________________
અને લોકોનું મનોરંજન કેમ વધુ થાય એ જ એની જીવન દ્રષ્ટિ હોય એવા માણસો-બાહ્ય રીતે જ્ઞાની હોય કે ચારિત્રવાન હોય તેને ખરા અર્થમાં શિષ્ટ કહી શકાય નહિ. એને તો શિષ્ટાભારા (શિષ્ટ તરીકેનો આભાસ ઊભો કરનારા, વાસ્તવિક શિષ્ટ નહિ) કહેવાય.
“શિષ્ટપણું મેળવવાનો સાચો ઉપાય પોતાના કરતાં વધુ જ્ઞાનવાન અને વધુ ચારિત્રપાત્ર પુરુષોની સેવા છે.” એમ જણાવવા દ્વારા શાસ્ત્રકારો “સપુરુષોની સેવા”ને કેટલું મહત્ત્વ આપે છે ? સેવાનું કેટલું અપરંપાર ગૌરવ છે ? તે પણ આ રીતે સમજાવી દે છે.
પેલું સંસ્કૃત સુભાષિત યાદ આવે છે , 'સેવાધર્મ: પરદો ; ચાનામણા: ‘
“સેવાનો ધર્મ અત્યંત ગહન છે. સેવાનું ઉત્તમ ફળ શું છે ? તેનો મહિમા કેવો અપાર છે ? તે તો મોટા યોગીપુરુષોને જાણવો પણ અતિ કઠણ છે.”
શિષ્ટ પુરુષોનાં આ છે કેટલાંક લક્ષણો : ૧) જે લોકના અપવાદથી ડરનારો હોય અર્થાતુ લોકોમાં જે નિન્દનીય આચારો
હોય તેને નહિ આચરનારો. ૨) જે દીન-દુ:ખિતોનો ઉદ્ધાર કરવામાં રુચિવાળો હોય. ૩) જેણે તેના ઉપર ઉપકાર કર્યો હોય, તેને તે હંમેશા યાદ રાખનારો (કૃતજ્ઞ)
હોય. ૪) જે ઉત્તમ કોટિના સદાચારને પાળનારો હોય. ૫) ન્યાય-નીતિ વગેરે સદગુણોને તે ધારણ કરનારો હોય. ૬) કોઇની પણ નિંદા કરનારો ન હોય. ૭) ગુણીજનોની પ્રશંસા કરનારો હોય. ૮) વડીલજનો પ્રત્યે નમ્રતા રાખનારો હોય. ૯) જે અભિમાન કરનારો ન હોય. ૧૦) દુ:ખના સમયમાં દીનતા કરનારો ન હોય.