________________
ઓની ભક્તિ તે ગામના શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ઉત્તમ પ્રકારે કરતા રહેતા.
એક નવ વર્ષનો બાળક એક દિવસ એક મુનિરાજને સવારે નવકારશી વહોરવા આગ્રહ કરીને લઇ ગયો. નાના બાળકની પણ સુંદર ભાવના જોઇને મુનિરાજ તેના ઘરે ગયા.
તેના ઘરે ભિક્ષા વહોરવા ગયેલા મુનિએ જોયું તો ઘરની પરિસ્થિતિ સાધારણ લાગતી હતી. છતાં પેલા બાળકની માતાનું અંતર ભક્તિરસથી ઊછળી રહ્યું હોવાની સ્પષ્ટ પ્રતીતિ મુનિવરને થતી હતી. ઘરમાં કુલ ચાર બાળકો દેખાતા હતા. છતાં માતાએ અડધી તપેલી ભરેલું બધું દૂધ મુનિવરના પાત્રમાં ઠાલવી દીધું. મુનિરાજ ‘ના ના...’ કહેતા રહ્યા પણ ભક્તિના આવેગમાં તે સ્ત્રીએ કાંઇ સાંભળ્યું નહિ.
પાછા ફરતા મુનિરાજની સાથે પેલો બાળક પણ સાથે હતો. માતાએ સંસ્કાર આપ્યા હતા કે ગુરુ મહારાજને જેમ વહોરવા બોલાવવા જવું જોઇએ, તેમ પાછા મૂકવા પણ ઉપાશ્રય સુધી જવું જ જોઇએ.
રસ્તામાં પેલો બાળક મુનિરાજને પૂછે છે : ‘‘ગુરુદેવ'' ! એક વાત પૂછું, મુનિવર કહે : ‘“પૂછ.''
બાળક કહે “ગુરુદેવ ! આપ અહીંથી વિહાર ક્યારે કરવાના છો ?'' બાળકનો પ્રશ્ન સાંભળીને મુનિરાજ આશ્ચર્યમાં ડૂબી ગયા...આ બાળક આવો સવાલ કેમ કરતો હશે તે, એમને ન સમજાયું. તેથી તેમણે બાળકને પૂછ્યું : ‘‘તું આવો પ્રશ્ન કેમ કરે છે ? શું અમે અહીં વધુ દિવસો રહીએ તે તને ગમતું નથી. ?’’
થોડીવાર તો બાળક મૌન રહ્યો. પછી મુનિરાજના વિશેષ આગ્રહના કારણે તે બોલ્યો ઃ ‘‘ગુરુદેવ ! અમે ગરીબ છીએ. આથી અમારી પાસે વધારે દૂધ ખરીદવાના પૈસા નથી. મારી માતા રોજ અડધો લીટર દૂધ લે છે. અમે ચાર બાળકો અને અમારા માતા-પિતા ! એટલા જ દૂધમાંથી અમે બાળકો દૂધ પીએ છીએ અને માતા-પિતા ચાહથી ચલાવી લે છે.
‘પણ...ગુરુદેવ ! જ્યારે ગામમાં આપના જેવા મુનિરાજો પધારે ત્યારે અમારે દૂધ પીવાનું બંધ થઇ જાય છે અને તે તમામ દૂધ મુનિઓને મારી માતા
૩૧૩