SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ચલાવી લેવું પરંતુ જૈન વગેરેનો ઉત્તમ પડોસ જ મેળવવાની કોશિશ કરવી. જૈન કન્યાનો વૈષ્ણવ સાથે પ્રણાય ? ભક્ષ્યાભઢ્ય અંગેની ખાન-પાનની શુદ્ધિ જાળવવા માટે જૈદિનો પડોસ જેમ મહત્ત્વનો છે તેમ, એના કરતાંય બીજી એક મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે. એ કારણે પણ આજના જમાનામાં જૈનના પડોસનો જ વિશેષ આગ્રહ રાખવો જોઇએ. મુંબઈ શહેરમાં એક ચાલીમાં રહેતા એક પરમ શ્રદ્ધાળુ અને આગેવાન જૈન શ્રાવકના ઘરની સંસ્કારી કન્યા પોતાની જ બાજુમાં રહેતા વૈષ્ણવ યુવકના પ્રેમમાં પડી. બંનેનો સંબંધ વિશેષરૂપે દઢ થતો ચાલ્યો. પેલી કન્યાએ પોતાના પ્રેમી' વૈષ્ણવ યુવક સાથે જ લગ્ન કરવાનો પોતાનો દઢ નિર્ધાર પોતાના પિતા સમક્ષ રજૂ કર્યો. પિતાએ તે વૈષ્ણવ-યુવક સાથે લગ્ન નહિ કરવા પુત્રીને ઘણું સમજાવી પરંતુ જ્યારે પુત્રી તે માનવા તૈયાર ન જ થઇ ત્યારે છેવટે નછૂટકે બાપને પુત્રીની ઇચ્છાને માન્ય રાખવી પડી. અને તે જૈન કન્યા અને વૈષ્ણવ-યુવક પરણી ગયાં. કન્યાનું એટલું સદભાગ્ય કે તેનો વૈષ્ણવ-પતિ સમજુ હતો તેથી તેણે પોતાની જૈન-પત્નીને તેના ધર્મના નીતિ-નિયમો પાળવાની રજા આપી, પરંતુ બધાયને આવું સમજુ પાત્ર ન મળે ને ? અને તો શી દશા થાય ? કાં તો કન્યાએ પોતાના જૈન આચારોને છોડવા પડે અથવા પતિ સાથે રોજ સંઘર્ષ કરવાથી લગ્ન-જીવન કંકાશમય થઇ જાય. વળી, જૈન કન્યા અને વૈષ્ણવ-પતિ દ્વારા થયેલા સંતાનોમાં સંસ્કારોનું સાંકર્ય ચોક્કસ થવાનું. ન તો પૂરા વૈષ્ણવ બની શકવાના કે ન તો પૂરા જૈન. આ પરિસ્થિતિ ઊભી જ ન થવા દેવા માટે આપણા વિચાર-આચાર અને ધર્મને અનુકૂળ હોય તેવા જ પડોસવાળું ઘર પસંદ કરવું તે જ હિતકર છે. જેન કન્યાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમનો કરુણ અંત : બીજો એક પ્રસંગ યાદ આવે છે. મહારાષ્ટ્રના એક ગામમાં એક ખૂબ ચુસ્ત જૈન શ્રાવકની કન્યા બાજુમાં જ જ .
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy