________________
કુણાલની પિતૃભક્તિ :
કુણાલની અદભુત પિતૃભક્તિનો દાખલો ઇતિહાસ પ્રસિદ્ધ છે.
સમ્રાટ અશોકના લાડીલા પુત્ર કુણાલની માતા કુણાલની બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામી હતી. કુણાલની સાવકી માતાને કુણાલ પ્રત્યે ભારે ઝેર હતું. એ કુણાલને મારી નાખવાની તક શોધતી હતી.
સમ્રાટ અશોકને આ વાતની ગંધ આવી જતાં તેણે કુણાલને ભણવા માટે તક્ષશિલા મોકલી આપ્યો.
એક દિવસ કુણાલની ક્ષેમકુશળતાના સમાચાર લઇને આવેલા દૂતને મળીને અશોક આનંદ પામ્યો. અશોકે વળતો પત્ર-પુત્ર ઉપરનો-મંત્રી પાસે લખાવ્યો. તેમાં એક વાક્ય લખાવ્યું કે "નારઃ પીયતાન I’’ એનો અર્થ “કુમારને
સારી રીતે ભણાવજો.” - સાવકી માતાને પત્રના આ સમાચાર મળતાં તેણે ચાલાકીથી પત્રને મેળવી લીધો અને “અધીયતાના 1 ઉપર મીઠું ઉમેરી દીધું. આથી વાક્ય આ રીતે બન્યું: "કુમાર: સંઘીયતાનું ” આનો અર્થ સાવ બદલાઇ ગયો: “કુમારને આંધળો કરી નાંખજો.”
દૂત દ્વારા જ્યારે પત્ર કુણાલને મળ્યો ત્યારે તેણે પિતાની આજ્ઞાને અમલ કરવા અર્થાતુ પોતાની આંખો ફોડી નાંખવાનું સાથે રહેલા મંત્રીઓને સૂચન કર્યું જ્યારે મંત્રીઓએ રાજાની કોઇ ગેરસમજ થવાની સંભાવના વ્યક્ત કરીને કુમારની આંખો ફોડી નાંખવાનું અપકૃત્ય કરવાનો ધરાર ઇન્કાર કરી દીધો, ત્યારે કુણાલે ધગધગતા સોયા પોતાની આંખોમાં જાતે જ ભોંકી દઇને બંને આંખોને ફોડી નાંખી. એ પિતાની આજ્ઞા પ્રત્યે કેવી અદભુત ભક્તિ અને વફાદારી ! ઇતિહાસમાં કુણાલ મહાન પિતૃભક્ત તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આજના જમાનાના કુણાલોનો અને કેતનોનો ઇતિહાસ લખાય તો કદાચ આના કરતાં સાવ વિપરીત જ હોય !!! આર્યરક્ષિતની માતૃભક્તિ :
આર્યરક્ષિત અનેક વિદ્યામાં પારંગત બનીને જ્યારે પોતાના નગરમાં આવે છે ત્યારે તેમનું સ્વાગત કરવા નગરના સેંકડો લોકો આવે છે પરંતુ આર્યરક્ષિતની આંખ તો પોતાની માતાને જ શોધે છે. પરંતુ માતા તો દીકરાનું સ્વાગત કરવા
૧૬ર