________________
કરવો છે જીવનમાં શાન્તિનો અનુભવ? તો પહેલા આ મંત્રને જીવનમાં આત્મસાત્ કરી લો... મારી માન્યતાથી વિપરીત સામી વ્યક્તિના આચાર-ઉચ્ચાર અને વિચાર પ્રત્યે સહિષ્ણુ બનીશ. એકદમ આવેશમાં આવીને મારી માન્યતા તેના પર ઠોકી બેસાડવાના પ્રયત્નો નહિ કરું !' આ મંત્રના સ્વીકારમાં તમામ ક્ષેત્રોની શાન્તિનાં બીજ પડ્યાં છે. એક વાર અનુભવ કરી જોજો...
ધારી લો કે તમને હીરાના ધંધામાં લાભ દેખાય છે...જ્યારે તમારા નાના ભાઇને કાપડના ધંધામાં લાભ દેખાય છે...હવે આવા પ્રસંગે તમે તમારા નાના ભાઇને આગ્રહ કરીને હીરાના ધંધામાં જ ખેંચી જવાના પ્રયત્નો કરશો તો કદાચ એવું બનશે કે નાના ભાઇના દિલમાં તમારા પ્રત્યે અસદ્ભાવ ઊભો થઈ જશે...અથવા તો હીરાનો ધંધો અપનાવવા છતાં તેમાં તેનું ચિત્ત નહિ ચોંટે..આના બદલે તમે તમારી માન્યતાના સ્વીકારનો આગ્રહ રાખ્યા વિના નાના ભાઈ પાસે કાપડના ધંધા કરતાં હીરાના ધંધામાં રહેલા લાભનું સવિસ્તર વર્ણન કરો તો શક્ય છે કે તમારો ભાઇ કદાચ તમારી વાત સ્વીકારી જ લે ! પણ આ ત્યારે જ બને કે તમારી જાતને અભિનિવેશથી મુક્ત રાખી શક્યા હો !...જેમ વૈચારિક સહિષ્ણુતા કેળવવાની જરૂર છે તેમ આચાર અને ઉચ્ચાર પ્રત્યેની સહિષ્ણુતા કેળવવાની પણ જરૂર છે...
સાસુ વહુના અતિ નુકસાનકારક ન હોય તેવા આચાર પ્રત્યે જો સહિષ્ણુ બની જાય...વેપારી જો નોકરના અમુક વર્તન પ્રત્યે સહિષ્ણુ બની જાય...શિક્ષક વિદ્યાર્થીના અતિ અનિષ્ટને નોતરનારા ન હોય તેવા વર્તન પ્રત્યે જો સહિષ્ણુતા કેળવવા માંડે... અરે ધર્મારાધના કરનારો પણ જો પોતાનાથી નીચલી કક્ષાના જીવો પ્રત્યે થોડો સહિષ્ણુ બની જાય...તો મને લાગે છે કે અનેક પ્રકારના સંઘર્ષો વિના પ્રયત્ન શાંત થઇ જાય...એ સિવાય માત્ર પોતાની જ માન્યતાને પકડીને ચાલવામાં સમસ્યાઓ ઘટવાને બદલે વધ્યા વિના નહિ રહે.
અભિનિવેશના ત્યાગને માટે બીજો એક સરળ ઉપાય એ છે કે આપણે બીજાના જીવન માટે જેવો આગ્રહ રાખતા હોઇએ તેના બદલે તેવો જ આગ્રહ આપણે આપણા જીવન માટે રાખતા શીખી જવું જોઇએ...આટલું થતાં અનેક પ્રકારના અભિનિવેશો છૂટટ્યા વિના નહિ રહે..
નદીના પાણીમાં પડેલા કચરાને જોઇને તમે જો નિર્ણય કરી બેસશો કે નદીનું પાણી ગંદુ છે...' તો એ નિર્ણય તમારે માત્ર ૫-૧૫ મિનિટમાં જ કદાચ
૩િ૪૦)