SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આમ છતાં જીવનમાંથી તે કરચોરીનું પાપ ન જ છૂટે તોય છેવટે તે સિવાયની બીજા પ્રકારની ચોરીના ત્યાગની પ્રતિજ્ઞા અવશ્ય કરી લેવી જોઇએ. તેવી ચોરી તમે નથી જ કરતા તો તેની પ્રતિજ્ઞા લઇ લેવાથી તેના ત્યાગનો મહાન લાભ મળે છે. આ સાત મહાવ્યસનો લોકમાં નિદિત કાર્યો ગણાય છે. તેનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. . વર્તમાન જમાનાનાં મહાપાપો ? આ ઉપરાંત આજના જમાનાની દૃષ્ટિએ બીજાં પણ અનેક પ્રકારનાં નિદ્ય-કાર્યો છે : ગર્ભપાત કરવો, છૂટાછેડા લેવા, ગંધાતા સિનેમા તેમજ વિડિયો વગેરે જોવાં, કલબો જીમખાનાઓમાં જઇને અનાર્યોની જેમ પરસ્ત્રીઓ વગેરે સાથે નાચવું, ઉપકારી વડીલોની અવગણના-ઉદ્ધતાઈ કરવી, વિશ્વાસઘાત અને ઘોર અપ્રામાણિકતા વગેરે આચરવાં. આ બધાં વર્તમાનકાળનાં નિન્દનીય કાર્યો છે. આ બધાનો ત્યાગ કરવો જોઇએ. જેણે ભારતીય પ્રજાના સંસ્કૃતિના પાલનથી દીપતા જીવનમાં મોટી સુરંગ ચાંપી છે, પ્રજાને ચારિત્રહીન અને નિર્માલ્ય બનાવી છે એવા પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુસરણરુપ આ મહાપાપોથી જીવનને બચાવવું જ રહ્યું. વર્તમાન જીવનમાં ક્ષણિક સુખોની ખાતર જેણે જેણે આ નવા આધુનિક પાપોનો આશરો લીધો છે તેણે પોતાના આત્માનું તો ઘોર અકલ્યાણ કર્યું જ છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ ધમરોળી નાખવામાં સાથ આપીને, અનેક જીવોને અવળું શિક્ષણ (જીવન દ્વારા) આપવા દ્વારા જગતનુંય ઘોર અહિત કર્યું છે. મોજ-શોખની રક્ષા ખાતર ગર્ભપાત ! એક દંપતીની વાત યાદ આવે છે, જેણે લગ્ન કરીને થોડાક જ સમયમાં સ્ત્રીને ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વાર ગર્ભ રહેતાં બીજી વાર પણ “એબોર્શન કરાવેલું. એક મહાત્મા પાસે પોતાના આ પાપનું પ્રાયશ્ચિત્ત કરતાં તે યુવકને મહાત્માએ પૂછ્યું “બે વાર ગર્ભપાત કરાવવાનું કારણ શું ?” ||૧૯૦] ૧૯૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy