________________
સુગંધ જ માણે છે. તેનામાં રહેલા દોષરૂપી કાંટાઓ તરફ તો તે નજર પણ નાખતો નથી...
આ જ વિશેષતા છે ગુણાનુરાગીની...એ ગુણવાનો પ્રત્યે હાર્દિક પ્રીતિવાળો તો બને જ પણ સાથોસાથ ગુણહીનો પ્રત્યે તે ઉદાસીન બને...ક્યાંય એના પ્રત્યે મનમાં પણ તિરસ્કાર ન આવી જાય તેની સતત કાળજી રાખે...કારણ કે એને આ તો ખ્યાલ જ હોય છે કે આજે ભલે સામી વ્યક્તિમાં પ્રગટરૂપે ગુણો નથી દેખાતા પણ એ છે તો અનંત ગુણોનો માલિક જ ! આજે નહિ તો કાલે, એનામાં આ બધા ગુણો પ્રગટ થશે જ ! અને એટલે જ તેના પ્રત્યે તિરસ્કાર કરવાનો કોઇ અર્થ જ નથી.” આવી વિચારણાથી ગુણાનુરાગી આત્મા પોતાના મનની સ્વસ્થતા ટકાવી રાખતો હોય છે. પેલી પંકિત યાદ છે ને કે
ઘેરી લીયે છે કંટકો ગુલાબને,
આંચ ન આવે કદીયે, એની સુવાસને...' ગુલાબની આસપાસ સેંકડો કાંટાઓ હોવા છતાં જેમ એની સુગંધને કોઇ આંચ આવતી નથી તેમ કર્મની શિરજોરીના કારણે સંસારી આત્મામાં ગમે તેટલા દોષો દેખાતા હોય તોય એના અનંત ગુણોને કોઇ પણ જાતની બાધા પહોંચતી નથી... . અને એટલે જ ક્યાંય કોઇના દોષો જુઓ નહિ...દેખાઇ જાય તોય બોલો નહિ...ઉઘાડા પાડો નહિ ! આનાથી તમારું પોતાનું વ્યક્તિત્વ નિર્મળ બનશે.. પ્રભાવશાલી બની જશે...
યાદ રાખજો...શહેરમાં ગટર હોય એટલા માત્રથી ગટરનું ઢાંકણું ખોલાય નહિ કારણ કે એમ કરવાથી શહેરના નાગરિકોનું આરોગ્ય જોખમાય. તેમ કોઈ પણ વ્યક્તિમાં દોષો હોય એટલા માત્રથી એ દોષોને ગમે ત્યાં પ્રગટ ન કરી દેવાય કારણ કે તેમ કરવાથી સમાજની માનસિક તંદુરસ્તી જોખમાય છે !
ગુણાનુરાગનો અભ્યાસ આ કળામાં પારંગત બનાવ્યા વિના રહેતો નથી...ગુણાનુવાદ કરવામાં એ આત્મા ખીલી ઊઠે પરંતુ દોષાનુવાદ કરવામાં એ આત્મા મૌન ધારણ કરી લે !...આવો આત્મા બીજી બાજુ પોતાની પ્રશંસા ક્યાં ન
૩૪૮