SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આથી આપણું કોઇ પણ પગલું એવું ન હોવું ઘટે કે જે આપણી ધર્મસાધનાને ધક્કો પહોંચાડનારું બને. મળેલા માનવભવ અને માનવદેહનાં મૂલ્ય કરોડો-અબજો રૂપિયાના ધન કરતાં ઊંચેરાં છે. આથી એને કોઇ સર્પ કે વીંછીના મામૂલી ડંખથી ખતમ થવા ન દેવાય. એને કોઇ ચોર-ડાકુના ધન-લોભના પાપે નષ્ટ થવા ન દેવાય. એને કોઇ હુલ્લડમાં એસ.આર.પી. ના નવજવાનની ગોળીનો અર્થહીન ભોગ થવા ન દેવાય. એને કોઇ પંજાબના આતંકવાદીના છરા દ્વારા બરબાદ થવા ન દેવાય. “મરવાનું આવે તો પણ ન ડરવું તે જેમ વીરતા છે, તેમ “ગમે તે રીતે, ગમે તેના હાથે અને ગમે તે કારણે નકામા મરી જવું પડે તેવા સંજોગોમાં હાથે કરીને આપણી જાતને મૂકવી, તે નરી મૂર્ખાઇ છે. એકલી બેવફૂફી છે.” હા...કોઈ ધર્મશાસનની રક્ષા કાજે, કોઇ જિનમંદિર કે જિનશાસનની ઉપર આવી પડેલી આપત્તિમાંથી રક્ષક કાજે મરવું પડે તો હસતે મુખડે મૃત્યુને વધાવી લેવાય...તે જરુર શહાદત છે. શૂરવીરતા છે, પરંતુ આપણી પ્રજ્ઞાની ભૂલના કારણે સાવ નજીવા હેતુઓ ખાતર માનવભવને એળે જવા દેવો એ કોઈ પણ રીતે બુદ્ધિમત્તા નથી જ નથી. હીરાનાં પડીકાં લઇને અસાવધાનીથી ઘૂમતાં...ચોર-ડાકુની નજર પડી જતાં....લાગ જોઇને ભર જુવાનીમાં એ દુષ્ટોની બંદૂકની ગોળીનો ભોગ બની જવું પડે...એમાં કઇ બહાદુરી છે ? કોક તો બતાવો. જેનશાસનના સિદ્ધાન્તોમાં ક્યાંય ઝટપટ મરી જવાની વાત નથી. આત્મહત્યા કે આપઘાતને કોઇ પણ રીતે સારો ગણવામાં આવેલ નથી અને ઉપર જણાવ્યાં તેવાં સ્થાનોમાં જાણી-બૂઝીને રહેવું એ હાથે કરીને આત્મઘાત નોતરવાનો માર્ગ છે. સુજ્ઞ પુરુષે તેવું કદી ન કરવું જોઇએ. ઉપર જણાવેલા મુદ્દાવાળા સ્થાનમાં રહેવાથી જેમ મૃત્યુનો કે ધનનાશ વગેરેનો ભય છે તેમ એના કરતાં વધુ ભયંકર ભય સંસ્કારનાશનો છે. ચોર-ડાકુ વગેરેવાળાં અથવા હુલ્લડ-તોફાનો વગેરેવાળાં સ્થાનોમાં રહેવાથી આપણા જીવનમાં પણ ચોર જેવા કુસંસ્કારોની અસર થવા પામે, સંતાનોમાં પણ કુસંસ્કારો પેદા થાય. હુલ્લડ-તોફાનો સતત ચાલતાં હોય ત્યાં આપણને પણ ચિત્તશાંતિ ન રહે. ચિત્તશાંતિ વગર ધર્મ કરવાનું ક્યાંથી સૂઝે ? વળી, સતત તોફાની વાતાવરણ આપણા મનમાં કરી કરે : ૧૭૪
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy