________________
કરતા ફરતા દેખાવા લાગ્યા. આમાં સાચા શિષ્ટોની અવગણના થવા લાગી. છે ત્યારે સાચો શિષ્ટ કોણ ? શાસ્ત્રકારોની શિષ્ટ-પુરુષની વ્યાખ્યા જુદું જ જણાવે છે.
સાચા અર્થમાં “શિષ્ટ' બનવું હોય તો બીજા શિષ્ટ-પુરુષોની સેવા કરવી પડે. શિખોની સેવા કર્યા વગર શિષ્ટ બની શકાતું નથી.
- જેઓ જ્ઞાનવૃદ્ધ હોય અર્થાત્ વિશિષ્ટ પ્રકારના જ્ઞાની હોય, અને જેઓ ચારિત્રથી યુક્ત હોય અર્થાત્ વિશિષ્ટ પ્રકારના સદાચાર વગેરેથી યુક્ત હોય તેમને શિષ્ટ કહેવાય છે. આવા શિષ્ટ પુરુષોની વિશિષ્ટ સેવા કરીને જેમણે તેમની કૃપા પ્રાપ્ત કરી છે, તેઓ પણ શિષ્ટ કહેવાય છે.
શિષ્ટોની સેવાના પ્રતાપે જે કૃપા મળે છે તેનાથી જ્ઞાનને મેલાં કરનારાં (જ્ઞાનાવરણીય) અને ચારિત્રને દૂષિત કરનારાં (મોહનીય) કર્મોનો નાશ થાય છે. આવા આત્માની બુદ્ધિ પણ હંમેશ સ્વચ્છ રહે છે અને એથી જીવન પણ પવિત્ર બન્યું રહે છે.
આમ એક દીપથી બીજો દીપ જલે...એ રીતે એક શિષ્ટપુરુષમાંથી બીજો શિષ્ટ...અને તેનાથી ત્રીજો શિષ્ટ પેદા થતો જાય છે. આમ, શિષ્ટ પુરુષોની એક સુંદર પરંપરાનું સર્જન થાય છે.
આવા શિષ્ટ પુરુષોના આચારની અને વિચારોની ખૂબ ખૂબ પ્રશંસા કરવી જોઇએ અને તેમાંથી જે કોઇ આચાર કે વિચારનો પોતાના જીવનમાં અમલ થઈ શકે તેમ હોય તેનો અમલ પણ જરુર કરવો જોઇએ.
પ્રશ્ન : શું સઘળા શિષ્યોના આચાર અને વિચાર ઉત્તમ જ હોય ? તેમાં ભૂલ ન હોઈ શકે ?
ઉત્તર : જેમણે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રસંપન્ન (સાધુ અગર ઊંચી કોટિના સંસારી) શિષ્ટ પુરુષોની સેવા કરીને શિષ્ટપણું મેળવેલું હોય તેવા શિષ્યોનાં જ્ઞાન અને આચાર ઊંચાં જ હોવાનાં.
હા...જેઓ માત્ર પુસ્તકો વાંચીને પંડિત થયેલા હોય, આજના છાપાંઓ, ચોપાનિયાં અને મેગેઝિનો એ જ જેમને માટે આદરણીય શાસ્ત્રો બની ગયાં હોય,