________________
ચીજોની ચોરી કરવાની ટેવવાળા પેલા બાળકને તેની માતાએ આ કુટેવથી રોક્યો નહિ પરંતુ તેની તે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. . - પરિણામ એ આવ્યું કે તે બાળક મોટો થતાં મોટો ચોર થયો. લાખો રૂપિયાની ચોરીના ગુના હેઠળ પકડાયો. અંતે તેને ફાંસીની સજા થઈ. ફાંસી થતાં પહેલાં તેને પૂછવામાં આવ્યું. “તારી અંતિમ ઇચ્છા શી છે ?”
તેણે કહ્યું “મારી માતાને મારે એકવાર મળવું છે.” તેની માતાને ત્યાં બોલાવવામાં આવી. માતાને દીકરો છેલ્લીવાર ભેટયો ત્યારે તેણે માતાનું નાક કરડી ખાધું. મા ચિત્કાર કરતી નીચે પડી. - જે તેને પૂછ્યું “તારી માતાનું નાક કરડી ખાવાનું અપકૃત્ય તેં કેમ કર્યું?”
જવાબ આપતાં ચોરે કહ્યું “કારણ મારી માતા જ મારા મોતનું કારણ છે. બાળપણમાં ચોરી કરવાની મારી આદતને તેણે રોકવાને બદલે પ્રોત્સાહન આપ્યું. તેના જ કારણે હું મહાચોર બન્યો અને આજે ફાંસી પામી રહ્યો છું. જો તેણે બાળપણમાં મને પડેલી તે કુટેવને સુધારી હોત તો આજે આ રીતે હું મોત પામતો ન હોત.”
કેટલી સત્ય વાત છે આ ! બાળકોના બાળપણના કુસંસ્કારોને સુધારવાનો જો માતા-પિતા દ્વારા પ્રયત્ન ન કરાય તો તેનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે !
ચોરી નાની હોય કે મોટી તે ચોરી જ છે અને તેથી જ ત્યાજ્ય છે કારણ નાની ચોરી કરવાના કુસંસ્કાર તો ચોક્કસ ખતરનાક જ છે.
અદત્ત એટલે બીજાએ (તેના માલિકે) નહિ આપેલી ચીજનું આદાન અર્થાત્ ગ્રહણ કરવું તેનું નામ “ચોરી' છે. આ પ્રકારની ચોરીનો જીવનમાંથી સર્વથા ત્યાગ કરવો ઘટે.
વ્યાપાર-ધંધામાં પણ આજે સરકારી કુત્સિત રીત-નીતિઓના કારણે માણસને કરચોરી વગેરેનું પાપ કરવું પડે છે. તે પણ ચોરી તો ચોક્કસ કહેવાય અને તેય છોડવી જ ઘ