________________
ફૂલચંદ શેઠની પીડા એટલી ભયંકર હતી કે વૈદ્ય જે કહે તે કરવા તેઓ તૈયાર હતા. તેમણે શરત કબૂલી. વૈદ્ય તરત એક પડીકી આપી અને દસ મિનિટ સુધી ત્યાં તેઓ બેઠા. દસ મિનિટમાં તો પડીકીએ તેનો પરચો બતાવી દીધો. શેઠનો પેટનો દુઃખાવો ગાયબ થઇ ગયો. સહુ આશ્ચર્યવિભોર આંખોથી વૈદ્યરાજને જોઇ રહ્યા. પછી વૈધે ત્યાંથી વિદાય લીધી.
આ બાજુ વર્ષો પર વર્ષો વીતવા લાગ્યાં. વીસ વરસનાં વહાણાં વાઇ ગયાં.
એક દિવસની વાત છે. શેઠને ત્યાં શ્રીખંડ બનાવવામાં આવ્યો હતો. સહુએ ભેગા થઇને થોડો શ્રીખંડ ખાવાનો આગ્રહ કર્યો. “થોડોક શ્રીખંડ ખાવાથી શું થઇ જવાનું હતું ?” એમ વિચારીને સહુએ શેઠને થોડો શ્રીખંડ ખવડાવ્યો.
ત્રણ-ચાર કલાક પસાર થયા અને શેઠના પેટમાં વર્ષો જૂની વેદના ઊપડી. શેઠ ચીસાચીસ કરવા લાગ્યા. ન રહેવાય, ન સહેવાય. " શેઠનો મોટો દીકરો જીવચંદ તરભા વૈદ્ય પાસે દોડ્યો. સદનશીબે અતિ વૃદ્ધ થઈ ગએલા તરભા વૈદ્ય હજી જીવતા હતા. તેમણે તો ઘસીને ના પાડી દીધી : મારી પરેજી જે ન પાળે તેને દવા હું કદાપિ આપતો નથી.”
પણ જીવચંદ ખૂબ કરગર્યો. પગમાં પડયો. છેવટે વૈદ્ય પીગળી ગયા અને વૈદ્યરાજ ફૂલચંદ શેઠના ઘરે આવ્યા. શેઠને પરેજી પાલનનો ભંગ કરવા બદલ સખત ઠપકો આપ્યો. પછી દવા આપી અને સાથે જણાવ્યું કે, “હવે પછી તમારે કદાપિ પપૈયું ખાવાનું નહિ.'
શેઠ બોલી ઊઠ્યા: “કબૂલ, કબૂલ.” અને શેઠનો રોગ ગયો ત્યાર બાદ કાયમ માટે ફૂલચંદ શેઠે પપૈયું ત્યાગી દીધું. એટલું જ નહિ, પપૈયાની લારી જો રસ્તામાં ઊભી હોય તો એ રસ્તો છોડીને શેઠ બીજા રસ્તે ચાલ્યા જતા. આવો લાગ્યો હતો ભય, ફુલચંદ શેઠને, પપૈયાનો !
માર્ગાનુસારી આત્માને પણ પાપનો આવો જ ભય હોય અને તેથી તે બનતાં સુધી પાપ આચરે નહિ. દુઃખોનું મૂળ પાપ છે એ ઓળખો :
આ ધરતીના તમામ જીવો દુ:ખોથી તો અવશ્ય ડરે છે. નાનામાં નાની કીડીથી માંડીને મોટા દેત કુંજર (હાથી) સુધીના તમામ જીવો-દેવો માણસો,
૬૮