________________
ભગવંતશ્રી નેમિનાથની પાસે જઇને તેમણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરી લીધું.
ભીંજાયેલાં રાજીમતીનાં દર્શનનું નિમિત્ત જ રહનેમિના પતનમાં પોતાનો ભાગ ભજવી ગયું ને ?
રુપકોશાના દર્શનરુપી નિમિત્તથી જ સિંહગુફાવાસી મુનિ મનથી પતિત થઇ ગયા હતા ને ? અને રુપકોશાના કહેવાથી તેઓ નેપાળમાં ચોમાસાની વિરાધનાની પણ પરવા કર્યા વગર રત્નકંબલ લેવા દોડી ગયા હતા. એ તો રુપકોશાએ પોતાની કુશળતાથી મુનિને પતિત થતા બચાવી લીધા.
નંદિષણ જેવા મહાત્મા પણ વેશ્યાના ઘર રુપી નિમિત્ત ની પાસે ગયા માટે પતન પામ્યા ને ?
જો આવા મોટા-મોટા મહાન આત્માઓને પણ નિમિત્ત પતનનું કારણ બની જતું હોય, તો આપણે જેવા સામાન્ય માનવોનું તો શું ગજું ?
માટે જ શાસ્ત્રકારો નિષ્પાપ રહેવા ઝંખતા પુણ્યાત્માને પાપોથી બચી જવા માટે પાપનાં નિમિત્તોથી દૂર રહેવાનું ખાસ વિધાન ફરમાવે છે. નાનાં પાપોથી પણ ડરતા રહો ઃ
બીજી મહત્ત્વની વાત એ પણ છે કે જેમ મોટાં મોટાં પાપોથી સાવધ રહેવું જોઇએ, તેમ નાનાં નાનાં પાપોથી પણ એટલા જ ડરવું જોઇએ.
જે આત્માઓ નાનાં પાપોને ગૌણ ગણીને તેની ઉપેક્ષા કરે છે તેઓ પ્રાય : મોટાં-દેત પાપોને સેવનારા બની ગયા વગર રહેતા નથી.
નાવડીમાં પડેલું નાનકડું કાણું પણ જો ઉપેક્ષિત થાય તો તે આખી નાવડીને ડૂબાડી દીધા વગર રહેતું નથી.
જરાક ક્રોધ કર્યો તેમાં શું થઇ ગયું ?
જરાક કામરાગથી પેલી સ્ત્રીને જોઇ તેમાં શો અપરાધ થઇ ગયો ? જરાક અભિમાન કર્યું તેમાં ક્યો પહાડ તૂટી પડ્યો ?
આ પ્રકારના વિચાર આત્મ-કલ્યાણના ઇચ્છુક માટે અવશ્ય ઘાતક છે. યાદ રાખજોઃ નાનકડો પણ ઘા, ઉપેક્ષિત થાય તો અત્યંત મોટું ગૂમડું બનીને પ્રાણઘાતક પણ બની શકે છે. નાનકડી પણ ચિનગારી આખી નગરીને જલાવી
23