SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી જોઇએ ! વહુ માને છે કે મારી એક પણ પ્રવૃત્તિમાં સાસુએ ડખલ ન કરવી જોઇએ ! દીકરો માને છે કે મારા ધંધાની બાબતમાં પિતાજીએ જરાપણ હસ્તક્ષેપ ન કરવો જોઇએ ! નાનો ભાઈ માને છે કે પિતાજીની ગેરહાજરીમાં મોટાભાઇએ મારી તમામ ઇચ્છાઓ પૂરી કરવી જોઇએ ! પત્ની માને છે કે મારી સઘળીય માંગણીઓ પતિએ સંતોષવી જ જોઇએ ! બસ, ચિત્તની આવી મનોવૃત્તિ કૌટુંબિક જીવનની શાંતિને હરી લે છે...સાવ ઝીણી ઝીણી બાબતો ખાતર જીવનમાં ભયંકર સંઘર્ષો પેદા કરે છે...અરે ! ક્યારેક તો ન ધારેલી હોનારતો જીવનમાં સર્જી દે છે ! નાનકડી ચિનગારી હમણાં જ એક જગ્યાએ બની ગયેલો સત્ય પ્રસંગ વાંચવા મળ્યો... તાજા જ લગ્ન કરીને પતિ-પત્નિ બહાર હવા ખાવાના સ્થળે ફરવા ગયેલાં...પતિએ પત્નીને માટે લગભગ બાર-પંદર જેટલી સાડીઓ ખરીદેલી હતી. એક દિવસ સાંજના બન્ને બહાર જવા નીકળ્યા...પત્નીએ જે સાડી પહેરી તે પતિને ન ગમી...પતિએ પત્નીને બીજી સાડી પહેરવા સમજાવ્યું...પત્નીએ ઇન્કાર કરી દીધો... “સાડી મારે પહેરવાની અને કઈ સાડી પહેરવી એ નક્કી તમારે કરવાનું ? એ હરગીજ નહિ બને...મને તો આ જ સાડી ગમે છે અને હું આ જ સાડી પહેરવાની !” હું તને આ સાડી પહેરીને બહાર લઇ જવા તૈયાર નથી...કારણ કે તું આ સાડીમાં જરાય શોભતી નથી !' પતિએ પત્નીને સંભળાવી દીધું ! તો જાવ તમે એકલા ! આ સાડી સિવાયની બીજી કોઇપણ સાડી પહેરીને બહાર આવવા હું તૈયાર નથી.” પત્નીએ પોતાની વાત પકડી જ રાખી... | ગુસ્સામાંને ગુસ્સામાં પતિ બહાર નીકળી ગયો...આ બાજુ પત્નીને આ બનાવ પરથી ભવિષ્યના આવા કેટલાય બનાવોની કલ્પનામાં એટલો બધો ગુસ્સો આવી ગયો કે આવેશમાં ને આવેશમાં રૂમનાં બારણાં બંધ કરી...શરીર પર ઘાસતેલ છાંટીને દીવાસળી ચાંપી દીધી...ભડથું થઇને ખલાસ થઇ ગઇ ! રિબાઇ રિબાઇને મરી ! કેટલી મામૂલી વાત ! બંનેમાંથી કોઇએ પોતાની વાત જતી કરી નહિ.. (૩૩૩
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy