SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમારી દીકરી ભરયૌવનમાં, લગ્ન થતાં પૂર્વે જ, કોઈ અનાચાર આદિના આડા માર્ગે ફંટાઈ ગઈ હોય તો શું તમારા જ જીવનની કોઇ ગંભીર ભૂલોનું તે પરિણામ ન હોઈ શકે ? શું તે આંતરનિરીક્ષણ કરવા જેવો વિષય નથી ? જો તમારી નજર પરસ્ત્રીઓ તરફ વિકારભરી બની જતી હશે તો એની અસર તમારા સંતાનોમાં નહિ આવે શું ? જો તમારા જ જીવનમાં ચોરી, જુગાર અને મદિરાપાન વગેરે પાપો પ્રવેશી ચૂક્યાં હશે તો તેનું પુનરાવર્તન તમારા દીકરાદીકરીઓમાં ન જ થાય તેમ તેમ કહી શકાય? અને છતાં જો તેવું ન બને તો તમે આશ્ચર્ય પામજો અને માનજો કે તમારા કોઈ પૂર્વજોના પુગ્યે જ તમારાં સંતાનોને બચાવી લીધાં છે. બાકી તમારું ચરિત્ર તો તેમને તે પાપો તરફ ચોક્કસ ખેંચી જાત. " ઊંધા ગણિતની ભ્રમ-જાળ છોડો : મૂળ વાત એ છે કે વર્તમાન જગતમાં ભોગવાદ એટલો ભયંકર વર્યો છે કે માણસ સુખનાં સાધનો તરફ આંધળો-ભીંત થઇને દોડયો છે અને વર્તમાન દુનિયાનું ગણિત પણ સાવ ઊંધું જ છે ને ? જેમ જેમ જેની પાસે ભોગસુખોની સાધનસામગ્રી વધારે તેમ તેમ તે માણસ મોટો...અને જેની પાસે ભૌતિક સુખસામગ્રી ઓછી તેમ તે માણસ નાનો...આવાં ઊંધાં ગણિતોના કારણે આજનો માણસ વધુ ને વધુ ભોગ-સાધનોને વસાવી લેવાની રોકેટ-સ્પર્ધામાં સહુની સાથે જોડાઈ ગયો અને તેથી જ તેને ન કરવા જેવાં કામો...નિન્દ-પ્રવૃત્તિઓ કરવી પડી. જો ઊંધા ગણિતની ભ્રમજાળમાંથી તમે મુક્ત બનીને થોડીક આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરશો તો તમને તમારી મૂર્ખતા સમજાયા વગર નહિ રહે. - કેટલાં વર્ષોની આ જિંદગી ! ૫૦-૬૦-૭૦ વર્ષ ! એમાંય કેટલાં વર્ષો જેટલો કીમતી સમય ખાવામાં, પીવામાં, ઊંઘવા વગેરેમાં વ્યર્થ ચાલ્યો જાય છે !! તો કેટલાં વર્ષનાં ભોગસુખો માટે આવાં ઘોર નિત્ત્વ પાપો આચરવાનાં? અને અંતે એ બધાનું પરિણામ ? નિંદનીય પ્રવૃત્તિઓના આચરણથી આ ભવમાં લોકોમાં બદનામી ! તુચ્છતાની પ્રાપ્તિ ! સજ્જન તરીકે આ આપણી છાપ ધોવાઇને સાફ ! જીવનનું પાપના માર્ગે
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy