________________
પ્રવેશી ચૂક્યાં ! ઉત્તમ જીવનનો માલિક યુવક પાયમાલીની ઊંડી ખીણમાં ધકેલાઈ ગયો !
ધ્યાનમાં રહે: આ બધાં પાપો પ્રારંભમાં તો પ્યારાં-મીઠાં અને મધુરા લાગતા હોય છે. પરંતુ તેનું પરિણામ ભારે ખતરનાક હોય છે. આથી જો તમારે બચવું હોય તો પહેલા જ તબક્કે તે પાપોને આચરવા ધરાર લાચાર બની જ઼ો. જે પતનની આ પ્રારંભિક પળને ચૂકી ગયો તે જીવી ગયો અને જે આ પહેલી પળે જ બરબાદ થયો...લલચાયો...તે પોતાના ભવ-પ્રાણ ગુમાવી બેઠો. (૫) પરસ્ત્રીગમન અને (૬) વેશ્યાગમન :
પરસ્ત્રીગમન અને વેશ્યાગમન..અતિ ઘોર કક્ષાનાં છે આ બે પાપો !
યુવાનીની મોજ માણી લેવા, વાસનાના પૂરને ન નાથી શકનારા માણસો આ બેય પાપોમાં ફસાઈ જતા હોય છે. જો જીવનમાં ખાનદાની અને લજ્જા જેવું કોઇ તત્ત્વ ન હોય તો પ્રાયઃ આ બેય પાપોની લોભામણીથી બચવું અતિ મુશ્કેલ છે.
ક્યારેક ખોટા ધર્મી તરીકેનો બિલ્લો લઇને ફરનારા અને મોટા સાધુપુરુષોના ભગત તરીકે ઘૂમનારા માણસો પણ પરસ્ત્રી અને વેશ્યાસંબંધી પાપોમાં ફસાતા જોવા મળે છે ત્યારે આ પાપોની ભયંકરતા સમજાયા વગર નથી રહેતી.
પ્રાયઃ પૈસાદારોના જીવનમાં જ આ બે પાપોની સંભાવના વધુ રહે છે કેમકે પૈસાથી જ-પૈસાના લોભથી જ પરસ્ત્રી અગર વેશ્યાઓ પોતાના દેહનેશીલને વેચવા તૈયાર થતી હોય છે. આ દષ્ટિએ એમ કહેવું જોઇએ કે જો પૈસો મેળવીને અંતે જીવનની આ પાપો દ્વારા બરબાદી જ થવાની હોય તો પ્રભુને પ્રાર્થના કરજો કે, “આના કરતાં અમને નિર્ધન તરીકેનું જીવન આપજે. જેના દ્વારા આલોકમાં મારી નિન્દા થતી રહે અને મારો પરલોક પણ ભયાનક બની જતો હોય તેવા પાપમાં તો કમસે કમ મારું જીવન ન પડે.” (૭) ચોરી :
ચોરીનું પાપ પણ સાતમા નંબરના વ્યસન તરીકે ગણવામાં આવેલ છે. " જેને એકવાર ચોરી કરવાની આદત પડી પછી તે મોટી ઉંમરે પણ છૂટતી નથી. આ કુટેવ ભયંકર છે. યાદ છે ને પેલું દૃષ્ટાંત ! આસપાસના પડોશીઓને ત્યાંથી નાની નાની
૧૮૮