________________
સંક્ષિપ્ત વર્ણન ગુણ ૨૪ : જ્ઞાનવૃધ્ધ અને ચારિત્રપાત્રની સેવા
અમાસની અંધારી રાતે ઝબૂકી જતી વિજળીમાં સોય પરોવી લેવા જેવી આ ઉત્તમ આરાધના છે. આર્યદેશના ગળથુથીમાંથી મળતા વડીલોના સન્માન સત્કાર'ના સંસ્કારોને અપનાવી લેવાય તો અકલ્પનીય આનંદની તક તમે પામી શકશો. ‘ઉત્તમના ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ'ની પંક્તિને જીવનમાં ચરિતાર્થ કરવાની આરાધના આ ગુણામાં સમાયેલી છે.
અનંતકાળે પ્રાપ્ત થયેલ આ માનવજીવન એ વિવેક અને સુસંસ્કારની વૃદ્ધિ માટેનું અનુપમ બજાર છે. સગતિની પરંપરા ઊભી કરાવી દેવાની તાકાત સુસંસ્કારોની વૃદ્ધિ છે. વિવેક પ્રગટે છે જ્ઞાનથી અને સુસંસ્કારની વૃદ્ધિ થાય છે ચારિત્રથી. જ્ઞાન અને ચારિત્રની ભૂખ લાગતા ચારિત્રપાત્ર આત્માની સેવા કરવાનું મન થાય. ઉકરડા જેવા દોષોની સંગત તો અનંતકાળે કરી પણ જીવનને નંદનવન બનાવી આપે એવા ગુણવાન આત્માઓની ઉપબૃહણા, અનુમોદના કરવાની તક જતી કેમ કરાય ? જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન ચારિત્ર અને ચારિત્રવંત આત્માઓની દિલથી ઉછળતી ભક્તિ કરી સદ્ગતિ રીઝર્વ કરાવી લેવા જેવી છે. ઉત્તમ આત્માઓની સેવા ભક્તિથી નમ્રતા, સદાચાર, સૌમ્યતા, કોમળતા વગેરે ગુણો પ્રગટે છે, પાંગરે છે. પેથડમંત્રીએ નવજુવાન વયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી ખંભાતના ભીમ શ્રેષ્ઠિની શાલ સ્વીકારીને...!
| ગુણિયલ ચારિત્રવંત અને જ્ઞાન પરિણત આત્માઓનો સુયોગ જલ્દી પ્રાપ્ત થતો નથી. જ્ઞાની, સદ્ઘારીત્રી આત્માઓ શોધતા જાઓ...ગગભાવે નમતા જાઓ...એમની પ્રશંસા, ભક્તિ અને અનુમોદના કરી સમ્યકત્વને નિર્મળ બનાવતા જાઓ. આ ગુણના પાલનથી શાતા, સમાધિ, સગુણ, સંસ્કાર અને સમકિત પ્રસાદી રુપે સાંપડશે...વિલંબ શું કામ કરો...!
૩૭૩