SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીતાના ગુણોમાં ચોથો નંબર આવે છે. પાપ-ભીરુતાઃ દુનિયાના વ્યવહારમાં ડરવું, ગભરાઇ જવું એને નિર્માલ્યતા ગણવામાં આવે છે. જ્યારે આધ્યાત્મિક જગતના વ્યવહારમાં ડરવું, ગભરાઇ જવું એને બહાદુરી ગણવામાં આવે છે. અલબત્ત, એ ડર-ગભરાટ પાપનો હોવો જોઇએ. માટીપગા માણસથી કદી નહિ ડરનારો ધર્માત્મા પાપથી તો અવશ્ય ડરતો જ હોય. અરે ! જેના અંતરમાં પાપનો પાપ તરીકેનો ભય પેદા ન થયો હોય તેવો માણસ સંસારમાં “સારો માણસ પણ કદી બની શકતો નથી. ઉત્તમ, મધ્યમ કે અધમઃ કોઈ પાપ ન કરેઃ નીતિશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આર્યદેશનો કોઇ પણ માણસ ક્યારેય પાપ કરતો જ નથી. ઉત્તમ, મધ્યમ અને અધમ. એમ ત્રણ ભેદ પાડી શકાય. જેમાં ઉત્તમ માણસ પણ પાપ ન કરે. - મધ્યમ માણસ પણ પાપ ન કરે. અને અધમ માણસ પણ પાપ ન કરે. કારણ કે...ઉત્તમ માણસનો સ્વભાવ જ એવો છે કે જેથી તે પાપ ન કરે. તેને પૂછવામાં આવે કે “ભાઈ ! તું પાપ કેમ નથી કરતો ?” તેનો જવાબ તે આ પ્રમાણે જ આપે કે, “ભાઇ ! પાપ તે થાય જ કેમ ? પાપ ન જ કરાય.” બસ...આ રીતે જેને સ્વભાવગત પાપ નથી ગમતું અને જે પાપ નથી આચરતો તે ઉત્તમ. મધ્યમ કક્ષાના માણસો પણ પાપ ન કરતા. અલબત્ત, મધ્યમ માણસો સ્વભાવથી જ પાપ ન કરે તેવું નહિ, પણ પરલોકની અંદર આ પાપોનાં ફળો (દુ:ખો) ભોગવવા પડે છે અને તે ભોગવવાની તેમની તૈયારી હોતી નથી. આથી પરલોકના ભયથી મધ્યમ માણસો પાપ ન કરે. આર્યદેશના અધમ માણસો પણ પાપ ન કરે. અલબત્ત, તેઓ મધ્યમની જેમ પરલોક વગેરેને માનતા ન હોય. તેમ છતાં તેઓ પાપ ન કરે. કેમકે તેમને આ લોકનો ભય હોય. “જો હું પાપ કરીશ અને પકડાઇ જઇશ તો ? તો તો
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy