________________
કરે અને પોતાના દોષોને ક્યારેય ન છૂપાવે !
ફાડી નાખ્યો તે પોતાના પર આવતા ગાંધીજીના બધાય પત્રો વિનોબાજી ખાસ સાચવતા...એકવાર એક પત્ર આવ્યો...ગાંધીજીનો જ એ પત્ર હતો છતાં વાંચીને તેમણે તુર્ત જ ફાડી નાખ્યો...
બાજુમાં બેઠેલાએ પૂછયું, “તમે આમ કેમ કર્યું ?'
આ પત્રમાં ગાંધીજીએ લખેલું કે “તમારા જેવો આત્મા મેં ક્યાંય જોયો નથી..' ગાંધીજીએ ઉદાર દ્રષ્ટિથી મને જેવો જોયો તેવો વર્ણવ્યો...પરંતુ મારામાં રહેલા ઢગલાબંધ દોષોની એમને ક્યાં જાણ છે..? એ ગણતરીએ આત્મપ્રશંસા કરાવતો આ પત્ર મેં ફાડી નાખ્યો...' વિનોબાએ જવાબ આપ્યો...
વ્યવહારમાં આવી મનોવૃત્તિ વિના લોકપ્રિય બની શકાતું નથી તો પછી આધ્યાત્મિક જગતમાં વિકાસ કરવા માટે આવી મનોવૃત્તિને અપનાવ્યા વિના ચાલે એવું જ ક્યાં છે ?
ગુણાનુરાગી વ્યક્તિનું તો એક જ ધ્યેય હોય છે ગુણસંગ્રહનું ! ધનલંપટ માણસ જેમ જ્યાં જાય ત્યાં ધન-સંગ્રહ જ કરતો જાય તેમ ગુણલંપટ આત્મા જ્યાં જાય ત્યાં ગુણસંગ્રહ જ કરતો જાય ! કારણ કે એને પૂરી ખાતરી હોય છે કે પરલોકની સદ્ધરતા બીજાના દોષો સંઘરવામાં નથી પણ ગુણો સંઘરવામાં છે !
કૂવો ખોદી રહેલા માણસોને જોયા છે ? શરુઆતમાં તો એના હાથમાં પથરાઓ આવતા હોય છે...પછી રેતી.. પછી કાદવ અને પછી પાણી ! પણ
જ્યાં કાદવ હાથમાં આવે ત્યાં જ તેઓ રાજીના રેડ થઇ જતા હોય છે. કારણ કે કાદવના દર્શને તેઓને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે પાણી તો હવે હાથવેંતમાં જ છે...
એ જ રીતે કોઇપણ વ્યક્તિમાં તમારે ગુણ જોવા હોય તો શરૂઆતમાં કદાચ તમને દોષો જ દેખાશે પણ ધીરજ ધરશો તો ધીમે ધીમે ગુણદર્શન થયા વિના નહિ રહે ! કારણ કે દોષ જેનામાં છે એ આખરે તો અનંત ગુણોનો માલિક આત્મા જ છે !
યાદ રાખજો.. કૂવો ખોદવા જતા હજી કદાચ પાણી ન મળે એવું પણ
૩િ૪૯