________________
અને...આ ગપગોળાની વાતો નથી. મુંબઈના વાલકેશ્વરના કરોડપતિઓ ખરેખર આ રીતે લગ્ન-પ્રસંગો પાછળ ધૂમ દુર્વ્યય કરતા હોય છે. ત્રણ ત્રણ લાખ રુપિયા ડેકોરેશનની પાછળ ખર્ચી નાખતા હોય છે. આખરે લગ્નનો ખર્ચ પચીશથી ત્રીસ લાખ રૂપિયાનો થતો હોવાનું પણ સત્તાવાર રીતે સાંભળ્યું છે. આવું માનવાની ભૂલ” ના કરશો ?
શું આ બધા ઉચિત-વ્યય છે ? ના..જરાય નહિ. આ તો નિતાંત દુર્થય છે ધનનો. શ્રીમંતોના આટલા ધન-વ્યયમાં તો બસો-પાંચસો સાધર્મિકોના કુટુંબો જીવનભર સ્થિર બની જાય...જો તેમને વ્યવસ્થિત ધંધે લગાડવાની અંદર આટલી રકમ ખર્ચાય તો !
પરંતુ આજના બહુસંખ્યક શ્રીમંતોને આવી બાબતોની કશી જ પડી નથી હોતી, પણ તમે ધ્યાનમાં રાખો કે તમારાં સંતાનો-પાણીના બદલે ફૂટના જ્યુસ પીતાં હોય અને તમારો આલિશાન ફ્લેટ પંચોતેર લાખ રૂપિયાની કિંમત ધરાવતો હોય તેથી આખું જગત સુખમાં મહાલે છે તેમ માનવાની ભૂલ કદી ન કરશો. જાતમાં સાંકડા અને જગત માટે પહોળા બનો :
તમારા નકામા ખર્ચાઓમાં જો તમે કાપ નહિ મૂકો તો બીજાઓનાં સુખ ખાતર, બીજાઓનાં ભલા ખાતર તમે ક્યાંથી રકમ ખર્ચી શકવાના છો ? જો તમે ક્યારેક પણ બીજાઓના ભલાનું-ઉપકારનું કાર્ય કરવા ઝંખતા હશો તો તે શક્યતા ત્યારે જ ઊભી થશે...જ્યારે તમે જાતના વ્યવહારમાં પહોળા થવાનું છોડીને સંકોચશીલ બનશો. યાદ રાખો: “જે જાતના વ્યવહારમાં પહોળો તે પરોપકારના કાર્યમાં સાંકડો અને જે જાતના વ્યવહારમાં સાંકડોતે પરોપકારના કાર્યમાં પહોળો (ઉદાર).
પોતાના જીવન-વ્યવહારમાં પણ માણસે પોતાની કક્ષા અને યોગ્યતા પ્રમાણે જ ખર્ચ કરવો જોઇએ. ખોટાં દેવાં કરીને ઠાઠમાઠ કરવાનો કે ધામધૂમ, દેખાડો કરવાનો કોઈ અર્થ નથી. તેમ કરવાથી ભવિષ્યમાં તે દેવાની તથા વ્યાજ વગેરેની ચુકવણીમાં મુખ્ય વ્યક્તિ અને તેના કુટુંબીજનો ચિતાની આગમાં સતત શેકાઇ જતા હોય છે. દેવાં ચૂકવવાની ચિંતામાં હોમાયેલા સજ્જન :
એક સત્યઘટના છે.
૧૬