________________
અતિ એકાંત સ્થાનના ઘરમાં નુકસાન ઃ
વધુ પડતાં એકાંત સ્થાનમાં ઘર રાખવાથી કેવું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ યાદ આવે છે.
- મુંબઇમાં નેપિયન્સી રોડની પાછળ એક શ્રીમંત દંપતી રહેવા ગયું. બંને જણાને અતિ શાંત એરિયા પસંદ હતો. શાંત-સ્થાનના નામે વધુ પડતી એકાંતવાળી જગ્યા તેમણે પસંદ કરી. '
પતિ અને પત્ની બંનેની પાસે મોટર. સવારે પતિ ઓફિસે જાય તે ઠેઠ સાંજે આવે. મોટા બંગલામાં બપોરના સમયે એકલાં જુવાન જોધ શેઠાણી જ હોય.
એક દિવસ અચાનક બપોરના સમયે ગાડીનો ડ્રાઇવર આવ્યો. કશું કામનું બહાનું કાઢીને ઘરમાં ઘૂસ્યો. મુખ્ય દરવાજો બંધ કરીને શેઠાણીના બૂરા હાલ કરી નાખ્યા અને ઘરમાં રહેલી સંપત્તિને સફાચટ કરીને રવાના થઇ ગયો.
આવી અનેક દુર્ઘટનાઓના મૂળમાં અયોગ્ય જગ્યાએ ઘરની પસંદગી જ પ્રાય કારણભૂત હોય છે. કુશળતાથી સંસ્કારોની જાળવણી કરતા શેઠ :
એક કરોડપતિ શેઠના બંગલાની બાજુમાં જ રાજાને માન્ય એવા બે સંગીતકારો આવ્યા. તેમણે પોતાના કોમળ કંઠ અને મધુર વાજિંત્રોના રિયાઝથી આસપાસમાં ભારે આકર્ષણ ઊભું કર્યું. શેઠની પુત્રવધૂઓ પણ અવારનવાર બારી પાસે ઊભી રહીને પેલા સંગીતકારોનું સંગીત સાંભળતી.
શેઠે એકવાર આ દૃશ્ય જોઇ લીધું. તેમને પુત્રવધૂઓના શીલની ચિંતા થવા લાગી: “જો આમ ચાલ્યા કરશે તો ક્યારેક પુત્રવધૂઓનું શીલ જોખમમાં મૂકાઇ જશે... '
તેથી સંગીતકારોને અહીંથી કેમ રવાના કરવા તેની વિચારણા શેઠ કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં તેમને એક ઉપાય સૂઝયો.
પોતાના ઘરે થયેલ પૌત્ર-જન્મની ખુશાલીનું કારણ દર્શાવીને શેઠે રાજાને ઝવેરાત ભરેલો થાળ ભટણાંરૂપે અર્પિત કર્યો. રાજા શેઠનાં નમ્રતા-વિનય વગેરે ગુણો જોઈને ખુશ થઇ ગયો. રાજાએ દરરોજ રાજસભામાં આવવાનું શેઠને
૧૩૧]