________________
આગલા દિવસના સૂર્યાસ્તથી જ ભોજનાદિનો ત્યાગ કરવાનો હોય છે એટલે ૩૬ કલાક થાય.)
- તિવિહાર ઉપવાસ : આ પ્રકારના ઉપવાસમાં માત્ર ખાવાની તમામ ચીજોનો ત્યાગ થાય છે. પરંતુ પાણીની છૂટ રહે છે. તે પણ ત્રણ ઉકાળા આવે તેવું ખદખદતું ઉકાળીને પછી ઠારેલું પાણી જ પીવાનું. તે પણ સૂર્યાસ્ત બાદ તો નહિ જ.
ઉપવાસ કરનારાએ એ વાતનો બરાબર ખ્યાલ રાખવો કે ઉપવાસના પૂર્વના ટંકે અને પછીના (પારણાના) ટંકે ખૂબ ઓછું ખાવું જોઇએ. આગલા દિવસે ઠાંસી ઠાંસીને ખાવાથી અને પારણે પણ વધુ પ્રમાણમાં ખાવાથી ઉપવાસ દ્વારા થવો જોઇતો લાભ પ્રાપ્ત થતો નથી. (૫) મહિનામાં ૨૫ દિવસ બ્રહ્મચર્ય પાળો :
બ્રહ્મચર્ય જેમ આત્મશુદ્ધિ અથવા આત્મકલ્યાણ માટે અમોઘ સાધન છે તેમ શરીરના આરોગ્યમાં પણ બ્રહ્મચર્ય ખૂબ લાભપ્રદ બને છે.
જેઓ સુંદર બ્રહ્મચર્યના પાલક હોય છે તેમના મુખ ઉપર તેજસ્વિતા, જીવનમાં સ્કૂર્તિ-તાજગી, શરીરમાં સ્વસ્થતા, મનમાં પ્રસન્નતા, વચનમાં આદેયતા, અને આત્મામાં શુભભાવોની રમણતા વગેરે અઢળક ગુણો પ્રાપ્ત થાય છે.
આનાથી ઉલટું અબ્રહ્મચારી-વિશેષત: દુરાચારીઓના જીવનમાં ક્યાંય સુખ-શાંતિ હોતી નથી. શરીરમાં અનેક રોગો ઘર ઘાલી ગયા હોય છે. તેમના વચન પ્રત્યે કોઇના મનમાં આદરભાવ કે આદયભાવ જણાતો નથી. મુખ ઉપર નરી ચિંતાગ્રસ્તતા અથવા અપ્રસન્નતા વર્તાય છે. આમ, અનેક દુર્ગુણોનું મૂળ કારણ Sex સંબંધી દુરાચાર છે.
આથી જ જેમ વર્તમાન જીવનમાં પણ સુખ, શાંતિ અને કલ્યાણ પામવા હોય તેણે વધુમાં વધુ દિવસો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. - સિંહ કેમ આટલો પ્રરાક્રમી અને બળવાન હોય છે ? એના ઘણાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સિંહ સિંહણ સાથે આખા વર્ષમાં માત્ર એક જ વાર વિષય-સેવન કરે છે. આ ઉપરથી આપણે સમજી શકીશું કે સિંહ જેવા પરાક્રમી રહેવા માટે બ્રહ્મચર્ય દ્વારા વીર્યરક્ષા ખૂબ જ અનિવાર્ય છે.