-વર્ગની સાધના. પુરુષાર્થો ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થ” શબ્દ બે શબ્દના સંયોજનથી બન્યો છે. (૧) પુરુષ અને (૨) અર્થ. પુરુષ એટલે વ્યક્તિ | આત્મા. અર્થ એટલે કાર્યકર્તવ્ય અથવા પ્રયોજન. ધર્મ પુરુષાર્થ એટલે ધર્મ અંગેનું વ્યક્તિનું કાર્યકર્તવ્ય. અર્થ પુરુષાર્થ એટલે ધન અંગેનું માણસનું કાર્યકર્તવ્ય. કામ પુરુષાર્થ એટલે કામ અંગેનું વ્યક્તિનું કાર્યકર્તવ્ય. અને મોક્ષ પુરુષાર્થ એટલે મોક્ષ મેળવવો તે વ્યક્તિનું અંતિમ પ્રયોજન. આર્યાવર્તની ગૌરવવંતી ધર્મ-ધરા ઉપર જન્મ પામેલા પ્રત્યેક આત્માનું સૌથી સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ કાર્ય તો એક જ છે કે અનંત પુણ્યરાશિના ઉદય બાદ પ્રાપ્ત થયેલા માનવજીવનની ફલશ્રુતિ મુક્તિની પ્રાપ્તિ દ્વારા હાંસલ કરી લેવી... માનવજન્મને અતિ દોહિલો, અનેક દર્શનકારોએ, ધર્મોએ જે કહ્યો છે, તેનું કારણ એ જ છે કે આ માનવભવ દ્વારા જ સઘળાં સંસારનો ઉચ્છેદ કરીને સિદ્ધિનાં (મોક્ષનાં) શાશ્વત-સુખોને પામી શકાય છે. આ દ્રષ્ટિએ સાધકનું સર્વોત્તમ ધ્યેય સિદ્ધિની પ્રાપ્તિ જ છે. અને તેમાં માનવજીવન એ અનિવાર્ય સાધન-સ્વરુપ છે. આવા માનવભવને પામીને શું કરવું જોઇએ ? મોક્ષ-મુક્તિને જ મેળવી લેવી જોઇએ ? પણ શી રીતે પ્રાપ્ત થાય તે મોક્ષ ? એનો જવાબ છે ધર્મ પુરુષાર્થ. સાધકના મોક્ષરૂપી અંતિમ ધ્યેયને સિદ્ધ કરી આપવામાં અમોઘ અને અનન્ય કારણ છે ધર્મ. આ દ્રષ્ટિએ વિચારતાં મોક્ષ જેમ પુરુષાર્થ છે તેમ ધર્મ પણ પુરુષાર્થ છે. વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થાય. સંસાર-ચક્રનાં સમસ્ત દુ:ખોનો જ્યાં અંત છે અને શાશ્વત આત્મસુખો Page #295 -------------------------------------------------------------------------- ________________ જ્યાં અનંત છે, તેનું નામ મોક્ષ, મોક્ષપુરુષાર્થ. આવા મોક્ષ-પુરુષાર્થને અર્થાત્ મોક્ષરૂપી અંતિમ પ્રયોજનને મેળવી આપવામાં જે અનન્ય સાધન છે અને જ્યાં સુધી તેવો મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારમાં સઘળાંય પ્રકારનાં સુખો જેનાથી મળ્યા જ કરે છે તેનું નામ ધર્મ, ધર્મપુરુષાર્થ. આમ, મોક્ષ એ સાધ્યરુપ પુરુષાર્થ છે. અર્થાત્ સાધકે સર્વ ધર્મ સાધનાઓને અંતે સાધવા યોગ્ય મોક્ષ જ છે. અને ધર્મ એ સાધનરૂપ પુરુષાર્થ છે અર્થાત્ મોક્ષરૂપી સાધ્યને મેળવી આપનાર કારણરુપ પુરુષાર્થ છે. પરંતુ જે આત્મા કર્મના સંસર્ગોથી હજી સંપૂર્ણ મુક્ત બન્યો નથી અને તેથી જ જેની સંસારયાત્રા હજી સમાપ્ત થઇ નથી તે આત્મા અર્થ અને કામ સાથેના સંબંધોથી ઓછા વધતા અંશે પણ જોડાયેલો જ રહે છે... આ દૃષ્ટિએ વ્યવહારિક દૃષ્ટિકોણથી અર્થ અને કામને પણ જગતના જીવોએ કર્તવ્યની કોટિમાં મૂક્યા છે તે નયને સ્વીકારીને, અર્થ અને કામને પણ પુરુષાર્થ રુપ ગણવામાં આવ્યાં છે. જેના દ્વારા સંસારમાં રહેલા માણસના પ્રાયઃ સઘળાં કાર્યો સિદ્ધ થાય તેનું નામ કામ, કામ-પુરુષાર્થ. તત્વજ્ઞ-પુરુષો ધર્મ અને મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થો કહે છે. અર્થ ને કામ એ કાંઇ હકીકતમાં મેળવવા જેવા પદાર્થો નથી જ. આમ છતાં સંસારમાં રહેલો આત્મા અર્થ અને કામને મેળવ્યા વગર રહેવાનો જ નથી. તો એને કઈ રીતે મેળવે ? જેનાથી ધર્મ-પુરુષાર્થ સાથે અર્થ અને કામ પુરુષાર્થને વિરોધ ના આવે, તે સમજાવવા માટે જ ત્રિવર્ગમાં અબાધા' નામનો આ ગુણ છે. મોક્ષ-પુરુષાર્થ અને ધર્મ-પુરુષાર્થ એ બે ઉપાદેય (મેળવવા યોગ્ય) પુરુષાર્થ છે. અને અર્થ-પુરુષાર્થ તથા કામ-પુરુષાર્થ ત્યાજ્ય (તજવા જેવા) પુરુષાર્થ છે. પરંતુ આ વાત ખૂબ ઉત્તમ કક્ષાના (સાધુ-સાધ્વીજી જેવા સંતોની કક્ષાના) આત્માઓ માટે જ સંપૂર્ણતઃ શક્ય હોય છે. એમનાથી ઊતરતી કક્ષાના આત્માઓ માટે સંપૂર્ણ ધનત્યાગી કે સંપૂર્ણ કામત્યાગી બની જવું તે અસંભવિત પ્રાયઃ છે. તેવી જ તેવા આત્માઓ જીવનમાં અમુક અંશે અર્થ અને કામ ઉપાદેય પણ ગણાયા Page #296 -------------------------------------------------------------------------- ________________ છે. હા.. તેના માટેના ચોક્કસ વિધાનો અને નીતિ-નિયમોથી તે યુક્ત હોય તો જ. માર્ગાનુસારી એટલે સાચો-સારો ગૃહસ્થ, સગૃહસ્થ. તે જીવન-નિર્વાહ વગેરે માટે ધન કમાય પરંતુ તેનો તે ધનોપાર્જનનો પુરુષાર્થ પણ નીતિ-પ્રામાણિકતા નામના ધર્મથી યુક્ત-નિયત્રિત હોય. જેમ વેપારી નીતિમાન હોવો જોઈએ તેમ વધુ પડતો સંઘરાખોર પણ ન હોવો જોઇએ. ભવિષ્યમાં વધુ ઊંચા ભાવ આવે એ દૃષ્ટિએ જીવન-જરૂરિયાતની ચીજો (અનાજ વગેરે)નો વધુ પડતો સંગ્રહ કરીને સામાન્ય લોકોને ભીંસમાં મૂકવાનું કાર્ય કરનાર વેપારી એક રીતે અપ્રમાણિક જ કહેવાય. " જે સદગૃહસ્થ ધન કમાવવાના અર્થ પુરુષાર્થને નીતિ-પ્રામાણિકતાના ધર્મથી નિયત્રિત કરે છે, તેનો જ અર્થ-પુરુષાર્થ ખરેખર પુરુષાર્થ ગણાય છે. આ જ રીતે જે માણસ કામ-વાસના સંબંધમાં પણ પરસ્ત્રીત્યાગ” અને “સ્વસ્ત્રીસંતોષ” નામના બે ધર્મોથી યુક્ત હોય તેનો જ કામ-પુરુષાર્થ હકીકતમાં પુરુષાર્થ બને છે. જો અર્થ-પુરુષાર્થમાં નીતિ અને પ્રામાણિકતાના ધર્મનું નિયંત્રણ નહીં હોય, તો તે અર્થપુરુષાર્થ નહીં રહે...પરંતુ કેવળ ધનવાસના રુપ જ બની રહેશે. જે મહાન અનર્થોનું કારણ છે...એ જ રીતે કામ-પુરુષાર્થમાં પણ જો “પરસ્ત્રીત્યાગ” અને “સ્વસ્ત્રીસંતોષ” નામના ધર્મોનું નિયંત્રણ નહીં હોય, તો તે કામપુરુષાર્થ નહીં રહે...પરંતુ કેવળ કામવાસના રુપ જ બની રહેશે. જે માનવને દાનવ બનાવશે. ધ્યાનમાં રહે અર્થોપાર્જનની પ્રવૃત્તિને પુરુષાર્થનું સુન્દર સ્વરૂપ મળ્યું હોય તો તે નીતિ-પ્રામાણિકતા રૂપી ધર્મના પ્રતાપે જ અને કામ-સેવનની પ્રવૃત્તિને પણ પુરુષાર્થનું (લૌકિક દૃષ્ટિએ) નામ પ્રાપ્ત થયું હોય તો તે સદાચાર (સ્વસ્ત્રીસંતોષપરસ્ત્રીત્યાગ) રુપી ધર્મના પ્રભાવે જ. જે માણસોના જીવનમાં ઉપર્યુક્ત ધર્મોથી યુક્ત અર્થ અને કામ નથી, તેમના જીવન અનેક ખાનાખરાબીઓથી ખરડાઇ ચૂક્યા હોય છે...જે માણસો ધન'ને અત્યંત ઉપાદેય માને છે. તેમના મનમાં ધન એ સાધનરૂપ હોવાના બદલે સાધ્ય રૂપ બની ગયું છે અને આથી જ ધન મેળવવા તેઓ અનીતિ, અપ્રામાણિકતા, વિશ્વાસઘાત, જૂઠ, ચોરી ઇત્યાદિ તમામ અધર્મોનો આશ્રય લેવામાં પણ Page #297 -------------------------------------------------------------------------- ________________ જરાય સંકોચ અનુભવતા હોતા નથી. “મને ધન મળવું જોઇએ...બસ...એ માટે તમામ સારા કે ખરાબ રસ્તાઓ અપનાવવા પડે તો ભલે...એનો મને વાંધો નથી.’’ આ એમનો મનોવિચાર હોય છે. પોતાના ધનોપાર્જનના ધ્યેયમાં અવરોધક બનનાર માણસને યમસદન પહોંચાડી દેવાની જરુર પડે તો તેમાંય તેઓ નૃશસપણે તત્પર બની જતા હોય છે. અન્યાયથી ઉપાર્જિત ધન માણસના જીવનમાં કેવો અનર્થ સર્જે છે, એની એક ઘટના અહીં મને યાદ આવે છે. મોહમયી મુંબઇના એક અતિ સુખી વિસ્તારમાં વસતા એક કરોડપતિના કુટુમ્બની ઘટના...એ કરોડપતિની પત્ની પરમ ધર્માત્મા બાઇ હતી. પર્વતિથિએ ઉપવાસાદિ અનુષ્ઠાન કરનારી અને હંમેશાં જિન-પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિને આરાધનારી. પ્રબળ પુણ્યોદય હોય તો જ સાનુકૂળ પતિ મળે પત્નીને અને સરલ સ્વભાવી પત્ની મળે પતિને. આ ધર્માત્મા બાઇના બીજા બધા પુણ્યોદયમાં પતિની સાનુકૂળતાનો પુણ્યોદય નબળો હતો. પતિને દારુ પીવાનું ભારે વ્યસન. ગમે ત્યારે ગમે તેટલો દારુ ઢીંચીને ઘરે આવે અને પત્ની અને પુત્રો સાથે અમાનુષી વર્તાવ પણ કરે. એક દિવસની વાત છે. તે દિવસે ચૌમાસી પૂનમ હતી. પતિ દારુના જામ ચઢાવીને આવ્યો. પત્ની પ્રતિક્રમણ પૂરું કરીને ધાર્મિક પુસ્તક વાંચતી હતી. તે દિવસે તેને ઉપવાસ હતો. જેવો પતિ આવ્યો કે તેને નશામાં ઝૂમતો જોઇને પત્ની ચિડાઇ ‘‘આજે ચોમાસી પૂનમનો દિવસ છે...એનુંય તમને ભાન નથી ? આજેય આટલો દારુ ઢીંચીને આવો છો...કાંઇક તો વિચારો.’’ જ્ઞાનીઓ કહે છે યોગ્ય વ્યક્તિને જ ઉપદેશ અપાય અને તે પણ યોગ્ય સમયે જ. નહીંતર અનર્થ સર્જાય. પેલી ધર્મિષ્ઠ બાઇને આ બાબતનો ખ્યાલ ન રહ્યો અને તેણે અયોગ્ય વ્યક્તિને, અયોગ્ય-સમયે શિખામણ આપવા માંડી. પતિને ચઢયો ગુસ્સો. તે કહે : “એમ ! આજે તારી મોટી તિથિ છે ! નહીં ? ચોમાસી પૂનમ ? લે ત્યારે આપણે એની સારી રીતે ઉજાણી કરીએ ?’' ૨૯૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ એમ કહીને તે પત્નીનું બાવડું ઝાલીને તેને બેડરુમમાં ખેંચી ગયો. અને પોતાની પાસે રાખેલી વ્હીસ્કીની બાટલી ખોલી. પત્ની કહે: “આ શું કરો છો ?'' પતિ કહે: “આજે તારી પૂનમ છે ને ? એટલે તને વ્હીસ્કીની સ્વાદ ચખાડું છું...” પત્ની કહે: “પણ મારે તો આજે ઉપવાસ છે...અને તમે રાતના સમયે અને તે પણ મને દારુ પાવાની વાત કરો છો...? જરા તો લાજો.” પણ..પેલા નફ્ફટ પતિના મન ઉપર આની કોઇ અસર ન થઇ. અને તેણે પોતાની પત્નીના બેઉ હાથ જકડી લઇને, તેના મોંમા દારુની બાટલી ખોસી દીધી. પ્રસંગના મૂળમાં જરા ઊતરીશું, તો જણાશે કે આ અતિ ધનના મદમાં છકી ગયેલા માનસનું એક વિકૃત આચરણ છે. પ્રાય : ઘોર પાપો અને તે પાપોની પાછળ પણ જે પાશવિતાઓ અને ક્રૂરતાઓ જોવા મળશે, તે અતિશય ધનવાન માણસોનાં કુટુંબોમાં જ જોવા મળશે. જે ગરીબ કે મધ્યમ કક્ષાના માણસો હશે, તેઓ બીચારાં કેટલાં અને કેવાં પાપ આચરી શકવાના છે ? બે ટંક પેટ પૂરતું પામવામાં જ એમનો દિવસ ટૂંકો થઈ. જતો હોય ત્યાં તેઓને ઉગ્ર કક્ષાનાં પાપો કરવાનો સમય જ ક્યાં મળતો હોય છે ? થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલોમાં, મુંબના લીલા-પેન્ટા હાઉસ જેવી હોટલોમાં કોણ જાય? ત્યાં જઇને એક એક રાતમાં પંદર-વીસ હજાર રૂપિયાના ધુમાડા કોણ કરી શકે ? અતિ શ્રીમંત માણસો જ ને ? ધન ખરાબ નથી. પણ અતિ ધન બહુ ખરાબ છે. માટે જ જૈન શાસ્ત્રકારો સંસારી ગૃહસ્થોને નીતિ-ન્યાયોપાર્જન દ્વારા ધન કમાવાનો નિષેધ નથી કરતા. ગૃહસ્થ માટે “ધન” આજીવિકાનો આધાર છે. જીવનના નિર્વાહ માટેનું અનિવાર્ય સાધન છે. ગુણ વિહોણા ગંધાતા જીવનનો સર્જનહાર લોભ છે. પણ...એ સાધન સાધ્ય બની ન જાય તેનું ધ્યાન રાખો ધન મેળવવાની વૃત્તિના બદલે, “મારે કરોડપતિ થવું છે.” આવી દુવૃત્તિ જો મનમાં ઘર કરી જતી હોય તો તે લોભવૃત્તિ છે. અને આ લોભવૃત્તિ અનેક દુર્ગુણોનું પ્રવેશદ્વાર છે. (૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધન સાધનરૂપ મટીને જ્યારે સાધ્યરૂપ બને છે. ત્યારે તે લોભવૃત્તિ...તમને અહિંસક નહીં રહેવા દે...ધન મેળવવા હિંસા કરવી પડે છે...ધન મેળવવા પોતાના પરદેશથી આવતા બાયરો” ને માંસાહાર કરાવવો પડે.. તેમને સુરા અને સુંદરી પૂરી પાડવી પડે...તો તે બધું ય બિઝનેશ'ના એક ભાગરૂપ ગણાશે. એમાં લોભીને કશું અજગતું નહિ લાગે. આવી લોભવૃત્તિ તમારા જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખશે... તમારા શરીરમાંથી સદાચાર સલામ ભરીને ચાલ્યો જશે. તમારી શુભ-વિચારણાઓને તમારા અંતરમાં રહેવાનો-વસવાનો હવે અવકાશ નહિ રહે. ધનલોભ એવો કારમો છે કે એને પૂરો કરવા માટે માણસ અનેક સિદ્ધાંતોમાં અને પોતાની માન્યતાઓમાં બાંધછોડ કરવા લાગે છે. એને એમ જ લાગતું હોય છે કે, “જૂઠું તો મારે બોલવું જ પડે.. વિશ્વાસઘાત તો આજે ધંધામાં ન કરીએ તો ન જ ચાલે...પ્રામાણિકતા અને નીતિ નિયમોની વાતોને વધુ પડતી ગંભીરતાથી ન સ્વીકારાય...આ બધું પાળવા જઇએ તો આપણે જગતથી ઘણા પાછળ રહી જઇએ.” અને આમ આવા સ્વાર્થી માનસ-સમાધાનોથી એ તમામ દુર્ગણોને જીવનમાં આવકાર આપતો જ જાય છે. ગુણવિહોણા ગંધાતા જીવનના સર્જનહાર ધન લોભને કોઇ પણ રીતે તિલાંજલિ આપજો. લોભની કારમી કરુણાંતિકા : મહંમદ ગઝની ઇતિહાસનું એક રક્તરંજિત અને કલંકિત નામ છે. એનો ઇતિહાસ એમ કહે છે કે તેણે સોમનાથ પાટણ ઉપર સત્તર સત્તાવાર ચડાઈ કરી હતી. અનેક મૂર્તિઓને ભાંગીને ખંડિત કરી નાખનાર એ ધર્મનો દ્વેષી તો હતો જ, પણ ભારતની હરિયાળી ધરતીને રાન-રાન કરી નાંખવામાં પણ તેણે પોતાની શક્તિનો દુરુપયોગ કરેલો. શક્તિનો એને ભયંકર ઘમંડ હતો. સંપત્તિનો એને કારમો લોભ હતો. ' સુરાનો તે જબરો શોખીન હતો. ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ અને સુંદરીઓનો તે જબરો આશિક હતો. ભારતની ધરતી ઉપર તેણે જ્યારે જ્યારે આક્રમણો કર્યા ત્યારે ત્યારે મબલખ સંપત્તિ તે ઉઠાવી ગયો હતો. અને અનેક લાવણ્યવતી લલનાઓને પણ હરી ગયો હતો. માત્ર એક જ રાતમાં કંઇ કેટલાંય નજાકત સ્ત્રી-કુસુમો તેના હાથે ચિમળાઇને, ચોળાઇને આંખમાં આંસુડાં સારતા આવનારા મોત ભણી ધકેલાઇ રહ્યાં હતાં. પરંતુ મોટા મોટા માંધાતાઓને પણ ધૂળ ચાટતા કરી નાંખવાની અપ્રતિમ શક્તિનો સ્વામી આ જગતમાં એક તો છે જ, અને તે છે કાળપુરુષ. કાળપુરુષનો હંટર વિંઝાય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં અબજોપતિની સ્મશાનયાત્રા નીકળે છે. ભારતની ધરતીની સામાજ્ઞી પણ સનનનન છૂટતી ગોળીઓ દ્વારા વીંધાઇને લોકોની માત્ર સ્મૃતિ જ બની રહી છે. મહંમદ ગઝની પણ ઘરડો થયો. માંદો પડયો અને મૃત્યુશય્યાએ પડયો. આવનારા મોતની ભીષણ કલ્પના એના અંગે અંગમાં ધ્રુજારો કરાવી મૂક્તી હતી. પોતાની પાસે રહેલી હજારો મણ જેટલી સોના-ચાંદીની પાટો એને યાદ આવતી હતી. અહાહા! કેટલું અઢળક સોનું ! કેટલી બધી ચાંદી ! કેટલા બધા મણ હીરા ! અરે અરે ! આ સેંકડો રુપ-રુપના અંબાર સમી રૂપસુંદરીઓ ! મરી જતાની સાથે આ તમામ રુપ-વૈભવનો થનારો વિયોગ એના અંતરને અકળાવી મૂકતો હતો. “શું ? ખરેખર આ બધું છોડીને મારે ચાલ્યા જવું પડશે ? કોઇ ઉપાય નથી આ મોતથી બચવાનો ?'' સતત આ વિચારમાં ને વિચારમાં બીચારો મહંમદ પાગલ થઇ ગયો. એક સરખા લવારા કરતો રહ્યો. પોતાની તમામ સંપત્તિનો તેણે એક ખુલ્લા મેદાનમાં ખડકલો કરાવ્યો. બીજી બાજુએ તમામ રૂપસુંદરીઓને ઊભી રખાવી. ૨૯૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ સતત એ આ બધાને જોતો રહ્યો. અને તે તમામના એકસાથે થનારા વિરહની કલ્પના કરી-કરીને ચીસો અને ચિચિયારીઓ પાડતો રહ્યો. એનું અંતર વિરહના અગ્નિમાં સતત જલતું જ રહ્યું અને અંતે તે મરી ગયો. સુખનો અને સુખનાં સાધનોનો કારમો લોભ, જીવને કેવો અકળાવી મૂકે છે ! લોભની કરુણાંતિકા કેવી ભયંકર છે ! એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે મહંમદ ગઝની ! - શાણપણ તો તેમાં છે કે સંપત્તિને છોડીને જગતમાંથી જતા રહેવું પડે, તે પહેલાં જ પુણ્યોદયથી પ્રાપ્ત સંપત્તિને આપણે જ તરછોડી દઇએ સન્માર્ગમાં સદુપયોગ કરીને જ સ્તો ! આ જ રીતે જે આત્માઓ કામસેવનમાં પણ સદાચારનું નિયંત્રણ નથી રાખતા...સ્વસ્ત્રીસંતોષ અને પરસ્ત્રીત્યાગના ધર્મો દ્વારા તેને કાબૂમાં નથી લેતા...તે આત્માઓ પોતાના જીવનની ભારે પાયમાલી નોતરે છે. અર્થોપાર્જનમાં ઘોર અન્યાય-અનીતિ આચરનારા અને કામસેવનમાં સદાચારનો ધર્મ નહીં સાચવનારા આત્માઓના અર્થ-પ્રવૃત્તિને અર્થ પુરુષાર્થ ન કહેવાય. તેમજ તેમની કામ-પ્રવૃત્તિને કામ-પુરુષાર્થ ન કહેવાય. અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત વગેરે તમામ પાપોને આચરીને પણ કરાતી અર્થોપાર્જનની પ્રવૃત્તિને અર્થાલ્પતા કહેવાય. અને સદાચાર વગેરેને નેવે મૂકીને કામ-પ્રવૃત્તિને કામાન્ધતા કહેવાય. આવા અર્થાન્ત અને કામાન્ય માણસો જે અર્થ અને કામનું સેવન કરે છે તે પરસ્પર અબાધિત નથી હોતા. એટલું જ નહિ, તેઓ કદાચ દેખાદેખીથી કે અન્ય કોઈ હેતુથી ધર્મ કરે તો તે ધર્મ પણ વાસ્તવિક ધર્મ નથી હોતો...કારણ કે તે ધર્મક્રિયાના અવસરે જ જો તેને અર્થ કમાવવાનો મોકો મળી જાય તો તે ધર્મને તિલાંજલિ આપી દે. દાખલા તરીકે જિનપૂજા કરવા જતો હોય અને રસ્તામાં કોઇ ઘરાક મળી જાય અને તેની પાસેથી સારું કમાઇ લેવાની આશા હોય તો જિનપૂજા કરવાનું માંડી વાળીને તે ઘરે પાછો ફરે અથવા ઝટપટ જિનપૂજા પતાવી દઇને પણ ઘરાકને સાચવી લે. હર Page #302 -------------------------------------------------------------------------- ________________ અને જો અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ જે કામસેવન અંગેની કોઇ બાબત આવી જાય. તેમ હોય તો તે અર્થ-પ્રવૃત્તિને છોડીને કામપ્રવૃત્તિમાં પ્રવૃત્ત બની જાય. આમ, વિચારતાં આવા માણસોનું જીવન કામપ્રધાન અને અર્થપ્રધાન હોય છે. ધર્મના ભોગે તેઓ અર્થ-પ્રવૃત્તિ અને કામ-પ્રવૃત્તિ સેવે છે તથા ધર્મ અને અર્થના ભોગે તેઓ કામ-પ્રવૃત્તિને સેવતા રહે છે. આમ, જીવનમાં ધર્મ, અર્થ અને કામ ત્રણેયનું જ્યારે એકી સાથે સેવન કરવાનો અવસર આવે ત્યારે તેઓ ધર્મને બાધા (હાનિ) પહોંચાડીને અર્થ અને કામ સેવે. અને ધર્મ તથા અર્થ-પ્રવૃત્તિને બાધા પહોંચાડીને તે કામ સેવે છે. ઉપર્યુક્ત બાબત અસગૃહ માટેની સમજવી. જે અર્થ અને કામને અત્યંત ઉપાદેય (મેળવવા યોગ્ય) માને છે તે અસગૃહસ્થ (દુર્જન) છે. જે અર્થ અને કામને કદાચ ઉપાદેય માને. પણ અત્યંતઉપાદેય ન માને. અને તેથી જ ધર્મને બાધિત કરીને અર્થ-કામ ન સેવે. એ જ રીતે અર્થને બાધિત કરીને કામ ન સેવે તે સદ્ગૃહસ્થ (સજ્જન) છે. જે અર્થ અને કામને ઉપાદેય માને જ નહિ. પરંતુ સંપૂર્ણ રીતે ત્યાજ્ય જ માને. આમ છતાં સંસારમાં બેઠો છે, તેથી જેને અર્થ-અને કામ સેવવા પડે... તેથી સેવે. તેય ધર્મને અબાધિત રાખીને જ...તે સમ્યગ્દષ્ટિ-જેને. જે આત્મા સગૃહસ્થ (માર્ગાનુસારી) કક્ષાનો છે, તે આત્મા ધર્મ અને અર્થ બેય પ્રવૃત્તિઓ એક સાથે આવી પડે ત્યારે ધર્મનો ભોગ આપીને અર્થ-પ્રવૃત્તિ ન કરે પરંતુ અર્થ-પ્રવૃત્તિને દૂર હડસેલીને ધર્મ-પ્રવૃત્તિ આચરે. અર્થ-પ્રધાન તે ન બને. પણ ધર્મ-પ્રધાન જ બને. એ જ રીતે અર્થ અને કામ બેઉ પ્રવૃત્તિ સાથે આવી પડે ત્યારે અર્થનો ભોગ આપીને કામસેવનની પ્રવૃત્તિને તે ન આચરે પરંતુ કામની પ્રવૃત્તિને દૂર રાખીને તે અર્થ-ઉપાર્જનની પ્રવૃત્તિ આચરે. આમ, સદગૃહસ્થના જીવનમાં કામ-સેવનને ખૂબ ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. કામ ભોગ કરતાં અર્થપ્રવૃત્તિને મુખ્યતા આપવી. અને જ્યારે ધર્મનો અવસર આવી પડે ત્યારે અર્થ અને કામ બન્નેની ગૌણતા કરવી. જે માર્ગાનુસારી સગૃહસ્થ છે, અને સમ્યગ્દષ્ટિ આત્માની જેમ અર્થ Page #303 -------------------------------------------------------------------------- ________________ કામ સંપૂર્ણ હેય (ત્યાજ્ય) ન લાગે એવું બને...પરંતુ ધર્મકાર્યની પ્રવૃત્તિના પ્રસંગે તે અર્થ-કામની પ્રવૃત્તિને ગૌણ ગણે. અને અર્થ અને કામની સમકાલીન પ્રવૃત્તિમાં અર્થને મુખ્ય કરે અને કામને ગૌણ કરે. જે અસગૃહસ્થ છે તે તો ધર્મના ભોગે પણ અર્થની અગર કામની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે છે. અને અર્થ અને કામની સમકાલીન પ્રવૃત્તિમાં અર્થને ગૌણ અને કામને મુખ્ય કરે છે. આ - પરંતુ માર્ગાનુસારી સગૃહસ્થ આત્મા તેમ નથી કરતો. એ ધર્મ-પ્રસંગે અર્થ-કામને ગૌણ કરે. અને અર્થ-કામના પ્રસંગે કામને ગૌણ કરે. આ અપેક્ષાએ એ સદ્ગણ થયો. પરંતુ આ આત્મા પણ અર્થ અને કામને માનસિક રીતે જે “ઉપાદેય માને છે એ તો અત્યંત અયોગ્ય જ છે. આથી જ આ આત્મા સમ્યગ્દષ્ટિ કરતાં નીચેની કક્ષાનો ગણાય છે. જેવી જેની કક્ષા તેવો તેનો ધર્મ. અથવા તે રીતે જ તેને ઉપદેશ વગેરે અપાય. | મુનિનો ધર્મ અર્થ અને કામના સંપૂર્ણ ત્યાગનો છે. તો તેમણે અર્થ અને કામના સંપૂર્ણ ત્યાગી તરીકેનું જ જીવન જીવવું જોઇએ. જો મુનિ અર્થ કે કામના સેવનની કોઇપણ પ્રકારની પ્રવૃત્તિમાં રસ લે તો તે સંપૂર્ણ અનુચિત કહેવાય. હવે બીજી વાત એ જ રીતે સંસારી માણસ (સમ્યગ્દષ્ટિ કે સગૃહસ્થ) અર્થ-કામને સંપૂર્ણ ત્યાગીને જો માત્ર ધર્મ-પ્રવૃત્તિમાં જ રક્ત રહ્યા કરે, તો પણ અનર્થ મચી જાય... - શી રીતે ? તે સમજવું જરુરી છે. જે આત્મા સંસારમાં રહેલો છે, સંસાર ત્યાગીને સાધુ બન્યો નથી. પોતાના કુટુમ્બ વગેરેને લઇને બેઠેલો છે તેને માથે કુટુ-પાલન વગેરેની જવાબદારીઓ છે, આવો આત્મા જો માત્ર ધર્મ જે કર્યા કરે. અને અર્થ-પ્રાપ્તિની પ્રવૃત્તિ સદંતર છોડી દે..આખો દિવસ સામાયિક, પૂજા, પ્રતિક્રમણ ઇત્યાદિ ધર્મમાં જ પૂરો કરે તો તેના કુટુમ્બ વગેરેને ભૂખે મરવાનો અવસર આવે. અથવા બીજા લોકોની પાસે ધનની યાચના (ભીખ) કરવાનો સમય આવે. આમ થવાથી તેની અને તેના ધર્મની જગતમાં નિન્દા થાય. લોકોમાં ધર્મની વગોવણી થાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ વળી, ધન ન મળવાથી કુટુમ્બમાં તે વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ થાય. કુટુમ્બીજનોમાં સતત અસંતોષ રહે. તેથી કલહ-કંકાસ થાય. તેઓને ધર્મ પ્રત્યે નફરતઅણગમો થાય. ઘરમાં અશાંત વાતાવરણમાં તે આત્માનું પણ ચિત્ત ધર્મધ્યાનમાં સ્થિર ન રહે. ધનોપાર્જન પ્રવૃત્તિનો પૂરો ત્યાગ કરવાથી અનેક પ્રકારના અનર્થોની ઉત્પત્તિ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે તે દ્રષ્ટિએ પણ ન્યાયનીતિપૂર્વક અર્થોપાર્જનનું સેવન સંસારી-માણસે કરવું જોઇએ...તેમ કરવાથી સરવાળે પોતાની અને કુટુમ્બીજનોની ધર્મપ્રવૃત્તિને વેગ મળે છે. કુટુમ્બને જરૂરિયાત પૂરતું ધન મળી જતું હોય તો ઘરમાં પણ પ્રસન્ન ચિત્તે ધર્મસેવન કરી શકે છે. આ દૃષ્ટિએ પણ અર્થપુરુષાર્થની સરિયામ ઉપેક્ષા ન જ કરી શકાય. ધર્મ મુખ્ય અને અર્થ અને કામ ગૌણ. અર્થ અને કામમાં, અર્થ મુખ્ય અને કામ ગૌણ. આ રીતે જીવન જીવનારો આત્મા સ્વસ્થ અને પ્રસન્ન રહીને, ધર્મપુરુષાર્થને સારી રીતે સેવીને મોક્ષપુરુષાર્થને પામવા આગેકદમ ભરી શકે છે. ધર્મને સંપૂર્ણતઃ આગળ કરીને જેમ અર્થપુરુષાર્થની સાવ ઉપેક્ષા ન કરાય, તેમ કામપુરુષાર્થની પણ સરિયામ ઉપેક્ષા ન થાય. આનો અર્થ કામસેવનનો શાસ્ત્રો ઉપદેશ આપે છે.” એવો નથી કરવાનો પરંતુ જે આત્મા સંસારનો ત્યાગ કરીને સાધુ નથી થયો. (હા..જેનામાં સંપૂર્ણ બ્રહ્મચર્ય-પાલનની શક્તિ છે તેણે તો સાધુ થવું જોઇએ એ સૌ પ્રથમ વાત છે.) પણ સ્ત્રી-પુત્ર પરિવાર ઇત્યાદિ જંજાળ લઇને બેઠો છે, તેણે તે લોકોનાં સુખ-સગવડ વગેરેનો વિચાર પણ કરવો જોઇએ. સદ્ગુરુના સદુપદેશથી બ્રહ્મચર્ય-પાલનની ઇચ્છા પતિને થાય ત્યારે તેણે પત્નીની સંમતિ લીધા વગર વ્રતનું ઉચ્ચારણ ન કરી લેવાય. તેમ કરવાથી, પત્નીની હજી તેવી માનસિક ભૂમિકા તૈયાર ન થઈ હોય અને પતિએ બ્રહ્મચર્ય સ્વીકારી લીધું હોય તો પત્નીના જીવનમાં અન્ય રીતે અસદાચારાદિની સંભાવના ઉત્પન્ન થાય છે. અને તેના દોષનો ભાગીદાર પતિ પણ બને છે. (આ જ વાત પતિના સ્થાને પત્ની માટે અને પત્નીના સ્થાને પતિ માટે પણ સમજી લેવી.) અને આમ થતાં ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ જગતમાં ધર્મતત્ત્વની નિંદા થાય. તેવી નિંદામાં તે પુરુષ કે તેવી સ્ત્રી, પણ ચોક્કસ કારણભૂત હોવાથી દોષની ભાગીદાર બને છે. માત્ર ધર્મ કર્યા કરીને જેમ અર્થ અને કામની સંપૂર્ણ ઉપેક્ષા ન કરાય, તેમ ધર્મ અને કામની સંપૂર્ણ ઉપેક્ષા કરીને માત્ર અર્થ-પ્રવૃત્તિમાં જ મશગૂલ રહેવું તે પણ અત્યંત અયોગ્ય છે. જો જીવનમાંથી ધર્મ જશે, ને અર્થ-પુરુષાર્થ જ પ્રધાન બની જશે તો, અનીતિ, જૂઠ, પ્રપંચ, વિશ્વાસઘાત આદિ પાપોનો જીવનમાં પ્રવેશ સરળ બની જશે. ધનની પાછળ પાગલપણું પેદા થયું હશે તો ધનને ખાતર કુટુમ્બ સાથે પણ નાતો-સમ્બન્ધ ઓછો થતો જશે. ધન કમાવવામાં દિવસનો મોટો ભાગ બરબાદ. થઇ જતો હોય તો કુટુમ્બ સાથે શાંતિથી વાતચીત કરવાનો સમય પણ ન મળતાં કુટુંબીજનોમાં અસંતોષ ફેલાતો જશે. ધનને ખાતર દેશ-દેશાવરમાં ભટકવાનું પણ બનશે. ત્યાં જતાં ધર્મ ચૂકવાનું સંભવિત બનશે. અભક્ષ્ય-ભક્ષણ, માંસ-મદિરા-ભક્ષણ ઇત્યાદિ દૂષણો ઘૂસવાની શક્યતા રહે છે. અન્ય ધનવાનો આગળ દીનતા, કાકલૂદી અને તેમની ગુલામી સુદ્ધાં ક૨વાનો અવસર આવશે. વધુ ધનલોભમાં કર્માદાન વગેરે પાપના ધંધાઓ ક૨વાનું મન થશે. સટ્ટો, શેરબજાર, જુગાર, લોટરી વગેરેં અનેક દુ :સાહસોમાં જીવનની કિંમતી પળો અને શક્તિઓ બરબાદ થઇ જશે. મુંબઇ જેવા ક્ષેત્રોમાં તો ઘણા લોકોની જિંદગી એવી પણ હોય છે કે જેમના દીકરાઓ પિતાનું મોં માત્ર રવિવારના દિવસે જ જોવા પામતા હોય છે. અથવા પિતાને ધંધાર્થે બહારગામ જ રખડવું પડતું હોય ત્યારે ૨૦-૨૫ દિવસે પિતા બાળકોને જોવા પામે છે. અઢળક ધન મળતું હોય તો પણ આવી જિંદગી શા કામની ? ધનવાન તરીકેની પ્રતિષ્ઠા જગતમાં મળતી હોય તો ય આવા ‘ધનવાન’ બનવાનો શો અર્થ ? કે જ ધન પોતાના જ ભોગ-વૈભવમાં કામ લાગતું ના હોય !!! જે ધન ભોગમાં ખપ ન લાગે, બીજાને દાનમાં પણ આપી ન શકો તે ધનની અંતે ત્રીજી ગતિ નાશ જ થાય છે. કાં તો ધનનો નાશ થાય અને કાં તો ધનના ઢગ ઉપર બેઠેલો ધનવાન પરલોકમાં ચાલ્યો જાય છે. ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ અબજોનો માલિક સાતમી નરકનો મહેમાન. બિહારની એ ભૂમિ. તેમાં આવેલી તે નગરી. રાજગૃહી તેનું નામ. તેના સમ્રાટ હતા. મહારાજા શ્રેણિક - જે નગરીમાં ભગવાન મહાવીરે ચૌદ ચૌદ ચાતુર્માસ વીતાવીને પોતાની ધર્મસુધાની અમરવાણી વહાવી હતી. કેટલાય જીવોને પતિતમાંથી પાવન બનાવ્યા હતા...હા...ખુદ રાજા શ્રેણિકનેય નાસ્તિકમાંથી આસ્તિક બનાવેલા...એટલું જ નહિ, ઇતિહાસ જેના ગુણ-ગૌરવનું ગાન કરે એવો જૈન શ્રાવક બનાવ્યો હતો, એ જ નગરીમાં એક અભાગી જીવ વસે...જેણે વીરની વાણીનું અમૃત પાણી તો કદી પીધું ન હતું, પરંતુ મહાવીરનું મનોહર મુખડું જોવાના સૌભાગ્યથી પણ તે વંચિત રહી ગયો હતો... નામ હતું એનું મમ્મણ... એક રાતની આ વાત છે...તે રાતે અંધારું ઘોર હતું. મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. નગરીના કાંઠે વહેતી નદીમાં જોસબંધ પૂર વહી રહ્યું હતું. તેમાં લાકડાં તણાઈ આવતાં હતાં. માહ માસની કડકડતી ઠંડીના એ દિવસો હતા. એમાં પેલો મમ્મણ કાળી અંધારી રીતે ધોતીનો કછોટો મારીને નદીનાં પૂરમાં વહી જતાં લાકડાંને ખેંચી લાવતો હતો... શ્રેણિક-રાયના ધર્મશીલા રાણી ચેલણા, ઝરુખે બેઠાં બેઠાં આ દ્રશ્ય જોઈ ગયાં...કરુણાભીનું એમનું અંતર જોઇને દ્રવી ઊઠયું. બીજે દિ' સવારે જ તેઓ ગયા શ્રેણિક પાસે. “સ્વામિન્ ! તમારા રાજ્યમાં આ તે કેવો અંધેર ? પ્રજા આવી હાલાકીમાં જીવે અને તમે એશોઆરામમાં જિંદગી વીતાવો ?” શ્રેણિક બોલ્યા: “રાણી ! આમ આકળા ન થાઓ, માંડીને વાત કરો તો કાંઇક સમજાય.” ચલ્લણા બોલ્યાં “રાજન્ ! કાલે રાતે કડકડતી ઠંડીમાં એક ચીંથરેહાલ ભિખારી ખુલ્લા ડિલે નદીનાં પૂરમાંથી લાકડાં પકડતો હતો...પેટનો ખાડો પૂરવા ૨૯૯] Page #307 -------------------------------------------------------------------------- ________________ આપનો નગરજન આવી યાતના ભોગવે તો આપની કોઇ ફરજ નહીં ?'' રાજા શ્રેણિકે બીજે દિવસે હુકમ કર્યો: “કાલ રાતે નદીમાં લાકડાં પકડનાર માણસને શોધી લાવો.” સૈનિકો રાજગૃહીની શેરીએ શેરીએ ફરી વળ્યા. પેલા ચીંથરેહાલ મમ્મણને રાજા સમક્ષ હાજર કર્યો. હાથ જોડીને નતમસ્તકે મમ્મણ ઊભો છે. એને એમ હતું કે હમણાં મારા ગુનાસર રાજા મને જેલની સજા ફટકારશે. મૃદુવાણીમાં રાજા બોલ્યા: “મહામના ! તમારું નામ ?” તે બોલ્યો : “મમ્મણ'' કાલે રાત્રે નદીમાં લાકડાં તમેજ પકડતા હતા ?” “હા...રાજન્ પણ મારો તે અપરાધ ક્ષમા કરો.” શ્રેણિક કહે: “એ અપરાધ તમારો નહિ, મારો છે. તમારા જેવા પ્રજાજનને પેટને ખાતર આવી કાતીલ ઠંડીમાં લાકડા પકડવા નદીમાં પડવું પડે અને રાજા તરીકે હું તમારી કાળજી ન લઉ...તો એ તમારો નહિ, મારો જ અપરાધ ગણાય ને ?' ત્યારે મમ્મણે કહ્યું “મહારાજ ! આપ ભૂલો છો. હું પેટને ખાતર તે લાકડાં નહોતો પકડતો. પણ મારે એ બળદનું શીંગડું બનાવવું છે...એ શીંગડાને પૂરું કરવા લાકડાં પકડતો હતો...તે લાકડાં ને બીજે દિ' બઝારમાં વેચીને તેની કિંમતમાંથી મારું તે અધૂરું કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરું છું.” - શ્રેણિક કહે: ‘તમે ચિંતા ન કરો. તમને માત્ર શિંગડું જ નહિબે નવા બળદની જોડી જ આપી દઉં...બોલો...પછી તમે રાજી ને ?” મમ્મણ કહે: “મહારાજ ! તમારી ગૌશાળામાં હોય તેવા બળદો મને ન ખપે...આપ એકવાર મારા ઘરે પધારો...અને મારા બનાવેલાં બળદોને જુઓ...પછી મને માત્ર શીંગડું જ બનાવી આપજો.” મમ્મણની વાત સાંભળીને શ્રેણિકને અચરજ થયું.. બીજે દિવસે સવારે શ્રેણિક, ચેલણા અને પ્રધાનમંત્રીને સાથે લઇને મમ્મણના ઘરે ગયા... ૩૦૦ * ::::::: ::: Page #308 -------------------------------------------------------------------------- ________________ મમ્મણે રાજાને આવકાર આપ્યો. પછી પોતાના ઘરની નીચે રાખેલા ગુપ્ત ભોંયરામાં રાજા, રાણી અને મંત્રી | સહુને તે લઇ ગયો... ભોંયરાનું પ્રવેશદ્વાર ઊઘડતાં જ સહુની આંખો અંજાઇ ગઇ. ઝગમગ...ઝગમગ...ઝગારા મારતા તેજસ્વી નીલરત્નો અને મણિ-માણેકથી જડિત બે બળદોને જોઇને શ્રેણિક સ્તબ્ધ બની ગયા. - મમ્મણ કહેઃ “મહારાજ ! આ છે મારા બે બળદો ! બન્નેય ઉપર સાચાં રત્નો અને માણેક જડેલાં છે. હવે માત્ર એક બળદનું એક જ શીંગડું રત્નોથી જડવાનું બાકી છે...રાત્રિમાં નદીનાં પૂરમાં વહેતા ચંદનનાં લાકડાં ખેંચી લાવીને તેની રકમમાંથી રત્નો ખરીદવાની મારી યોજના છે. રાજન્ ! શું આપ મારા બળદનું અધૂરું શીંગડું પૂરું કરી આપશો ?” શ્રેણિક તો અબજો રૂપિયાની સંપત્તિના સ્વામી છતાં દિલના અને ડિલના એ તવંગર-ભિખારીને વિસ્ફારિત-નજરે નીરખી જ રહ્યા... શ્રેણિક બોલ્યા: “મમ્મણ...! મારા મગધદેશનું સંપૂર્ણ સામ્રાજ્ય તને આપી દઉં. મારા રાજભંડારનું અઢળક ધન તને સમર્પી દઉં...તોય હું તારા આ બળદનું અધૂરું શીંગડું પૂરું કરી શકું તેમ નથી. તું મને ક્ષમા કરજે...” પાછા ફરતાં શ્રેણિકે, ચેલ્લણા સાથે આ આશ્ચર્યપ્રદ આદમી અંગે વાત કરતાં કહ્યું “મહારાણી ! પ્રભુની વાણી આજે પરમ સત્ય લાગે છે...માનવીનું મન તૃષ્ણાનો અજબ ખાડો છે...એને પૂરો કરવા માનવ જેમ મથે છે તેમ તેમ એ ખાડો વધુ ને વધુ ઊંડો ઊતરતો જાય છે...તૃષ્ણાના ખાડાને ધનના ઢેરથી નહિ પૂરી શકાય...તેને તો સંતોષરૂપી ધનથી જ પૂરવો ઘટે...” અને....મમ્મણ મરીને સાતમી નરકમાં ચાલ્યો ગયો. અબજો રૂપિયાની સંપત્તિ બધી ભેગી થઇને પણ તેને નરકમાં જતો અટકાવી ના શકી...ઊલટું...એ સંપત્તિની કારમી મૂર્છાએ જ મમ્મણને નરકગતિનો મહેમાન બનાવ્યો.. અર્થ-પુરુષાર્થની પ્રવૃત્તિ પ્રત્યે જ્યારે અંધાપો પેદા થાય છે ત્યારે તે અર્થપુરુષાર્થ પુરુષાર્થ ન રહેતા કેવો “અનર્થસ્વરુપ” બની જાય છે તેનું વરવું ઉદાહરણ છે, મમ્મણ ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ મમ્મણે ધનની કારમી લાલસાના કારણે તે જીવનમાં ધર્મ તો ખોઇ નાંખ્યો, પણ સંસારમાં ભોગ સુખોને પણ તે ભોગવી ના શક્યો. આ લોકમાં તે દુઃખમય જીવન જીવ્યો અને પરિગ્રહ-સંજ્ઞાના પાપે પરલોકમાંય નરકનું ઘોર દુ:ખમય જીવન પામ્યો. જેઓ ધન મેળવવામાં લંપટ બને છે, તેઓની આવી જ દશા થાય છે. વર્તમાન જીવનમાં તેઓ શાંતિ પામી શકતા નથી. કોઇની સાથે મિત્રાચારી બાંધી કે ટકાવી શકતા નથી. સ્નેહીજનો સાથે સંબંધ જાળવી શકતા નથી. ક્યાંય કોઇના પ્રત્યે વિશ્વાસ મૂકી જ શકતા નથી. દગો, જૂઠ અને ક્રૂરતા ઇત્યાદિ અનેક દુર્ગુણોનું તેઓ ધામ બની જતા હોય છે. સતત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમય થયેલું મન અનેક પાપોનું ઉદગમ સ્થાન બની જાય છે. આવા માણસોનો પરલોક પણ ભયાનક જ હોય છે. અનેક દુર્ગતિઓમાં નરક અને નિગોદમાં અનંતકાળ પર્યન્ત ભટકવાનું...દારુણ વેદનાઓ અને વ્યથાઓમાં અનંતકાળ પસાર કરવાનો...વેદનાઓથી ગ્રસ્ત આત્મા મરવા ઝંખે પણ સ્વેચ્છાએ મરવાનું સદભાગ્ય પણ ત્યાં પ્રાપ્ય નહિ, સતત આર્ત-રૌદ્ર ધ્યાનની અશુભ પરંપરામાં જીવવાનું...સતત રીબામણીઓ અને સખત સતામણીઓ ! અર્થ-પુરુષાર્થમાં આંધળાભીંત બનીને લંપટ બનવાના આ છે કરુણ વિપાકો !!! માટે જ અર્થ પુરુષાર્થને નીતિ અને પ્રામાણિકતા વગેરે સદ્ધર્મથી નાથવાની ખૂબ જરૂરિયાત છે. આમ થતાં અર્થોપાર્જનમાં અંધાપો નહિ આવે. અર્થ-પ્રવૃત્તિ કરતાં ધર્મની હંમેશાં પ્રધાનતા રહેશે. આ જ રીતે માનવજીવનમાં કામ-પુરુષાર્થને પણ પ્રધાનતા આપવી ન ઘટે. ધર્મ-પ્રવૃત્તિ અને અર્થ-પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને કામભોગની પ્રવૃત્તિમાં મશગૂલ રહેવું તે પણ સદંતર અયોગ્ય છે. કામ-પુરુષાર્થનું વધુ પડતું સેવન અનેક પાપોનું જન્મસ્થાન છે. તેથી જ કામપુરુષાર્થને પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ નામના સદ્ધર્મો દ્વારા નિયંત્રિત કરવો જોઇએ. સગૃહસ્થ સદાચારમય જીવન જીવવા માટે પરસ્ત્રી તરફ તો કામદ્રષ્ટિએ આંખ ઉઠાવીને જોવું પણ ન જોઇએ તો પરસ્ત્રીસેવનનો તો વિચાર , સુદ્ધાં પણ કેમ થાય ? ૩૦૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ માત્ર પરસ્ત્રીત્યાગથી જ નહિ ચાલે. પણ સ્વસ્ત્રીના વિષયમાં અત્યંત સંતોષી બનીને રહેવું જોઇએ. પર્વતિથિઓએ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, દિવસના સમયે તો અબ્રહ્મ નહીં જ. તે સિવાય પણ બને ત્યાં સુધી કામવાસના હેતુપૂર્વક જાગૃત ન કરવી. તેમાં પણ અનેક જાતની કામજનિત વિકૃતિઓ ન આચરવી. ઇત્યાદિ અનેક સદાચારોથી જીવનને સુશોભિત બનાવવું જ રહ્યું. જેઓ અતિકામી છે...સ્વસ્ત્રી અને પરસ્ત્રીના ભેદને ભૂલીને, તિથિઅતિથિના વિવેકને વિસરીને, રાત્રિ અને દિવસના સીમાઓને સંહારીને વધુ પડતાં કામમગ્ન રહે છે તેમના શરીરની શક્તિઓ નષ્ટ થતી જાય છે. અનેક પ્રકારના વિધવિધ રોગોનો, નબળાઇઓનો અને નાલેશીઓનો તેઓ ભોગ બને છે. આવા માણસોની નજરો જ્યાં ને ત્યાં ભટકતી રહેતી હોવાથી સમાજમાં પણ તેમની પ્રતિષ્ઠા ખૂબ જ ઝંખવાઈ જાય છે. જેની નજર' પવિત્ર ન હોય તેવા માણસોને મિત્રોના ઘરે પણ આવકાર મળવાનું બંધ થઇ જાય છે...અરે ! ધીરે ધીરે મિત્રવર્તુળ પણ ઘટતું જાય છે. કુટુમ્બમાં અપ્રીતિ થાય છે. પોતાની પત્ની વગેરેનો નેહભાવ પણ નષ્ટ બનતો જાય છે. આવા લોકો નિન્દાનું પાત્ર બની જાય છે. આમ, ધીરે ધીરે ઉત્તમ એવા નરભવને બીચારાઓ હારી જાય છે. “કામ” શબ્દથી અહીં મુખ્યત્વે સ્પર્શેન્દ્રિય વિષયક વાસના-સુખ લીધું છે. પણ ગૌણભાવે બાકીની ઇન્દ્રિઓના વિષયો અંગેનું સુખ પણ કામ-પુરુષાર્થની અન્તર્ગત ગણી લેવાનું છે. આથી, જેમ સ્પર્શેન્દ્રિય અંગેનું કામ સુખ સદાચારથી નિયંત્રિત રાખવું જોઇએ. તેમ બાકીની ઇન્દ્રિયોના વિષય-ભોગમાં પણ નિયંત્રણો મૂકવાં જોઇએ. રસનેન્દ્રિય વિષયક રસનાના આસ્વાદમાં પણ નિયંત્રણ રાખવું જોઇએ. જે મળે તે ખાવું, જેટલું મળે તેટલું ખાવું, રસમધુર મનગમતાં પદાર્થો મળી જાય એટલે ‘પેટ'ની ભૂખ પ્રમાણે નહિ, જીભની આસક્તિ પ્રમાણે ખાધે રાખવું-આ અનિયંત્રણ કહેવાય. રસનેન્દ્રિયના વિષયમાં શક્ય ત્યાગ અને તપ દ્વારા નિયંત્રણ મુકાવું જોઇએ. ધ્રાણેન્દ્રિયના વિષયમાં પણ સેંટ, અત્તર ઇત્યાદિ સુગંધી પદાર્થોનો બિનજરુરી અને નિરર્થક ઉપયોગ તે અસદાચાર કહેવાય. આવી બધી વસ્તુઓનો ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ યથાશક્ય ત્યાગ અથવા પર્વતિથિઓ વગેરે અમુક દિવસોએ ત્યાગ તે સદાચાર કહેવાય. ચક્ષુરિન્દ્રિયાના વિષયમાં પરસ્ત્રીઓનું રુપ અગર તેમનાં અંગોપાંગ આસક્તિપૂર્વક જોવાં...ઉલ્કત વેશવાળી સ્ત્રીઓ તરફ કામુક-નજરે જોવું..સિનેમા અને ટી.વી.ના કામવાસનાના પ્રેરક દ્રશ્યોનું નિરીક્ષણ...આ બધો ચક્ષુરિન્દ્રિયનો અસદાચાર છે. તેવા દ્રશ્યોના કે સ્ત્રીઓનાં દર્શનાદિનો ત્યાગ તે ચક્ષુરિન્દ્રિયનો સદાચાર છે. ' શ્રોત્રેન્દ્રિયના વિષયમાં અસભ્ય-ગંદા ગીતોનું શ્રવણ, બીભસ્ત વાતોનું શ્રવણ, અન્ય જનોની નિંદાનું રસપૂર્વક શ્રવણ...વગેરે શ્રોત્રેન્દ્રિયનો અસદાચાર છે. અને તે પાપોનો ત્યાગ, અથવા આંશિક ત્યાગ તે શ્રોત્રેન્દ્રિયના વિષય અંગેનું નિયંત્રણ છે, સદાચાર છે. આ રીતે પાંચેય ઇન્દ્રિયોના કામ પુરુષાર્થમાં જુદા જુદા સદ્ધર્મો દ્વારા નિયંત્રણ ખૂબ જરૂરી છે. તો જ તે પુરુષાર્થો, વાસ્તવિક પુરુષાર્થ' બને. અન્યથા અનર્થરુપ બની જાય. ન મળેલું માનવ-જીવન એ ઇન્દ્રિયોના વિષયોને જ ભોગવીને માણી-મહાલી લેવા માટે મળ્યું નથી. સતત ઇન્દ્રિયોને મનગમતા વિષયોની ભેટ ધરતા રહેવાથી મન નિ:સત્ત્વ બને છે. આત્મા રાંકડો બને છે. પછી જ્યારે મન પસંદ પદાર્થો ભોગવવા-માણવા મળતા નથી ત્યારે જાણે જીવનની સર્વ મજા ખતમ થઇ ગઇ એવું લાગે છે. તુચ્છ અને શુદ્ર ટેવો-કુટેવોના પરિણામે મન માયકાંગલું બની જાય છે. મિત્રને ત્યાં જમવા ગયા હોય ત્યારે દૂધપાક-પૂરી મસ્ત જમણ મળ્યું હોય પણ ભાત જમાડતાં તેમાં ઘી પીરસવાનું ભુલાઈ જતા, બહાર નીકળ્યા બાદ મિત્રની ટીકા-ટીપ્પણ કરવાનું જ સૂઝે છે. ફ્રીઝનાં ઠંડા પાણી સિવાય ભાઇસાહેબની તરસ ના છીપે, ઉનાળામાં આઇસ્ક્રીમ-બરફવાળાં લીંબુ-શરબત વગર મજા ન આવે, ચાહમાં જો “મસાલો' ન નાંખ્યો હોય તો મન બેચેન બની જાય, જમતીવખતે છેલ્લે ભાત સાથે પાપડ તો જોઇએ જ, એરકન્ડીશનર ચાલુ ન હોય તો ઊંઘ ના આવે, રાત્રે સૂતા પહેલા ગ્લાસ ભરીને દૂધ પીવા તો જોઇએ જ, આ અને આવા અનેક કુસંસ્કારો અને કુટેવો માનવને નિર્માલ્ય અને નિ:સત્ત્વ બનાવી મૂકે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ સુખશીલતાનો અતિરેક સરવાળે વિનાશ સર્જે છે તે બરાબર ધ્યાનમાં રહેવું ઘટે. કેટલાંક વર્ષો પહેલાં જર્મનીમાં હીટેલીઅસ નામનો એક રાજા થઇ ગયો. અતિ વૈભવ ને વિલાસમાં તેનો ઉછેર થયો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર થતું અને દૂધ માગે ત્યાં દૂધપાક મળતો. અતિ સમૃદ્ધિ અતિવિલાસને આણે છે અને અતિ વિલાસ વિનાશને આમંત્રે છે. હીટેલિઅસનું જીવન વિલાસી તો હતું જ, પણ તેને ખાવાનો જબરજસ્ત શોખ હતો. જ્યારે તે જમવા બેસતો ત્યારે ૫૦-૧૦૦ પ્રકારની જુદી જુદી વાનગીઓ આરોગવા લાગતો. રસભરપૂર અને મનપસંદ ભોજનને તે પ્રેમથી આરોગતો. ખૂબ ખાતો. પેટ ભરીને તે જમતો. પણ અફસોસ ! પેટ ભરાઈ જતું પણ મન ન ભરાતું. ' ' મન કહેતું કે હજી ખાવું છે. હજી રસમધુર વાનગીઓનો રસાસ્વાદ આસ્વાદિત કરવા છે. પણ તે શી રીતે બને ? પેટ ચિક્કર ભરાઇ જાય તેટલું તો ખવાઈ ગયું છે. હવે શું થાય ? બીજું ભોજન ક્યા પેટમાં નાંખવું? વ્હીટેલિઅસનું મન અફસોસ અનુભવતાં બોલી ઊઠતું “હાય ! હજી તો પુષ્કળ ભોજન બાકી પડ્યું છે. પણ હવે ક્યા પેટમાં પધરાવવું ?” - રાજા હીટેલિઅસે રાજવૈદ્યને બોલાવ્યા. અને જણાવ્યું કે, “હું એક સાથે ચાર-પાંચ ટંકનું ખાઇ શકું તેવો કોઇ ઉપાય હોય તો બતાવો ! એવું કોઈ ઔષધ તૈયાર કરો.” થોડા દિવસ બાદ રાજવૈદ્ય પુન: રાજાને મળ્યા. અને અમુક ગોળીઓ આપતાં કહ્યું “રાજાજી ! આ ગોળીઓમાં એવી શક્તિ છે કે તેની એક જ ગોળી લેતાં ધડાક દઇને ઊલટી થાય અને એકદમ પેટ ખાલી થઇ જાય..પેટ ભરીને જમ્યા પછી તો તમે એક જ ગોળી લેશો તો તરત ઊલટી થઇને પેટ ખાલી થઈ જશે. અને તમે ફરીને નવા ટંકનું ભોજન લઈ શકશો. આ રીતે આ ગોળી દ્વારા ત્રણ-ચાર ટંકનું ભોજન તમે એક સાથે લઇ શકશો.” બસ...ત્યાર બાદ આ ક્રમ ચાલુ થઇ ગયો. એક જ ટંકમાં ત્રણ-ચાર ગોળીઓ લઇને ત્રણ-ચારવાર જમવાનું વ્હીટેલિઅસ માટે કાયમનું બની ગયું. વારંવાર ઊલટીઓ અને વારંવાર રસમધુર વાનગીઓનું ભોજન !! Page #313 -------------------------------------------------------------------------- ________________ પણ...આ રીતે પેટ ઉપર કરાતા જુલમના કારણે રાજાને અકાળે મોત આવી ઊભું. રાજા બીમાર પડ્યો. અનેક દવાઓ ખાવા છતાં બીમારી દૂર ન થઇ. મૃત્યુ-શયા ઉપર પડેલા રાજા વ્હીટેલિઅસના આ છેલ્લા શબ્દો હતા કે... “આટઆટલું ખાધા છતાં હજી મને તૃપ્તિ થઈ નથી.” પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ગુણભાન બનેલો આત્મા કેટલી હદે અતૃપ્તઅસંતુષ્ટ રહે છે એ સમજાવતો આ પ્રસંગ છે...ઇન્દ્રિયોનો સ્વભાવ જ અસંતોષ છે...માટે તેને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કદી કરવા જેવો નથી. પ્રયત્ન તો ખરેખર એ કરવા જેવો છે કે જેના દ્વારા ઇન્દ્રિયોની વાસનાને ફટકો પડે. વાસનાને નિયંત્રિત કરવાનો, તેના ઉપર કાબૂ મેળવવાનો અભ્યાસ પાડવો જોઇએ. કારણ કે સમગ્ર જગતની અઢળક સુખ-સાહ્યબી જીવને મળી જાય તોય મન ક્યારેય તૃપ્તિ અનુભવવાનું નથી. વધુ ને વધુ ભોગ-સુખોને પામવાની તૃષ્ણામાં સમગ્ર જીવન પૂરું થઈ જશે. અરે ! આવા અસંખ્ય જન્મો અને જીવનો સમાપ્ત થઇ જશે તોય તૃપ્તિ થનાર નથી. તૃષ્ણાની આગ ઓલવાની નથી. તો પછી એ તૃષ્ણાને પોષવા ને તૃપ્તિ પામવા આ બધાં ધમપછાડા શાને સારું ? એ સતત ધ્યાનમાં રહે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થોમાં ધર્મ એ મૂળ છે અને અર્થ તથા કામ વૃક્ષરૂપ છે. મૂળ સલામત તો વૃક્ષ સલામત ! આથી જ સગૃહસ્થ ધર્મની સુરક્ષામાં જ અર્થ-કામની સુરક્ષા છે તે સમજવું જોઇએ. આથી જ અજૈન મહાભારતના રચયિતા વ્યાસમુનિ કહે છે : उर्ध्वबाह विराम्येष न च कश्रिच्छणोति मे । । धर्मोर्थश्र कामश्र ततः किं न प्रसेव्यते ।। અર્થ : “મારા બે હાથ ઊંચા કરીને હું કહું છું, છતાં મને કોઈ સાંભળતું નથી. ધર્મથી જ અર્થ કામ મળે છે. તો પછી લોકો તે ધર્મને મેળવવા-પામવાનો જ પુરુષાર્થ કેમ કરતા નથી ?” જે આત્માઓ આવા ધર્મહીન છે, ધર્મ કરવા જેઓ જરાય તત્પર નથી, તેવા આત્માની કક્ષાને નજર સમક્ષ રાખીને ઉપરની વાત રજૂ કરાઇ છે, એ ધ્યાનમાં રહે. જેને અર્થ અને કામ જોઈતાં હશે તેણેય ધર્મ તો આરાધવો જ પડશે, એ ૩૦૬ ૩૦૬ * * * Page #314 -------------------------------------------------------------------------- ________________ આ કથનનો સાર છે. પરંતુ ‘‘અર્થ અને કામ મેળવવા માટે તમે ધર્મ કરો.'' એવા આ કથનનો સૂર કે સાર નથી. સંસારનાં સુખો માટેય ધર્મનું મહત્ત્વ અત્યંત છે. ધર્મનું મહત્ત્વ આર્ય દેશનાં તમામ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે. કામશાસ્ત્રમાં કૌટિલ્યે પણ કહ્યું છે કે, ‘કામસુખો પણ ધર્મના પ્રતાપે જ મળે છે.' આ કથનમાં પણ ધર્મનું પ્રાધાન્ય સૂચવાયું છે. ધર્મનો પ્રતાપ અને મહિમા જણાવાયો છે. પણ ‘કામસુખો મેળવવા ધર્મ કરો' તેવો ઉપદેશ કે આજ્ઞા નથી. છતાં આ કથનો તેવા પ્રકારની એકદમ નીચલી કક્ષાના જીવો માટે છે. જેવી જેવી જીવોની કક્ષા તેવી તેવી રીતે તેની સમક્ષ વાતો રજૂ કરવી પડે. બધા જ જીવો આગળ એક સરખી જ રજૂઆત ન કરાય. કક્ષાભેદે ધર્મભેદ અને ઉપદેશભેદ જરુરી બને છે. ટૂંકમાં...સંસારમાં રહેલો જીવ અર્થ અને કામને સેવ્યા વગર રહેવાનો નથી તો પણ તેણે ધર્મને પ્રધાનતા આપવી. અને અર્થ તથા કામને ગૌણતા આપવી. અર્થ અને કામની મુખ્યતા નહીં રાખવાની તેમ તે બેની સંપૂર્ણ ઉપેક્ષા પણ ન થાય. હા...ધર્મને અબાધિત રાખીને અર્થ અને કામ સેવવા. ધર્મને છોડીને, બાધિત કરીને અર્થ અને કામને સેવવા અને ધર્મને છોડીને કામ સેવવા દોડી જવું-આ રીત સદંતર ખોટી છે. આ રીત દુષ્ટજનોની છે. જ્યારે ધર્મને સાચવીને, ધર્મને મુખ્યતા આપીને, અબાધિત રાખીને અર્થકામ સેવવાં. અને અર્થને અબાધિત જાળવીને જ કામ-સેવન આચરવું. બીજી રીતે આમ કહેવાય કે કામ એ સાવ ગૌણ. તેને બાધિત કરીને ધર્મપ્રવૃત્તિમાં તથા અર્થોપાજનમાં પ્રવૃત્ત થવું. અને અર્થ અને કામ બન્નેને બાધિત ક૨ીને પણ ધર્મમાં પ્રવૃત્ત થવું. આમ ધર્મપુરુષાર્થ એ સર્વોપરી ગણવો. પોતાનો જીવન વ્યવહાર આ ત્રણેય-ધર્મ, અર્થ અને કામ-ને પરસ્પર અબાધિતપણે રાખીને ચલાવવો, તે જ ઉત્તમ છે. ઉપરાંત...અર્થ અને કામની પ્રવૃત્તિમાં પણ ધર્મતત્ત્વને જ પ્રાધાન્ય આપવું...જેમકે અર્થ (ધન) મેળવવાની પ્રવૃત્તિ કરવી પણ તે ન્યાય-નીતિપૂર્વક જ ક૨વી...કામ-સેવન ક૨વું પડે તો તેમાં પણ પરસ્ત્રીત્યાગ અને સ્વસ્ત્રીસંતોષ ૩૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ નામના ધર્મો તેમાં જોડી દેવાં. આ રીતે પરસ્પર અબાધિત ધર્મ-અર્થ અને કામનું સેવન કરનારો અને અર્થ અને કામનીતિ અને સદાચારરૂપી ધર્મોનું નિયંત્રણ કરનારો આત્મા આ લોકમાં શાંતિપૂર્વક જીવન જીવે છે. પરલોકમાં સદ્ગતિ મેળવે છે. અને પરંપરાએ મુક્તિ સુખનો અધિકારી બને છે. ] • માણસની આંખ, હાથ અને પેટ સાફ હોવા જરૂરી છે. સાંજ પડે ઇધર ઉધર ભટકવાનું બંધ કરી રોડના કોર્નર પાસે પણ અડ્ડા ન જમાવો. પાપનું પ્રવેશ દ્વાર આંખ છે. મહાભારત અને રામાયણ સર્જી દેવાની તાકાત આંખમાં છે. સ્વદારા સંતોષ અને સ્વદારામાં પણ સંતોષ રાખો. આર્યદેશની મર્યાદાઓ, રૂઢીઓ, રીવાજો ને વખોડવાને બદલે અપનાવશો તો સુખી થશો. . સારી રીતે જીવવું હોય, વિલપાવર વધારવો હોય, રોગોના ભોગ ન થવું હોય તો બ્રહ્મચર્યના પાલનમાં દ્રઢ બનો. અસાવધાનતાની કોઇક નબળી પળે અશુભ વિચારોની ચિનગારી જો મનને સ્પર્શી જાય તો પણ અમલમાં મૂકવાની તો ભૂલ ક્યારેય ન કરશો. • ધબકતા વૈરાગ્ય વિના સાધના શક્ય નથી. એક ડોશીમાં માથા ઉપર પોટલું મૂકીને ચાલતાં જઇ રહ્યાં હતાં. મધ્યાહનનો સૂર્ય તપી રહ્યો હતો. રસ્તામાં છાંયડાનું નામનિશાન હતું નહિ. અને એમ લાગતું હતું કે રસ્તો પૂરો થશે જ નહિ. એટલામાં એમની પાસેથી એક ઘોડેસવાર નીકળ્યો. ડોશીમાએ પૂછ્યું, “ક્યાં જઇ રહ્યો છે બેટા ?' ઘોડે સવારે જવાબ આપ્યો: “મૈનપુર'. ડોશીમાએ કહ્યું, “હું પણ ત્યાં જ જઇ રહી છું. મારું પોટલું ઊંચકી લે હું ત્યાં લઈ લઈશ.” ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ - “અરે વાહ ! આ ઘોડો છે, ધોબીનો ગધેડો નથી.' એમ કહીને ઘોડેસવારે ચાલતી પકડી. આગળ ગયા પછી એના મનમાં વિચાર આવ્યો કે મેં મૂર્ખાઇનું પ્રદર્શન કર્યું છે. બની શકે કે આ પોટલમાં કીમતી કપડાં હોય, કીમતી સાડી હોય, કદાચ ડોશીમાએ પોટલામાં કીમતી ઘરેણાંની પોટલી સંતાડી હોય, પાછા વળીને પોટલું લઇ ભાગી જવું જોઇએ. ડોશલી મને ક્યાં પકડી શકવાની છે. તે પાછો ફર્યો. એક બાજુ ઘોડેસવારના મનમાં આ વિચાર આવ્યો. બીજી બાજુ ડોશીમાએ વિચાર્યું, સારું થયું કે ઘોડેસવારે પોટલું ઊંચકી લીધું નહિ. આમાં મેં ઘરેણાની પોટલી સંતાડી છે. જો ઘોડેસવાર પોટલું લઇને ભાગી છૂટે તો હું શું કરી શકવાની હતી ? પાછા ફરી ઘોડે સવારે કહ્યું, “માજી લાવો પોટલું હું ઘોડા ઉપર મૂકી દઉ છું.” ડોશીમાએ જવાબ આપ્યો. “ના, બેટા, રહેવા દે. હું જ લઇને ચાલું છું.” ઘોડે સવારે નવાઇ પામતાં પૂછ્યું, “માજી પહેલાં તો તમે મને પોટલું આપી રહ્યાં હતાં. હવે કેમ વિચાર બદલાઇ ગયો ?' આજકાલ લોકો જમાનાને દોષ દઇ રહ્યા છે. અપ્રામાણિકતા ખૂબ વધી રહી છે. પ્રામાણિકતાના દિવસો રહ્યા નથી. લોકો પોતાને જ રાજા હરિશ્ચંદ્રના અવતાર માને છે. ખરેખર તો આપણે જેવો વ્યવહાર બીજા સાથે કરીએ છીએ તેવો જ વ્યવહાર આપણને બીજા તરફથી મળે છે. આપણે બીજા સાથે પ્રેમ અને નિખાલસતાથી વર્તીશું. તો આપણને સામેથી તેવું જ વર્તન જોવા મળશે. કૂવામાં આપણે જેવો અવાજ કરીશું તેવો જ પ્રતિધ્વનિ સાંભળવા મળશે. હંમેશાં હરેક ક્રિયાની પ્રતિક્રિયા થતી હોય છે. જ્યારે આપણે તુચ્છ વિચારથી સ્વાર્થ પૂરતાં એકબીજાને છેતરીએ છીએ ત્યારે જાતે જ છેતરાઇ જઇએ છીએ. જેમાં કોઇને લાભ થતો નથી. જ્યારે આપણે મદદ અને સહયોગની ભાવનાથી વ્યવહાર કરીએ છીએ. ત્યારે બધાને લાભ થાય છે. જેમ એક નાનો કાંકરો સ્વચ્છ અને શાંત પાણીના તળાવમાં નાંખવામાં આવે તો તે પૂરાં તળાવમાં નાના મોટા તરંગોના કૂંડાળા પેદા કરે છે. તેવી જ રીતે આપણો નાનામાં નાનો વિચાર પણ સમગ્ર ચેતના શક્તિને પ્રભાવિત કરે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૯ મો ગણ) છે यथावदतिथौ साधौ, दीन च प्रतिपत्तिकृत અતિથિ દેવો ભવ. (અતિથિ-સત્કાર) આર્યાવર્તમાં અતિથિને દેવ-તુલ્ય ગણીને તેનો સત્કારસન્માન કરવાનો વિરલ શિષ્ટાચાર છે. આ શિષ્ટાચાર અત્યંત ઉપાદેય છે. અતિથિ ત્રણ પ્રકારના મુનિ, સાધુ અને દીન (યાચક) સર્વોત્તમ આદરપાત્ર મુનિરુપ અતિથિ છે. એથી એમને | | પરમ સુપાત્ર' ગણવામાં આવે છે. એમની ભક્તિ પ્રબળ પુણ્ય-| બંધનું કારણ છે. | સાધુ એટલે સાધર્મિક, સજ્જન અને સંન્યાસી વગેરે...તેમનો પણ યથાયોગ્ય સત્કાર-આદર કરવો જોઇએ. | દીન, યાચકો પ્રત્યે પણ કરુણાબુદ્ધિથી તેમને અન્ન-| જલ-ધન વગેરેનું દાન કરવું એ કર્તવ્ય રૂપ છે. ૦) ઇતિહાસના સુન્દર દૃષ્ટાંતો અને પ્રસંગોની પમરાટ Jપ્રસરાવીને “અતિથિ-સત્કાર” નામક માર્ગાનુસારિતાના ઓગણી શમા ગુણનું વિવરણ વાંચો... વિચારો અને તેનો યથાયોગ્ય જીવનમાં અમલ કરો. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ અતિથિ-સત્કાર માર્ગાનુસારીના ગુણોમાં ઓગણીશમાં નંબરનો ગુણ છે : અતિથિનો સત્કાર, અતિથિની ભક્તિ-સેવા. અતિથિ કોણ ? અતિથિ એટલે કોણ ? એની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારો સમજાવે છે કે જેઓ સતત શુભ-પ્રવૃત્તિમાં યુક્ત છે, “આજે પર્વ તિથિ છે માટે ધર્મ કરો અથવા શુભ અનુષ્ઠાન આચરો” અથવા “આજે પર્વ તિથિ નથી, માટે ધર્મ નહિ કરીએ કે અમુક વિશિષ્ટ સાધના નહિ કરીએ તો ચાલશે” આવો પર્વતિથિ કે અપર્વતિથિનો ભેદ પાડ્યા વગર જેઓ સતત એકાગ્રતા પૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહે છે, જેનું જીવન સત્યવૃત્તિઓનું અને શુભ અનુષ્ઠાનોનું એક સુંદર સરવરિયું છે, તેનું નામ અતિથિ. તિથિ કે અતિથિના ભેદ વગર જેઓ સતત તત્ત્વજ્ઞાનરત રહે છે, ધર્મપ્રવૃત રહે છે અને મોક્ષમાર્ગની આરાધનામાં અનુરક્ત રહે છે, તે “અતિથિ' છે અતિથિનો આ અર્થ મુખ્યત્વે “મુનિ' તરફ જ આંગળી ચીંધણું કરે છે. પરંતુ આ ઉપલક્ષણા-વચન છે. તેથી “અતિથિ'નો મુખ્ય-અર્થ “મુનિ' લઇને ગૌણઅર્થ બીજા પણ લઈ શકાય. આ દૃષ્ટિએ “અતિથિ' ના ત્રણ વિભાગ પાડી શકાય (૧) મુનિ (૨) સાધુ અને (૩) દીન, (યાચક) મુનિ-ભક્તિ એ પરમ કર્તવ્યરુપ : | મુનિ' એટલે હરહંમેશ (તિથિ-અતિથિના ભેદ વગર) જેઓ પાંચ મહાવ્રતોને પાળે છે, પરમાત્માની આજ્ઞા મુજબ નિરંતર આત્માભિમુખી આરાધનાને આરાધે છે, પોતાની પાસે આવનારા મુમુક્ષુઓને જેઓ મોક્ષલક્ષી શુદ્ધ ધર્મદેશના આપીને સન્માર્ગમાં જોડે છે. જેઓ સંસારના સઘળાં પાપ-વ્યાપારોના ત્યાગી છે. અને જિનધર્મના અનુરાગી છે. મોહજનિત વાસનાઓથી મુક્ત બનવાની અને જિનાજ્ઞા-જનિત ભાવનાઓથી યુક્ત બનવાની તેમની સંયમ-સાધના જોઇને ભાવુક પુણ્યાત્માઓના મસ્તક તેમનાં ચરણોમાં સ્વત: ઝૂકી જાય છે. આવા મુનિઓની ભક્તિ કરવી, તેમની સેવા અને પૂજા કરવી, તેમનો ૩૧૧ ** * :::::: Page #319 -------------------------------------------------------------------------- ________________ સત્કાર અને સન્માન કરવું તે કર્તવ્યરુપ છે. મુનિઓ એ સહુથી ઉત્તમ ભક્તિનું પાત્ર છે. તેથી તેમની પૂજા-ભક્તિ અવશ્ય કરવી જોઇએ. મહામંત્રી વસ્તુપાળ હંમેશાં પાંચસો મુનિઓની સુપાત્ર-ભક્તિ ખૂબ ભાવપૂર્વક કરતા હતા. તે સિવાય એક હજાર યાચકોને રોજ ભોજન વગેરે આપતા હતા. | મુનિજનોની ભક્તિમાં ઘણાં ભાવુકો ઓળઘોળ બની જતા હોય છે. મુનિભગવંત આંગણે પધારે એટલે જાણે સુરતરુ આંગણે ફળ્યા હોય એટલો આનંદ સાચા ભક્તના અંતરમાં જાગૃત થઈ જતો હોય છે. મુનિભક્તિના કારણે “ફ્લેટ' બદલ્યો : અહીં યાદ આવે છે, વાલકેશ્વરના તે સુશ્રાવકની મુનિવરો પ્રત્યેની અમાપભક્તિ ! વીસમા માળે તેમનો આલિશાન ફ્લેટ હતો. વૈભવ હતો. સમૃદ્ધિ હતી. અનેક સુખ-સગવડોથી ભર્યો આવાસ હતો. પણ આટલે ઊંચે મુનિવરોનું આગમન થતું ન હતું તેથી મુનિભક્તિના લાભથી તેમના દિવસો વાંઝિયા જતા હતા. આથી તે સુશ્રાવકનું મન બેચેન રહેતું. સાચી ભક્તિ પોતોનો માર્ગ શોધ્યા વગર જંપતી નથી. તે સુશ્રાવકે પહેલા માળવાળા કોઇ સ્નેહીમિત્રને પોતાનો ફ્લેટ લઇ લેવા અને તેના બદલામાં તેમનો ફ્લેટ પોતે સ્વીકારવાની ઓફર મૂકી. અલબત્ત, પહેલા માળના ફ્લેટમાં હવા, ઉજાસ વગેરેની દષ્ટિએ વીસમા માળ જેટલી સવલતો ન હતી. આમ છતાં તે તમામને તે શ્રાવકે ગૌણ ગણી હતી. તેમને મન મુનિવરોની સુપાત્રભક્તિનું સર્વોત્તમ મહત્ત્વ હતું. પહેલા માળનો ફ્લેટ તેમણે બે લાખ રૂપિયા વધારાના આપીને લીધો. આમ કરીને મુનિભક્તિનો લાભ હવે પોતાને રોજ અવશ્ય મળશે, તે જાતનો અપૂર્વ સંતોષ તે શ્રાવકના મનમાં સતત રમતો હતો. જ્યારે અતિથિ પ્રત્યે, મુનીવરો પ્રત્યે અંતરમાં અનુપમ ભક્તિ જાગૃત થઇ જાય છે ત્યારે પોતાની શક્તિનો વિચાર પણ ઘણીવાર ગૌણ બની જતો હોય છે. મુનિઓને દૂધ વહોરાવતી અપૂર્વ ભક્તિ : તે ગામમાં અનેક મુનિવરોના અવાર-નવાર ચાતુર્માસ થતા રહેતા. મુનિ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ ઓની ભક્તિ તે ગામના શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ઉત્તમ પ્રકારે કરતા રહેતા. એક નવ વર્ષનો બાળક એક દિવસ એક મુનિરાજને સવારે નવકારશી વહોરવા આગ્રહ કરીને લઇ ગયો. નાના બાળકની પણ સુંદર ભાવના જોઇને મુનિરાજ તેના ઘરે ગયા. તેના ઘરે ભિક્ષા વહોરવા ગયેલા મુનિએ જોયું તો ઘરની પરિસ્થિતિ સાધારણ લાગતી હતી. છતાં પેલા બાળકની માતાનું અંતર ભક્તિરસથી ઊછળી રહ્યું હોવાની સ્પષ્ટ પ્રતીતિ મુનિવરને થતી હતી. ઘરમાં કુલ ચાર બાળકો દેખાતા હતા. છતાં માતાએ અડધી તપેલી ભરેલું બધું દૂધ મુનિવરના પાત્રમાં ઠાલવી દીધું. મુનિરાજ ‘ના ના...’ કહેતા રહ્યા પણ ભક્તિના આવેગમાં તે સ્ત્રીએ કાંઇ સાંભળ્યું નહિ. પાછા ફરતા મુનિરાજની સાથે પેલો બાળક પણ સાથે હતો. માતાએ સંસ્કાર આપ્યા હતા કે ગુરુ મહારાજને જેમ વહોરવા બોલાવવા જવું જોઇએ, તેમ પાછા મૂકવા પણ ઉપાશ્રય સુધી જવું જ જોઇએ. રસ્તામાં પેલો બાળક મુનિરાજને પૂછે છે : ‘‘ગુરુદેવ'' ! એક વાત પૂછું, મુનિવર કહે : ‘“પૂછ.'' બાળક કહે “ગુરુદેવ ! આપ અહીંથી વિહાર ક્યારે કરવાના છો ?'' બાળકનો પ્રશ્ન સાંભળીને મુનિરાજ આશ્ચર્યમાં ડૂબી ગયા...આ બાળક આવો સવાલ કેમ કરતો હશે તે, એમને ન સમજાયું. તેથી તેમણે બાળકને પૂછ્યું : ‘‘તું આવો પ્રશ્ન કેમ કરે છે ? શું અમે અહીં વધુ દિવસો રહીએ તે તને ગમતું નથી. ?’’ થોડીવાર તો બાળક મૌન રહ્યો. પછી મુનિરાજના વિશેષ આગ્રહના કારણે તે બોલ્યો ઃ ‘‘ગુરુદેવ ! અમે ગરીબ છીએ. આથી અમારી પાસે વધારે દૂધ ખરીદવાના પૈસા નથી. મારી માતા રોજ અડધો લીટર દૂધ લે છે. અમે ચાર બાળકો અને અમારા માતા-પિતા ! એટલા જ દૂધમાંથી અમે બાળકો દૂધ પીએ છીએ અને માતા-પિતા ચાહથી ચલાવી લે છે. ‘પણ...ગુરુદેવ ! જ્યારે ગામમાં આપના જેવા મુનિરાજો પધારે ત્યારે અમારે દૂધ પીવાનું બંધ થઇ જાય છે અને તે તમામ દૂધ મુનિઓને મારી માતા ૩૧૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ વહોરાવી દે છે એટલા દિવસો અમારે ભાતનું ઓસામણ પીને ચલાવી લેવું પડે છે. હવે જ્યારે આપ વિહાર કરશો ત્યારે અમને-ભાઇ-બેનોને-વળી દૂધ પીવા મળશે.” નાના બાળકના મુખેથી તે ઘરની પરિસ્થિતિની વાત સાંભળીને મુનિરાજનું અંતર કકળી ઊઠ્યું. આ પ્રસંગ, કોઇ કલ્પિત કથા કે વાર્તા નથી. પણ બનેલી સત્ય ઘટના છે. આ ઘટના બે વાતો તરફ આપણું ધ્યાન દોરે છે. એક, તો આપણા સાધર્મિકોની જીવનસ્થિતિ કેટલી હદ સુધીની દુઃખમય અને કરુણાસભર બની ગઈ છે !! આ જાણ્યા પછી પણ શ્રીમંતોની નાણાં કોથળીઓ સાધર્મિકોની ભક્તિ માટે છૂટે હાથે ખુલ્લી મુકાશે ખરી ? બીજી વધુ મહત્ત્વની વાત ! આવી દુઃખમય સ્થિતિમાં પણ તે માતા અને પિતાની ‘અતિથિ-મુનિસત્કાર'ની ભાવના કેટલી અદ્ભુત અને અનુમોદનીય હતી !! આવા તો અનેક મુનિભક્ત કુટુમ્બોથી જૈન સંઘનો ભૂતકાળ અને વર્તમાન (પણ) જાજરમાન બનેલો છે. એ નિઃશંક છે. રગે રગે અને લોહીના કણે કણે મુનિસંસ્થા પ્રત્યે અહોભાવ જાગ્યા વગર આવી વિરલ ભક્તિ કોણ કરી શકે ? “ભાવ”નું સૌથી ઊંચું મૂલ્ય : | મુનિજનોની ભક્તિમાં વસ્તુના મહત્ત્વ કરતાં હૃદયમાં ઉછળતા ભાવનું ખૂબ ઊંચું મૂલ્ય છે, એ સતત ધ્યાનમાં રહે. વસ્તુ ઉત્તમ હોય તે તો સારું જ છે. પણ તેથી ય વધુ સુપાત્ર સાધુ અને સાધ્વી પ્રત્યે હૃદયનો ઊર્મિલ ભાવ જબરજસ્ત પુણ્યનું કારણ બને છે. ભક્તિ તો આજેય ખૂબ થાય છે. પરંતુ હૃદયમાં ઉમડતા ભાવની ઓછપ ઘણી જોવાય છે, જેમાં સુધારો થવો ખૂબ જરૂરી છે. યાદ રહે...“સંગમ' નામના બાળકને “શાલિભદ્ર' સર્જનારો આવો વિરલ મુનિભક્તિનો ભાવ જ હતો. - ઉત્તમ દ્રવ્ય ખીર...અતિ ઉત્તમ ભાવ માસક્ષમણના પારણાવાળા મુનિ...અને એથી ય ઉત્તમ હતો સંગમના હૃદયમાં રહેલો ભક્તિનો અદભુત ભાવ... - આ ત્રિવેણી-સંગમના તટે “સંગમ' નો આત્મા ગરીબ નિર્ધન અને ખીર માટે રડી-ઝઘડીનેય માતાને સંતાપનાર બાળક તરીકે મૃત્યુ પામ્યા બાદ “શાલિભદ્ર' ૩૧૪] Page #322 -------------------------------------------------------------------------- ________________ બન્યો જેને મૃત દેવ-પિતા રોજ નવ્વાણું પેટી દેવલોકમાંથી મોકલતા હતાં. જે માખણ જેવો સુકુમાળ હતો અને જેની સમૃદ્ધિ મગધના મહારાજ શ્રેણિકના રાજભંડાર કરતાં ય ઝાઝેરી હતી. | મુનિ-ભક્તિનો અદભુત ભાવ આપણને ય “સંગમ” મટાડીને “શાલિભદ્ર' સર્જી શકે છે અને અંતે સિદ્ધપદ પણ સમર્પી શકે છે...આવી મુનિ-ભક્તિ આપણા જીવનમાં આગવું સ્થાન-માન પામે એ જ અંતરેચ્છા. સાધુનો સત્કાર પણ શિષ્ટાચાર છે : ' અતિથિ તરીકે બીજા નંબરે જેમનું સ્થાન છે તેવા અતિથિઓને “સાધુ કહેવાય. “સાધુ” શબ્દથી અહીં પંચમહાવ્રતધારી નિર્ઝન્ય મુનિઓ કે શ્રમણીઓ નથી લેવાના. તે તો પહેલા નંબરના અતિથિમાં આવી ગયા. “સાધુ' શબ્દથી અહીં ‘સજ્જનો' લેવાના છે. સાધર્મિકો એ ઊંચા સજ્જન છે. તે સિવાયના પણ જે સગુણથી ભરેલા છે. જેમની જીવન-પ્રવૃત્તિ ખૂબ સ્વચ્છ, સુંદર અને શુભ આચરણોથી યુક્ત છે. તેવા સજ્જનો અને સંતો-સગૃહસ્થો પણ “સાધુ' શબ્દથી લેવાના છે. આવા સાધુ-સજ્જનો ઘરના આંગણે આવે ત્યારે તેમની ભક્તિ કરવી, તેમને ઉત્તમ વસ્ત્ર, પાત્ર કે ભોજન વગેરે આપવા દ્વારા તેમનો સત્કાર કરવો તે આર્યદેશના પ્રત્યેક માનવોનું કર્તવ્ય છે. અતિથિનો સત્કાર આર્યદેશમાં એક સુંદર શિષ્ટાચાર ગણાતો હતો અને ગણાય છે. સાધર્મિક ભક્તિ કે અતિથિસત્કાર કરવામાં થોડો ધનવ્યય થાય છે. થોડીક બીજી તકલીફો પણ વેઠવી પડે છે. પરંતુ આની સામે જે લાભો છે તે પણ અપરંપાર છે. અતિથિ-સત્કાર દ્વારા અઢળક પુણ્યપ્રાપ્તિ, તેનાથી પરલોકમાં વિશિષ્ટ સુખાદિની પ્રાપ્તિ વગેરે તો જરૂર થાય છે. પરંતુ આ લોકમાં પણ માન-સન્માન, કીર્તિ, લોકપ્રિયતા વગેરે અનેક લાભો પણ જરૂર મળતા જ હોય છે. આ દષ્ટિએ પણ અતિથિ-સત્કારનો સુંદર ગુણ જીવનમાં આચરવો જોઇએ. - આર્યદેશની આ ધર્મધરાનો ઇતિહાસ એવા અનેક પ્રસંગોથી ઉભરાયેલો છે. જેનું અવલોકન કરતાં રોમરાજી વિકસ્વર બની જાય છે. આંગણે આવેલા અતિથિના પ્રાણની સંરક્ષા કરવા કાજે ભારતના રાજાઓએ શત્રુઓની સાથે રણ રિ Page #323 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ ખેલ્યા છે...એ સંગ્રામમાં ખુવાર થઇ જઇને પણ અતિથિની રક્ષા કરી છે. અતિથિને જીવાડવા, સંરક્ષવા અનેક કુટુમ્બોએ પોતાના પ્રાણસુદ્ધાંની ન્યોચ્છાવરી અદા કરી દીધી છે. આનું કારણ વિચારીએ તો સમજાશે કે આર્યદેશમાં જેમ “પિતૃ દેવો ભવ” “માતૃ દેવો ભવ' જેવા સૂત્રો દ્વારા માતા અને પિતાને દેવતુલ્ય ગણવામાં આવ્યા છે, તેમ “અતિથિ દેવો ભવ' સૂત્રની ભાવનાને પ્રસારવા દ્વારા લોકોમાં અતિથિને પણ દેવતુલ્ય ગણીને તેનો સત્કાર-સન્માન કરવાનું શીખવવામાં આવ્યું છે. સાધર્મિક-ભક્તિ પણ અતિથિ-સત્કાર છે : સાધર્મિક એટલે સમાન-ધર્મી. સમાનધર્મી માનવની ભક્તિ કરવી તે પણ એક પ્રકારનો “અતિથિ-સત્કાર” છે... સાધર્મિકોની ભક્તિને તો જૈનશાસ્ત્રોએ પુષ્કળ મહત્ત્વ આપ્યું છે. પર્યષણ-પર્વનાં પાંચ કર્તવ્યોમાં “સાધર્મિક-ભક્તિ ને બીજા નંબરનું મહત્ત્વનું કર્તવ્ય ગણાવાયું છે. એટલું જ નહિ, એટલે સુધી શાસ્ત્રો લખે છે કે, “એક બાજુ જીવનમાં આચરેલા તમામ ધર્મો મૂકવામાં આવે અને બીજી બાજુ એક સાધર્મિકની એક વખત આચરેલી ભક્તિ મૂકવામાં આવે, તો તેમાં સાધર્મિક ભક્તિનો ધર્મ ચડિયાતો પુરવાર થાય છે.” રાજા કુમારપાળની અદભુત સાધર્મિક-ભક્તિ ઃ અઢાર દેશના માલિક ગુર્જરેશ્વર કુમારપાળ, કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ ભક્ત ને પરમાર્સત્ શ્રાવક હતા. કુમારપાળ રાજાએ પોતાના પરમોપાસ્ય ગુરુદેવનું ભવ્ય સામૈયું કર્યું. તે સ્વાગત યાત્રામાંપૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવે જે વસ્ત્ર પહેર્યું હતું. તે ખૂબ જાડું હતું. તે જોઇને કુમારપાળનું હૈયું વ્યથિત બની ચૂક્યું. ચાલુ સ્વાગતયાત્રાએ કંઇ બોલવું તે અનુચિત લાગતાં ત્યારે તો કુમારપાળ મૌન રહ્યા. પણ ઉપાશ્રયે આવ્યા બાદ, પૂજ્ય ગુરુદેવને વન્દના કરીને કુમારપાળે આચાર્યદેવશ્રીને પૂછ્યું “ગુરુદેવ ! અઢાર દેશનો મહારાજા કુમારપાળ આપનો ચરણસેવક પરમ ભક્ત ! અને આપ આવું જાડું ખધડ જેવું વસ્ત્ર પહેરો, એ મને જચતું નથી. ભગવદ્ ! લોકો શું કહેશે ? લોકો કહેશે કે આવા મહાન આચાર્યનો ભક્ત કુમારપાળ અઢળક સંપત્તિમાન હોવા છતાં મહાકંજૂસ છે. નહિ તો પોતાના ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ ગુરુને વહોરાવવા માટે એક સારું વસ્ત્ર તેની પાસે નથી ? ગુરુવર ! આવી વાત મારા માટે અતિ શરમજનક બાબત ગણાય.’’ તે ત્યારે કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવે જણાવ્યું ‘‘તારી વાત સાચી છે...પણ તને એ વાતની ખબર છે કે આ જાડું ખડબચડું વસ્ત્ર જેણે મને વહોરાવ્યું છે, તારા જ દેશમાં વસનારો તારો જ એક સાધર્મિક ભાઇ છે. તારા પ્રજાજન સાધર્મિકની પાસે એટલી સંપત્તિ નથી કે તે વધુ પૈસા ખર્ચીને સારું વસ્ત્ર ગુરુને વહોરાવી શકે. તારો સાધર્મિક દુ:ખી હોય, સાધારણ સ્થિતિનો હોય અને છતાં એના માટે તું આજ સુધી ઉપેક્ષાવાન્ રહ્યો તે તને લાંછનરુપ લાગતું નથી શું ? આ બાબત તારા માટે શરમજનક નથી શું ?'' તે વખતે કુમારપાળે ગુરુ પાસે પોતાની ભૂલનો એક૨ા૨ કર્યો અને ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે હવે પછી દર વર્ષે એક કરોડ સોનામહોરો સાધર્મિક-ભક્તિ માટે હું વાપરીશ. ત્યાર બાદ શેષ ચૌદ વર્ષ જીવેલા કુમારપાળે ચૌદ કરોડ સોનામહોરો સાધર્મિક ભક્તિ માટે વાપરી. સાવ નિર્ધન ગરીબ સાધર્મિકને તેઓ ૧૦૦ સોનામહોર આપી દેતા. ઉપરાંત વિશેષ જરુરિયાત હોય તો તે મુજબ છુટ્ટે હાથે ધન આપતા. સાધર્મિકોની ભક્તિ કાજેનો વહીવટ કરવા માટે તેમણે આભડ નામના શેઠને રોક્યા હતા. એક વર્ષ પૂરું થયા બાદ આભડ શેઠે કુમારપાળને કહ્યું “મહારાજ ! આ પ્રથમ વર્ષની સાધર્મિક-ભક્તિનો તમામ લાભ આપ મને આપો.’’ ત્યારે કુમારપાળે કહ્યું ‘શ્રેષ્ઠિવર્ય ! એ નહિ બને, તમે તો ઉદાર છો. પરંતુ મારી કૃપણ તરીકેની છાપ છે. અને એ અમુક અંશે સાચી પણ છે. આથી જો હું તે સાધર્મિક-ભક્તિના લાભથી વંચિત રહી જઇશ. તો મારી ધન-મૂર્છા ગાઢ બનશે. માટે આવી વાત હવે પછી કદાપિ કરતા નહિ. અને રાજભંડારીની પાસેથી ૬૨ વર્ષે તમે એક કરોડ સોનામહોરો લઇ જ લેજો.'' આવા હતા આર્યદેશના રાજાઓ ! અને આવા હતા આ ભારત ભૂમિના શેઠિયાઓ ! જેમણે આચરેલાં સત્કૃત્યો આજે પણ આપણી સમક્ષ મશાલ બનીને માર્ગ ચીંધણું કર્યા જ કરે છે. ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર પેથડશાહનો સાધર્મિક-સત્કાર : માંડવગઢના મહામંત્રી પેથડશાહ અપૂર્વ સાધર્મિક-ભક્ત હતા. તેમને રાજા તરફથી વાર્ષિક પગારરુપે ૧૫૬ મણ સોનું મળતું હતું. તેઓ જ્યારે પાલખીમાં બેસીને રાજસભામાં જતા ત્યારે કોઇ પણ સાધર્મિક સામો મળી જાય ત્યારે તેઓ પાલખીમાંથી નીચે ઉતરી જતા અને તે સાધર્મિકને પ્રેમથી પ્રણામ કરતા. તેનો આદર કરતા, ત્યાર બાદ તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપતા. જો સમયની અનુકૂળતા હોય તો જાતે તેને લઇને ઘરે જતા. અથવા તેને એકલો પણ પોતાના ઘરે મોકલતા. ઘરમાં રહેલી પેથડની ધર્મપત્ની પણ સાચા અર્થમાં ધર્મપરાયણા હતી. તે આવેલા સાધર્મિકની અપૂર્વ અને અનુપમ ભક્તિથી સરભરા કરતી. અને પ્રેમથી જમાડતાં જમાડતાં તે તેની તમામ પરિસ્થિતિ જાણી લેતી. તે શેનો ધંધો કરે છે ? તેની આવક વગેરે શું છે ? તેને શેની શેની જરૂરિયાત છે. ઇત્યાદિ બધું કૂનેહ અને કુશળતાપૂર્વક તે જાણી લેતી. અને ત્યારબાદ તેને યથાયોગ્ય પહેરામણી અવશ્ય આપતી. “પહેરામણી' તરીકે માત્ર સવા રૂપિયો અને શ્રીફળથી પતાવી ના દેતી પરંતુ એની ધન સમ્બન્ધી તમામ ચિંતાઓથી તે મુક્ત થઇ જાય, ધંધા વગેરે માટે જરૂરી પ્રારંભિક ધન-પ્રાપ્તિ થઈ જાય, એવું અને એટલું ધન તે શ્રાવકને પહેરામણીરુપે અર્પણ કરતી. કોઇ તે લેવાનો ઇન્કાર કરે તો પણ યેન કેન પ્રકારેણ તેને તે આપ્યા વગર જવા ન દેતી. આવા હતા, અતિથિ-સત્કાર ગુણ સમ્પન્ન મંત્રી પેથડશાહ અને તેમનાં ધર્મપત્ની !! ઝાંઝણશાહની રોમાંચકારી સાધર્મિક-ભક્તિ : આવા પરમ પિતાનો પનોતા પુત્ર હતો: ઝાંઝણ શાહ. તે પણ અવલ નંબરનો સાધર્મિક-ભક્ત હતો. તેની કથા પણ રોમાંચકારી છે. તે ટૂંકમાં જોઇએ. ઝાંઝણ શાહે કર્ણાવતી (આજના અમદાવાદ) થી પાલીતાણાનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. આ સંઘ ખૂબ જબરજસ્ત અને ભવ્ય હતો. અઢી લાખ માણસો તે સંઘમાં જોડાયા હતા. અમદાવાદમાં ત્યારે સારંગ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ દેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સમાચાર મળ્યા કે ઝાંઝણશાહ અઢી લાખ માણસોને લઇને સંઘ કાઢી રહ્યો છે. એટલે રાજાએ ઝાંઝણશાહને જણાવ્યું કે, “તમારા સંઘમાં જેટલા સુખી માણસો હોય તે બધાય ને લઇને તમે મારા રસોડે જમવા પધારો. તે સહુને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે.” ત્યારે ઝાંઝણશાહે સાફ જણાવી દીધું કે, “રાજન્ ! મારા સંઘમાં આવેલા તમામ પુણ્યવાનો મારા માટે સરખા છે. કોઇ સુખી અને કોઇ દુઃખી, કોઇ ઊંચો અને કોઇ નીચો, એવા ભેદ મારે ત્યાં નથી. ભગવાન જિનના સહુ ઉપાસકો...મારા માટે સરખા પૂજનિક છે.માટે આપનું આમંત્રણ હું સ્વીકારી શકું તેમ નથી.' , રાજા સારંગદેવે જણાવ્યું “ઝાંઝણશાહ ! આટલા બધા માણસોની વ્યવસ્થા મારાથી થઈ શકે તેમ નથી. તેથી મુખ્ય બે-ત્રણ હજાર માણસોને લઇને પણ મારું આમંત્રણ સ્વીકારો.” ઝાંઝણશાહે તે વાતનો પણ ઇન્કાર કરી દીધો, સાથે જણાવ્યું કે, “રાજનું ! આપ જો સંમતિ આપો તો સમસ્ત ગુજરાતને મારા તરફથી જમવાનું આમંત્રણ છે. અમારો પાલીતાણાનો સંઘ પૂર્ણ થયા બાદ, આ જ કર્ણાવતીમાં સમસ્ત ગુજરાતને જમાડવાની મારી મહેચ્છા છે.” રાજા સારંગદેવના અહંકારને ટક્કર લાગી...“અરે ! હું ઝાંઝણના સંઘમાં રહેલા અઢી લાખ માણસોને જમાડી શકવા તૈયાર નથી...અને આ...? આ ઝાંઝણશાહ સમસ્ત ગુજરાતને જમાડવા સજ્જ થયો છે ? એનું મગજ ઠેકાણે હોય તેમ જણાતું નથી. ખેર...એનો આ ઘમંડ પણ ઉતારવાની જરુર લાગે છે...તેથી ભલે તે આખા ગુજરાતને જમાડવાનું બીડું ઝડપે. પણ જ્યારે જમણ ખૂટી પડશે, વ્યવસ્થા તૂટી પડશે ત્યારે ઝાંઝણની આબરુના ફનાફાતિયાં થઈ જશે.” રાજાએ ઝાંઝણશાહને જણાવ્યું “આખા યે ગુજરાતને જમાડવાના તમારા મનોરથની હું ખૂબ કદર કરું છું...સંઘ પૂરો થયા બાદ તમારો તે મનોરથ પૂરો કરવામાં હું પણ તમને જરુર સહયોગ આપીશ.” આ બાજુ સંઘ પગપાળા તીર્થયાત્રાએ સંચર્યો. અને બીજી બાજુ રાજા સારંગદેવ સમસ્ત ગુજરાતમાં ખૂબ પ્રચાર કરાવ્યો કે : “અમુક દિવસે અમુક સ્થળે ૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ બધાયને જમવાનું આમંત્રણ છે. તો તમામ લોકોએ જમવા આવી જવું.’ આવા પ્રચાર પાછળ વધુ લોકો ભેગા થાય, તેથી ભોજનનું આયોજન-વ્યવસ્થા તૂટી પડે, રસોઇ ખૂટી પડે અને લોકોમાં ઝાંઝણશાહ બેઆબરૂ બની જાય તેવી દુષ્ટ-વૃત્તિ સારંગદેવની હતી. ઝાંઝણશાહનું સંઘ કાર્ય પુરું થયું. ગુજરાતભરને જમાડવાના નિયત દિવસો આવી ગયા. અને...પૂરા પાંચ-પાંચ દિવસો સુધી આખા ગુજરાતના લોકોને જમાડવામાં આવ્યા. પાંચ-પાંચ સ્થળોએ પાંચ-પાંચ દિવસ સુધી આ જમણવાર ચાલતી રહ્યો. ઝાંઝણશાહની અદભુત વ્યવસ્થા શક્તિ જોઇને લોકો મોંમાં આંગળા નાંખી ગયા. જ્યારે સઘળો જમણવાર પતી ગયો, ત્યારે ઝાંઝણશાહ સારંગદેવને પોતાના કોઠારમાં લઇ ગયો. ત્યાં વધેલા મીઠાઇઓના ઢેરના ઢેર પડેલા જોઇને સારંગદેવ તો સ્તબ્ધ જ બની ગયો. ઝાંઝણશાહે કરેલો આશ્ચર્યકારક અતિથિ-સત્કાર જોઇને સારંગદેવે અંતરના ઉમળકાથી ઝાંઝણશાહને અત્યંત અભિનંદન આપ્યાં. અતિથિ-સત્કારની ભાવના કેવી ભવ્ય હતી આ આર્યાવર્તમાં...તેનું અનુમોદનીય ઉદાહરણ છે આ...!! મહારાજા દંડવીર્ય પણ અદભુત સાધર્મિક (અતિથિ) ભક્તિના આરાધક હતા. તેમને પ્રતિજ્ઞા હતી કે, ‘આંગણે આવેલા સઘળા સાધર્મિકો ભોજન લઇ લે ત્યારબાદ જ પોતે ભોજન ક૨વું.’’ દંડવીર્યની આ પ્રતિજ્ઞાની સુવાસ ચોતરફ ફેલાઇ હતી. ઠેઠ દેવલોકના રાજા દેવેન્દ્ર સુધી એ સુવાસ પહોંચી ગઇ. ઇન્દ્રને દંડવીર્યની પરીક્ષા લેવાનું મન થયું. ઇન્દ્રને શું અશક્ય છે ? તેણે લાખોની સંખ્યામાં સાધર્મિક-શ્રાવકોને દેવીશક્તિથી નિર્મિત કર્યા. અને દંડવીર્યના રાજભધન તરફ મોકલવાનું શરુ કર્યું. આવનારા તમામ સાધર્મિકોની સુંદર ભોજન-ભક્તિ કરવામાં આવતી. પણ આ શું ? સાંજ પડી જવા છતાં સાધર્મિકોની વણઝાર બંધ થઇ નહીં છતાં દંડવીર્યની ભક્તિમાં ઓછાશ આવી નહિ. સૂર્યાસ્ત થયો. રસોડાં બંધ થઇ ગયાં. શેષ રહી ગયેલા તમામ સાધર્મિકોને ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ વિનંતી કરાઇ ‘આપ સહુને આજે ભોજન કરાવી શક્યો નથી...આપ આવતી કાલે પધારજો. અને મને સાધર્મિક ભક્તિનો લાભ આપજો.’’ પ્રતિજ્ઞા મુજબ રાજા દંડવીર્યે પ્રથમ દિવસે ભોજન ન લીધું. સૂર્યાસ્ત થઇ ગયો એટલે પોતે ઉપવાસ કર્યો. બીજો દિવસ થયો. વળી સાધર્મિકોની વણઝાર શરુ થઇ...તેમની ભક્તિ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવી. નવા નવા સાધર્મિકો આવતાં જ ગયા, આવતા જ ગયા. બીજે દિ’ પણ એ જ સ્થિતિ ! સાયંકાલ...સૂર્યાસ્ત...અને સાધર્મિકોની અવિરત ધારા ચાલુ...દંડવીર્યે બીજે દિ' પણ ઉપવાસ કર્યો. ત્રીજો દિવસ...ચોથો...પાંચમો...છઠ્ઠો...સાતમો..અને આઠમો સતત આઠ દિવસ સુધી ઇન્દ્રે દેવીશક્તિથી સર્જેલા સાધર્મિકોનો પ્રવાહ સતત અખંડપણે ચાલતો રહ્યો...ચાલતો જ રહ્યો. અને સાધર્મિકોને જમાડ્યા બાદ જ જમવાના નિયમના કારણે દંડીવર્ય રાજાને ઉપવાસ થતા રહ્યા. આઠ-આઠ દિવસના ઉપવાસ થવા છતાં રાજાના હૃદયમાં રંજ નથી એ વાતનો કે પોતાને આઠ-દિનના ઉપવાસ થઇ ગયા...હા...એ વાતનો રંજ છે કે ઇચ્છા હોવા છતાં પૂરેપૂરા સાધર્મિકોની પૂર્ણ ભક્તિ પોતે ક૨ી ન શક્યા. આઠ દિવસ પસાર થયા...લાખોની સંખ્યામાં સાધર્મિકોની ભક્તિ ઉછળતા ઉમંગ-પૂર્વક દંડવીર્ય રાજા કરતા રહ્યા. ત્યારે છેવટે ઇન્દ્ર થાક્યો...એને થયું કે દંડવીર્યનું સત્ત્વ એટલું જોરદાર છે કે એક મહિના સુધી પણ તમામ સાધર્મિકોને આ રાજા જમાડતો રહેશે અને મહિનાભરના પોતે કદાચ ઉપવાસ પણ કરશે. છેવટે ઇન્દ્ર સ્વયં પ્રગટ થયા. અને રાજા દંડવીર્યની સાધર્મિક-ભક્તિની ભરપૂર પ્રશંસા કરી. વળી, દેવતાઇ ધનુષ્ય અને દિવ્ય કુંડલ રાજાને સપ્રેમ ભેટ આપ્યાં. સંભવનાથ ભગવંતના આત્માએ પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંક૨-નામકર્મની નિકાચના કરી, તેનું કારણ તેમણે કરેલી અદભુત સાધર્મિક-ભક્તિ હતી. તે સમયે એકવાર અતિ ભયંકર કક્ષાનો દુકાળ પડયો હતો. ત્યારે તેમણે અનુપમ પ્રકારની સાધર્મિક-ભક્તિ કરીને જિનનામકર્મની નિકાચના કરી હતી... કેવો અદભુત છે...અતિથિ (સાધર્મિકાદિ) સત્કાર નામનો આ સદ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ગુણ...જે સંસારની સર્વોત્તમ ‘તીર્થંકર-પદવી'ને ભેટ આપવાની પણ જબરજસ્ત તાકાત ધરાવે છે !!! દેવગિરિ નામની નગરીમાં જગસિંહ નામનો એક પરમ જૈન શ્રાવક રહેતો હતો. તે ખૂબ જ ધનાઢય હતો. સાથે પરમ ઉદાર પણ હતો. - પોતાના આશ્રિતોને-નોકરો વગેરેને તે પરમ ઉદારતાથી ધન આપતો. પોતાના ત્રણસો સાઇઠ નોકરોને તેણે એટલું બધું ધન આપ્યું હતું કે તે સહુ માલદાર શેઠ બની બેઠા હતા. આ સહુ નોકરો-જે હવે શેઠિયા બની ગયા હતા તેમને સાધર્મિક-ભક્તિનો મહિમા સમજાવીને જગસિંહ શેઠે એવી સુંદર વ્યવસ્થા કરાવી હતી કે એક-એક શેઠ રોજ સાધર્મિકોનું વાત્સલ્ય (ભક્તિ) કરતા રહેતા...ત્રણસો સાઇઠ શેઠિયાઓ ત્રણસો સાઇઠ દિવસ સાધર્મિક-ભક્તિ કરતા અને આમ સમગ્ર વર્ષ દરમ્યાન સતત સાધર્મિક-ભક્તિ ચાલ્યા કરતી. એક દિવસની સાધર્મિક-ભક્તિનો ખર્ચ બહોંતેર હજાર ટાંક (તે સમયનું ચલણ) આવતો..., - શરાદના આભૂઠશેઠે ત્રણસો ને સાઇઠ સાધર્મિકોને પોતાના જેવા જ ધનાઢય બનાવ્યા હતા. આ બધા પ્રસંગો મુખ્યત્વે સાધર્મિક-ભક્તિના છે. પરંતુ જેમ સાધર્મિકો વિશિષ્ટ વ્યક્તિને પાત્ર છે...તેમ અન્ય સજ્જનો, સદગૃહસ્થો અને સંતો પણ “સાધુ” શબ્દથી સમજવાના છે. અને તેમનો સત્કાર પણ કર્તવ્યરુપ છે. અહીં યાદ આવે છે પેલા સજ્જન-શિરોમણિ એકનાથ ! એક દિવસ પોતાના ગામના પાદરેથી એક સંઘ-પદયાત્રા-પ્રવાસે નીકળેલો-પસાર થતો હતો. આશરે સો જેટલા યાત્રાળુઓ તેમાં હતા. એકનાથની પત્નીએ આ યાત્રિકોને જતા જોયાં. જેવા એકનાથ...સંત કક્ષાના સદગૃહસ્થ...તેવી જ ધર્મપરાયણા તેમની ધર્મપત્ની !! એકનાથની પત્નીને પેલા યાત્રિકોનો ભોજન-સત્કાર કરવાનું મન થયું. તેણે તો ભારે પ્રેમપૂર્વક આમંત્રણ આપી દીધું “પુણ્યવાન યાત્રિકો ! આપ સહુએ મારા ઘરે ભોજન કરવા પધારવું જ પડશે. તે વગર હું આપને આગળ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ વધવા નહીં દઉં.” યાત્રિક-સંઘને હા પાડવી જ પડી. સહુને ઉમળકાભેર લઇને તે સુશીલા નારી પોતાના ઘરે લાવી. આવીને પતિ એકનાથને વાત કરી..એકનાથ પણ યાત્રિકોને જમાડવાનો સુઅવસર મળ્યાથી ખૂબ પુલકિત થયા. સીધે-સામાન તો ઘરમાં ભરપૂર પ્રમાણમાં હતું. પણ ચૂલો સળગાવવા માટેનાં ઇંધણ પૂરતાં ન હતાં. એકનાથના પત્ની મુંઝાઈ ગયાં...હવે શું કરવું ? તેમણે પોતાની મૂંઝવણ પતિ આગળ વ્યક્ત કરી. - એકનાથ પણ થોડી પળો તો મુંઝાઈ ગયા. પછી એમને એકાએક કશુંક સૂઝયું. તેઓ ઊભા થયા. ઘરમાં રહેલું બાપદાદાના જમાનાનું ખૂબ સુંદર અને મૂલ્યવાન રાચરચીલું પત્નીને ઇંધણ તરીકે વાપરવા આપી દીધું. પત્નીએ તેમાંના લાકડાંઓને બાળીને યાત્રિક-સંઘની ભક્તિ પ્રેમપૂર્વક કરીને અતિથિ-સત્કારનું સત્કર્તવ્ય બજાવ્યું. આંગણે આવેલા અતિથિને દેવતુલ્ય ગણ્યા સિવાય આવું સુખ-બલિદાન શી રીતે આપી શકાય ? અતિથિ-સત્કાર માટે ત્રીજા નંબરનું પાત્ર છે...દીન...'દીન' કોને કહેવાય ? જેની ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું સેવન કરવામાં શરીરની અને મનની શક્તિઓ ક્ષીણપ્રાયઃ થઇ ગઈ હોય...આવા દીન-દુ:ખિતો, ભિક્ષુકો, યાચકો, અંગોપાંગથી હીન માનવોની પણ યથોચિત દયા કરવી જોઇએ. આ પણ એક પ્રકારનો અતિથિ-સત્કાર જ છે. સૌથી ઊંચું પાત્ર-સત્કાર માટેનું-મુનિઓ છે. બીજા નંબરે સાધર્મિકો એ પણ ઉત્તમ પાત્ર છે.. આ બીજા વિભાગમાં જ “સાધર્મિકો’ પછી સજ્જનો અને સદગૃહસ્થો વગેરેને સંગૃહીત કરી લેવાના છે. ત્રીજા નંબરે દીન-દુ :ખીતો, યાચકો વગેરે દયાનું-કરુણાનું પાત્ર છે. તેમને ધન-અન્નાદિ આપવું, તે પણ ઔચિત્યનો જ એક પ્રકાર છે. શાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે, “ઔચિત્યથી રહિત વિપુલ ગુણ-સમુદાયનો Page #331 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈ અર્થ નથી. એવો ગુણ-સમૂહ તો ક્યારેક ઝેરનું કામ કરે છે.” આ વિધાન દ્વારા દયા-દાનાદિ ઔચિત્યનું જીવનમાં કેટલું મહત્ત્વ છે...તે સમજી શકાય તેમ છે !!! અહીં એ વાતનું વિશેષ ધ્યાન રહે કે, મુનિઓ, સાધર્મિકો, સદગૃહસ્થો અને દીન-વાચકો-આ બધાયને સરખા” ગણી શકાય નહીઃ “સબ સમાન” નો પ્રચાર આ બાબતમાં ચલાવી ના શકાય. જે ઊંચું પાત્ર છે, તેને વિશેષ બહુમાન આપવું જોઇએ. જે નીચું પાત્ર છે, તેને ઉપરના પાત્ર કરતાં ઓછું બહુમાન અપાય કે ઓછી ભક્તિ-સત્કાર થાય તેમાં તેને કોઇ અન્યાય કરાયો છે, તેવું માની ના શકાય. જગતના વ્યવહારમાં પણ “સર્વત્ર સબ સમાન”ની પદ્ધતિ ચાલતી નથીચાલી શકતી નથી. શેઠ અને નોકર..પિતા અને પુત્ર માતા અને પત્ની રોગી અને નીરોગી.. મુનિ અને સંસારી...પ્રધાન અને પટાવાળો..શ્રીમંત અને ગરીબ શું આ બધાયની સાથે સરખો વ્યવહાર ચાલે છે ખરો ? ના...જરાય નહિ... નોકર શેઠને હાથ જોડે, તેમનું કામ કરે. તેમની પાસેથી પગારાદિ લે..તો શું શેઠ નોકરને હાથ જોડે, નોકરનું કામ કરે છે તેની પાસેથી પગારાદિ માગે તો તે ઉચિત છે ? અને...તે શક્ય પણ છે ? ના.. નહિ જ, પુત્ર પિતાની આજ્ઞા માને, ભક્તિ-સેવા કરે તો પિતાએ પણ પુત્રની આજ્ઞા માનવી જોઇએ કે સેવા-ભક્તિ કરવા જોઇએ તેમ કહી શકાય ખરું ? હરગિઝ નહીં. માતા સાથે પૂજ્યતાનો વ્યવહાર થાય...તેમની સેવા કરાય...પણ પત્ની સાથે પતિ પૂજ્યતાનો વ્યવહાર ન કરે...તેને ગાડી-ઘરેણાં વગેરે જરૂરિયાતની ચીજ-વસ્તુ લાવી આપે...બસ...એ જ કર્તવ્ય ગણાય...માતા અને પત્ની સાથેના વ્યવહારમાં સમાનતા કદાપિ ચાલી ના શકે. રોગીને ઔષધની જરુર હોય, તેથી ઔષધ અપાય...અને નીરોગીને ઔષધ બિનજરૂરી હોવાથી ન અપાય...તો તેમાં કશો અન્યાય નથી. અરે ! તેમ કરવું તે જ જાય છે. માતા સાથે પૂજ્યતાનો વ્યવહાર થાય...તેમની સેવા કરાય...પણ મુનિરાજને વંદન કરાય...તેમની વિશેષ ભક્તિ-બહુમાન થાય...સંસારીજનને કાંઇ વંદન Page #332 -------------------------------------------------------------------------- ________________ ન થાય. મુનિઓની જે રીતે ભક્તિ કરાય છે, તે રીતે ભક્તિ પણ ન થાય. મુનિ અને સંસારી-બન્નેને સમાનરુપે ન જ ગણાય. પ્રાકૃત વિષયમાં પણ સત્કારને પાત્ર એવા મુનિ...સાધુ (સાધર્મિક તથા સજ્જનો) અને દીન, ત્રણ વિભાગ પાડ્યા છે. તેમાં પ્રથમ નંબરનું પાત્ર મુનિઓ, ભક્તિનું પાત્ર છે, બીજા નંબરનું પાત્ર-સાધુ, સદ્ભાવનાનું પાત્ર છે અને ત્રીજા નંબરનું પાત્ર-દીન (યાચકો), દયાનું પાત્ર છે. - ભક્તિનાં પાત્ર-મુનિઓની ભક્તિ-બહુમાન જ કરવું જોઇએ. જો તેમની સાથે માત્ર સર્ભાવ કે દયા દાખવાય તો તે અનુચિત છે. સભાવના પાત્ર-સાધુની સાથે દયા ન દાખવાય. અને દયાના પાત્ર-દીન, યાચકની સાથે ભક્તિનો વ્યવહાર ન કરાય. આમાં વિવેકદષ્ટિ ખૂબ મહત્ત્વની છે. જે જેનું સ્થાન અને માન હોય, તેટલું સ્થાન-માન તે વ્યક્તિને આપવું, તે અન્યાય નથી પણ વિવેક છે. ઉચ્ચ સ્થાન ધરાવનારાને તેને યોગ્ય માન ન આપવું. પણ ઓછું માન આપવું, ઓછી ભક્તિ વગેરે કરવી...તે અવિવેક છે. અને નીચલા સ્થાનવાળાને ઉચ્ચ સ્થાનવાળા જેવુંજેટલું માન આપવું...કે તેવી વ્યક્તિનું બહુમાન કરવું તે પણ અવિવેક છે. - જો જીવનમાં માત્ર મુનિની ભક્તિને જ મહત્ત્વ અપાય, સ્થાન અપાય અને દીન-દુ:ખિતોની દયાને જરાય મહત્ત્વ ન અપાય...તો તે પણ અયોગ્ય જ છે...કારણ કે ધર્મનું મૂળ દયા છે. દયા વગર ધર્મનું અસ્તિત્વ જ ટકી શકતું નથી. એ જ રીતે...જનસેવાને જ પ્રભુસેવા માનીને માત્ર જનસેવા (દીન-દુ:ખિતો પ્રત્યે દયાપૂર્વક દાનાદિ) ને જ કરનારા, અને મુનિઓની ભક્તિ સેવા તરફ દુર્લક્ષ્ય સેવનારા, એટલું જ નહિ, તે મુનિઓ પ્રત્યે મનમાં અનાદરવૃત્તિ હોવાથી જ તેમને સમાજ ઉપરના નિરર્થક બોજરૂપ સમજનારા જીવો પણ વિશિષ્ટ પુણ્ય સંચયથી વંચિત રહી જાય છે. એટલું જ નહિ મુનિજનો પ્રત્યેની અનાદરવૃત્તિના કારણે પાપના ભાગીદાર પણ બને છે. તે શાસ્ત્રો કહે છે કે, ઉત્તમ જિનાજ્ઞાને સુંદર રીતે નિજ-જીવનમાં આરાધતા મુનિવરોની (શ્રમણ-શ્રમણીઓની) ભક્તિ વિશિષ્ટ પ્રકારના પુણ્યની પ્રાપ્તિનું કારણ છે. જ Page #333 -------------------------------------------------------------------------- ________________ જે સમયે, જે કાળે જે વ્યક્તિ માટે જે કાર્ય ઉચિત હોય તે વ્યક્તિએ તે સમયે તે કાર્ય આચરવું જોઇએ. આ જ કર્તવ્યરુપ છે. તીર્થકર ભગવંતો પણ ગૃહસ્થાવસ્થામાં પોતાનાં માતા-પિતા વગેરે બહુમાનનીય વ્યક્તિઓની સેવા-ભક્તિ અને બહુમાન કરે છે...વળી, દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી તમામ નગરજનોને વર્ષીદાન આપે છે. તેના દ્વારા “તમારે પણ દીન-દુ:ખિતો પ્રત્યે દયા અને દાન આચરવાં જોઇએ” એમ પણ સૂચિત કરે છે. આમ અતિથિના ત્રણ વિભાગ-મુનિઓ, સાધુ અને દીન, આ ત્રણેયનો યથોચિત રીતે સત્કાર કરવો જોઇએ. યથોચિત એટલે જેનો જે રીતે સત્કાર કરવો ઉચિત હોય તે રીતે સત્કાર કરવો. | મુનિનો ભક્તિભાવે જ સત્કાર થાય, દયા ભાવે નહિ...સાધુનો (સાધર્મિકોનો તથા સજ્જનોનો) સદ્ભાવપૂર્વક અથવા પ્રેમપૂર્વક સત્કાર થાય...અને દીનવાચકોનો દયાભાવે સત્કાર થાય...આનાથી વિપરીતતા આચરનાર વ્યક્તિને લાભ થતો નથી. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ બની ગયેલી એ અમરકૃતિ ! શિશુપાલવધ ! જેણે તેના રચયિતાને વિશ્વવ્યાપી કીર્તિનો સ્વામી બનાવ્યો હતો. મહાકવિ માઘ ! એ અમરકૃતિના કર્તા ! પણ મારે એ કહેવું છે કે એ અમરકૃતિના કર્તુત્વે માઘને સંસ્કૃત-સાહિત્યમાં અમર બનાવ્યો...અને...ઔદાર્યભરી એની અજબ મનોવૃત્તિએ માઘ વિશ્વ-જગતમાં “આદર્શ દાનવીર' તરીકે સુપ્રસિદ્ધ બન્યો... માઘને સંઘરવામાં આનંદ ન હતો. પણ બીજાને દેવામાં જ દિવ્ય હર્ષની અનુભૂતિ થતી હતી. બીજાના સુખમાં સુખી થનાર દુનિયામાં મળતા વિરલા માનવીઓમાંનો તે એક હતો. કોઇ પણ દીન, દુઃખી અને નિરાધારને માઘ જોતો અને એનું દિલ દ્રવી ઊઠતું...એ પોતાની પાસે જે કાંઇ હોય તે ઉદારહાથે આપી દેતો...આંગણે આવેલા યાચક નિરાશવદને પાછો ફરે એ માઘને કદી પરવડતું નહિ. શ્રીમાળ...એટલે આજનું ભીનમાલ...રાજસ્થાનમાં આવેલી આ ગૌરવવંતી નગરી માઘની જન્મભોમ હતી. માઘ કવિના પિતા એક રાજમાન્ય પુરુષ હતા. એટલું જ નહિ...વિદ્વાન અને નગરજનોમાંય આદરણીય વ્યક્તિ હતા. ૩૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ અપાર સમૃદ્ધિ અને અઢળક ઋદ્ધિ એમનાં ચરણોમાં આળોટતી હતી. માઘની જન્મકુંડળીને જોઇને જોષીઓએ જોષ ભાખ્યાં કે, “આ બાળક અંત-સમયે નિધન બની જશે.' સમૃદ્ધિમાન પિતાએ વિચાર્યું...આ ભાવિના લેખ ઉપર મેખ મારું...જોષીઓના જોષને સંપત્તિના જોશ ઉપર મિથ્યા ઠેરવું... પિતા વિચારે છે: માઘનું વધુમાં વધુ આયુષ્ય કેટલું ? સો વર્ષનું !! સો વર્ષના દિવસ કેટલો ? છત્રીસ હજાર. બસ..પિતાએ છત્રીસ હજાર ચરુઓ તૈયાર કર્યા અને તે દરેકમાં અઢળક હીરા-માણેક અને સુવર્ણમુદ્રાઓ ભર્યા. આ સિવાય પણ અતિવિપુલ ભોગ સાધનોનો ભંડાર પિતાએ માઘને અર્પિત કર્યો...અને પિતા પરલોકવાસી થયા. પણ...માઘનું અંતર ઉદાર હતું...એની પ્રકૃતિ ખુશમિજાજી અને પ્રવૃત્તિ દાનશૂર હતી...પ્રાપ્ત-સંપત્તિને પોતે યોગ્ય રીતે ભોગવતો અને ગરીબ-યાચકોને છૂટે હાથે વિપુલ ધન દાન આપતો... થોડાંક વર્ષો વીત્યાં અને માધનો વિપુલ ધનભંડાર પણ ખૂટી ગયો...છત્રીશ હજાર ચરુઓ સાફ થઇ ગયા...એક સમયનો ધનાઢય માઘ આજ દરિદ્ર થઇ ગયો... માઘને દારિદ્રયની ચિંતા ન હતી...ચિંતા હતી તો એ કે, કાલે સવારે યાચકો-દીન દુ:ખીઓ આવશે તો હું તેમને આપીશ શું ? શું મારા આંગણે આવેલો અતિથિ નિરાશહૃદયે પાછો ફરશે ? માધના માટે આ વાત અસહ્ય હતી. તેણે નિર્ણય લઈ લીધો...હવે શ્રીમાળનગરમાં રહેવું નથી. માદરેવતનને છોડીને બીજા કોઇક નગરમાં જઇને હવે વસવું છે.” માલવદેશ...તેની રમણીય રાજધાની ઉજ્જયિની...મહારાજા ભોજ તે જમાનામાં વિધાવ્યાસંગી, વિદ્વાન અને પંડિતજન પ્રેમી પોતાના પરિવાર સાથે અવંતીમાં આવી વસ્યો. પણ કરુણતા એ બની કે અવંતીમાં આવતાની સાથે જ માઘ બીમાર પડ્યો. બીમારીમાં ઉપચાર કરવા સંપત્તિ નથી...છતાં બીજા પાસે માંગીને લેવાની જેની જરાય મનોવૃત્તિ નથી...એવો આ પરમ સત્ત્વશીલ અને ખુદ્દાર કવિપતિ છે. દીન દુ:ખીઓને અઢળક સંપત્તિનું દાન કરનાર મહાકવિ માઘ અવંતીમાં ૩૨૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ પધાર્યા છે...એ વાતની જેમ જેમ જાણ થતી ગઇ, તેમ તેમ અવંતીમાં પણ અનેક યાચકોના ટોળાં માઘના ઘરે ઊભરાવાં લાગ્યાં. માઘની ધર્મપત્ની પણ ખરેખર અદભુત સ્ત્રી હતી. પતિ અને પત્ની ભૂખ્યા રહીને પણ ગરીબોને આપતાં ગયાં... અને ઘરવખરીનું પણ દાન દેવા લાગ્યાં. પણ હવે તો હદ થતી હતી. વસ્ત્ર યાચકો પણ ગરીબ છતાં હૃદયના તવંગર માઘની કથળેલી સ્થિતિને જોતાં સ્વયં પાછા વળવા લાગ્યાં. પણ આનાથી તો માઘનું દાનશીલ હૃદય વધુ સંતપ્ત થવા લાગ્યું. માઘને વિચાર સ્ફુર્યો : આ મારી અણમોલ કૃતિ ‘શીશુપાલ-વધ’ રાજચરણે ધરીને સમ્પત્તિ મેળવી લઉં તો ? તો બીચારા અનેક યાચકોની નિરાશા આશામાં પલટાઇ જશે. ૬ :ખિત અને પીડિત અવસ્થામાંય જાતની નહિ, જગતની ચિતાં કરનારો આ માનવી, કેવી માટીથી ઘડાયો હશે ? !! માઘકવિએ પોતાની દિવ્યકૃતિ ‘શીશુપાલ-વધ' ને લઇને નિજ-પત્નીને રાજસભામાં મોકલી...મહારાજા ભોજ માઘની અમકૃતી પોતાના આંગણે આવેલી જોઇને રાજસિંહાસન ઉપરથી ઊભો થઇ ગયો...માઘ-પત્નીને ભોજે ભારે આદર અર્ધો અને માઘની અમરકૃતિને ભાવથી પ્રણામ કર્યા. ,, માઘપત્ની બોલ્યાં ‘‘રાજન્ ! મારા પતિદેવે રચેલી આ દિવ્ય રચના આપને અર્પિત ક૨વા આવી છું. એના બદલામાં...આપ ઉચિત દ્રવ્યનું દાન કરશો તો આંગણે આવતા અતિથિઓનો સત્કાર કરવાનું અમારા માટે સરળ બનશે... રાજા ભોજ બોલ્યા : ‘‘દેવી ! કવિવર માઘની કૃતિને મારી રાજસભામાં રાખવા મળે એને હું મારું ૫૨મ સૌભાગ્ય ગણું છું. આ કૃતિના મોલ તો અણમોલ છે. પણ છતાં...હું આપને એક લાખ સુવર્ણમુદ્રા અર્પણ કરું છું.'' લાખ સુવર્ણમુદ્રાને લઇને પુલકિત બનેલા માધના પત્ની રાજદરબારેથી ઘરે પાછા ફરતાં હતાં...ત્યારે જ...ટોળે વળેલાં અનેક યાચકોને દાન દેતાં...દેતાં...ઉદાર પતિના આ ઉદાર ધર્મપત્ની ઘેર આવ્યાં ત્યારે તમામ ધન ગરીબોને દાનમાં અપાઇ ગયું હતું... ઘરમાં પ્રવેશતા પત્નીને પંડિતરાજ પૂછે છેઃ દેવી આ આંગણે અતિથિ ઊભો છે. તમે જે ધન લાવ્યા હો તેમાંથી થોડું આપો.'' ત્યારે પત્ની કહે છે : ૩૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ “નાથ ! શિશુપાલ વધની કદરદાની રુપે મળેલી લાખ સુવર્ણમુદ્રાઓ તો અહીં આવતાં આવતાં જ ગરીબોને દેવાઇ ગઇ...હવે શું આપું ?'' ત્યારે અશ્રુભીની આંખે પંડિત ધર્મપત્નીના હાથમાં રહેલાં સોનાના બે કંકણ તરફ ઇશારો કરે છે...ચતુર પત્ની સમજી જાય છે...અને હાથમાં રહેલાં બન્ને સુવર્ણકંકણ અતિથિના હાથમાં મૂકી દે છે : દંપતીની ચાર આંખો, દાન આપી શકાયાના આત્મસંતોષથી છલકાઇ ઊઠે છે...પણ...આ શું ? જોયું...તો આંગણે વળી કોક યાચક આવી ઊભો હતો. હવે આ યાચકને હું શું આપીશ ? એ ચિંતામાં માઘનું હૃદય અપાર વેદનાથી કણસી ઊઠયું. તે પોતાના હૃદયને જ કહે છે : “આજ દિન સુધી મેં કોઇ યાચકની યાચનાનો ભંગ કર્યો નથી. પણ આજે મારું હૃદય વેદના અનુભવે છે. હું ખૂબ મુંઝાઇ ગયો છું. ‘હવે મારે શું કરવું ? શું અતિથિને નિરાશ કરીને પાછો કાઢું ? તો શું પ્રાણત્યાગ કરી દઉં ? ના...ના...આત્મહત્યા તો અપરાધ છે...તે મારાથી કેમ થાય ! “તો, હે મારા પ્રાણો ! હું તમને વિનંતિ કરું છું કે યાચકને જો હું કાંઇ જ દઇ શકું તેમ ન હોય...તો આ યાચક મારા આંગણેથી પાછો ફરે તે પહેલાં જ તમે મારા શરીરમાંથી ચાલ્યા જાઓ.'' અને...ખરેખર...તે જ ક્ષણોમાં માઘ કવિના પ્રાણો શરીરમાંથી વિદાય થઇ ગયા...માઘનો આત્મા પરલોકના પંથે પદસંચાર કરી ગયો... અસ્થિ અને મજ્જામાં ‘અતિથિ-સત્કાર'ની ભાવના રમમાણ થઇ ગયા સિવાય આ કેમ સંભવે ? કેવું ઔદાર્ય ! હૃદયની અપરિસીમ સંકલ્પબદ્ધતા ! કેવી ધીરતા ! કેવું સત્ત્વ ! કેવી વીરતા ! ભારત દેશના અતિથિ-સત્કારની અનોખી અને દિગંત વ્યાપી યશ:કીર્તિને સુણાવતા માઘના આ દૃષ્ટાંતમાંથી આપણે પણ પ્રેરણા પામી ને અતિથિસત્કાર' ગુણને જીવન ઉદ્યાનમાં ખીલવા દઇએ...] વચન અને કાયાથી બંધ ઊભો થાય પણ મનથી અનુબંધ ઊભો થાય આ વાત ન ભૂલાય... ૩૨૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ ગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૦મો ગુણ અભિનિવેશનો ત્યાગ आग्रही बत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धि यंत्र, तत्र सुखमेति निवेशम् । અભિનિવેશ એટલે દુરાગ્રહ... ખોટો મતાગ્રહ-હઠાગ્રહ...પોતાનો જ ક્કકો કરવા સતત પ્રયત્નશીલ રહેવું...વ્યક્તિની જરૂરીયાતો બદલાય તેમ માન્યતા પણ બદલાતી રહેવાની, સાવ ઝીણી ઝીણી બાબતોએ ઘરમાં/સંઘમાં સમાજમાં સંઘર્ષની હોળી પ્રગટાવી દીધી છે... સંકલેશો અને તોફાનો સર્જાય છે.. આ બધાયનું સમાધાન આ ગુણમાં છે. જીવમાત્રના કલ્યાણની ભૂમિકાનું બીજ પડ્યું છે આ ગુણની આરાધનામાં. સદ્ભાવ અભિનિવેશની આધારશિલાને તોડે છે... સર્વત્ર ઊભો કરીએ અહોભાવ... જમાવી દઇએ સદ્ભાવ... પ્રથમ સમજી તો લઇએ...વાંચો આ ગુણને ! ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ $ - ૩૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી ગુણોના વિષયમાં ર૦માં નંબરનો ગુણ છે “અભિનિવેશ ત્યાગ...' અભિનિવેશ એટલે દુરાગ્રહ...ખોટો મતાગ્રહ-હઠાગ્રહ, પોતાનો કક્કો ખરો કરવા મથવું...આ અભિનિવેશનો સર્વેસર્વા ત્યાગ એ એક મહાન ગુણ છે. આ ગુણનું વિવેચન કરતા પહેલાં આ એક દ્રષ્ટાંતને જાણી લઇએ. સરળતા ‘વંદે માતરમ્'ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કોઇ એક વિષય પર પોતાનો અભિપ્રાય પ્રગટ કરેલો...પરંતુ પાછળથી તે બરાબર ન લાગતાં એ અભિપ્રાય તેમણે બદલ્યો...બદલાયેલો અભિપ્રાય જાણીને લોકોએ તેમના પર ચંચળ..અસ્થિર મનવાળા...ભૂલકણા...” વગેરે પ્રકારના હલકા આક્ષેપો કર્યા...આટઆટલા આક્ષેપોની ઝડીઓ વરસવા છતાં તેમણે એ આક્ષેપોનો કોઇ રદિયો ન આપ્યો. પરંતુ આ આક્ષેપોથી તેમના મિત્રો અકળાઇ ગયા... “તમે કોઇ ને કોઇ ખુલાસો તો બહાર પાડો જ !...મિત્રોના આવા અતિ આગ્રહથી તેમણે એક ખુલાસો બહાર પાડ્યો...તેમાં તેમણે જણાવ્યું કે, “જેમને પોતાનો અભિપ્રાય બદલવાની ક્યારેય જરુર જ ન હોય તે ખરેખર મહાપુરુષ છે...પરંતુ પોતાનો અભિપ્રાય ભૂલભરેલો છે એવું જાણવા છતાંય એ અભિપ્રાયને વળગી રહેનારો કપટી છે...હું મહાપુરુષ તો નથી જ, પણ સાથે સાથે કપટી બનવાની પણ મારી તૈયારી નથી. તેથી મને જે ઠીક લાગ્યું છે તે મેં રજૂ કર્યું છે !' તેમના આ મર્દાનગીભર્યા સરળ ખુલાસાથી વિરોધીઓ તેમની પાસે આવીને ક્ષમા માગી ગયા ! કેટલી મજેની આ વાત છે ! સાચી વાત જાણ્યા પછી પણ પોતાની ખોટી વાતોને છોડવાની જેઓની તૈયારી નથી તેવા માણસો ધર્મ પામવા માટે તો નાલાયક છે જ, પરંતુ સંસારના દરેક ક્ષેત્રમાં તેઓ અંધાધૂંધી સજર્યા વિના રહેતા નથી... ( કૌટુંબિક જીવનમાં કે વ્યાવસાયિક ક્ષેત્રમાં, વિદ્યાર્થી-અવસ્થામાં કે શિક્ષક તરીકેના જીવનમાં, આશ્રિત તરીકે રહેવામાં કે વડીલ તરીકે જીવવામાં આ ગુણનું જો વ્યવસ્થિત પાલન ન હોય તો સંઘર્ષો પેદા થયા વિના રહેતા નથી... “આ (ા જ ૩૩૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ હઠાગ્રહ-કે દુરાગ્રહ જન્મે છે અહંકારમાંથી અને અહંકાર સદાને માટે બીજા પર આક્રમણ કરનારો હોય છે ! “મને જે ગમે છે તે તમને ગમવું જ જોઇએ...મને જે સાચું લાગે છે તે તમને પણ સાચું લાગવું જ જોઇએ !” અહંકારની આ પ્રવૃત્તિ છે...અને એ પ્રવૃત્તિ આફતોને નોતર્યા વિના રહેતી નથી... એક વાત ખાસ ખ્યાલમાં રાખજો કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ અલગ હોય છે...અને એ જરૂરિયાતોના આધારે તેઓની માન્યતા નિર્મિત થતી હોય છે. ભેંસને માટે ઘાસ એ જીવન છે...તો ભૂંડને માટે વિષ્ટા એ જીવન છે ! બાળકને માટે દૂધ એ જીવન છે, તો યુવક માટે રૂપિયા એ જીવન છે ! ગરીબ માટે ભીખ એ જીવન છે, તો શ્રીમંત માટે સુખ-સાહૂબી એ જીવન છે ! હવે આ પરિસ્થિતિમાં એક વ્યક્તિ પોતાનું સત્ય બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે તો એ કેટલું ઉચિત કહેવાય ? એમાં સફળતા પણ ક્યાંથી મળે ? અરે ! અલગ અલગ વ્યક્તિની વાત તો છોડો...પરંતુ એક જ વ્યક્તિનું સત્ય પરિસ્થિતિ બદલાતાં બદલાઇ જતું હોય છે...બાળપણમાં રમકડાં મેળવવા માટે રડતો છોકરો યુવાવસ્થાએ પહોંચ્યા પછી રમકડાંની સામે નજર પણ નાખતો નથી...! પ્રારંભમાં બાળમંદિરમાં પણ જવાનો ઇન્કાર કરી દેતો બાળક થોડા વખત પછી એક પણ દિવસ નિશાળમાં ગેરહાજર રહેવા તૈયાર થતો નથી ! ગરીબીના સમયમાં ભીખ માગવા ગલીએ ગલીએ કોઇપણ જાતની શરમ રાખ્યા વિના ભટકતો ભિખારી શ્રીમંત થયા પછી બીજાના ઘરે રુપિયા લેવા જતાંય શરમાય છે ! આ વાતને સદાય નજર સામે રાખીને જીવન જીવવામાં આવે તો મોટે ભાગે સંઘર્ષો થવાનો સંભવ જ નહિ રહે.. સામી વ્યક્તિ પ્રત્યે દુશ્મનાવટ પેદા નહિ થાય...આપણા જીવનમાં સંકલેશોના તોફાનો ઊભા નહિ થાય... કૌટુંબિક જીવનમાં થતા સંઘર્ષોના મૂળમાં જશો તો મોટે ભાગે આ અભિનિવેશ જ કારણભૂત હશે...સાસુ માને છે કે મારી મરજી મુજબ જ વહુએ આ ઘરમાં રહેવું જોઇએ ! બાપ માને છે કે મારી ઇચ્છા મુજબ જ છોકરાએ ધંધો કરવો જોઇએ ! મોટાભાઇ માને છે કે નાનાભાઇએ દરેક પ્રવૃત્તિમાં મને પૂછવું જ જોઇએ ! પતિ માને છે કે મારી રજા વિના પત્નીએ કોઇની સાથે વાત પણ ન ૩૩૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ કરવી જોઇએ ! વહુ માને છે કે મારી એક પણ પ્રવૃત્તિમાં સાસુએ ડખલ ન કરવી જોઇએ ! દીકરો માને છે કે મારા ધંધાની બાબતમાં પિતાજીએ જરાપણ હસ્તક્ષેપ ન કરવો જોઇએ ! નાનો ભાઈ માને છે કે પિતાજીની ગેરહાજરીમાં મોટાભાઇએ મારી તમામ ઇચ્છાઓ પૂરી કરવી જોઇએ ! પત્ની માને છે કે મારી સઘળીય માંગણીઓ પતિએ સંતોષવી જ જોઇએ ! બસ, ચિત્તની આવી મનોવૃત્તિ કૌટુંબિક જીવનની શાંતિને હરી લે છે...સાવ ઝીણી ઝીણી બાબતો ખાતર જીવનમાં ભયંકર સંઘર્ષો પેદા કરે છે...અરે ! ક્યારેક તો ન ધારેલી હોનારતો જીવનમાં સર્જી દે છે ! નાનકડી ચિનગારી હમણાં જ એક જગ્યાએ બની ગયેલો સત્ય પ્રસંગ વાંચવા મળ્યો... તાજા જ લગ્ન કરીને પતિ-પત્નિ બહાર હવા ખાવાના સ્થળે ફરવા ગયેલાં...પતિએ પત્નીને માટે લગભગ બાર-પંદર જેટલી સાડીઓ ખરીદેલી હતી. એક દિવસ સાંજના બન્ને બહાર જવા નીકળ્યા...પત્નીએ જે સાડી પહેરી તે પતિને ન ગમી...પતિએ પત્નીને બીજી સાડી પહેરવા સમજાવ્યું...પત્નીએ ઇન્કાર કરી દીધો... “સાડી મારે પહેરવાની અને કઈ સાડી પહેરવી એ નક્કી તમારે કરવાનું ? એ હરગીજ નહિ બને...મને તો આ જ સાડી ગમે છે અને હું આ જ સાડી પહેરવાની !” હું તને આ સાડી પહેરીને બહાર લઇ જવા તૈયાર નથી...કારણ કે તું આ સાડીમાં જરાય શોભતી નથી !' પતિએ પત્નીને સંભળાવી દીધું ! તો જાવ તમે એકલા ! આ સાડી સિવાયની બીજી કોઇપણ સાડી પહેરીને બહાર આવવા હું તૈયાર નથી.” પત્નીએ પોતાની વાત પકડી જ રાખી... | ગુસ્સામાંને ગુસ્સામાં પતિ બહાર નીકળી ગયો...આ બાજુ પત્નીને આ બનાવ પરથી ભવિષ્યના આવા કેટલાય બનાવોની કલ્પનામાં એટલો બધો ગુસ્સો આવી ગયો કે આવેશમાં ને આવેશમાં રૂમનાં બારણાં બંધ કરી...શરીર પર ઘાસતેલ છાંટીને દીવાસળી ચાંપી દીધી...ભડથું થઇને ખલાસ થઇ ગઇ ! રિબાઇ રિબાઇને મરી ! કેટલી મામૂલી વાત ! બંનેમાંથી કોઇએ પોતાની વાત જતી કરી નહિ.. (૩૩૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિણામ કેટલું ખરાબ આવીને ઊભું રહ્યું ? યાદ રાખજો, કે જેમાં તમારી પસંદગી છે તેમ સામી વ્યક્તિની પણ પસંદગી છે...તમને એક ચીજ ગમે છે.. સામી વ્યક્તિને બીજી ચીજ ગમે છે... ભલે ને સામી વ્યક્તિ તમારી આશ્રિત હોય...છતાં તેની પાસે તેનું પોતાનું મન છે. તેને પોતાની આગવી મહત્ત્વાકાંક્ષા છે...તેનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે...એ તમારી સાથે સઘળી બાબતોમાં સંમત શી રીતે થઈ જાય ? સામી વ્યક્તિનું મન પ્રવાહી જેવું નથી કે તમારી પસંદગીના ઢાંચામાં તે ઢળાઈને ગોઠવાઇ જાય ! અને એટલા જ માટે તમારી કોઇપણ વાત સામી વ્યક્તિ પાસે રજૂ કરો ત્યારે આ સઘળીય વાસ્તવિકતાનો અચૂક ખ્યાલ રાખજો...અને પછી જોજો, તમે કલ્પનાય નહિ કરી હોય તેવું પરિણામ આવીને ઊભું રહેશે ! વ્યસનમુક્તિ સ્કૂલમાં ભણતા પોતાના પુત્રને સિગરેટનું ભારે વ્યસન લાગી ગયું છે એની તેના પિતાને ખબર પડી...“જો ધમકાવી નાંખીશ તો પરિણામ ધાર્યું નહિ આવે...આ વ્યસનની ઉપેક્ષા કરીશ તો છોકરો હાથમાંથી જશે...માટે તેને આ વ્યસન છોડાવવા કોઇ કળથી કામ લેવું પડશે...એવો વિચાર બાપે કર્યો... તેવામાં અચાનક એક દિવસ છોકરો બાપ આગળ આવ્યો.. “બાપજી ! બાપજી ! ટેબલટેનિસની રમતમાં આખી સ્કૂલમાં હું સૌથી પહેલો આવ્યો !” છોકરો બોલ્યો... બાપે આ તક ઝડપી લીધી... શું વાત કરે છે તું ? આખી સ્કૂલમાં તારો નંબર પહેલો આવ્યો ? ગજબ કહેવાય...” અરે ! મને તો લાગે છે કે ક્રિકેટમાં, વોલીબોલમાં, હોકીમાં-બધાયમાં પહેલો જ નંબર લાવીશ...પણ દીકરા ! તને એક વાતની ખબર છે કે રમતગમતમાં જેને આગળ આવવું હોય તેની છાતી ખૂબ મજબૂત જોઇએ...અને જેને છાતી મજબૂત બનાવવાની ઇચ્છા હોય તેણે પોતાના જીવનમાં એક પણ વ્યસન ન ઘાલવું જોઇએ ! મને આનંદ થાય છે કે આજ સુધી તો તું કોઈ વ્યસનનો ભોગ નથી જ બન્યો પણ ભવિષ્યમાં તારા જીવનમાં કોઈ વ્યસન ન પેસી જાય માટે મારી તને આટલી સલાહ છે...યાદ રાખીશ ને ?' બાપના આટલા પ્રેરણાભર્યા પ્રેમાળ શબ્દોએ પુત્રને પાણી-પાણી કરી Page #342 -------------------------------------------------------------------------- ________________ નાંખ્યો...“બાપુજી ! મને માફ કરો...મેં બહુ મોટી ભૂલ કરી છે...સિગરેટના રવાડે હું ચડી ગયો છું...પરંતુ આજથી પ્રતિજ્ઞા કરું છું કે જિંદગીમાં સિગરેટને ક્યારેય હાથ પણ નહિ લગાડું !' આમ બોલતો બોલતો છોકરો બાપના પગમાં પડી ગયો... બાપના આનંદનો પાર ન રહ્યો ! આ પરિણામના મૂળમાં શું ? વાતચીતની રજુઆત કરવાની કળા...! ધાકધમકીથી બાપ દીકરાને સિગરેટ છોડાવવા ગયો હોત તો કદાચ આવું પરિણામ ન પણ આવત ! ' આનો અર્થ એવો નથી કે ક્યાંય કોઇપણ બાબતનો આગ્રહ જ ન સેવવો !... સામી વ્યક્તિને પોતાનું હિત શેમાં છે એનો બિલકુલ ખ્યાલ જ ન હોય તો તેનો આપણા પ્રત્યેનો સદ્ભાવ જળવાઇ રહે એ ખ્યાલમાં રાખીને તેને ક્યારેક કડક શબ્દોમાં પણ કહી શકાય...! પરંતુ આવો વ્યવહાર કવચિત્ જ કરવાનો હોય ! રોજિંદી જિંદગીમાં આવા આગ્રહો સફળ બનતા નથી...એટલું જ નહિ, એ કદાગ્રહો સામી વ્યક્તિના દિલમાં આપણા પ્રત્યેનો રહ્યો-સહ્યો પણ સર્ભાવ તોડાવ્યા વિના રહેતા નથી...પછી પરિણામે સામી વ્યક્તિ વધુ ને વધુ બગડતી જાય સંસારના મીઠા સંબંધોમાં પણ જો આવા કદાગ્રહો-હઠાગ્રહો આગ લગાડી દેતા હોય તો પછી આધ્યાત્મિક જગતમાં તો પૂછવાનું જ શું ? એક વાત ખાસ સમજી રાખજો કે અભિનિવેશ મોટે ભાગે સામી વ્યક્તિઓને આપના પ્રત્યે દુર્ભાવ જ કરાવે છે...અને તેના કારણે પરિણામ એ આવીને ઊભું રહે છે કે સામી વ્યક્તિ આપણી સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતી નથી. બીજાને સન્માર્ગે લાવવાની પહેલી શરત આ છે કે તેને આપણા પર સદ્ભાવ હોવો જોઇએ...એટલે સામાને સન્માર્ગે લાવવાના પ્રયત્નોની સફળતાની મુખ્ય આધારશિલા છે સદ્ભાવ...અભિનિવેશ અર્થાત્ હઠાગ્રહ-કદાગ્રહ આ આધારશિલાને જ તોડે છે...જેવો સદ્ભાવ તૂટયો કે સામી વ્યક્તિને સન્માર્ગે લાવવાના પ્રયત્નો પર ખંભાતી તાળાં લાગી ગયાં સમજો ! અભિનિવેશ દ્વારા શું કમાયા ? પુણ્ય જોર કરતું હોય તો આપણા આગ્રહ પાસે સામી વ્યક્તિ કદાચ દબાઈ પણ જાય પરંતુ તેટલા માત્રથી આપણે તેના દિલમાં સ્થાન નથી મેળવી શકતા... એ તો અવસર આવ્યે ખબર પડે છે... (૩૩૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ હઠાગ્રહોનાં કે કદાગ્રહોનાં બીજાં નુકશાન તો પછી, પણ મોટામાં મોટું નુકશાન કોઇ હોય તો તે છે...એકના અહંની પુષ્ટિ અને સામાના દિલમાં ઉત્પન્ન થતી દુર્ભાવોની પરંપરા ! આ બે નુકશાનો એટલાં બધાં ભયંકર છે કે આત્મામાં કદાચ જનમોજનમ સુધી ચાલે તેવા દુશ્મનાવટોના કુસંસ્કારોને ઊભા કરી દે ! શાસ્ત્રના પાને આવા અનેક દ્રષ્ટાંતો નોંધાયા છે ! છોડી દો આ અભિનિવેશની કાતિલ મનોવૃત્તિને ! એ મનોવૃત્તિને તોડવા માટે આ વિચારો મુખ્ય રાખો કે (૧) મારી સઘળીય માન્યતાઓ સાચી જ હોય તેવું ન પણ બને...(૨) કેટલીક માન્યતા સાચી હોય તોય તે મારી અલગ પરિસ્થિતિને આભારી છે...સામી વ્યક્તિની અલગ પરિસ્થિતિમાં એ માન્યતા સફળ થશે જ તેવું હું શી રીતે કહી શકું ? (૩) સામી વ્યક્તિને નિશ્ચિત લાભ જ થાય તેવી પણ મારી વાત મારું પુણ્ય ઓછું હોય તો તેને ન ગમે તેવું પણ બને. (૪) સામી વ્યક્તિના મનનો હું કાંઇ માલિક નથી. (પ) મારે માત્ર વાતની રજૂઆત જ કરવી છે. તે વાતને સામાએ સ્વીકારી જ લેવી જોઇએ તેવો મારો કોઇ આગ્રહ નથી...! આવી વિચારણાઓ દ્વારા આપણા મનને કેળવ્યે જ છૂટકો છે...જો મન નહિ કેળવાય તો આગળ જે નુકશાનો બતાવ્યાં તે આવીને ઊભાં જ રહેશે ! હઠાગ્રહ કે કદાગ્રહ જ્યારે સફળ થતા નથી ત્યારે સામી વ્યક્તિ માટે આપણા મનમાં એક પૂર્વગ્રહ બંધાઈ જાય છે...અને બંધાઇ ગયેલો એ પૂર્વગ્રહ સામી વ્યક્તિના સદ્ગણો તરફ પણ આપણને આંધળા બનાવી દે છે... એક વાત સમજવી પડશે કે આપણાં અહંકારે આપણને દુ:ખી કર્યા છે. કલ્પના તો કરી જુઓ, સમુદ્રમાં તોફાનના કારણે વહાણ તૂટ્યું હોય...તમને પાટિયું મળી ગયું હોય...અને એ પાટિયાના સહારે તમે કોઇ એવા નિર્જન દ્વીપમાં આવી ચઢયા હો કે જ્યાં તમારા સિવાય બીજો કોઇ માણસ જ ન હોય...અને ત્યાં તમને પુષ્કળ હીરાઓ મળી જાય...કોઇનો મહેલ જેવો બંગલો રહેવા મળી જાય...રાજકુમાર જેવા વસ્ત્રો પહેરવા મળી જાય.. તોય તમને આનંદ કેટલો આવવાનો ? જરાય નહિ... કારણ કે એ દ્વીપમાં તમારો અહંકાર મજબૂત કરે તેવો બીજો કોઈ માણસ જ નથી... તો પછી હું કહું છું કે પર-અપેક્ષિત એવા અહંકારને સાચવવામાં અને ૩૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ મજબૂત ક૨વામાં વ્યર્થ એવી શક્તિઓ શા માટે વેડફી નાખવી જોઇએ ? અહંકારની વાત અહીંયા એટલા માટે કરીએ છીએ કે આ અભિનિવેશના પાપને જીવનમાં મજબૂત બનાવનાર કોઇ હોય તો તે અહંકાર જ છે... હઠાગ્રહ-મતાગ્રહ ને કદાગ્રહના મૂળમાં, સિવાય અહંકાર બીજું છે શું ? પણ શાંત ચિત્તે જો વિચાર કરીએ ને તો એક વાત આપણને સ્પષ્ટ સમજાઇ જાય તેવી છે કે કોઇપણ વસ્તુને ઓળખવામાં, કોઇપણ વ્યક્તિને પારખવામાં આપણે હકીકતમાં ખૂબ જ કમજોર છીએ...કારણ કે આપણા પ્રત્યેક નિર્ણયો ઇન્દ્રિયો અને મનના આધારે નક્કી થતા હોય છે...અને ઇન્દ્રિયો તથા મન એ પોતે જ અપૂર્ણ છે... છેક દૂર સુધી ગાડીના પાટા જોઇએ ત્યારે આપણને એમ લાગે છે કે આ ગાડીના પાટા એકબીજાને મળી જાય છે...છતાં વાસ્તવિકમાં એ પાટા જુદા જ હોય છે એ આપણે જાણીએ જ છીએ...આંખેથી થતું દર્શન ખોટું હોઇ શકે છે...શા માટે મનના એવા અપૂર્ણ નિર્ણયોને વળગીને હાથે કરીને અશાંતિ ઊભી કરવી ? જેમ જેમ આપણે આપણી અપૂર્ણતાનો સ્વીકાર કરતા જશું તેમ તેમ અભિનિવેશનો ત્યાગ આપણા માટે સરળ બનતો જશે... માની લો કે તમે તમારી જગ્યાએ બેઠા છો અને એ જ વખતે પવનના ઝપાટાથી ઊડતો ઊડતો એક કાગળ તમારી પાસે આવીને પડ્યો...એ કાગળની એક બાજુ લખેલું હતું કે ‘તો પછી હું તને જોઇ લઇશ...!' આ પંક્તિના આધારે તમે એમ કલ્પના કરો કે આ પંકિત કોઇ જગ્યાએ થતી મારામારીના સંદર્ભમાં જ છે...આવી વિચારણામાં ચડયા હોય અને ત્યાં જ બીજો કાગળ તમારી પાસે આવીને પડે અને એ કાગળની ૧૫ પંકિતઓ તમને વાંચવા મળે...તેમાં લખેલું લખાણ વાંચતા તમને એમ થાય કે પેલી પંકિત આ જ લખાણના સંદર્ભમાં છે...તમે એ પંકિતને સાથે રાખીને સંપૂર્ણ લખાણ વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આ તૂટી ગયેલી પંકિતનો હું જેવો અર્થ ક૨તો હતો તેવો અર્થ નહોતો જ !... કારણ કે આ આખું લખાણ તો પરમાત્માને ઉદેશીને છે...અને તેના આધારે લખાયેલી છેલ્લી પંકિતનો અર્થ તો એમ નીકળે છે કે હે ભગવંત ! તારી આટઆટલી ભક્તિ કર્યા પછી પણ જો તું મને દર્શન નહિ આપે તો પછી હું તને |૩૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ જોઇ લઇશ ! તમે તમારી કલ્પના મુજબ આ પંકિતને લઇ ગયેલા મારામારીના સંદર્ભમાં ! જ્યારે હકીકતમાં એ પંકિત હતી પરમાત્માની ભક્તિના સંદર્ભમાં ! તો જેમ એકાદ પંકિત દ્વારા આખા લખાણનો નિર્ણય કરવામાં ભૂલ થવાનો સંભવ રહ્યો છે તેમ કોઇ વ્યક્તિના એકાદ પ્રસંગ દ્વારા તેના સંપૂર્ણ જીવન માટે અભિપ્રાય આપી દેવામાં પણ ભૂલ થઇ જવાની પૂરેપૂરી સંભાવના છે ! હું બેઇમાન કહેવા તૈયાર નથી... એક શેઠ પોતાને ત્યાં ૪૫ વરસથી કામ કરનારી એક નોકરાણીની ઇમાનદારીની પોતાના મિત્ર પાસે ભારે પ્રશંસા કરતા હતા...‘ભાઇ ! કાળ ગમે તેટલો ખરાબ હોય પણ મારે ત્યાં કામ કરનારી આ બાઇને હું જોઉં છું અને મારી ઇમાનદારી પ્રત્યેની શ્રદ્ધા મજબૂત બની જાય છે...અનેક વાર આ બાઇને કબાટની ચાવીઓ સોંપીને અમે બહારગામ ગયા છીએ પરંતુ એકેય વખત એક નયા પૈસાની ચો૨ીય અમારે ત્યાં થઇ નથી...બાઇનો હાથ એટલો બધો ચોખ્ખો છે કે જેનું વર્ણન ક૨વું મારે માટે શકય નથી...’ ‘શેઠ ! બહુ પ્રશંસા કરવી રહેવા દો...કાગડા બધેય કાળા જ હોય છે ! અતિ વિશ્વાસમાં રહેશો તો ક્યારેક નાહી નાખશો...હલકા લોહીમાં, બહુ ઇમાનદારીની આશા રાખશો નહિ...' મિત્રે તરત જ જવાબ આપ્યો. ન ‘જો, તારે ન માનવું હોય તો ન માનતો...બાકી, મારો તે બાઇ પ્રત્યેનો વિશ્વાસ જરાય ડગે તેમ નથી...શેઠે રોકડું પરખાવ્યું... ‘શેઠ ! અવસર આવ્યે દેખાડીશ....' મિત્ર વાત કરીને રવાના થયો. એક દિવસ પેલો મિત્ર શેઠને ત્યાં આવ્યો...ચા પાણી પતાવીને શેઠ અને તેમનો મિત્ર બંને બહાર જવા નીકળ્યા...જેવા બહાર નીકળી થોડા આગળ ગયા ત્યાં મિત્રે નજર કરી તો શેઠના ઘરનાં બારણા બંધ થઇ ગયેલાં જોયાં...તેના મનમાં શંકા જાગી કે દાળમાં કંઇક કાળું છે...શેઠને તેણે ઊભા રાખ્યા...‘શેઠ ! બે મિનિટ ઊભા રહો ને, હું હમણાં જ પાછો આવ્યો !' એમ કહીને શેઠના ઘર તરફ દોડયો...નજીક જઇને બારણાની તિરાડમાંથી અંદર જોયું...જે દ્રશ્ય જોયું તે • જોઇને તે આનંદિત થઇ ગયો... જે નોકરાણીની ઇમાનદારીની શેઠ ભારોભાર પ્રશંસા કરતા હતા તે જ ३३८ Page #346 -------------------------------------------------------------------------- ________________ નોકરાણી શેઠના કોટના ખીસામાંથી રુપિયાની નોટો કાઢી રહી હતી...આ જોઇને તેન આઘાત લાગવો જોઇતો હતો તેને બદલે આનંદ થયો...કારણ કે શેઠની વાત આ દ્રશ્યથી બોગસ સાબિત થઇ હતી... એકદમ દોડીને શેઠને બોલાવી લાવ્યો...શેઠ ! શેઠ ! જલ્દી ચાલો, જોવા જેવું દ્રશ્ય સર્જાયું છે આપના ઘરમાં' શેઠ કાંઇ સમજ્યા નહિ...ઘર તરફ આવ્યા...પેલાએ તિરાડમાંથી બાઇને દેખાડી...કોટના ખીસામાંથી કાઢેલા રુપિયા બાઇ ગણી રહી હતી ! કેમ શેઠ ! હવે તો માનશોને કે કાંગડા બધેય કાળા જ હોય છે ? બોલો, હવે આ બાઇની ઇમાનદારી અંગે તમારો શો ખ્યાલ છે ? મિત્રે પૂછ્યું. ‘જો દોસ્ત ! ૪૫ વરસનો આ બાઇનો મને અનુભવ છે...તેણીની ઇમાનદારી નજરોનજર જોઇ છે...આ એક જ વખતના બેઇમાનીના દશ્યને જોઇને તેણીના ઇમાનદારી ભરેલા જીવનને કલંક લગાડવા હું હરગિજ તૈયાર નથી...હું તો ત્યાં સુધી માનું છું કે આવી ઇમાનદાર બાઇને ચોરી કરવાનું મન થયું તેમાં પણ જવાબદાર તો હું જ છું ! ૪૫ વરસથી નોકરી કરતી નોકરાણીને મેં જો પૂરતો પગાર આપ્યો હોત તો તેણીને આવી ચોરી કરવાની દુર્બુદ્ધિ જ ન થાત...પરંતુ મેં પગાર વધાર્યો નહિ તેનું આ પરિણામ છે...આ દ્રશ્ય મને ચેતવી દીધો છે...હું આજથી જ આ નોકરાણીનો ૫૦ રુપિયા પગાર વધારી દઉં છું...' આટલું બોલતા બોલતા શેઠની આંખમાંથી આંસુઓ ચાલી નીકળ્યાં... પેલો મિત્ર તો આ સાંભળીને સ્તબ્ધ જ થઇ ગયો...! કલ્પના કરી જોજો શેઠના આવા ઉદાત્ત દિલની ! નોકરાણીની ચોરી નજરોનજર જોવા છતાં તેણી પર આક્ષેપ મૂકવાની વાત તો ઘેર ગઇ પરંતુ તેણીનો પગાર વધારી દેવાની ઉદારતા શેઠે દાખવી એ બલિહારી કોની કહો, સામી વ્યક્તિની કે પરિસ્થિતિનો વિચાર કરવાની દ્રષ્ટિની ! આજે આવી દ્રષ્ટિનો લગભગ છેદ ઊડી ગયો છે...મોટા ભાગે સહુ માણસો પોતાની પરિસ્થિતિના આધારે સામી વ્યક્તિના જીવન-વ્યવહારની સમીક્ષા કરે છે અને તેના જ કારણે રોજિંદા જીવનમાં સંઘર્ષો લગભગ અનિવાર્ય બની ગયા છે.. |૩૩૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ કરવો છે જીવનમાં શાન્તિનો અનુભવ? તો પહેલા આ મંત્રને જીવનમાં આત્મસાત્ કરી લો... મારી માન્યતાથી વિપરીત સામી વ્યક્તિના આચાર-ઉચ્ચાર અને વિચાર પ્રત્યે સહિષ્ણુ બનીશ. એકદમ આવેશમાં આવીને મારી માન્યતા તેના પર ઠોકી બેસાડવાના પ્રયત્નો નહિ કરું !' આ મંત્રના સ્વીકારમાં તમામ ક્ષેત્રોની શાન્તિનાં બીજ પડ્યાં છે. એક વાર અનુભવ કરી જોજો... ધારી લો કે તમને હીરાના ધંધામાં લાભ દેખાય છે...જ્યારે તમારા નાના ભાઇને કાપડના ધંધામાં લાભ દેખાય છે...હવે આવા પ્રસંગે તમે તમારા નાના ભાઇને આગ્રહ કરીને હીરાના ધંધામાં જ ખેંચી જવાના પ્રયત્નો કરશો તો કદાચ એવું બનશે કે નાના ભાઇના દિલમાં તમારા પ્રત્યે અસદ્ભાવ ઊભો થઈ જશે...અથવા તો હીરાનો ધંધો અપનાવવા છતાં તેમાં તેનું ચિત્ત નહિ ચોંટે..આના બદલે તમે તમારી માન્યતાના સ્વીકારનો આગ્રહ રાખ્યા વિના નાના ભાઈ પાસે કાપડના ધંધા કરતાં હીરાના ધંધામાં રહેલા લાભનું સવિસ્તર વર્ણન કરો તો શક્ય છે કે તમારો ભાઇ કદાચ તમારી વાત સ્વીકારી જ લે ! પણ આ ત્યારે જ બને કે તમારી જાતને અભિનિવેશથી મુક્ત રાખી શક્યા હો !...જેમ વૈચારિક સહિષ્ણુતા કેળવવાની જરૂર છે તેમ આચાર અને ઉચ્ચાર પ્રત્યેની સહિષ્ણુતા કેળવવાની પણ જરૂર છે... સાસુ વહુના અતિ નુકસાનકારક ન હોય તેવા આચાર પ્રત્યે જો સહિષ્ણુ બની જાય...વેપારી જો નોકરના અમુક વર્તન પ્રત્યે સહિષ્ણુ બની જાય...શિક્ષક વિદ્યાર્થીના અતિ અનિષ્ટને નોતરનારા ન હોય તેવા વર્તન પ્રત્યે જો સહિષ્ણુતા કેળવવા માંડે... અરે ધર્મારાધના કરનારો પણ જો પોતાનાથી નીચલી કક્ષાના જીવો પ્રત્યે થોડો સહિષ્ણુ બની જાય...તો મને લાગે છે કે અનેક પ્રકારના સંઘર્ષો વિના પ્રયત્ન શાંત થઇ જાય...એ સિવાય માત્ર પોતાની જ માન્યતાને પકડીને ચાલવામાં સમસ્યાઓ ઘટવાને બદલે વધ્યા વિના નહિ રહે. અભિનિવેશના ત્યાગને માટે બીજો એક સરળ ઉપાય એ છે કે આપણે બીજાના જીવન માટે જેવો આગ્રહ રાખતા હોઇએ તેના બદલે તેવો જ આગ્રહ આપણે આપણા જીવન માટે રાખતા શીખી જવું જોઇએ...આટલું થતાં અનેક પ્રકારના અભિનિવેશો છૂટટ્યા વિના નહિ રહે.. નદીના પાણીમાં પડેલા કચરાને જોઇને તમે જો નિર્ણય કરી બેસશો કે નદીનું પાણી ગંદુ છે...' તો એ નિર્ણય તમારે માત્ર ૫-૧૫ મિનિટમાં જ કદાચ ૩િ૪૦) Page #348 -------------------------------------------------------------------------- ________________ ફેરવવો પડશે...કારણ કે નદીનું પાણી તો વહેતું છે...એના વહેવાની સાથે કચરો પણ વહી જશે અને ટૂંક સમયમાં જ તમને નદી ચોખ્ખી-નિર્મળ દેખાશે... આપણી વાત આટલી જ છે...થોડી ધીરજ ધરો...થોડા સહિષ્ણુ બનો...આપોઆપ સમસ્યાઓનાં સમાધાન થઇ જશે... એક વાત હૃદય પર કોતરી રાખજો કે ‘આ દુનિયામાં મોટા ભાગના ઝઘડા સત્યના કારણે નથી થતા પરંતુ આપણા પોતાના માની લીધેલા સત્યના કારણે જ થાય છે !...’ ઇરાન માને છે કે ઇરાક તેનું દુશ્મન છે...પાકિસ્તાન માને છે કે ભારત તેનું દુશ્મન છે...ઇઝરાઇલ માને છે કે લેબેનોન તેનું દુશ્મન છે...રશિયા માને છે કે અમેરિકા તેનું દુશ્મન છે...અરે ! ખ્રિસ્તીઓ હિન્દુને દુશ્મન માને...હિન્દુઓ ખ્રિસ્તીઓને દુશ્મન માને !...એથી આગળ જાઓ તો ગુજરાતને મન મહારાષ્ટ્ર તેનું દુશ્મન...કર્ણાટકને મન બંગાળ તેનું દુશ્મન ! ઓસવાળને મન પોરવાડ દુશ્મન ! પોરવાડને મન ઝાલાવાડી દુશ્મન ! સર્વત્ર બસ એક જ વાત...દુશ્મન...દુશ્મન...દુશ્મન ! પણ શી રીતે દુશ્મન ! તો આનો જવાબ છે, માન્યતાના આધારે દુશ્મન ! આ માની લીધેલી દુશ્મનાવટે આ દુનિયામાં કેવો કાળો કેર વર્તાવ્યો છે તેની કલ્પનાય થાય તેમ નથી...એક અંદાજ પ્રમાણે છેલ્લા ૨૦૦૦ વર્ષમાં આ દુનિયા પર નાના મોટા ૫૦૦૦ યુદ્ધો થયા છે...અને તેમાં કરોડોની સંખ્યામાં માનવસંહાર થયો છે...આ બધાયના મૂળમાં શું ? માત્ર માન્યતા સિવાય કાંઇ નહિ ! હું તો નહિ મારું... એક નોળિયાનો જન્મ થતા વેંત જ તેના મા-બાપે તેને સમજાવ્યું કે ‘સાપ રસ્તામાં ક્યાંય પણ મળે ને તો તેને મારી જ નાખવાનો...તે આપણો ભયંકરમાં ભયંક૨ દુશ્મન છે !' ‘પણ બાપુજી ! સાપે આપણું શું બગાડ્યું છે ? અને કદાચ બગાડ્યું હોય તોય એકાદ સાપે...પણ તેની ખાતર ગમે તે સાપ મળે તોય તેને મારી જ નાંખવાનો ? મને તો કાંઇ સમજાતું નથી ! બચ્ચાએ જવાબ આપ્યો... આ સાંભળી તેના મા-બાપ ગુસ્સે થઇ ગયા...‘નાલાયક ! હજી ઊગીને ઊભો થાય છે ને પાછો ચર્ચા ક૨વા નીકળ્યો છે ?, તને કહી દીધું ને કે સાપની ૩૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ આખી જાતિ સાથે આપણે દુશ્મનાવટ છે...કોઇ પણ સાપ મળે, તેને જીવતો નહિ છોડવાનો !'..બાપે સંભળાવી દીધું.... “તો જુઓ, પિતાજી ! મને રસ્તામાં કોઇપણ સાપ મળશે ને તોય હું તેને નહિં મારું ! મારું જેણે બગાડ્યું નથી તેને વિના કારણે મારવા હું તૈયાર નથી !' બચ્ચાએ સ્પષ્ટ સંભળાવી દીધું.. આ સાંભળતા વેંત જ ગુસ્સે થયેલા બાપે તેના બચ્ચાની ત્યાં ને ત્યાં જ ગળચી દાબી દીધી...અને તેને મારી નાખ્યું ! આ દુનિયાની આ સ્થિતિ છે...સામા પક્ષવાળાને મારવાની ના પાડી દેનારાને પોતાના જ પક્ષવાળા વિના કારણે ગળચી દબાવીને પરલોક ભેગા રવાના કરી દે છે ! યા તો તેને પછાડીને જ જંપે છે ! સાવધાન ! દુનિયાની વાત આપણે પછી કરશું. પહેલાં આપણે આપણી જ વાત કરીએ...આપણા જીવનમાંથી આ અભિનિવેશના કાતિલ પાપને કાઢીને જ જેપીએ. આગની ચિનગારી જેવું અભિનિવેશનું આ કાતિલ પાપ મૈત્રીની હરિયાળીને બાળીને સાફ કર્યા વિના રહેતું જ નથી..અને એટલે જ જીવન વ્યવહારની પ્રત્યેક પળે ભારે સાવધાની રાખવાની જરુર છે ! | ડગલે ને પગલે પરિસ્થિતિ પલટાશે. સંપર્કમાં આવતી વ્યક્તિઓ બદલાશે...વસ્તુઓમાંય પરિવર્તન આવશે...! આવા સમયમાં મનની સ્વસ્થતા ટકાવવા મૈત્રીના મંગળમય નાદને ગુંજતો રાખવા અભિનિવેશને તિલાંજલિ આપી જ દેજો... ૩૪૨ ૩૪૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૭ ૭ ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૧મો ગુણ ગુણપક્ષપાત ना गुणी गुणिनं वेति, गुणी गुणिषु मत्सरी गुणी च गुणरागी च विरलः सरलो जनः " છ ગુણનો પક્ષપાત હૃદયને નિર્મળ બનાવે છે. એકજ ૦ ગુણમાં અનેક ગુણોને ખેંચી લાવવાની બેઠી તાકાત પડી છે. ૦|ગુણનો પક્ષપાત ગુણવાનો પ્રત્યે અનુરાગ જન્માવે છે. O ગુણવાન બનો, ગુણાનુવાદી બનો, અંતે ગુણાનુરાગી બનો, એ આ ગુણની પ્રેરણા છે. ૭ ધનલંપટ માણસ જ્યાં પણ જાય ત્યાં ધનનો સંગ્રહ જ d ક૨વાનું, જ્યારે ગુણલંપટ આત્મા પોતાના પરિચયમાં આવનારા ૦|જીવોમાંથી ગુણસંગ્રહ જ કરવાનું... O વધુ શું કહીએ... આ ગુણપક્ષપાતનું વિવેચન વાંચી આપણી દિશા ૦ બદલીએ... કરવા જેવા ગુણાનુવાદ રોકવા જેવા અવર્ણવાદ અને પામવા જેવા છે આશીર્વાદ ૭ ૦ ૦ ૩૪૩ ૭ ૭ ૦ e હ . ૦ . ૧ d ૭ O . ૦ ૨ હ Page #351 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીનો ૨૧મો ગુણ છે ગુણ પક્ષપાત ! ગુણપક્ષપાત એટલે ગુણો તરફ હૃદય ઝૂકવું...પછી ભલે ને એ ગુણ દુશ્મનનો હોય ! ગુણપક્ષપાત એ ગુણનો બીજાભૂત ગુણ છે...અવશ્ય આદરણીય છે...કેટલીક વાર સ્વયં ગુણ મેળવવો સહેલો છે પણ ઇર્ષ્યાને લીધે બીજાનો ગુણ પચાવવો...ગુણનો પક્ષપાત રહેવો...ગુણ પ્રત્યે ખેંચાણ રહેવુ મુશ્કેલ છે...ત્યારે તો શાસ્ત્રકારો કહે છે ને કે ગુણાવાન બનવું સહેલું છે પરંતુ ગુણાનુરાગી બનવું કઠિન છે... આ એક ગુણમાં અગણિત ગુણોને ખેંચી લાવવાની તાકાત પડી છે...કારણ કે ગુણનો પક્ષપાત ગુણો અને ગુણવાનો પ્રત્યે અનુરાગ પેદા કરાવે જ અને પેદા થયેલો એ અનુરાગ આત્માને અગણિત ગુણોનું ભાજન બનાવે જ ! આ ગુણને આત્મસાત્ કરવામાં એક વાત ખાસ સમજી રાખવાની છે કે જ્યાં સુધી ગુણો પ્રત્યે આકર્ષણ જાગે નહિ...ગુણમય જીવનના અનેક લાભો નજર સામે દેખાય નહિ, તેનાથી વિપરીત દોષો પ્રત્યે જુગુપ્સા જાગે નહિ, દોષમય જીવનના ઢગલાબંધ નુકસાનો નજ૨ સામે દેખાય નહિ ત્યાં સુધી ગુણ-પક્ષપાતનો ગુણ આત્મસાત્ થવો જ કઠિન છે...અને આ ગુણને આત્મસાત્ કર્યા વિના સાધનાના જીવનમાં પ્રવેશી જનારો...આગળ વધનારો હકીકતમાં આંતરિક દ્રષ્ટિએ કેટલો વિકાસ કરી શકે તે પ્રશ્ન છે... બાકી જેના જીવનમાં ગુણપક્ષપાત આવે છે તેના જીવનમાં ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિ...ગુણહીનો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ...ગુણોના સંગ્રહની વૃત્તિ...પ્રાપ્ત ગુણોની સુરક્ષા...આ ચાર ચીજ આવ્યા વિના રહેતી નથી...અને આ ચાર ચીજ આવ્યા પછી સાધનાના જીવનમાં જે વિકાસ થાય છે તેની કલ્પનાય થઇ શકે તેમ નથી... એક વાત ભૂલશો નહિ કે, જીવનમાં ગુણનો અનુરાગ પ્રગટયા પછી એ ગુણાના ધારણ ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિ પ્રગટ્યા વિના રહેતી નથી...અને જ્યાં આ પ્રીતિ પ્રગટે છે ત્યાં તેઓની નિંદા કરવાનું તો બંધ જ થઇ જાય છે. ગુણવાનોની પણ નિંદા કરવાનું મન થતું હોય તો સમજી રાખજો કે હકીકતમાં આપણને ગુણો પ્રત્યે અનુરાગ જ પેદા થયો નથી...શાસ્ત્રકારોએ ખુબ સમજણપૂર્વક આ ગુણ મૂક્યો છે...તેઓએ ગુણવાન્ બનવાની વાત ન કરતાં ૩૪૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગી બનવાની વાત કરી છે...કારણ કે તેઓને સ્પષ્ટ ખ્યાલ હતો કે ગુણાનુરાગી આત્મા ગુણવાન બન્યા વિના રહેવાનો જ નથી...જ્યારે ગુણવાન આત્મા ગુણાનુરાગી હોય જ એવો કોઇ કાયદો નથી....અરે ! ક્યારેક તો એવું બને છે કે ગુણાનુરાગ વિનાનો ગુણવાન આત્મા પોતાની જાતને બહુ આગળ વધેલી માનતો હોવાના કારણે બીજાઓની ભરપેટ નિંદા જ કરતો હોય છે... જો ન હોત તો.... સાગરના કિનારે ગયેલા માણસે સાગરને કહ્યું “તારામાં ગંભીરતા તો ખરી પણ તું જો ખારો ન હોત તો તારી બોલબાલા આ જગતમાં ખૂબ વધી જાત...' પછી એ નદી કિનારે ગયો. ‘તારી નિર્મળતા આપણને ગમી, પણ તું જ્યારે વિફરે છે ત્યારે ગામોના ગામોને તારાજ કરી નાખે છે...તારી આ ક્ષુદ્રતાતુચ્છતા મને ન ગમી !..” રાતના સમયે સોળે કળાએ ખીલી ઉઠેલા પૂર્ણિમાના ચન્દ્રને તેણે કહ્યું, તારી સૌમ્યતાનો તો આ જગતમાં જોટો જડે તેમ નથી પણ તારામાં જો કલંક ન હોત તો લોકો તને દેવની જેમ પૂજત....' બગીચામાં છોડવા પર ખીલી ઉઠેલા ગુલાબના પુષ્પને તેણે કહ્યું કે તારામાં રહેલા સૌંદર્યનો અને સુવાસનો હું ચાહક છું પરંતુ તારી આસપાસ આ કાંટાઓ જો ન હોત તો તારી કિંમત કંઈ ઘણી વધી જાત !” માણસની આ વાત સાંભળીને સાગર-નદી-ચન્દ્ર અને ગુલાબ ભેગા થઇને માણસને કહ્યું કે “અમારી વાત તો પછી કરશું પરંતુ તારામાં જો આ દોષદ્રષ્ટિ ન હોત તો બહુ સારું હતું...” માણસ શું બોલે ? જેની પાસે ગુણપક્ષપાત નથી...ગુણાનુરાગ નથી તેનું જીવન ? આવું બન્યા વિના રહેતું જ નથી...ગમે તેટલા સારા સ્થાનમાં તે જાય કે ગમે તેવી મહાન વ્યક્તિ પાસે તે જાય, તે હલકી વાતો લઇને જ પાછો ફરવાનો.. ત્યારે તો પેલી અરબસ્તાનની કહેવત છે કે “બગીચાના સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછજો, કાગડાને ન પૂછતા...” કારણ કે બુલબુલની દ્રષ્ટિ ખીલેલા પુષ્પો તરફ હશે જ્યારે કાગડાની દ્રષ્ટિ સડી ગયેલા ફળ તરફ હશે... ||૩૪૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ બસ, આ જ વાત લાગુ પડે છે. માણસની બાબતમાં ! જો એ ગુણાનુરાગી હશે તો તેની નજરમાં હંમેશા સારી વાતો જ રહેવાની અને જો એ દોષદ્રષ્ટિવાળો હશે તો તેની નજર હંમેશા ખરાબ તત્ત્વો તરફ જ હોવાની ! ગુણાનુરાગનો ગુણ કેળવવામાં મોટામાં મોટો લાભ એ છે કે એનાથી આપણને સર્વત્ર સારું જ જોવા મળે છે...સારું જોવા તરફ જ આપણી દ્રષ્ટિ રહે છે..અને એવી દ્રષ્ટિ બનવાથી ગમે તેવા વિપરીત પ્રસંગમાં પણ ચિત્તની સ્વસ્થતા એવી ને એવી જ જળવાયેલી રહે છે !...અરે ! અજ્ઞાન જીવો જે પ્રસંગમાં ભારેમાં ભારે કર્મબંધ કરતા હોય એ જ પ્રસંગમાં આ આત્મા લખલૂટ પુણ્યબંધ કરતો હોય ! ઝવેરાતના રાગી માણસને જેમ ઝવેરાત સિવાયની બીજી બાબતોમાં રસ નથી હોતો તેમ ગુણાનુરાગી માણસને ગુણ સિવાયની બીજી કોઇ બાબતોમાં રસ નથી હોતો. એટલે જ એક અપેક્ષાએ એમ કહેવું હોય તો કહી શકાય કે ગુણાનુરાગી બીજાના દોષો જોતો નથી એમ નહિ પણ એને બીજાના દોષો દિખાતા જ નથી ! આ મજા ! એક સંન્યાસીને કોઇપણ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગ આવે તોય પરમાત્માનો ઉપકાર માનવાની ટેવ ! તેમના શિષ્યોને ભારે આશ્ચર્ય થતું હતું ! અનુકૂળ પ્રસંગોમાં ઉપકાર માનવાની વાત તો બરાબર, પરંતુ પ્રતિકૂળ પ્રસંગોમાં ભગવાનનો શાનો ઉપકાર ? અને તેમાં એક વખત... રસ્તા પરથી પસાર થતાં સંન્યાસીનો પગ ખાડામાં લપસ્યો અને તે પડ્યો. શિષ્યોએ દોડીને પોતાના ગુરુને બહાર કાઢ્યા..પગમાંથી લોહી નીકળતું હતું...માથામાં પણ વાગ્યું હતું...પણ આશ્ચર્ય ! સંન્યાસીએ આકાશ સામે હાથ ઊંચા કર્યા અને ભગવાનનો ઉપકાર માન્યો...શિષ્યો તો આ જોઇને સ્તબ્ધ જ થઇ ગયા. - ગુરુદેવ ! પગમાંથી લોહી નીકળી રહ્યું છે. માથામાં જખમ પણ થયો છે...અને છતાં ભગવાનનો ઉપકાર માનો છો ?' ૩૪૬ Page #354 -------------------------------------------------------------------------- ________________ “હા...ખાડામાં પડવાથી મોત પણ આવી શકતું હતું...એના બદલે માત્ર જખમથી કામ પતી ગયું એ ભગવાનનો ઉપકાર ઓછો છે ?' ગુરુની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ થઇ ગયા.. જેની પાસે સારું જ જોવાની દ્રષ્ટિ છે તેને કોઇપણ જગ્યાએ ખરાબ જોવા જ મળતું નથી... અને એટલા જ માટે ગુણ પક્ષપાતના...ગુણાનુરાગના આ ગુણને આત્મસાત્ કરી લેવા જેવો છે... પોતાનામાં ગુણ ન હોય તો પણ વાતચીતમાં ગુણ તરફ પક્ષપાત તો જોઇએ જ ! જેમ કે સમર્થન સત્યનું જ કરાય, જૂઠનું નહિ...દયાનું જ કરાય, ક્રૂરતાનું નહિ. નીતિનું જ કરાય, કૂડ-કપટનું નહિ...સરળતાનું જ કરાય, માયાપ્રપંચનું નહિ...ગુણની જ વાત તરફ રુચિ દેખાડાય...ગુણને જ ટેકો અપાય...એમ વ્યવહાર પણ એવો જ હોવો જોઇએ કે જેમાં ગુણનો જ પક્ષપાત તરી આવતો દેખાય ! યાદ રાખજો પ્રયત્ન ગુણવિકાસનો કરતાં પહેલા ગુણદ્રષ્ટિના વિકાસનો કરવા જેવો છે...દોષ-નાશનો કરતાં પહેલા દોષ દ્રષ્ટિના નાશનો કરવા જેવો છે...! કારણ કે ગુણદ્રષ્ટિના વિકાસમાં જ ગુણપ્રાપ્તિના બીજા પડ્યા છે, તે જ રીતે દોષદ્રષ્ટિના નાશમાં જ દોષનાશના બીજ પડ્યા છે ! - એકવાર દ્રષ્ટિને આ રીતે કેળવો....કલ્પનાતીત પરિણામ આવીને ઊભું રહેશે...સાવ મામૂલી બાબતમાં પણ ઉદ્વિગ્ન બની જતું મન આવી દ્રષ્ટિ બન્યા પછી ભયંકર બાબતમાં પણ સ્વસ્થ રહેશે એ નિશ્ચિત વાત છે... ” બાકી સંસારી આત્મા તો બગીચામાં ઊગેલા ગુલાબ જેવો છે...જેમ ગુલાબના પુષ્પની આસપાસ કાંટાઓ હોય જ છે તેમ સંસારી આત્મામાં દોષો તો રહેવાના જ ! હા...એવું બને કે કોઇનામાં ૧૦૦-૨૦૦ દોષો હોય તો કોઇનામાં પ-૨૫ દોષો હોય...પરંતુ દોષ વિનાનો તો એક પણ આત્મા તમને જોવા નહિ મળે... પણ બગીચામાં જનારો માણસ જેમ ગુલાબની સુગંધ જ માણે છે, કાંટાઓ તો ગણતોય નથી તેમ ગુણાનુરાગી આત્મા પણ અન્ય આત્માના ગુણોની Page #355 -------------------------------------------------------------------------- ________________ સુગંધ જ માણે છે. તેનામાં રહેલા દોષરૂપી કાંટાઓ તરફ તો તે નજર પણ નાખતો નથી... આ જ વિશેષતા છે ગુણાનુરાગીની...એ ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિવાળો તો બને જ પણ સાથોસાથ ગુણહીનો પ્રત્યે તે ઉદાસીન બને...ક્યાંય એના પ્રત્યે મનમાં પણ તિરસ્કાર ન આવી જાય તેની સતત કાળજી રાખે...કારણ કે એને આ તો ખ્યાલ જ હોય છે કે આજે ભલે સામી વ્યક્તિમાં પ્રગટરૂપે ગુણો નથી દેખાતા પણ એ છે તો અનંત ગુણોનો માલિક જ ! આજે નહિ તો કાલે, એનામાં આ બધા ગુણો પ્રગટ થશે જ ! અને એટલે જ તેના પ્રત્યે તિરસ્કાર કરવાનો કોઇ અર્થ જ નથી.” આવી વિચારણાથી ગુણાનુરાગી આત્મા પોતાના મનની સ્વસ્થતા ટકાવી રાખતો હોય છે. પેલી પંકિત યાદ છે ને કે ઘેરી લીયે છે કંટકો ગુલાબને, આંચ ન આવે કદીયે, એની સુવાસને...' ગુલાબની આસપાસ સેંકડો કાંટાઓ હોવા છતાં જેમ એની સુગંધને કોઇ આંચ આવતી નથી તેમ કર્મની શિરજોરીના કારણે સંસારી આત્મામાં ગમે તેટલા દોષો દેખાતા હોય તોય એના અનંત ગુણોને કોઇ પણ જાતની બાધા પહોંચતી નથી... . અને એટલે જ ક્યાંય કોઇના દોષો જુઓ નહિ...દેખાઇ જાય તોય બોલો નહિ...ઉઘાડા પાડો નહિ ! આનાથી તમારું પોતાનું વ્યક્તિત્વ નિર્મળ બનશે.. પ્રભાવશાલી બની જશે... યાદ રાખજો...શહેરમાં ગટર હોય એટલા માત્રથી ગટરનું ઢાંકણું ખોલાય નહિ કારણ કે એમ કરવાથી શહેરના નાગરિકોનું આરોગ્ય જોખમાય. તેમ કોઈ પણ વ્યક્તિમાં દોષો હોય એટલા માત્રથી એ દોષોને ગમે ત્યાં પ્રગટ ન કરી દેવાય કારણ કે તેમ કરવાથી સમાજની માનસિક તંદુરસ્તી જોખમાય છે ! ગુણાનુરાગનો અભ્યાસ આ કળામાં પારંગત બનાવ્યા વિના રહેતો નથી...ગુણાનુવાદ કરવામાં એ આત્મા ખીલી ઊઠે પરંતુ દોષાનુવાદ કરવામાં એ આત્મા મૌન ધારણ કરી લે !...આવો આત્મા બીજી બાજુ પોતાની પ્રશંસા ક્યાં ન ૩૪૮ Page #356 -------------------------------------------------------------------------- ________________ કરે અને પોતાના દોષોને ક્યારેય ન છૂપાવે ! ફાડી નાખ્યો તે પોતાના પર આવતા ગાંધીજીના બધાય પત્રો વિનોબાજી ખાસ સાચવતા...એકવાર એક પત્ર આવ્યો...ગાંધીજીનો જ એ પત્ર હતો છતાં વાંચીને તેમણે તુર્ત જ ફાડી નાખ્યો... બાજુમાં બેઠેલાએ પૂછયું, “તમે આમ કેમ કર્યું ?' આ પત્રમાં ગાંધીજીએ લખેલું કે “તમારા જેવો આત્મા મેં ક્યાંય જોયો નથી..' ગાંધીજીએ ઉદાર દ્રષ્ટિથી મને જેવો જોયો તેવો વર્ણવ્યો...પરંતુ મારામાં રહેલા ઢગલાબંધ દોષોની એમને ક્યાં જાણ છે..? એ ગણતરીએ આત્મપ્રશંસા કરાવતો આ પત્ર મેં ફાડી નાખ્યો...' વિનોબાએ જવાબ આપ્યો... વ્યવહારમાં આવી મનોવૃત્તિ વિના લોકપ્રિય બની શકાતું નથી તો પછી આધ્યાત્મિક જગતમાં વિકાસ કરવા માટે આવી મનોવૃત્તિને અપનાવ્યા વિના ચાલે એવું જ ક્યાં છે ? ગુણાનુરાગી વ્યક્તિનું તો એક જ ધ્યેય હોય છે ગુણસંગ્રહનું ! ધનલંપટ માણસ જેમ જ્યાં જાય ત્યાં ધન-સંગ્રહ જ કરતો જાય તેમ ગુણલંપટ આત્મા જ્યાં જાય ત્યાં ગુણસંગ્રહ જ કરતો જાય ! કારણ કે એને પૂરી ખાતરી હોય છે કે પરલોકની સદ્ધરતા બીજાના દોષો સંઘરવામાં નથી પણ ગુણો સંઘરવામાં છે ! કૂવો ખોદી રહેલા માણસોને જોયા છે ? શરુઆતમાં તો એના હાથમાં પથરાઓ આવતા હોય છે...પછી રેતી.. પછી કાદવ અને પછી પાણી ! પણ જ્યાં કાદવ હાથમાં આવે ત્યાં જ તેઓ રાજીના રેડ થઇ જતા હોય છે. કારણ કે કાદવના દર્શને તેઓને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે પાણી તો હવે હાથવેંતમાં જ છે... એ જ રીતે કોઇપણ વ્યક્તિમાં તમારે ગુણ જોવા હોય તો શરૂઆતમાં કદાચ તમને દોષો જ દેખાશે પણ ધીરજ ધરશો તો ધીમે ધીમે ગુણદર્શન થયા વિના નહિ રહે ! કારણ કે દોષ જેનામાં છે એ આખરે તો અનંત ગુણોનો માલિક આત્મા જ છે ! યાદ રાખજો.. કૂવો ખોદવા જતા હજી કદાચ પાણી ન મળે એવું પણ ૩િ૪૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ બને પરંતુ આ જગતમાં એક પણ આત્મા તમને એવો નહિ દેખાય કે જેનામાં તમને ગુણ ન જ મળે...ન જ દેખાય ! જરુર છે માત્ર ગુણ જોવાની...ગુણદ્રષ્ટિ કેળવવાની ! એ આવતા બાકીની બધીય સમસ્યાઓ આપોઆપ હલ થઇ જશે... ગોગલ્સ સતત ત્રીજા વરસે પણ દુકાળ પડ્યો હતો...પશુઓ ઘાસચારાના અભાવે મોતને ઘાટ ઉતરી રહ્યા હતા...લીલું ઘાસ તો શું પણ સૂકું ઘાસ પણ મળતું દુર્લભ હતું... પણ એક ખેડૂત ભારે ખર્ચો કરીને બહારથી પોતાના પશુઓ માટે સૂકું ઘાસ લઇ આવ્યો...૫-૧૫ દિવસ સુધી તો પશુઓએ એ ઘાસ ખાધું પણ પછી એને સૂંઘવાનુંય બંધ કરી દીધું...‘રોજ રોજ આવું ઘાસ શી રીતે ખવાય ?' ખેડૂત મૂંઝાયો...હવે શું કરવું ? લીલું ઘાસ મળે તેમ નથી અને સૂકું ઘાસ ખાવા પશુઓ તૈયાર નથી...જો આમને આમ ચાલે તો તો પશુઓ મોતને ઘાટ ઉતરી જાય... પણ તેવામાં કોઇ ચાલબાજ માણસ આ ખેડૂતને ભટકાઇ ગયો...તેણે સલાહ આપી કે ‘આ સઘળાય પશુઓને તું લીલા રંગના ચશ્મા પહેરાવી દે...પછી જો તેનું પરિણામ !' અને પેલાએ ખરેખર એ અખતરો કર્યો...અને આશ્ચર્ય થયું...જે ઘાસની સામે પશુઓ જોવાય તૈયાર નહોતા એ જ ઘાસ પશુઓ ખૂબ મજેથી ખાવા લાગ્યા...કારણ કે લીલા ચશ્મા પહેર્યા પછી પશુઓને ઘાસ સૂકું નહિ પણ લીલું દેખાતું હતું ! ખેડૂતના આનંદનો પાર ન રહ્યો. જે હકીકત પશુઓના જીવનમાં બની તેવી જ હકીકત ગુણાનુરાગી વ્યક્તિઓના જીવનમાં બનતી હોય છે...તેઓ પાસે રહેલી ગુણાનુરાગની દ્રષ્ટિ તેઓને સર્વત્ર અને સદા પ્રસન્ન જ રાખતી હોય છે...ક્યારેય તેઓને અકળામણનો અનુભવ થતો જ નથી... અને છેલ્લી વાત, ૩૫૦ Page #358 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગી આત્મા પ્રાપ્ત ગુણોની સુરક્ષા કરવા સદાય જાગ્રત હોય છે...વ્યવહારમાંય દેખાય છે કે જે વ્યક્તિને જેનું આકર્ષણ હોય છે એ ચીજની સલામતી-રક્ષા ખાતર એ વ્યક્તિ પોતાના તમામ પ્રયત્નો કરતી જ હોય છે... એ જ ન્યાય લાગુ પડે છે. ગુણની બાબતમાં ! અનંતકાળે પ્રાપ્ત એવા આત્મગુણોની સુરક્ષા ખાતર ગુણવાન આત્મા પોતાની તમામ શક્તિ લગાડ્યા વિના રહેતો નથી...હા...એ સુરક્ષા ખાતર ગમે તેવા પ્રલોભનો આવે તોય એ પ્રલોભનોને લાત મારી દેવાની તેની પૂરી તૈયારી હોય છે. ટૂંકમાં, એ સતત પોતાની આ ગુણોની મૂડી સાચવવા જાગ્રત હોય છે... રંગ ! જુદા જુદા રંગોથી મસ્ત બનેલા સાગરે સંધ્યાને પૂછયું, “મારામાં કેવળ . ખારાશ છે...મારા તરંગોના ઠેકાણા નથી અને છતાં તું મારા પર આટલી બધી પ્રસન્ન કેમ છે ? તારા લીધે તો મારી કાયાનો રંગ બદલાઈ જાય છે !' સાગર ! તું ગમે તેટલો ખારો હોય તોય તારામાં મેં બે અદભુત વિશેષતાઓ જોઇ છે...એક તો તારામાં અગણિત રત્નો પડ્યા છે છતાં તું કેટલો બધો ગંભીર છે ?'...અને બીજું એ કે આખી દુનિયાનો કચરો તું સંઘરે છે અને નિર્મળ બનવાનો યશ તું બીજાને આપે છે...બસ, તારા આ બે ગુણો પર હું ઓવારી જાઉ છું ! સંધ્યાએ જવાબ આપ્યો.. ગુણાનુરાગી આત્માની આ જ વિશેષતા છે...એ પોતાનામાં રહેલા અગણિત ગુણોને છૂપાવી રાખે છે તો બીજાની ગમે તેવી ગાળોને તે ગળી જતો હોય છે...! બનો ગુણાનુરાગી...ગુણવાન બનીને જ રહેશો... ઓહ ! કેટલું જોખમ છે આ ગુણોને ? આની સામે તમે લાવો દોષને ! નિગોદગતિમાં રહેલા અનંતાનંત જીવોના દોષો કેટલા? અક્ષરનો એક અનંતમો ભાગ માત્ર ને ખુલ્લો ! બાકી તેમાં કાંઇ મળે નહિ ! છતાં તેઓને નુકસાન શું ? કાંઈ જ નહિ...કારણ કે નુકસાનની પરાકાષ્ટાએ તો તેઓ બેઠા જ છે ! હવે આથી વધુ નુકસાન તેઓને કોઇ સંભવી શકતું નથી... આ વાતને હૃદયમાં પાકે પાયે ઉતારી દેજો...પગ નીચે પુષ્પોને કચડના ૩૫૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ રાઓ મળશે જ્યારે કાંટાઓને કોઇ સતાવશેય નહિ ! સજ્જનોને મોતને ઘાટ ઉતારી દેનારા મળશે જ્યારે દુર્જનોને કદાચ ઊંચે બેસાડનારાય મળશે ! પળવારનો પણ પ્રમાદ લાંબા સમયની સાધનાને નિષ્ફળ બનાવી દેશે, જ્યારે લાંબી સાધના પછીય આત્મા પરથી દોષોની પકડ ઓછી થશે કે કેમ એ પ્રશ્ન છે ! આ સનાતન સત્યને અસ્થિમજજા બનાવીને ચાલ્યા આવો સાધનાના માર્ગે ! દુર્જનો દ્વારા પુષ્પો ભલે કચડાઇ રહ્યાં પણ કચડાતાં કચડાતાંયે એ પુષ્પો દુર્જનોના પગમાં પોતાની સુગંધને સંક્રમિત કર્યા વિના રહેતા નથી...પુષ્પોની આ આગવી વિશેષતાને સદાય નજર સામે રાખજો... ગુણોના સર્જન માટેની મહેનત કરતાં કરતાં વચ્ચે કોઇ હેરાન કરનારો કદાચ મળી જાય તોય એ હેરાન કરનાર પ્રત્યે તમે એવું સર્તન દાખવજો કે એ તમારા સર્તનની સુગંધને જિંદગીભર ભૂલે નહિ..જો આટલું થશે તો જિંદગી સફળતાના માર્ગે છે તેમાં કોઇ શંકા નથી... હા...ગુણપ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા પહેલાં એક વાત તો નિશ્ચિત જ રાખજો કે આજની દુનિયા જેને ‘સુખ’ કહે છે એવા ‘સુખ’ વાતાવરણને તરછોડવાની તમારામાં હિંમત જોઇશે...તમારી તૈયારી જોઇશે... નીતિના માર્ગને અપનાવવો હશે તો પૈસાને ગૌણ કરવા પડશે...સદાચા૨ના માર્ગને સ્વીકારવો હશે તો વાસનાને ગૌણ કરવી પડશે...ક્ષમાના માર્ગનું આકર્ષણ ઊભું રાખવું હશે તો અહંકારને ગૌણ કરવો પડશે...તપના માર્ગ પર ઊભા રહેવું હશે તો મસાલેદાર વાનગીઓ છોડવી પડશે...જિનાજ્ઞાને મુખ્ય બનાવવી હશે તો અજ્ઞાનીઓની વાતોને ગૌણ બનાવવી પડશે...હા...ગુણવાન બનવા માટે...ગુણો પ્રત્યેના સદ્ભાવને ટકાવી રાખવા માટે આના સિવાય બીજો કોઇ સરળ રસ્તો જ નથી ! છેક મોત સુધીના કષ્ટોને વધાવવાની તૈયારી હશે તો જ આ ગુણો તમારા જીવન સાથે એકમેક થશે ! એમ છે ? એક યુવાન સંન્યાસી ગામ બહાર મસ્તીથી પોતાની સાધના કરતો હતો...બ્રહ્મચર્યનું તેજ તેના કપાળ ઉપર ચમકતું હતું...ગામના લોકોને પણ તેના પર ભારે સદ્ભાવ હતો... ૩૫૨ Page #360 -------------------------------------------------------------------------- ________________ ‘તેમાં એક દિવસ ગામમાં એક કુંવારી કન્યાએ પુત્રને જન્મ આપ્યો. ચારેય બાજુ તેની ચર્ચા થવા લાગી...કો કે કન્યાને પ્રશ્ન પૂછ્યો, “આ બાળક કોનું છે ?' અને એ કન્યાએ આ સંન્યાસી પર આરોપ મૂક્યો..! ગામના લોકો તો સ્તબ્ધ થઇ ગયા...જુવાનીયાઓ ઉશ્કેરાયા..બાળકને લઈને આ સંન્યાસીના આશ્રમ પાસે આવ્યા... હરામખોર ! સંન્યાસીના વેશમાં આવી લબાડી ?' શું છે ભાઇઓ ?' “લે આ તારું પાપ !” એમ કહીને તેઓએ આ નવજાત શિશુને સંન્યાસીની પાસે મૂક્યું...સંન્યાસી પરિસ્થિતિ સમજી ગયો...તેણે બાળકને પ્રેમથી ઉપાડી લીધું... જુવાનીયાઓ વધુ ઉશ્કેરાયા...આશ્રમને આગ લગાડી દીધી...ભિક્ષાપાત્રો તોડી નાખ્યા...સંન્યાસીને માર્યો...પણ સંન્યાસી એક જ વાક્ય બોલે, “આ બાળક મારું છે એમ ?...” બીજો કોઇ જવાબ નહિ !... જુવાનીયાઓ તો સમય થયો એટલે ગયા ઘર તરફ..પણ ભિક્ષાના સમયે ગાળોનો વરસાદ વરસવા લાગ્યો... જુઓ, આ પેલો લબાડ-ઢોંગી હરામખોર જાય...” પેલો સંન્યાસી IS IT so? “એમ ?” બસ એટલું જ બોલીને આગળ ચાલતો જાય...ક્યાંય ભિક્ષા ન મળી ત્યારે એ પેલી કન્યાને ત્યાં આવ્યો....કન્યાના બાપને તેણે કહ્યું કે “મારો અપરાધ હોઇ શકે છે પણ આ બાળકનો શો અપરાધ છે ? તેના માટે તો દૂધ આપો !” પેલી કન્યા આ સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ...પોતાના પાપને છૂપાવવા માટે આવા નિર્દોષ સંન્યાસી પર આરોપ ચડાવવા બદલ તેને ભારે પશ્ચાત્તાપ થયો...લોકોની વચ્ચે તેણે જાહેર કર્યું કે “આ બાળક અમુકનું છે પણ સંન્યાસીનું તો નથી જ !' આ સાંભળીને લોકો તો સ્તબ્ધ થઈ ગયા. પેલા સંન્યાસીની મુખાકૃતિ તો એવી ને એવી જ સૌમ્ય હતી...હવે જુવાનીયાઓ સંન્યાસી તરફ વળ્યા...“મહારાજ ! ૩૫૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ તમે તો બિલકુલ નિર્દોષ છો.” એમ ?' તમે આનો ખુલાસો સવારના જ કરી દીધો હોત તો ?' એવું છે ને કે એક જણને બદનામ કરવાનો આનંદ તો તમે લૂંટી લીધો, હવે બીજાને શા માટે બદનામ કરવો ?...હું તો જેવો છું તેવો જ છું સન્માનના સુખને અને અપમાનના દુ:ખને મેં સારી રીતે પચાવી જાણ્યા છે...' સંન્યાસીએ જવાબ આપ્યો... - જવાબ સાંભળનારા શું બોલે ? સંન્યાસીના ચરણોમાં પડ્યા...સંન્યાસીની માફી માગી રડતી આંખે વિદાય થયા !.. ગુણમય જીવનની આ કઠોર વાસ્તવિકતા છે...એવા જીવનના સ્વામી બનવા માટે કેટકેટલી જાતની અગ્નિ પરીક્ષામાંથી તમારે પસાર થવું પડશે એની કલ્પનાય થાય તેમ નથી હા...એ અગ્નિ પરીક્ષા તમને વધુ ને વધુ વિશુદ્ધ બનાવતી જશે તેમાંય શંકા નથી...! છે તૈયારી આવી પરીક્ષામાંથી પાસ થવાની ? બાકી એક વાત ભૂલશો નહિ..કથીર ક્યારેય અગ્નિપરીક્ષા માટે તૈયાર હોતું નથી જ્યારે કંચન અગ્નિપરીક્ષા માટે ક્યારેય ઇન્કાર કરતું નથી...કારણ કે કથીરને પૂરો ખ્યાલ હોય છે કે અગ્નિ મને ઓગાળી નાખ્યા વિના નહિ રહે...જ્યારે કંચનને પૂરી ખાતરી હોય છે કે અગ્નિ મને વિશુદ્ધ બનાવ્યા વિના નહિ રહે ! સાધનાના જીવનમાં આવતા આ બધા કષ્ટોના અગ્નિ સામે આપણે જો કથીર જેવા પૂરવાર થશે તો જીવન હારી જઇશું અને કંચન જેવા પૂરવાર થશું તો આત્માને વિશુદ્ધ બનાવીને જ રહેશે ! હા...એટલું ખરું કે પ્રત્યેક જનમમાં આપણે અંધારા સાથે જ સંબંધ બાંધ્યો છે અને એટલે પ્રકાશ જોતાં જ આપણી આંખો બંધ થઇ જાય છે...પણ આ જનમમાં પ્રકાશ જોવા માટે આપણી આંખોને આપણે પ્રયત્નો કરીને પણ તૈયાર કરવી જ પડશે ! આંખનો અંધાપો હજી કદાચ ચલાવી લેવાય પણ અજ્ઞાનનો અંધાપો એક પળ પણ ચલાવી શકાય નહિ...કારણ કે અંધાપાએ તો અનાદિનું સંસાર પરિભ્રમણ અકબંધ રાખ્યું છે...એને હવે તોડયે જ છૂટકો છે... Page #362 -------------------------------------------------------------------------- ________________ ગુણાર્જન માટે શરુ કરેલા તમારા પ્રયત્નો જરાય નિષ્ફળ નહિ નીવડે...હા...કામચલાઉ કદાચ નિષ્ફળતા મળશે તોય એ નિષ્ફળતા સફળતાને નજીક લાવ્યા વિના નહિ રહે ! આ માત્ર વાતો નથી...વાસ્તવિકતા છે..વ્યવહારમાંય આવું દેખાય છે !... - સાયકલ ચલાવવાનું શીખનારો ૫-૧૫ વાર પડે છે તો સાયકલ ચલાવતા જલ્દી શીખે છે...ધંધો કરનારો બે-ચાર વખત કદાચ ખોટ ખાતો હોય તોય પછી એ સાવધ બનીને ધંધો કરીને નફો જ મેળવતો હોય છે...નાનો છોકરો ચાલવાનું શીખતા પહેલાં ઘણી વાર પડતો હોય છે અને પછી જ ચાલતા શીખતો હોય છે... આ જ ન્યાય લગાડી દો અહીંયાં ! ગુણપ્રાપ્તિ માટે પ્રામાણિક પણે પ્રયત્નો ચાલુ કરો...ખૂબ ધીરજ રાખો...કષ્ટોથી ડરો નહિ પણ કષ્ટોની વચ્ચે અડીખમ ઊભા રહો...] આચાર પર પ્રભાવ વિચારનો છે. તો વિચાર પર પ્રભાવ વાતાવરણનો છે. બેડામાં પાણી જો નળમાંથી આવે છે તો નળમાં પાણી ટાંકીમાંથી આવે છે. ટાંકીનું પાણી જો સ્વચ્છ છે તો નળમાં પાણી અસ્વચ્છ આવવાનો કોઇ જ પ્રશ્ન રહે તો નથી અને નળમાંપાણી સ્વચ્છ છે તો બેડામાં અસ્વચ્છ પાણી આવવાનો કોઇ પ્રશ્ન નથી રહેતો... સઆચાર ટકી રહ્યા છે. સવાતાવરણના કારણો... ક ક ૩૫૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ G ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૨ મો ગુણ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ અ-દેશ એટલે અનાર્યદેશ ટૂંકમાં દગાબાજ, હિંસક દુરાચારી, જુગારી, ધર્મ વિરોધી દેશ, ગામ વગેરે અને અકાળ | | એટલે અયોગ્ય કાળ. | નબળા નિમિત્તોના ભોગ બનીને અનેક આત્માઓ મહામૂલા જીવનને બરબાદ કરી રહ્યા છે. રાત્રીના એક-બે | વાગ્યા સુધી બહાર ભટકયા કરવું અયોગ્ય છે. અનેક દૂષણો | તો ઘૂસે પણ દુરાચારી તરીકે ખ્યાતિ લમણે ઝીંકાય ! સદાચા| રોનો નાશ થાય માટે અ-દેશ અને અ-કાળનો ત્યાગ કરવો. આત્મામાં સુસંસ્કરણની પ્રતિષ્ઠા કરાવવા અને Iકુસંસ્કારોથી બચાવવા... ગુણની કમાઇ કરવા અને પરલોકને સદ્ધર બનાવનારા આ ગુણને આત્મસાત કરવું જ રહ્યું. અષાઢાભૂતિ, સિંહ ગુફાવાસી મુનિ, અરણિક મુનિવર, | | મહામુનિ નંદિષણના એકવારના પત્તનના મૂળમાં નબળા સ્થાનો જ હતા... | વાંચો આ ગુણ....! ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ( ૦ 2૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩પ૬ ૦ ૦ ૦ ૦ ૦ )) Page #364 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીનો બાવીશમો ગુણ છે : અ-દેશ-કાળચર્યાનો ત્યાગ. માનવીની એક મોટામાં મોટી વિશિષ્ટતા ! શરીર પર મેલ ન ચડી જાય..ચડેલો મેલ રહી ન જાય એ માટે એણે શરીરને રોજ નવડાવ્યું. એ શરીરની શોભા વધારનારા વસ્ત્રો મેલા ન થઇ જાય...મેલા ન રહી જાય એ માટે રોજ એણે વસ્ત્રોને ધોવા નાખ્યાં...પણ ભારે કિંમતી એવા મન પર જામી ગયેલા થરના થરની એણે જરાય ચિંતા જ ન કરી...થોડા થોડા પ્રમાણમાં ચડતા ગયેલા એ મેલના ઘરે એની જિંદગી બરબાદ કરી નાખી.. તોય એ સમજયો નહિ...સાવધ થયો નહિ, એટલું જ નહિ, હાથે કરીને વધુ મેલ ચડે એવા જ સ્થાનમાં અને વાતાવરણમાં તે જતો ગયો...અને પોતાના ઉત્તમ જીવનની એ બરબાદી નોતરી બેઠો.....આ બરબાદીને અટકાવવાનો એક સારામાં સારો ઉપાય એટલે જ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ ! અ-દેશ એટલે કે અનાર્યદેશ અથવા તો આર્ય પણ હિંસક, દગાબાજ, દુરાચારી, જુગારી, ગુસ્સાખોર, ધર્મવિરોધી વગેરે દેશ, ગામ, મહોલ્લો કે શેરી. અ-કાળ એટલે કે અયોગ્ય કાળ...એમાં વસવું કે ફરવું નહિ. કેમકે તેથી શરીર-ધન-આત્માને નુકશાન પહોંચે છે. શાસ્ત્રકારોએ આપણા આત્માની ચિંતા માટે કેટકેટલી કાળજી કરી છે તેનો ખ્યાલ તો આવા ગુણોના પાલનના લાભને નજર સામે લાવીએ ત્યારે આવે ! એક વાત તો નિશ્ચિત્ત છે કે માણસને જ્યાં સંપત્તિ દેખાઇ છે...ત્યાં એ જાગૃતસાવધ અચૂક બન્યો છે...ધનની તાકાતનો જેને ખ્યાલ છે એવા કોઇપણ માણસને લગભગ કહેવું નથી પડતું કે, “ભાઈ ! આ બાજુ ગુંડાઓનો અડો છે માટે એ તરફ જતો નહિ...અથવા તો આ રસ્તેથી રાતના દસ વાગ્યા પછી નીકળવામાં પૂરેપૂરું જોખમ છે માટે ભૂલેચૂકે એવા ટાઈમે આ રસ્તાથી નીકળતો નહિ !” આવું કાંઇ કહેવું પડતું નથી કારણ કે એ માણસને ધનની હાજરીના લાભ અને ધનના અભાવના નુકશાનનો પૂરેપૂરો ખ્યાલ છે...અને એટલા જ માટે તે માણસ હાથે કરીને અથવા તો સામે ચડીને કોઇ જોખમ ઉઠાવવા તૈયાર થતો નથી અરે ! એવો કોઇ પ્રસંગ આવી જ ગયો હોય તોય એ પ્રસંગે ખૂબ સાવધ બની જતો હોય છે ! મારી પાસે રત્નો છે... વાણિયો બહારગામથી પુષ્કળ કમાણી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો ૩૫૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ હતો...કિંમતી રત્નોની પોટલી તેણે બરાબર સાચવીને રાખી હતી. તેમાં એક નાનકડા જંગલમાંથી પસાર થવાનું આવ્યું...એ જંગલમાં ઘણા ધાર્ડપાડુઓ રહે છે એવા સમાચાર વાણિયાને મળેલા...તેણે વિચાર કર્યો કે, “આ કિંમતી રત્નો સાચવવા કોઇ યુક્તિ તો કરવી જ પડશે...” જંગલમાં પહેલાં એક જગ્યાએ ખાડો ખોદીને તેમાં રત્નોની પોટલી મૂકી દીધી. અને બીજી એક કાચના ટુકડાઓની પોટલી બનાવી...સાથે લઈ જંગલમાં પ્રવેશ્યો...બૂમ મારતો મારતો આગળ ચાલવા લાગ્યો...“મારી પાસે રત્નો છે...મારી પાસે રત્નો છે...' એની બૂમ સાંભળી ધાડપાડુઓએ તેને ઊભો રાખ્યો...બોલ ! રનો ક્યાં છુપાવ્યા છે ?” “ભાઇઓ ! મને જવા દો...કેટકેટલી મહેનત કરીને હું આ રત્નો મેળવી શક્યો છું...! તમે એ લઇ લેશો તો મારો જાન જશે.” વાણિયાએ નાટક કર્યું. ધાડપાડુઓ આમ તો શેના છોડે ? વાણિયાને બાંધીને પેલી પોટલી કાઢી.. જોયું તો કાચના ટુકડા ! “અલ્યા ! આ તો કો'ક પાગલ લાગે છે...રત્નો હોય એ કાંઇ આવી બૂમો પાડતો પાડતો જતો હશે ?જવા દો એને !” એમ કહી ધાડપાડુઓએ આને રવાના કર્યો. વાણિયો જંગલમાં પેલા છેડેથી પાછો આવી જ બૂમો પાડતો પાડતો આ છેડે આવ્યો...પાછો એ જ રીતે આ છેડેથી પેલા છેડે ગયો...ચાર-પાંચ વાર આ રીતે ધક્કા ખાધા...“આ તો પાગલ છે.” એમ સમજીને એકેય ધાડપાડુ જ્યારે વાણિયા પાસે ફરક્યો જ નહિ ત્યારે વાણિયાને લાગ્યું કે, “હવે પેલી રત્નોની પોટલી લઈ જવામાં વાંધો નથી.” જમીન ખોદીને પોટલી કાઢી.. “મારી પાસે રત્નો છે” ની બૂમ પાડતો મજેથી જંગલ વટાવી ગયો...ધાડપાડુઓને મૂરખ બનાવ્યા અને પોતાની સંપત્તિ સુરક્ષિત કરી દીધી !” આપણી મૂળ વાત એ છે કે જ્યાં સંપત્તિનો ખ્યાલ છે ત્યાં જાગૃતિ આવી જ જાય છે...અને જ્યાં સંપત્તિનો ખ્યાલ નથી ત્યાં મોટે ભાગે અસાવધગિરિ આવ્યા વિના રહેતી નથી...આત્મગુણોની બાબતમાં સામાન્યતયા આપણી સ્થિતિ દયનીય છે..શીલ-સદાચાર-ક્ષમા- સરળતા-નમ્રતા વગેરે ગુણો આપણને હજી સંપત્તિ જેવા Page #366 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા નથી અને એટલે જ આપણે એ ગુણો પ્રત્યે ભારે બેદ૨કા૨ છીએ... બેદ૨કારીએ જ આપણને ગમે તેવાં હીન સ્થાનોમાં રખડતા કર્યા છે અને ગમે તેવા અયોગ્ય કાળોમાં આપણને ફરતા રાખ્યા છે...એ બેદરકારીને તોડવા માટે આ ગુણના પાલનની અતિ જરુર છે... એક વાત ખાસ સમજી રાખજો કે આપણો આત્મા એ અત્યારે તો પાણી જેવો છે...પાણીને તમે જેવા વાસણમાં નાખો તેવા આકારને એ ધારણ કરે. તપેલીમાં નાંખો તો એ તપેલીમાં ઢળી જાય...લોટામાં નાંખો તો એ લોટામાં ગોઠવાઇ જાય’...આ જ રીતે જેવા વાતાવરણમાં આપણો આત્મા જાય છે, સામાન્યતયા એ એવો જ બની જાય છે...સિનેમા જોવા જાય તો એમાં તન્મય થઇ જાય છે અને ભક્તિની રમઝટ મચી હોય એવા સ્નાત્ર મહોત્સવમાં જાય તો એમાંય તન્મય થઇ જાય છે... ! જ્યારે પરિસ્થિતિ આવી જ છે ત્યારે એક વાત તો નિશ્ચિત્ત થઇ જાય છે કે જો સતત સારાં સ્થાનોમાં જવાનું રાખવામાં આવે તો સારા થવાની શકયતા ઘણી છે અને એ જ રીતે હીન સ્થાનોમાં વારંવાર જવાનું જો બને તો જીવન સાવ તુચ્છ બની જવાની શક્યતા ઘણી છે... આ બંને પ્રકારની શકયતાને નજર સામે રાખીને જીવન જીવવાનું શરુ કરવામાં આવે તો અનંતકાળે દુર્લભ એવા આત્મગુણોની મૂડી સુરક્ષિત થયા વિના ન રહે...અરે ! શરીરની સ્વસ્થતા અને ધન-માલની સુરક્ષા પણ આ ગુણના પાલનમાં સમાવિષ્ટ જ છે... ઇલાજ કેન્સરનો એક દર્દી ડોકટ૨ પાસે આવ્યો...ડોકટરે દવા વગેરે આપ્યા પછી શું ખાવું અને શું ન ખાવું ? ઇત્યાદિ સૂચનાઓ આપી...દસ દિવસ બાદ પાછા આવવાનું સૂચન કર્યું... પેલો દર્દી ઘેર ગયો...તેને સિગારેટ પીવાનું ભારે વ્યસન હતું...આવી સખત બિમારીમાંય તે સિગારેટ છોડી શકતો નહોતો...પંદરેક દિવસ બાદ ડોકટ૨ પાસે આવ્યો...ડોકટરે શરીર તપાસ્યું...કેન્સર ઘટવાને બદલે વધી ગયું હતું. ‘જુઓ દવા લેવા કરતાં તમે હવે જેમ બને તેમ વધુ ફિલ્મો જોવાનું રાખો...શક્ય છે કે એમ કરવાથી કેન્સરમાં કાંઇક રાહત થઇ જાય !' ડોક્ટરે ૩૫૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ દર્દીને સલાહ આપી. શું વાત કરો છો, ડોકટર ! ફિલ્મો જોવાથી રાહત ?' હા...કારણ કે થિયેટરમાં સિગારેટ પીવાની સખ્ત મનાઇ હોય છે...અને સિગારેટ છોડ્યા વિના તમને કેન્સરમાં રાહત થઇ શકે એમ નથી.” દર્દી શું બોલે ? શરીરની સ્વસ્થતા પણ જો ચોક્કસ પ્રકારના વાતાવરણની અપેક્ષા રાખતી હોય તો પછી મનની પવિત્રતા માટે તો પૂછવું જ શું ? જે જે આત્માઓએ આવાં સ્થાનોની ઉપેક્ષા કરી છે તેવા આત્માઓ એક વાર તો વિકાસના શિખરેથી પતનની ખીણમાં ગબડી પડ્યા છે ! અષાઢાભૂતિ મુનિવર...સિંહગુફાવાસી મુનિ...અરણિક મુનિવર, મહામુનિ નંદિષણ વગેરેના એક વાર થઇ ચૂકેલા પતનના મૂળમાં આ નબળાં સ્થાનોના સેવન હતાં ! અને એટલે જ શાસ્ત્રકારોએ આવાં સ્થાનોના ત્યાગ ઉપર ભારે જોર આપ્યું છે. ધાંધલ કે કારમારીના દેશમાં જવા કે ઉભા રહેવાથી ઇજા પહોંચે, સાક્ષીમાં તણાવું પડે કે લૂંટાઈ જવાય...એમ કસાઇ, જુગારીના અડા, દારુના પીઠા કે વેશ્યાવાડામાં વસવાથી કે ત્યાં જઇને જવા-આવવાથી બુદ્ધિ બગડે છે. બુદ્ધિ બગડવાથી નિષ્ફરતા, જુગાર, અભક્ષ્ય ભક્ષણ, દુરાચાર, અનીતિ વગેરેની લાલચ ઊભી થાય છે...કદાચ બીજાને ખોટી શંકા કે અવિશ્વાસ પણ થાય છે...આવા સંભવિત અનેક અપાયો (આપત્યિ)થી બચવા માટે એવા સ્થાનોનો સદંતર ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આજના કાળે તો આ બાબતમાં ખૂબ જ સજાગ થઇ જવાની જરૂર છે...અનેક નિમિત્તવાસી આત્માઓ આવાં નબળાં નિમિત્તોના ભોગ બની બનીને પોતાના મહામૂલા જીવનને બરબાદ કરી રહ્યા છે...