________________
હતો...કિંમતી રત્નોની પોટલી તેણે બરાબર સાચવીને રાખી હતી. તેમાં એક નાનકડા જંગલમાંથી પસાર થવાનું આવ્યું...એ જંગલમાં ઘણા ધાર્ડપાડુઓ રહે છે એવા સમાચાર વાણિયાને મળેલા...તેણે વિચાર કર્યો કે, “આ કિંમતી રત્નો સાચવવા કોઇ યુક્તિ તો કરવી જ પડશે...”
જંગલમાં પહેલાં એક જગ્યાએ ખાડો ખોદીને તેમાં રત્નોની પોટલી મૂકી દીધી. અને બીજી એક કાચના ટુકડાઓની પોટલી બનાવી...સાથે લઈ જંગલમાં પ્રવેશ્યો...બૂમ મારતો મારતો આગળ ચાલવા લાગ્યો...“મારી પાસે રત્નો છે...મારી પાસે રત્નો છે...' એની બૂમ સાંભળી ધાડપાડુઓએ તેને ઊભો રાખ્યો...બોલ ! રનો ક્યાં છુપાવ્યા છે ?”
“ભાઇઓ ! મને જવા દો...કેટકેટલી મહેનત કરીને હું આ રત્નો મેળવી શક્યો છું...! તમે એ લઇ લેશો તો મારો જાન જશે.” વાણિયાએ નાટક કર્યું.
ધાડપાડુઓ આમ તો શેના છોડે ? વાણિયાને બાંધીને પેલી પોટલી કાઢી.. જોયું તો કાચના ટુકડા ! “અલ્યા ! આ તો કો'ક પાગલ લાગે છે...રત્નો હોય એ કાંઇ આવી બૂમો પાડતો પાડતો જતો હશે ?જવા દો એને !” એમ કહી ધાડપાડુઓએ આને રવાના કર્યો.
વાણિયો જંગલમાં પેલા છેડેથી પાછો આવી જ બૂમો પાડતો પાડતો આ છેડે આવ્યો...પાછો એ જ રીતે આ છેડેથી પેલા છેડે ગયો...ચાર-પાંચ વાર આ રીતે ધક્કા ખાધા...“આ તો પાગલ છે.” એમ સમજીને એકેય ધાડપાડુ જ્યારે વાણિયા પાસે ફરક્યો જ નહિ ત્યારે વાણિયાને લાગ્યું કે, “હવે પેલી રત્નોની પોટલી લઈ જવામાં વાંધો નથી.”
જમીન ખોદીને પોટલી કાઢી.. “મારી પાસે રત્નો છે” ની બૂમ પાડતો મજેથી જંગલ વટાવી ગયો...ધાડપાડુઓને મૂરખ બનાવ્યા અને પોતાની સંપત્તિ સુરક્ષિત કરી દીધી !”
આપણી મૂળ વાત એ છે કે જ્યાં સંપત્તિનો ખ્યાલ છે ત્યાં જાગૃતિ આવી જ જાય છે...અને જ્યાં સંપત્તિનો ખ્યાલ નથી ત્યાં મોટે ભાગે અસાવધગિરિ આવ્યા વિના રહેતી નથી...આત્મગુણોની બાબતમાં સામાન્યતયા આપણી સ્થિતિ દયનીય છે..શીલ-સદાચાર-ક્ષમા- સરળતા-નમ્રતા વગેરે ગુણો આપણને હજી સંપત્તિ જેવા