SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ મમ્મણના જીવે કહ્યું “પણ હવે શું ?” ત્યારે પેલો પાડોસી જે ડબ્બામાં સિંહ કેસરિયા લાડુ મૂકેલા તેમાં ચોટેલાં બે-ચાર કણીયા મમ્મણને ચખાડે છે. એ ચાખીને શેઠ ખુશખુશાલ થઇ જાય છે. ત્યારે પેલો પડોસી કહે છે: “કેમ કેવો લાગ્યો લાડવો !” શેઠ કહે: “બહુ સરસ. આવો લાડવો તો જિંદગીમાં ચાખ્યો નથી.” ' ત્યારે પડોસી કહે: “તો વિચાર શું કરો છો ? જાઓ હજી મહારાજ રસ્તામાં જ હશે. તમે વહોરાવેલા લાડવા મહારાજ પાસેથી પાછા લઈ આવો.” અને શેઠ લાડવા પાછા લેવા દોડયા મહારાજની પાછળ ! શેઠને મળેલો પડોસી કેવો હતો ? અત્યંત ઇર્ષાળુ સ્વભાવનો. “મને ન મળે તો કાંઈ નહીં, પણ મહારાજને તો ન જ ખાવા દઉં.” આવી અધમ મનોવૃત્તિનો. અને આથી જ એણે તે શેઠના શુભ કાર્યમાં પૂળો ચાંપવાનું કામ કર્યું. શુભ ભાવની અનુમોદના એ અણમોલ સંસ્કાર છે. એમાં દીવાસળી લગાડવાનું કામ કર્યું. આના બદલે સારો પડોસી હોત તો ? તો તે શેઠના સત્કૃત્યની અનુમોદના કરત.“શેઠ ! તમે કેવા ભાગ્યશાળી...સિંહ કેસરિયા લાડવા મુનિને વહોરવાના મળ્યા ! તમારા પુણ્યની તે શી વાત થાય ! ખરેખર ઘણું ઉત્તમ કામ તમે કર્યું.” જો આવી અનુમોદના કરનાર કલ્યાણમિત્ર પડોસીજન મળી ગયો હોત તો કદાચ પૂર્વભવનો તે શેઠ મમ્મણ બન્યો ન હોત અને ધનની મૂર્છાના પાપે સાતમી નરકનો મહેમાન પણ બન્યો ન હોત. ઇતિહાસ કાંઇક જુદો જ લખાયો હોત. આપણા શુભ ભાવોને પુષ્ટ કરનાર અને ધર્મકાર્યોમાં પ્રોત્સાહન પૂરનાર કલ્યાણમિત્ર પ્રબળ પુણ્યના ઉદયે જ મળે. અને શુભ ભાવોને નષ્ટ કરનાર અને અધર્મના કાર્યોમાં પ્રેરણા પૂરનાર પાપ-મિત્રો ઘોર પાપના ઉદયે મળે. મમ્મણનો જીવ-પેલા શેઠ તો લાડવા પાછળ લેવા મહાત્માની પાછળ દોડ્યા. મહારાજ મળ્યા એટલે કહે: “મારા લાડવા અને પાછા આપી દો.” ૧૨૪
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy