________________
મંત્રીશ્વર પેથડશાહનો સાધર્મિક-સત્કાર :
માંડવગઢના મહામંત્રી પેથડશાહ અપૂર્વ સાધર્મિક-ભક્ત હતા. તેમને રાજા તરફથી વાર્ષિક પગારરુપે ૧૫૬ મણ સોનું મળતું હતું. તેઓ જ્યારે પાલખીમાં બેસીને રાજસભામાં જતા ત્યારે કોઇ પણ સાધર્મિક સામો મળી જાય ત્યારે તેઓ પાલખીમાંથી નીચે ઉતરી જતા અને તે સાધર્મિકને પ્રેમથી પ્રણામ કરતા. તેનો આદર કરતા, ત્યાર બાદ તેને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપતા.
જો સમયની અનુકૂળતા હોય તો જાતે તેને લઇને ઘરે જતા. અથવા તેને એકલો પણ પોતાના ઘરે મોકલતા. ઘરમાં રહેલી પેથડની ધર્મપત્ની પણ સાચા અર્થમાં ધર્મપરાયણા હતી.
તે આવેલા સાધર્મિકની અપૂર્વ અને અનુપમ ભક્તિથી સરભરા કરતી. અને પ્રેમથી જમાડતાં જમાડતાં તે તેની તમામ પરિસ્થિતિ જાણી લેતી. તે શેનો ધંધો કરે છે ? તેની આવક વગેરે શું છે ? તેને શેની શેની જરૂરિયાત છે. ઇત્યાદિ બધું કૂનેહ અને કુશળતાપૂર્વક તે જાણી લેતી. અને ત્યારબાદ તેને યથાયોગ્ય પહેરામણી અવશ્ય આપતી.
“પહેરામણી' તરીકે માત્ર સવા રૂપિયો અને શ્રીફળથી પતાવી ના દેતી પરંતુ એની ધન સમ્બન્ધી તમામ ચિંતાઓથી તે મુક્ત થઇ જાય, ધંધા વગેરે માટે જરૂરી પ્રારંભિક ધન-પ્રાપ્તિ થઈ જાય, એવું અને એટલું ધન તે શ્રાવકને પહેરામણીરુપે અર્પણ કરતી. કોઇ તે લેવાનો ઇન્કાર કરે તો પણ યેન કેન પ્રકારેણ તેને તે આપ્યા વગર જવા ન દેતી.
આવા હતા, અતિથિ-સત્કાર ગુણ સમ્પન્ન મંત્રી પેથડશાહ અને તેમનાં ધર્મપત્ની !! ઝાંઝણશાહની રોમાંચકારી સાધર્મિક-ભક્તિ :
આવા પરમ પિતાનો પનોતા પુત્ર હતો: ઝાંઝણ શાહ. તે પણ અવલ નંબરનો સાધર્મિક-ભક્ત હતો. તેની કથા પણ રોમાંચકારી છે. તે ટૂંકમાં જોઇએ.
ઝાંઝણ શાહે કર્ણાવતી (આજના અમદાવાદ) થી પાલીતાણાનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. આ સંઘ ખૂબ જબરજસ્ત અને ભવ્ય હતો.
અઢી લાખ માણસો તે સંઘમાં જોડાયા હતા. અમદાવાદમાં ત્યારે સારંગ
૩૧૮