________________
- ત્યારે યુવકે જવાબ આપ્યો: “ત્યારે અમારાં તાજાં જ લગ્ન થયેલાં. શરુઆતમાં ૨-૪ વર્ષ તો બહાર હરવું-ફરવું, મોજ-મઝા કરવી હોય, આ બધામાં પેલાં બચ્ચાં અંતરાયભૂત થાય. કોણ એ બધી ઝંઝટમાં પડે ? એટલે અમે ગર્ભપાત કરાવી નાખેલો.”
હાય ! કેવી કરુણતા ! જે ધરતીની રેતીના કણેકણમાં જીવોને બચાવવાનીદયાની સંભાવનાઓ પડેલી છે, તે ધરતીનો એક યુવાન પોતાની મોજશોખની વાસના ખાતર પત્નીના પેટમાં રહેલા બાળકની હત્યા કરાવે છે !
આ એક વ્યક્તિની ઘટના નથી. આવાં તો લાખો યુવક અને યુવતીઓ આ ભારતની ધરતી ઉપર આજે ઊભરાઇ ગયાં છે. આને વર્તમાન ભારતની કમનસીબી જ ગણવી કે બીજું કાંઇ ?
એટલું ચોક્કસ સારું ગણાય કે તે યુવકને પાછળથી પણ, સગુરુનો સંયોગ થતાં પોતાના તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું મન થયું. એ દૃષ્ટિએ તે યુવક શતશઃ અભિનંદનને પાત્ર છે.
જીવનને અનેક પ્રકારની દુષ્ટતાઓથી ભરી દેનારાં આ વ્યસનો અને પાપોનો અવશ્ય ત્યાગ કરવો ઘટે.
નિન્ય પ્રવૃત્તિઓને આચરનારો ગમે તેટલો ધનવાન હોય, ભૌતિક સુખસાધનોનો સ્વામી હોય, પણ સજ્જનોની દૃષ્ટિએ તે પૂરો ભિખારી છે. આધ્યાત્મની દષ્ટિએ તે બિચારો રાંક છે.
આવા માણસોને આલોકમાં પણ સતત ભય હોય છે અને પરલોક તો તેમનો ભયંકર હોય જ છે. આવા માનવીઓનાં મન નિષ્ફર, ક્રૂર, અને નિર્દય હોય છે અને તેથી જ સજ્જન-શિષ્ટ પુરુષોના સમાજમાં તેમની ઝાઝી આબરુ પણ રહેતી નથી.
આ રીતે અનેક દ્રષ્ટિકોણથી વિચારતાં નિર્ધી પ્રવૃત્તિઓનું જીવનમાંથી અવશ્ય ત્યાગ કરવો જોઇએ.
૧૯૧
ક