________________
ઘટે. આ બધી વસ્તુઓ રોગના ઘર સમાન છે. એમાં પુષ્કળ ભેળસેળ પણ થાય છે. એક બીજાના દૂષિત પરમાણુઓનો સંક્રમ વગેરે સતત થતો રહેતો હોવાથી આવી ખાદ્ય-સામ્રગી રોગોની વાહક બની જાય છે.
હોટેલ કે રેકડીઓનું ખાવાથી પ્રાયઃ બીમારી આવતી હોય છે. તેની પાછળના એક છૂપા કારણ તરફ થોમસ વુલ્ફ નામના વિદ્વાને નિર્દેશ કર્યો છે.
જે અનાજ આપણે ખાઇએ છીએ એમાંથી શરીરમાં માંસ-મજ્જા અને લોહી બને છે. આથી એ ભોજન તમે તમારા હાથે જ બનાવો તો તે સૌથી ઉત્તમ છે. નહીંતર પ્રેમપૂર્વક તમારી માતાએ અથવા પત્નીએ બનાવેલું ભોજન પણ ઉત્તમ છે.
These is no spectacle on earth more appealing than that of a beautiful woman in the act of cooking dinner for someone she loves
-Thomas woolfe
થોમસ વુલ્ફ નામનો વિદ્વાન કહે છે : જગતમાં કોઇ સુન્દર સ્ત્રી તારા માટે પ્રેમપૂર્વક ભોજન બનાવતી હોય, તેના જેવું સુન્દર દશ્ય પૃથ્વી ઉપર એકેય નથી. પ્રેમપૂર્વક રાંધેલું ભોજન અમૃત બને છે. અને કંટાળા તથા તિરસ્કારથી રાંધેલું સ્વાદિષ્ટ ભોજન પણ ઝેર જેવું બને છે.
થોમસના વિધાનને આપણે સાપેક્ષ રીતે સમજવું જોઇએ.
(૪) પાંચ તિથિ ઉપવાસ કરો
:
પાંચ તિથિ (બે આઠમ, બે પખ્ખી અને સુદ પાંચમ) ઉપવાસ કરવાથી આધ્યાત્મિક આરોગ્યની સાથે સાથે શારીરિક આરોગ્ય પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. જેઓ પાંચ તિથિ ઉપવાસ ન કરી શકે તેઓ દર પખવાડિયે ઉપવાસ કરે.
આ ઉપવાસ જૈનો કરે છે તેવો સાવ નકોરડો, કરવો જોઇએ. જેમાં તમામ ખાવાનું અને પીવાનું સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવે છે. આ ઉપવાસ બે રીતે થાય : ચઉવિહાર ઉપવાસ-જેમાં તમામ પ્રકારના ભોજનની સાથે સાથે પાણી સુદ્ધાંનો ત્યાગ ૩૬ કલાક સુધી કરવાનો હોય છે (જે દિવસે ઉપવાસ કરવો હોય તેના
૨૮૦