________________
બને ત્યારે જ આવું ધૈર્ય સંભવે.
નિર્દેક પણ આપણો ઉપકારી :
યાદ રાખવા જેવી વાત છે કે નિન્દા ક૨ના૨ો તમારા જે દુર્ગુણ બાબતમાં તમારી નિન્દા કરે છે, તે દુર્ગુણ જો તમારામાં હોય તો તમને તે કાઢી નાંખવાની તક મળે છે. આથી તો નિન્દક તમને-તમારી ભૂલ તરફ ધ્યાન દોરનારો હોવાથી ઉપકારી બને છે.
અને...જો તે દુર્ગુણ તમારામાં નથી તો તમારે ચિંતા કરવાની કોઇ જ જરુર નથી. ભવિષ્યમાં પણ એ દુર્ગુણ તમારામાં પ્રવેશી ન જાય તેને માટે તમને વારંવાર ચેતવણી આપી રહ્યો છે.
આમ નિન્દક બેઉ રીતે આપણો ઉપકારી છે, તેમ માનવું. આનાથી નિન્દાની સામે પ્રતિનિન્દા કરવાનું આપણને મન નહિ થાય અને સમભાવમાં મહાલવાનું મળશે, તે લાભ વળી વિશેષમાં સમજવો.
નિન્દકની ઉપેક્ષા કરો :
અથવા જ્યારે કોઇ આપણી નિન્દા કરે ત્યારે, ‘‘તે ભૂલથી મારું નામ લઇ રહ્યો લાગે છે.'' તેમ વિચારીને તેના તરફ ધ્યાન ન આપવું. નિન્દકની ઉપેક્ષા કરવી.
એક ટૂચકો યાદ આવે છે.
રમેશ અને ધર્મેશ આમ તો બેઉ પાકા મિત્રો. પરંતુ કોઇ કારણસર તે બેને બહુ જામી ગયેલી. રમેશને ધર્મેશને ગાળો આપવાનું ખૂબ મન થયું. તેથી રમેશે ધર્મેશને ફોન કર્યો.
ફોન ઉપર જ રમેશે ધર્મેશને પુષ્કળ ગાળો આપવાનું શરુ કરી દીધું. પણ ધર્મેશ આ ઝઘડાને લંબાવવા માગતો ન હતો. તેથી તેણે કોઇ પ્રતિકારન કર્યો. કશો જ જવાબ ન આપ્યો.
પૂરી છ મિનિટ સુધી રમેશ ગાળો આપતો રહ્યો પણ જ્યારે સામેથી જવાબ જ ન મળ્યો ત્યારે તે જરા અકળાયો તેણે પૂછ્યું. ‘‘તમે છો તો ધર્મેશ જ કે બીજા કોઇ ? જવાબ કેમ આપતા નથી ?’’
૧૧૨