________________
ગુરુને વહોરાવવા માટે એક સારું વસ્ત્ર તેની પાસે નથી ? ગુરુવર ! આવી વાત મારા માટે અતિ શરમજનક બાબત ગણાય.’’
તે
ત્યારે કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવે જણાવ્યું ‘‘તારી વાત સાચી છે...પણ તને એ વાતની ખબર છે કે આ જાડું ખડબચડું વસ્ત્ર જેણે મને વહોરાવ્યું છે, તારા જ દેશમાં વસનારો તારો જ એક સાધર્મિક ભાઇ છે. તારા પ્રજાજન સાધર્મિકની પાસે એટલી સંપત્તિ નથી કે તે વધુ પૈસા ખર્ચીને સારું વસ્ત્ર ગુરુને વહોરાવી શકે. તારો સાધર્મિક દુ:ખી હોય, સાધારણ સ્થિતિનો હોય અને છતાં એના માટે તું આજ સુધી ઉપેક્ષાવાન્ રહ્યો તે તને લાંછનરુપ લાગતું નથી શું ? આ બાબત તારા માટે શરમજનક નથી શું ?''
તે વખતે કુમારપાળે ગુરુ પાસે પોતાની ભૂલનો એક૨ા૨ કર્યો અને ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે હવે પછી દર વર્ષે એક કરોડ સોનામહોરો સાધર્મિક-ભક્તિ માટે હું વાપરીશ. ત્યાર બાદ શેષ ચૌદ વર્ષ જીવેલા કુમારપાળે ચૌદ કરોડ સોનામહોરો સાધર્મિક ભક્તિ માટે વાપરી.
સાવ નિર્ધન ગરીબ સાધર્મિકને તેઓ ૧૦૦ સોનામહોર આપી દેતા. ઉપરાંત વિશેષ જરુરિયાત હોય તો તે મુજબ છુટ્ટે હાથે ધન આપતા.
સાધર્મિકોની ભક્તિ કાજેનો વહીવટ કરવા માટે તેમણે આભડ નામના શેઠને રોક્યા હતા. એક વર્ષ પૂરું થયા બાદ આભડ શેઠે કુમારપાળને કહ્યું “મહારાજ ! આ પ્રથમ વર્ષની સાધર્મિક-ભક્તિનો તમામ લાભ આપ મને આપો.’’
ત્યારે કુમારપાળે કહ્યું ‘શ્રેષ્ઠિવર્ય ! એ નહિ બને, તમે તો ઉદાર છો. પરંતુ મારી કૃપણ તરીકેની છાપ છે. અને એ અમુક અંશે સાચી પણ છે. આથી જો હું તે સાધર્મિક-ભક્તિના લાભથી વંચિત રહી જઇશ. તો મારી ધન-મૂર્છા
ગાઢ બનશે. માટે આવી વાત હવે પછી કદાપિ કરતા નહિ. અને રાજભંડારીની પાસેથી ૬૨ વર્ષે તમે એક કરોડ સોનામહોરો લઇ જ લેજો.''
આવા હતા આર્યદેશના રાજાઓ ! અને આવા હતા આ ભારત ભૂમિના શેઠિયાઓ ! જેમણે આચરેલાં સત્કૃત્યો આજે પણ આપણી સમક્ષ મશાલ બનીને માર્ગ ચીંધણું કર્યા જ કરે છે.
૩૧૭