________________
પણ કોઈ અર્થ નથી. એવો ગુણ-સમૂહ તો ક્યારેક ઝેરનું કામ કરે છે.”
આ વિધાન દ્વારા દયા-દાનાદિ ઔચિત્યનું જીવનમાં કેટલું મહત્ત્વ છે...તે સમજી શકાય તેમ છે !!!
અહીં એ વાતનું વિશેષ ધ્યાન રહે કે, મુનિઓ, સાધર્મિકો, સદગૃહસ્થો અને દીન-વાચકો-આ બધાયને સરખા” ગણી શકાય નહીઃ “સબ સમાન” નો પ્રચાર આ બાબતમાં ચલાવી ના શકાય.
જે ઊંચું પાત્ર છે, તેને વિશેષ બહુમાન આપવું જોઇએ. જે નીચું પાત્ર છે, તેને ઉપરના પાત્ર કરતાં ઓછું બહુમાન અપાય કે ઓછી ભક્તિ-સત્કાર થાય તેમાં તેને કોઇ અન્યાય કરાયો છે, તેવું માની ના શકાય.
જગતના વ્યવહારમાં પણ “સર્વત્ર સબ સમાન”ની પદ્ધતિ ચાલતી નથીચાલી શકતી નથી. શેઠ અને નોકર..પિતા અને પુત્ર માતા અને પત્ની રોગી અને નીરોગી.. મુનિ અને સંસારી...પ્રધાન અને પટાવાળો..શ્રીમંત અને ગરીબ શું આ બધાયની સાથે સરખો વ્યવહાર ચાલે છે ખરો ? ના...જરાય નહિ...
નોકર શેઠને હાથ જોડે, તેમનું કામ કરે. તેમની પાસેથી પગારાદિ લે..તો શું શેઠ નોકરને હાથ જોડે, નોકરનું કામ કરે છે તેની પાસેથી પગારાદિ માગે તો તે ઉચિત છે ? અને...તે શક્ય પણ છે ? ના.. નહિ જ, પુત્ર પિતાની આજ્ઞા માને, ભક્તિ-સેવા કરે તો પિતાએ પણ પુત્રની આજ્ઞા માનવી જોઇએ કે સેવા-ભક્તિ કરવા જોઇએ તેમ કહી શકાય ખરું ? હરગિઝ નહીં.
માતા સાથે પૂજ્યતાનો વ્યવહાર થાય...તેમની સેવા કરાય...પણ પત્ની સાથે પતિ પૂજ્યતાનો વ્યવહાર ન કરે...તેને ગાડી-ઘરેણાં વગેરે જરૂરિયાતની ચીજ-વસ્તુ લાવી આપે...બસ...એ જ કર્તવ્ય ગણાય...માતા અને પત્ની સાથેના વ્યવહારમાં સમાનતા કદાપિ ચાલી ના શકે.
રોગીને ઔષધની જરુર હોય, તેથી ઔષધ અપાય...અને નીરોગીને ઔષધ બિનજરૂરી હોવાથી ન અપાય...તો તેમાં કશો અન્યાય નથી. અરે ! તેમ કરવું તે જ જાય છે.
માતા સાથે પૂજ્યતાનો વ્યવહાર થાય...તેમની સેવા કરાય...પણ મુનિરાજને વંદન કરાય...તેમની વિશેષ ભક્તિ-બહુમાન થાય...સંસારીજનને કાંઇ વંદન