________________
ઉપયોગ કરવો. (૬) વિદળ અર્થાત્ કાચા દૂધ કે દહીં જોડે કોઇ પણ કઠોળ ભેગું
ખાવું. (૭) વાસી (બોળ અથાણાં-રોટલી વગેરે) ભોજન ખાવું. - આ સાત ભોજન અંગેનાં ભયંકર પાપો છે. તેને છોડવાં જ જોઇએ. . આ સિવાય વર્તમાન જમાના પ્રમાણે આજે વ્યાપક બનેલાં પણ કેટલાંક પાપો છે ગર્ભપાત કરાવવો, છૂટાછેડા લેવા, સંતતિ નિયમનનાં સાધનોનો ઉપયોગ કરવો, સિનેમા જોવા અને ઉભટ કપડાં પહેરવાં. આ ઉપરાંતઃ ઠંડા પીણાં, બરફ, આઇસ્ક્રીમ, પાન, તમાકુ, સિગારેટ, ઇડાં વગેરેવાળી અભક્ષ્ય ચોકલેટો અને કેડબરી વગેરે ખાવી.
ટૂંકમાં પાપ એને કહેવાય કે જેના કારણે આ લોકમાં અથવા પરલોકમાં પાપ કરનારા જીવને દુઃખ ભોગવવું પડે.
આવાં તમામ પાપોને (અથવા શક્ય હોય તેટલાં સઘળાં પાપોને) જીવનમાંથી દેશવટો આપવો જોઇએ.
પાપોને જીવનમાંથી તિલાંજલિ આપવા માટે પાપોથી ભય કેળવવો જોઇએ. ભય પણ કેવો ? જોરદાર. જેમ સાપને જોતાં જ નહિ, પણ “અરે ! સાપ !” એવો કોઇનો શબ્દ સાંભળતાંય શરીરમાં ધ્રુજારી પેદા થઇ જાય છે, તે જ રીતે પાપનું નામ સાંભળતાં જ ભય લાગવો જોઇએ. પપૈયાના ભય જેવો પાપનો ભય લગાડો :
પેલા ફૂલચંદ શેઠને પપૈયાનો કેવો ભય લાગેલો ? ફૂલચંદ શેઠને પેટમાં ભયંકર પીડા ઊપડી હતી. કેમેય કરીને વેદના દૂર જ ન થાય. એક સાથે સો સો સોય ભોંકાતી હોય તેવી વેદના ! ન મટે કે ન સહેવાય ! હવે શું થાય ?
શેઠનો મોટો દીકરો જીવચંદ બાજુના ગામડામાં રહેલા તરભાશંકર વૈદ્યને બોલાવી લાવ્યો. તરભા વૈદ્યનું એ પ્રદેશમાં ભારે નામ ! એમને લોકો “બીજો ધન્વન્તરી” માનતા ! ભલભલા રોગને મટાડવાની તરભા વૈદ્યમાં ભારે કળા ! - તરભાશંકરે શેઠને તપાસી પડીકાં બાંધી આપ્યાં અને કહ્યું “જુઓ શેઠ ! હવે પછી તમારે દહીં અગર દહીંની બનાવેલી વસ્તુ કદી ખાવાની નહિ. જો આ નિયમનો ભંગ કરશો તો તમારાં સોએ વરસ પૂરાં થઇ જશે. પછી હુંયે તમને બચાવી નહિ શકું.”