________________
પુરુષોના આચાર અને વિચારની જગતમાં ભરપૂર પ્રશંસા કરવામાં આવશે તો તેનો ફેલાવો સર્વત્ર થશે.
હવે આપણે નિર્ણય કરવો જોઇએ કે સંસ્થાઓનાં ઉદઘાટનો, પુસ્તકોની પ્રકાશન વિધિઓ, વિશિષ્ટ પ્રકારનાં સ્થાનોનાં ઉદઘાટનો વગેરે ઉત્તમ પ્રકારના બ્રહ્મચારીઓના હાથે કરાવીશું, બાર વ્રતધારી શ્રાવકોના હાથે કરાવીશું, સુંદર સદાચારાદિને ધારણ કરતા શિષ્ટ પુરુષોને જ તે તે પ્રસંગોમાં મહત્ત્વ આપીશું.
પરંતુ લુચ્ચા અને ખાઉધરા પ્રધાનોને નહિ, ઘોર અનીતિ અને વિશ્વાસઘાતો કરીને કરોડપતિ બનેલા શ્રીમંતોને નહિ.
અને “અગ્લીંગ' કરીને બની બેઠેલા સમાજના આગેવાનો અને સફેદ ડગલા પહેરીને સમાજને ધૂતનારા ધૂતારાઓને કદી નહિ બોલાવીએ. તેમને મહત્ત્વ કદી નહિ આપીએ.
- જો નીતિમા––પ્રમાણિક અને સદાચારી માણસોને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડો પદ્મશ્રી' વગેરે આપવામાં આવે તો લોકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વગેરેનો ફેલાવો સારા પ્રમાણમાં થવા પામશે.
જો સરકાર આવા શિષ્ટાચારોને પ્રોત્સાહન આપે તો તેનું તો પૂછવું જ શું? સરકારી પ્રોત્સાહનથી શિષ્ટાચારોનો ફેલાવો અતિ ઝડપથી સમાજમાં ફેલાઇ શકે છે.
આર્ય સંસ્કૃતિમાં બે નિયમો હતા : (૧) કુરુક્ય વડુ: (૨) સુનસ્થ સેવા:
દુષ્ટ માણસોને તેમનાં દુષ્ટ કાર્યોની સખત શિક્ષા કરવી, તેમ કરવાથી સમાજમાં દુષ્ટ કાર્યો કરતાં લોકો ડરે અને તેનાથી દુષ્ટ કાર્યો ઘટતાં જાય. રાજાઓની આ પહેલી નીતિ હતી.
અને સજ્જનોની તેમનાં સારાં કાર્યોના કારણે ખૂબ પ્રશંસા કરવી...તેમ કરવાથી સમાજમાં સારાં કાર્યો પ્રત્યે લોકોને પ્રેમ જાગે અને તેનાથી સારાં કામો વધતાં જાય...રાજાઓની આ બીજી નીતિ હતી.
આજકાલ સરકાર દ્વારા દુષ્ટોને દંડ” દેવાની, ગુનેગારોને શિક્ષા કરવાની
૩૯