________________
અંતે પાણીની પ્યાસમાં તરફડતા શેઠનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. કેવું કરુણ મોત ! કોણે આપ્યું ? કહો કે ધન પ્રત્યેની કારમી મમતાએ.
આવો ધનનો મોહ શા કામનો, જે જાતનું જ મોત કરનારો બને ?
માટે જ જ્ઞાની પુરુષો ધનને મેળવવા માટે “નીતિ' નામના ધર્મનો અચૂક અમલ કરવાનું જણાવે છે. જેનું ધન નીતિથી-ન્યાયથી મેળવેલું હશે તેની આવી કરુણ દશા કદી નહિ થાય. અનીતિના ધનનું ભોજન પણ ત્યાજ્ય : - જ્ઞાની પુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેમ અનીતિનું ધન તજવા યોગ્ય છે. તેમ અનીતિથી કમાયેલા ધનથી પ્રાપ્ત થયેલું ભોજન પણ તજવા યોગ્ય જ છે.
અનીતિના ધનથી આણેલું ભોજન માનવીની બુદ્ધિને બગાડે છે. બુદ્ધિભ્રષ્ટ બનાવે છે જીવને. જે અનીતિપૂર્વકના ધનનો માલિક હોય તેના ઘરનું ભોજન બીજો માણસ કરે તો પણ તેની બુદ્ધિ બગડે છે. આથી જ આજેય ઘણા ધર્મચુસ્ત માણસો કોઇના ઘરનું પાણી સુધ્ધાં નથી પીતા. તેનું કારણ આ જ હોવાનું અનુમાન કરી શકાય. અજેન મહાભારતનો પ્રસંગ :
અજૈન મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ભીષ્મપિતામહ શરશય્યા ઉપર પોઢેલા હતા. બાણના ઘાથી તેઓ કણસતા હતા. પાંડવો અને દ્રૌપદી એમની સેવામાં લાગેલાં હતાં. તેઓ જાણતાં હતાં કે ભીષ્મપિતામહ કેવા જબરા તાકાતવર અને સહનશીલ છે. આથી કણસતા ભીષ્મની ચીસો સાંભળીને તે સહુને આશ્ચર્ય થતું હતું.
છે ત્યારે હિંમત કરીને દ્રૌપદીએ ભીષ્મને પૂછયું એ “પિતામહ ! આપ અત્યંત બળવાન અને સહનશીલ છો. તો પછી આટલી ચીસો પાડવાનું કારણ
શું?
ત્યારે પિતામહે કહ્યું “મારી આ વેદના મારાથી સહાતી નથી તેનું કારણ તું જ છે. કારણ જ્યારે ભરસભામાં તારાં વસ્ત્રોને પેલો પાપી દુ :શાસાન ખેંચી રહ્યો હતો, ત્યારે બન્ને પક્ષને સન્માનનીય વડીલ તરીકે હું તારું તે વસ્ત્રાહરણ નિવારી શક્યો હોત. પરંતુ હું મૌન રહ્યો. કંઈ જ ન બોલ્યો અને તારાં વસ્ત્રો