________________
માર્ગાનુસારીના ગુણોમાં બીજો નંબર છે શિષ્ટાચાર-પ્રશંસા અર્થાત્ શિષ્ટ પુરુષોના આચરણની પ્રશંસા કરવી.
થી સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે શિષ્ટ કોને કહેવો ? ખૂબ સીધો અર્થ છે એનો, શિષ્ટ પુરુષ એટલે ખૂબ સજ્જન માણસ.
પણ...આજે તો બધાય સજ્જન દેખાય છે. ઊલટું બહારથી સજ્જન દેખાતા અંદરના એક નંબરના દુર્જન હોય છે અને ક્યારેક બહારથી સજજ્ઞ નહિ દેખાતા ખરેખરા અર્થમાં સજ્જન હોય છે.
વર્તમાન કાળમાં તો ધનનું જોર સમાજમાં એટલું વ્યાપક બનતું ચાલ્યું છે કે બધાંય માપતોલ ધનના માધ્યમથી જ થતાં આવ્યાં છે અને આથી જ જે વધુ પૈસાદાર હોય તે વધુ શિષ્ટ (સજ્જન) મનાવા લાગ્યો છે. આવા નકલી શિષ્ટોના ખોટા કે સાચા આચારોની છડેચોક પ્રશંસા પણ થાય છે અને આથી જ આવા નકલી શિષ્ટના આચારોનું અનુકરણ કરવાની ફેશન થઇ પડી છે.
બહુ ઊંડાણથી વિચાર કરીએ તો આનું કારણ એમ લાગે છે કે લોકોમાંથી પરલોક પ્રત્યેનો શ્રદ્ધાભાવ ખતમ થતો ચાલ્યો છે. આ લોક સિવાય પણ બીજી એક દુનિયા છે અને અહીંના સારાં-નરસાં ફળો ત્યાં જઇને જીવને ભોગવવાં પડે છે. આ સત્યનો સ્વીકાર એટલે જ પરલોક શ્રદ્ધા. આવી પરલોક શ્રદ્ધાનો આજે ઘણા અંશમાં વિલોપ થતો જોવા મળે છે.
જ્યારે પરલોક પ્રત્યેની શ્રદ્ધા ખલાસ થઇ જાય પછી પાપોનો ડર શી રીતે રહે ? “આવા પાપો આચરું છું તો પરલોકમાં મારું શું થશે ?” આ વિચાર પાપોને રોકનારો છે. સમાજમાંથી પરલોક શ્રદ્ધાનો વિલય થતો જાય પછી પાપોથી ભય લાગે શી રીતે ?
આર્ય પ્રજાની ખુમારીની ખુવારી કરી નાખનાર છે પરલોક શ્રદ્ધા અને પાપ-ભય આ બે ગુણોનો અભાવ અને આથી જ આ લોકના સુખ-સગવડોનાં સાધનો જેનાથી ખરીદી શકાય છે એ “ધન” ને જ સમાજે જીવનનું સર્વસ્વ માની લીધું. આથી જ જે વધુ ધનવાન, તે સમાજનો વધુ સન્માન્ય પુરુષ, શિષ્ટ પુરુષ, સૌથી મોટો સજ્જન. આવાં બધાં ગણિત મંડાયાં. આવા ગણિતના આધારે આવા કહેવાતા શિષ્ટોની પ્રશંસા થવા લાગી. તેમની આસપાસ તેમના ચમચાઓ ખુશામતખોરી