છેલ્લા ત્રણેક વરસોમાં પરિચયમાં આવેલા અનેક યુવકોનાં જીવનમાં ડોકિયું કરતાં આ એક વાત ખૂબ સ્પષ્ટપણે જણાઇ છે કે એ લોકોના જીવનમાં બરબાદી નોતરનારાં આવાં નબળાં સ્થાનો જ હતાં.' સાવધાન ઝેરના અખતરાઓ કરશો નહિ... થિયેટરમાં જશો નહિ, પરંતુ થિયેટર પાસેથી પણ જશો નહિ. સિનેમા તો જોશો નહિ, પરંતુ ૩૬૦ Page #368 -------------------------------------------------------------------------- ________________ સિનેમાના પોસ્ટર સામે પણ નજર નાખશો નહિ ! માત્ર સાપ જ નહિ, સાપનું બિલ પણ જોખમી છે...સાપ હોય ત્યાં તો ન બેસાય પરંતુ સાપના બિલ પાસે પણ ન બેસાય ! બન્નેમાં મોતની શક્યતા છે ! અયોગ્ય સ્થાનના ત્યાગ પછી વાત આવે છે અયોગ્યકાળના ત્યાગની વાત...અયોગ્યકાળ એટલે કે રાતના બાર-એક-બે વાગ્યા સુધી બહાર ફરતા રહે ! આ રીતે બહાર ફરતા રહેવામાં ચોર-ડાકૂના ભોગ બનવું પડે, લોકમાંય. દુરાચારી તરીકેની ખ્યાતિ થાય ! એ દિવસ ભુલાતો નથી.. એક પ્રસંગ... સાહેબ ! લગભગ ૧૭-૧૮ વરસની ઉંમરે એક વાર રાતના બહાર આંટો મારવા નીકળ્યો...બે-ચાર મિત્રો રસ્તામાં મળી ગયા...લઇ ગયા કલબમાં...બસ, એ દિવસથી જુગાર રમવાનું ચાલુ કર્યું.. ધીમે ધીમે એમાં પારંગતતા આવતી ગઇ...પણ એ બાબતની મારા મોટા ભાઇને ખબર પડી ગઇ...કડક શબ્દોમાં મને જુગાર છોડી દેવાની સલાહ આપી. પરંતુ મેં એ સલાહને ગણકારી નહિ... અને એક દિવસ... કલબમાં જુગાર રમતો હતો તે વખતે જ મારા મોટા ભાઇ પોલીસને લઇને ત્યાં આવ્યા...મારી સામે આંગળી કરીને પોલીસને કહે, જુઓ, આ પેલો દેખાય છે એ મારો નાનો ભાઇ છે..જુગારી છે પાકો ! એને પકડીને પૂરી દો જેલમાં અને જ્યાં સુધી જુગાર છોડવાની કબૂલાત ન કરે ત્યાં સુધી એને છોડશો નહિ... એમ કહીને મારા મોટા ભાઇએ મને પકડાવ્યો... દસ-બાર દિવસ જેલની હવા ખાઇ આવ્યો..પણ બસ, એ દિવસથી મારા જીવનમાંથી જુગાર રવાના થઇ ગયો...આજે પણ એ દિવસ યાદ આવે છે ને મારું મસ્તક મોટાભાઇને નમી પડે છે, સામે ચડીને પોલીસને બોલાવીને પકડાવી દીધો અને એ દિવસથી નાનોભાઈ સુધરી પણ ગયો... ::::: : ::: Page #369 -------------------------------------------------------------------------- ________________ અ-દેશમાં અને અ-કાળમાં ફરવાથી મોટે ભાગે શિષ્ટપુરુષોમાં ગહ્યું વા અનેક પાપો જીવનમાં પ્રવેશી જવાનો સંભવ છે...કારણ કે આવાં પાપો એવા સ્થાનમાં અને એવા કાળમાં જ આચરી શકાતાં હોય છે...આ ગુણના પાલનના અભાવનું મોટામાં મોટુ નુકશાન એ છે કે આવાં સ્થાનોમાં અને આવા કાળમાં સેવાતાં પાપો પ્રત્યે આત્માની સૂગ બિલકુલ ઊડી જાય છે...અને એક વાર એ સૂગ ઊડી ગઇ તો પછી જીવનમાંથી એ પાપો ૨વાના થવા મુશ્કેલ બની જાય છે... અ-દેશ અને અ-કાળ ચર્ચાના ત્યાગમાં આ ય વાત સાંભળી રાખવી કે સ્ત્રી-પુરુષના એકાંત સ્થાન વગેરેમાંય ન જવું...અને એ જ રીતે બીજાના ધનમાલના ખાસ સ્થાન વગેરેમાં પણ ન જવું તથા એના તરફ દ્રષ્ટિ પણ ન નાંખવી...આવા સ્થાનોમાં ગમન આત્મા માટે ક્યારેક ખૂબ જોખમી બની જતા હોય છે...સદાચારાદિનો નાશ થવાની સાથે મારપીટ વગેરેના પણ આમાં ભોગ બનવું પડે છે ! દસ પૈસા... ભારે અહંકારી એક શ્રીમંત જે આવે તેની પાસે પોતાની બહાદુરીના વખાણ કરે...આપણે તો ચોર-ડાકૂ-ગુંડા વગેરે કોઇથી ડરતા જ નથી...અરે ! રસ્તામાં ભેટી પડે ને તોય એને દેખાડી દીધા વિના ન રહીએ... લોકોને શેઠની આ વાત સાંભળતાં બહુ દાઝ ચડે...એક વાર તો આ શેઠિયાને કો'ક ભટકાવો જોઇએ...બેટાને ખબર તો પડે કે બહાદુરી એ શી ચીજ છે ! અને ખરેખર...એક દિવસ શેઠને કો'કે ચડાવ્યા...‘શેઠ ! લોકો તમારા માટે એવી વાતો કરે છે કે ‘તમે માત્ર ડંફાસ જ લગાવો છો...તમારી તાકાત કાંઇ છે જ નહિ...' મારું માનતા હો તો એકવાર આ ગલીમાંથી પસાર થઇને સામે નીકળો...પછી હું જ લોકોને કહેતો ફરીશ કે ‘ના...શેઠ પરાક્રમી તો ખરા જ !' શેઠને પાવર ચડી ગયો...ગુંડાઓની ગલીમાંથી રાતના દશ વાગ્યા પછી . પસાર થવા નીકળ્યા...હજુ તો અડધે રસ્તે આવ્યા હશે ત્યાં એક સાથે બે ગુંડાઓ શેઠ તરફ ધસી આવ્યા..‘શેઠ ! જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો...આગળ વધ્યા છો તો સમજી રાખજો, જાન જશે...' શેઠ તો અવાજ સાંભળીને હેબતાઇ ગયા...ઊભા રહી ગયા... શેઠ ! ૧૦ પૈસાનો સિક્કો આપો...' એક ગુંડા બોલ્યો. ૩૬૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ “શેઠ સમજયા કે મારી ધાક ચારેય બાજુ એટલી બધી છે એટલે જ આ ગુંડાએ માત્ર 10 પૈસાનો સિક્કો માંગ્યો છે..” શેઠે ખીસામાંથી ૧૦ પૈસાનો સિક્કો કાઢીને ગુંડાના હાથમાં આપ્યો...પછી શેઠે આગળ જવા માટે જેવો પગ ઉપાડ્યો એટલે એક ગુંડાએ શેઠની બોચી પકડી...“અમે ક્યાં ચાલ્યો ?' “કેમ તમને દસા પૈસા તો આપી દીધા !! શેઠે જવાબ આપ્યો. “અરે ! એ દસ પૈસાનો સિક્કો તો એટલા માટે માંગ્યો છે કે અમે બે એ સિક્કાને ઉછાળવા માંગીએ છીએ. જેની જીત થશે એ આ તારા હાથ પર રહેલી ઘડિયાળ લેશે અને જેની હાર થશે એ તારા ખીસામાં રહેલું પાકીટ લેશે...' શેઠના તો આ સાંભળીને મોતીયા જ મરી ગયા...લાચાર થઇને ઊભા રહ્યા ..પાકીટ-ઘડિયાળ બધુંય ગયું...અને ગુંડાઓના હાથની બે-ચાર ખાવી પડી તે નકામાં ! ત્યારથી માંડીને શેઠ આવા રસ્તે જવાની ખો ભૂલી ગયા... આવી કફોડી હાલત થઇ તેનું કારણ શું? અદેશ-અ-કાળ ચર્યા ! આ લૂંટ વગેરે તો મામૂલી નુકશાન છે પણ મહા કિંમતી વા શીલસદાચારના નુકશાનનું તો વર્ણન થાય એમ નથી...કારણ કે લૂંટાયેલા પૈસા તો હજી કદાચ પાછા મળે પણ લૂંટાયેલા શીલ...? સાવધ બની જાઓ...માનવજીવનમાં તો ખૂબ ખૂબ સુસંસ્કરણ, કુસંસ્કરોથી બચાવ અને ગુણની કમાઈ એ સૌથી અગત્યનું કર્તવ્ય છે. એની ઉપેક્ષા એટલે આલોક અને પરલોકના સુખ-શાન્તિની ઉપેક્ષા છે...આપણાથી જોખમ લેવાય જ નહિ... માર્ગાનુસારીના એક એક ગુણના પાલનમાં કેવળજ્ઞાન સુધીના ગુણોની પ્રાપ્તિની શક્યતા છે. ક ૩૬૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ é) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 88 મો ગુણ બળાબળની વિચારણા स्थाने शमवतां शकत्या, व्यायामे वृद्धि रडिनाम, प्रथया बलमारंभो, निदानं दायसम्पदः || પોતાનું બળ કેટલું છે ? એ સમજીને પગલું ભરવું. ચિત્તની સમાધિ અને પ્રસન્નતા બન્ને આ ગુણની આરાધનાની ફલશ્રુતિ છે. આ ગુણની આરાધના પાપનિવૃત્ત અને પુણ્યપ્રવૃત્ત બનાવવાની સાથે સમાધિ આત્મસાત કરાવે છે. શરીરની, ધનની, I શક્તિની અને સ્થાનની તાકાતની વિચારણા નજર સમક્ષ રાખીને વ્યવહાર કરવો જોઇએ... કોઇપણ કાર્ય ઉપાડતા પહેલા આ આજુબાજુની પરિ-| સ્થિતિ...પોતાની તાકાત...પુણ્ય વગેરેને નજર અંદાજ રાખીને પછીજ કાર્ય ઉપાડવા જોઇએ. તરંગ અને તર્કમાં પણ અમલીકરણ, ખૂબ વિચારીને કરવો. વ્યવહારથી શા શા લાભ થાય છે એની વિવેચના આ ગુણમાં સમાવી લેવામાં આવ્યા છે. વાંચો આ | ગુણને ! ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૩૬૪ Page #372 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીમાં ર૩મો ગુણ છે. બળાબળની વિચારણા... વેપાર ધંધો...સંસાર વ્યવહાર...કળા-વિદ્યા...લેણદેણ સગાઇ-મિત્રાચારી વગેરે બાબતોમાં તથા વ્રત નિયમ ત્યાગ તપસ્યા કે બીજી જવાબદારી ઉઠાવતાં પહેલાં પોતાનું બળ કેટલું છે, કેટલું નથી એ માપી લેવું અને બળ પહોંચે એટલું જ ઉપાડવું..કાર્ય પ્રારંભ કરતા પહેલાં આ જરુરી છે. “મારી શરીરની...ધનની...સ્થાનની શક્તિ કેટલી...અને મારું ગજું કેટલું ?” એ વિચારને અનુસારે પગલું માંડે તો પાછળથી પસ્તાવું ન પડે અને પ્રારંભેલા કાર્યમાં સફળતા મળે...તથા જશ પણ મળે ! આજના કાળે આ ગુણનું પાલન જો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં વ્યવસ્થિત થવા માંડે તો સંભવિત અનેક પ્રકારના અપાયોથી બચી જવાનું બને..ચિત્તની સમાધિ પણ જળવાય અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રસન્નતાભર્યું વાતાવરણ ઊભું થાય. એક ગુજરાતી કહેવત છે કે “ગુંડાની સામે પડવાની તાકાત ન હોય તો ગુંડો જે રસ્તે જતો હોય...ગુંડો જ્યાં રહેતો હોય...એ રસ્તે કે એ સ્થાનમાં ક્યારેય જવું નહિ...ક્યારેય રહેવું નહિ...” આ હકીકતની જો ઉપેક્ષા કરે તો ધન-માલ લૂંટાઈ જાય યાવત્ જાન પણ ગુમાવવો પડે ! બળાબળની વિચારણામાં આ જ વાત લાગુ પડે છે...કોઇપણ કાર્ય ઉપાડતા પહેલા આજુબાજુની પરિસ્થિતિ...તમારી તાકાત...તમારું પુણ્ય વગેરે સઘળીય ચીજોનો વિચાર કરી લો...અને પછી જ કાર્ય ઉપાડો.. પ્રોગ્રામ અડધી રાતે સંગીતના આલાપ ભરતા એક સંગીતકાર પાસે તેનો પડોશી પહોંચી ગયો. “ઉસ્તાદજી ! તમારા સંગીતના આલાપ એટલા બધા જોરદાર છે કે આ પ્રોગ્રામો તમારે લંડન, મોસ્કો અને પેકીંગમાં આપવા જેવા છે...” શું મારા સંગીતમાં એટલી બધી મીઠાશ છે ?' ૩૬૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ ‘મીઠાશ કેટલી છે એની તો ખબર નથી પણ તમે એટલા દૂ૨ જાઓ તો ત્યાંથી તમારા આલાપનો અવાજ અહીંયાં જરા પણ ન આવે અને અમે શાન્તિથી સૂઇ શકીએ...' પડોશીએ જવાબ આપ્યો. સંગીતકાર શું બોલે ? આ શું ? બળાબળની વિચારણાનો અભાવ ! આ તો ઠીક છે કે પડોશીએ પોતાની કહેવાની વાત વ્યંગમાં જણાવી દીધી...નહિતર તો અડધી રાતે ઊંઘ બગડે તો કદાચ લાફોય મારી દે અને પછી તેમાંથી ભયંકર મારામારીય શરુ થઇ જાય ! માત્ર સંગીત માટે જ નહિ, મોઢામાંથી નીકળતા બોલ બોલતા પહેલાય પોતાનું ગજું વિચારવું જોઇએ કે હું જે કાંઇ બોલું છું તેમાં મારું સ્થાન ક્યાં ? બોલેલું પાર પાડવામાં મારું ગજું કેટલું ?...બોલ્યા પછી પરિણામ જે આવે તે ભોગવવાની મારી પહોંચ કેટલી ? આ વિચારીને જો બોલાય તો પોતાના મોભા કે દરજજા બહારનું વચન ન નીકળે...તેમ કાયમી વિરોધ-શત્રુ ઊભું કરનારું વેણ ન બોલાય ! સહેજ નજ૨ ફેરવો ચારેય બાજુ ! વ્યક્તિગત જીવનમાં...તેમજ સામાજીક ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે સર્જાઇ રહેલી અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિ આવા જ કો'ક કારણને આભારી છે...મનમાં તરંગ આવ્યો કે તુર્ત પ્રવૃત્તિ ચાલુ કરી દીધી...મનમાં સ્ફુરણા થઇ કે તુર્ત બોલવાનું ચાલુ કરી દીધું...મનમાં વિચાર જાગ્યો કે તરત જ ધંધામાં ઝંપલાવી દીધું !...એની પાછળની પોતાની તાકાત વિચારી જ નહિ અને પછી ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવ્યું ત્યારે રોવા બેઠા ! આજના કાળની અનેક પ્રકારની અશાન્તિઓ આ ગુણના પાલનના અભાવને આભારી છે...‘બાજુવાળાએ પોતાના ઘરમાં આવેલ લગ્ન પ્રસંગે રુપિયા લાખ ખર્ચ્યા તો તેનો સમાજમાં વટ પડી ગયો તો લાવ, હુંય વટ પાડવા રુપિયા લાખ ખર્ચી દઉ...' બસ, આ વિચારને અમલમાં મૂકવા પછી દેવું કરે...આડા રસ્તે ૩૬૬ Page #374 -------------------------------------------------------------------------- ________________ પૈસાની કમાણી કરે...ચોરી પણ કરે...બીજાના પૈસા દબાવી પણ દે...અરે ! બધીય જાતના પ્રયત્નો કરવા છતાંય પૈસા ન મળે તો અવસરે બીજાની હત્યા પણ કરી દે ! “મોંઘવારી વધી છે'ની બૂમ કદાચ સાચી હોય તોય બીજી બાજુ તપાસો તો સ્પષ્ટ દેખાશે કે જરૂરિયાતો પણ વધી છે...વટ પાડવાની વૃત્તિ પણ વધી છે...અને એ બધું સાચવવા ખાતર દુઃખીય થવું પડતું હોય તો તેની તૈયારી છે... એ તો નહિ જ ખોલું ! ઊનાળાની બપોરે સખત તાપમાં પૂર ઝડપે રસ્તા પરથી મોટર પસાર થઇ રહી હતી. મોટરમાં ડ્રાઇવિંગ કરી રહેલા શેઠે તમામ બારીઓના કાચ બંધ જ રાખ્યા હતા...શેઠની બાજુમાં બેઠેલા મહેમાન પસીનાથી રેબઝેબ થઇ ગયા હતા. તેમને થયું કે “શેઠ બારીઓના કાચ કેમ નહિ ખોલતા હોય ? બંધ રાખીને મોટર કેમ ચલાવતા હશે ?' - શેઠને પૂછ્યા વિના જ તે બારીના કાચ ખોલવા ગયા. ત્યાં તો શેઠની નજર તેમના પર પડી...તરત જ શેઠે-બૂમ પાડી..“મહેરબાન ! બારીના કાચ ખોલશો જ નહિ.' પણ શરીર પરથી પસીનો ચાલ્યો જાય છે તેનું શું ?' ભલે ચાલ્યો જતો !' ‘પણ કાચ ન ખોલવાનું કારણ શું ?' એ તમને નહિ સમજાય...' “પણ છે શું ?' “મારી આબરુનો પ્રશ્ન છે' “એટલે ?' “એટલે એ જ કે અમારા ગામમાં એવો ખ્યાલ છે કે મારી પાસે એરકન્ડીશન મોટર છે...એ ખ્યાલ આ બારીના કાચ બંધ રહે ત્યાં સુધી જ સલામત રહે તેમ છે...જો બારીના કાચ ખોલી નાખું તો બધાને ખ્યાલ આવી જાય કે મારી છે ૩૬૭. ક Page #375 -------------------------------------------------------------------------- ________________ મોટરમાં એરકન્ડીશન છે જ નહિ ! હું એ રીતે બેઆબરુ થવા તૈયાર નથી.. એટલે બારીનો કોઇપણ કાચ તમે ખોલશો જ નહિ.” પણ ન ખોલવાથી આટલો બધો પસીનો છૂટે છે તેનું શું ?' આબરુ સાચવવા એટલું સહન કરવાનું !” શેઠે જવાબ આપ્યો. પેલા મહેમાન મૌન થઇ ગયા... આ દ્રષ્ટાન્ત માત્ર શેઠને જ લાગુ પડે છે તેવું નથી...આ જગતના મોટા ભાગના જીવોની સ્થિતિ આ છે ! પોતાનો મોભો જાળવવા ખાતર તેઓ અનેક પ્રકારના દુઃખોને અને કષ્ટોને સામે ચડીને વધાવી રહ્યા છે...અને પાછા એ દુઃખો સહન કરીને આનંદિત થઇ રહ્યા છે ! બળાબળની વિચારણાને જીવનમાં કેન્દ્રસ્થાને રાખવાથી જીવનમાંથી પાપો પણ ઓછા થવા લાગે છે...રવાના થવા માંડે છે. કારણ કે પાપ કરતાં પહેલાં જો વિચાર આવે કે “પરલોકમાં આનાં દીર્ઘ દુઃખદ વિપાક ભોગવવાનું મારું ગજું છે? જો ના, એના કરતાં અહીં આ ન કરવામાં કદાચ થોડું વેઠવું પણ પડે એવું ગજું છે' તો પાપથી તુર્ત જ પાછા હટી જવાય પ્ર. બળાબળની વધુ પડતી વિચારણા કરવાથી કાયરતા ન આવે ? ઉ. ના. કાયરતા તો ન આવે પણ જીવનમાં શક્તિઓનો યોગ્ય વિકાસ થવા લાગે...સંભવિત અસમાધિથી બચી જવાય !...હા...અહીંયાં એટલો ખ્યાલ જરુર રાખવો કે જ્યાં સારા કાર્યમાં જેટલી બળશક્તિ પહોંચતી હોય તેને કામે લગાડી દેવામાં પાછી પાની કરવી નહિ શક્તિ ગોપવવી નહિ.. નહિતર મનની ચોરી થાય...એટલી શક્તિ એળે જાય. સદુપયોગ અને સકમાઇ કરવાની રહી જાય ! 'આજે હાલત આવી જ સર્જાઇ છે. ધર્મકાર્યોમાં શક્તિ અનુસાર વીર્ય ફોરવાતું નથી અને પાપકર્મોમાં શક્તિ ઉપરાંત વીર્ય ફોરવનારાઓનો તોટો નથી...આના નક્કર પરિણામો આવીને ઊભા છે...પરલોક તો ઠીક વર્તમાન ભવ પણ અસમાધિમય સંકલેશમય બની ચૂક્યો છે ! Page #376 -------------------------------------------------------------------------- ________________ આ પરિણામ ! એક ભાઇએ પોતાની અંતિમ પુત્રીના લગ્ન નિમિત્તે સમાજમાં વટ પાડી દેવા ખાતર ભારે જલસો કરવાનો વિચાર કર્યો...ખર્ચો કરવાનું પોતાનું ગજું તો હતું જ નહિ છતાં પત્નીનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ પૈસા ઊભા કર્યા... જાન ત્રણ દિવસ પોતાને ત્યાં રહી...રોજના ત્રણેય ટાઇમના જમણવારમાં બબ્બે મિઠાઇ અને ત્રણ-ત્રણ તો ફરસાણ રાખ્યા...વેવાઈ પક્ષવાળાએ આવી મહેમાનગતિ તો ક્યાંય જોઇ જ નહોતી...એટલે તેઓ તો બે મોઢે કન્યાના બાપની પ્રશંસા કરવા લાગ્યા !...પ્રશંસા સાંભળીને કન્યાના બાપનો તો હર્ષ માતો જ નહોતો ! લગ્ન પતી ગયા...જાનને વિદાય આપવાનો વખત આવ્યો...કન્યાએ બાપના પગમાં પડીને આશીર્વાદ માગ્યા...રડતી આંખે બાપે આશીર્વાદ આપ્યા...જાન વિદાય થઇ...ગામડા ગામમાં બનેલો આ બનાવ હતો...એટલે જાન ગાડાઓમાં આવી હતી... જાનના વિદાય થયા પછી કન્યાના બાપને વિચાર આવ્યો કે મારી મહેમાનગતિની આ લોકો મારી ગેરહાજરીમાં શું વાત કરે છે ? એ સાંભળવી તો જોઇએ જ ! પણ શી રીતે સાંભળવી ? વિચાર કરતાં એ વાત તેના મનમાં બેસી ગઈ કે જાન જે રસ્તેથી જવાની છે ત્યાં નીચે મોટું લાંબું નાળું છે...એ નાળાની નીચે જો પહોંચી જાઉ તો બધુંય સાંભળવા મળે ! બસ, શેઠ બેઠા ઘોડા પર...અને ઘોડો મારી મૂક્યો...બાજુના રસ્તા પરથી ઘોડો નીચે ઉતારી દીધો અને નાળા નીચે શેઠ આવી ગયા...બરાબર એ જ સમયે જાનના ગાડા ઉપરના રસ્તા પર આવ્યા. જાનૈયાઓ વચ્ચે થઇ રહેલી વાત શેઠને સ્પષ્ટ સંભળાતી હતી... ભાઈ ! જિંદગીમાં આવો ટેસદાર દૂધપાક તો ક્યાંય ચાખ્યો નહિ...” “અલ્યા ! બરફી શું કમ હતી ?' Page #377 -------------------------------------------------------------------------- ________________ ‘બરફીની વાત જવા દો...કેળાવડા તો એવા બન્યા હતા કે બે-ચાર ટોપલા ઘરે લાવવાનું મન થઇ ગયેલું...’ ‘છોડો એ વાત...આવી ખાટી-મીઠી કળી ક્યાંય ચાખી હતી ખરી ?' ‘અલ્યા ! બધુંય જવા દો...શેઠની આટલી ઉદારતા છતાં જે નમ્રતા તેમનામાં જોવા મળતી હતી એ બીજે ક્યાંય જોઇ ?' ગાડામાં અંદર અંદર ચાલી રહેલી આવી વાતો સાંભળીને નાળાની નીચે બેસી રહેલા શેઠનો તો હર્ષ સમાતો નહોતો...‘આટલા પૈસા ખર્ચ્યા...તે લેખે લાગ્યા...સંપત્તિ તો આજે છે અને કાલે નથી પણ આ માન-સન્માન ક્યાં મળે છે ?... ચાલો, દીકરીય સાસરે સુખી તો રહેશે...એને કોઇના મેણાં-ટોણાં તો સાંભળવા નહિ પડે !' અને ત્યાં તો ઉપરથી અવાજ સંભળાયો.... ‘શું બધા શેઠની આટલી બધી પ્રશંસા કર્યા કરો છો ? મિઠાઇ તો સારી કંદોઇને ત્યાંય મળે છે...એને શું ક૨વાની ? વેવાઇએ મિઠાઇ ને ફરસાણ આટલા સારા ખવડાવ્યાં પણ એમણે એટલીય કાળજી ન કરી કે લાવ, વૈશાખ મહિનાની સખત ગરમી છે તો બધાયને પાણી એકદમ ઠંડું પીવડાવું ! અરે ! ટેસદાર મિઠાઇ ફરસાણ ખવડાવીને વેવાઇએ તો હાલત બગાડી નાંખી ! કારણ કે એ ખાધા પછી પાણીની તરસ સખત લાગતી હતી અને વેવાઇએ પાણી રાખ્યું હતું ગરમાગરમ ! પીઓ તો તરસ ઓછી તો ન થાય પણ વધતી જ જાય આ તો સારું થયું કે ત્યાંથી ત્રણ દિવસમાં જ છૂટકારો થઇ ગયો...' આ સાંભળીને શેઠની હાલત કાપો તોય લોહી ન નીકળે તેવી થઇ ગઇ...દેવું કરીને આ પ્રસંગ પતાવ્યો અને ઇનામમાં આ સાંભળવા મળ્યું ! વીલે મોઢે શેઠ પાછા ઘર તરફ ફર્યા...પણ મોઢા પરનું નૂર ઊડી ગયું ! હવે તો સામે દેવું દેખાવા લાગ્યું...‘ગામડામાં લાંબી કમાણી તો છે નહિ અને આ દેવું પૂરું શી રીતે કરીશ ?' આ વિચારમાં ને વિચારમાં શેઠને ચિતભ્રમ થઇ ગયો...અને આપઘાત કરીને તેમણે જીવન ટૂંકાવી દીધું ! ૩૭૦ Page #378 -------------------------------------------------------------------------- ________________ મહામૂલી જિંદગીના આવા કરુણ અંત માટે જવાબદાર કોણ ? કહેવું જ પડશે કે આ બળાબળની વિચારણાનો અભાવ ! વટ પાડવા માટે ગજા બહારનો કરી નાખેલો ખર્ચ બીજું ક્યું પરિણામ લાવે ? એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે સ્વાર્થ સાધવા કોઇ ગમે તેમ ચડાવે અગર કુતૂહલ કે લડાઇ જોવાના શોખીન અથવા ઉછાંછળા માણસો ચઢાવવા આવે, પ્રલોભન દેખાડે, ભય બતાવે, ખોટા વખાણ કરે કે ટેકા આપે તોય એનાથી લલચાવું નહિ...ડરવું નહિ યા ફૂલાઇ જવું નહિ...લલચાઇ કે ભયભીત થઇ યા તો ચઢાવ્યા ચઢી પોતાની શક્તિ બહારનું પગલું ભરવું નહિ... સંસારના અજ્ઞાન જીવોની હાલત વિચિત્ર છે...એ તમને સુખી જોઇને ઇર્ષ્યા કરશે પરંતુ દુ :ખી જોઇને સહાનુભૂતિ દેખાડવા આવશે...તમારો બંગલો જોઇને તેઓ સળગી ઊઠશે તો બંગલો સળગેલો જોઇને તેઓ તમને આશ્વાસન આપશે ! આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખીને બીજાના અભિપ્રાય પર બહુ વજન આપશો નહિ...કારણ કે તેઓ તો માત્ર બોલીને છટકી જશે જ્યારે તમારે એ પ્રમાણે ક૨વાના કટુ વિપાકો અનુભવવા પડશે ! શાન્ત થઇ જાઉં છું... ચીનનો વિચા૨ક સ્વાંગત્સુ પોતાની સાથે હંમેશા એક ખોપરી રાખે...કોઇ એવો પ્રતિકૂળ પ્રસંગ આવે કે તરત જ થેલીમાંથી એ ખોપરી કાઢે...પાંચેક મિનિટ સુધી તેની સામે તાકી તાકીને જુએ અને પાછી ખોપરી થેલીમાં મૂકી દે... સ્વાંગસુની આ વિચિત્ર વર્તણુક શિષ્યોને સમજાય નહિ...એ દિવસે આ રહસ્યનો ઘટસ્ફોટ થયો...ખોપરી સાથે જ રાખવાનું કારણ એક શિષ્યે પૂછતાં સ્વાંગસુએ જણાવ્યું કે ‘પ્રતિકૂળ પ્રસંગ આવતા મારી બુદ્ધિ જરા પણ કંઇક આડું અવળું સમજાવવા માંડે છે ત્યારે આ ખોપરી સામે જોઇને હું વિચાર કરું છું કે ‘દોસ્ત ! તારી ખોપરીની દશા પણ એક વખત આ ખોપરી જેવી જ થવાની છે...માટે કષાય ક૨વામાં મજા નથી...' સ્વાંગત્સેનો જવાબ સાંભળી શિષ્યો તો સ્તબ્ધ થઇ ગયા...’ ૩૭૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો સ્વાંગસુ આગળ બોલ્યો...‘જુઓ. હમણાં જ દશેક દિવસ પહેલા એક માણસે રસ્તામાં મને ૧૫-૨૦ ગાળો સંભળાવી હતી...મને સામે ગાળો દેવાનું મન તો થઇ ગયું પણ જ્યાં ખોપરી સામે નજર ગઇ કે ચિત્ત શાન્ત થઇ ગયું એટલું જ નહિ, પણ તેને મેં હસતા હસતા કહ્યું, ‘ભાઇ ! હજુ બીજી ગાળો દેવી હોય તો દઇ દે...હું સાંભળવા તૈયાર છું...’ ગુરુદેવ સ્વાંગસુની આ વિચારધારા સાંભળીને શિષ્યો તો ગદગદિત થઇ ગયા ! સંસારના આવા વિચિત્ર સ્વભાવને ખ્યાલમાં રાખીને જીવન જીવનારાને પ્રાયઃ કરીને અસમાધિ થવાનો સંભવ નથી. આવો વિચિત્ર સ્વભાવ જેના ખ્યાલમાં ન હોય તોય બળાબળની વિચારણા કરીને પ્રવૃત્તિઓ કરનારને પ્રાયઃ પસ્તાવાનો વખત આવતો નથી...એની લોકમાં હાંસી થતી નથી. નવા કામ અંગેનો તેનો ઉત્સાહ ભાંગી પડતો નથી... દેખાતા નાના પણ અતિ મહત્ત્વના આ ગુણને જીવનમાં જેટલો વહેલો અમલી બનાવતા જશું તેટલા વહેલા પાપનિવૃત્ત તથા પુણ્યપ્રવૃત્ત બનતા જશું...સમાધિ આત્મસાત્ થતી જશે... બનાવી લે અંતર ને (રાગ : બહોત પ્યાર કરતે હૈ ) બનાવી લે અંતરને સમાધિભવન તરંગો ઉઠેના સફલ જીવન....બનાવી લે... રોજ તું શીખ દેજે તારા આતમને દોષ ન દેજે કદી બાહ્ય નિમિત્તને ન આંગણ ખીલાવી લેજે તત્વસુમન...બનાવી લે... કોઇ કહે તે ભલે હોય ન સાચું, તારું ગણિત કદી થાય ન કાચુ, ઉદય સ્વીકારીને, બનજે તું સંત...બનાવી લે... પુરુષાર્થ ક૨ એવો સાધક જીવનમાં, નંબર લગાવી લે તું એકાવતારી પદમાં સેવક ઝંખો છે પંડિત મરણ...બનાવી લે... ૩૭૨ Page #380 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વર્ણન ગુણ ૨૪ : જ્ઞાનવૃધ્ધ અને ચારિત્રપાત્રની સેવા અમાસની અંધારી રાતે ઝબૂકી જતી વિજળીમાં સોય પરોવી લેવા જેવી આ ઉત્તમ આરાધના છે. આર્યદેશના ગળથુથીમાંથી મળતા વડીલોના સન્માન સત્કાર'ના સંસ્કારોને અપનાવી લેવાય તો અકલ્પનીય આનંદની તક તમે પામી શકશો. ‘ઉત્તમના ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ'ની પંક્તિને જીવનમાં ચરિતાર્થ કરવાની આરાધના આ ગુણામાં સમાયેલી છે. અનંતકાળે પ્રાપ્ત થયેલ આ માનવજીવન એ વિવેક અને સુસંસ્કારની વૃદ્ધિ માટેનું અનુપમ બજાર છે. સગતિની પરંપરા ઊભી કરાવી દેવાની તાકાત સુસંસ્કારોની વૃદ્ધિ છે. વિવેક પ્રગટે છે જ્ઞાનથી અને સુસંસ્કારની વૃદ્ધિ થાય છે ચારિત્રથી. જ્ઞાન અને ચારિત્રની ભૂખ લાગતા ચારિત્રપાત્ર આત્માની સેવા કરવાનું મન થાય. ઉકરડા જેવા દોષોની સંગત તો અનંતકાળે કરી પણ જીવનને નંદનવન બનાવી આપે એવા ગુણવાન આત્માઓની ઉપબૃહણા, અનુમોદના કરવાની તક જતી કેમ કરાય ? જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન ચારિત્ર અને ચારિત્રવંત આત્માઓની દિલથી ઉછળતી ભક્તિ કરી સદ્ગતિ રીઝર્વ કરાવી લેવા જેવી છે. ઉત્તમ આત્માઓની સેવા ભક્તિથી નમ્રતા, સદાચાર, સૌમ્યતા, કોમળતા વગેરે ગુણો પ્રગટે છે, પાંગરે છે. પેથડમંત્રીએ નવજુવાન વયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી ખંભાતના ભીમ શ્રેષ્ઠિની શાલ સ્વીકારીને...! | ગુણિયલ ચારિત્રવંત અને જ્ઞાન પરિણત આત્માઓનો સુયોગ જલ્દી પ્રાપ્ત થતો નથી. જ્ઞાની, સદ્ઘારીત્રી આત્માઓ શોધતા જાઓ...ગગભાવે નમતા જાઓ...એમની પ્રશંસા, ભક્તિ અને અનુમોદના કરી સમ્યકત્વને નિર્મળ બનાવતા જાઓ. આ ગુણના પાલનથી શાતા, સમાધિ, સગુણ, સંસ્કાર અને સમકિત પ્રસાદી રુપે સાંપડશે...વિલંબ શું કામ કરો...! ૩૭૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૫ : પોષ્યવર્ગનું પોષણ માર્ગાનુસારીના ગુણોમાં માતા પિતાની પૂજા એ મહત્વનું કર્તવ્ય બતાવ્યું. માતા-પિતા ઉપકારી હતા માટે એમની પૂજા કરી પરંતુ જેઓ ઉપકારી નથી છતાં સબંધી છે. પોષ્ય એટલે જેમનું ભરણપોષણ કરવાની પોતાની જવાબદારી છે. પત્ની, પુત્ર, પુત્રી, નિરાધાર કાકી, ફોઈ, મામા-મામી અથવા ગામાઇ બંધ વિગેરેનું ન્યાયના માર્ગે રહીને પોષણ કરવું. પાલન કરવું, તેઓના ચિત્તની સમાધિ જળવાઈ રહે માટે...આપઘાતના કે આશ્રમમાં નિરાધાર હાલતમાં જવાનો તેઓને ક્યારેય વિચાર જ ન જાગે માટે તેઓના ભરણ પોષણની જવાબદારી ઇમાનદારીથી ઉઠાવવી...નભાવવી, અલબત...આ જવાબદારીઓ સ્વીકારતા વધારાનો બોજો પડશે...અનુકુળતાઓ ગૌણ કરવી પડશે...કર્તવ્ય પાલન ખાતર વાસનાઓના બલિદાન કદાચ આપવા પડે ! - એકવાત ભૂલશો નહિ, ધર્માત્મા પાસે રહેલી સંપત્તિ અનેક આત્માઓને સમાધિ અપાવ્યા વિના રહેતી નથી...દીન-દુઃખી, ગરીબ, અનાથ જીવોનાં દુ:ખોને દૂર કરવાની પણ જો આપણી જવાબદારી છે તો પછી જે સબંધીઓ છે તેઓને સાચવી લેવાની જવાબદારીમાંથી તો છૂટાય જ શી રીતે ? સ્થિતિ સંપન્ન માણસો આ ગુણને જો અમલી બનાવે તો સંઘ/સમાજમાંથી વિષમતાઓ સ્વાભાવિક દૂર થઇ જશે. સ્વકેન્દ્રિત જીવન પધ્ધતિને સર્વ કેન્દ્રિત બનાવી દો. મને બીજા કેટલા ઉપયોગી થઈ શકે છે આ વિચારણાએ સ્વાર્થ લક્ષી બનાવ્યા. હું બીજાને વધુમાં વધુ કેટલો ઉપયોગી થઇ શકું છું આ વિચારણાથી પરમાર્થ ખીલી ઉઠશે.. જેમના ભરણ પોષણની જવાબદારી છે તેમની સાથે ખૂબ સૌમ્યતા જાળવવી. હું અહેસાન કરી રહ્યો છું તેવો ભાવ જામવા ન દેવો. અનીતિ-અન્યાયના માર્ગે પોષણ ન કરવું. નબળી સ્થિતિ હોય તો ખેંચાઇને ન કરવું, સ્થિતિ સારી હોય તો કૃપણતા ! ન કરવી. જાનવરના ભવમાં આવી કોઇ તક નથી. વિવેક નથી. માનવ પાસે વિવેક દ્રષ્ટિ છે. સામાને અનુકૂળતા કરી આપવામાં વિકસતા સત્ત્વનો અનુભવ છે. ચાલો, પાછા ન પડીએ... 3७४ Page #382 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૬ : દીર્ધદષ્ટિ માર્ગાનુસારીનો આ ગુણ તો પાપ અને અપાયોની નિવૃત્તિ કરાવી દે છે. દીર્ધદષ્ટિ એટલે કોઇપણ કાર્ય કરતા પહેલાં એના પરિણામ વિચારી લેવા. કોઇ પણ ઘટના કે પ્રસંગને અનેક દૃષ્ટિથી વિચારી ગેરલાભ દેખાય તો એવા કાર્યથી અટકી જવું. દીર્ઘ દૃષ્ટિ પાપનો ઘટાડો કરાવે છે. અશાન્તિ ભગાવે છે. દોટ આંધળી હોતી નથી. ભવિષ્ય નજર અંદાજ હોય છે. આજે Instantના કાળમાં આ ગુણ તો ખૂબ ઉપયોગી ભાઇ ! દીર્ઘ દૃષ્ટિના પાલનમાં અનેક લાભો છે. એ ગુણના પાલનથી ચિત્ત ખૂબ ઠરેલ બને છે. પ્રવૃત્તિમાં આવેશ, ઉકળાટ અને અધીરાઈ આવતી નથી. પ્રત્યેક પ્રવૃત્તિ વિચારપૂર્વકની હોવાથી પાછળથી પસ્તાવાનો વારો આવતો નથી. નદીનું પાણી જેમ સ્વસ્થ રીતે વહે તેમ દીર્ઘ દ્રષ્ટિવાળા આત્માનું જીવન સ્વસ્થ ચિત્તે આગળ ધપે છે. સામાન્યથી એમ કહી શકાય કે જ્યાં અપાયનો ખ્યાલ નથી હોતો ત્યાં પાપો નિષ્ફરતા પૂર્વક થાય છે અને મર્યાદા બહારના થાય છે. અપાય-વિપાક નજર સમક્ષ આવતાં જ પાપો મર્યાદિત બની જાય છે. જેની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે. પોતાની આગવી સમજણ છે માત્ર સુખની સામગ્રીની જ તેને ઝંખના નથી...શાંતિ અને સમાધિ પણ તે ચાહે છે. અલ્પકાલીન આલોક જ તેની નજર સામે નથી, દીર્ઘકાલીન પરલોક પણ તેની નજર સામે છે. તે માત્ર સ્વાર્થને નહિ પરમાર્થ ને પણ સમજયો છે. દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક આદરેલા કાર્યનું પરિણામ ગમે તેવું વિકટ-કલ્પના બહારનું આવે તો તેની પાછળ આર્તધ્યાન, અકળામણ કે ત્રાસ પ્રાય: થતા નથી. આ ગુણના પાલન કરનારે એક વાતનો ખ્યાલ રાખવો કે જ્યાં જે પ્રવૃત્તિમાં આપણું મગજ ન ચાલે ત્યાં સારા બુદ્ધિમાન વિશ્વાસપાત્ર પુરુષનો ખાસ અભિપ્રાય લેવો...અને એ અભિપ્રાય મુજબ તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત યા નિવૃત્ત થવું. બગીચામાં ઉગેલું ફૂલ જેમ સુગંધ ફેલાવે તેમ આ ગુણની આરાધના જીવન ઉદ્યાનમાં ગુણોના પુખ ખિલવી દે છે...આવો, આત્મ કલ્યાણકારી દીર્થ દૃષ્ટિને આત્મસાત કરી લઇએ. ૩૭૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૭ : કૃતજ્ઞતા પ્રેમની એક તાકાત હોય છે કે એ જેની પાસે છે તે વ્યક્તિ આજુબાજુ સહુના દિલમાં સ્થાન જમાવી લે છે. પરોપકાર પ્રધાન દ્રષ્ટિના વિકાસવાળા આ જીવો જગતને પોતાના તરફથી ઘણું આપે છે ને નોંધ પણ રાખતા નથી અને કોઇકનો પોતાના પર થયેલ અલ્પ પણ ઉપકાર ક્યારેય ભૂલતા નથી. આપણા પર અનેક જીવોના ઉપકારો છવાયેલા છે. પણ જ્ઞાનીઓ મુખ્ય ત્રણ ઉપકારીઓ દર્શાવે છે. ૧) માતા-પિતા ૨) માલિક ૩) ધર્મગુરુ. આ ત્રણેયના ઉપકારો વાળવા દુષ્કર છે. આ ત્રણેય તત્વો આપણને સુખ-શાન્તિ અને સમાધિનો રાહ ચીંધે છે. તો ભવિષ્યમાં પારલૌકિક માટે આત્મકલ્યાણનો સાચો રસ્તો દેખાડે છે. ઝેરી શિક્ષણનો પ્રભાવ કહો કે વાતાવરણની વિષમતા ગણો, ઉપકારી તત્વોના ઉપકારોનું બદલો વાળવાનું બાજુ પર રહ્યું પણ એ તારકની ઘોર ઉપેક્ષા અને અવહેલના સુધ્ધા કરાવી દે. કૃતજ્ઞ શબ્દમાં રહેલો “જ્ઞ' શબ્દ જાણવાના અર્થમાં છે. સામાએ કરેલા ઉપકારોને જે જાણે અર્થાત્ ભૂલે નહિ. અવસર આવ્યું એનો બદલો વાળી આપે. બદલો વાળી આપવાથી પરોપકાર ગુણ પ્રતિષ્ઠિત બને છે. અનેકોને સુકૃત કરવાની પ્રેરણા મળે છે. મા-બાપને આપણાથી સંતોષ થાય...સમાજને આપણાથી કાંઇક માર્ગદર્શન મળે...કુટુંબના દરેક સભ્યોનું દિલ ઠારનારું આપણું વર્તન બને...સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી પ્રામાણિક પણે બજાવીએ...આ બધાને લાવનારું કૃતજ્ઞતા ગુણ આત્મસાત્ કર્યે જ છૂટકો. આપણું વર્તન ઉપકારી પરિબળો માટે ત્રાસરુપ ન બનવું જોઇએ... સ્વાર્થનું બલિદાન ભલે આપીએ...આપણી અપેક્ષાઓ ગૌણ બનાવવી પડે તો બનાવીએ...અનુકૂળતાઓને તિલાંજલી આપવી પડતી હોય તો આપીએ...ધનનો ઘસારો ખાવો પડતો હોય તોય ખાઇ આ ગુણનો સ્વીકાર કરી અનંતકાળને સુરક્ષિત બનાવી લેવા જેવો છે. સુકૃતની પરંપરા સર્જનારા આ ભાવને સફળ બનાવી લઇએ. ૩૭૬ જિ . Page #384 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૮ : લોકપ્રિયતા લોકપ્રિયતાનો સીધો અર્થ છે લોકોના હૈયામાં સ્થાન મળવું. સદ્ભાવ પામવું, પ્રેમ જીતવો. આપણા ઔચિત્ય ભર્યા, વિવેકી, ઉદાર, ન્યાયી અને મર્યાદાબધ્ધ ભલા આચારથી / વર્તાવથી દિલ જીતી શકાય છે. લોકપ્રિયતા માટે પાંચેક ગુણ કેળવવા ખૂબ અનિવાર્ય છે. ૧) નિંદાનો ત્યાગ : જીવનમાં કલેશ અને કંકાસની હોળી સળગાવનારું ભયંક૨ પાપ છે નિંદા. ગુણવાનો પ્રત્યે દ્વેષ કરાવે. અઠ્ઠમ કરવી સહેલી પણ ત્રણ દિવસ કોઇ નીચ નિંદા ન કરવી અતિ કઠિન છે. નિંદા એ ઇર્ષ્યાનું પ્રગટી ક૨ણ છે. નિંદા કરવી નહિં તેમ સાંભળવી પણ નહિ. અધમ અને ક્ષુદ્રકક્ષામાંથી જે બહાર નીકળે તેજ સાચો લોકપ્રિય બને. ન ૨) નિંદ્યપ્રવૃત્તિનો ત્યાગ ઃ લોકપ્રિય થવામાં નિંદા જેમ બાધક તેમ નિંદા પ્રવૃત્તિ પણ બાધક છે. જે પાપો ડંખતા દિલે થતા હતા તે પાપો મજેથી થઇ જાય. જુગાર, હોટેલ, બાર ચલાવવું, દેશદ્રોહી પ્રવૃત્તિઓ, સાતેય વ્યસનની પ્રવૃત્તિઓ, વિશ્વાસઘાત, ઉપકારી પ્રત્યે ઉધ્ધતાઇ ભર્યું વર્તન આ બધુ નિંઘ પ્રવૃત્તિ છે. ઝેર ખાનારો કદાચ બચી જાય પણ આ પ્રવૃત્તિઓમાં પડનારો ગુણને ટકાવી રાખે તે કોઇ કાળે સંભવિત નથી. ૩) દાનરુચિ ઃ ઉદારતા એ તો સઘળા ધર્મોની જનેતા છે. ઉદારતા મૈત્રી વધારે શીલવાન બનાવે. દુશ્મનાવટ તોડે અને લોકપ્રિય બનાવે. લોકપ્રિય બનવા ‘દાન'ના ઉગમને અમલીકરણ બનાવો. બીજાના દુ:ખે દુ:ખી બનવા જેટલું આપણું દિલ કોમળ બને ત્યારે જ દાનરુચિ ઊભી થાય. સંપત્તિની કાતિલ મૂર્છા રાખનારો લોકપ્રિય થાય તે સંભવ નથી. :: ૪) વિનય : લોકપ્રિય આત્મા વિનયી તો હોય ! માન વિનયનો નાશ કરે છે. ઝૂકી જનારા દુનિયામાં જીતી ગયા છે. અકડ રહેનારા હારી ગયા છે. આરાધનાઓનું પ્રવેશ દ્વાર વિનય છે. પ્રસન્ન વાતાવરણ સર્જવાની તાકાત વિનયમાં છે, અત્ર-તત્ર-સર્વત્ર લોકપ્રિય બનાવે. ૫) શીલવાન ઃ ઉદાર હોય, વિનયવાન પણ હોય પણ આચારના ઠેકાણાં ન હોય તો તે લોકપ્રિય ન બને. શીલ એટલે સદાચાર, શીલ એટલે ૩૭૭ Page #385 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવ ! બન્ને ચીજો ખૂબ જરૂરી છે. સદાચારભર્યું જીવન શ્રેષ્ઠીની કક્ષામાં જાય છે. પુણ્યથી પ્રાપ્ત શક્તિઓને સદાચારમાં સ્થિર કરવા જેવી છે. સદાચારનું જીવન શ્રેષ્ઠ છે..આવાજ આત્માઓ લોકપ્રિય બને છે. સુગંધ વિનાના પુષ્પની કોઇ કિંમત નથી તેમ સદાચાર વિનાના જીવનની કોઈ કિંમત નથી. આવો ! આ પાંચને અસ્તિ મજ્જા બનાવી સાચા લોકપ્રિય બનીએ.... • एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ, एवमदीण मणसा, अप्पाणं अणुसासइ । • તમેય કમિપત્થની, પર્વ મોકવો ન મુસંતિ પાસે | સૂયગડોંગ સૂત્ર (એકત્વની ભાવનાના માર્ગે જ મોક્ષ છે...) • એકલો આવ્યો મારો આતમ, એકલો એ નિશ્ચયથી જવાનો, નથી કોઇ સંગાથી એનાં, બધું મૂકીને ચાલ્યો જવાનો... એકલો એ કરમ ને બાંધે, એકલો એ ઉદયને ભોગવે, બધાં સાથે રહેવા છતાં, જુદો જુદો એ કાયમ રહેવાનો. “એ”આયા” સૂત્રને ઘંટો, આત્મા છે શરીરથી જુદો, ભાવનાનું ચિંતન કરો, ઉપયોગ ત્યાં સ્થિર થવાનો... કચ્છમાં ભુજ, રાપર, ભચાઉ આદિ સ્થળોમાં થયેલ ભૂંકપની તારાજી જોયા પછી પણ શું નહિ જાગીએ ? ૩૭૮ Page #386 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૯ : લજા માર્ગાનુસારીનો ઓગણત્રીસમો ગુણ છે લજ્જા. જીવને અનાદિનો અભ્યાસ પાપનો છે. કેવળ પાપના સંસ્કારોનો વારસો છે. પાપ કાર્યોમાંથી નિવૃત્ત બનવું સંસારી જીવ માટે ખૂબ કઠિન છે...લજ્જા ગુણની તાકાત છે કે આત્માને પાપમાં પ્રવૃત્ત થતો અટકાવે. લજ્જા પાલનના ત્રણ લાભો છે. ૧. લજ્જાળુ આત્મા કોઇપણ અકાર્ય નહીં કરે. ૨. લજ્જાળુ આત્મા સદાચારનું પાલન કરશે. ૩. લજ્જાળુ આત્મા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કરશે. લા એટલે લાજ...શરમ...દાક્ષિણ્ય...આ ગુણનું પાલન ધર્મરાધનામાં આત્માને પ્રવૃત્ત કરે છે. લજ્જાનો બીજો અર્થ છે દાક્ષિણ્ય. આના પ્રભાવે બીજાની સેવા સહાયદાન વગેરેની પ્રાર્થના અવગણના નથી થઈ શકતી. એક વાત સદેવ યાદ રાખજો કે આપણા શિરે માત્ર આપણી જ નહિ, અનેક આત્માઓના ભાવ પ્રાણોની સુરક્ષાની જવાબદારી છે. આપણા જીવનમાં સ્વીકાર્ય બની જતા ગુણ અને દોષ એ બન્નેની ઘેરી અસર આપણી આજુ બાજુમાં રહેતા અનેક આત્માઓના જીવન પર પડીને રહે છે. જેને ધર્મમાં જનમ જનમની તારણહારતા દેખાય છે તેવો આત્મા તો કોઇપણ જગ્યાએ જાય તો ય પોતાની ધર્મની મૂડી કઇ રીતે સલામત રહે તેની જ . ચિંતામાં હોય છે. • દેવગુરુ માતા-પિતાને નમસ્કાર કરતા શરમ ન રાખવી. - સાધર્મિકની સેવામાં શરમ ન અનુભવવી. • ધર્મ સાધના કરતા, ધર્મી બની રહેવામાં, ધર્મસામગ્રી બઝારમાં લઈ જતાં શરમ ન અનુભવવી. • ગુરુ પાસે ભવ આલોચના કરતા શરમ ન અનુભવવી. અનાદિના કુસંસ્કારોથી અભ્યસ્ત થયેલા મનને લજ્જાથી કાબૂમાં રાખો. ઉપકારી તરફથી મળતી હિતશિક્ષા જીવનમાં અમલી બનાવો, લજ્જાળુ બની પાપ પ્રવૃત્તિ પર બ્રેક મારો. કુટુંબની, સમાજની, રાજ્યની કે દેશની તંદુરસ્તી માટે “લજ્જા” ગુણને આત્મસાત્ કરો. ૩૭૯ Page #387 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૩૦ : વિશેષજ્ઞતા. સાર-અસાર, ગ્રાહ્ય-અગ્રાહ્ય, ત્યાજ્ય-અત્યાજ્ય, કિંમતી-અલ્પમુલ્ય વગેરે ખ્યાલમાં રાખી પ્રવૃત્તિ કરે તે વિશેષજ્ઞતા. સામાન્યથી અર્થ એવો થાય કે કોઇપણ પ્રવૃત્તિમાં વિવેક વાપરવો. વિવેક રાખવો અને વિશેષ પ્રકારે જાણકારી મેળવવી. વિવેક પ્રધાન દ્રષ્ટિ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાંય પ્રસન્નતા આપે છે. આહારમાં પણ વિવેક, વ્યાપારમાં પણ વિવેક, ચિત્રોની પસંદગીમાં પણ વિવેક, વાંચન સામગ્રીમાં વિવેક...અત્ર-તત્ર-સર્વત્ર વિવેકની હાજરીની આવશ્યકતા છે. વિવેક વિનાની સત્તા સામગ્રી ભયંકર હોનારતો સર્જાવી દે છે. શાસ્ત્રકારોએ વિવેકને હંસની ઉપમા આપી છે. હંસ જેમ પોતાની ચાંચથી ક્ષીર-નીરને અલગ કરી શકે તેમ વિવેકવાન સાર-અસારનો ભેદ કરી શકે. સઘળાય દુ:ખોનું અને સઘળાય પાપોનું મૂળ અવિવેક છે. તો સઘળાય સુખોનું અને સઘળાય ધર્મોનું મૂળ વિવેક છે. ચિત્તની સમાધિ, જીવનનું સુખ, સદ્ગતિ તમામ વિવેકથી બંધાયેલા છે. વિશેષજ્ઞતાની હાજરી વાલો આત્મા તાત્કાલિક લાભને નજરમાં ન રાખતાં દૂરગામી પરિણામને નજરમાં રાખે છે. વિવેકવાન નવું નવું સમજવાની ઇચ્છા રાખે છે અને એટલે જ સુકૃતોમાં ધર્માનુષ્ઠાનોમાં આગળ વધે છે. વિશેષજ્ઞ અનાગ્રહી હોવો જરૂરી છે. હું કહું છું એજ સાચું છે આવા આગ્રહ છોડ્યા સિવાય વિશેષ જાણકારી મેળવવી મુશ્કેલ છે. આગ્રહો અને પૂર્વાગ્રહોથી ઘેરાયેલું ચિત્ત સાચા સન્માર્ગને સાધવા દેતું નથી. અનાગ્રહી તત્વની સાચી સમજણ મેળવી સ્વજીવનને તો સુરક્ષિત રાખે છે પરંતુ આશ્રિતોના જીવનને પણ સુરક્ષિત બનાવે છે. હેયમાંથી નિવૃત્તિ કરાવવાનું અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવવાનું કામ કરાવે છે. આકાશ જેવું સ્વચ્છ...નદી જેવા નિર્મળ...અને સાગર જેવા ગંભીર જીવનને પામવા વિવેકના દીવડાને પ્રગટાવવોજ પડશે. સ્વસ્થ અને સ્વચ્છ જીવનનું સ્વામિપણું આ ગુણ દ્વારા જ મેળવી શકાશે....અનાદિના અવળા ચાલે ચાલેલા આ “મનજીભાઇને સમજાવી દઇએ તો બેડો પાર છે. હo Page #388 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૩૧ ? દયા ધર્મકા મૂલ હૈ... દયા એ ધર્મની જનેતા છે. કૂણા અને રસાળ બનેલા આત્મક્ષેત્રમાં ધર્મનો પાક થાય છે. કઠોર દિલમાં ગુણોનો પાક ન થાય. આ જગતમાં કેટલાક જીવો ૧. બીજાને મારીને જીવે છે. ૨. પોતે જીવતા રહી બીજાને જીવાડે છે. ૩. પોતે પ્રાણની આહૂતિ આપીને બીજાને જીવાડે છે... ગમે તેમ કરો પણ આપણું જીવન ટકાવોની પરિણતિમાં ધર્મનો પ્રવેશ થતો જ નથી. ધર્મ જીવન સ્વીકારનારે સહુ જીવોને સમાવવાના છે. કોમળ બનેલું દિલ અને હૃદયમાં પ્રગટેલી દયા. કષ્ટોને પ્રસન્નતાપૂર્વક વેઠી લે છે. બીજાનું નાનું પણ દુઃખ જોઇ વ્યથિત બને છે. અનંતકાળના પરિભ્રમણમાં આપણે કમજોરોને દબાવી રાખ્યા છે. બહાદુરો સામે આપણી શક્તિ ન હોતી માટે જૂકી ગયા. પરંતુ હવે જો શક્તિ હોય તો કમજોરો સામેય જૂકી જવામાં આપણી તાકાત લગાવવાની છે. દિલને દયાથી ભરપુર બનાવી રાખવાનો મોટામાં મોટો લાભ આ છે કે એનાથી બાજી જીતવા સાથે મૈત્રી અખંડ ટકી રહે છે. દુશ્મનાવટનો ભાવ પ્રાયઃ કરીને પેદા થતો નથી. સ્વજીવનમાં અસમાધિ થતી નથી. પુણ્યકર્મના યોગે પ્રાપ્ત થયેલી શક્તિઓનો ઉપયોગ બીજાને બચાવવામાં થતો હોય તો જ એ શક્તિઓ આશીર્વાદરૂપ છે...નહિતર શ્રાપરૂપ છે. જ્યાં દિલમાં દયાનો ભાવ આવશે એટલે બીજા જીવોના દુ:ખો દૂર કરવાનું શક્તિ અનુસાર આચરણ આવ્યા વિના રહેશે નહિ. ભૂખ્યાને અન્ન..તરસ્યાને જળ...રોગીની માવજત...આપત્તિમાં આવેલાને સંરક્ષણ...ઠંડીમાં ધ્રુજતાને ઓઢવાનું...મરતાને બચાવવું...જીવન નિર્વાહ તૂટેલાની વ્યવસ્થા, અપમાન...ટોણાં તિરસ્કાર અપયશ વગેરેથી પીડાતાને એમાંથી ઉગારવા...લેણદારના ત્રાસમાંથી બચાવવા ઇત્યાદિક દયાના કાર્યો શક્તિ અનુસાર કરતા રહીએ તો જ દયાના પરિણામો ટકશે. અબોલ અને નિર્દોષ પશુઓ માટે પણ કાંઇક કરી..સ્વાર્થને ગૌણ કરી કોમળતાની પરિણતિને આત્મસાત્ કરી લઇએ.. L[૩૮] ૩૮૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૩૨ : સૌમ્યતા વિષમતાના નિમિત્તમાંય જેનું મુખ, જેનું હૃદય, જેની વાણી અને જેની આંખ શાન્ત અને શીતલ રહે તે સૌમ્યતા. આ ગુણનો આધાર સ્વભાવ ઉપર આધારિત છે. જીવનને જે કડવું બનાવવા દે નહીં અને વાતાવરણને સદા હળવું બનાવી રાખે તે સૌમ્યતા. અરે ! દુમન પણ ઘણીવાર આ સ્વભાવના કારણે આફ્રીન પોકારી જાય. દુશ્મનાવટના ભાવને ખતમ કરાવી દેનારી આ ગુણની ઉપાસના છે. સંપર્કમાં આવેલાને સગળાવી દઇએ એ કાંઇ સ્વભાવનું વરદાન નથી. ધરતીકંપ થાય કે જવાળામુખી ફાટે તોય સૂરજ પર કોઈ અસર ખરી ? બસ સૌમ્ય સ્વભાવી આવો હોય. કલ્પના બહારનું બની જાય છતાં એની મન ઉપર અસર ન હોય. જે બાહ્ય નુકશાનોની અસર મન પર લેતો નથી અને અહંકારને ગૌણ બનાવવાની પૂરેપૂરી તૈયારી હોય તેજ આવા સૌમ્યતાનો સૌભાગ્ય પામી શકે છે. જેનો ઉકળાટ કરવાનો, બળતળિયા જેવો સ્વભાવ હોય તો તેવા સ્વભાવની મુખમુદ્રા અને વાણી ઉપર અસર થતી જ હોય છે. ખરેખરી મહેનત સ્વસ્થ, શાંત અને શીતલ રહેવા માટે કરવાની છે. ભાષા એ તો માનવમનની આત્મકથા છે. બોલાતા શબ્દો એ ચાલતા વિચારોની ચાડી ખાય છે. દ્રષિલાપણું, ઇર્ષા, ગમગીનતા, ગર્વ, ગુસ્સો, સ્વાર્થોધતા, ચીડિયાપણું, કેવળ અનુકૂળતાનો રસ, સંજ્ઞાઓની પરવશતા, અપેક્ષાની પૂર્તિ વગેરેને જીવનમાં પ્રવેશવા દેજો નહિ...એના બદલે સ્વભાવ આનંદી, પ્રફુલ્લિત, ઠંડો, દયાળુ, નમ્ર, મૃદુ, વિનયી ગુણદર્શી અને સારું જ જોવાની ટેવવાળો રાખવો જેના કારણે હૃદય...મુખમુદ્રા અને ભાષા પ્રયોગ સૌમ્ય બન્યા રહે. પરિસ્થિતિ નહિ, મન:સ્થિતિ ફેરવી દઇએ...વસ્તુ કે વ્યક્તિમાં નહિ, સ્વભાવમાં ફેરફાર કરી દો ! ઉકળાટ નહિ, ઉપશમ લાવો...બસ આખું જગત મસ્ત લાગશે. સૌમ્યતાના પાયા ઉપર કરાતો જીવન વ્યવહાર સુખ, શાન્તિસંપ, સંપત્તિ, સન્માન, સદ્ભાવ, સમાધિ સદ્ગતિ વગેરેને આપનારો બને છે. મૈત્રીની મહેક પાથરતા આ સૌમ્યતાના ગુણને આત્મસાત્ કરી લો ! ૩૮૨ Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુણ-૩૩ : પરોપકારી બનીએ... કૃતજ્ઞતા ગુણના પાલનમાં બીજાએ આપણા પર કરેલા ઉપકારોનું સ્મરણ કરી. એનો યત્કિંચિત બદલો વાળી આપવાની તૈયારી પણ હોય છે. જ્યારે પરોપકાર ગુણના પાલનમાં બીજાએ આપણા ઉપર ઉપકાર ન કર્યો હોય તોય આપણે બીજા પર ઉપકાર કરતા રહેવું. નાનકડી જિંદગી અનેકોના સાથ અને સહકારથી વ્યવસ્થિત ચાલે છે. પરોપકાર એ તો પ્રાપ્ત પુણ્યશક્તિઓનું રસાળ વાવેતર છે. સૂર્ય રજા પાડતો નથી...નદી મર્યાદા ઓળંગતી નથી...વરસાદ બારે મહિના પડતો નથી. આવી અનેક વ્યવસ્થાઓના કારણે અનેકોના જીવન ટકી રહ્યા છે. આખુંય જગત એક યા બીજી રીતે એકબીજાને સહાયક બની રહ્યું છે. ઉપકારક બની રહ્યું છે. આ ગુણનું પાલન સ્વાર્થ રસિકતા અને નિષ્ફળતા પર કાપ મૂકે છે. પુણ્યના ઉદયે મળેલી તન-મન-ધનની સઘળીય શક્તિઓ બીજાના સદઉપયોગમાં આવે જેથી આપણે અને એ સામગ્રી પણ ધન્ય બને આવો વિચાર પરોપકારના મૂળમાં રહેલો છે. જગતના જીવો સાથે સંબંધ આત્મીયતાભર્યો બનાવવા હશે તો સ્વાર્થ ઉપર કાપ આપવો જ પડશે. કોઇપણ ક્ષેત્રમાં ઘસારો વેઠવો જ પડશે. આપણી અપેક્ષા અને માન્યતાને ગૌણ કરવી પડશે. પરોપકાર પ્રસન્નતાની ભેટ આપે પરલોક અને પરલોકની ભૂમિકા બનાવી આપે છે. “એણે શું કર્યું એ વિચારવા કરતા મેં શું કર્યું ? એ વિચાર ને જ પ્રાધાન્ય બનાવી દેજો. જીવનોપયોગી ઉપકાર એ દ્રવ્ય ઉપકાર છે જ્યારે આત્મહિતકર ધર્મદાન, ધર્મસ્થિરીકરણ ગુણ શિક્ષણ, ચિત્તને સમાધિ, શુભ ભાવની પ્રેરણા એ ભાવ ઉપકાર છે, સામાને કષાય કષાય ન થાય, ન વધે એ બુદ્ધિથી સ્વાત્મનિયંત્રણ એ પણ ભાવ ઉપકાર છે. ધર્મનું સર્વસ્વ આ છે. પરોપકારથી પુણ્ય થાય, અને પરને પીડા કરવાથી પાપ થાય. દિલથી...ખરા અંત: કરણાથી દ્રવ્ય-ભાવ ઉપકારો વધારતા જાઓ... જીવનની ઊંચાઇ કાંઇ એમને એમ નથી આવતી. ભોગ આપીએ, ભાગ્ય ઘડીએ..! ૩૮૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૩૪ : આંતર શત્રુ વિજય શત્રુ એ નામ પણ સાંભળવું ગમતું નથી અને સદા શત્રુતા સદાને માટે ફૂલેફાલે છે. બહારના શત્રુઓ પણ પેદા કરવાનું કામ ભીતરમાં રહેલા શત્રુઓ કરે છે. આ શત્રુતા પણ કારણે પેદા થાય છે. ૧. કેટલીક શત્રુતા જાતિવૈરના કારણે હોય છે. દા.ત. સાપનોળિયો. ૨. કેટલીક શત્રુતા પરાપૂર્વથી ચાલ્યા આવતા વેરના અનુબંધોના કારણે હોય છે. ૩. કેટલીક શત્રુતા સંસારમાં વિચિત્ર નિમિત્તોના કારણે ઊભી થતી હોય છે. શત્રુતા રાગ-દ્વેષ મૂલક હોય છે. રાગ દ્વેષ જન્મ પછી બધા જ કષાયો પડછાયાની જેમ હાલ્યા આવે. જે દિલમાં શત્રુતા જન્મે છે....કે છે. એવા દિલ હમેંશ હાયવોય, સંતાપ, સંક્લેશ વગેરેથી ગ્રસિત જ થયેલા હોય છે. બાહ્ય શત્રુઓના વિજય કરતાંય આંતર શત્રુઓનો વિજય કરનાર મહાન છે. કર્મના ઉદયે આવતા ચિત્ર-વિચિત્ર અનેક પ્રસંગોમાં કામ, ક્રોધ, માન-મદ-હર્ષ-લોભ આ છ આંતર શત્રુમાંથી એકેય ને જીતવા દેવા જેવા નથી. આ છે ને તો પછાડવા જેવા (૧) કામ પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યેની વાસના, જાતિય વૃત્તિ અને એને પોષવા માટે થતી પ્રવૃત્તિ. કામ શાંત જીવનને ડહોળી નાખે છે. કલુષિત કરી નાખે છે. વાસનાને નિયંત્રણમાં લાવવા વાસનાને બહેલાવે, ઉતેજિત કરે તેવા સ્થાનનો ત્યાગ કરજો. તેવા ભોજન, તેવા પહેરવેશ, તેવા દ્રશ્યો અને વાંચનનો ત્યાગ કરજો. કનિમિત્તોથી સો ગાઉ છેટા રહી પવિત્રતા ટકાવી રાખજો. (૨) ક્રોધ ધાર્યું ન થતાં, અણધાર્યું થતાં જીવ ગુસ્સે ભરાય છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. ક્રોધગ્રસ્ત ચિત્ત મોટે ભાગે કમજોર પર આધિપત્ય જમાવે છે. સદ્ભાવને તોડી નાખનાર ક્રોધ છે. આગ કરતાંય ભયંકર છે, ક્રોધ કષાયોનું મૂળ વિષય છે. અને વિષયોનું મૂળ છે વિષયોની સામગ્રી, સામગ્રી જેટલી દૂર રાખો તેટલા અંશે કષાયોની તીવ્રતા ઓસરતી જશે. . (૩) માન માન એટલે અહંકાર ! સામાને પછાડીને વિજય મેળવવામાં રસ છે : પોતાની જાતને બીજાથી ઊંચો સમજે, જરા પણ નીચું દેખાય તે સહી લેવા [૩૪] Page #392 -------------------------------------------------------------------------- ________________ તૈયાર નથી. અહંકાર ક્રોધને ખેંચી લાવે છે. માન ગ્રસ્ત જીવોની હાલત ભારે દયનીય હોય છે. માન આવે એટલે વિનય જાય. વિનય એ તો સઘળાય કલ્યાણોનું સુખોનું ભાજન છે. ધર્મનું પ્રવેશ દ્વાર પણ છે. પ્રવેશ દ્વાર બંધ થયો એટલે ધર્મ પણ ચાલી જાય. જે મૂકે માન તે બંને મહાન. (૪) મદ મદ એટલે ગુમાન-જાતિ-કુળ-બળ-લાભ-૨પ-ઐશ્વર્ય બુદ્ધિ વિગેરે આઠ પ્રકારના મદ છે. સંસારનું નાશવંતતાનું ગણિત નજર સામે આવે તો એકેય મદ ટકી ન શકે. યત્ર-તત્ર-સર્વત્ર મદને તોડવાની માસ્ટરકી અનિત્યતા અને અશરણતામાં પડેલી છે. કર્મની તાકાત નજર સામે રાખીએ...પરલોકના ભયંકર અપાયોને ન ભૂલીએ...પ્રાપ્ત શક્તિઓમાં પૂર્વના મહાપુરુષોને યાદ રાખી નમ્ર બનતા રહીએ... (૫) લોભ લોભથી સઘળાય ગુણો નાશ પામે છે. લોભ જન્મ છે ઇચ્છામાંથી, ઇચ્છા સફળ બને પુણ્યોદયથી. આ ઇચ્છાઓ અતૃપ્તિની ભેટ આપે છે. લાભ વધે તેમ લોભ વધે. આ લોભથી ક્રૂરતા, કઠોરતા, અશાંતિ, લાચારી વધે છે. નવ ગજના નમસ્કાર કરજો આ લોભને. (૬) હર્ષ સત્તા, ઠકુરાઇ, ધન, કીર્તિ મળવા પર રાજી થતા જ રહેવું હર્ષઘેલા થવું. આ પણ નુકશાનકારી ગુણ છે. હર્ષના અતિરેકમાં સ્થિતિ, મર્યાદા, વિવેક, વાણી બધું જ ભૂલાઇ જાય છે. ગાંભીર્યાદિક ગુણ ખીલે તોજ આત્માનું કલ્યાણ થાય. આ છ આંતર શત્રુઓ આત્મા માટે ગોઝારા પરિણામો લાવનારા છે, રાગ-દ્વેષ, દંભ, શોક, ઇર્ષ્યા આદિ દોષો ને પણ રવાના કરી આત્માને માલામાલ બનાવી દેવા જેવો છે. ૩૮૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૩૫ : ઇન્દ્રિયની ગુલામીનો ત્યાગ મહાન પુણ્યોદયે મળેલા માનવ જન્મને આશીર્વાદ રૂપ ન બનાવતા શ્રાપરુપ બનાવવાનું કામ વિષયોની કારમી ગુલામી કરે છે. પાંચેય ઇન્દ્રિયરૂપી ચપણિયામાં ભીખ માંગી છે. પાંચેય વિષયોની ભવ ભલે બદલાયા પણ ભાવ બદલાતા નથી. કીડીના ભાવમાં સાકર પાછળ, મંકોડા બની ગોળના પાછળ, કૂતરાના અવતારે રોટલાના ટૂકડા ખાતર જાત ભાઈ સાથે ઝઘડયો તો ભૂંડના ભવે વિષ્ટા ચૂંસવામાં જિંદગી ખલાસ કરી. ચારેય ગતિમાં ભૂતકાલીન ચેષ્ટાઓનું પુનરાવર્તન ચાલે છે. સામગ્રીની પસંદગી કરે, પણ મૂળ ભૂલ તો કાયમ ત્યાં ને ત્યાંજ. ઇન્દ્રિય અને મનને ગલગલિયા કરાવનારા આ વિષયો પાછળ અણમોલ આ ભવ પુરુ કરી કેમ દેવાય ? સારા સ્થાનોમાં પણ ખણજો ચાલુ ને ચાલુ રહી. વીતરાગતાના સ્થાને વૈરાગ્યને મજબૂત કરવાની જગ્યાએ રાગના કુસંસ્કારને દ્રઢ કર્યા. ઇન્દ્રિયની ખણાજની ધૂન સત્વને ખલાસ કરે છે. ખાનદાની નેવે મૂકાવે છે. આ ઇન્દ્રિયોની ગુલામી તોડવાનો એક શ્રેષ્ઠ ઉપાય આ છે. ઇન્દ્રિયોને વિષયોથી અને વિષયોના નિમિત્તથી દૂર રાખો. નબળાં નિમિત્તોના સેવન આત્માને પતનમાં ખેંચી જાય છે. પરમાત્મ ભક્તિ, તપ-ત્યાગ, ધ્યાન, કાર્યોત્સર્ગ, પરગુણ દર્શન, સ્વદોષ દર્શનશ્રવણ આદિ શુભ યોગોમાં ઇન્દ્રિયોને જોડી દેવાની જરુર છે. સુનિમિત્તોનું સેવન આ મારક પર વિજય મેળવી આપશે. આપણે પરમાત્મા બનવા સર્જાયા છીએ. આ ઇન્દ્રિયના ગુલામ કેમ બની ગયા ? હજી અવસર હાથમાં છે. તક અને તાકાત પણ જોરમાં છે. તકદિર જગાવી દઇએ, પોતાની અસલીયત અંકે કરી લઇએ... પોતાના જ કલ્યાણને પામતા અનાદિની ચાલ તજીએ... પુણ્ય પુરુષોના વચનોને અનુસરીએ... :: : ૩૮૬ Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં આધ્યાત્મિક ઉન્નતિના 14 પગથીઆ 14 ગુણસ્થાનકના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ સીડીનું અંતિમ પગથિયું મોક્ષ છે. અને પ્રથમ પગથિયું માર્ગાનુસારી જીવન છે. માર્ગાનુસારી એટલે મોક્ષના માર્ગ પર ચાલવા તત્પર એવો આત્મા, માર્ગાનુસારીનો અર્થ થાય છે એવો સગૃહસ્થ જે સાચા ધર્મના માર્ગે ચાલવા ઉત્સુક છે અને તેની પાત્રતા પણ છે. આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય અને તે સાધુ અથવા શ્રાવક બને તેના કરતાં પણ પહેલાંની આ અવસ્થા છે. લોકિક ભાષામાં જે ને સજજન કહેવાય છે . માર્ગાનુસારીના 35 ગુણોનું વિવેચન વાંચી સાચા સજ્જન બનીએ.... RAJUL ARTS 19769791990