________________
જો પડોસી ધાર્મિક સુસંસ્કારી હોય તો તમારા જીવનમાં અને તમારાં બાળકોમાં પણ ઉત્તમ સંસ્કારોને પામવાનું સરળ બની જશે. શાલિભદ્રનો પૂર્વભવઃ સંગમ :
શાલિભદ્રનો જીવ પૂર્વ-ભવમાં સંગમ નામનો ભરવાડણનો દીકરો હતો...એક દિવસ કોઇ ઉત્સવ-પ્રસંગે બધાના ઘરમાં સારી સારી મીઠાઇઓ થતી જોતાં એણેય મા આગળ જીદ કરી: “મા ! મા ! મારે ખીર ખાવી છે.”
માતા ખૂબ ગરીબ હતી. તેના પાસે ખીર બનાવવા જેટલા પૈસા ન હતા. તેથી તે દીકરાને મારવા લાગી. પડોસીઓએ પૂછ્યું “બાઇ ! તારા દીકરાને મારે છે કેમ ?'
બાઇ કહેઃ “મારું નહિ તો શું કરું? એને ખીર ખાવી છે ને મારી પાસે તેટલા પૈસા નથી.”
દયાળુ પડોસીઓએ થોડાં થોડાં ચોખા...દૂધ અને ખાંડ આપ્યાં. માએ ખીર બનાવી અને સંગમને ખીર ખાવા આપીને પોતે બહાર ગઇ. - સંગમ ખીર ખાવો બેઠો છે પણ ખીર ઘણી ગરમ હોવાથી થાળીમાં ઠંડી કરી રહ્યો છે. ત્યાંજ કોઇ માસખમણના પારણે માસખમણ કરતા મહાત્મા ધર્મલાભ” કરતા સંગમના ઘરે વહોરવા આવ્યા.
અને..સંગમ આનંદવિભોર બની ગયોઃ “અહો ! મારાં કેવાં જબરાં ભાગ્ય...કે મારે ત્યાં તપસ્વી મહારાજનાં પગલાં થયાં...લાવ આ ખીર મુનિરાજને વહોરાવી દઉં.' સંગમને ખીર વહોરાવવાનું મન કેમ થયું?
વિચાર કરજો : ભરવાડણનો દીકરો છે...ખીર ખાવાની આકંઠ ઇચ્છા છે...રડી રડીને જીવનમાં પહેલી વાર ખીર મેળવી છે. છતાં તેને મુનિરાજને ખીર વહોરાવી દેવાનું મન કેમ થયું !
એનો જવાબ છે : આજુબાજુમાં રહેતા ઉત્તમ જૈન પડોસીઓને ત્યાં વારંવાર મુનિરાજોને વહોરવા આવતાં-જતાં તે જોતો હતો. જેનોનાં બાળકોની સાથે રહેતાં રહેતાં તેનામાં પણ ઉત્તમ સંસ્કારો જાગૃત થયા હતા. જૈન મુનિઓ પ્રત્યે તેને
ક