________________
જ્યારે મારું મોં તો પહેલી જ ગાળ દેતાં ગંધાઇ ઊઠશે. આવો નુકસાનીનો ધંધો મને પોષાય તેમ નથી.’’
કેવી સુંદર વાત ! જો આટલું સમજાઇ જાય કે નિન્દા ક૨વાથી મારું મોં ચોક્કસ ગંધાઇ ઊઠે છે, તો નિન્દાનો ત્યાગ ક૨વો સહુ કોઇને માટે ખૂબ સરળ બની જાય.
ત્રીજી વાત એ છે કે નિન્દા કરવાથી દુષ્ટ માણસની દુષ્ટતા દૂર થઇ જાય અગર દુર્જન સુધી જાય છે, તેમ માનવું તે નર્યો ભ્રમ છે. ઊલટાનું નિન્દા કરવાથી દુષ્ટના મનમાં આપણા પ્રત્યે વધુ વિદ્વેષ જાગે છે. એને સુધરવાના ‘ચાન્સ’ કરતાં નિન્દાથી બગડવાના ‘ચાન્સ' વધારે સંભવિત છે.
નિન્દાનો રસ છોડવો મુશ્કેલ :
નિન્દાનો રસ છોડવો મુશ્કેલ છે. અતિ કઠણ છે. નિન્દાના પાપનો રસ મોટ-મોટા સાધુ-સંતો પણ છોડી શકતા નથી.
મિષ્ટાન્ન-ફ્રૂટ અને મેવા વગેરેના ત્યાગી સંતો પણ આ નિન્દાના રસને તજી શક્યા ન હોય તેવા દાખલાઓ જોવા મળે છે. આથી એમ માની શકાય કે એ બધા મધુર ખાદ્ય-પદાર્થો કરતાં પણ કદાચ નિન્દાનો રસ નિન્દકોને મન વધારે મીઠો હશે.
ઘણીવાર ધાર્મિક ક્ષેત્રોમાં પણ અને સાધુ અને સાધ્વીજીઓમાં પણ અને તેમના અનુયાયી વર્ગમાં પણ એક તિથિ અને બે તિથિના નામે, સુગુરુ અને કુગુરુના નામે, શાસ્ત્ર અને સિદ્ધાંતના નામે, સુગચ્છ અને કુગચ્છના નામે, ધર્મ અને શાસનની રક્ષાના નામે પોતાનાથી જુદું મંતવ્ય ધરાવનારાઓ પ્રત્યે વ્યાપક પ્રમાણમાં નિન્દાઓ થતી જોવા મળે છે, ત્યારે ભારે દુ:ખ થાય છે.
આજે ગચ્છાધિપતિઓ અને વ્યાખ્યાન વાચસ્પતિઓ પણ જ્યારે પાછલા બારણે આવી નિન્દાઓમાં પૂરેપૂરો સાથ આપતા જોવા મળે છે ત્યારે પ્રશ્ન થાય છે કે આમાં વાસ્તવિક ધર્મ ક્યાં છે ? નિન્દાના અતિરેકમાંથી, સામી વ્યક્તિઓ પ્રત્યેના માનસિક ભયંકર વિદ્વેષમાંથી નિન્દાની આતશબાજીઓ ઉડાડતી પત્રિકાઓ પણ જ્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થતી જોવાય છે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે નિંદાની આ ભયંક૨ ઉધઇની મહારાણી જૈનશાસન રુપી ઇમારતને અંદ૨ ને અંદ૨
૯૯