________________
માર્ગે ન જ જઇ શકે તો છેવટે તેનાં લગ્ન સારા સંસ્કારી અને જૈન ખાનદાન કુળમાં જ થાય એવું તો તમે ઇચ્છો જ ને ? અને તો જ તેનામાં અને તેના ભાવિ સંતાનોમાં જૈનત્વના સંસ્કારોની જાળવણી થવી શક્ય બને ને ?
તે માટે સારા અને જેના પડોસીનો જ સહવાસ હોવો ખૂબ જરૂરી છે. કદાચ પાપના ઉદયે તમારું સંતાન કોઈ યુવક કે યુવતીના પરિચયમાં આવે અને તેનું પરિણામ લગ્ન-જીવનમાં આવવાનું હોય તો કમ સે કમ પાત્ર જૈનત્વના સંસ્કારવાળું તો મળે. જો બાજુનો પડોસ મરાઠી કે મુસલમાન હોય તો તમારા દીકરા કે દીકરીનું ભાવિ કેવું ભયજનક પુરવાર થાય તે તમે વિચારી જોજો. સારો પડોસી સત્કાર્યોની પ્રશંસા કરે ?
બીજી એક મહત્ત્વની વાત એ છે કે જો સારો પડોસ હોય તો આપણાં સારાં કામોની તેના દ્વારા ઉપબૃહણા (પ્રશંસા) થાય તો તેનાથી આપણાં સારાં કાર્યોને વેગ મળે. આપણને વધુ ને વધુ સારાં કાર્યો કરવાનો ઉત્સાહ વધે. '
એનાથી ઊલટું જો ખરાબ પડોસ મળે, પડોસીજન જૈન ન હોય અગર સ્વભાવથી અધાર્મિક હોય તો આપણાં ધાર્મિક કાર્યોની કે શુભ કાર્યોની ઉપબૃહણા ન કરે અથવા ક્યારેક ટીકા-નિન્દા પણ કરે...તો તેનાથી આપણાં તે તે શુભ કાર્યોને ધક્કો પહોંચે...ક્યારેક વિપરીત વાતો કરીને મગજને ઊંધી દિશામાં પણ ચડાવી દે તો આત્માનું ભારે અહિત થઈ જાય. મમ્મણનો પૂર્વભવ :
મમ્મણ શેઠે પૂર્વનો ભવમાં અત્યંત ઉલ્લાસ સાથે મુનિને સિંહ કેસરિયા લાડુ વહોરાવ્યા. મુનિના ચાલ્યા ગયા બાદ ત્યાં કોઈ પાડોસીજન મળવા આવ્યો.
તે કહે: “કેમ શેઠ ! લાડવો તમે ખાધો કે નહીં ?”
મમ્મણનો જીવ કહે: “ના, લાડવા તો બધા મહારાજ સાહેબને વહોરાવી દીધા.”
ત્યારે પેલો પડોસી કહે: “અરે શેઠ ! તમેય સાવ મૂરખ છો ને ? સિંહ કેસરિયા લાડવા કાંઇ મહારાજને વહોરાવી દેવાય ? અને તે બધા ? એકાદ તો તમારા માટે રાખવો હતો ! ખાધો હોત તો જિંદગીભર યાદ કરત.”
૧૨૩.