________________
મહાત્માએ કહ્યું “એ લાડવા તો તમે અમને વહોરાવી દીધા છે. હવે તે અમારાથી પાછા ન અપાય.”
પણ પેલા શેઠ તો એક જ જીદ લઇને ઊભા હતા: “મને મારા લાડવા પાછા જ જોઇએ.”
વહોરેલી વસ્તુ પાછી ન અપાય એવો સાધુનો આચાર છે. મહાત્માએ જોઇ લીધું કે આ શેઠ હવે માને તેમ નથી તેથી તેમણે નીચા વળી ને બધા લાડવા ધૂળમાં મિક્ષ કરીને પરઠવી દીધા. સુકૃતની નિદાથી ખરાબ અનુબંધ :
શેઠના હૈયે દુ:ખનો પાર ન રહ્યો. તે જ્યારે પાછા ફર્યા પણ મનમાં સતત એક જ વિચાર: “અરરર ! મેં ક્યાં મહારાજને લાડવા વહોરાવ્યા? મેં બહુ ખોટું .
આ રીતે વારંવાર કરેલા સુકૃતની નિન્દાના કારણે અનુબંધ ખરાબ પડી ગયા. લાડવાના દાન ધર્મના પ્રભાવે પછીના મમ્મણના ભવમાં ઋદ્ધિ તો એટલી અઢળક મળી કે મગધનો રાજા શ્રેણિક એની ઋદ્ધિ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો. પરંતુ સંપત્તિની કારમી મૂચ્છ (આસક્તિ)ના કારણે તેલ અને ચોળા ખાવા સિવાય મમ્મણના નસીબમાં બીજુ કાંઇ ન રહ્યું અને એ જ આસક્તિના કારણે મમ્મણ મરીને સાતમી નરકે રવાના થઇ ગયો.
મમ્મણના જીવના અધ:પતનનું મૂળ તેને મળેલો ખરાબ પડોસ. જેણે મમ્મણના પૂર્વભવના સત્કૃત્યમાં આગ ચાંપીને તેના શુભ ભાવોનું નિકંદન કાઢયું અને મમ્મણે કરેલા સત્કૃત્યની અનુમોદના કરવાને બદલે નિન્દા કરીને સાતમી નરક જવા યોગ્ય પાપકર્મ ઉપામ્યું.
| "વMMા મધમૅમિત્ત ગો‘અધર્મમિક્ષનો ત્યાગ કરવો” આવા પંચસૂત્રકાર પરમર્ષિના ઉપદેશમાં ગર્ભિત રીતે એ પણ સમજી જ લેવું રહ્યું કે “અધાર્મિક લોકો જ્યાં રહેતા હોય તેવા સ્થાનનો પણ ત્યાગ કરવો.”
આથી જ...જ્યાં માંસાહારી, દુરાચારી, વ્યસની, જુગારીઓ અને હિંસક લોકો વસતા હોય તેવી જગ્યામાં ઘર ન વસાવવું, તેમ જે કહ્યું છે તે અત્યંત યોગ્ય જ છે.